________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૯.
સોમચંદ શેઠની પેઢી ઉપર આવી સવચંદ શેઠે જય જીનેન્દ્ર કરી હૂંડીની વાત ઉલેખી.
સોમચંદ શેઠે મુનિમને પૂછ્યું, “ભાઈ જોને, સવચંદ શેઠને ખાતે કંઈ રકમ
છે?"
મુનિમ કહે, “હા રૂપિયા એક લાખ આપેલા. વ્યાજ સાથે ગણીને કહું છું. પણ કોઈના ખાતે લખ્યા નથી. ખર્ચ ખાતે લખીને આપ્યા છે.”
“તો સવચંદ શેઠ વંથલીવાલા ખાતે કંઈ રકમ નથી ને?” શેઠે પૂછ્યું. મુનિમ કહે : ના એમના ખાતે નથી બોલતા.
શેઠ કહે, “મુનિમજી. મને બરાબર ખબર છે. એ હૂંડી મેં ખરીદી હતી. એના ઉપર લાખેણા માણસના બે આંસુ હતાં એ બન્ને આંસુ મેં એકેક લાખ એમ બે લાખમાં ખરીદયાં છે. એક લાખ આપી દીધા છે. બીજા એક લાખ આપવાના બાકી છે. પછી સવચંદ તરફ ફરીને કહ્યું, “શેઠ! અમારું કોઈ લહેણું તમારી પાસે નીકળતું નથી અને જૈન શ્રાવક છીએ. વગર હક્કનું નાણું અમે ન લઈ શકીએ.” - સવચંદ શેઠ તો આ વાત સાંભળી હબકી ગયા. એમણે ગદ્ગદ કંઠે કહ્યું, “શેઠ! આ શું બોલો છો! આ નાણું હું તમને દેખાડવા નથી લાવ્યો. જો હું એ પાછું લઈ જાઉં તો ચાર હત્યાનું પાપ છે મને.”
વાત તો વધી ગઈ. બન્ને મક્કમ. કોઈ પૈસા રાખવા તૈયાર નહીં. બાજુમાં ઉભેલા ઠાકોરનું તો કાળજું કશું ન કરે? મનોમનથી બોલાઈ ગયું, “વાહ વાણિયા વાહ!” આખરે બન્ને જણે સંધિ કરી. “ગામના મહાજનને બોલાવવું અને એ જે ન્યાય કરે તે બંનેએ માન્ય રાખવો.”
બીજે દિવસે મહાજન એકઠું થયું. બન્નેએ પોતાની વાત રજૂ કરી. સવચંદ શેઠે સાક્ષી તરીકે ઠાકોરને ધર્યા.
મહાજને બધી રીતે વિચારી ચુકાદો આપ્યો કે આ નાણાં એક લાખ સોમચંદ શેઠના તથા સવા લાખ સવચંદ શેઠના ધાર્મિક કામે વાપરવા. શેત્રુંજાનો સંઘ લઈ જવો અને શેત્રુંજય ડુંગર ઉપર દહેરું બાંધવું.
વાજતે-ગાજતે અમદાવાદથી સંઘ શેત્રુંજય આવ્યો. દર્શન-પૂજા કરી બન્ને શેઠે ડુંગર ઉપર બરાબર જગ્યા નક્કી કરી એક ટૂંક બંધાવી. જે સવા સોમાની ટૂંકને નામે પ્રખ્યાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org