________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૨૦૧
વિશ્રામ લેવા તે એક દુકાનના ઓટલે બેઠો. તે દિવસે તે દુકાનના માલિકને ઘણો સારો વકરો થયો. થોડી વારે શેઠે તેને પૂછ્યું, ‘ભાઈને, પરદેશથી આવો છો? કોના અતિથિ છો?” શ્રેણિકે સસ્મિત કહ્યું, ‘આપનો જ અતિથિ સમજો ને!’
એ જ દિવસે વહેલી સવારમાં શેઠને સ્વપ્ન આવેલું : ‘દીકરીની ચિંતા ન કર. ઘરે જ ઉત્તમ વર આવશે.’ શેઠને સ્વપ્નું સાચું પડતું જણાયું. જમવાના સમયે બંને સાથે ઘેર આવ્યા. શેઠે વહાલ કરી તેને જમાડ્યો અને થોડા જ દિવસમાં સગાં-સંબંધીને બોલાવી પોતાની દીકરી સુનંદાને કુમાર સાથે પરણાવી.
દામ્પત્યસુખ ભોગવતાં કેટલોક સમય જતાં સુનંદા સગર્ભા થઈ. ગર્ભપ્રભાવે તેને જિનપૂજા-દાન આદિનાં દોહદ (અભિલાષા) થવા લાગ્યાં. તેના બધાં દોહદ પૂરાં કરવામાં આવ્યાં.
આ તરફ શ્રેણિકના ચાલ્યા જવાથી પ્રસેનજિત રાજાને ઘણો આઘાત લાગ્યો. તેને ચારે તરફ તપાસ કરાવી. એક સોદાગરે બેનાતટની ભાળ આપી અને જણાવ્યું કે મોટા ભાગે તે શ્રેણિક હોઈ શકે.
જોગાનુજોગ પ્રસેનજિત રાજા માંદા પડ્યા. તેમણે શ્રેણિકને બોલાવી લાવવા સાંઢણીસવાર મોકલ્યા અને પોતાની ગંભીર સ્થિતિમાં શીઘ્ર ઘેર આવી પહોંચવા જણાવ્યું. સવારના મોઢે આ સમાચાર જાણી શ્રેણિકે સુનંદાને જણાવ્યું કે, ‘‘મારા પિતાજી ગંભીર બીમાર છે એટલે મારે ગયા વિના ચાલે એમ નથી. તું હાલ અહીં જ રહે. અવસરે હું તને બોલાવી લઈશ. આપણો પુત્ર અવતરે ત્યારે તેનું નામ ‘અભયકુમાર’ પાડજે!''
સુનંદાએ કહ્યું, ‘તમે મને તો કાંઈ જણાવ્યું નથી. પણ આ બાળક મોટું થશે અને તમારાં નામઠામ પૂછશે તો હું શું કહીશ?' ત્યારે શ્રેણિકે ઘરના ભા૨વટ પર આ પ્રમાણે લખ્યું.
‘હું ગોપાલ ધવલ–દીવાલવાળા રાજગૃહે વસું છું; આમંત્રણ કાજે સુપુત્ર! તારા આ ભારવટે લખું છું.' આમ સુનંદાને સમજાવી તેની તથા સસરાની રજા લઈ શ્રેણિક ઘરે આવ્યા અને માતા-પિતાદિને પ્રણામ કર્યા. રાજા ઘણા જ આનંદિત થયા; ને પૂર્વે બીજા ભાઈઓ સામે તેની પ્રશંસા કરી ન હતી એના હેતુ સમજાવ્યા. પછી મોટા સમારોહપૂર્વક શ્રેણિકનો રાજ્યાભિષેક કરી મહારાજા પ્રસેનજિત દીક્ષિત થયા અને અનુક્રમે સ્વર્ગસ્થ થયા.
શ્રેણિક મહારાજા બન્યા. તેમની પ્રતિભા ચારે બાજુ પ્રસરી. મગધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org