________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૧૨
અનશન સ્વીકારીને મૃત્યુ બાદ અગિયારમા દેવલોકમાં દેવ બન્યા.
સાતમા ભવમાં તે બન્ને પિતરાઈ ભાઈ બન્યા. કાકાના પુત્રો ભાઈ. સેન ગુણસેનનો જીવ અને વિષેણ અગ્નિશર્માનો જીવ. સેને દીક્ષા લઈ લીધી. વિષેણે સેનમુનિની હત્યા કરવાનો પ્રયત્ન તો કર્યો પણ દેવીએ એની રક્ષા કરી. વિષેણને માનવભક્ષી પશુઓએ મારી નાખ્યો. સેનમુનિએ અનશન કર્યું અને નવમા રૈવેયક દેવલોકમાં ઉત્પન્ન થયા.
આઠમા ભાવમાં રાજા ગુણસેનનો જીવ ગુણચંદ્ર બને છે અને અગ્નિશર્માનો જીવ વૈતાઢય પર્વત ઉપર વાણવ્યંતર નામનો વિદ્યાધર પુત્ર બને છે. ગુણચંદ્ર રાજા દીક્ષા લે છે. વાણવ્યંતર વિદ્યાધર એમના પ્રત્યે દ્વેષ રાખે છે. મુનિ ધ્યાનસ્થ ઊભા હતા. વાણવ્યંતર વિદ્યારે એમની ઉપર પથ્થરની શિલાનો પ્રહાર કર્યો. મુનિ ઢીંચણ સુધી જમીનમાં ઊતરી ગયા. ઘોર વેદના સહન કરી ગુણચંદ્રમુનિ સમભાવે સમાધિમાં મૃત્યુ પામે છે. વાણવ્યંતર ઘોર રૌદ્રધ્યાનમાં મરીને સાતમા નરકમાં ઉત્પન્ન થાય છે. મુનિ ગુણચંદ્ર “સર્વાર્થસિદ્ધ' નામના અનુત્તર દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
નવમા ભાવમાં – ગુણસેન રાજાનો જીવ સમરાદિત્ય નામનો રાજા બને છે અને અગ્નિશર્માનો જીવ ગિરિસણ નામનો ચંડાળ બને છે. સમરાદિત્ય ચારિત્ર્ય ગ્રહણ કરે છે અને કેવળજ્ઞાની બને છે. પરંતુ એની પહેલાં ગિરિફેણ ચંડાળે ઢેષભાવથી મુનિને સળગાવ્યા હતા. ક્ષેત્રદેવતા વેલંધર આગ હોલવી નાખે છે. સમરાદિત્ય કેવળજ્ઞાની બની મોક્ષે જાય છે અને અગ્નિશર્માનો જીવ સંસારમાં રખડી પડે છે..
નવ ભવની આ મહાકથા પૂરી થાય છે. ઇચ્છુક વાચકે ત્રણ મોટા ગ્રંથોમાં આ કથા “સમરાદિત્ય મહાકથા વાંચવી.
સિદ્ધચક્રના ગુણ ઘણાં, કહેતા નાવે પાર; વાંછિત પૂરે દુઃખ હરે, વંદુ વાર હજાર.
૧. મૃત્યુ વખતે સમતા રહે - મન ધર્મ ધ્યાનમાં હોય આર્ત કે રૌદ્રધ્યાન ન હોય તે સમાધિ
મૃત્યુ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org