________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૪૦
બોલ્યા, “હા રાજા! આજથી સાતમે દિવસે તને કુંભમાં પકવવામાં આવશે અને મરીને તું ચોક્કસ નરકે જઈશ.” તેણે પાછું પૂછ્યું, “શી ખાતરી?”
“ખાતરી છે કે મૃત્યુના આગલા દિવસે તારા મુખ પર વિષ્ટા પડશે. જો એમ થાય તો તું ચોક્કસ સમજજે કે બીજે દિવસે તારું મૃત્યુ છે અને નિશ્ચિત મરણ બાદ તારી દુર્ગતિ જ થશે.” ખીજાએલા દત્તે પૂછ્યું, “અને તમારી ગતિ કઈ થશે?”
“રાજા! હું સ્વર્ગે જઈશ. ધર્મનાં ફળ સારાં જ હોય. તે જીવને દુર્ગતિમાં પડવા દેતા નથી.” આ સાંભળી ક્રોધે ભરાયેલા દત્તને મામાનો ઘાત કરવાની દુષ્ટ ભાવના થઈ આવી. પણ પછી વિચાર્યું કે સાત દિવસ પછી આઠમે દિવસે હું જાતે આવી મામી મહારાજને મારી નાખીશ અને ગર્વથી કહીશ કે “મામા! મારું નહીં તમારું મોત આવ્યું છે.”
ઉપાશ્રયેથી મહેલે આવી તેણે આજ્ઞા કરી, ઉપાશ્રયની ચારે બાજુ ચોકીદારો ગોઠવ્યા, અને ઢંઢેરો બહાર પાડ્યો કે રસ્તામાં કોઈએ વિષ્ટા કરવી નહીં કે ફેંકવી નહીં. કચરો પણ નાખવો નહીં અને નગર સાફસૂફ રહે તેની પાકી વ્યવસ્થા કરાવી અને દત્ત પોતે આ દિવસો દરમિયાન રાજમહેલમાં જ ભરાઈ રહ્યો. દિવસની ગણતરીમાં ભૂલ થવાથી છઠ્ઠા દિવસે સાતમો સમજી ખૂબ દબદબાપૂર્વક મોટી સવારી કાઢી અને તે કલિકાચાર્યને ખોટા પાડવા નીકળ્યો.
તે વખતે રાજમાર્ગથી જતા એક માળીને તીવ્ર હાજત થવાથી તેણે ઝાડે જઈ ઉપર ફૂલ મૂકી દીધાં. એટલામાં દત્ત રાજાની સવારી આવી. દત્ત રાજાનો ઘોડાનો પાછળનો પગ તે વિષ્ટા ઉપર પડતાં અને જોરથી પગ ઉપાડતાં તેમાં ચોંટી આવેલી વિષ્ટા ઊડીને દત્તના મોઢા ઉપર પડી. તરત જ દત્ત ચમક્યા. ગંધાતી વિષ્ટા હાથ ફેરવતાં ઓળખાઈ ગઈ. શ્રી કાલિકાચાર્યના શબ્દો તાજા થઈ કાનમાં ગુંજવા લાગ્યા. તેને શંકા પડતાં દિવસની ગણતરી કરી. એક આખા દિવસની ભૂલ સમજાતાં તે ખૂબ ગભરાયો, બેબાકળો થઈ ગયો અને પરસેવે રેબઝેબ થઈ જતાં ત્યાંથી પાછો ફર્યો.
આ બાજુ દત્તના સૈનિકો તેનાથી ત્રાસી ગયા હોવાથી આ છ દિવસમાં દત્તની અસાવધાનીનો લાભ લઈ બીજા રાજાની વ્યવસ્થિત તૈયારી કરી દત્ત પાછો ફરે તે પૂર્વે નવા રાજાને સિંહાસન પર બેસાડી દીધો. દત્તને પાછા ફરતાં રસ્તામાં જ સૈનિકોએ પકડી તેને કેદખાનામાં નાખી દીધો. ખૂબ જ માર મારી તેને બીજે દિવસે સળગતી કુંભમાં પકાવી કરપીણ રીતે મારી નાખ્યો. અંતે તે નરકે ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org