________________
જેન શાસનના ચમકતા સિતારા ૦ ૧૬૦
પણ વાંકો નહીં થાય.”રાણી બાળકને સોંપી આગળ નીકળી ગઈ. ઉંબર રાણો કહે છે, “તે બાળક જ હું શ્રીપાળ.” આ કોઢિયાઓની સાથે રહેવાથી મને પણ કોઢનો ચેપ લાગ્યો છે. મયણાના મોંમાંથી આ સાંભળી ઉગાર સરી પડે છે : ભલેને હોય કોઢિયો પણ છે રાજકુમાર.”
પોતાના પતિના કોઢ દૂર કરવા માટે મયણા ખૂબ પરિશ્રમ કરે છે. વૈદોની દવા કરે છે.
એક દિવસ ગામમાં તપસ્વી મુનિરાજ પધાર્યા. કોઈકે એમની ખૂબ પ્રશંસા કરી, “એ તો કરુણાના અવતાર છે.’ મયણાએ આ વાત સાંભળી. તે તો પતિને લઈ પહોંચી ગઈ મુનિરાજની પાસે. ભાવપૂર્વક વંદના કરી એણે પોતાની કરુણ કથની કહી સંભળાવી, ‘આનો ઉપાય બતાવો, મહારાજ.” મુનિરાજે કહ્યું, “અમારી પાસે તો એક જ દવા છે, માત્ર ધર્મ. જે શ્રદ્ધાપૂર્વક ધર્મનું રક્ષણ લે તેનું દરેક પ્રકારે કલ્યાણ થાય જ.” તેમણે મયણાને નવપદનો મહિમા સમજાવ્યો, જેમાં અનુક્રમે છે – અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય અને તપ. આ નવપદનું નિરંતર ધ્યાન ધરવા કહ્યું અને તેના પૂજનની વિધિ સમજાવી. મયણા અને શ્રીપાળ તો લાગી ગયાં નવપદના ધ્યાનમાં. વિધિપૂર્વક પૂજા કરવા લાગ્યાં. એકાગ્રપણે ધ્યાન ધરતાં તેનો લાભ દેખાવા લાગ્યો. નવપદજીની પાટલિયાના સિદ્ધચક્રના નાવણ જળથી પોતાનાં અંગો લૂછતાં ગયાં અને ચમત્કાર જ ગણાય એવું પરિણામ આવ્યું. શ્રીપાળના કોઢ દૂર થયા. શરીર દેદીપ્યમાન થઈ ગયું. ધીરેધીરે બધા કોઢિયાઓને પણ ધર્મ તરફ વાળ્યા અને બધાના કોઢ દૂર થયા.
હવે તેઓ આનંદકલ્લોલ કરતાં કરતાં કરતાં અને ધર્મકરણી કરતાં જીવન વિતાવે છે.
એક દિવસ નટ-નટીનો ખેલ જોવાનો પ્રસંગ બને છે. ત્યાં ફરતી ફરતી રાણી કમળપ્રભા (શ્રીપાળની માતા) ત્યાં આવી પહોંચે છે. શ્રીપાળને જોઈ તેના હૈયામાં ભાવની ભરતી ઉભરાય છે. ત્યાં એ જ વખતે મયણાની માતા રૂપસુંદરી પોતાના પતિ પ્રજાપાળના દુર્વર્તનથી કંટાળી પોતાના ભાઈને ત્યાં જવા નીકળી છે, તે આવી પહોંચે છે. તે આ ટોળામાં મયણાને શ્રીપાળ સાથે ઊભેલી જોઈને ક્રોધે ભરાય છે : “મારી દીકરીએ મારું કુળ લજવ્યું. એક ભવમાં બે ભવ કર્યા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org