Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/004519/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ ભગવાનન ઋષભદેવ - જયભિખ્ખુ 7209 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ ભગવાન Bષભદેવ, જયભિખ્ખ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૦૭ Page #3 -------------------------------------------------------------------------- ________________ Jaybhikhkhu Janmashatabdi Granthavali Bhagwan Rushabhdev by Jaybhikhkhu Published by Shri Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380007 © સર્વ હક્ક લેખકના ISBN : 978-81-89160-72-2 તૃતીય આવૃત્તિ : જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ ઓગસ્ટ, ૨૦૦૮ • પૃ. ૧૮ + ૩૧૦ કિંમત : રૂ. ૧૯૦ પ્રકાશક - - - કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ આ મુખ્ય વિજેતા ગૂર્જર એજન્સીઝ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ રતનપોળ નાકા સામે, પ૧/ર, રમેશપાર્ક સોસાયટી ગાંધી માર્ગ, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૧ અમદાવાદ-૩૮૦૦૧૩ ફોન : ૨૨૧૪ ૯૬૬૦ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ આવરણચિત્ર : રજની વ્યાસ મુદ્રક : ક્રિષ્ના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ આફતોની આંધી વચ્ચે આપબળે ઝઝૂમીને ટોરન્ટ કંપનીના સ્થાપક અને હૂંફાળું હૃદય ધરાવતા, ઉદારદિલ સ્નેહીજન અને અનેક સામાજિક અને આરોગ્યલક્ષી સેવાકાર્યો કરનારા દીર્ઘદ્રષ્ટા ઉદ્યોગપતિ શ્રી યુ. એન. મહેતા તથા કન્યાકેળવણી, લોકકલ્યાણ અને અનેકવિધ સંસ્થાઓનાં પ્રેરક ને માર્ગદર્શક એવાં શ્રીમતી શારદાબહેન યુ. મહેતાને સાદર Page #5 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ નવલકથા ૧. વિક્રમાદિત્ય હેમુ ૨. ભાગ્યનિર્માણ ૩. દિલ્હીશ્વર ૪. કામવિજેતા પ. પ્રેમભક્ત કવિ જયદેવ ૬. ભગવાન ઋષભદેવ ૭. ચક્વર્તી ભરતદેવ ૮. ભરત-બાહુબલી નવલિકાસંગ્રહ ૧. ફૂલની ખુશબો ૨. ફૂલ નવરંગ ૩. વીર ધર્મની વાત ભાગ - ૧ ૪. વીર ધર્મની વાતો ભાગ - ૨ ૫. માદરે વતન ચરિત્ર ૧. ભગવાન મહાવીર ૨. જયસિંહ સિદ્ધરાજ ૩. મહામંત્રી ઉદયન ૪. મંત્રીશ્વર વિમલ કિશોર સાહિત્ય ૧. હિંમતે મર્દા ૨. યજ્ઞ અને ઇંધણ ૩. માઈનો લાલ ૪. જયભિખ્ખ વાર્તાસૌરભ બાળકિશોર સાહિત્ય ૧. બાર હાથનું ચીભડું ૨. તેર હાથનું બી ૩. પ્રાણી મારો પરમ મિત્ર-૧-૨ ૪. નીતિકથાઓ – ૧-૨ બાળસાહિત્ય ૧. દીવા શ્રેણી (પ પુસ્તિકાનો સેટ) ૨. ફૂલપરી શ્રેણી (૫ પુસ્તિકનો સેટ) જૈન બાળગ્રંથાવલિ ૧. જૈન બાળગ્રંથાવલિ ભાગ - ૧ (૧૦ પુસ્તિકાનો સેટ) ૨. જૈન બાળગ્રંથાવલિ ભાગ - ૨ (૧૦ પુસ્તિકાનો સેટ) Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ઝિંદાદિલીને જીવન માણનાર અને માનવતાનો મધુર સંદેશ આપતું સાહિત્ય સર્જનાર શ્રી જયભિખ્ખના જન્મશતાબ્દી વર્ષે “શ્રી જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ'ના ઉપક્રમે આ ગ્રંથ પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. શ્રી જયભિખ્ખએ સમગ્ર જીવન કલમના ખોળે વ્યતીત કર્યું હતું. માનવમૂલ્યો, રાષ્ટ્રપ્રેમ, નારી સન્માન અને સર્વધર્મસમભાવની ભાવના ધરાવતી ૨૯૭ જેટલી નાની-મોટી કૃતિઓની એમણે રચના કરી હતી અને ગુજરાતની જનતાના હૃદયમાં સ્નેહ અને આદરભર્યું સ્થાન મેળવ્યું હતું. એમના જીવનકાળમાં મુંબઈ અને કોલકાતા જેવાં શહેરોમાં એમની પુષ્ટિપૂર્તિ નિમિત્તે સન્માનના કાર્યક્રમો યોજાયા હતા. એ પછી એમના મિત્રોએ એમને સારી એવી રકમની થેલી અર્પણ કરવાનો વિચાર કર્યો, પરંતુ પૈતૃક સંપત્તિનો અસ્વીકાર કરનાર જયભિખુ સમાજની સંપત્તિનો સ્વીકાર કરે ખરા ? એમણે સન્માન સ્વીકાર્યું પણ એકઠી થયેલી રકમની થેલીનો અસ્વીકાર કર્યો. આયોજકોને એ રકમ સવિનય પરત કરી. આથી સહુ મિત્રોએ મળીને પ્રજાને જ્ઞાન સાથે સાહિત્ય દ્વારા માનવતાનો સંદેશ મળે તે હેતુને લક્ષમાં રાખીને “શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટની સ્થાપના કરી. આમ એમના સમયમાં સ્થપાયેલ જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ સતત સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા સમાજમાં માનવતાના ઉચ્ચ સંસ્કાર પ્રેરે તેવાં એકસો જેટલાં પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જયભિખ્ખના અવસાનની પ્રથમ પુણ્યતિથિએ પ્રારંભાયેલી જયભિખુ સ્મૃતિ વ્યાખ્યાનની પરંપરા અમદાવાદ ઉપરાંત મુંબઈ અને ભાવનગરમાં ચાલી રહી છે. આ શહેરોમાં સાહિત્યકારો અને ચિંતકોએ જયભિખ્ખના સર્જનનું સ્મરણ કરવાની સાથોસાથ કોઈ સાહિત્યિક વિષય પર વક્તવ્યો આપ્યાં છે. માનવતાનાં મૂલ્યોને જગાડતી સાહિત્યિક કૃતિને કે માનવકલ્યાણની પ્રવૃત્તિ કરનારને જયભિખ્ખું એવૉર્ડ એનાયત કરવામાં આવે છે. ચંદ્રવદન મહેતા જેવા સાહિત્યકાર કે શ્રી અરવિંદ મફતલાલ જેવા સેવાપરાયણ વ્યક્તિને આ એવૉર્ડ અર્પણ કરવામાં આવ્યા છે. પૂર્વસ્નાતક કક્ષા, અનુસ્નાતક કક્ષા અને સાહિત્યરસિકો માટે પ્રતિવર્ષ યોજાતી નિબંધસ્પર્ધામાં સરેરાશ ત્રણેક હજાર નિબંધો આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને જયભિખ્ખ મૃતિ ચંદ્રક આપવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં અને ભાવનગર યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ ગુજરાતી વિષયમાં પ્રથમ સ્થાન મેળવનાર તથા ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ “ભારતીય સાહિત્ય' વિષયમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને જયભિખ્ખ ચંદ્રક એનાયત કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા Page #7 -------------------------------------------------------------------------- ________________ આબાલવૃદ્ધ હોંશે હોંશે વાંચે એવી સંસ્કારપ્રેરક અનુપમ ગ્રંથાવલિ, વિમલ ગ્રંથાવલિ, વિદ્યાદીપ ગ્રંથાવલિ અને કમલ ગ્રંથાવલિનું પ્રકાશન કરવામાં આવ્યું છે. વૃદ્ધ, અપંગ અને અશક્ત લેખકને એમનું સ્વમાન અને ગૌરવ જાળવીને આર્થિક સહયોગ આપવામાં આવે છે. આવી રીતે શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે. ૧૯૯૧માં આ ટ્રસ્ટના રજતજયંતિ વર્ષની પણ મોટે પાયે ઉજવણી કરવામાં આવી હતી અને અત્યારે જયભિખુ જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદ શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયલામાં યોજેલા સાહિત્ય-સત્ર સમયે એ સ્થળને જયભિખ્ખું નગર' નામ આપવામાં આવ્યું તેમજ જયભિખ્ખના જીવન અને કવનને અનુલક્ષીને એક બેઠકમાં જુદા જુદા વિદ્વાનોએ વક્તવ્યો આપ્યાં હતાં. અમદાવાદના ટાગોર થિયેટરમાં, ભાવનગરના શ્રી યશવંતરાય નાટ્યગૃહમાં તથા મુંબઈના શ્રી બિરલા માતુશ્રી સભાગૃહમાં જયભિખ્ખું જન્મશતાબ્દી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જયભિખ્ખના ગ્રંથોનું પ્રકાશન, જયભિખ્ખના સર્જન વિશે વિદ્વાનોનાં વક્તવ્યો તેમજ જયભિખ્ખું લિખિત બંધન અને મુક્તિ' નાટક પ્રસ્તુત કરવાનું આયોજન કરવામાં આવ્યું. જયભિખ્ખની જન્મશતાબ્દી નિમિત્તે “જયભિખ્ખ : વ્યક્તિત્વ અને વાડ્મય' અંગેનો પ્રિ. નટુભાઈ ઠક્કરે લખેલો ગ્રંથ ઉપરાંત જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખ એ વિશે શ્રી પ્રફુલ્લ રાવલ લિખિત પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી. જયભિખ્ખના વિપુલ સાહિત્યસર્જનમાંથી એમની મહત્ત્વની નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, ચરિત્રો, ધર્મકથાઓ અને બાળસાહિત્ય પ્રકાશિત કરી રહ્યા છીએ, જેથી જયભિખ્ખનું ઉત્કૃષ્ટ સાહિત્ય ગુજરાતના સાહિત્યરસિકોને ઉપલબ્ધ થશે. જયભિખુ શતાબ્દી ગ્રંથાવલિ દ્વારા જયભિખ્ખની મૌલિક સાહિત્યસૃષ્ટિ અને તેજસ્વી કલમનો આસ્વાદ ભાવકોને માણવા મળશે. ૨૦૦૮ ટ્રસ્ટી મંડળ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન આ ગ્રંથના લેખક ભાઈશ્રી “જયભિખ્ખએ એ જ પ્રચલિત અને પરિચિત જીવનની કથા આ ગ્રંથમાં કહી છે. એમની શૈલી એટલી રસભરી અને વેગીરી છે કે જાણે પરિચિત છતાં તદ્દન નવી કથા વાંચતા હોઈએ એમ લાગે છે. એટલું જ નહિ, પણ જાણે કે તૂટક વાતના અંકોડા આપોઆપ મળી જતા હોય અને કથાનો દોર નવા નવા રંગ ધરતો થકો ગૂંથાતો જતો હોય એમ લાગે છે. જે વાત આપણે પહેલાં અનેક વાર સાંભળી હતી તે જયભિખ્ખના શબ્દોમાં નવાં જ રૂપરંગ ધરી ખીલી નીકળે છે. એ વખતે લેખકને એમ કહેવાનું મન થઈ આવે છે : ભાઈ, અમારી જૂની વાત ફરી કહેતાં મૂંઝાશો મા, એની એ જ વાત ફરી ફરીને કહેશો તોપણ અમને મુદ્દલ કંટાળો નહિ આવે. તમારા કથનની શૈલી જ એટલી રંગભરી છે કે અમારી એકની એક વાત પણ જ્યારે તમે બીજી વાર કહો છો ત્યારે જાણે કે એનાં રૂપરંગ છેક પલટાઈ જાય છે. કાલિદાસ, ભવભૂતિ ને બાણના જમાનામાં જેમ રાજસભામાં કોઈ પુરાણકથાનું પારાયણ ચાલતું અને છતાં શ્રોતાઓનો રસ બરાબર જળવાઈ રહેતો, તેમ તમારી કલમમાંથી નિર્ઝરતી કથા અમને ફરી ફરીને સાંભળવાનું મન થાય છે.” ભાઈ જયભિખ્ખું એક એક પ્રસંગ વર્ણવે છે, એમાંથી એક એક સુરેખ ચિત્ર ખડું થાય છે. માનવીના આદિ યુગનું સંવેદન, ગદ્યને પણ પદ્યની કોટીમાં લઈ જાય છે. તો યુગલિક જીવનની આ એક રોમાંચક કથા, પણ કથનની અકૃત્રિમ છટા એને કાવ્ય બનાવી દે છે. જૈન કથાનાં પાત્રો તેમજ પ્રસંગો જ્યારે આવાં સજીવ, પ્રાણવાન અને વિવિધરંગી બનશે ત્યારે પ્રાચીન જૈન સાહિત્યનો પુનરુદ્ધાર થશે – ત્યારે જ એ સાહિત્ય પોતાનો સંદેશ ઘેર ઘેર પહોંચાડવા શક્તિમાન થશે. – શ્રી સુશીલ Page #9 -------------------------------------------------------------------------- ________________ એ વિશ્વતોમુખ વિભૂતિ (બીજી આવૃત્તિ પ્રસંગે માનવતાના મૂળ ધર્મોને સ્વીકારનાર સહુ કોઈની પૂજનીય પ્રતિભા ભગવાન ઋષભદેવનું ચરિત્ર આલેખતી આ એક સ્વતંત્ર નવલકથા છે. સમગ્ર આયે દેશવાસીઓ – પછી તે પ્રવૃત્તિ ધર્મના પાળનાર હોય કે નિવૃત્તિ ધર્મમાં માનનાર હોય, ઇહલોકિક ઉત્થાનમાં શ્રદ્ધા ધરાવનાર