________________
[૧૨]
શ્રી કાલિકાચાર્ય અને દત્ત
(મામા-ભાણેજ)
એક કાલિક નામનો બ્રાહ્મણ તુરમણિ નામની નગરીમાં રહેતો હતો. તેને એક ભદ્રા નામની બહેન હતી અને દત્ત નામનો ભાણેજ હતો.
કાલિકે જૈનાચાર્યથી પ્રતિબોધ પામી તેમની પાસે દીક્ષા લીધી. કાલિકે દીક્ષા લીધી એટલે દત્તને માથે કોઈ કહેનાર રહ્યું નહીં અને તે સ્વચ્છંદી બનવા લાગ્યો. તે નગરીના રાજા જિતશત્રુની સેવા કરતાં પોતાના કૌશલ્યથી રાજાનો મંત્રી બની ગયો. રાજકીય કાવા-દાવા ખેલતાં આસ્તેઆસ્તે બીજા કર્તા-કારવતાઓને વિશ્વાસમાં લઈ રાજાને બંદીવાન બનાવી પોતે રાજા બની બેઠો. તે નાસ્તિક હતો એટલે પાપમાં કે પુણ્યમાં માનતો નહીં, ઘણી જ નિષ્ઠુરતાથી રાજ ચલાવતો. પોતાની કીર્તિને માટે તે યજ્ઞ અને હોમ-હવન કરાવતો.
તેના મામા કાલિકે દીક્ષા લીધેલ. તેઓ શુદ્ધ ચારિત્ર પાળતા હોવાથી અને યોગ્ય ગુણવાન હોવાથી ગચ્છાધિપતિ થયા. મોટા સમુદાય સાથે શ્રી કાલિકાચાર્ય એકદા આ નગરમાં પધાર્યા. તેમનાં દર્શને લોકોનાં ટોળેટોળાં ઉભરાયાં. દત્તની માતાએ ઘણો આગ્રહ કર્યો એટલે દત્ત પણ મામાની વાણી સાંભળવા અને દર્શનવંદન માટે કાલિકાચાર્ય પાસે આવ્યો. ઔપચારિક કેટલીક વાતો કર્યા પછી દત્તે પૂછ્યું, “મામા! યજ્ઞ કરવાથી શું ફળ મળે? ગુરુમહારાજે જવાબ આપ્યો, દયામાં ધર્મ છે, અને ધર્મનાં ફળ ઘણાં સારાં છે.'' દત્તને આ જવાબથી સંતોષ થયો નહીં તેણે ઉદ્ધતાઈથી કહ્યું, “મેં તમને યજ્ઞનું ફળ પૂછ્યું છે, તેનો જવાબ આપો. આડીઅવળી વાતો ન કરો.” ત્યારે આચાર્યશ્રી બોલ્યા, “દત્ત! મેં તને બરાબર જવાબ આપ્યો છે. તું નથી જાણતો કે જ્યાં જ્યાં હિંસા હોય ત્યાં ત્યાં પાપ જ હોય, અને અતિઘોર હિંસામય પાપનું ફળ નિર્વિવાદ નરક જ હોય. યજ્ઞમાં તો ઘોર હિંસા જ થતી હોય છે. વૈદિક અને લૌકિક ગ્રંથમાં પણ માંસભક્ષણ ત્યાજ્ય કહ્યું છે, અને તલ કે સરસવ જેટલું પણ જે માંસ ખાય તે સૂર્ય-ચંદ્રની સ્થિતિ સુધી નરકનાં દુઃખો જ ભોગવે.”
દત્ત આ તો બધો મિથ્યા પ્રલાપ છે એમ સમજી હસવા લાગ્યો અને મામા મહારાજને કહે, “ત્યારે તો તમે સ્વર્ગે અને હું નરકે જઈશ કેમ?” આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org