________________
[૨૩]
ગમ
(આ કથા આભીરીવંચક વણિકના નામે પણ જાણીતી છે)
નૈગમે એક નારી ધૂતી, પણ ઘેબર ભૂખ ન ભાંગી. જમી જમાઈ પાછો વળિયો,
જ્ઞાન દશા તવ જાગી. પંડિત વીર વિજય કૃત અંતરાયકર્મ નિવારણ પૂજામાં ઉપર પ્રમાણેની એક કડી છે. વાત જરા વિસ્તારથી માંડીને કરીએ તો સમજાશે.
નૈગમ એટલે એક વાણિયો.. નાનકડા ગામમાં કરીયાણાની દુકાન ચલાવે. દરરોજ વહેલી દુકાન ખોલે, માંડ માંડ ગુજરાન ચલાવે.
એક દિવસની વાત છે. ગામમાં એક ડોશી રહે. કાને બરાબર સંભળાય નહીં. આંખે પૂરું દેખાય નહીં. મરણની રાહ જોઈ રહી હતી. ખપ પૂરતું અનાજ વગેરે લઈ આવી માંડ ગુજરાન ચલાવે. એક દિવસ એના ઘરે એની નાની બહેન બે ભાણેજોને લઈને અચાનક આવી ચડી. બહેન અને ભાણેજો આવ્યાં તેથી રાજી રાજી થઈ ગઈ. હવે તેમને બરાબર રાખવા જ પડે. ઘરમાં ઘી-ગોળ વગેરે આ બધાને જમાડાય એટલા તો છે નહિ. એટલે થોડા ભેગા કરેલા પૈસા એક નાની થેલીમાં નાખી ઊપડી બજારમાં અને આ નૈગમ ગાંધીને ત્યાં આવી, અને ઘી, ગોળ, મરી, મસાલા વગેરે જે જોઈતું હતું તે બધું વિચારી વિચારી લખાવ્યું. નિગમને લાગ્યું, “આ સારો લાગે છે. બધો માલ તોલી તોલીને કાઢી આપ્યો. ડોશી બરાબર દેખતા નથી એટલે તોલમાં ઓછું જ જોખ્યું. હિસાબ કરતાં પૈસા પણ વધારે લઈ લીધા. ડોશીએ કરગરીને કહ્યું, “ભાઈ મને હિસાબ તો સમજાવ. નૈગમ કહે, ડોશીમાં બરાબર છે. તમને હિસાબમાં ન સમજ પડે. ડોશી માલસામાન લઈ ત્યાંથી વિદાય તો થઈ પણ તેનું દીલ ઘણું દુભાયું. નિરાશ થઈ ઘેર જઈ બહેન, ભણેજોને રસોઈ કરી નિરાંતે જમાડ્યાં.
અહીં દુકાનમાં નૈગમને આજે સારો હાથ પડી ગયો છે. ન ધારેલી રોકડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org