હોય કે પારલૌકિક વિજયોમાં માનનાર હોય, ભગવાન ઋષભદેવ સહુ કોઈની વંદનીય વિભૂતિ છે. દેશકાલની સીમાઓ, ધર્મ-સંપ્રદાયના વાડાઓ એને કદી છળ્યા નથી. જોવા જઈએ તો બ્રાહ્મણ શાસ્ત્રો એમનાં ગુણગાનથી છલકાતાં પડ્યાં છે. જૈનશાસ્ત્રો કદી એમના ચરિત્રવર્ણનથી થાક્યાં નથી; બીજા પણ અનેક ધર્મો એક યા બીજે રૂપે એ વિશ્વતોમુખ વિભૂતિને ઉપાસે છે, સ્તવે છે, પૂજે છે. એક આશ્ચર્યકારક નોંધપાત્ર બીના તો એ છે કે ભગવાન ઋષભદેવની અયોધ્યાને મુસલમાન શાસ્ત્રો પણ સૃષ્ટિના આરંભની બાબા આદમના જમાનાની નગરી બતાવે છે, ને પૃથ્વીના પહેલા પુરુષ બાબા આદમના બે પુત્રો “અયૂબ” ને “શીસની કબરો પણ અત્યારે ત્યાં દર્શાવવામાં આવે છે. જે હો તે હો – પુરાણકાળના ઇતિહાસનો ઘોર અંધકાર આપણને ઘેરીને ઊભો છે, પ્રામાણ્ય-અપ્રામાણ્યની વિકટ કેડીઓ સાચો માર્ગ સૂઝવા દે તેમ નથી, છતાં એટલું નક્કી છે, કે ભગવાન ઋષભદેવ એક વિશ્વતોમુખી પ્રતિભા હતા, ને એ જ કારણે પ્રાચીન કાળથી આજ સુધી કોઈ ને કોઈ રૂપે એમની પૂજા, ઉપાસના કે સેવા ચાલતી આવી છે. અલબત્ત, એક વાત દીવા જેવી સ્પષ્ટ છે, કે જેના હાથમાં વ્યક્તિ આવી એણે પોતાના મતસંપ્રદાયને યોગ્ય એના ચરિત્રને ઘડવા યત્ન કર્યો છે. જેને હાથ આ જીવન-સુવર્ણ આવ્યું, એણે મનગમતા ઘાટ ઘડવા યત્ન કર્યો છે : જેનોએ એમને અસિ, મસિ ને કૃષિના પ્રવર્તક કહી આદિ પૃથ્વીનાથને પ્રથમ ધર્મપ્રવર્તક (તીર્થનાથ) તરીકે સ્થાપ્યા, ત્યારે ભાગવતકારોએ એ એકડાની આગળ બીજો એકડો મૂકી – અગિયારમા અવતાર કલ્પી – “શતયજ્ઞકર્તા' બિરુદથી નવાજ્યા. નાના-મોટા પંથોએ પણ પોતાના આદ્ય પુરુષ તરીકે એમને સ્વીકાર્યા. ધર્મ અને સંપ્રદાયનો ગજગ્રાહ આજનો નથી; પુરાણ કાળથી એ ચાલ્યા કરે છે અને કદાચ ભિન્નરુચિ આ વિશ્વ-લોકમાં નાના-મોટા અંશે, એક-બીજારૂપે એ ચાલ્યા પણ કરશે. પણ એથી ડરવાની જરૂર નથી. સરિતા અને સરોવર જેમ બંનેના Page #10 -------------------------------------------------------------------------- ________________ લાભાલાભ પણ જાણીતા છે. સરિતા જ ઉપયોગી છે ને સરોવર નિરુપયોગી છે, એમ પણ કહી શકાય તેમ નથી. સરિતાનાં નીર જ્યારે આછાં ને દુર્લભ થાય, ત્યારે સરોવર પોતાના સંચયથી તૃષાતુરની તૃષાને તૃપ્ત કરે છે. પણ એટલું ન ભૂલવું જોઈએ કે, એ સરોવ૨નાં મહાજળની શુદ્ધિ સરિતાનાં જળથી છે, ને સરોવ૨ ગમે તેટલું મોટું ને વિશાળ હોય, પણ સરિતાની વ્યાપકતાને અને શુચિતાને એ પહોંચી શકે તેમ નથી. અનેક સંપ્રદાયો ભલે હોય, પણ એ એક મહાન, વિશ્વતોમુખ, વિશ્વવત્સલ ધર્મના અનેકવિધ અંગરૂપ જ છે. 1 સંપ્રદાયને પોતાની મર્યાદા હોય છે, એને દરેક વ્યક્તિને પોતાનાં નિયત નંબરનાં ચશ્માંથી જ નિહાળવાની હોય છે, એને માપવા માટે એને પોતાનો જ નિશ્ચિત ગજ વા૫૨વાનો હોય છે, ને પોતાના ક્ષેત્રને યોગ્ય જ એનો વિસ્તાર સાધવાનો હોય છે; જ્યારે ધર્મમુક્ત પંખીની જેમ સ્વતંત્ર, નભોમંડળની જેમ વિશાળ ને ગંગા-જમનાનાં જળની જેમ સમન્વયકારી છે. ધર્મ અને સંપ્રદાય વિશે આટલી મનમાં ચોખવટ કરી લેનાર, સંપ્રદાયમાં સદા જીવવા છતાં સાચા ધર્મથી કદી વિમુખ થતો નથી, વિશ્વની કોઈ વિભૂતિના મૂલ્યાંકનમાં કદી પાછો પડતો નથી, ઝેર-વેરની દુનિયામાં એ સદા સત્યશોધક ને શાન્તચિત્ત રહે છે. એના દીપનાં અજવાળાં કોઈ અન્ય દીપનાં પ્રકાશ સાથે પ્રતિરોધ કરતાં નથી, સાંપ્રદાયિક દૃષ્ટિને અનુલક્ષીને લખાયેલાં, ભગવાન ઋષભદેવનાં શ્વેતાંબરી, દિગંબરી, વેદિક અને અબધૂતપંથી અનેક જીવનચરિત્રો મારા વાંચવામાં ને સાંભળવામાં આવ્યાં. કેટલાંક તો અનેક ઠઠેરા, અનેક ચમત્કારો, અનેક સાંપ્રદાયિક મોટાઈનાં વર્ણનોથી ભરચક્ક હતાં. દેવની પ્રતિમાને ફૂલશણગાર ને હીરામોતીથી છાવરી દેનાર ઘેલા પૂજારીની જેમ ત્યાં શણગાર જ માત્ર દેખાતા હતા ને પ્રતિમાનાં દર્શન આછાં થયાં હતાં. મેં એ ફૂલશણગાર, હીરામોતી દૂર હઠાવી પ્રતિમાનાં દર્શન કરવા યત્ન કર્યો ને દૃષ્ટિને જે લાધ્યું, તેથી તો ક્ષણવા૨માં મનને અજબ આકર્ષણ થઈ ગયું. અરે ! આવી છે આ વિશ્વતોમુખ વિભૂતિ ! એ દર્શન અદ્ભુત હતું. એમાં ૨જૂ થયેલો જિજીવિષુ જીવનનો ભવ્ય ચિતાર, માનવ અને માનવતાના વિકાસનું ભગીરથ ચિત્ર, જીવનની દરેક કળા ને દરેક દશાનો ઉત્થાનગામી ઉપયોગ, લૌકિક જીવનનો ઉદાત્ત આદર્શ રચવાની સાથે, પારલૌકિક કે જેમાં પારમાર્થિક જીવનની ઇતિશ્રી બતાવે તેવા જીવનનું હૃદયંગમ દર્શન. જીવનોત્થાનના મહામાર્ગો, જીવનવિકાસનાં અનોખાં દૃષ્ટિબિંદુઓ, જૈન બાળકને ગળથૂથીમાં અપાતા ‘નમો અરિહંતાણં’ મંત્રનો ૨જૂ થયેલો અનોખો મર્મ - આ બધાંએ ચિત્તને મુગ્ધ કરી દીધું, મનને અનેકવિધ કલ્પનાઓથી સભર કરી દીધું. Page #11 -------------------------------------------------------------------------- ________________ પંચું તપ તે રિમ' જેવો ઘાટ થયો. ભગવાન ઋષભદેવનાં જીવનના મર્મને પકડવા જેમ જેમ ઊંડો ઊતરતો ગયો, તેમ તેમ એમાંથી જાણે યુગસંદેશ સુણાવતી હાકલો સંભળાવા લાગી. “જિજીવિષ બનો, જુદ્ધે ચડો, જય મેળવો. અરિના હંતાને -- વેરીના હણનારને વંદો ! (અત્રે યાદ રાખવા જેવું છે, કે એ મંત્રમાં અજાતશત્રુને વંદો એમ નથી : પણ શત્રુના હંતાને વંદો એમ છે.” શત્રુ વિનાનો કોઈ શરીરી હોઈ ન શકે, ને યુદ્ધ વિનાનું જીવન કલ્પી ન શકાય, એ એનો ભાવાર્થ છે.) એ શત્રુ એટલે – પ્રાથમિક અવસ્થામાં નજરે પડતાં માનવજીવનની ઘોર ખોદનાર વનજંગલોમાં જીવતા પ્રતિસ્પર્ધીઓ, માનવવંશને ભરખવા સદા તલસી રહેલા સ્થળ-જળના હિંસક શત્રુઓ, માનવતાને પાંગરતી કચડી નાખનાર પડોશમાં, પડખામાં કે ગ્રામ-નગર-પુરમાં વસતા વેરીઓ ! એની સામે જુદ્ધે ચઢો, જીત મેળવો, જય મેળવો !" જાણે કોઈ કવિ કહેતો – “ધરા પર મારે કોઈ શત્રુ નથી, કાયરો એ અહંકાર ધરતા, મર્દ કર્તવ્ય-સંગ્રામના જંગમાં, લાખ શત્રુને રક્ત નીતરતા.” અને ભયંકર શત્રુતાના એ મેદાનમાંથી આ રીતે માનવ-જીવનના જંગલી રોપને એ પ્રફુલ્લાવે છે, એને નિર્ભય કરે છે; એના પર જોતજોતામાં નવનવાં ફૂલ નવનવી સુગંધે મહેકી ઊઠે છે. અને વળી “નમો અરિહંતાણં'ની નવી હાક નવે સ્વરૂપે સંભળાય છે. ગંભીર એનો રવ છે, ઊંડો એનો અવાજ છે. જગત એકના એક આદેશને વળી નવા રૂપમાં નિહાળે છે. જગતના જહાજને જુદ્ધ ચઢાવનાર માલમી જાણે પાછા સઢ સંકેલતો દેખાય છે. સુકાન નવી દિશા તરફ ઘુમાવે છે, ને વળી નમો અરિહંતાણંનો રણનાદ ગજાવે “જુદ્ધ ચઢ; પણ કોની સાથે ? ન દેખાતા દુશ્મનોની સામે. અંતરંગના અરિઓ સામે !” પ્રત્યક્ષ શત્રુઓથી મુક્ત થયેલી માનવતાને એ હૃદયસ્થ રિપુઓ સાથે જંગ ખેલવા આવાહન કરે છે. અરે, આ તો તમારો જે જંગ ખેલાયો, એ સામાન્ય હતો; ખરો જંગ તો હવે Page #12 -------------------------------------------------------------------------- ________________ શરૂ થાય છે. એ અંતરની આડમાં મોરચા બાંધીને બેઠેલા કામ, ક્રોધ, મોહ, લોભરૂપી હૃદયસ્થ કષાયરિપુઓ સામે લડો, એને જીતો ને જય મેળવો. જગતને જીતી આવનારો જો જાતને જીતી ન શક્યો, પૃથ્વીનો વિજેતા જો પોતાનો વિજેતા ન બન્યો. તો એનો જય કમળના પત્ર પર રહેલા જળબિંદુ જેવો વિનશ્વર છે. આમ પૃથ્વીના વિશાળ પટ પરથી જંગાલિયત, કંગાલિયત ને કરુણાભરી આજ્ઞાનાવસ્થા ફેડવા “નમો અરિહંતાણં'નો રણનાદ ગાજે છે. આ રણનાદ જેટલો વ્યાપક રૂપમાં – અણિશુદ્ધ ને વિશુદ્ધ સ્વરૂપમાં – ભગવાન ઋષભદેવમાં જોવાય છે તેટલો અન્ય ચરિત્રોમાં નથી દેખાતો. લૌકિક જીવનના વિજયોની વિચારસરણી અને અલૌકિક જીવનના વિજયોની મૂળ ચાવી અહીં જેવી જોવા મળે છે તેવી બીજે જોવા મળતી નથી. આજના કાળે આવાં ચરિત્રોની ખાસ જરૂર છે. ભૌતિક જીવનની ઉન્નતિમાંથી આપણે ઘણા કાળથી રસ છાંડી દીધો છે. આધ્યાત્મિક ઉન્નતિનું સંસ્કારગ્રાહી, શુદ્ધ જીવન અનેક પ્રકારની રાજકીય ઊથલપાથલો ને પરદેશી સત્તાઓ સાથેના સંઘર્ષમાં રાજકીય પતન ને તે દ્વારા થયેલા સાંસ્કારિક પતનમાં આપણે ખોઈ બેઠા છીએ. આપણું હૃદય પુરાણું રહ્યું છે, આપણી બુદ્ધિ નવીન તરફ લાલચુ બની છે. હૃદય ને બુદ્ધિના આ અસમંજસ્યમાં બોબડી બે ખૂએ એમ આપણે બંને ખોઈ ચૂક્યા છીએ. અશ્રદ્ધા કે અંધશ્રદ્ધા, બે અન્તિમો તરફ આપણી સદા ગતિ રહી છે. એવી કપરી વેળાએ આ જીવનચરિત્ર ઘણું ઘણું કહે છે. શું કહે છે, એ શોધી લેવાનું કામ સહૃદય વાચકનું છે. એક વાત અત્રે સ્પષ્ટ કરી લેવાની જરૂર છે. આ ચરિત્ર લખતી વખતે મેં શ્વેતાંબરી, દિગંબરી ને વૈદિક અનેક કૃતિઓનો આશરો લીધો છે, છતાં હાર બનાવનાર માળા જેમ એક અખંડ હીરદોર પર ભાતભાતનાં ફૂલોની ગૂંથણી કરી હારનું નિર્માણ કરે, તેમ મેં કર્યું છે. મારા મનપ્રદેશમાં વર્ષોથી આસન જમાવી બેઠેલા દેવતાને, કાગળ ને શાહી જેવાં જડ સાધનોથી જન્મ આપતાં મારા ઉપર પણ ઘણું ઘણું વીત્યું છે : ને ન જાણે મારા હાથે એ મહાન દેવતાના ચરિત્ર પર શું શું નહીં વીત્યું હોય ! પણ આ વાતનો નિર્ણય તો કોઈ વિબુધ જન પર રાખવો ઉચિત છે. મને તો આમાંથી નીચેનાં સત્યો સાંપડ્યાં છે. “માનવ દેવથી મોટો ! દેવ એની પૂજા કરે.” Page #13 -------------------------------------------------------------------------- ________________ “જીવનમાં જય તરફ શ્રદ્ધા રાખો ને યત્ન કરો.” “માનવમાત્ર તરફ બંધુત્વ ને સહૃદયતા ધરાવો.” “સા નિખાલસ જીવન જીવવાની કળા શીખો.” (સત્ય ને અહિંસા) “ભયથી નહિ – પ્રેમથી નીતિ–શીલ જાળવો." વેજ્ઞાનિકો માટે પણ આ જીવન અભ્યાસને યોગ્ય છે. નૃવંશશાસ્ત્ર પ્રાણવિદ્યા ને વિકાસવર્ધનની સુંદર કથાઓ દસ્તાવેજી રૂપમાં અહીં પડેલી છે, પણ એને શોધવા માટે સહૃદયતા જોઈએ. એક તરફ પલ્યોપમ ને સાગરોપમ પર અશ્રદ્ધા ધરાવનાર ને બીજી તરફ પૂરી શ્રદ્ધાથી પૃથ્વીનું આવરદા પચાસ કરોડ જેટલાં વર્ષનું સ્વીકારનાર, માનવઉત્પત્તિની ૧ કરોડ ૨૦ લાખ વર્ષની સમય-કલ્પનાને સ્વીકારનાર, આજના જીવનવિકાસની અવધિ દસ લાખ વર્ષની આંકનારે એટલું સ્વીકારવું જ પડશે કે કોઈક મહાકલ્પના ને મહાગણિત પર જ આ બધું નિર્ભર છે; આપણને પ્રત્યક્ષ તો કંઈ નથી જ એટલે નવું કે જૂનું બધું વિવેકની દૃષ્ટિથી નિહાળવાની જરૂર છે. વળી એટલું યાદ રાખવું જોઈએ કે ધર્મ એ ધર્મ છે. કેટલાક દીવાનાઓ એમાંથી વિમાન, અણુબૉબ કે બીજી સિદ્ધિઓ શોધે છે. તેઓ ભૂલે છે, કે ધર્મ એ ભૂગોળ નથી, ખગોળ નથી, નથી ઇતિહાસ કે નથી જ્યોતિષ. ધર્મશાસ્ત્ર એ બધાંનો ઉપયોગ જરૂરી કર્યો છે, પણ પોતાની રીતે. ધર્મ એ ધર્મ હોય ને ભૂગોળ ન પણ હોય, તો તેમાં કશી હાનિ નથી. દર્શનનું મૂળ લક્ષ્ય વિશ્વનું ગુપ્ત રહસ્ય દર્શાવવાનું હોય છે. જ્યારે ધર્મનું લક્ષ્ય માનવી માટે સાચાં સુખ-શાંતિનો માર્ગ અને તે દ્વારા કલ્યાણ તરફ દોરી જવાનું હોય છે, ભગવાન ઋષભદેવનું ચરિત્ર ધર્મ અને દર્શનનાં તત્ત્વોને બરાબર ન્યાય આપે છે. આજે કે મવંતરી પહેલાંના કાળમાં માનવીને કેમ સુખી કરવો, એ જ એક પ્રશ્ન સહુથી વધુ મોટો ને ગંભીર રહ્યો છે. અને તેથી જ માટે સ્વીકારાયું છે, કે કોઈ પણ કળા જીવનના આનંદને અનુલક્ષીને હોવી જોઈએ ને કોઈ પણ આનંદ આત્મોકર્ષનો સાધક હોવો ઘટે. એ કલા ને આનંદનું અહીં દિગ્દર્શન છે. બાકી તો ભૂતકાળની ગમે તેવી મોટી વસ્તુ વર્તમાન કે ભાવિને ન ઘડતી હોય તો એની કશી કિંમત નથી; પછી એ દર્શન હોય, વિદ્યા હોય, શસ્ત્ર હોય કે શાસ્ત્ર હોય. આ કૃતિ આપણા વર્તમાન ને ભાવિ વિષે ઘણું માર્ગદર્શન આપે છે. સહૃદય વાચક જરૂર શોધી લે ! આ નવલ ઘટનાત્મક કરતાં વર્ણનાત્મક વિશેષ થઈ છે, એટલે ઘટનાપ્રિય વાચકની કદાચ કસોટી થશે : પણ ચરિત્રને ન્યાય આપવા માટે વર્ણન જરૂરી હોવાથી તેમ કરવું અનિવાર્ય હતું, તેની વાચક નોંધ લે. Page #14 -------------------------------------------------------------------------- ________________ આભારદર્શન પ્રસંગે સહુથી પ્રથમ અને સ્વનામધન્ય પંડિતવર્ય શ્રી સુખલાલજીનું નામ યાદ આવે છે. મારી રીતે લખેલાં પચીસ-પચાસ પાનાં મેં જ્યારે તેમની સમક્ષ વાંચી સંભળાવ્યાં ત્યારે ભારે હર્ષ સાથે ને દિશાદર્શક સૂચનો સાથે તેઓએ મારી ભાવનાસૃષ્ટિને સત્કારી, મને ઉત્તેજિત કર્યો. જો એ વિચક્ષણ જ્ઞાનવારિધિએ મને આટલો સત્કાર ન આપ્યો હોત તો આ પચાસ પાનાંઓમાંથી ૩૫૦ પાનાં જેટલી આ નવલકથા ન નીપજી હોત. આ ઉપરથી કોઈ એમ ન માને કે મારી આ સંપૂર્ણ કૃતિને તેઓએ સત્કારી છે. કારણ કે પચાસેક પાનાં લખાયાં પછી તેઓશ્રીને હું આગળનું લખાણ વંચાવી શક્યો નથી. અંતે મારી કલમનો ને મારા ભાગ્યનો પણ મારે આભાર માનવો રહ્યો કેચોવીશ તીર્થકરોમાંના મારા પ્રિય જે અઢી તીર્થકરો (ભગવાન ઋષભદેવ, ભગવાન મહાવીર ને કાંઈક ભગવાન નેમનાથી તેમાંથી એકના જીવનને રજૂ કરી શકું છું. જોકે આ નવલકથા ભગવાન ઋષભદેવના જ્ઞાનથી વળી થંભે છે; પણ ખરી રીતે નવલકથાની દૃષ્ટિએ વાર્તા ત્યાં પૂરી થાય છે. પછી મોક્ષપ્રાપ્તિ સુધી કંઈ ખાસ વિશિષ્ટ બનાવ નથી, છતાં જે કંઈ શેષ રહેશે તે આ નવલકથાના બીજા ભાગ તરીકે ‘ચક્રવર્તી ભરતદેવ’ અને ‘ભારત-બાહુબલી'માં આવી જાય છે. ગુરુપૂર્ણિમા, વિ. સં. ૨૦૦૩ – જયભિખ્ખ Page #15 -------------------------------------------------------------------------- ________________ સવાઈ સાહિત્યકાર જયભિખ્ખ કેટલાક લેખકો એવા હોય છે જેમનાં લખાણોમાંથી જીવનનાં મૂલ્યો આપોઆપ ઊપસી આવે છે. કેટલાક લેખકો એવા પણ હોય છે જે પોતાના વક્તવ્યમાંથી જીવનનાં મૂલ્યો ઉપસાવી આપે છે અને બીજા કેટલાક એવા પણ હોય છે જેમની કૃતિ પોતે જ મૂલ્યરૂપ હોય છે. “જયભિખ્ખું પ્રથમ પ્રકારના લેખક હતા. તે જીવનધર્મી સાહિત્યકાર હતા. તેઓ ગળથુથીમાં ધર્મ અને તેનાં મૂલ્યો લઈને આવ્યા હતા પણ તેમની ધર્મની વ્યાખ્યા વિશાળ હતી. જીવનને ટકાવી રાખનાર બળ તરીકે તેમણે ધર્મને જોયો હતો અને તેથી એમની વાર્તાઓ, નવલકથાઓ અને અન્ય સાહિત્યનો વિષય ધર્મ કે ધર્મકથા રહેલ છે. તાત્વિક રીતે જોઈએ તો કોઈ ધર્મ માનવતાથી વિમુખ હોતો નથી. માણસ તેનો ઉપયોગ કે અર્થઘટન પોતાની અનુકૂળતા મુજબ માનવઘાતક સિદ્ધાંત તરીકે કરીને ક્લેશ વહોરે છે. જયભિખ્ખું જૈન ધર્મના લેખક છે અને નથી. છે એટલા માટે કે શ્રમણ ભગવાન મહાવીરના ઉપદેશને અહિંસાની વ્યાપક ભૂમિકા ઉપર સમજાવે છે અને તેઓ જૈન ધર્મના લેખક નથી તેનું કારણ એ કે જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વ ગાળી નાખીને તેઓ માનવતાની સર્વમાન્ય ભૂમિકા ઉપર તેને મૂકી આપે છે. દા.ત., ભગવાન ઋષભદેવ'માં માનવધર્મનું આલેખન સમાજને શ્રેયસ્કર માર્ગે દોરે તેવું છે અને “કામવિજેતા સ્થૂલિભદ્ર માં જૈન ધર્મનું સ્વારસ્ય પ્રગટ કરી બતાવ્યું છે. તે જ રીતે વિક્રમાદિત્ય હેમુમાં ઇસ્લામ અને “પ્રેમભક્ત કવિ જયદેવ'માં વૈષ્ણવ ધર્મનું હાર્દ સમજાવ્યું છે. આ પ્રકારનો અભિગમ ગુજરાતી લેખકોમાં “જયભિખ્ખીએ દર્શાવ્યો છે તે આજના બિનસાંપ્રદાયિક માહોલમાં ખાસ નોંધપાત્ર છે. જયભિખ્ખ'ની વાર્તાઓનાં શીર્ષક વાંચીને કોઈને એમ લાગે કે તે ધર્મઉપદેશક છે; પરંતુ તેમની કલમમાં જોશ છે એટલી જ ચિત્રાત્મકતા છે. આથી તેમની વાર્તાઓ બાળકો, કિશોરો અને પ્રૌઢોને પણ ગમે છે. સરસ અને સચોટ કથનશૈલી ભાવકોને સુંદર રસભર્યું સાહિત્ય વાંચ્યાનો આનંદ આપે છે. તેમણે લખેલી ‘વિક્માદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ”, “દિલ્હીશ્વર' વગેરે ઐતિહાસિક નવલોમાં વખણાયેલી “પ્રેમભક્ત કવિ જયદેવ' છે. વૈષ્ણવ સંપ્રદાયને બાધક ન નીવડે અને પ્રેમલક્ષણા ભક્તિને પૂરો ન્યાય મળે એ દૃષ્ટિએ એમણે કવિ જયદેવનું પાત્રાલેખન કર્યું છે. જયદેવ અને પદ્માના પ્રેમનું તેમાં કરેલું નિરૂપણ તેમની સર્જનશક્તિના વિશિષ્ટ ઉન્મેષરૂપ છે. તેમણે કિશોરોને મસ્ત જીવનરસ પાય એવી “જવાંમર્દ શ્રેણીની સાહસકથાઓ આપી છે, જે આપણા કિશોરસાહિત્યમાં કીમતી ઉમેરારૂપ છે. તેમના સંખ્યાબંધ વાર્તાસંગ્રહોમાં “માદરે વતન', “કંચન અને કામિની', Page #16 -------------------------------------------------------------------------- ________________ “યાદવાસ્થળી', “પારકા ઘરની લક્ષ્મી', “પ્રેમપંથ પાવકની વાલા', “શૂલી પર સેજ હમારી' વગેરે સંગ્રહો ધ્યાનપાત્ર છે. જેમાંની ઉત્કૃષ્ટ વાર્તાઓનો સંચય હવે પ્રસિદ્ધ થઈ રહ્યો છે. તેમની ટૂંકી વાર્તા લખવાની પદ્ધતિ સીધી, સચોટ અને કથનપ્રધાન હોય છે. વાર્તાકાર તરીકેની તેમની બીજી વિશિષ્ટતા જૂની પંચતંત્ર શૈલીમાં તેમણે લખેલી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મની પ્રાણીકથાઓમાં પ્રતીત થાય છે. દીપકશ્રેણી અને રત્નશ્રેણી પણ લોકપ્રિય થયેલી છે. જથ્થો અને ગુણવત્તા બંનેમાં “જયભિખુ”નું બાળસાહિત્યક્ષેત્રે પ્રદાન માતબર છે. સચોટ સંવાદો, સુંદર તખ્તાલાયકી અને ઉચ્ચ ભાવનાદર્શનને કારણે એમણે લખેલાં નાટકો રેડિયો અને રંગભૂમિ ઉપર સફળ પ્રયોગ પામેલ છે. તેમણે શ્રમણ ભગવાન મહાવીરનું ‘નિગ્રંથ ભગવાન મહાવીર’ નામનું ચરિત્ર આપેલું છે. શૈલીની સરળતા, વિગતોની પ્રમાણભૂતતા અને વસ્તુની ભવ્યદાત્ત પ્રેરકતાને કારણે એ કૃતિ ઉચ્ચકોટિની સાહિત્યિક પ્રતિષ્ઠા પામેલી છે. જયભિખ્ખના વિપુલ સાહિત્યસર્જનમાંથી ચયન કરીને એમનું ઉત્કૃષ્ટ સાહિત્ય નવા રૂપે પ્રકાશિત થાય છે, તેનો આનંદ છે. ધર્મ જીવનવ્યાપી હવા છે. તેને કલાની મોરલીમાંથી ફૂંકવાની ફાવટ બહુ થોડા લેખકોમાં હોય છે. “જયભિખ્ખું” એ કાર્ય પ્રશસ્ય રીતે બજાવી શક્યા હતા. અનેક સાંપ્રદાયિક સંકેતોને તેમણે પોતાની સૂઝથી બુદ્ધિગમ્ય બનાવી આપ્યા છે. ધર્મકથાના ખોખામાંથી લેખકની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પના વૃત્તિઓના સંઘર્ષથી ભરપૂર. પ્રાણવંતી વાર્તા સર્જે છે અને વિવિધરંગી પાત્રસૃષ્ટિ ઊભી કરે છે. આપણું ધર્મકથાસાહિત્ય પ્રેરક અને રસિક નવલકથા માટે કેટલા મોટા પ્રમાણમાં કાચો માલ આપી શકે તેમ છે તેનું નિદર્શન મુનશીની નવલકથાઓની માફક જયભિખ્ખની પૌરાણિક નવલકથાઓ પણ કરી રહી છે. જયભિખ્ખનું વ્યક્તિત્વ લોહચુંબક જેવું અને સ્વભાવ ટેકીલો હતાં. તે નર્મદની પરંપરાના લેખક હતા. વારસામાં મળતી પૈતૃક સંપત્તિ ન લેવી, નોકરી ન કરવી અને લેખનકાર્યમાંથી જે મળે તેમાંથી ગુજરાન ચલાવવું એ નિર્ણયો તેમણે એ જમાનામાં જ્યારે લેખકનાં લેખ કે વાર્તાને પુરસ્કાર આપવાની પ્રથા બંધાઈ ન હતી ત્યારે કર્યા હતા. સાહસ, ઝિંદાદિલી, નેકી અને વફાદારીની વાતો એમની પાસેથી કદી ખૂટે નહિ. તેમના વ્યક્તિત્વમાં પણ એ ગુણો હોવાથી તેમનું સ્નેહી વર્તળ મોટું હતું. તેમનો સ્વભાવ પરગજુ હતો. દુખિયાંનાં આંસુ લૂછવામાં તેમને આનંદ આવતો. માનવતાના હામી જયભિખ્ખું સમર્થ સાહિત્યકાર હતા પણ વ્યક્તિ તરીકે સવાઈ સાહિત્યકાર હતા. ૨૦૦૮ - ધીરુભાઈ ઠાકર Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૩૩ -૪ ૬૧ ૬૯ ૮) ૮૮ ૯૪ અનુક્રમણિકા ૧. ઝંઝાવાત ૨. જિજીવિષાનું જુદ્ધ ૩ જય હો વૃષભધ્વજનો કુલકર ૫. વૃષભધ્વજ ૬. સુનંદાએ નીરખેલી અયોધ્યા ૭. અવિભક્ત આત્માઓ ૮. સર્વોત્તમ શક્તિની શોધ ૯. પ્રગતિ અને પ્રત્યાઘાતો ૧૦. અષ્ટાપદના પંજામાં ૧૧. માણસને સજા કે ક્ષમા ૧૨. વિરહની મહાદેવી ૧૩. માનવી –- દેવોને પણ પૂજ્ય ૧૪. અષ્ટાપદ ૧૫. ચક્રવર્તીનો જન્મ ૧૬. શતયજ્ઞકર્તા ૧૭. કલ્પતરુનાં વાવેતર ૧૮. સંસ્કૃતિની કેડી ૧૯. પહેલો પૃથ્વીનાથ ૨૦. સંસારનું કલ્પવૃક્ષ ર૧. જલક્રીડા ૨૨. યુગલિકધર્મ-નિવારણ ર૩. સુંદરી અને ભરત ૨૪. નવું શાસન રપ. ભરતની આયુધશાળા ર૬. વસંતોત્સવમાં વૈરાગ્ય ર૭. રાજાનો ધર્મ ૨૮. જેને જે જોઈએ તે ર૯. વિશ્વતોમુખ 9. ભવ્ય માર્ગનો એકાકી ઉપાસક ૩૧. અવર દેવ નહીં યાચું ૩૨. મેં તો ડોલતો ડુંગર દીઠો જો ૩૩. અંતર વસિયા મહારાજ ૩૪. મારો વૃષભ ! ૩૫. પ્રભુ, તુજ શાસન અતિ ભલું ૩૬. પ્રસ્થાન ૧૦૪ ૧૧૧ ૧૨૨ ૧૨૮ ૧૪૧ ૧૫૧ ૧૬૧ ૧૭૪ ૧૮૭ ૧૯૭ ૨૦૮ ૨૨૧ ૨૩૪ ૨૪૩ ૨૫૩ ૨૬૧ ૨૬૬ ૨૭૮ ૨૮૩ ૨૮૮ ૨૯૫ ૩00 ૩૦૬ ૩૦૯ Page #18 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ઋષભદેવ Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧ ઝંઝાવાત મન્વંતર પહેલાંની એક વસંત ખીલતી હતી. ઇતિહાસનાં પંખેરું જ્યાં સુધી પહોંચ્યાં નથી, એ પુરાણ કાળની એક વસંત નવાં ફૂલ, નવા રંગ, નવો આનંદ ને નવા પ્રકાશ સાથે ખીલતી હતી. એ વસંતમાં દૂર દૂર સ્વર્ગીય ઉદ્યાનનાં મંદારવૃક્ષનો વાયુ વાતો હતો. એ વસંતમાં ફૂલે ફૂલે ભમરા ને વૃક્ષ વૃક્ષે કોકિલાઓ બેઠી હતી. વનરાજિમાંથી