________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૨૮૪
‘ના, આનંદરતિ! ના... તારે આવી કઠોર પ્રતિજ્ઞા લેવાની ન હોય!' ‘ના, બા! ચિંતા ન કરો. મારો આ નિર્ણય દૃઢ છે.’
રાત્રે આનંદરતિ અને માણેકચંદ મળે છે. માણેકચંદ આનંદરતિનું મુખ જોઈ સ્તબ્ધ થઈ જાય છે, ‘શું થયું? કેમ તારી આંખમાં આંસું? શું થયું?” વાતચીતમાં ઘટસ્ફોટ થાય છે, માણેકચંદ સમજે છે કે બાનું હૃદય દુભાયું છે મારા લીધે, મારા દર્શનપૂજન છોડવા બદલ; અને તેથી બાએ ઘી છોડ્યું છે અને સાથે આનંદરતિએ પણ ઘીનો ત્યાગ કર્યો છે. માતા ઇચ્છે છે કે મારો માણેક સન્માર્ગે પાછો ન ફરે અને પ્રભુની પૂજા, સ્તવના કરતો ન થાય ત્યાં સુધી ઘી ન ખપે.’ આનંદરતિ સમજાવે છે માણેકચંદને કે બાને રાજી કરવી હોય તો પ્રભુનાં દર્શન, પૂજા કરતા થઈ જાઓ.'
બીજી સવારે માણેકચંદ માતા જિનપ્રિયા પાસે જાય છે. માતાના ખોળામાં માથું મૂકી રુએ છે. માતાએ માણેકનું મસ્તક બે હાથે ઊંચું કર્યું ત્યારે ખબર પડી કે તેની આંખમાં આંસું છે; અને કઈ મા પોતાના સંતાનની આંખોમાં આંસું જોઈ શકે? પુત્ર ગમે તેટલો મોટો હોય પણ માતા સામે તો તે બાળક જ છે.
મા અને દીકરો હવે ધર્મચર્ચા કરે છે. પુત્ર સમજાવે છે કે, ‘મેં કેટલાક સાધુઓના પરિચયથી નિર્ણય કર્યો છે કે મોક્ષમાર્ગની સાધનામાં મૂર્તિપૂજા અનિવાર્ય નથી. આમ છતાં જ્ઞાની શ્રમણોના સત્સંગથી જો મારી માન્યતા સત્યવિહીન લાગશે તો એ જ ક્ષણે એ માન્યતાનો ત્યાગ કરીશ. મારો આ માટે કોઈ દુરાગ્રહ નથી.’
માતા કહે છે, બેટા! હું શાસ્ત્ર ભણી નથી. પણ મને સમજાય છે કે જિનબિંબ અને જિનાગમો॰ વિષમ કાળનાં સર્વશ્રેષ્ઠ આલંબન છે. આગમનું જ્ઞાન તો વડેરાઓ લઈ શકે પણ પ્રભુદર્શન તો નાનકડું બાળક પણ કરી શકે. આ આલંબન કેમ છોડાય?”
જમતાં ત્રણે જણે આજે ઘી ન લીધું. માણેકચંદ જમ્યા બાદ પોતાની પેઢીએ
ચાલ્યા ગયા.
ઉજ્જૈનના આંગણે આચાર્ય શ્રી આનંદવિમલસૂરીશ્વરજી પોતાના ૧૭ શિષ્યો સાથે ઉદ્યાનમાં પધાર્યા હતા. માણેકચંદે સમાચાર જાણ્યા. કોક સાધુ પાસે ૧. ગણધર ભગવાનોએ રચેલા શાસ્ત્રો - મૂળ શાસ્ત્રો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org