________________
જેન શાસનના ચમકતા સિતારા ૦ ૨૦
જ રહ્યો. વિચારતાં વિચારતાં શેઠને એક રસ્તો જડ્યો. અમદાવાદમાં એક મોટા વેપારી... નામ એમનું સોમચંદ, ભારે આબરૂદાર અને વટ-વહેવાર સાચવનારા. પણ સવચંદ શેઠને એમની સાથે કોઈ લેવડ-દેવડનો વહેવાર નહીં ફક્ત નામ જાણે. તેમના ઉપર હૂંડી લખવાનો વિચાર કર્યો અને ઠાકોરને કહ્યું. “જલદી જોઈતા હોય તો અમદાવાદ જાઓ, હું હૂંડી લખી આપું છું તે બતાવી તમારા રૂપિયા લઈ લેજો.”
ઠાકોર કહે ભલે. લખી આપો. સવચંદ શેઠે નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં કલમ ઉઠાવી હૂંડી લખી. નરસિંહ મહેતાએ શામળા ગિરધારી શેઠ પર લખી હતી એવી.
એતાન શ્રી વણથલી ગામથી લખ્યા શેઠ સવચંદ જેરામ. સ્વસ્તિ શ્રી અમદાવાદ નગર મધ્યે રાખ્યા શેઠ સોમચંદ અમીચંદ, જત આ ચિઠ્ઠી લઈને આવનાર ઠાકોર સૂરજમલજી સતાવતને હૂંડીના દેખાડે રૂપિયા એક લાખ બાબાશાહી રોકડા તે રૂપિયા પચાસ હજારથી બમણા-સહી, પિછાન, પહોંચ. પાવતી લઈને આપશો.
સહી દ: પોતે. સવચંદ જેરામના જય જીનેન્દ્ર સ્વીકારશે.” શેઠે લખતાં લખી તો નાખી પણ મન વિચારે ચડ્યું. નથી સોમચંદ શેઠ સાથે કોઈ ઓળખાણ, નથી કોઈ પૈસાનો વહેવાર. શેઠ લાખ રૂપિયાની હૂંડી કેમ સ્વીકારશે?
શેઠને છાતીમાં ડૂમો ભરાઈ ગયો. આંખમાં આંસુ આવી ગયાં, અને આંસુનાં ૨ ટીંપા હૂંડી પર પણ પડ્યાં. આંસુ પડેલાં તેની નીચેના અક્ષરો થોડા ભીંજાઈ જરાક પ્રસર્યા. ભગવાનનું નામ લઈ હૂંડી ઠાકોરને આપી.
ઠાકોર તો મારતી ઘોડીએ પહોંચ્યા અમદાવાદ. શેઠની જાણીતી પેઢી શોધતાં વાર ન લાગી. સોમચંદ અમીચંદ શેઠની પેઢી શોધી કાઢી અને શેઠની ગાદી પાસે આવી હૂંડી બતાવી.
શેઠ વિચારમાં પડી ગયા. આવું સવચંદ જેરામ નામનું કોઈ ખાતું હોવાનો ખ્યાલ નથી. આ કોની હૂંડી? કોણ લખનાર?
શેઠે મુનિમને પૂછ્યું, વંથલીના સવચંદ શેઠનું ખાતું છે? જુઓ. મુનિમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org