________________
[૧]
બાગદત્ત
ડી
ખૂબ જ સુખી નાગદત્ત શ્રેષ્ઠીએ રહેવા માટે એક મહેલ બંધાવ્યો. મહેલ તૈયાર થયો. ફક્ત રંગ કરવાનો બાકી. ઘર રંગાઈ જાય એટલે ધામધૂમથી ગૃહ-પ્રવેશ કરવાનો વિચાર.
મહેલની બહાર ઊભા ઊભા કારીગરોને રંગ બાબત સૂચના આપી રહ્યા છે. ત્યાં એક જૈન મુનિ પસાર થતા હતા તેઓ શેઠની વાતો સાંભળી જરાક હસ્યા. શેઠે વિચાર્યું, મુનિ કેમ હસ્યા હશે? કારણ વગર મુનિ હસે નહિ. હું મારા મકાનને રંગવાની સૂચના આપું છું એમાં હસવા જેવું શું છે? શેઠ વિચારે ચઢી ગયા. ઠીક નિરાંતે મુનિરાજને પૂછશું.
ત્યાંથી શેઠ ઘરે આવ્યા. અને ભોજનનો સમય થયો હોવાથી જમવા બેઠા. બાજુમાં શેઠનો નાનો છોકરો જે પારણામાં સૂતો હતો તેને જમતાં જમતાં પારણું હીંચોળે છે. ત્યાં જ છોકરો મૂતર્યો. થોડું મૂત્ર શેઠના ભાણામાં પડ્યું. જાણ્યું ન જાણ્યું કરી હોંશે હોંશે જમતા રહ્યા. બરાબર આ જ વખતે પેલા મુનિ ત્યાં આવ્યા અને આ દશ્ય જોઈ ફરી પાછા હસ્યા. મુનિને હસતાં જોઈ શેઠને ભારે આશ્ચર્ય થયું.
થોડો આરામ કરી શેઠ દુકાને આવ્યા. તેટલામાં એક કસાઈ બોકડો લઈને જતો હતો તે બોકડો શેઠની દુકાનમાં ચઢી ગયો. શેઠે તેને બહાર કાઢવાની ઘણી મહેનત કરી પણ બોકડો દુકાનની બહાર નીકળે નહીં. છેવટે લાકડીથી મારી તેને બહાર કાઢ્યો. એ જ વખતે પેલા મુનિરાજ ત્યાંથી નીકળ્યા. તેમણે આ જોયું અને હસ્યા. કસાઈ લાકડીથી મારી ઝૂડી ખેંચીને બોકડાને લઈ ગયો. શેઠને મુનિનું હાસ્ય ન સમજાયું. એક જ દિવસમાં ત્રણ-ત્રણ વાર મુનિ પોતાના સામે હસે છે.
કેમ?
હવે તો શેઠથી રહેવાયું નહીં. દુકાન બંધ કરી ઉપાશ્રયે આવ્યા. વંદના કરી મુનિને પૂછ્યું, “સાહેબ! આજ ત્રણ ત્રણ વાર મારા સામે કયા કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org