વસંતની બહાર છૂટી રહી હતી. એવે સમયે, સુમેરુ પર્વતની તળેટી પાસે આવેલા ઉપવનમાં, ખીલતી વસંતની શોભાને શરમાવતું એક યુગલ વસંતને સત્કારી રહ્યું હતું : કલ્પનાનાં દેવ-દેવી જેવાં બંને રૂપાળાં હતાં, બંને સરખી વયનાં હતાં, બંને મુગ્ધાવસ્થામાં હતાં પુરુષ પડછંદ ને ભવ્ય હતો. એનો વર્ણ તાજા ખીલેલા ચંપાના પુષ્પ જેવો હતો. એની કમર કેસરીસિંહની જેમ બંકી હતી. સંગેમરમરની પવિત્ર શિલા જેવું એનું વિશાળ વક્ષસ્થળ હતું. બાલ હસ્તીની સૂંઢ જેવી એની બે ભુજાઓ હતી ને પોયણાં જેવાં એનાં બે નેત્રો કર્ણપર્યન્ત લાંબાં હતાં. એ પુરુષના બે પગમાં ગુલાબી ફૂલોના તોડા હતા. કમર ૫૨ સુગંધી લતાની ટિમેખલા હતી. બે હાથમાં અર્ધનિદ્રિત નવમલ્લિકાની કળીઓનાં બે વલય હતાં. કાનમાં નવ આમ્રમંજરીનાં બે કુંડળ હતાં, ને અર્ધવિકસિત કમળપુષ્પનો એક લાંબો હાર એના કંઠમાં શોભતો હતો. Page #21 -------------------------------------------------------------------------- ________________ પુરુષ સુંદર હતો, એવી જ સ્ત્રી મનોહરા હતી. એના શ્યામરંગી દેહમાં ઉઠાવદાર ભભક હતી. એના હોઠ પ્રવાલ જેવા હતા. એની આંખો નીલોત્પલ જેવી હતી. કમળપત્રથી એણે પોતાનું સુમધુર ઉન્નત વક્ષસ્થળ ઢાંક્યું હતું. એના કાળા ભમ્મર કેશકલાપમાં ડોલર ને મુચકુંદનાં ફૂલોની ગૂંથણી હતી. એના પગની પાનીનો ફૂલગુલાબી રંગ પૃથ્વીના સોનેરી રંગ સાથે મળીને અનેરી શોભા પામતો હતો. કસ્તુરીની સુવાસ એના શ્વાસમાં હતી, ને એના પ્રસ્વેદમાં કરૃર ને કૃષ્ણાગરુ મહેતાં હતાં. એના અધખુલ્લા ઓષ્ઠમાંથી વારે વારે હાસ્યગંધ સ્ફરતું હતું. કમળદંડ જેવા બે ખુલ્લા હાથોમાં એણે અશોકનાં રાતાં પુષ્પોનાં વલય પહેર્યા હતાં. વસંત વને વન હસી રહી હતી. હાસ્ય-તંગ ઉડાડતું આ યુગલ વનમાં ફરતું આમોદક્રીડા કરી રહ્યું હતું. એક પ્રાણ ને બે દેહ જેવાં આ બંને નદીઝરણાંને કાંઠે બેસી જલશકર ઉડાડતાં, કદી કોઈ પંખીની પાછળ પડી તેના જેવા ટહુકા પાડતાં, વન ગજવતાં, કદી કોઈ સુવર્ણમૃગને પકડીને એની સુંદર ત્વચા સાથે પોતાના મુલાયમ કપોલ ઘસતાં. વસંત બહારમાં હતી, એવું આ યુગલ પણ બહારમાં હતું. અહીં ન કોઈ રોકનાર હતું, ન અહીં કોઈ શરમાવનાર હતું. ન ઈર્ષા હતી, ન અસૂયા હતી. સંતોષભરી આ સૃષ્ટિ હતી. સમૃદ્ધિનો સૂર્ય ને શાન્તિનો ચંદ્ર અહીં સદા ચમક્યા કરતો. ઊંચા ઊંચા કીડાશેલો પર અત્યુત્તમ ઔષધિઓ ઊગતી. ને એની ઊંડી કંદરાઓમાં જીવનરસનાં અનેક ઝરણાં ઊભરાતાં. નાનાં નાનાં મેદાનો પર માતાના સ્તન જેવા મીઠા ડુંગરા પથરાયેલા હતા ડુંગરની તળેટીમાં સુંદર ઉપવન વસેલાં હતાં. ઉપવનોને બારે માસ લીલાંછમ રાખતાં નાનાં નાનાં ઝરણાં, આભ-ઊંચા ડુંગરા માથેથી રમતિયાળ કન્યાના ઝાંઝર જેવો ઝણકાર કરતાં, વહ્યાં આવતાં. અહીં લીલોતરીથી છવાયેલા ડુંગરોનાં શિખરો પર કોઈ મહાકવિનો કળામય મેઘ અલકાનગરી રચતો. - અહીંના પર્વતોમાં ચિંતામણિ-રત્ન થતાં. અહીંનાં ઉપવનોમાં કલ્પવૃક્ષ ઊગતાં. અહીંનાં મેદાનોમાં કામધેનુઓ દૂઝતી. માનવીને જે જોઈએ તે, જ્યારે જોઈએ ત્યારે, અહીંથી મળી રહેતું. અહીં જીવનકલહ નહોતો, કારણ કે જીવનની અનિવાર્ય જરૂરિયાતો સ્વાભાવિક રીતે સંતોષાતી. અહીં વસ્તુ હતી, કિંમત નહોતી; માત્ર એનો ઉપયોગ હતો. ૨ ભગવાન ઋષભદેવ Page #22 -------------------------------------------------------------------------- ________________ અહીં રાજા નહોતો, અહીં પ્રજા નહોતી, અહીં દુર્ભિક્ષ નહોતો, કારણ કે અહીં યુદ્ધ કે ટંટો નહોતો. જય કે પરાજય નહોતો, ઘર કે બાર નહોતાં, પરિગ્રહ કે પરિવાર નહોતાં, ગામ કે નગર નહોતાં. અહીં દંડ નહોતા કે શિક્ષા નહોતી. વસુંધરાની ગોદમાં જોઈતું અમૃત, પેય, ખાઘ અહીં અભરે છલકાતું હતું. સહુને જોઈએ એટલું સહુ લેતું. હતી તો આ પૃથ્વી, પણ સ્વર્ગ જેવી એ સુંદર હતી. રંગબેરંગી પંખીઓ અહીં ગીત ગાતાં, વનવગડાનો વાયુ અહીં સદા વેણુ બજાવતો. ભાતભાતનાં પંતગિયાં ફૂલગોટાને ચૂસતાં નિરંતર ઊડ્યા કરતાં. આકાશમાં આંધી નહોતી ને વાયુમાં તોફાન નહોતું. ઈર્ષ્યાનો ઊગમ નહોતો. વધુ-ઓછાનો પ્રશ્ન નહોતો. નાના-મોટાનો ભેદ નહોતો. હર્યાંભર્યાં ઝરણાંને તીરે, ફળફૂલથી લચી પડતાં ઉપવનોની વચ્ચે માનવી પોતાની સહચરીને લઈને ફર્યા કરતો. જંગલમાં જે નિર્દ્રતાથી કેસરી ઘૂમતા, એ ખુમારીથી ઘૂમતાં નિર્દોષ હરણાં કદી એમની શિંગડીઓ એમના દેહ સાથે ઘસી ગેલ કરતાં. દેવો પણ આ પૃથ્વી ૫૨ ૨મવા આવતા, એમ કહેવાતું. આ પ્રદેશની એક ખાસિયત હતી. અહીં બાળક ને બાળકી એકસાથે જ જન્મતાં, એકસાથે જ રહેતાં, એકસાથે જ મૃત્યુ પામતાં. જોડનું તેમનું જીવન હતું. તેઓ યુગલિયાના નામે ઓળખાતાં. જીવન-મૃત્યુથી જોડાયેલાં આ યુગલિકોની જિંદગી સાવ સાદી છતાં સુખભરી હતી. અહીં પંખી પણ બે જ ઈંડાં મૂકતાં. વનપશુ પણ જોડબચ્ચાંને જન્મ દેતાં. સંસારમાં સાથીદાર સાથે જ જન્મતો. અહીં કોઈ એકલવાયું ન રહેતું. આ સહુનું બાળપણ સોનાના સુમેરુ પર્વતની તળેટીમાં વીતતું. એ ત્યાંના મણિ-માણેકના રંગીન પથ્થરો લઈને રમ્યા કરતાં, વનિર્ઝરોમાં નાહતાં ને છબછબિયાં બોલાવતાં, કોકિલની જેમ ટહુકા કરતાં ને મયૂરની જેમ કળા કરતાં, અમૃત જેવાં જળ પીતાં ને મીઠાં મીઠાં ફળ આરોગતાં; એકબીજાની વેણી ગૂંથતાં કે વલય રચતાં. બાળપણ એમ સુમેરુની તળેટીમાં, સુંદર સ્વપ્નની જેમ, સંપૂર્ણ થતું. એક દિવસ, એમની પૃથ્વીને જેમ વસંત આવતી, એમ એમના દેહ પર પણ વસંત આવતી, ન જાણે કોણ એમને સુમેરુનાં શિખરો તરફ આકર્ષતું ! ન જાણે કોણ એમને અભિન્ન બનાવતું ! હાથીને મદ ઝરતો, એમ એમના સારપૂર્ણ યૌવનમાંથી રસ ઝરતો. એ ઝૂલે ઝૂલતાં, પંચરંગી ફૂલો વીણતાં ઝંઝાવાત * ૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ ને સાથે સૂતાં. બ્રહ્મચર્ય જેવું વ્રત તેમણે કદી જોયું નહોતું ને વ્યભિચાર જેવો ખરાબ શબ્દ એમણે કદી સાંભળ્યો નહોતો. એ સાથે જ રહેતાં, સાથે જ ખાતાં, સાથે જ ભમતાં, સાથે જ આરામ કરતાં; એમને કોઈ અલગ કરી શકતું નહીં, કારણ કે કોઈના કહેવાથી એ એક નહોતા બન્યાં. વસંત એમનો મિત્ર હતો. એ કમળફૂલના ઢગલા રચતો, અશોકવૃક્ષને ઓર બહેકાવતો, આમ્રમંજરીની મખમલી બિછાત કરતો, નવમલ્લિકાના અલંકાર લાવતો, ને નીલોત્પલના શણગાર લાવતો. એની ફૂલગુલાબી લહેરોમાં આ યુગલ ઘેલા બનતાં. એમના દિલમાં અકળ ઊર્મિઓ ઊઠતી, અજાણ્યા ભાવો જાગતા. પુરુષનું પરાક્રમ સિંહ સાથે સ્પર્ધામાં ઊતરતું, સ્ત્રી સિંહણ બની લલકારા કરતી. પૃથ્વી સુંદર – અતિ સુંદર ભાસતી. રોજેરોજ, નિશા-વાસર સાથે સૂનારાં, સાથે બેસનારાં, દેહદેહ – અંગેઅંગ ભેરવી ફરનારાં, કોઈ દિવસ નહીં ને આજે આ શું રોમાંચ અનુભવી રહ્યાં છે ! અંતરનો કોઈ સાદ તેમને અકળાવી રહ્યો છે. પુષ્પોની સુગંધીમાં, હરિણોની છલાંગમાં, બદામના મહોરની મહેકમાં, ગિરિવનોની શાંત કુંજોમાં એ બધું ભૂલવા મથે છે, પણ ભુલાતું નથી, અકળામણ ઓછી થતી નથી, બંને ચહેરાથી શાંત છે, પણ અંતરમાં ઉદધિ ઊછળે છે. બંનેની જબાન ચૂપ છે, અંતર સાદ પાડે છે. આખરે તેઓને સમજાય છે : આ તો પ્રકૃતિનો સાદ, સર્જનની વાણ! બે મોટા મોટા મેઘ દોડીને જેમ ભેટી પડે તેમ ભેટીને બંને ઝળુંબી રહે છે. એ સુખદ કાળ ઉપર ચંદ્ર, તારા કે સૂર્યના વખતનું માપ રહેતું નથી; કાળચક્રનો પરિઘ ત્યાં થંભી જાય છે. રમતિયાળ વસંત વહી જાય ને ગંભીર વર્ષાનાં વાદળ ગોરંભાય, એમ આ સ્ત્રી-પુરુષ આ પછી ભારેખમ બની જાય છે. શ્યામસુંદર સ્ત્રી હવે તો રૂપ કાઢી રહી છે. આનો રંગ ઊજળો થતો જાય છે, ને અવયવો ફાટફાટ થવા માંડ્યા છે. અરે ઘેલી, વસંત તો ઊતર્યો ને તું આમ કેમ ફૂલીફાલી ! પુરુષ સ્ત્રીને છોડીને ક્યાંય જતો નથી. દિવસો આમ વહી જતા. સ્ત્રીપુરુષ નેત્રપલ્લવીથી વાતો કર્યા કરતાં. * કામદેવના પાંચ ચિહ્ન : કમળ, અશોક, આમ્રમંજરી, નવમલ્લિકા, નીલોત્પલ. ૪ ભગવાન ઋષભદેવ Page #24 -------------------------------------------------------------------------- ________________ હવે કોઈ ખાસ બનાવની આગાહી નજીક હતી. પુરુષ સ્ત્રીને વધુ ને વધુ હેત કરતો. સ્ત્રીની પોયણા જેવી સુંદર આંખોમાં મમતાના ઓઘ ઊભરાતા. આખરે એ ઘડી, એ પળ, આવી પહોંચતી. વનમાં વાંસ ફૂટતા હોય એવા અવાજ થવા લાગતા. આખરે સ્ત્રી હાશકારાનો શબ્દ બોલતી, ને બીજી ક્ષણે એમ લાગતું કે એ માતા બની છે; એ એક નહીં પણ એકસાથે બે સંતાનોની માતા બની છે. પુત્રપુત્રીનું યુગલ સામે કિલકિલાટ કરે છે. અહીંનો માનવી કવિતા નહોતો કરી જાણતો, પણ કવિતાનું જીવન એ અવશ્ય જીવતો ! અહીં ધર્મ નહોતો કે જેથી અધર્મ હોય. સંતાનજન્મ એ એમનો પરમ ને ચરમ ધર્મ, કારણ કે સંતાન એ એમનો જીવનોત્સર્ગ લેખાતો. જીવનની સાધના જીવનભેટથી પૂરી થતી. ક્ષીણ બનેલાં માબાપ હવે પોતાનું ભાવિ સમજી લેતાં. તેઓ આખરી પ્રવાસના દિવસ માટે તૈયારી કરતાં. આજે કોઈ લાંબે પ્રવાસે જાય ને હૈયાનાં અમૃત ઊછળે, એમ હૈયાનાં અમૃત સિંચતાં. બાળયુગલ હવે પગલાં ભરવા માંડ્યું છે. આંગળીએ આંગળી ભેરવી બંને દોડે છે, ફળ વીણે છે, સરિતામાં સ્નાન કરે છે, પર્વત પર ચઢે છે ને કંદરામાં ઘૂમે છે. આ બધું નીરખી, કર્તવ્યની ઇતિશ્રીનો આછો સંતોષ લઈ એ માતાપિતા શાંતિથી કોઈ સુંદર ફૂલઝાડ નીચે સૂઈ જાય છે. એ ઘડી કે પળની નિદ્રા નથી, અનંત એ નિદ્રા છે. હવે એ જાગશે નહીં. જે જાગવાનાં નથી એનો શોક શો ! અહીં તો મૃત્યુ પણ જીવનનું એક અંગ જ છે ને ! જીવનવેલનાં આ માનવ-ફૂલડાં ફરીથી એ જ રીતે પલ્લવતાં ને કરમાતાં, ને એ સંસાર એમ ને એમ ચાલ્યો તો. આવી વસંતને ટાણે વનશ્રીનો ઉપભોગ લેતું પેલું યુગલ પણ એ જ સંસારનાં પ્રાણી હતાં. સંતાપ એમણે જોયો નહોતો. શોક એમણે જોયો નહોતો. આનંદ, હર્ષ ને ઉલ્લાસના ફુવારામાં તેઓ સદા નાહતાં હતાં. બંને ગ્ણાં હાથના અંકોડા ભીડી પર્વત પરથી સરકતાં હતાં, વૃક્ષ પરથી કૂદકા મારતાં હતાં, મધુર નિકુંજોમાં એકબીજાં છુપાઈને એકબીજાંને શોધતાં, ઝરણાનાં જળમાં પડી છબછબિયાં બોલાવતાં હતાં. દિશા ને કાલનું અસ્તિત્વ ભૂલી તેઓ આનંદક્રીડામાં મસ્ત બન્યાં હતાં. ઝંઝાવાત પ Page #25 -------------------------------------------------------------------------- ________________ અચાનક સુમેરુ પર્વતની પાછળ કદી ન સંભળાયો હોય તેવો કડાકો થયો. આનંદસાગરમાં નિમગ્ન થયેલ યુગલે દૂર દૂર દૃષ્ટિ ફેંકી. પર્વતની ઊંચી છેલ્લી શ્યામ રાડ પાછળથી એક કાળીભમ્મર વાદળી સરી આવતી હતી. નરની નાંખોમાં કુતૂહલ જન્યું. નારીનાં પોપચાં વારેઘડીએ ઉઘાડમીચ થવા લાગ્યાં. નિરભ્ર, શાંત આકાશમાં સરી આવતી એ એક નાની શી વાદળીએ ધીરેધીરે રંગ પલટવા માંડ્યો. દક્ષિણાકાશનું પેટાળ ફોડીને એક ઉતાવળો પવનના સુસવાટો આખા પ્રદેશ સોંસરવો ધ્રુજારી મચાવતો વહી ગયો. ક્ષણવાર શાંતિ રહી, પણ પછી તો થોડી વારે બીજો સુસવાટો આવ્યો. એ પ્રદેશનાં ઝાડ, પાન, પર્વત-પહાડ કંપી ઊઠ્યાં. નર-નારી કંઈક સાવચેત બન્યાં, નજીકની એક ગિરિનિકુંજમાં જઈને લપાયાં. આકાશમાં વાદળીઓ વધતી જતી હતી. સુમેરુ પહાડનાં શિખર ભેદીને કડેડાટો આવી રહ્યા હતા. ચમકતો સૂર્ય નિસ્તેજ થયો હતો. વાયુના સુસવાટા હવે ઝંઝાવાતનું રૂપ ધરતા વધી રહ્યા હતા. આકાશના યુદ્ધ સામે પૃથ્વી પણ પોતાનું સામર્થ્ય બતાવવા ચાહતી હોય, તેમ નદી-નવાણ, સાગર-ઝરણાનાં પાણી એ સામાં ઉછાળતી હતી. એકાએક પવનનો ફરીને ભયંકર સુસવાટો આવ્યો. પૃથ્વીનું અભિમાન છેદવા એની તમામ ધૂલિ જાણે અધ્ધર ઊંચકી લઈને એણે ગોળ ચક્કર ગોળ ચક્કર ઘૂમવા માંડ્યું. દિશાઓ આંધળી બની ગઈ. મોટાં મોટાં વૃક્ષો એ પ્રલયંકર દેવને પ્રણિપાત કરતાં ન હોય તેમ કડડભૂસ કરતાં ભૂમિશયન કરવા લાગ્યાં. પંખીઓ માળો છોડીને કરુણ ચિત્કાર કરતાં આમતેમ ઊડવા લાગ્યાં. પશુઓ બહાર નીકળી વગર દેખે દોડવા લાગ્યાં. ઝંઝાવાત ઉગ્ર ને ઉગ્ર થતો ચાલ્યો. પંખી ઊડતાં ઊડતાં નિર્જીવ બની નીચે પડવા લાગ્યાં. પશુઓ દોડતાં દોડતાં નિચેતન બની જમીન પર ઢળી પડ્યાં. હવે તો આકાશમાંથી હિમ વરસવો શરૂ થયો હતો. દિશાઓના દુર્ગને વીજળી ચીરવા લાગી હતી. આકાશી ઢોલ ગડાટ કરતો હતો. પહાડો ચિરાવા લાગ્યા હતા. યુગલ થરથર ધ્રુજતું ઊભું હતું. એ જે ગિરિનિકુંજમાં આશ્રય લઈને ઊભું હતું, એ ગિરિનિકુંજ, દરિદ્રનાં વસ્ત્રની જેમ, ચારે તરફથી જીર્ણશીર્ણ ૬ ભગવાન ઋષભદેવ Page #26 -------------------------------------------------------------------------- ________________ થઈ ગઈ હતી. અને અંદરનાં ઝાડનાં ધારદાર પાન ઝંઝાવાતથી ઝૂમતાં તલવારની ધારનું કામ કરતાં હતાં. ગિરિનિકુંજનો આશ્રય હવે જોખમકારક હતો. યુગલ ત્યાંથી નાઠું. જિજીવિષાનો સવાલ ઉગ્ર બન્યો હતો. એક ખીણમાં ઊગેલ તાડવૃક્ષની ઓથે જઈને એ આશ્રય લઈને ઊભું રહ્યું. તાડવૃક્ષની ડાળો ઊંચી હતી, એટલે વાગવાનો ડર નહોતો. થડ મજબૂત હતું. એટલે જલદી ઊખડી પડવાનો સંભવ નહોતો. પૃથ્વી ને આકાશનું યુદ્ધ ચાલુ હતું. જળ, રજ ને વાયુના દેવ કોપ્યા હતા. હજારો નગારાં એકસાથે ગડેડાટ કરતાં હોય તેમ ધરતીનાં પડ ધણેણાટ કરતાં હતાં. ધૂળના વંટોળ, પવનના ઝપાટા ને ઝાડપાનનો પછડાટ દિશાઓને બધિર બનાવતા હતા. એકાએક કાનને બહેરા કરી મૂકતી ભયંકર ગર્જનાએ વનપ્રદેશને ધ્રુજાવી મૂક્યો. ઝંઝાવાતનો પ્રચંડ ઝકોરો ધસ્યો આવતો હતો. એણે નિરાધારનો આધાર બની રહેલ પેલા તાડવૃક્ષને પણ ધ્રુજાવી મૂળથી હચમચાવી નાખ્યું. એનાં મોટાં પર્ણોને છૂટાં કરી આકાશમાં વેરવિખેર કરી નાખ્યાં. એનાં માનવીના મસ્તક જેવાં મોટાં ફળને પોતાના વંટોળમાં ચકરાવે ચડાવ્યાં. અને વંટોળે ચડેલું એ તાડ-ફળમાંનું એક ફળ, કોઈ લોહના ભયંકર ગોળાની જેમ, નીચે ધસી આવ્યું. એનો વેગ ગજબનો હતો. એની ગતિ ભયંકર હતી. એક કડાકો થયો ને નીચે ઊભેલા યુગલમાંથી નરની ખોપરી સાથે એ ઝીંકાયું. અવાજ ભયંકર હતો. એ તાડ-ફળ ને એ માનવખોપરી બંનેના શતશત ટુકડા થઈ ગયા. નર નીચે તૂટી પડ્યો. એના પ્રાણ ઊડી ગયા. કોઈ વૃક્ષરાજ ઊખડી પડતાં જેમ એને વળગેલી વેલ પણ ઊથલી પડે, તેમ નારી પણ નીચે પૃથ્વી પર ઢળી પડી. પૃથ્વી, પાણી ને હવાનું તોફાન પ્રલયના શંખ વગાડતું, ધરતી ધ્રુજાવી રહ્યું. ન જાણે ક્યાં સુધી ? નારી જાગી ત્યારે દિશાઓ સ્વચ્છ બની હતી; ને ઝંઝાવાત શમી ગયો હતો. પણ સોનાની ધરતી રોળાઈ ગઈ હતી. કુમળાં ફૂલ ચીમળાઈ ગયાં ઝંઝાવાત ૭. Page #27 -------------------------------------------------------------------------- ________________ હતાં. કોમળ વેલીઓ વૃક્ષથી વિખૂટી પડી ગઈ હતી. વૃક્ષો લાંબા થઈને સૂઈ ગયાં હતાં. અનન્ત આકાશમાં વિહંગ ગાતાં નહોતાં. અસીમ ધરતી પર ધેનુઓ ચરતી નહોતી. છતાંય જે જે જીવન જાળવી રહ્યા હતા તે ધીરે ધીરે આલસ્ય મરડી ઊઠી રહ્યા હતા. ઘણા ઘણા જાગતા હતા, ફરી જીવન શરૂ કરતા હતા, પણ પેલી નારીનો નર કેમ જાગતો નહોતો ! અરે, એનું મસ્તક કેવું વિભીષણ દેખાતું હતું. એ હવે શું જાગે ? એની ખોપરીના હાલ તો જુઓ ! મસ્તક વગરનું ધડ તે કદી હાલ્યું.ચાલ્યું છે ? શું ત્યારે એનાં મા-બાપની જેમ એ નર પણ ચિરનિદ્રામાં પોઢ્યો ? ના, ના. એમ ન જ બને ! આ સંસારમાં કદી એવો બનાવ બન્યો નથી ! યુગલ તો સાથે જ જન્મે, સાથે જ જીવે, સાથે જ અનંત નિદ્રામાં પોઢે, આ સંસારનો એ અવિચળ નિયમ હતો. ત્યારે આ નરની સખી તો હજી જીવતી હતી, ધબકતા હૃદયે પડખે ઊભી હતી, છતાં એનો સખા કાં ન જાગે ? કિશોરીએ પોતાના લાક્ષારાગથી રંગેલા કોમળ હાથે એને ઢંઢોળ્યો, ફરીથી ઢંઢોળ્યો પણ જાણે એણે જાગવાની ના પાડી. દોડીને નારી એને ભેટી, ભેટીને એણે એના અધર ચૂમ્યા, એની બગલમાં ને બીજે ગલગલિયાં કર્યા, પગનાં તળિયે ગલી કરી; પણ રે ! નર ન જાગ્યો. સૂકા કાષ્ઠની જેમ એ પડ્યો જ રહ્યો. રે નારી ! એ તો મૃત્યુને આધીન બન્યો હતો. કોઈ પણ ચેષ્ટા, કોઈ પણ કૃત્ય, ગમે તેવા શબ્દો એને બેઠો કરી શકે તેમ નહોતા. ત્યારે આ યુગલિકોના સંસારમાં શું આ કિશોરી એકલી ? સહુ નર-નારી બેકલાં ને આ એકલી ? મનને - કલ્પનાને ધ્રુજાવતી એક કંપારી નારીના હૃદયમાંથી પસાર થઈ ગઈ. નારીનાં વિશાળ નયનો લાલઘૂમ બન્યાં. થોડી વારે એમાંથી આંસુ વહી આવ્યાં : અરે ! આ સંસારમાં હું એકલી ! ન કોઈ સાથી કે ન કોઈ સંગાથી !” ૮ ભગવાન ઋષભદેવ Page #28 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીનું પેટાળ ફોડી પાણીનું ઝરણ ધસી આવે, એમ આંખોની કૂપમાં આંસુ છલકાઈ આવ્યાં અને આંસુનું પેટાળ ફોડીને આકંદ ધસી આવ્યું. હર્ષની ધરતી પર, આનંદની દુનિયા વિશે, એ દિવસે પહેલવહેલું રુદન પ્રગટ્યું. એ રુદનના સ્વરોએ પવનમાં, પાણીમાં, દિશામાં કંપ પેદા કર્યો. સહુથી પ્રથમ વાર, દૂર દૂર ચરતા કસ્તૂરીમૃગોએ, એ હૈયાશોકથી ભરેલા સ્વરો સાંભળી, મોંમાંથી ચારો નાખી દીધો. પંખી શોકાકુલ બની ટહુકતાં બંધ પડ્યાં. ઝરણાંનાં નીર જાણે થંભી ગયાં. ઝંઝાવાત ૧૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ જિજીવિષાનું જુદ્ધ દિવસો વીત્યા, પણ આ પૃથ્વી પર પ્રગટેલા પહેલા રુદનના કરુણ સ્વરો હજી બંધ થયા નહોતા. એકલતાનાં આક્રંદ, અનાથતાનાં અરુણ્યરુદન આ પૃથ્વી પર પહેલી વાર પડઘો પાડતાં હતાં. આકાશમાંથી પાણી વરસે, પૃથ્વીના પેટાળમાંથી જળ ઝરે, ડુંગરાના હૈયામાંથી ઝરણજળ ખળભળે; પણ માનવીની આંખોમાંય મેઘ વસતા હશે ? અને શું એ વરસતા પણ હશે, ભલા ? યુગલિકોના ભર્યા યુગલ-સંસારમાં આ નારી એકલી ! નર ન ઊઠ્યો. અરે, એનું શબ પણ હજી એમ ને એમ પડ્યું હતું. આ સંસારમાં યુગલિકોના *મૃત કલેવરને આકાશના કોક સીમાડે વસતાં મહાપક્ષીઓ આવીને લઈ જતાં; લઈ જઈને માળામાં રહેલ કાષ્ઠની જેમ સમુદ્રમાં ફેંકી દેતા. પણ આ નરને લેવા એવાં કોઈક મહાપક્ષીઓ પણ આવતાં દેખાતાં નહોતાં. એમની પાંખોના સુસવાટા કદી કદી સંભળાતા, ઊંચે ઊંચે કાળા ધાબાં જેવાં એ ઊડતાં દેખાતાં, ને થોડી વારે, જાણે શબને લઈ જવાનો નિષેધ X જિજીવિષા- જીવવાની ઇચ્છા ફિગીષા - જીતવાની ઇચ્છા જિજ્ઞાસા - જાણવાની ઇચ્છા * ૨ તિમ સંસ્કારની આ પ્રથા પ્રાચીન કાળમાં ત્રણ પ્રકારની હતી : એક તો પક્ષીઓ આવીને લઈ જતાં, આજે પારસીઓમાં છે તેવી કંઈક; બીજી દાટવાની, મુસલમાનોમાં છે તેવી; ને ત્રીજી બાળવાની, મુખ્યત્વે આજના હિંદુ સમાજમાં છે તેવી. . Page #30 -------------------------------------------------------------------------- ________________ ભણતાં હોય તેમ, પાછાં ફરી જતાં. આ બધું જોતી, વિમાસતી નારી હૈયાફાટ રડી રહી હતી. વનમાં ભૂલી પડેલી અનાથ મૃગલીની જેમ એ કરુણાની મૂર્તિ બની હતી. એની મોટાં પોયણાં જેવી આંખોમાંથી કરૂણાના મેઘ વરસતા હતા. એના રુદનસ્વરો વાતાવરણને વધી રહ્યા હતા. વનનો વાયુ પણ ઉષ્ણ નિઃશ્વાસ નાખતો હતો. મેના ને પોપટ, સૂડા ને માંજર, મોર ને મૃગલાં સહુ હેબત ખાઈ ગયાં હતાં. આ નવીન સ્વરભારથી ઝરણાં પણ મંદમંદ વહેતાં હતાં. ને રૂપાળી રંગબેરંગી માછલીઓ પણ પોતાની ચપળતા છોડી દઈ સ્થિર - ગંભીર થઈ હતી. વનવગડે નારી એકલી ! ન કોઈ સંગી, ન કોઈ સાથી ! “આ કાળો કેર ક્યાં વર્યો !” વનપ્રદેશના ખૂણેખૂણેથી યુગલિકો પોકાર કરતાં આવતાં હતાં. જૂની આંખે એમને નવો તમાશો જોવાનો હતો : નર વિનાની નારી એકલી ! સહુ એકબીજાને પ્રશ્ન કરતાં : “એકલી નારી ! આ સંસારમાં પહેલાં આવું બન્યું નથી.' અશક્ય. અસંભવ ??” “આમ કેમ બન્યું ?' “આ કોણે બગાડ્યું ?” વિધવિધ પ્રશ્નો જાગતા હતા, પણ એ નિરુત્તર રહેતા હતા. અને નિરુત્તર રહેતા એ પ્રશ્નો વધુ મૂંઝવતા હતા. એક દિવસ આ પ્રશ્ન કરનારની આંખ અચાનક સુમેરુ પર્વતની પાછળ ઝઝૂમી રહેલ આકાશ તરફ ગઈ. અચાનક એક ચ્ચિાર એના મસ્તિષ્કમાં સ્ફર્યો. અરે, આ વિનાશનું નિમિત્ત બનનાર કાળી વાદળી ત્યાંથી જ આવી હતી!” સંસારમાં સહુ પહેલો વિચાર પેદા થયો; એણે પહેલવહેલું અનુમાન બાંધ્યું. " બસ એ જ કાળી વાદળી કાળાં કામની કરનારી !'' અનુમાન બાંધનારે ઉતાવળે પોતાનો મત જાર કર્યો. દૂર દૂરથી પડઘો આવ્યો, જાણપહાડોએ સાક્ષી પૂરી, આકાશે આધાર આપ્યો. કાળાં કામની કરનારી વાદો ! માનવમેદનીએ એ શબ્દો ઝીલી લીધા. એમનાં હૈયાં અજ્ઞાત રીતે પી રહ્યાં. જિજીવિષાનું જુદ્ધ ૧૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ સહુપહેલો ભય એમણે એ દિવસે પિછાણ્યો. “હા. હા, એ જ વાદળી ! આ વાદળીની પાછળ, આ ઉચ્ચ ડુંગરમાળને પેલે પાર કોઈ છે. એણે વાદળી મોકલી ! એણે આ કર્યું?” બુદ્ધિમાન વિચારકે પોતાની વાતને પુરવાર કરવા કહ્યું. અજ્ઞાને ભય જન્માવ્યો. “અરે, એ જ આપણું ખરાબ કરે છે.” ભયથી વહેમ જન્મ્યો. “એને મનાવો. મધુ માગે તો મધુ આપો. દુગ્ધ માગે તો દુધ આપો. ધેનુ માગે તો ધેનુ આપો.” પહેલી પૂજા પ્રગટી. ધેનુ માગે તો ધેનુ આપો ? જરા વિચાર તો કરો. ધેનુ તો આપણું જીવન છે.” એક સંશયાત્મા જમ્યો. ધેનુ તો શું, માનવી માગે તો માનવી પણ આપો !” અનુમાન બાંધનારે મક્કમતાથી કહ્યું. એ સમયપારખું–તકસાધુ હતો. 