________________
[૪]
પાળ-મયાણા
જમ્બુદ્વીપના ભરતખંડમાં ઉજ્જૈની નગરી આવેલી છે. પ્રજાપાળ નામના રાજા છે. તેમને બે દીકરીઓ છે : સુરસુંદરી અને મયણાસુંદરી. બંને રૂપરૂપના અંબાર જેવી. ચોસઠ કળાને જાણનારી. મોટા મોટા પંડિતો એમને ભણાવે, પછી એમની હોશિયારીનું તો પૂછવું જ શું? એક દિવસ પંડિતોએ રાજાને કહ્યું કે, અમારું શિક્ષણકાર્ય પૂરું થયું છે. આપ બંને કુંવરીઓની પરીક્ષા લો અને ઇનામ આપો.” રાજાએ પરીક્ષા માટે દિવસ જાહેર કર્યો. .
રાજસભામાં દેશવિદેશના પંડિતો અને નગરજનો હાજર છે. રાજા બંનેની પરીક્ષા લે છે. પ્રશ્ન અને કોયડાઓ પુછાય છે. કુંવરીઓના સુંદર જવાબ સાંભળી સભા મુગ્ધ બને છે. રાજા બોલ્યા, “મારી વહાલી કુંવરીઓ! હું તમારા જવાબોથી ખૂબ જ રાજી થયો છું. માંગો જે ઈનામ માંગવું હોય તે. જે માંગો તે મળશે.' રાજાને કંઈક અભિમાન થયું છે કે હું ધારું તે જ થાય. સુરસુંદરીએ પિતાની વાતમાં સૂર પુરાવ્યો કે રાજા ચાહે તે કરી શકે છે. પણ મયણા નમ્રતાપૂર્વક બોલીઃ “માણસનો ગર્વ ખોટો છે. કરવું ન કરવું એ માણસના હાથની વાત નથી. કર્મ પ્રમાણે બધું થયા કરે છે.” મયણાની સત્ય વાતથી રાજાનું અભિમાન ઘવાયું. મયણા ઉપર ગુસ્સો આવ્યો. જાહેર કર્યું કે “સુરસુંદરીને કોઈ યોગ્ય વર જોઈ પરણાવો અને મયણાને કોઈ કાણા-કુબડા જોડે વરાવો. સભામાં સન્નાટો છવાઈ ગયો. લોકો અંદર-અંદર ગણગણવા લાગ્યા. પોતાનાં સંતાનો પ્રત્યે આવી તે ક્રૂર શિક્ષા હોય? છોરું-કછોરું થાય, પણ મા-બાપથી એમ થવાય?” પણ રાજાને કોણ કહે? કોણ વારે? - સુરસુંદરીનાં લગ્ન ખૂબ ધામધૂમથી સંખપુરના રાજપુત્ર સાથે કર્યાં. જાહેર કર્યા મુજબ મયણાસુંદરી માટે કાણા-કુબડાની શોધ થઈ રહી છે.
એક દિવસ એક વિચિત્ર તમાશો જોવા મળ્યો. દૂરદૂરથી એક મોટું સાતસો કોઢિયાઓનું ટોળું ઉજજૈની ભણી આવી રહ્યું છે. કોઈ કાણા, તો કોઈ લંગડા. કોઈના હાથ-પગનાં આંગળાં ખવાઈ ગયાં છે. પરૂથી ગંધાતા આવા લોકોના
-
-
-
-
- -
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org