________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૪૩
એક જ બેડીથી બાંધ્યા. એકનો જમણો હાથ, બીજાનો ડાબો હાથ, બેડી એક. ધન્ના શેઠ પોતાના દીકરાના હત્યારાને જોતાં ઘણા દુઃખી થયા. પણ શું કરે? કર્મ બળવાન!
ધના શેઠ માટે ભોજન તેમના ઘરેથી ભદ્રા શેઠાણી મોકલતી. ધના શેઠે જમવાનું શરૂ કર્યું ત્યારે ચોરે થોડું ખાવાનું માગ્યું. પણ ધન્ના શેઠે કંઈ પણ આપવાનો ઈન્કાર કર્યો.
થોડા વખત બાદ ધન્ના શેઠને જાજરૂ જવાની જરૂર લાગી. તે માટે તેમણે વિજયને સાથે આવવા કહ્યું. વિજયે સાથે આવવા ઈન્કાર કર્યો. ઘણી સમજાવટ પછી, બીજે દિવસે ઘરેથી આવતા ટિફિનમાંથી ખાવાનું ખાવા વિજય ચોરને ધન્ના શેઠ આપશે એવી સમજુતી થઈ અને એકબીજાને સહાયભૂત થવાનું નક્કી થયું. ધન્ના શેઠ તો કંઈ પણ આપવા રાજી ન હતા પણ પોતાની લાચારી સ્વીકારી, પોતાના માટે આવતા ભોજનમાંથી વિજય ચોરને યોગ્ય પ્રમાણમાં ખાવાનું આપવા લાગ્યા.
નોકર ચેટક પંથક ખાવાનું આપવા જેલમાં જતો હતો. તેણે ત્યાં ઊભા ઊભા જોયું કે શેઠ પોતાના ખાવાનામાંથી વિજય ચોરને ખાવાનું આપે છે. એ જોઈ તે આશ્ચર્ય પામ્યો. તેણે ઘરે જઈ ભદ્રા શેઠાણીને વાત કરી કે શેઠ વિજય ચોરને પોતાના ભોજનમાંથી ભોજન આપે છે.
શેઠાણીથી આ કેમ સહન થાય? પોતાના દીકરાના હત્યારાને પોતાના ભોજનમાંથી ભાગ કેમ અપાય? તે ક્રોધથી ભભૂકી ઊઠી. પોતાનું રાંધેલું અનાજ પેલો હત્યારો કેમ ખાય?
ધન્ના શેઠને થોડા જ દિવસની જેલની સજા હતી. સજા પૂરી થતાં તેઓ ઘેર આવ્યા. બધાંએ તેમનું સ્વાગત કર્યું પણ પત્નીએ તેમની સામે જોયું સુધ્ધાં નહીં. આથી ધન્નાએ ભદ્રાને પૂછ્યું, “કેમ તું પ્રસન્ન નથી? હું જેલમાંથી આવ્યો એનો રાજીપો પણ તું દેખાડતી નથી!
ભદ્રાએ કહ્યું, “હું શી રીતે રાજી હોઉં? મારા દીકરાના હત્યારાને તમે મારા મોકલેલા ભોજનમાં ભાગ આપ્યો. એ મારાથી કેમ સહન થાય?”
ધન્ના શેઠ ભદ્રાનું દુઃખ સમજી ગયા. પરિસ્થિતિ સમજાવતાં કહ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org