________________
[૫૨]
તરંગવતી
યમુના નદીના કાંઠે કૌશામ્બી નગરી. ઉદયન રાજા પ્રજાભિમુખ વહીવટથી રાજ્ય કરે. આ રાજ્યમાં કોઈ ચોરી ન કરે; કોઈને દંડ ન દેવાય. રાજાના બળ અને વ્યવસ્થા ઉપર લોકોને શ્રદ્ધા. વાસવદત્તા એમની પટરાણી. ગામના નગરશેઠ પ્રિય ઋષભદેવ, બુદ્ધિમાન અને જિનધર્મમાં શ્રદ્ધાવાન, એમને આઠ પુત્રો. પછી, યમુનાદેવીની ઉપાસનાથી એક દીકરી જન્મી. નામ પાડ્યું એનું તરંગવતી.
દીકરી માબાપની લાડલી. દાસદાસીઓ એના લાલનપાલન માટે ખડે પગે ઊભા રહે. પિતાજી બહારથી આવે અને પહેલાં પૂછે, ‘તરંગવતી ક્યાં?” તરંગવતીને જોયા વિના ચેન ન પડે. પ્રખર અર્થશાસ્ત્રી અને ધનકુબેર નગરશ્રેષ્ઠીને કોઈ ઘ૨માં જુએ તો આશ્ચર્ય જ પામે; ઘરમાં પિતાજીનો ઘોડો કરે, ‘ચલ ઘોડા ચલ' એમ બોલતી જાણે ચાબુક ન મારતી હોય એવી એમની સાથે ૨મત રમે તરંગવતી!
વખત જતાં એને ભણવા મૂકી લેખન, નૃત્ય, વીણાવાદન, ગીત અને ધર્માચરણ ધીરે ધીરે શીખતી ગઈ, પિતાજી ભણવામાં કોઈ વાતે કચાશ ન રહે તેવો પ્રયત્ન કરતા રહેતા.
પણ તરંગવતીને વધુ રસ પડ્યો જૈનધર્મનાં સારભૂત તત્ત્વો શીખવામાં. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત વગેરે થકી તે જિનધર્મને ગહરાઈથી સમજવા માંડી ને પુણ્ય પામતી ગઈ.
સમયના વહેણ સાથે યુવાની આવી ગઈ. તેને લજ્જાનો અનુભવ થવા માંડ્યો. આથી આનંદ અને આશ્ચર્ય થવા લાગ્યાં. અઢળક રૂપ તો જન્મથી મળ્યું હતું અને આવી ઊભી જુવાની, કોઈ છોગાળો યુવાન તેને તાકી તાકી જુએ છે તે યોગ્ય ન લાગતું હોવા છતાં મનથી તેને તે ગમે છે. ગોખલામાં ગટરગૂ કરતાં નર-માદા પારેવડાંની ગોષ્ઠિ જોવાની મજા આવવા લાગી. બધી આવી આવી વાતો અને મનમાં ઊઠતા તરંગો કોને કહે? વાત કરવાનું એક ઠેકાણું હતું, તેની પ્રિય સખી સારસિકા, પેટછૂટી વાતો તેની સાથે થતી. તરંગવતીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org