________________
[૫૯]
પ્રદેશી રાજા
શ્વેતાંબિકા નગરીમાં પ્રદેશી નામે રાજા રાજ્ય કરતો હતો. તે ઘણો અધર્મી હતો. રૈયત પાસેથી જુલમ કરી ખૂબ કર ઉઘરાવતો. તેને પરલોકનો લેશમાત્ર ડર ન હતો. તે કેવળ નાસ્તિક હતો. જીવહિંસા કરીને માંસનું ભોજન તથા દારૂનો નશો કરી મોજશોખમાં જીવન વિતાવતો હતો. તેને સૂરિકાન્તા નામે રાણી હતી, સૂર્યકાન્ત નામનો પુત્ર હતો અને ચિત્તસારથિ નામે એક બુદ્ધિશાળી મંત્રી હતો. આ રાજાને કુણાલ દેશના શ્રાવસ્તિનગરીના જીતશત્રુ રાજા સાથે સારો સંબંધ હતો. તેણે એક વાર ચિત્તસારથિ સાથે મહામૂલ્યવાન નજરાણું જીતશત્રુ રાજાને ભેટ આપવા સારુ મોકલાવ્યું. ચિત્તસારથિ પ્રધાન કેટલાક માણસો લઈને અશ્વરથમાં બેસીને શ્રાવસ્તિ નગરીમાં ગયો. રાજાને નજરાણું ભેટ આપ્યું. જીતશત્રુ રાજા ઘણો જ સંતોષ પામ્યો અને ચિત્તસારથિ પ્રધાનનો સારો સત્કાર કરીને થોડો વખત રહેવા માટે એક સુંદર મહેલ આપ્યો, ત્યાં ચિત્તસારથિ આનંદપૂર્વક રહેવા લાગ્યો.
એક વાર પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય કેશી ગણધર શ્રાવસ્તિ નગરીના કોષ્ટક ઉદ્યાનમાં પધાર્યા. ચિત્તસારથિને જાણ થતાં તે કેશીસ્વામીને વાંદવા આવ્યા. વંદના કરી તેમની દેશના સાંભળી. સારા ભાવો જાગ્યા. તેમણે કેશીસ્વામીને કહ્યું, “હે પ્રભુ! હું હાલ સાધુ તો થઈ શકતો નથી, પણ મને શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરાવો.” કેશીસ્વામીએ તેને બાર વ્રત ઉચ્ચરાવ્યાં. ચિત્તસારથિ તેમનો ઉપાસક થયો.
થોડો સમય વીત્યા બાદ ચિત્તસારથિ શ્વેતાંબિકા નગરી જવા તૈયાર થયો. જતાં પહેલાં કેશીસ્વામીને વંદન કરવા ગયો. વંદન કર્યા બાદ તેણે કેશીસ્વામીને શ્વેતાંબિકા પધારવા વિનંતી કરી. કેશીસ્વામી મૌન રહ્યા, પણ બે-ત્રણ વખત ચિત્તસારથિએ એ જ વિનંતી કરી ત્યારે ખુલાસો કરતાં કેશીસ્વામીએ કહ્યું, “તમારી નગરીનો રાજા અધર્મી છે તો હું ત્યાં કેવી રીતે આવું?' ચિત્તસારથિએ જવાબ આપ્યો, ‘“પ્રભુ! આપને પ્રદેશી રાજા સાથે શી નિસબત છે? ત્યાં ઘણા
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org