________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૨૮૦
એવામાં ક્યાંકથી મોટો મગર આવ્યો ને પુરંદર રાજાને ગળી ગયો. રાજાની પકડમાંથી છૂટી ગયેલી ભીલડી તણાઈને મરણ પામી. આ ઘરડો મગર પેટ ભારે થવાથી તરી ન શક્યો ને કાંઠે આવી પડ્યો અને થોડી વારમાં સૂઈ ગયો. બે-ત્રણ માછીમારોએ આ મગરને તેને જોયો ને તેનું ચામડું ઉતારી લેવા તે મગરને તરત પકડીને ચીરી નાખતાં તેમાંથી મૂર્છા પામેલો રાજા નીકળ્યો. થોડી વારે રાજા ભાનમાં આવ્યો. માછીમારો તેને પોતાને ત્યાં લઈ ગયા અને દાસ તરીકે રાખ્યો. રાજાને ત્યાં માછીમારોની સેવા કરવી પડતી. તેમની સાથે જાળ લઈ મોટી નદીમાં માછલા લેવા રખડવું પડતું. એક વાર નદીમાં પૂર આવ્યું. તેમાં તણાઈને રાજા મૃત્યુ પામ્યો.
આ તરફ કૂવામાં પડેલી રાણીને કોઈ વટેમાર્ગુએ બહાર કાઢી અને તેને તે પોતાના સાર્થવાહ પાસે લઈ ગયો. સાર્થવાહે પૂછતાં રાણીએ પોતાનો સઘળો વૃત્તાંત તેને કહી સંભળાવ્યો. સાર્થવાહ સજ્જન અને ધર્મિષ્ઠ હતો. તેણે રાણીને સાંત્વના આપી. બહેન કરીને રાખી.
આ તરફ નદીકાંઠે ઊભા ઊભા રડતા કુમારને કોઈ વિદ્યાધરીએ જોયો ને તેને લઈ તે વૈતાઢ્ય પર્વત પરના પોતાના નિવાસસ્થાને આવ્યો. તેની પાસેથી બધી વાત જાણી અને વિદ્યાધરીએ તેને પોતાના પુત્ર તરીકે રાખ્યો. અનેક કળાઓ અને વિદ્યાઓ શીખવી તેને સમર્થ બનાવ્યો. તેણે પોતાનું રાજ્ય પાછું મેળવ્યું ને રાજા બન્યો.
એવામાં એક વાર પેલો સાર્થવાહ સિદ્ધપુર નગરમાં આવ્યો. રાણી પોતાનું નગર જાણી પુરુષવેશે સાર્થવાહ સાથે રાજસભામાં આવી. ત્યાં પોતાના દીકરાને સિંહાસન પર બેઠેલો જોઈ અતિ આનંદ અને વિસ્મય પામી. રાજકુમારે પોતાની માતાના જેવા આકારવાળા પુરુષને જોઈ સાર્થવાહને પૂછ્યું કે ‘આ કોણ છે?” સાર્થવાહે આખો વૃત્તાંત કહી સંભળાવ્યો. માતાને ઓળખી કુમાર ભરસભામાં ઊભો થઈ માતાને પગે લાગ્યો ને તેને સિંહાસને બેસાડી. રાણી રાજમાતાનું ગૌરવ પામી, નગરમાં બધે આનંદ આનંદ વર્તાઈ રહ્યો. રાજમાતા સુખપૂર્વક રહેવા લાગ્યાં. જુગારનાં માઠાં પરિણામ માતા પાસેથી જાણી રાજાએ નગરમાં સદંતર જુગાર આદિ વ્યસનોની મનાઈની ઘોષણા કરાવી. પોતે પણ અનર્થ દંડથી બચી સ્વર્ગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org