________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૦૪
દશમું પૂર્વ મારામાં જ રહેશે, કોઈ ગ્રહણ કરશે નહીં.” આ ભાવિ ભાવ જાણીને શ્રી વજસ્વામીએ આર્યરક્ષિતને જવાની રજા આપી.
રજા મળવાથી આર્યરક્ષિત પોતાના નાના ભાઈ સાથે દશપુર નગરે આવ્યા. ત્યાં ધર્મદેશના આપીને પોતાના સમગ્ર કુટુંબને પ્રતિબોધ પમાડ્યો અને ત્યાંનો રાજા પણ સમકિત પામ્યો.
એકદા શ્રી સૌધર્મેન્દ્ર ઇન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા શ્રી સીમંધર જિનેશ્વરને વંદના કરવા ગયા. ત્યાં પ્રભુના મુખેથી નિગોદનું સ્વરૂપ સાંભળીને ઈન્દ્ર પ્રભુને પૂછ્યું કે “હે સ્વામી! ભરત ક્ષેત્રમાં આવું સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ કહેનાર કોઈ છે?” પ્રભુએ કહ્યું કે, “આર્યરક્ષિત છે.” આ સાંભળીને ઇન્દ્ર ભરત ક્ષેત્રમાં આવ્યા. ત્યાં આર્યરતિસૂરિને વંદના કરીને તેમણે સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ પૂછયું. સૂરિજીએ સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ જેવું છે તેવું કહી બતાવ્યું. તે સાંભળી સૂરિજીની પ્રશંસા કરીને તુષ્ટ થયેલો ઈન્દ્ર સ્વસ્થાને
ગયો.
એ પછી આર્યરક્ષિત સ્વામીએ કેટલીક ધાર્મીક વિધિઓ ત્યાંના રહેવાસીઓને શીખવી અને પોતે આયુષ્ય પૂર્ણ થતાં અનશન કરીને સ્વર્ગ ગયા.
જ્ઞાની હોવા છતાં શ્રી આર્યરક્ષિત માતાનાં વચનોને માન આપી દૃષ્ટિવાદનું જ્ઞાન મેળવવા ઘર છોડી ગુરુ પાસે ગયા. આ રીતે માતાનું મહત્ત્વ સ્વીકારી સારો દાખલો બેસાડ્યો.
તારું ખાધેલું તારી સાથે નહિ આવે, તારું ખવડાવેલું તારી સાથે આવશે! તારું રાખેલું તારી સાથે નહિ આવે, પણ તારું આપેલું તારી સાથે આવશે!
૧. એક શરીરમાં જ્યાં અનંત જીવો છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org