________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૫
કે મેં જે ચક્રવાકને ગયા ભવમાં હણેલ અને ચક્રવાકી સતી થઈ હતી તેજ જીવોનું આ ભવમાં જન્મેલ આ માનવયુગલ છે. તેથી મારા પાપ ધોવા માટે તો આ જ સુંદર સમય છે. મેં તેમને છોડાવ્યાં. હવે મારે પણ આ પાપમાંથી છૂટવું જોઈએ. નરપિશાચ જેવા નાયક પાસે ફરીથી ન જતાં હું ઉત્તર દિશા તરફ વળી ગયો. વીતરાગની વાટ પકડી લેવાનો વિચાર મનથી કર્યો અને ફરતો ફરતો પુરિમતાલ નગરે આવી પહોંચ્યો. ત્યાં એક માટ નામનું ઉદ્યાન હતું. ત્યાં એક દેવમંદિર હતું. તેના પ્રાંગણમાં એક વિશાળ વડલો ઊભો હતો. ત્યાં રહેલા એક માણસને પૂછતાં જાણ્યું કે, ઈશ્વાકુકુળમાં જન્મેલા ઋષભદેવ રાજા થયા હતા, જેઓ ચોવીસ અરિહંતોમાં પહેલા અરિહંત ગણાય છે તેમને આ વડલા નીચે કેવળજ્ઞાન થયું હતું, તેથી આ સ્થળ ભાવિકોથી ભાવપૂર્વક પૂજાય છે. તે જ શ્રી પ્રભુ જેઓ પાછળથી આદિનાથ કહેવાયા તે જિનેશ્વર ભગવંતની પ્રતિમા અહીં પ્રતિષ્ઠિત છે. મેં તે ઉદ્યાનમાં એક અશોકવૃક્ષ નીચે પદ્માસન વાળીને બેઠેલા એક ધ્યાનસ્થ મુનિને જોયા. તેમની પાસે પહોંચી ભાવપૂર્વક નમસ્કાર કરી મેં તેમને કહ્યું, “પ્રભુ! પાપકર્મથી નિવૃત્ત થવા તમારા શરણે શિષ્યભાવે આવ્યો છું. તેમણે મારી આજીજી સાંભળી-સમજી મને દીક્ષા આપી.
આ પછી મેં ક્રમપૂર્વક આગમનો અભ્યાસ કર્યો. આ પ્રમાણે બાર વર્ષ સુધી સંસારમોહના નાશ માટે ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો. સમ્યક જ્ઞાન અને સમ્યક આચાર માટે હું અહર્નિશ પ્રયત્ન કરું છું. આ છે મારી જીવન કથની.”
આખોયે વૃત્તાંત તરંગવતી અને પદ્મદેવે સાંભળ્યો. સાંભળતાં ચિત્રપટની જેમ બધી જ ઘટનાઓ નજર સમક્ષ તરવરી. ભોગવેલાં દુઃખોની સ્મૃતિ થઈ. બન્નેએ એકબીજા સામે આંખમાં અશ્રુ સાથે જોયું. બન્ને ઊભાં થયાં અને ભાવપૂર્વક મુનિના ચરણોમાં ભક્તિભાવપૂર્વક નમ્યાં.
પદ્મદેવે કહ્યું, “હે મુનિશ્રેષ્ઠ! તમે જે ચક્રવાકનો અગ્નિસંસ્કાર ર્યો હતો અને જે ચક્રવાકી તે ચિતામાં પતિના દેહ સાથે બળી મારી હતી તથા તમે લૂંટારાઓની ગુફામાંથી બે જીવોના પ્રાણની રક્ષા કરી હતી તે સ્વયં અમે બન્ને છીએ. જેમ તે વખતે તમે અમારા પ્રાણોનું રક્ષણ કર્યું હતું તેવી જ રીતે હવે પણ અમને દુઃખમાંથી મુક્ત કરો. તમે અમારા મુક્તિદાતા બનો. હે દયાવંત! ભવતારિણી મુમુક્ષુ ભાવના હૈયામાં જાગી છે, એટલે તમે અમને તીર્થંકર ભગવંતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org