________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૮૩
જતા આવતા લોકો આ ચિત્રપટ જુએ, વાતો કરે અને ચાલ્યા જાય – એમ કેટલાક વખત ચાલ્યું.
આવી પહોંચ્યો કાર્તિકી પૂર્ણિમાનો દિન. કાર્તિકી પૂર્ણિમા એટલે કૌમુદી પર્વનો ઉત્સવ, શુભ દિવસ. એ દિવસે અરિહંત ભગવંતોની પ્રતિમાનાં દર્શનવંદન થાય છે. મેળો ભરાય છે અને ગામના અને બહારગામથી આવેલા મહેમાનોવેપારીઓ વગેરે એ પર્વને આનંદથી ઊજવે છે. એક સુંદર જગ્યા પસંદ કરીને ત્યાં તરંગવતીએ પેલાં કલામય ચિત્રાવલીવાળાં દૃશ્યો અંકિત કરતા પટો ખૂબ આકર્ષક રીતે ગોઠવીને મૂક્યા અને તે બધાનું ધ્યાન રાખવા સખી સારસિકાને જણાવ્યું.
તરંગવતીએ સારસિકાને જણાવ્યું, “પૂર્વભવનો મારો સ્વામી જો આ નગરમાં હશે તો તે જરૂર અહીં આવશે. તું બરાબર ધ્યાન રાખજે. જ્યારે તે આ ચિત્રાવલીને જોશે ત્યારે જરૂર તેને પોતાના પૂર્વભવનું અવશ્ય સ્મરણ થશે. પૂર્વભવની સ્મૃતિ પામીને દુઃખી બનેલા જીવ ચોક્કસ મૂચ્છ પામે છે. સખી સારસિક! તું મારી આ વાર્તાનું જરૂર ધ્યાન રાખજે. થોડી વારમાં તેને ચેતના પ્રગટશે અને અશ્રુ સારતાં તે તેને પૂછશે : “હે સુલક્ષણા! મને કહેતો ખરી, આ ચિત્રો કોણે ચીતર્યા છે?” જો આવું થાય તો, હે સખી! તું એને પૂર્વજન્મમાં છૂટો પડેલો અને મનુષ્યજન્મને પામેલો મારો સ્વામી જાણજે. તું એને એનું નામ, ઠેકાણું અવશ્ય પૂછી લેજે અને આમ બધું જાણી લીધા પછી મને મળજે અને બધી હકીકત જણાવજે.”
રાત પડતાં તરંગવતી સૂઈ ગઈ. પરોઢ થતા પહેલાં તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે જોયું કે ગિરિ ઉપર ચઢેલી લતાઓમાં તે ભમતી હતી. ત્યારબાદ તે જાગ્રત થઈ પિતાજી પાસે ગઈ અને તેમને તે સ્વપ્નનું શું ફળ હોય તે પૂછ્યું. પિતાજીએ કહ્યું, “હે પ્રિય પુત્રી! આ સ્વપ્નથી તને સાત દિવસમાં જ તારું સૂચિત સદ્ભાગ્ય પ્રાપ્ત થશે.”
તરંગવતી આ સાંભળીને આનંદવિભોર બની ગઈ. તેના મનમાં તો ઇષ્ટ ફક્ત તેનો પ્રિયતમ જ હતો, બીજું કોઈ નહીં.
થોડા જ વખતમાં તેની સખી સારસિકા નાચતી કૂદતી આવી. “જડી ગયું, જડી ગયું. એમ પાગલની માફક ઉદ્ગાર કાઢતી, તરંગવતી આશ્ચર્ય પામતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org