________________
[૨૪]
વિમળ શાહ
શ્રી વિમળ શાહનો જન્મ વિક્રમ સંવત ૧૦૪૦માં માતા વીરમતીની કુક્ષીથી થયો હતો. તેમના પિતાનું નામ વીર હતું. પુત્રનાં લક્ષણ પારણામાંથી એ કહેવત તેમને શબ્દશઃ લાગુ પડતી હતી. સુંદર મુખાકૃતિ અને ઉજ્જવળ વાન, હસતો ચહેરો, માતા પિતાનો આનંદ તો સમાતો ન હતો.
વિદ્યાભ્યાસ તથા કલા-કૌશળમાં પારંગત થઈ ગયા. તીક્ષ્ણ બુદ્ધિ હોવાથી પિતાજીએ બધો કારભાર વિમળ શાહને સોંપી દીક્ષા અંગીકાર કરી આત્મ કલ્યાણના પંથે પ્રયાણ કર્યું.
વિમળ શાહ બાળપણથી જ બહુ પરાક્રમી હતા. તેમનાં બુદ્ધિ કૌશલ્ય અને તેજને લીધે સાથી કાર્યકર્તાઓ બહુ ફીકા લાગ્યા કરતા હતા. આવા પરાક્રમી હોવાથી સાધારણ રીતે કેટલાક વિજ્ઞસંતોષીઓ તેમનાથી દ્વેષ રાખતા હતા. તેમની સામે ષડયંત્ર રચાતાં હતાં. એવી પરિસ્થિતિ સહન ન થતાં તેમનાં માતાજી વિમળ શાહને લઈ પિયર ચાલ્યાં ગયાં.
વિમળ શાહ અહીં સાદગીથી જીવન વીતાવતા હતા. એક દિવસ ઘોડી લઈ વિમળશા જંગલમાં ગયા હતા. ઘોડીને ચરાવતા હતા અને એક ઝાડ નીચે ધનુષબાણથી રમત રમતા હતા. ત્યાં એકાએક એક નવયૌવના એમની સામે આવી ઊભી રહી. વિમળ શાહને ચલાયમાન કરવા ઘણા ચેનચાળા કર્યા પણ સદાચારી વિમળ શાહની સામે તેને કોઈ સફળતા ન મળી. વિમળ શાહ જરાયે ચલાયમાન ન થયા.
આ નવયૌવના અન્ય કોઈ નહીં પણ આરાસણ ડુંગરની અધિષ્ઠાત્રી દેવી અંબાજી હતી. વિમળ શાહની પરીક્ષા લેવા અત્રે આવી હતી. આવી યુવાવસ્થામાં વિમળ શાહની આવી દઢતા જોઈને તેમને વરદાન આપીને અદૃશ્ય થઈ ગઈ.
ગામની ખુલ્લી હવા, સાત્ત્વિક ભોજન, નિશ્ચિંત જીવન, અને નિયમિત ખેલકૂદ વગેરેને કારણોથી વિમળ શાહ શરીરે બહુ બળવાન બની ગયા હતા અને તીર કામઠાની રમતમાં બહુજ પાવરધા હતા. ધાર્યા નિશાન લઈ શકતા હતા, તેમાં કુળદેવીનું વરદાન મળી ગયું. બહુ જ આનંદમાં જીવન વ્યતીત થઈ રહ્યું હતું.
ભાગ્યે જ્યારે પ્રબળ હોય છે ત્યારે લક્ષ્મી સામે ચાલીને આવે છે. એક દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org