________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૩૬
આપ હસ્યા છો? સમજાવશો?”
જ્ઞાની મુનિવરે જણાવ્યું, “જે મકાનને રંગવાની સૂચના આપતા હતા તે તમારા તો કામમાં આવવાનું નથી.”
‘“કેમ સાહેબ?’’ શેઠે પૂછ્યું. “તારું આયુષ્ય તો હવે ફક્ત સાત દિવસનું બાકી રહ્યું છે.’
હેં!” શેઠ ગભરાયા.
બીજી વાર હસવાનું કારણ મુનિશ્રીએ જણાવ્યું કે “ભોજન કરતા અને બાળકને તમે હુલરાવી રહ્યા હતા તે જીવ તમારી સ્ત્રીનો જાર હતો. તમે જ તેને મારી નંખાવ્યો હતો. મરીને તમારી સ્ત્રીના ગર્ભમાં આવ્યો તે જ બાળક એ ઘોડિયામાં હતું. તે તમે જમતા હતા ત્યારે મૂતર્યો અને ઠીક ઠીક પ્રમાણમાં તે મૂતર તમારા ભાણામાં પડ્યું. છતાંય તમે તે ભોજન હોંશથી જમ્યા. એ જ્ઞાનથી સમજી હસવું આવ્યું હતું.'
‘બોકડો દુકાન ઉપરથી કેમ ઊતરતો ન હતો, મારી-ઝૂડીને તેને કાઢ્યો ત્યારેય તમે હસ્યા. મુનિરાજ કારણ સમજાવશો?'' શેઠે પૂછ્યું.
મુનિશ્રીએ તે પણ સમજાવ્યું, જે બોકડો કસાઈ લઈ જતો હતો તે તમારા (નાગદત્તના) બાપનો જીવ હતો. કંઈક જાણીતી દુકાન જણાતાં જીવ બચાવવા તમારી દુકાને ચઢી ગયો. પણ તમે જીવ ન છોડાવતાં લાકડી મારી કાઢી મૂક્યો.”
આ સાંભળી શેઠ હાંફળા-ફાંફળા થઈ ગયા. તરત જ પોતાના બાપનો જીવ બચાવવા કસાઈની દુકાન શોધી ત્યાં પહોંચ્યા અને કસાઈને તે બોકડો વેચાતો આપવા કહ્યું. પણ કસાઈએ જણાવ્યું કે એ બોકડાને તો કાપી નાખ્યો છે, તેનું રંધાતું માંસ શેઠને બતાવ્યું. શેઠને ઘણું દુ:ખ થયું, અને આંસુ સારવા લાગ્યા. તે મુનિરાજ પાસે પાછા આવ્યા, અને ગુરુદેવને વિનંતી કરવા લાગ્યા કે “હવે મારે શું કરવું? રસ્તો બતાવો, મને બચાવો.’’
ગુરુદેવે પ્રેમથી તરવાનો માર્ગ બતાવ્યો, “એક દિવસનું ચારિત્ર આત્માનો ઉદ્ધાર કરવા સમર્થ છે, તમારે તો હજુ સાત દિવસ છે.'’ નાગદત્તે દીક્ષા લીધી. સાત જ દિવસ શુદ્ધ ચારીત્ર પાળી. બધા જીવોને ખમાવી ત્યાંથી કાળ કરી નાગદત્ત દેવલોક પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org