________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૪૯
સ્વયવર વિવેચનથી સ્વધર્મને સમજે છે.
જિનદાસ રોજ સ્તુતિ કરતો કે હેવીતરાગ! હંસના બાળકની જેમ મારોઉદ્ધાર કરવાને કાજે તમારી સ્થાપના કરી છે. જે સંસારનો અંત કરનારી છે. પરંતુ તેનો પુત્ર દેવદત્ત પ્રતિમા સામું ક્યારેક જોતો પણ તે પ્રભુની સ્તુતિ કે વંદના કરતો નહિ. ધીરજ ગુમાવ્યા વિના સાર સમજાવવાથી જિનદાસ દેવદત્તને પ્રભુને પગે લાગતો અને વંદના કરતો કરવા ગૃહનું દ્વાર નીચું કરાવ્યું. આથી ગૃહમાં દાખલ થવા માટે માથું નીચું કરવું જ પડે અને આથી આપોઆપ ગૃહમાં દાખલ થતાં પ્રભુની પ્રતિમા સામે જ હોવાથી વંદના થઈ જતી. આમ, પુત્રને જિનપ્રતિમાને દ્રવ્યવંદના કરાવવામાં જિનદાસ સફળ થયો. પરંતુ દેવદત્તે ભાવવંદના કદી કરી નહિ.
આયુષ્ય પૂરું થતાં દેવદત્ત મરીને સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્ય થયો. સમુદ્રમાં ભમતાં ભમતાં તેણે એક દિવસ જિનપ્રતિમાની આકૃતિવાળો એક માછલો જોયો. અનુભવી વડીલોનું કહેવું છે કે મત્સ્ય અનેક આકારના થાય છે. આ જિનબિંબના આકારવાળા મત્સ્યને જોઈને આ મત્સ્યને એમ થયું કે આવું તો ક્યાંક જોયું છે. વિચારતાં વિચારતાં તેણે જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાનો પૂર્વભવ જોઈ તેને અત્યંત પસ્તાવો થયો. પિતાનું કહ્યું ન માની અને અવસર હોવા છતાં જિનપ્રતિમાની પૂજાવંદના ન કરી પોતે આવી નીચ ગતિ પામ્યો છે. આમ, ચિંતવતાં પોતાની જાતને તે ખૂબ જ ધિક્કારવા લાગ્યો. હવે શું થાય? આ તિર્યંચ ગતિમાં હું શું કરી શકું?
હવે કંઈ ધર્મ પામવાની ઇચ્છાથી તેને મનોમન સૂક્ષ્મ મલ્યની હિંસા નહિ કરવાનો નિયમ લીધો, અને ધીમેધીમે જળની બહાર નીકળીને ચોવીસ પહોરનું અનસન પામીને મૃત્યુ પામ્યો, અને સ્વર્ગમાં દેવતા થયો. દેવલોકમાં શાશ્વતી જિનપ્રતિમાની પૂજા કરતાં અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જોયો. પાછલી હકીકત જાણી જિનબિંબનાં દર્શનનો મહાન ઉપકાર લોકોને સમજાવવાના ઉદ્દેશથી પ્રભુના સમવસરણમાં આવીને તેણે કહ્યું : “હે વીતરાગ! તમારી પ્રતિમા પણ સાક્ષાત પ્રભુના જેવી ઉપકારક છે. એ સત્ય મેં મારા જીવનમાં બરાબર અનુભવ્યું છે.”
એના ગયા બાદ લોકોએ ભગવાનને તે તેનું વૃત્તાંત પૂછ્યું. પ્રભુમુખેથી તેનું વૃત્તાંત સાંભળી બીજા ઘણા લોકોએ જિનપ્રતિમાની વંદના-પૂજા કરવાના નિયમો
લીધા.
આમ, ભવ્ય જીવોએ જિનેશ્વરની પ્રતિમાને સાક્ષાત જિનેશ્વર ભગવંત સમજીને તેની અંતરના વિશુદ્ધ ભાવથી પૂજા અને ભક્તિ કરી મહાન લાભ મેળવવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org