________________
જૈન શાસનના ચમકતા સિતારા : ૨૮૦
ગવતના સર પ્રકાર પણ કમળ વરસી રે
મહુવામાં આજે પણ એ પ્રતિમાઓ મોજૂદ છે. ઉપરાંત આબુમાં વિમળ શાહે તથા વસ્તુપાલ-તેજપાલે મંદિરો બંધાવી અલૌકિક મૂર્તિઓ પધરાવી છે. ધારણશાહ પોરવાળે સદાય યાદ રહી જાય તેવું ૧,૪૪૪ સ્થંભો સાથેનું નલિની ગુલ્મ વિમાન આકારનું જિનાલય રાણકપુરમાં ૯૯ કરોડ દ્રવ્ય ખર્ચા બંધાવ્યું છે.”
આ રીતે આચાર્ય ભગવંત શાસ્ત્રપાઠ, ઇતિહાસના ઉલ્લેખો અને તર્કયુક્તિ સાથે સમજાવવાથી માણેકશાહનું મિથ્યાત્વ ધોવાઈ ગયું. મહા સુદ પંચમીના પાવન દિવસે, વસંતપંચમી કહો કે શ્રીપંચમી, જ્યોતિષશાસ્ત્ર જેને સદૈવ શુભદિવસરૂપે માન્ય કર્યો છે તે શુભ દિવસે માણેક શાહે પૂજ્ય આચાર્ય ભગવંતના સાનિધ્યમાં સમ્યત્વમૂલ બાર વ્રતનો સ્વીકાર કર્યો. પુનઃ પરમાત્માની અષ્ટ પ્રકારે પૂજા કરવાનો નિર્ણય ઘોષિત કર્યો. જિનપ્રિયા તથા આનંદરતિને મન આજે ખુશીના મેઘ વરસી રહ્યા અને માણેકચંદ, માતાજી તથા પત્નીએ જમવામાં ઘીનો સ્વીકાર કર્યો.
વેપાર અર્થે માણેક શાહ આગ્રા આવ્યા હતા. સૌ પહેલાં તો તેમણે અત્રે જિનમંદિર ક્યાં છે અને કોઈ ગુરુભગવંત છે કે નહીં તેની તપાસ કરી. ખબર મળ્યા કે જિનમંદિર તથા ઉપાશ્રય બાજુમાં જ છે. જિનમંદિરમાં જઈ પ્રભુનાં દર્શન કર્યા અને ત્યાં જાણ્યું કે બાજુના ઉપાશ્રયમાં જ તેમના પરમ ઉપકારી આચાર્ય શ્રી આનંદવિમલસૂરીશ્વરજી ચાતુર્માસ અર્થે બિરાજમાન છે. ઉપાશ્રય જઈ મયૂએણ વંદામિ' કહી ગુરુદેવને વંદના કરી. ગુરુદેવે “ધર્મલાભ” કહી પૂર્ણ પ્રસન્નતાથી આશીર્વાદ આપ્યા.
માણેક શાહને તો આ સુઅવસર મળી ગયો. નિયમિત વ્યાખ્યાન-શ્રવણ કરવા લાગ્યા. વ્યાપારવ્યવહાર સંપૂર્ણપણે મુનિઓને સોંપી દીધો અને પોતે ગુરુભગવંતના સાનિધ્યમાં સામાયિક, પ્રતિકમણ, મહામંત્રસ્મરણ, ધ્યાનચિંતન, સ્વાધ્યાય અને વૈયાવચ્ચેથી સ્વયંને ધન્ય બનાવવા લાગ્યા.
ચાતુર્માસના વ્યાખ્યાનમાં મુખ્ય શત્રુંજયમાહાસ્ય ગ્રંથ આધારિત વિષય રહેતો ને આ વ્યાખ્યાનો સાંભળી ગરવા શત્રુંજય ગિરિરાજની ગૌરવભરી ગાથા, કથાઓ સુણીને માણેક શાહે શત્રુંજયયાત્રા કરવાનો નિશ્ચય કર્યો. ભરસભાની વચ્ચે તેમણે આચાર્ય ભગવંતને પ્રાર્થના કરી, “ભગવંત! મને પ્રતિજ્ઞા આપો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org