________________
[૯] ધના શેઠ અને વિજય ચોર
ધન્ના શેઠ રાજગૃહ નગરમાં રહેતા હતા. તેઓ ધનવાન તથા ઘણી પ્રતિષ્ઠાવાન વ્યક્તિ હતા. તેમને ભદ્રા નામની પત્ની હતી. બધી જાતનું સુખ હોવા છતાં તેઓ નિસંતાન હતા અને તેનું તે દંપતીને ભારે દુઃખ હતું.
તેમની પત્નીએ ઘણી બાધા-આખડી રાખી, અનેક દેવદેવીઓની પૂજાઅર્ચના કરી. આખરે તેમને પુત્રપ્રાપ્તિ થઈ. દેવદેવીઓની કૃપાથી પુત્રપ્રાપ્તિ થઈ છે એમ સમજી તેમણે પુત્રનું નામ દેવદત્ત રાખ્યું. - દેવદત્ત થોડો મોટો થયો. એક દિવસે નવરાવી, સારાં વસ્ત્રો-અલંકારો પહેરાવી પુત્રને નોકર ચેટક પંથક સાથે રમવા મોકલ્યો. નોકર ચેટક પંથક લાપરવાહ હતો. તે પોતે બીજા છોકરાઓ સાથે રમત રમતો હતો. તે વખતે લાગ જોઈ રાજગૃહીનો પ્રખ્યાત ડાકુ વિજય તે બાળકને અલંકારસહિત જોતાં ઉપાડી ગયો. નગર બહાર જઈ દેવદત્તના બધા દાગીના ઉતારી લીધા અને તેને ગામ બહારના એક અંધારા કૂવામાં નાખી દીધો, જ્યાં દેવદત્તનું મૃત્યુ થયું.
થોડા વખત પછી ચેટક પંથકને દેવદત્ત યાદ આવ્યો. ચારે બાજુ તપાસ કરી પણ તે ક્યાંય ન દેખાતાં તેણે ઘરે જઈ ભદ્રા શેઠાણીને દેવદત્ત ખોવાઈ ગયાના ખબર આપ્યા. ધન્ના શેઠે તપાસ કરાવી. ચારે બાજુ માણસો મોકલ્યા. રાજાજીના સેવકોની સહાય લીધી. આખરે કૂવામાંથી દેવદત્તની લાશ મળી. માતાપિતાને સખત આઘાત લાગ્યો. જાણે તેમના ઉપર વીજળી પડી. નગરરક્ષકોએ ચોરનાં પગલાં ઉપરથી જંગલમાં જઈ વિજય ચોરને પકડી પાડ્યો. રાજાએ એનું માથું મુંડાવી આખા ગામમાં ફેરવી અંતે જેલમાં નાખ્યો.
કેટલાક દિવસો પછી એક સાધારણ અપરાધ માટે ધન્ના શેઠ પકડાયા અને તેમને તે જ જેલ કે જેમાં વિજય ચોર હતો ત્યાં રાખવામાં આવ્યા.
જેલના અમલદારે કંઈ સમજ્યા વિના ધના શેઠને અને વિજય ચોરને
-
-
-
-
-
- -
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org