________________
જૈન શાસનના ચમકતા સિતારા • રર
શુભ ભાવનામાં દેવ-આયુ પૂર્ણ કરી તે આ નગરીમાં શુદ્ધબોધ શ્રાવકની પત્ની વિમળા નામની શ્રાવિકાના ઉદરે ઉત્પન્ન થયો. દુષ્કાળનાં બધાં જ બાહ્ય ચિહ્નો દેખાતાં હતાં. જ્યારે જ્યારે દુકાળ પડવાના યોગ બને છે ત્યારે પૃથ્વી પર હાહાકાર મચી જાય છે, પ્રાણી પાણી માટે ટળવળીને મરી જાય છે; પરંતુ અહીં એક જ બળવાન ગૃહની શુભ દૃષ્ટિમાં પાપગ્રહો આવી ગયા ને એ શુભ યોગમાં પ્રવરદેવનો જીવ શુદ્ધબોધ શ્રાવકને ત્યાં જન્મ્યો અને આ પુણ્યવાનના જન્મ અને શુભયોગે દુષ્કાળ જેવો યોગ સર્જાતાં નાશ પામ્યો.
ઇત્યાદિ વચનો ગુરુમુખેથી સાંભળી રાજા ઘણું અચરજ પામ્યો અને રાણી આદિ પરિવાર સાથે શુદ્ધબોધ શેઠને ત્યાં ગયો. ત્યાં સર્વ લક્ષણથી યુક્ત તેજસ્વી અને સુંદર પુત્રને જોઈ રાજા ઘણો જ પ્રસન્ન થયો. તે બાળકને ખોળામાં લઈ રમાડતાં રાજા બોલ્યો –
મૂર્તિમાનિવધર્મસ્વમિયં દુર્ભિક્ષમફગકૃત /
ઇતિ તસ્માભિધા ધર્મ ઈતિ ધાત્રી મૃતા કૃતા અર્થાત્ “હે બાળ! તું ખરેખર મૂર્તિમાન ધર્મ જ છે તેથી તું દુષ્કાળનો પણ નાશ કરનારો થયો; માટે હું (રાજા) તારું નામ ધર્મ પાડું છું અને હવેથી આ રાજ્યનો રાજા તું છે. તારા પ્રતાપે આખી પ્રજાનું હિત થશે. હું તારા રાજ્યનો રક્ષક કોટવાળ થઈને રહીશ.”
રાજાએ રાજમહેલમાં આવી ધર્મરાજાના નામે રાજ્ય ચલાવવા માંડ્યું. વખત જતાં ધર્મ યુવાન થયો એટલે તેને વિધિસર રાજા બનાવવામાં આવ્યો. ઘણી રાજ્યકન્યાઓ સાથે લગ્ન કર્યા. ધર્મરાજાના પુણ્ય-પ્રતાપે સદેવ સુકાળ રહ્યો અને સર્વત્ર આનંદ વર્તાઈ રહ્યો.
સમ્યકત્વ બાર વ્રતના ધારક ધર્મરાજા વિવિધ ભોગો ભોગવી દીક્ષા લઈ આરાધી, તે જ ભવે કેવળી થયા; પ્રજા પર અસીમ ઉપકાર કરી મુક્તિ પામ્યા.
ધર્મરાજાના બંને ભવનો મર્મ જાણી ધર્મિષ્ઠ જીવોએ સાતમું ભોગપભોગપરિમાણ વ્રત લઈ પાળવા તત્પર રહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org