________________
[૧૦]
સમ્રાટ અશોક અને કુણાલ
ચાણક્યની સહાયથી નંદરાજાને જીતી ચંદ્રગુપ્ત પાટલીપુત્રનો રાજા થયો. તેણે મૌર્ય વંશની સ્થાપના કરી. તેનો પુત્ર બિંદુસાર. બિંદુસારને અશોક નામે પુત્ર થયો. અશોક પાસે મહાસામ્રાજ્ય હતું અને તેથી તે સમ્રાટ કહેવાતો. તેને કુણાલ નામે સુંદર પુત્ર થયો. કુમાર કુણાલ કોઈ નિરુપદ્રવી સ્થાને રહે તે જરૂરી લાગવાથી તેને અવંતી નગરીમાં રાખ્યો. આ નગરીની બધી આવક કુમારને મળે એવો બંદોબસ્ત સમ્રાટ અશોકે કર્યો. અહીં કુમારનું રાજ્યના માણસોએ સારી રીતે જતન કર્યું.
કુમાર કુણાલ આઠ વર્ષનો થયો ત્યારે તેણે વિદ્યા ગ્રહણ કરવી જોઈએ એમ સમજી સમ્રાટ અશોકે એક પત્ર કુણાલ ઉપર લખ્યો. તેમાં જણાવ્યું
કે -
कुमार कुणाल। त्वया अधीतव्यमिति मदाज्ञाऽचिरेण त्वया विधेया।
એટલે કે “હે કુણાલ કુમાર! તારે હવે અભ્યાસ કરવો એવી આ મારી આજ્ઞા તારે શીધ્ર અમલમાં મૂકવી.” રાજા પત્ર લખી બંધ કરવાના હતા ત્યાં કોઈ અગત્યના કામે કાગળ ત્યાં જ રાખી તેઓ બહાર ચાલી ગયા. એવામાં ત્યાં આવેલી કુમારની ઓરમાન માતાએ તે પત્ર વાંચ્યો અને અધીતત્ર્ય ના ઉપર કાજળથી અનુસ્વારનું ટપકું કરી નાખ્યું, તેથી કંથ તળે થઈ ગયું. અનુસ્વારના એક જ ટપકાથી અર્થનો અનર્થ થયો.
બહારથી પાછા આવતાં જ અશોકે પત્ર બીડી અંગત માણસ સાથે અવંતી મોકલ્યો. કુણાલે પત્ર મળતાં પિતાનાં નામ-મુદ્રા અને અક્ષર ઓળખતાં તે પત્ર માથે ચઢાવ્યો ને આનંદપૂર્વક ઉઘાડી વાંચવા માંડ્યો. પત્ર વાંચતાં જ તે ખિન્ન થઈ ગયો. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. રશકે કારણ પૂછ્યું પણ કુમાર કંઈ જ બોલી ન શક્યો. આરક્ષકે લેખ વાંચ્યો. તે પણ વિમાસણમાં પડ્યો. તેણે કુમારને કહ્યું, “આ પત્રનો નિરાંતે નિર્ણય લેવાશે.” કુમારે કહ્યું, “મૌર્યવંશમાં આજ સુધી કોઈ આજ્ઞાલોપક થયું નથી. હું જ
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org