________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૬૮
ચાંપાએ સરદારની વાત સાંભળીને કહ્યું, “તમે લૂંટારુ નથી લાગતા, પણ કોઈ ઉચ્ચકુળના લાગો છો. તમારી વાણીની સભ્યતા એમ જ કહે છે. તમે કોણ છો તે કહો.”
સરદારે કહ્યું, “મારું નામ વનરાજ ચાવડો... રાષ્ટ્રની રક્ષા કાજે અમારે લૂંટ ચલાવીને ધન ભેગું કરવું પડે છે, બીજો ઉપાય નથી. ચાંપાભાઈ! જ્યારે તમે એવું સાંભળો કે વનરાજ ચાવડો રાજા થયો છે ત્યારે તમે જરૂર આવજો. તમારી શક્તિનો લાભ રાષ્ટ્રને મળે એમ હું ઇચ્છું છું.'
ચાંપો કહે : “શું આપ પોતે જ વનરાજ છો? તો આ મારું સર્વસ્વ ધન લઈ લો અને રાષ્ટ્રની રક્ષા કાજે તેનો ઉપયોગ કરો.” એમ કહી ચાંપાએ પોતાની પાસે જે કાંઈ તે વખતે હતું તે બધું જ ધરી દીધું અને “વધુ જોઈએ તો ઘરે ઘણું ધન છે તે પણ આપને મળી રહેશે' એમ વચન આપ્યું.
ચાંપાનું આ ધન વનરાજને ઘણું ઉપયોગી થયું. તેણે રાજ્ય પરત મેળવ્યું અને પાટણ નગરી વસાવી. નગર મધ્યે ભવ્ય મંદિર બંધાવ્યું અને પંચાસર પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી.
પ્રભુ તારું ગીત મારે સુક્યા હશે પૂજ્યા હશે નિરખ્યા હશે પણ કો ક્ષણે હે જગતબંધુ! ચિત્તમાં ધાર્યા નહિ ભક્તિપણે; જન્મ્યો પ્રભુ તે કારણે દુઃખપાત્ર હું સંસારમાં હા! ભક્તિ તે ફળતી નથી, જે ભાવ શૂન્યાચારમાં
એક જંબુ જગ જાણીએ, બીજા નેમ કુમાર, ત્રીજા વયર વખાણીએ, ચોથા ગૌતમધાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org