2 પણ એ અદશ્ય દેવ કેમ કરીને લેશે ?” “એ માર્ગ હું બતાવીશ.” પૂજારી પેદા થયો, “શું આપવું ને શું નહીં, એની માથાકૂટ કરશો નહીં. આપણને જે બહુ પ્રિય હોય તે એને આપીએ, એટલે આપણું પ્રિય તે કરે.” એણે સંક્ષેપમાં કહ્યું. પૂજાની વિધિ નિર્માણ થઈ. “બોલો, સહુને કબૂલ છે !' સહને કબૂલ છે. જે કબૂલ નહીં કરે તેને અમે કબૂલ કરાવીશું.” બળિયા જુવાનો આગળ આવ્યા. સ્તાધીશો એ રીતે સર્જાયા. તો તમે સુખી થશો, તમારું કલ્યાણ થશે.” નવા બનેલા પૂજારીએ કહ્યું, આશીર્વચન આપ્યાં. એ પૃથ્વી પર હવે નવી ભાવના વાવેતર શરૂ થયાં. જેટલા ભય એટલા દેવ મનાયા. જેટલા દેવ થયા અલી પૂજા થઈ. બધું થયું પણ હજી પેલી બાળાનું આકંદ શમતું નથી. એના છ વિલાપી આત્મસૂર રડતા અટકતા નથી. સહુ પેલા વિચારક પૂજારી પાસે ગ. પૂજારીએ બધાની વાત સાંભળી, ખૂબ વિચાર કરતો હોય તેમ, થોડી વ શાંત બેસી રહ્યો. થોડી વારે એ આનંદમાં આવી ગયો હોય તેમ ઊભો.યો ને પેલી બાળાની પાસે ગયો. ૧૨ ભગવાન ઋષભદેવ Page #32 -------------------------------------------------------------------------- ________________ પુત્રી, શાન્ત થા! સઘળી વિપત્તિઓના વરસાવનાર, દેવોના પણ દેવ ઇંદ્ર તારું પિતૃપદ લેવાનું સ્વીકાર્યું છે. તું ઇંદ્રની પુત્રી ! તું એકલી નહીં, અનાથ નહીં, બધા તારું માન કરશે. તારું નામ સુનંદા !” બાળાના વિષાદઘેર્યા ચહેરા પર આનંદની રેખાઓ તરવરી ઊઠી. એ ભોળીના પગોમાં નૃત્ય આવી ગયું. આજે, એ એકલી નહોતી. ઇંદ્રની – જે દેવ સહુનું સર્વનાશ કરી શકે તેવા અદશ્ય-અગોચર દેવની – વાદળની પાછળ વસનાર મહાન દેવતાની એ પુત્રી હતી ! શાંતિ, શાંતિ, શાંતિ ! પૂજારીજીના નવા તત્ત્વજ્ઞાને આખી યુગલિક દુનિયામાં આશ્વાસનની શાંતિ પ્રસરાવી, દેવીપ્રીતિની પૂજા પ્રગટાવી. માણસ નિર્ભય બન્યા, દેવના પૂજારી બન્યા. કંઈ અપ્રિય ઘટના ઘટતી કે સહુ દેવને યાદ કરતાં, એને રીઝવતાં, એની મહેરબાની માગતાં. આમ થોડાએક દિવસો પૂજા ને નેવેદ્યમાં વીત્યા, પણ આખરે આ શાંતિ પોકળ જણાઈ. 1 યુગલો ટપોટપ ઓછાં થવા લાગ્યાં હતાં. મૃત્યુ અહીં કદી કરુણ નહોતું બન્યું, પણ હવે તો કરુણ મૃત્યુ જ થતાં હતાં. વૃક્ષ અને છાયાની જેમ નિત્યસહવાસી માનવજીવન અલોપ થતું હતું. ક્યાંક વૃક્ષ રહેતું તો ક્યાંક વૃક્ષ વગરની છાયા રહેતી. ક્યાંક એકલી સ્ત્રી રડતી હતી, તો ક્યાંક એકલો પુરુષ દીનહીન બની રઝળતો હતો. નિરાધારતા પૃથ્વીના સુખને શોષી રહી હતી. ભય, ભય ને ભય ! ભયનું જ જાણે જીવન જિવાતું હતું. વનમાં ને ઉપવનમાં સ્વૈરવિહાર કરતાં હવે તેઓ ડરતાં હતાં. મૃત્યુ એમને નિરાધાર બનાવવા જાણે છૂપો વેશ લઈને પાછળ ઘૂમતું હતું. માણસના મનનો આરામ લૂંટાયો હતો. ભય, તિરસ્કાર ને સ્વાર્થના પડછાયા પથરાયા હતા. સુંદર વનરાજી એમને છોડતી હતી. પિતા જેવાં ઝાડ કપાયાં હતાં. માતા જેવી ઝાડીઓ ઓછી થઈ હતી. કલ્પવૃક્ષ હવે પાંગરતાં નહોતાં. કામધેનુ હવે રહી નહોતી. જંગલોમાં વારંવાર દાવાનળ જાગતો હતો. જીવવાની ઇચ્છાવાળાં આ યુગલિકો ખુલ્લા મેદાનોમાં ટોળે વળતાં હતાં. ખાનપાનની પણ હવે ખેંચ પડતી હતી. પવન જોરથી વાતો ને એ ડરતાં. આકાશમાં એકાદ વાદળી દેખાતી ને સહુ ક્રૂજતાં. વનપ્રદેશમાં દવ લાગતો ને બધાં નાસભાગ કરતાં. ભય, જિજીવિષાનું જુદ્ધ ૧૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ ભય ને ભય ! ભયનો અનંત સૂત્રપાશ એમને વીંટળાઈ વળ્યો હતો. પણ જિજીવિષા એમણે છોડી નહોતી. જિજ્ઞાસા એમની પાસે હતી. ફરીથી ટોળે વળીને તેઓ પેલા ડાહ્યા વિચારક પાસે ગયાં. ભલા, આ અનિષ્ટ ને આ આપત્તિ પેલા વાદળની પાછળ વસનારા દેવતાઓ જ મોકલે છે ?” “હા ! પૂજારીના ચહેરા પર જ્ઞાનનો ગર્વ હતો. “અમને એમનાં નામ કહેશો ?” “એમનાં નામ અનેક છે. આ જે પવન વાય છે, એના ઉપરી દેવનું નામ મરુત છે; ને આ પાણીના દેવનું નામ વરુણ છે. જંગલોને બાળનાર દેવનું નામ અગ્નિ છે, ને પૃથ્વી ને આકાશ પર સામ્રાજ્ય ભોગવનાર દેવનું નામ ઇંદ્ર છે. ઇંદ્ર તો દેવોનો પણ દેવ છે.” એ દેવોના દેવ કેવા હશે વારુ !” “એક સહસ તો એમને આંખો છે !” આશ્ચર્યોદ્ગાર કાઢનાર પોતાની બે આંખો પર હાથ ફેરવતા હતા. પૂરી એક સહસ્ત્ર ?” અગમ્યતાએ સૌને આકર્ષ્યા ! “પૂરી એક સહસ્ત્ર – એક ઓછી કે એક વત્તી નહીં !” કહેનારને પોતાના જ્ઞાનનો ગર્વ થયો. એની કલ્પના વિસ્તરી : “અને શ્રોતાજનો, અનંતરૂપ, આનંદનિધિ એ દેવોનું વર્ણન તમારી કલ્પનાને ગમ્ય નથી. પાતાળ એમનું ચરણ છે. બ્રહ્મલોક એમનું મસ્તક છે. અપરલોક એમના અવયવ છે. સૂર્ય જેનું નેત્ર, ભયંકર કાલુ જેનું ભૂભંગ, સ્નિગ્ધ ઘનમાલા જેના કેશકલાપ, અશ્વિનીકુમાર જેની ધ્રાણેન્દ્રિય, અહોરાત્ર જેના નિમેષોન્મેષ, દશે દિશાઓ જેનાં કાન, પવન જેનો શ્વાસોચ્છવાસ, અને અગમ્ય જેની વાણી છે, એ દેવતાના દિક્ષાલો ભુજદંડ છે, અગ્નિ એનું મુખ છે, અને વરુણ એની જિહ્વા છે. કલ્પનાતીત, ભક્તો, અગોચર - અગમ્ય !” શ્રોતાઓનાં મોં ફાટ્યાં રહ્યાં હતાં. જે સમજાયું કે સુંદર, ન સમજાયું તે ભવ્ય ! તેઓની બુદ્ધિએ આ કંઈ ગમ્ય કર્યું નહોતું, પણ તેમણે પુરુષપ્રમાણથી વચનપ્રામાણ્ય સ્વીકારી લીધું. શ્રદ્ધાનો જન્મ થયો. શ્રદ્ધા મહાન લેખાઈ. જે અગમ્ય હોય એ ભલા બુદ્ધિગમ્ય કેમ બને ? એ દેવાધિદેવ કેવી રીતે ખુશ થાય ?” ' યજ્ઞથી. ભોગથી, નૈવેદ્યથી, સદા સર્વત્ર એની પ્રાર્થનાથી.” ૧૪ ભગવાન ઋષભદેવ Page #34 -------------------------------------------------------------------------- ________________ અમને એની પ્રાર્થના કરાવો ! જેઓએ જીવનમાં કદી દયા યાચી નહોતી, નમસ્કાર શું એ સમજ્યા નહોતા, તેઓએ આકાશ તરફ ઉન્નત રહેતાં મસ્તક નીચાં નમાવ્યાં. પૂજારીએ પ્રાર્થના-મંત્ર ભણવો શરૂ કર્યો : “ઓ અગ્નિદેવ, ઓ ઇંદ્રદેવ, ઓ મરુતદેવ, ઓ વાયુદેવ ! અમે સહુ તમને પ્રાર્થીએ છીએ, અમને તમારા કોપથી મુક્ત કરો ! અમે તમારી આજ્ઞામાં છીએ. અમે તમારા દાસ છીએ. તમારી કુપા, તમારી દયા અમારા પર સદા રહો ” પ્રાર્થના સંપૂર્ણ થઈ. એના પડઘા દિગદિગન્તમાં ગાજી રહ્યા. ભયભર્યા હેયાં એક વાર પુનઃ આશ્વાસન પામ્યાં. સહુ વિખૂટાં પડ્યાં ! પણ દુર્ભાગ્યનું ચક્ર તેમનાથી વિખૂટું નહોતું પડ્યું. હજી યુગલિકોનાં એવાં જ મોત થતાં હતાં. એ જ ગ્લાનિ, એ જ ખિન્નતા ફરી ફરીને, શ્રાવણની જળભરી વાદળીઓની જેમ, એમને વીંટળાઈ વળતી હતી. અરેરે ! આટઆટલી, પ્રાર્થના, પૂજા, નૈવેદ્ય છતાં હજીય યુગલિકોના સંસારમાં અપમૃત્યુ ! શ્રદ્ધામંદિર યુગલિકોના ચહેરા પર આશંકાના ઓળા પથરાતા. પૂજારી ભયંકર હાસ્ય કરી ઊઠતો ને જવાબ વાળતો : “એ તો જેવી દેવોની મરજી ! ઇષ્ટ ને અનિષ્ટ બને એના હાથમાં છે.” “તો એવી કુ-મરજી અમને ખપતી નથી.” દેવનું અપમાન કરો છો ? દેવ તમને દુઃખી કરશે ! એ તમારું સત્યાનાશ વાળશે ! તમને ભૂખે મારશે ! તરસે ટળવળાવશે ! અહો દેવીપ્રકોપ !” ને પૂજારીના વાક્ય વાક્ય દુઃખ, દર્દ ને વિલાપ આ સંસાર પર ઊતરી આવ્યાં. છેલ્લા કેટલાક સમયથી વરસાદ જ વરસતો નહોતો. ચારેતરફથી પાણી, પાણી ને પાણીની બૂમો પડવા લાગી. પૂજારી કહે : “એ તો દેવી કોપ !” પણ આશ્ચર્ય એ હતું કે ભક્ત કે અભક્ત બંનેને એ દેવી કોપ સરખો સંતાપતો. યુગલિકો કંટાળ્યાં, પણ એ જિજીવિષ હતાં, જીવનના જુદ્ધે ચડ્યાં હતાં. ભૂખ ને તરસ એમની સામે નગ્ન તાંડવ કરતી હતી. મૃત્યુ હાહાકાર કરતું સર્વત્ર નૃત્ય કરતું હતું. છતાં ભગ્નાશ થનારાં તેઓ નહોતાં. ઘોર અંધારામાં ઉષારાણીના ઉદયની રાહ, અનન્ત વૈર્યથી જોઈ શકે તેવાં હતાં તેઓ. જિજીવિષાનું જુદ્ધ ૧૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ 3 જય હો વૃષભધ્વજનો ! થોડીએક સોનેરી વાદળીઓ સિવાય વ્યોમ નિર્મળ હતું. ગિરિમાળાઓ પર સૂરજની સોનેરી તડકી ઢોળાઈ રહી હતી. ઝાકળનો આછો આછો પારદર્શક પડદો સૃષ્ટિ પર પડેલો હતો. એ ઝાકળનો પારદર્શક પટ ચીરતો એક ગંધહસ્તી આ વનપ્રદેશમાંથી ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો. કોઈ મહાસ્વપ્ન ચીરતી દેશપ્રતિમા ચાલી આવે, એમ એ ગંધહસ્તી ઉપર એક સુંદર યુવાન બેઠેલો હતો. શિલ્પીઓને કંડારવાનું દિલ થઈ આવે એવી સુરેખ એની દેહયષ્ટિ હતી. કોઈ ચિત્રકારની પીંછી સ્તબ્ધ બની જાય એવી એની દેહકાંતિ હતી. સુમેરુના શિખર જેવું ઉન્નત એનું મસ્તક હતું. દુર્દમ્ય તેજવર્તુલ એ મસ્તકને નિશ્ચલ બનાવતું હતું. સંસારની કોઈ શક્તિ ન નમાવી શકે એવી દુર્જેયતા એને સ્વાભાવિક હતી. અષ્ટમીના ચંદ્ર જેવું એનું તેજસ્વી લલાટ, સ્કંધપર્યન્ત લાંબા કર્ણ, કર્ણપર્યન્ત દીર્ઘ નયનલોચન, શંખાકાર સુંદર કંઠ, ને ગૌરવની પ્રતિમા શો દીપતો એ યુવાન મનોમંદિરના દેવતાની છબી જેવો રૂડોરૂપાળો લાગતો હતો. મદભર્યો ગંધહસ્તી છટાભરી ચાલે વનપ્રદેશ વીંધતો આગળ ને આગળ ધધ્યે જતો હતો. કૈલાસપર્વત જેવી એની કાયા વનપ્રદેશને ભરી દેતી હતી. પોતાની ૫૨ આરૂઢ થયેલ સ્વામીની નિશ્ચલતાનું જાણે અનુકરણ કરતો ન હોય તેમ અડગ પગલે આગળ વધતો હતો. Page #36 -------------------------------------------------------------------------- ________________ યુવાનની ભ્રમરો દૂર દૂર ક્ષિતિજ પર ખેંચાયેલી હતી. એનું દુર્જેય ગૌરવ મૂર્તિમંત કરવા એ આગળ ધસી આવી ન હોય, એમ તીરની પણછ જેવી ખેંચાયેલી હતી. એના વિશાળ મસ્તક પર નદીના તરંગો જેવાં કાળાંભમ્મર જુલફાં એના ગૌર કંઠપ્રદેશ પર વેરાયેલાં હતાં, ને એ સુંદર જુલફાં પર રત્નમંડિત મુગટ દૂર દૂર પૂર્વદિશાના સૂર્ય સાથે સ્પર્ધા કરી રહ્યો હતો. ઊંચા, સશક્ત સુવર્ણ જેવી કાંતિવાળો પુરુષ ગજરાજ પર ચઢીને વનપ્રદેશ વીંધી રહ્યો હતો. જિજીવિષાનું જુદ્ધ આદરી બેઠેલાં ભયાકુલ યુગલિકોએ ધુમ્મસનું પડ ભેદીને