________________
જૈન શાસનના ચમકતા સિતારા ૧૮૪.
બોલી : “આ તે કેવું ગાંડપણ! શું છે? માંડીને વાત તો કર.”
સખીએ કહ્યું, “મને તારો પ્રાણવલ્લભ મળી ગયો છે.”
તરંગવતીએ કહ્યું, “હું! ક્યાં છે? કોણ છે? મને તરત કહે. મને લઈ જા ત્યાં.”
સખીએ કહ્યું, “ઉતાવળી ન થા. વાત તો સાંભળ. ગઈ કાલે તારા કહેવા મુજબ ચિત્રાવલી બરાબર ગોઠવીને હું મેળામાં ઊભી હતી. લોકોના ટોળેટોળાં આવતાં, આ ચિત્રો જોતાં હસતાં – આનંદ પામતાં. કોઈ વળી ખિન્ન થતા, વિચાર કરતા કરતા જતા રહેતા. પણ સાંજ પડ્યે એક યુવક આવ્યો. ચિત્ર જોતાં જ “આહ એમ કહી પડી ગયો. બેભાન થઈ ગયો. મેં અને બીજા બે-ત્રણ પ્રેક્ષકોએ એના મોં પર પાણી છાંટ્યું. થોડા જ વખતમાં તે શુદ્ધિમાં આવ્યો. ફરીથી તેણે ચિત્રાવલી જોવા માંડી. તે કહે, “અરે, આ તો મારી જ વાત. મારા પૂર્વભવની જ આ વાત છે. તેનાં જ ચિત્રો છે. કોણે દોર્યા આ ચિત્રો?”
સારસિકાએ કહ્યું, “મહાનુભાવ! આ મારી સખી નગરશેઠની પુત્રી , તરંગવતીએ દોરેલા ચિત્રો છે. તેણે જ આ ચિત્રો પોતાનો પૂર્વભવ યાદ આવતાં દોર્યા છે. તમારે તેને મળવું હોય તો હું તેનો મેળાપ કરાવી આપું. પણ તે પહેલાં તમે પોતાનું નામઠેકાણું બતાવો તો હું આ મારી સખીને તમારે ત્યાં લઈ આવું.” આટલું કહેતાં તો તેણે જવાબ આપ્યો, “મારું નામ છે પદ્મદેવ. મારા પિતાનું નામ છે ધનદેવ ને માતાનું નામ છે વસુમતી.” તે તેના ઘર તરફ જતો હતો હું પણ તેની પાછળ પાછળ ચાલી. ત્યાં જઈને તેનો સંપૂર્ણ પરિચય મેળવીને તરત હું અહીં આવી છું.” આ બધું એક શ્વાસે સારસિકાએ જણાવ્યું.
તરંગવતી તો આ જાણી રાજી રાજી થઈ ગઈ. સારસિકાને વિદાય આપી તેણે સ્નાન કર્યું. ગુરુવંદના કરી શ્રીજિનેન્દ્રભગવંતની પૂજા કરીને પારણું કર્યું.
એ જ દિવસે સાંજે મોડેથી સખી સારસિકા ઉતાવળે ઉતાવળે આવી. તેણે અશ્રુભીની આંખે નવા આઘાતજનક સમાચાર આપ્યા :
પધદેવના પિતાજી શ્રેષ્ઠ ધનદેવ પોતે થોડા મિત્રો સાથે તારા પિતાજીની પાસે આવ્યા હતા. તેમણે ખૂબ સ્પષ્ટ ભાષામાં પોતાની વાત તારા પિતાને કહી, હું તમારી પુત્રી તરંગવતી માટે મારા ગુણવાન પુત્રનું માથું લઈને આવ્યો છું. મારા પુત્રનું નામ પધદેવ છે. તે વ્યવહારુ, જ્ઞાની અને કલાકુશળ છે.” ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org