________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૪૪
‘દેવાનુ પ્રિયે! મેં એ વેરીને ખાવાનામાંથી ભાગ જરૂર આપ્યો છે. હું લાચાર હતો. મારું એ વખતે એ કર્તવ્ય હતું. ન્યાય કે પરોપકાર અર્થે મેં ભોજન નથી આપ્યું.’ બધી વાત સમજતાં ભદ્રાનો કોપ શાંત થયો. વિજય ચોર પોતાના ઘોર પાપને લીધે મરીને નરકનો મહેમાન બન્યો. ધન્ના શેઠે થોડા વખત પછી ધર્મઘોષ મુનિ પાસે દીક્ષા લીધી. અંતે સ્વર્ગમાં દેવતા થયા.
આ વાર્તાનો સાર એ છે કે ધન્ના શેઠે આસક્તિના કારણે વિજય ચોરને આહાર નહોતો આપ્યો, પણ શારીરિક સ્થિતિને કારણે ભોજન ચોરને આપવું પડ્યું હતું. વળી, નિગ્રંથ મુનિ શરીર પ્રત્યે આસક્તિથી ભોજન નથી લેતા, પણ શરીરની સહાયની સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય માટે અને એમની વૃદ્ધિ માટે, શરીરના પાલનપોષણ માટે એમણે ભોજન લેવું પડે છે.
શ્રી શત્રુંજયના દુહા
એકેકુ ડગલુ ભરે, શેત્રુંજા સમો જેહ; રીખવ કહે ભવ ક્રોડનાં; કર્મ ખપાવે તેહ.
શેત્રુંજા સમો તિરથ નહિ,
ૠષભ સમો નહિ દેવ;
ગૌતમ સરીખા ગુરુ નહિ, વળી વળી વંદુ તેહ.
સિદ્ધાચલ સ્મરૂં સદા, સોરઠ દેશ મોઝાર મનુષ્ય જન્મ પામી કરી, વંદું વાર હજાર.
સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ્યો ગઢ ગિરનાર; શેત્રુંજી નદી નાહ્યો નહિં, એણો એળે ગયો અવતાર.
શેત્રુંજી નદીએ નાહિને, મુખબાંધી મુખકોશ; દેવ યુગાદિ પૂજીએ, આણી મન સંતોષ.
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org