________________
[૧૯૫]
પુણ્યસાર
વર્ણપુર નામના નગરમાં પુણ્યસાર નામના એક શેઠ વસતા હતા. થોડા દિવસ પહેલાં જ બાજુના ગામે તેમનાં લગ્ન થયેલાં. પત્નીને પહેલી વાર તેડવા તે સસરાને ત્યાં આવ્યા. તેમની વહુ પહેલાંથી જ અન્ય સાથે હળેલી, તેથી પુણ્યસારે ત્યાં રોકાઈને વહુને સાથે જ લઈ જવા આગ્રહ રાખ્યો.
બે-એક દિવસ પછી પુણ્યસાર પોતાની પત્ની સાથે પોતાને ગામ જવા ઊપડ્યો. માર્ગમાં તરસ લાગતાં પુણ્યસાર એક કૂવા આગળ પાણી લેવા ગયો. લાગ જોઈ વહુએ પુણ્યસારને ધક્કો મારી કૂવામાં નાખી દીધો. પોતે બાપને ઘરે દોડી આવી. કારણ પૂછતાં તેણે કહ્યું, “અમે બન્ને જતાં હતાં ત્યાં ચોરોને આવતા જોઈ હું સંતાઈ ગઈ ને તેમને ચોરોએ પકડીને લૂંટી લીધા. માર્યાયે હશે. કોણ જાણે તેમનું શું થયું? લાગ જોઈ હું અહીં ભાગી આવી.” સહુએ તેની વાત સાચી માની. તે સ્વછંદ રીતે વર્તવા લાગી.
આ બાજુએ, કૂવામાં પડેલો પુણ્યસાર પુણ્યયોગે બચી ગયો. થોડા સમય પછી જતા-આવતા વટેમાર્ગુઓએ તેને કૂવામાંથી બહાર કાઢ્યો. તે પોતાના ઘેર આવી રહેવા લાગ્યો.
કેટલોક સમય વીત્યા પછી તેને થયું, “લાવ, સસરાને ઘરે જઈ જોઈ તો આવું કે ત્યાં શી વાત થઈ છે? અને તે ત્યાં પહોંચ્યો. સસરાએ સામેથી પૂછ્યું: ‘કેમ, ચોરોએ કેટલું લૂંટી લીધું? તમને માર્યા તો ન હતા ને?” વગેરે.
પુણ્યસાર વસ્તુને સમજી ગયો. તેણે કહ્યું: ‘ચોરોનું શું પૂછવું? એ તો મારેય ખરા? એ તો સારું થયું કે મને જીવતો મૂક્યો ને આ તમારી દીકરી અહીં નાસી આવી. નહિતર કોણ જાણે શું નું શું થાત!” આ સાંભળી તેની પત્નીને તેના પર લાગણી થઈ આવી અને તે પતિની ઘરે આવી. બંને સુખેથી રહેવા લાગ્યા.
વખત જતાં તેમને એક પુત્ર થયો. દીકરો મોટો થયો. એક વાર શેઠ
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org