________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૮
નિર્જનતાનો લાભ લઈ, પંથક નામના નાગરિકની બુઢી માતાની હત્યા કરી, તેણીનો કાષ્ટ ભારો લઈને આવી રહ્યો છે. આ મુજબ કહેતો હતો તેટલામાં જ અંગર્ષિ લાકડાનો ભારો લઈને આવી પહોંચ્યો. તેને જોતાં જ ગુરુનો ક્રોધ ભડકી ઊઠ્યો અને કહ્યું, “પાપી! અહીંથી નીકળી જા, મારી નજર ન પડે ત્યાં ચાલી જા તું પાપી છો.” આવાં કઠોર વચનો કહી તેને પોતાના આશ્રમમાંથી કાઢી મૂક્યો. પણ તે સૌમ્ય સ્વભાવનો હોવાથી ગુરુ ઉપર દ્વેષ કર્યા વગર, નગરની બહાર જઈ એક વૃક્ષની છાયામાં બેસી વિચારવા લાગ્યો. “ખરેખર! ચંદ્રમંડળમાંથી અંગારાની વૃષ્ટિની જેમ જ આ ન બની શકે - તેવું અસંભવિત થયું? કેમ કે આજે પ્રિયવાદીજનોના મુગટરત્ન જેવા મારા ગુરુએ સળગતા અગ્નિ જેવી વાણી કહી તેથી જરૂર, અજાણતાં કે જાણતાં મારાથી કોઈ મોટો અપરાધ થઈ ગયો હશે” આવો વિચાર કરી મનમાં પોતાની આલોચના કરવા લાગ્યો. ખૂબ મનોમંથન કરવા છતાંય, પોતાની કોઈ પણ ભૂલ જ્યારે જણાઈ નહિ ત્યારે તે મનમાં કહેવા લાગ્યો, “ગુરુજનને ઉગ કરનાર અને અન્ય એવા મને ધિક્કાર છે. જે સર્વે પ્રાણીઓમાં પ્રીતિ ઉત્પન્ન કરે છે તેને ધન્ય છે” ઇત્યાદિક વિશુદ્ધ અને અતિશુદ્ધ અધ્યવસાયના હેતુની ભાવના ભાવતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી પૂર્વભવના અભ્યાસે ઉચ્ચ ભાવનાને ભાવતા તે મહાત્મા અંગષિ ક્રમશઃ કેવળજ્ઞાનની લક્ષ્મી પામ્યા. તે સમયે તેના પ્રભાવથી આનંદિત થયેલા સમીપના દેવોએ તેનો મોટો મહિમા કર્યો અને ઉચ્ચ સ્વરે આખી નગરીમાં ઉદ્ઘોષણા કરી કે : “મહા-ઋષિ અગર્ષિ ઉપર અભ્યાખ્યાન (ખોટું આળ) રૂદ્રને આપ્યું છે. તે લોકો! મહાપાપી રૂદ્રકે પોતે જ પંથકની માતાને મારી નાખી છે અને ખોટો આરોપ અંગર્ષિ ઉપર ઓઢાડ્યો છે. માટે તે પાપી સાથે બોલવું, ચાલવું, કે સામે જોવું યોગ્ય નથી” આવી ઉદ્દઘોષણા સાંભળી, પશ્ચાત્તાપના અગ્નિથી બળતાં ઉપાધ્યાયે નગરના લોકો સાથે જ્યાં ઋષિ અંગર્ષિ હતા ત્યાં જઈ તેમને ખમાવ્યા. ક્ષમા માગી. તેમની પાસેથી ધર્મ સાંભળી પ્રતિબોધ પામ્યા. રૂદ્રક પણ લોકોનો નિંદાપાત્ર થયો.
આ રીતે સૌમ્ય પ્રકૃતિવાળા પ્રાણી પ્રાયે કરીને પોતાના અને પરના ઉપકારને માટે થાય છે. અર્થાત્ ઋષિ અંગાર્ષિની જેમ તે ધર્મનો અધિકારી બને છે.
૧. આત્માના ભાવની તરતમતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org