________________
[૯] દુર્ગધા રાણી
રાજગૃહીના મહારાજા શ્રેણિક એક વાર મોટા ઠાઠમાઠથી પ્રભુશ્રી મહાવીર-દેવને વાંદવા ચાલ્યા. રાજમાર્ગે થઈ સમવસરણ તરફ જતા માર્ગમાં સહન ન થઈ શકે તેવી દુર્ગધથી શ્રેણિક રાજાને આશ્ચર્ય થયું. તેમણે તપાસ કરાવી કે આ શાની દુર્ગધ છે? સેવકોએ તપાસ કરી જણાવ્યું, “મહારાજા! આ નાળા પાસે નવજાત બાળા તજી દેવાઈ છે, તેના શરીરમાંથી આ અતિ તીવ્રતર દુર્ગધ આવે છે, જે કોઈથી સહી શકાતી નથી.”
આ સાંભળી રાજા પોતે ત્યાં જઈ જોઈ આવ્યા. તેમને ઘણું આશ્ચર્ય થયું. પછી પ્રવચન બાદ તેમણે પ્રભુજીને વંદન કરી પૂછ્યું કે - “ભગવન્! મેં હમણાં અતિ ગંધાતી છોકરી જોઈ છે. તેણે પરભવમાં શું પાપ કર્યું હશે કે જન્મતાં જ તેને તરછોડી દેવામાં આવી?.. ને ગંધ તો કેવી? માથું ફાટી જાય તેવી!” ભગવંતે કહ્યું, “રાજા! અહીં નજીકમાં વાણિજ્યગ્રામ નામનું ઉપનગર છે ને! ત્યાં રહેતા ધનમિત્ર નામક શેઠને ધનશ્રી નામે એક દીકરી હતી. તેના લગ્નપ્રસંગે ઘરમાં તૈયારીઓ ચાલતી હતી. તેવામાં એક મુનિરાજ તેમના ઘરે વહોરવા પધાર્યા. શેઠે દીકરીને કહ્યું, “બેટા! ઘણો સરસ અવસર મળ્યો. તારો આજે લગ્નદિવસ છે, માટે તું લાભ લે.” ધનશ્રી નાહી-ધોઈ, સારાં કપડાં-ઘરેણાં પહેરી તૈયાર થઈ હતી. સુગંધી પદાર્થોથી તેણે પ્રસાધન કર્યું હતું. અંગવિલેપનની મહેક મહેકી રહી હતી. તે મહારાજજીને વહોરાવવા રસોડામાં ગઈ. તેમનાં મેલાં પરસેવાવાળાં કપડાં અને શરીરમાંથી આવતી દુર્ગધથી મોટું મચકોડવા ને નાક ચઢાવવા લાગી.
એક તો યુવાવસ્થા, તેમાં વળી લગ્નનો દિવસ! ખૂબ સારી રીતની સાજસજજ ને અંગરાગ કરવામાં આવેલાં. થોડી છકી ગયેલી તે વિચારવા લાગી :
અરે, આ મુનિ કેવા ગંદા છે? કેટલી વાસ મારે છે? શરીર-કપડાં ચોખ્ખાં રાખતા હોય તો!” આમ એને દુગછા થઈ આવી ને તેણે દુષ્કર્મ બાંધ્યું.
આ કર્મનો તેને પસ્તાવો પણ ન થયો ને તેણે આલોયણા પણ લીધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org