________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૮૬
મૂર્ખતાવશ થઈ ગયેલું આ દુષ્કૃત્ય મને હજાર હજાર વીંછીના ડંખ જેવી વેદના આપી રહ્યું છે. હું જાહેરમાં મારા પાપની માફી માગું છું. મારા શરમજનક દુષ્કૃત્યની નિંદા કરું છું. મને પ્રાયશ્ચિત્ત આપી શુદ્ધ કરો.'
આનંદવિમલસૂરીશ્વરજીએ કહ્યું, ‘માણેકશાહ! તમે પુણ્યશાળી છો.' ‘પ્રભુ...! હું પુણ્યશાળી...! ના, ના. પાપીઓનો સરદાર છું. આજે એ પાપો યાદ આવતાં મારું હૃદય રડી રહ્યું છે.’
ભાઈ! પાપ તો બધાથી થાય છે. પણ પુણ્યશાળી જ તે પાપનું પ્રાયશ્ચિત્ત કરે છે. તમે પણ પશ્ચાતાપ કરી રહ્યા છો. તેથી તમે પણ ચરમ અને પરમ પદની નિકટ જઈ રહ્યા છો.’
આચાર્ય ભગવંતે માણેક શાહને પ્રાયશ્ચિત્ત પ્રદાન કર્યું અને તેમણે તેનો સહર્ષ સ્વીકાર કર્યો.
સભામાં માણેક શાહ વિનંતી કરે છે, ‘ભગવંત! મૂર્તિપૂજાવિષયક મારી શંકાઓનું સમાધાન હું ઇચ્છું છું. મને કહો, ભગવંત! મૂર્તિપૂજા શાસ્ત્રસંમત છે? શાસ્ત્રોમાં ઉલ્લેખ છે?” સૂરીજી સમજાવે છે, ‘હા! ભગવતી સૂત્ર જેવા સર્વશ્રેષ્ઠ આગમ ગ્રંથમાં પણ પરમાત્માની મૂર્તિના ઉલ્લેખ સાથે પૂજાના વિધાનનું સ્પષ્ટ વર્ણન છે. રાયપસેણી પ્રમુખ ગ્રંથોમાં પણ દ્રૌપદી-સૂર્યાભદેવના વર્ણનમાં મૂર્તિપૂજાના માધ્યમને ખૂબ જ સારી રીતે વર્ણવ્યું છે.’
માણેકચંદ પાછું પૂછે છે, ‘પ્રભો! વર્તમાન અવસર્પિણી કાળમાં સર્વપ્રથમ પ્રતિમાનું નિર્માણ કોણે, ક્યારે કર્યું?”
સૂરિજી કહે છે, ‘માણેક શાહ! પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથના પુત્ર ભરત ચક્રવર્તીએ શત્રુંજય મહાતીર્થનો ઉદ્ધાર કરાવ્યો હતો; જે શાશ્વતગિરિ છે; અને અષ્ટાપદ પર્વત ઉપર ભરતેશ્વરે ચોવીસે તીર્થંકરોની સ્વકાયા પ્રમાણ રત્નમય પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરી હતી. આ ઉપરાંત મહારાજા સંપ્રતિએ સવા કરોડ પ્રતિમાઓ ભરાવવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. પરમાત્મા મહાવીરના જીવનકાળમાં તેમના જ વડીલબંધુ નંદીવર્ધને પ્રભુની પ્રતિમાઓ ભરાવીને જુદાં જુદાં સ્થાને બિરાજમાન કરી હતી, જેમાંની હાલ નાંદિયામાં, દિયાણામાં તથા
૧. ચરમપદ તેજ ભવે મોક્ષ જનારા
૨. પરમપદ
મોક્ષ પામેલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org