________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૦૦
મરેલું પડ્યું હતું ત્યાં પોતાનું નવજાત વાછરડું મરેલી સ્થિતિમાં પડેલું બતાવ્યું. જોતાં જ રાજા સમજી ગયો કે “આ વાછરડાને કોઈએ વાહનની અડફેટમાં લઈ મૃત્યુ પમાડ્યું છે અને ગાય આનો ન્યાય માગે છે.'
રાજા તરત પાછો ફર્યો. નગરમાં ઘોષણા કરાવી કે “જેનાથી વાછરડું ચગદાયું હોય તે ન્યાયસભામાં ઉપસ્થિત થાય.” પણ કોઈ અપરાધી તરીકે આગળ આવ્યો નહીં. ત્યારે રાજાએ પ્રતિજ્ઞા કરી કે “જ્યાં સુધી અપરાધી નહીં મળે ત્યાં સુધી હું ભોજન કરીશ નહીં.'
એક દિવસના લાંઘણ પછી બીજે દિવસે રાજકુમારે રાજાની સમક્ષ ઉપસ્થિત થઈ કહ્યું, દેવ! અપરાધી હું છું. મને પણ સમજાતું નથી કે આ દુષ્કૃત્ય કેવી રીતે બની ગયું? આપને જે યોગ્ય લાગે તે દંડ કરો.” સાંભળી રાજા આશ્ચર્ય પામ્યો. તરત ન્યાયશાસ્ત્રીઓને બોલાવી રાજાએ ન્યાય માગ્યો. નીતિશાસ્ત્રીઓએ કહ્યું, “મહારાજ! રાજકુમારનો તો શો દંડ હોય? તેમાં પાછો રાજ્યને યોગ્ય આ એક જ રાજકુમાર છે.'
રાજાએ કહ્યું, “ન્યાયશાસ્ત્રી થઈને આ તમે શું બોલો છો? આ રાજ્ય કોનું? રાજકુમાર કોનો? રાજનીતિ પ્રથમ છે. તે છે તો રાજા અને પ્રજા છે. નીતિ તો સાફ કહે છે કે પોતાના પુત્રને પણ અપરાધ અનુસાર દંડ આપવો જોઈએ, માટે જે દંડ હોય તે નિઃશંક થઈ કહો.” રાજાની વાત સાંભળી એક નીતિનિપુણ પંડિત બોલ્યા, “જેવી વ્યથા-પીડા બીજાને કરી હોય તેવી અપરાધીને કરવી.” રાજા તરત નિર્ણય કરી ઊભા થયા અને પોતાના વહાલા, વિવેકી ને સજ્જન પુત્રને કહ્યું, “દીકરા! અપરાધ પ્રમાણે તને દંડ થશે. તે તારે સહેવો જોઈએ. તારે તે જગ્યાએ માર્ગમાં સૂવાનું ને રાજપુરુષો તારા ઉપરથી રથ હાંકી જશે.”
વિનયી રાજકુમાર તરત પિતાને પગે લાગીને રાજમાર્ગ ઉપર સૂઈ ગયો. રાજાએ સેવકોને તેના ઉપર રથ દોડાવવા આજ્ઞા કરી. અધિકારી તથા નગરજનોએ રાજાને ઘણા વિનવ્યા. પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી કે સેવકોએ રથ ચલાવવાની ના પાડી, માથું નમાવી એક તરફ ઊભા રહ્યા.
૧ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org