________________
જૈન શાસનના ચમકતા સિતારા ૧૦૦
પધાર્યા હતા. તેમની દેશના સાંભળી સુવ્રત શેઠે અગિયારેય પત્નીઓ સાથે દીક્ષા લીધી. ઉત્તમ ભાવે તપસ્યા કરી દ્વાદશાંગી(બાર આગમો)નું જ્ઞાન પ્રાપ્ત કરી શ્રુતકેવળી (ચૌદ પૂર્વનું જ્ઞાન ધરાવનાર) બન્યા. તેમની અગિયાર સંસારીપણાની પત્નીઓ જે હવે સાધ્વી બની હતી તેઓએ અનશન કર્યું અને એક માસના અનશન બાદ બધી કાળધર્મ પામી મોક્ષે સિધાવી.
વળી પાછો મૌન એકાદશીનો દિવસ આવ્યો. સુબ્રત અણગાર એક વૃદ્ધ બીમાર સાધુની વૈયાવચ્ચ કરતા હતા. આ સમયે એક દેવતા સુવત મુનિના મૌનની પરીક્ષા કરવા આવ્યા અને એ વૃદ્ધ સાધુના શરીરમાં પ્રવેશ કર્યો. એણે સાધુને અસહ્ય વેદના ઉપજાવી. તેમના શરીરમાં રહેલા દેવે કહ્યું: “હે સુવ્રત મુનિ! મારાથી આ વેદના સહન થતી નથી. તમે અત્યારે જ શ્રાવકના ઘરે જઈને મારી સારવાર માટે કોઈ કુશળ વૈદ્યને બોલાવી લાવો.”
સુવ્રત મુનિ વિચારમાં પડી ગયા. “રાતનો સમય છે, મુનિથી રાતના ક્યાંય ઉપાશ્રય બહાર જવાય નહીં. વળી, “મારે આજે મૌન છે. શું કરું?” ત્યાં જ બીમારસાધુ ગુસ્સાથી બોલ્યા: “ગીતાર્થ સાધુ થયા છો અને અવસરની ગંભીરતા સમજો છો કે નહીં? જાવ, જલદી વૈદરાજને બોલાવી લાવો.”
સાધુ મહાત્મા તો આવું બોલે નહીં, જરૂર કંઈ ભેદભરમ લાગે છે એમ સમજીને સુવ્રત મુનિ ત્યાંથી ખસ્યા નહીં, કંઈ બોલ્યા પણ નહીં. આથી બીમાર સાધુ તેમને ઓઘાથી મારવા લાગ્યા. તેઓ શાંતિથી માર સહન કરતા રહ્યા અને પોતાને નિંદતા રહ્યા, “આ મુનિ તો નિર્દોષ છે. અપરાધ મારો છે કે તેમના કહેવા પ્રમાણે હું તેમની સારવાર કરી શકતો નથી. સાધુના શરીરમાં રહેલ દેવ મારતા જ રહ્યા. પણ સુવ્રત મુનિ ઉત્કૃષ્ટ શુભ ભાવમાં ચડી ગયા, સમતાયોગી બની ગયા. વ્યંતરદેવ થાકી ગયો અને તે મુનિનું શરીર છોડીને પોતાના સ્થાને ચાલ્યો ગયો. સુવ્રત મુનિએ ચારે ઘાતી કર્મોનો (આત્માના ગુણોનો ઘાત કરનાર) ક્ષય કરી નાખ્યો અને કેવળજ્ઞાની બની ગયા.
આ મૌન એકાદશી સાથે શ્રી મલ્લીનાથ ભગવાનનું નામ પણ જોડાયેલું છે. તેમના ત્રણ કલ્યાણક મૌન એકાદશીના દિવસે છે.
૧. ધર્મને બરાબર સમજનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org