________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૩
ચાલ્યો ગયો. પ્રતિદિન તે સાત જણને મારી નાખવા લાગ્યો. જ્યાં સુધી એ દર રોજ સાત જણને મારે નહીં ત્યાં સુધી એ શાંતિથી બેસતો નહીં. આથી એ તરફના રસ્તાઓ સૂનકાર થઈ ગયા, અને રાજગૃહી નગરીમાં હાહાકાર મચી ગયો. રાજા અને પ્રજાએ ઘણા ઉપાયો કરવા છતાં કોઈ સફળતા ન મળતાં શ્રેણીક મહારાજાએ ઉદ્ઘોષણા કરાવી કે ‘જ્યાં સુધી અર્જુન માળીની સાત જણની હત્યા પૂરી ન થાય ત્યાં સુધી નગરવાસીઓએ બહાર નીકળવું નહીં.'
છ મહિના સુધી આ ક્રમ ચાલ્યો. રોજ સાત-સાતની હત્યા. એવા સમયે ભગવાન મહાવી૨ શહેરની બહાર ઉદ્યાનમાં સમોસર્યા. પણ જાય કોણ? શ્રેષ્ઠીપુત્ર સુદર્શને પરમાત્માને વાંદવા વિચાર્યું અને માતા-પિતાને જણાવ્યું કે ‘હું પરમાત્માને વાંદવા તથા તેઓશ્રીનો ઉપદેશ સાંભળવા જાઉં છું.' માતાપિતા કહે છે, ‘બેટા! તને ખબર નથી, અહીં આટલો ઉત્પાત મચ્યો છે. કોઈ ક્યાંય જઈ શકતા નથી. અતિ ઉપયોગી અને અનિવાર્ય કામો પણ રખડી પડ્યાં છે, ને તું પ્રભુજીને વાંદવાની વાત કરે છે? પ્રભુજીને તો અહીં બેઠા ભાવથી પણ વાંદી શકાય છે.’ ઉત્તર આપતાં સુદર્શને કહ્યું, “મા! અહીં પધારેલા ભગવંતના જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી જળ પણ કેમ ગ્રહણ થાય? તાત! ચિંતા કરશો નહીં, હું જાઉં છું, ધર્મના પ્રતાપ રૂડા છે.”
સુદર્શન ગામના દરવાજે પહોંચ્યા. દરવાને તેમને રોકવા પ્રયત્ન કર્યો. પણ સુદર્શન ગમે તેમ દરવાનને સમજાવી દરવાજા બહાર નીકળી ગયા. કેટલાક લોકો અને દરવાન બાજુના કોટ ઉપર ચડી હવે શું થશે તે જોવા
લાગ્યા.
સુદર્શન થોડે આગળ ચાલ્યા ત્યાં તેમણે ઘોર ગર્જના સાંભળી, અને સાક્ષાત નર-પિશાચ જેવા અર્જુનમાળીને મુદગર ઉપાડી સામેથી દોડી આવતો નિહાળ્યો. ભયંકર બીહામણું અને મેલું ચીંથરેહાલ તેનું શરીર હતું. સુદર્શન તરત વસ્તુસ્થિતિ સમજી ગયા, ખેશથી જમીન પૂંજી પરમાત્મા તરફ મુખ કરી ભાવપૂર્વક વંદના કરી સર્વજીવરાશી ખમાવવા લાગ્યા. જ્યાં સુધી ઉપસર્ગ શાંત ન થાય ત્યાં સુધી કાયા - માયા બધું વોસરાવી દીધું અને કાઉસગ્ગ ધ્યાને રહી નવકાર મંત્રનું રટણ કરવા લાગ્યા. માર માર કરતો અર્જુન માળી આવ્યો અને ધ્યાનમાં મગ્ન સુદર્શનને જોતા જ ઠરી ગયો. મંત્રપ્રભાવે જેમ સર્પનું વિષ
3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org