________________
જેન શાસનના ચમકતા સિતારા ૩૧
લાગી. ઘીથી પાત્ર ભરાતું જતું જોઈ તેને વિચાર આવ્યો : “આ તે કોઈ સાધુ છે કે લોભી ધુતારો? હું તો ભાવથી વહોરાવું છું પણ તેઓ સાધુ ધર્મ સમજતા લાગતા નથી. ના કહેતા જ નથી.”
તેની આ બદલાયેલી ભાવના સમજી જ્ઞાની મુનિએ કહ્યું : “ભાગ્યવાન! આમ ઊંચે ચડી આમ પાછા નીચે પટકાવા જેવું કાં કરો છો?”
ચંપક શ્રેષ્ઠીને આ સાંભળી આશ્ચર્ય થયું. તેણે કહ્યું : “ભગવન! હું તો અહીં જ તમારી સામે ઊભો છું. ક્યાંય ચડ્યો નથી તો પટકાવું કેવી રીતે? આપની વાત કંઈ સમજાતી નથી.” મુનિએ પોતાનું પાત્ર ખેંચી લીધું અને કહ્યું, “મહાનુભાવ! દાન કરતે સમયે ભળતા-સળતા વિકલ્પ કરવાથી દાન દૂષિત બને છે. સોના સમા દાનને તેથી લાંછન લાગે છે. દાન સમયે ચડતા ભાવને ચડતા જ રહેવા દેવા જોઈએ. તે સમયે બીજા ન કરવાના વિચાર કરીને ભાવધારાને ખંડીત ન કરવી જોઈએ.” એમ કહી તેની ભાવનાથી તે બારમા દેવલોકની ગતિએ ચડેલ પણ મેલી ભાવનાથી તે પટકાયો એ વાત સમજાવી.
આ હા! આ મેં શું કર્યું? ભારે પશ્ચાત્તાપ કર્યો. એ પાપની ગુરુજી પાસે આલોયણા માંગી. તે આલોયણા પૂરી કરી. અંતે મૃત્યુ પામી બારમા દેવલોક ગયો.
વાંચકોએ આ ચંપક શ્રેષ્ઠીની કથામાંથી પ્રેરણા લઈ શુદ્ધ ભાવથી અને દોષરહિત દાન દેવામાં ઉપયોગ રાખવો જોઈએ, અને દાન દેતાં કોઈ પણ અતિચાર ન લાગે તેનો ખ્યાલ રાખવો જોઈએ. દાન દેતાં અતિચાર લાગે તો ફક્ત અલ્પ સુખ જ તેને મળે. મળવું જોઈતું બધું પુણ્ય તેને ન મળે. પછી મોક્ષની તો વાત જ ક્યાં?
ક્રોધથી તમે કોઈને દબાવી શકશો, પણ પોતાના બનાવી નહીં શકો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org