________________
[૮]
અર્જુન માળી રાજગૃહી નગરીમાં અર્જુન નામે એક માળી રહેતો હતો. તે અતિ ધનવાન હતો. તેને બંધુમતી નામની સુંદર પત્ની હતી. ગામ બહાર તેની ફૂલની વાડી હતી. તે વાડી પાસે એક મુદગલપાણી નામે યક્ષનું મંદિર હતું. આ પતિ-પત્ની દરરોજ યક્ષની પૂજા કરી પુષ્પો ચડાવતાં.
તે ગામમાં લલિતા નામે એક ટોળકી હતી. તેના સભ્યો બધા કુછંદે ચડેલા હતા.
એક વાર આ મંડળીના છ સભ્યોએ બંધુમતી ઉપર નજર બગાડી ગમે તેમ કરી તેને ભોગવવા નિર્ણય લીધો, બપોરના સમયે જ્યારે અર્જુન માળી તેની પત્ની સાથે યક્ષની ઉપાસના માટે મંદિરમાં દાખલ થયો ત્યારે મંદિરના દ્વાર પાછળ સંતાયેલા આ છ જણાએ અર્જુન માળીને મુશ્કેતાટ બાંધી એક તરફ નાંખ્યો અને બંધુમતીને તેની સામે જ વારાફરતી ભોગવી. બંધુમતીએ આમાંથી બચવા ઘણી મથામણ કરી પણ છે દુર્જન સામે તેનું શું ચાલે?
અર્જુન માળીને આ જોઈ કમકમાં આવી ગયાં. તેને અપાર ક્રોધ ચડ્યો. તે લાચાર હતો એટલે પોતાની જાતને ધિક્કારવા લાગ્યો, “માતા-પિતાના કે પોતાના પરાભવને હજુ કોઈ સહન કરે પણ પત્નીના પરાભવને તો પશુ પણ સહી ન શકે. અરે! મારી નજર સામે આ પશુ જેવા લોકો આવું નિષ્ફર કાર્ય કરે છે, અને મને પણ એક પશુ સમજે છે. અરેરે, આ દુઃખ કોને કહેવું?”
પછી તેની દૃષ્ટિ યક્ષરાજ પર પડી. તે યક્ષને ઠપકો આપતાં બોલ્યો, ખરેખર! તું પથરો જ લાગે છે. તારા જ સ્થાનમાં આ અનર્થ તું સહી શકે છે. અરે, આટલા દિવસ તારી નિષ્ઠાપૂર્વક પૂજા કરી. એનું આ ફળ મળ્યું!” સંયોગ-વશાત મૂર્તિના અધિષ્ઠાયકે અવધિજ્ઞાનથી આ અનર્થ નિહાળ્યો અને તે ક્રોધિત થઈ અર્જુન માળીના શરીરમાં પ્રવેશી ગયો. યક્ષના બળથી અર્જુન માળી બંધન તોડી ઊભો થયો અને યક્ષની મૂર્તિના હાથમાં રહેલ મુદગર ઉપાડી ઘોર ગર્જના કરતા બંધુમતી અને પેલા છએ પુરુષોને મારી નાખ્યાં.
એના ક્રોધે માજા મૂકી, એ મુદગર ઉપાડી ગર્જના કરતો ઘોર જંગલમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org