________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૫
હતી, ઘણા કૂતરાંને મારી નંખાવ્યાં છે. હજારો હરણા ને માર્યા છે અને રોજ પાંચસો ચકલાની જીભ કપાવીને ખાતો હતો.”
આવા ભયંકર હિંસા કરતાં રાજવીને ધર્મ પમાડવાનું ઉત્તમ કામ આચાર્યશ્રીએ કર્યું હતું. તેમની સૂચનાથી તીર્થસ્થાનોમાં મુંડકાવેરો લેવાતો હતો તે અકબરે બંધ કરાવ્યો. ઉપરાંત, પોતે વર્ષમાં ૬ મહિના માંસાહારનો ત્યાગ કરેલ. ગુજરાતમાં જીજિયાવેરો જે લેવાતો હતો તે તેણે બંધ કરાવ્યો.
ભવ્ય દરબાર ભરી અકબરે દિલ્હીમાં શ્રીહીરવિજયજીને “જગદ્ગુરુની પદવી આપી હતી.
આવું અનન્ય અહિંસાનું કામ ઉપદેશથી રાજ્યસ્તરે આચાર્યશ્રી હીરવિજયજીએ કર્યું હતું. ત્યાર પછી રાજ્યસ્તરે આટલું મોટું જીવદયાનું કામ કોઈ હજી સુધી કરી શક્યું નથી. હાલમાં મુનિશ્રી રાજચંદ્રવિજયજી જે નિરાલાના નામે ખાસ ઓળખાય છે. તેઓએ શાળામાં જીવતા જીવો ચીરવાની પ્રથા સામે હાઈકોર્ટમાં રીટ કરી ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં જીવતા જીવોની શાળામાં ચીરફાડ કરવા ઉપર પ્રતિબંધ મુકાવ્યો છે, તેથી કરોડો જીવોને અભયદાન મળ્યું છે, અને બીજા રાજ્યોમાં પ્રતિબંધ મુકાય તેની કાર્યવાહી ચાલુ છે. આવા જીવદયાના ઉત્તમ કામ કરવા બદલ શ્રી નિરાલાજીને આપણા અભીનંદન.
આ જમાનામાં પણ અહિંસા માટે જાન ન્યોછાવર કરનાર ગીતાબહેન રાંભીયા જેવા મહાનુભાવો હોય છે જેમણે દસથી પણ વધુ વર્ષ હિંસાનિવારણ માટે કામ કરી લાખો પશુઓને ખાટકીની છરીથી બચાવી લીધાં છે. છેવટે ક્રૂર કસાઈઓના હાથે તેમનું ખૂન થયું અને ગીતાબહેને શહીદી વહોરી લીધી. પણ એમની શહીદી નિષ્ફળ ન જાય તે માટે તાબડતોડ મોટું આંદોલન ચલાવીને પ.પૂ. શ્રી ચંદ્રશેખરવિજય મહારાજે ગુજરાત સરકાર પાસે બળદોની કતલ ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કરાવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
અહિંસા માટે આવું સુંદર કામ કરનારા આચાર્યશ્રી હીરવિજયજીને તથા નામી-અનામી મહામાનવો જેઓએ હિંસાનિવારણ માટે કાર્ય કર્યું છે તેમને અંત:કરણથી આપણી વંદના....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org