________________
જૈન શાસનના ચમકતા સિતારા - ૩૬૨
જો આજ્ઞાલોપક બનું તો બીજાઓ તેનું ઘણી સહેલાઈથી અનુકરણ કરશે.”
પછી કુમાર કુણાલે એકાંતમાં જઈ લોઢાની સળી તપાવી અને તેને બંને આંખોમાં નાખી જાતે જ અંધ થયો. કારમી વેદના તેણે સહન કરી. આ વાત જ્યારે સમ્રાટ અશોકે જાણી ત્યારે તેના દુઃખનો પાર ન રહ્યો. તેણે પોતાની જાતને ઘણી નિંદી, ધિક્કારી કે પત્ર લખવામાં ભૂલ કરી ને લખીને ફરી વાંચ્યો નહીં. તપાસ કરતાં ખબર પડી કે અમુક રાણીનું આ કામ છે. હવે અંધકુમારને રાજ્યનો ભાર નહીં સોંપાય તે સમજી તેનો વસવસો રાતદિવસ અશોકના મનમાં રહ્યા કરતો.
કુમાર સારી રીતે રહી શકે તે માટે અવંતીની બધી આવક કુમારના નામે કાયમ માટે કરી. કુમાર યુવાન થતાં શરદશ્રી નામની સુંદર અને ગુણિયલ કન્યા સાથે તેનાં લગ્ન કર્યા. કુમારને ગીત-સંગીતનો ખૂબ શોખ હતો તેથી તેની સાધનામાં તે સમય પસાર કરતો. તેના કંઠમાં મધુરતા, ગંભીરતા હતી. તેનું સંગીત સાંભળીને મનુષ્ય તો શું, પશુપક્ષી પણ મુગ્ધ થતાં. એવી પારંગતતા તેણે સંગીત ક્ષેત્રે મેળવી હતી.
સમય જતાં કુણાલની પત્ની શરદશ્રીએ ઉત્તમ લક્ષણવાળા સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. “હું પોતે રાજ્ય માટે અધિકારી અને યોગ્ય હોવા છતાં રાજ્ય ન મેળવી શક્યો, પણ મારા પુત્રને તે મળવું જોઈએ એવી ભાવનાથી પ્રેરાઈ કુણાલ ગુપ્ત રીતે પાટલીપુત્ર પહોંચ્યો. ત્યાં તે ગીતસંગીતના કાર્યક્રમો ગોઠવવા લાગ્યો. તે તેથી અતિ લોકપ્રિય થઈ ગયો.
જ્યાં જ્યાં તેનો કાર્યક્રમ હોય ત્યાં લોકો ભેગા થઈ જતા. મહાન ગાંધર્વકળાકુશળ ગાયકની પ્રશંસા સાભળી રાજા અશોકે પણ પોતાને ત્યાં સંગીતસભા માટે તેને આમંત્રણ આપ્યું. કુણાલના કહ્યા પ્રમાણે તેના માણસોએ રાજદરબારમાં બધો પ્રબંધ કર્યો અને ઝીણા પડદા જેવી જવનિકામાં કુમાર પોતાના વાદ્યમંડળ સાથે ગોઠવાયો. ધીરે ધીરે તેણે સંગીત શરૂ કર્યું. સ્વર ઘુંટાવા લાગ્યા. કોઈ દિવ્ય મંજુલ ધ્વનિ વાતાવરણમાં પથરાવા લાગ્યો. સાંભળનારા બધા રાગ-રાગિણીમાં જાણે ભીંજાઈ ગયા. અંતે પ્રસન્ન થયેલા રાજાએ વાહવાહના પોકાર કર્યા : “ગાયક! તમારું ગીત સંગીત અદ્ભુત છે. તમારી ખ્યાતિ કરતાં તમારી કલાસાધના અનેકગણી મહાન છે. બોલો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org