________________
જેન શાસનના ચમકતા સિતારા ૦ ૨૮
આવા નામની કોઈ જાણ ન હતી પણ શેઠ પૂછે એટલે બરાબર ચોપડા જોઈ અડધા કલાકે શેઠને બાજુમાં બોલાવી ખાનગીમાં કહ્યું,
“ના શેઠ! સવચંદ નામનું કોઈ ખાતું નથી. કોઈ વહેવાર આપણી સાથે નથી. તદન અજાણ્યા ભાઈની આ હૂંડી છે.”
શેઠે હૂંડી હાથમાં લીધી. બે-ત્રણ વખત વાંચી ગયા. અચાનક તેમનું ધ્યાન કાગળ ઉપર બે આંસુ પડ્યા હતાં તે પર પડ્યું. મૂળ જૈન વણિક, હૈયામાં જૈન સાધર્મિક પ્રત્યે લાગણી ઉભરાઈ. વસ્તુસ્થિતિ મનમાં સમજી ગયા. ઠાકોરને ર૩ દિવસ રહેવા કહ્યું અને ઠાકોરને ચકાસ્યા કે કોઈ ધૂર્ત તો નથી ને તપાસ કરતાં માલૂમ પડ્યું કે ઠાકોર માણસ મોભાદાર છે, એ ધૂર્ત ન હોઈ શકે.
શેઠે ઠાકોરને બે દિવસ ઘરે રાખ્યા. ઉમદા પરોણાગત બે દિવસ કરી અને ત્રીજે દિવસે પેઢી ઉપર બોલાવી મુનિમને આજ્ઞા કરી કે “હૂંડીનાં નાણાં એક લાખ રોકડા ઠાકોરને આપી દો.”
મુનિએ તો ચક્કરવકર ડોળા કાઢતા કહ્યું, “આવું કોઈ ખાતું નથી. નાણા કેમ અપાય? કોના ખાતે લખી આપું?” શેઠે કહ્યું. “ખર્ચ ખાતે લખીને આપી દો.”
મનમાં બબડતાં બબડતાં રૂપિયા એક લાખ ઠાકોરને ગણી આપ્યા. ઠાકોર તો રૂપિયા મળી ગયા એટલે હરખાતાં હરખાતાં પાછા આવ્યા વંથલી.
શેઠ સોમચંદના મનને ખૂબ શાંતિ થઈ. કોઈ સાધર્મિક સ્વમાની ભાઈએ દુઃખમાં આવી જવાથી હૂંડી લખી છે. જો આવા દુઃખી ભાઈના દુઃખમાં કામ ન આવું તો મારો અવતાર શા કામનો?” મનથી ખૂબ હરખાયા.
ઠાકોરે સવચંદ શેઠને હૂંડીના રૂપિયા મળી ગયાની વાત કરી. સવચંદ શેઠ વિચારે છે. ખરેખર તો ભગવાને મારી લાજ રાખી. સોમચંદ શેઠના દિલમાં પ્રભુ વસ્યા, ન ઓળખાણ ન પીછાન, પણ સ્વામીભાઈની હૂંડી આનંદસહસ્વીકારી રૂપિયા ગણી આપ્યા.
આ બાજુ સાવચંદ શેઠનાં વહાણો જે ભયંકર તોફાનને લીધે એક ટાપુ પાસે રોકાઈ ગયેલાં તે તોફાન શમતાં વંથલી તરફ આવી રહ્યાના સમાચાર મળ્યા, અને થોડા દિવસમાં બધાં જ વહાણો વંથલી માલ લઈને સહીસલામત આવી ગયાં.
સવચંદ શેઠે માલ વેચી પૈસા ઊભા કરી લીધા, અને ઠાકોરને સાથે લઈને સોમચંદ શેઠના પૈસા ચૂકવવા અમદાવાદ ઊપડ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org