________________
[૮૧]
રાજ પુરંદર
સિદ્ધપુર નગરમાં પુરંદર રાજા, તેમને સુંદર નામનો એક મિત્ર. સુંદર જુગારી હતો. તેની સંગતે રાજા પણ જુગારી બન્યો. કોઈ વખત બન્ને આપસમાં જુગાર રમતા. રાજાનું જુગારીપણું રાણીથી સહન ન થયું તેથી દુઃખી હૃદયે તેણે રાજાને વિનંતી કરી કહ્યું, “મહારાજ! આ લત સારી નથી. જુગારથી તો મોટાં રાજ્ય પણ ભયમાં મુકાઈ જાય. આ માટે પાંડવો તથા નળરાજાનાં ઉદાહરણ જગજાહેર છે. તેમણે કેવાં ને કેટલાં દુઃખો જોયાં? માટે તમે આ જુગારની લત છોડી દો.”
પણ રાજા ન માન્યો. તેણે જુગાર ન છોડ્યો. એક વાર રાજા પોતાના નાના ભાઈ સાથે જુગાર રમતાં બધું હારી ગયો. નાના ભાઈએ રાજ્યનો કબજો લીધો અને મોટા ભાઈને રાજ્ય છોડી ચાલી જવા ફરમાવ્યું. નાછૂટકે રાજારાણી પોતાના એકના એક કુમારને લઈ જંગલની વાટે ચાલી નીકળ્યાં. ઘણાં કષ્ટો વેઠ્યાં. પણ રાજાને જુગાર વગર ચેન પડતું નહીં.
એક વાર કોઈ એક ભીલ સાથે જુગાર રમવાનો અવસર મળ્યો. ભીલે પોતાની પત્ની દાવમાં લગાડી ને તે હારી ગયો. કાળી મેશ ભીલડીને સાથે લઈ રાજા આગળ ચાલ્યો. રસ્તામાં ભીલડીએ વિચાર કર્યો: “મારો આ નવો ધણી તો ઘણો સારો ને રૂપાળો છે પણ આ મારી શોક (રાણી) હશે ત્યાં સુધી મને આનું સુખ મળવાનું નથી. માટે આ વૈરિણીને મારી નાખું ને એકલી આનંદ માણે.” આમ વિચારીને તે રાણીને પાણી પીવાના બહાને કૂવે લઈ ગઈ અને અવસર મળતાં રાણીને ધક્કો દઈ કૂવામાં પાડી. ડોળ કરતી ભીલડી રાજા પાસે આવી કહેવા લાગી, કોઈ રૂપાળો પુરુષ કૂવા પાસે મળ્યો ને રાણી તો તેની સાથે ચાલી ગઈ.'
આ સાંભળી રાજાને ઘણો જ ખેદ થયો. પણ કરે શું? પોતાના કુમાર અને ભીલડી સાથે તે આગળ વધ્યો. માર્ગમાં એક મોટી નદી આવી. કુમારને કાંઠે રાખી ભીલડીને સામે કાંઠે પહોંચાડવા રાજા તેને લઈને પાણીમાં ઊતર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org