________________
જન શાસનના ચમકતા સિતારા ૦ ૩૬૦
પ્રાણ લીધા. પરંતુ આજે મેં એ નાગદેવતાની ક્ષમા માગી. તેમાં રત્નોની પેટી તેના સામે ધરી. એક રત્ન તો તેણે લીધું. ચાર રત્નોનો બદલો તો તેણે લઈ લીધો હતો. પાંચમાનો બદલો બાકી હતો તેથી તે એક રત્ન પોતાના મોંમાં લઈ પલાયન થઈ ગયો. તેનું વેર પૂરું થયું. હવે તે કોઈ જાતનો ઉપદ્રવ નહીં કરે.”
શેઠે પૂછ્યું : “પણ વહુ! આ બધું તે શી રીતે જાણ્યું?”
શુભમતીએ કહ્યું : “બાપુજી! મેં એક જ્ઞાની પાસેથી આ વાત જાણી હતી અને તેનો ઉપાય વિચારી રાખ્યો હતો. તે પ્રમાણે આજે હું વર્તી અને જે ફળ મેળવવું હતું તે મેળવ્યું.'
શેઠ બળભદ્ર કહે : “હા! હું મહાપાપી છું, વિશ્વાસઘાતી છું. બ્રાહ્મણનાં રત્નો મેં ઓળવી લીધાં હતાં તે મારા પાપનું ફળ મેં ભોગવ્યું.”
પ્રાચીન જૈનસાહિત્યની આ વાર્તા ૧૮ પાપસ્થાનોમાં જે ત્રીજું અદત્તાદાન છે તે સમજાવે છે, એટલે કે પારકી વસ્તુ ધણીની સંમતિ વિના લઈ લેવાની વૃત્તિ કેવાં ભયંકર પરિણામ લાવે છે તે સમજાવે છે.
પ્રભુજી મારા પ્રેમથી નમું મૂર્તિ તારી જોઈને ઠરું. અરે રે પ્રભુ પાપ મેં કર્યા, શું થશે હવે ધર્મ નહિ કર્યા. માટે હે પ્રભુ તમને વીનવું, તારજો હવે પ્રભુજીને સ્તવું. દીનાનાથજી દુઃખ કાપજો, ભાવિક જીવને સુખ આપજો. આદિનાથજી સ્વામી મહારા, ગુણ ગાઉં છું નિત્ય તાહરા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org