આવતો એ કાંતિમાન પુરુષ નિહાળ્યો. પાછળ, સુમેરુ પર્વતની પાછળથી, બાલસૂર્ય કિરણો ફેંકી એની આજુબાજુ આભામંડલ રચી રહ્યો હતો. “નક્કી, કોઈ વાદળોનો વસનાર દેવ સદેહે આવ્યો ! અરે, એનું મસ્તક આકાશને સ્પર્શતું છે, એનું વક્ષસ્થળ સુમેરુ જેવું છે, એનાં ચરણ પાતાળને કંપાવે છે.” યુગલિકો આંખ વિકાસીને નીરખી રહ્યાં. શું સુંદર રૂપ ! કેવી સુંદર છટા ! “અરે, વનના રાજા ગજરાજ પર ચઢીને બીજો કોણ આવે ? એ જ દેવોનો રાજા ઇંદ્ર ! આ એ જ એમનો ઐરાવત ! જય હો વાદળમાં વસનાર દેવ, તારો ! ધન્ય ઘડી, ધન્ય પળ ! આજે દેવ અમને તારવા આવ્યા; અમારી પ્રાર્થના ફળી. ચારે ત૨ફથી જ્યય નાદ ગાજી ઊઠ્યો. પેલા યુવાનનાં પ્રફુલ્લ કમળ જેવાં નયન એ તરફ ખેંચાયાં. શું અદ્ભુત એ નજર ! એમાંથી જાણે સૌમ્ય ને સ્નેહભર્યો પ્રકાશ વહી આવતો હતો. “અરે, વગર મોતે મરતા આપણને જિવાડવા દેવ આવ્યો ! દેવોનો રાજા આવ્યો, જય હો દેવાધિદેવનો !” જયજયકાર ઉચ્ચારતાં યુગલિકો સ્વાગત માટે આગળ ધસ્યાં. ગજરાજ સંકેત પામી ઊભો રહી ગયો. પેલા પુરુષની મોટી મોટી આંખો એ સહુ ૫૨ સ્થિર થઈ ગઈ હતી. અહા, એ નજરોમાં અમીના કૂંપા જાણે છલકાતા હતા, કરુણાના સાગર એમાં લહેરાતા હતા. એ એક નજર જાણે વગર કહ્યે અડધાં દુ:ખ ઓછાં કરી દેતી હતી. ' જય હો વૃષભધ્વજનો ! * ૧૭ Page #37 -------------------------------------------------------------------------- ________________ હે પૃથ્વી ને સ્વર્ગના રાજવી ! ઓ સંધ્યાનગરીના સ્વામી, વાદળની પેલે પાર અલકાપુરીમાં વસનાર હે દેવતા, અમારા તને શત શત નમસ્કાર છે, શત શત પ્રણિપાત છે, શતમુખ વંદન છે. આજે અમે ધન્ય છીએ. અમે રોજ વિશાળ વ્યોમમંડળ સામે જોઈ જોઈ, જેના પવિત્ર દેહમંદિરની કલ્પના કરતા, એ અમારી કલ્પનાઓના કલ્યાણકર સાકાર દેવતા, અમારાં અર્થ સ્વીકારો ! અમારા દોષ ક્ષમા કરો ! અમારાં દુઃખ ઓછાં કરો !” અવાજમાં દન્ય હતું, દયા હતી, યાચના હતી, ભીરુતા હતી. શાંત થાઓ ! ઊઠો, મહાનુભાવો !" ગજરાજની પીઠ પર બેઠેલ પુરુષે પોતાના પડછંદ દેહને, દેહધારી ધર્મધ્વજ હોય તેમ, વધારે ઊંચો કર્યો. એના મુખ પર સહસરશ્મિ સૂર્ય પ્રકાશતો હોય એવું તેજ ઢોળાઈ રહ્યું. યુગલિકો એ તેજ ઝીલી શકતાં નહોતાં. નત મસ્તકે તેઓ સ્વાતિ મેઘ જેવી દેવની વાણીને સાંભળી રહ્યાં. “મહાનુભાવો, તમે દેવ કદી નીરખ્યો છે ?” “ના સ્વામી, નજરોનજર નીરખવાનું સદ્ભાગ્ય કદી સાંપડ્યું નથી. સ્વપ્નમાં એવા દેવની અમને કલ્પના થતી. આજ અમારા એ સ્વપ્નસ્થ દેવતા, અમારી પૂજા, અર્ચના અને યજ્ઞના સ્વામી પ્રત્યક્ષ થયા. અમે કૃતકૃત્ય થયાં !” ભીરુ જનો ! હું દેવ નથી,” શાંત સરોવરમાંથી જાણે મીઠી લહરી આવી. ઘોર વનમાં કોકિલ ટહુક્યો. “ના દેવ ! હવે અમને ઠગશો નહીં. અમને ખોટાં બહાનાં આપી તજી દેશો નહીં. રોગ, શોક ને સંતાપ અમને ઘેરી વળ્યાં છે. અમારા પહાડ જેવા જીવનદૈન્યને દૂર કરો, હે દેવતા ! ” યુગલિકો ગજરાજની ચારે તરફ વટળાઈ વળ્યાં. “હું તમને ઠગતો નથી, અને ઠગીશ પણ નહીં. મહાનુભાવો, હું તમને તજતો નથી, અને તજીશ પણ નહીં. પણ એટલું સમજી લો કે હું દેવ નથી, માણસ છું.” ના, ના, એવું એમને કહેશો નહીં, દેવતા! નિરાશાથી જર્જરિત અમારાં હૈયાં હવે વધુ આઘાત નહીં રહી શકે. તમે જ દેવોના દેવ ઇંદ્ર છો. પૂજારી જેવું વર્ણન કરતો એવા જ તમે છો. માણસનું ભલું દેવ નહીં કરે તો કોણ કરશે ?” “માણસ કરશે.” શબ્દોમાં ભારે ટંકાર હતો; શબ્દવેધી બાણનો વેગ હતો. ૧૮ ભગવાન ઋષભદેવ Page #38 -------------------------------------------------------------------------- ________________ “શું માણસનું ભલું માણસ કરશે ?” “હા, માણસ જ કરશે. તમારા હાથ જ તમારા મોંને કોળિયો આપી શકશે. તમારું ભલું તમારા વૃદ્ધો કરશે, વડીલો કરશે, વિચક્ષણો કરશે અને તમે પોતે કરશો. વાદળમાં વસનાર નહીં કરે.” “અહા, કેવી મીઠી વાણી ! અમારા અંતરના ગહનતમ ગવરમાંથી જાણે ભીરુતાને - ભયને દૂર ભગાડી નાખે છે. પણ અમે, અમે કોણ ? શુદ્રાતિશુદ્ર ! સ્વામી, અહંતાની એવી વાણી અમારી પાસે ઉચ્ચારાવશો મા ! અમને પાપમાં પાડશો નહીં, હે દેવતા ! અમારાં દુઃખ ભારે છે, જીવવું દુષ્કર બન્યું છે.” “જિજીવિષને કોઈ મારી શક્યું નથી. તમે જીવવા ઇચ્છતા હશો તો તમને જિગુષને રોળવાની કોઈની તાકાત નથી. પ્રયત્નવાન પુરુષાર્થીનો પરાજય સંભવતો જ નથી.” શબ્દોમાં સંજીવની હતી, અપૂર્વ સંગીત હતું. યુગલિકો નતમસ્તક ઊભાં જ રહ્યાં. યુવાને પોતાનું વક્તવ્ય આગળ ચલાવ્યું “આ ભૂમિને વિશેથી શું કલ્પવૃક્ષો ઓછાં થઈ ગયાં છે ? શું મદ્યાંગ વૃક્ષ તમને મધુ આપતાં નથી ?” “ના સ્વામી ! વસૂકી જવા આવેલી ધેનુની જેમ કદી કદી આપે છે તોપણ અલ્પ, વિરસ !” અને દીપશિખા ને જ્યોતિવૃક્ષો શું હવે પ્રકાશ વેરતાં નથી ?' “વેરે છે, પણ સ્વાર્થભ્રષ્ટ સ્નેહીની જેમ - ઉષ્મા વગરનો. એનાથી કામ કેમ સરે ?” “આહાર પૂરો પાડનારાં ચિત્રરસવૃક્ષો ને પાત્ર પૂરાં પાડનાર ભૂતાંગવૃક્ષોએ પણ શું તમને મદદ આપવાથી ઇન્કાર ભણ્યો છે ?” હા નાથ !” • “અને અનગ્નવૃક્ષ પણ વસ્ત્રો આપવાની ના ભણે છે ?” “ના તો કોઈ ભણતું નથી, પણ દાન ન દેવાની ઇચ્છાવાળા લોભીની જેમ નિરર્થક આંટાફેરા ખવડાવે છે.” "ત્યારે સૂર્યાગવૃક્ષો હવે સંગીત પણ છેડતાં નહીં હોય. ચિત્રાંગવૃક્ષો ફૂલમાળ પણ રચતાં નહીં હોય.” સ્વામિન્ ! ખાવા-પીવાના સાંસા હોય ત્યાં, સંગીત ને ફૂલમાળને કોણ જય હો વૃષભધ્વજનો! ૧૯ Page #39 -------------------------------------------------------------------------- ________________ સંભારે ? અધૂરામાં પૂરું હવે તો કામધેનુઓ પણ દૂધ ચોરી જાય છે, પહાડોમાં ચિંતામણિ-રત્નનાં દર્શન દુર્લભ બન્યાં છે. દુર્લભતાનાં દૈન્ય અમને ઘેરી વળ્યાં છે, વળી એકબીજાનું લઈ લેવાની વૃત્તિ અમારામાં જાગી છે. મમત્વ સહુને પીડા કર્યા કરે છે. હે દેવતા, અંતર અમા મને મળે એ ઇચ્છા ચોર બન્યું છે. બાહ્ય રીતે અમે અચોર હોવાનો ભલે દંભ સેવીએ’’ “આમ કેમ બન્યું ? તમે જાણો છો ?”’ “હા સ્વામી, દૈવી કોપ !”’ એ કેમ શમશે ? જાણો છો ?'' “પૂજારી કહે છે કે પૂજાથી, અર્ધ્યથી, આહુતિથી, યજ્ઞથી.” યુગલિકો, માનસરોવર જવા ઇચ્છનારો મરુભૂમિ તરફ જાય તો એની ગમે તેવી મહેનત હોય છતાં માનસરોવરનાં મીઠાં જળ એને લાધશે ?'' “અમે કંઈ ન સમજ્યા, દેવ !’” - “તમારા અજ્ઞાને જ આ અંતસ્તાપ જન્માવ્યો છે. તમારી વહેમી પ્રકૃતિ ને તમારા ભયભીત મને જ આ કકળાટ રચ્યો છે. તમે માર્ગ ભૂલ્યા છો. તમે આજ સુધી ભયની પૂજા કરી છે ને ભય મેળવ્યો છે. વિશ્વના અચળ નિયમને તમે હેતુપૂર્વક ઉલ્લંધવા પ્રયત્ન કર્યો છે. ને તમારા ખજાને ખોટ આવી છે !’” તેજસ્વી યુવાને પ્રકાશધારા જેવી પોતાની વાણીને છૂટી મૂકી. “પ્રકૃતિની અપાર શક્તિને તમારી પુરુષશક્તિ પિછાની ન શકી. માતા પ્રકૃતિના હાથમાંથી ભરણપોષણનો ભાર તમે માથે લીધો. પેટપૂર જોઈએ એ તમારો પહેલો હક ! પેટ પર પોટલો બાંધવાની વૃત્તિ એ તમારું પહેલું પાપ ! તમારા હૈયામાંથી આશા ગઈ, તમે શ્રદ્ધા ખોઈ, સયન ખોયો, સ્વાસ્થ્ય ખોયું. એ બીજું પાપ ! પરિણામે ચોરી તમારી જીવનવૃત્તિની મુખ્ય પ્રવૃત્તિ બની. ઉંદરવૃત્તિ એ તમારું ૫૨મ ધ્યેય બન્યું. પુરુષાર્થના બદલે આલસ્યને તમારો અધિનેતા બનાવ્યો. હિંમતને બદલે ભીરુતા, સ્વતંત્રતાને બદલે દાસતાં તમે અપનાવી. એ પાપે આ કલ્પવૃક્ષોએ તમારાથી ચોરી આદરી. કસ્તુરી મૃગ હવે અહીં નહીં ચરે ! કામધેનુ હવે અહીં નહીં દૂઝે ! કલ્પવૃક્ષો હવે અહીં નહીં ફળે !” અંધારઘોર રાત્રિમાં જાણે પ્રકાશનો પો ફાટતો હતો “સ્વામી, અમારી આજ સુધીની સર્વ આરાધના જૂઠી ’' “ભીરુની સર્વ આરાધના જૂઠી ! તમે મૃત્યુથી ડરો છો, કષ્ટી કંટાળો છો. ભીરુતા તમારી રગેરગમાં વ્યાપી ગઈ છે. ભીરુનો કોઈ ધર્મ નહીં. ૨૦ * ભૃગવાન ઋષભદેવ Page #40 -------------------------------------------------------------------------- ________________ ભીરુનું કોઈ સત્ત્વ નહીં, ભીરુની કોઈ આરાધના નહીં ! તમારી ભીરુ આરાધનાએ તમને વામન બનાવ્યા. પહાડ સમાં તમારાં મસ્તકોને તણખલાં જેવાં તુચ્છ બનાવ્યાં. તમારી આંખમાંથી વાઘ-દીપડાના હુંકાર ઓલવાયા. વૃક્ષોનાં વૃક્ષોને કચડી નાખવાનું તમારું બાવડા-બળ ક્યાં અલોપ થયું ? નખમાંથી કોરી નાખવાની તીક્ષ્ણતા ને દાંતમાંથી કરડી નાખવાની તાકાત ક્યાં ગઈ ? તમારી પૂજાએ, તમારી આરાધનાએ, તમારા યજ્ઞોએ તમને માનવતામાંથી મુકાવ્યા !” “દેવ, જીવવાની ઇચ્છાએ અમને આટલા અધમ બનાવ્યા એ સાચું, પણ દિવસોથી અમારા પર દેવી કોપ ઊતર્યો છે. પીવા પૂરતું પાણી મળતું નથી. ખાવાની તો વાત જ શી કરવી ?” શબ્દોમાં નિરાધારતા હતી. “તમારું પીવાનું પાણી ભયનો દેવ પી ગયો. હવે પુરુષાર્થની પૂજા નહીં આદરી – દેવતના એ દેવને નહીં રીઝવો – ત્યાં સુધી તમને પીવા પાણી કોઈ દેવ નહીં આપે.” એ દેવતનો દેવ કેવો છે ? ક્યાં રહે છે, એ કહેશો ?” શ્રદ્ધાળુ યુગલિકે પ્રશ્ન કર્યા. ધરતીનાં તમે બાળક અને એ દેવને તમે ન પિછાણો, કેવું આશ્ચર્ય! એ તમારા બાહુમાં વસે છે, એ તમારા ચરણમાં વસે છે, એ તમારા મસ્તકમાં વસે છે; તમને છોડી એ અન્યત્ર ક્યાંય વસતો નથી. ધરતીના સંદેશ તમે સાંભળી શકો, વૃક્ષોનાં દિલ તમે વાંચી શકો, પહાડોનાં અંતર તમે કળી શકો, ને છતાં તમે દીન-હીન રહો ભલા ? સર્વથા અસંભવ !” કાયર થયેલા કેસરીને જાગ્રત કરે તેવો પડકાર આ શબ્દોમાં હતો. એ સાચું, પણ અમને માર્ગ કોણ બતાવે ? અમને કોણ દોરે ? પાણી વિના દિવસોથી અમે વ્યાકુળ છીએ.” પાણી? પાણી તો પેલા કદલીદળમાં છે, પેલી પ્રિયંગુલતામાં છે, પેલી દ્રાક્ષાવેલમાં છે. તમે તમારાં બાવડાંને કામે લગાડો તો તમારા પગની જમીન નીચે પણ છે; અશોકના થડમાં પણ છે. આમ્રફળનાં ઉદરમાં પણ છે. પેલી ઊંચી ઊંચી નાળિયેરી તો પોતાનાં અમૃતફળ તમારી સામે ધરી રાખી, તમારી મૂર્ખાઈને હસી રહી છે.” વાક્યવાક્ય તરસ્યાં યુગલિકો દોડ્યાં. કોઈ કદલીવૃક્ષની ભીતરમાંથી છલોછલ ઊભરાતું પાણી પીવા લાગ્યાં. કોઈ નાળિયેરી પર ચડી એના સુસ્વાદુ જય હો વૃષભધ્વજનો ! જ ર૧ . Page #41 -------------------------------------------------------------------------- ________________ ફળમાંનું અમૃત આરોગવા લાગ્યા. કેટલાકોએ જોતજોતામાં પગ પાસેની જમીનમાં ઊંડો ખાડો કરી નાખ્યો. અમૃતજળ એમાં ઊભરાયાં. તૃપ્ત થયેલાં તૃષાતુરો હર્ષાવેશમાં ગજરાજની આસપાસ વીંટળાઈ નૃત્ય કરવા લાગ્યાં. એ નૃત્યમાં સ્વાતંત્ર્ય મેળવ્યાનો, સભાનતાનો, સ્વાશ્રયનો જુસ્સો હતો. અચાનક કંઈક સંકેત થયો. હવામાં સંદેશ આવ્યો. ગાતાંનાચતાં યુગલિકો શાન્ત થઈ ઊભાં રહી ગયાં. દૂર દૂર વનકંદરામાંથી એક સુંદર કિશો૨ી ધીરે ધીરે ચાલી આવતી દેખાઈ. એની પાછળ વૃદ્ધ યુગલિકો ચાલતાં હતાં. યુવાનનાં વિશાળ નયનો એ સુંદરી પર મંડાયાં. એ સુંદરીનાં નયનો પણ યુવાનની દેહયષ્ટિ પર સ્થિર થઈ ગયાં હતાં. યુવાનને પીઠ પર લઈને ઊભેલો ગંધહસ્તી પણ પોતાનો સ્વામી વધુ સુંદર કે પેલી શ્યામવર્ણી સુંદરી વધુ સુંદર, એ વિચારમાં અસ્થિર બની પોતાની સૂંઢ આમતેમ હલાવી રહ્યો હતો. એની ઝીણી આંખો વધુ ઝીણી બનતી જતી હતી. રજનીગંધથી ભર્યાં વનોમાં કમળ૨૪ લઈને વાયુ વાતો હતો. દૂર્વાનાં વિશાળ મેદાનો પર મયૂર કેકા કરી રહ્યા હતા. પરમાણુ પ્રેમની કોઈ સૃષ્ટિ રચી રહ્યા હતા. “સ્વામી, દેવોનો રાજા જેમ ઇંદ્ર તેમ અમ માનવોના રાજા તમે ! તમે અમારા માર્ગદર્શક ! તમે અમારા જીવનદાતા ! બોલો, જય હો સ્વામીનો !” યુગલિકો અત્યાર સુધીમાં આ યુવાનનું નામ પૂછી શક્યા નહોતા. એ સંસારમાં નામનો મહિમા કોઈ રાખતું નહીં. આ તો આપણા સ્વામી ! આપણા ઇંદ્ર ! આપણા રાજા ! અચાનક તેમની દૃષ્ટિ હાથીના હોદ્દા પર ફરફરી રહેલી ધ્વજા ઉપર ગઈ. એ ધ્વજામાં વૃષભનું ચિહ્ન હતું : મળી ગયું, લાધી ગયું, સ્વામીનું નામ સાંપડી ગયું. યુગલિકોએ પોકાર કર્યો. જય હો વૃષભધ્વજનો !'’ ગગનભેદતા પ્રચંડ નાદ ઊઠવા લાગ્યા. ઝરણાંઓ એમાં સાદ પૂરતાં હતાં. પંખી એમાં સૂર પૂરતાં હતાં. ગિરિકંદરાઓ એમાં પ્રતિસૂર પૂરતી હતી. “જિજીવિષે પ્રજાને જિવાડનાર વૃષભધ્વજનો જય હો !'' ૨૨ * ભગવાનઋષભદેવ Page #42 -------------------------------------------------------------------------- ________________ આ જયજયકારના નાદ વચ્ચેથી, જલમાં રહેલા કમળની જેમ અલિપ્ત થયેલી પેલી સુંદરી ધીરે ધીરે આગળ આવી રહી હતી. સુંદરીના અંગેઅંગે જાણે સૌંદર્યઝરણું ફૂટી નીકળ્યું હતું. એના અધરોના હાસ્યથી જાણે વાતાવ૨ણ મુખરિત બન્યું હતું. એના શ્વાસની સુગંધથી વાયુ જાણે મહેતો હતો. એના અંબોડામાં માત્ર એક કમળ હતું. કામદેવના ઉઘાનસમા એના અવયવો સુઘટિત, સુલિત હતા. “આ આપણો સ્વામી ને આ આપણી સુનંદા !” “સ્વામી એકલા, સુનંદા એકલી. બે એકલાંની જોડ. ભોળાં યુગલિકોનાં દિલ મયૂરની જેમ મત્ત થઈ ઊઠ્યાં. તેઓએ ઘૂંટણીએ પડી પ્રાર્થના કરી : “આપના કૃપાપ્રસાદના ચિહ્નરૂપ આ ઇંદ્રપુત્રી સુનંદાને સ્વીકારો ! સ્વામી, અમે ધન્ય થઈશું.” “ભોળાં યુગલિકો, તમારા સ્વામી થવાનું કે આ સુંદરી સ્વીકારવાનું મારા હાથમાં નથી. સરયૂતીરે વસતા કુલકર નાભિદેવ મારા પિતા થાય. પિતૃઆજ્ઞા આવશ્યક છે.” “અમે કુળકર નાભિદેવની આજ્ઞા અવશ્ય મેળવશું,’’ ગંધહસ્તીએ સ્વામીનો સંકેત પામી ધીરે ધીરે ચાલવા માંડ્યું હતું. વૃષભ ચિહ્નવાળી ધ્વજા આકાશમાં ધીરી ધીરી ફરફરી રહી હતી. યુગલિકો ધીરે ધીરે ક્ષિતિજમાં ભળી જતા એ ગજસવારને નીરખી રહ્યાં હતાં. પણ પેલી મૃગનયની સુનંદાનું શું ? ચતુરાનના હૃદયનો કોણ પાર પામ્યું છે કે વળી આપણે પામવાના હતા ! એ અબળા તો વળી કંઈ કંઈ કલ્પનામિનાર ચણી રહી હતી ! એ ઘેલી તો કહેતી હતી : “એ જ મારા સ્વામી !” જય હો વૃષભધ્વજનો ! ૨ ૨૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ ફુલકરો આપણે જે વખતની વાત કરીએ છીએ, એ વખતે અગોચર જંગલો અને અગમ્ય જળરાશિ વચ્ચે વિસ્તરેલાં રજકણોની જેમ માનવજીવન છૂટુંછવાયું વીખરાયેલું હતું. વગડાઉ ફૂલોની જેમ એ ખીલતું ને કરમાતું. અનંત જંતુસૃષ્ટિમાં માનવ પણ એક જંતુ હતું. સાપના રાફડા પાસે, વાધની ગુફા પાસે, ઝરખની બખોલની પડખે આ માનવપ્રાણી પણ પોતાના લાંબા નખ ને તીવ્ર દાંતથી ગુફા બનાવી પડ્યું રહેતું. પવન, પાણી ને જમીન પર એકસરખો મત્સ્ય-ગલાગલનો* અવિચળ નિયમ પ્રસરતો હતો. દુર્બળ સબળનો પક્ષ બનતો ને મોટો જીવ નાના જીવ ૫૨ જીવન ગુજારવાનો હક રાખતો. નબળું સબળની મિલકત મનાતું – જોકે મિલકત જેવો શબ્દ કે ભાવ ત્યારે જન્મ્યો નહોતો. દિવસો સુધી એ પ્રદેશ પર અંધકાર પ્રસરી રહેતો. વળી દિવસો સુધી તાપ ને તડકાથી એ પ્રદેશ ધગધગી રહેતો. અંધકારમાં જંતુઓ જીવનહીન બનીને પડ્યાં રહેતાં. પ્રકાશ આવશે ત્યારે ન જાણે કોણ જાગશે, એની કંઈ ખાતરી નહોતો. ન જાણે એ વેળા ઠંડાં, લીલાં જંગલોમાંથી, ઊંચાં અંધારાં ગિરિશિખરો પરથી મૃત્યુ કંઈ કેવી રીતે આવીને હણી જશે, એની કંઈ સમજ નહોતી. * મત્સ્ય--ગલાગલ : મોટું માછલું નાના માછલાને ખાય; એ મોટા માછલાને વળી એનાથી મોટું માછલું ગળી જાય. એ ન્યાય Page #44 -------------------------------------------------------------------------- ________________ અને એ કારણે જ પ્રકાશની પહેલી રેખા આવતી, ત્યારે જીવતાં બધાં નવજીવન પામી થનગની ઊઠતાં. વાઘ ને વીંછી, વધુ ને વાનર, સાપ ને અજગરની જેમ જ માનવી પણ જીવતો, આલસ્ય મરડી ખડો થઈ જતો. જીવન-પોષણ અને જીવન-રક્ષણનો ભારે કલહ એમને સદા ઘેર્યો રહેતો. પૃથ્વી સાકર જેવી મિષ્ટ હતી, જળ અમૃત જેવા સુસ્વાદુ હતાં. અનામી આ પ્રદેશમાં સૃષ્ટિ બાલપણ વિતાવતી હતી. એ સૃષ્ટિમાં મોટા કદનાં પ્રાણીઓ હતાં ઝાડનાં ઝાડ, માનવીનાં માનવી હજમ કરી જનાર રાક્ષસી દાંતવાળાં પ્રાણીઓ; ભેખડો, ખીણો ને પાણીમાં ભટકતા મગરમચ્છો; ઊન જેવા વાળવાળા ગેંડા; પહાડ જેવા ભયંકર હાથી, મૃત્યુના બીજા અવતાર જેવા ફુર વાઘ, વરુ ને રીંછ ત્યાંનાં માનનીય ને વર્ચસ્વ ધરાવતાં વસનારાં હતાં. લાંબા લાંબા વાળવાળો ચાર પગે ચાલતો, દાંતેથી આહાર નીગળતો માનવી ત્યાંનો પામર જંતુ હતો. એક દિવસ ભયંકર ઉલ્કાપાતથી સૃષ્ટિ થથરી ઊઠી. વનના સીમાડે રહેતા મહાન રીંછ સાથે, બે માનવબાળ લડી પડ્યાં. ડુંગરા જેવા ડિલવાળું રીંછ દિવસોથી ભૂખ્યું હતું. આ યુગલ પણ લાંબી ઊંઘમાંથી હમણાં જાગ્યું હતું. ક્ષુધાતૃપ્તિની શોધમાં એક રાહ પર બંનેનો ભેટો થઈ ગયો. વિકરાળ રીંછે પેટ ભરાય તેવો સુસ્વાદુ ખોરાક જોયો. એ ઘેલું બનીને સંહારવા ધસી ગયું. રીંછ જેવા જ લાંબા વાળવાળાં, મોટા નખ ને નહોરવાળાં, ચાર પગે ચાલતાં માનવબાળ ભૂખ્યાં હતાં. આ વનપિશાચ સામે લડી લે તેવી શક્તિ અત્યારે તેમનામાં નહોતી, જોકે માનવબાળને મધુસંચય વેળાનો રોજનો આ પ્રતિસ્પર્ધી ખટકતો તો હતો જ, છતાં અત્યારે એમનાથી સામનો કરી શકાય તેમ નહોતું. માનવબાળ પાસેના નાના ડુંગર તરફ ભાગ્યાં. રીંછ દાંત કચકચાવીને પાછળ પડ્યું, માનવબાળ નાસતાં જાય, તેમ આ ઝનૂની પ્રાણી પીંછો લેતું જાય. થોડી વાર સુધી બંને વચ્ચેનું અંતર જળવાઈ રહ્યું, પણ હવે એ ઘટવા લાગ્યું હતું. બેએક ક્ષણ આમ ચાલ્યું તો ક્રૂર રીંછના ઘાતકી પંજા માનવબાળનાં વક્ષસ્થળને વીંધી નાખે ! ને ભૂખ્યા રીંછને સુલલિત માંસ ને ઊના લોહીનું સ્વાદિષ્ટ જમણ મળે... કુલકરો * ૨૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ જરૂરિયાત જ સર્વત્ર જીવનશોધનનું મૂળ છે. નિરાધાર માનવબાળે આગળ વધવા માટે પકડેલી એક શિલાને હચમચાવી. મોટો ટુકડો એમાંથી છૂટો પડી ગયો. જીવનરક્ષાની મૂંઝવણમાં, આવતા દૈત્યને ખાળવા, માનવબાળે બે હાથે એ ઉપાડી. વાંકી વળેલી કરોડરજ્જુને એણે જોશમાં ને જોશમાં સીધી કરી; જરા ટટ્ટાર થઈ, શિલાનો ઘા કર્યો. મોટાં મોટાં નસકોરાંમાંથી ભયંકર ફુત્કાર કરતા એ રીંછના કપાળમાં શિલા વાગી. એ બે ડગલાં પાછું હઠી ગયું. માનવબાળને લાગ્યું કે પોતાનો શ્રમ સાર્થક નીવડ્યો. એણે વળેલી કમરને વિશેષ સીધી કરી ને વિશેષ ટટ્ટાર થઈ વેગથી બીજો પથ્થર ઝીંક્યો. રાક્ષસ જેવું રીંછ એ પ્રહા૨થી નીચે ગબડી પડ્યું. વાહ, વાહ ! માનવબાળ વિશેષ ટટ્ટાર થઈ પથ્થરની વર્ષા વરસાવવા લાગ્યાં. અરે, વિશેષ આશ્ચર્ય તો એ જણાયું કે પોતે પાછળના બે પગે ટટ્ટાર ઊભો રહી શકતો હતો, ને આગળના બે પગે ઘા પણ ફેંકી શક઼તો હતો. અને એ ઘામાં અદ્ભુત વેગ ને બળ પણ દેખાતું હતું. રીંછ ગમે તેવું ભલે બળવાન હોય, એ એના પાછળના બે પગથી ખડું રહી શકતું નહોતું ને સાથે એના આગળના બે પગથી એ કાંકરી પણ ફેંકી શકતું નહોતું. પથ્થરોના વરસાદથી થોડી વારમાં વિકરાળ રીંછ ભૂમિશરણ થયું. પાછળના બે પગ પર જ ટટ્ટાર ચાલતાં માનવબાળ ખુમારી સાથે રીંછની નજીક ગયાં. એ દિવસે એમણે વિજયોત્સવનો આનંદ અનુભવ્યો. એમનામાં કંઈક અપૂર્વ શક્તિ છે, ને પોતે આ વપિશાચથી પણ વધુ વીર ને શ્રેષ્ઠ છે, એ ભાન તેમણે અનુભવ્યું. માનવબાળ એ દિવસે ચોપગામાંથી બે પગું બન્યું : ચાર પગને બદલે એ બે પગે ચાલવા લાગ્યું. આગળના બે પગ એનાં હથિયાર બન્યાં; એને હાથનું નામ આપ્યું. માનવબાળને આજે નવજીવન મળ્યું. પશુસૃષ્ટિમાં એ શ્રેષ્ઠ બન્યો. એ બે ઘડી હાથ હલાવી, પગ ડોલાવી, આમતેમ ફર્યો. એનામાં આત્મશ્રદ્ધા જાગી કે આ જંગલનાં બીજાં પ્રાણીઓ પર હું જરૂર કાબૂ મેળવી શકીશ; મારામાં અપૂર્વ શક્તિ ભરી છે. ૨૬ * ભગવાન ઋષભદેવ Page #46 -------------------------------------------------------------------------- ________________ એણે પોતાના વિજયો વધારવા માંડ્યા, પોતાના આગળના બે હાથના બળથી ને અવનવી તરકીબોથી સાપને, વાઘને, વરુને નમાવવા માંડ્યાં. અરે, રસ્તામાં પડેલો નિર્જીવ - નિર્માલ્ય લાગતો પથ્થર એના હાથમાં આવતાં જાણે શક્તિનો અવતાર બની જતો ! એમાં પણ અણીદાર, ત્રિકોણ પથ્થર તો વિશેષ શક્તિવંત લાગ્યા. પથ્થરોના જુદા જુદા ઘાટ બનાવી એ ફેંકવા લાગ્યો. દ્વંદ્વયુદ્ધોના પ્રસંગોમાં પણ એને ચોપગાં કરતાં પોતાના બે પગ વિશેષ સાર્થક ભાસ્યા. એ ધીરે ધીરે અજેય યોદ્ધો બનતો ચાલ્યો. એણે યુદ્ધ વેળાએ વચ્ચે આવતા પોતાના લાંબા લટકતા વાળને પથ્થરથી કાપીને ટૂંકા કરી નાખ્યા; પોતાના લાંબા નખને પ્રતિસ્પર્ધીને ચીરવા પથ્થર સાથે ઘસીને વધુ સતેજ કર્યા; ટૂંકા કરેલા વાળ પણ જ્યારે દોડતાં, દ્વંદ્વ કરતાં, ઝાડીઓમાંથી પસાર થતાં વિઘ્ન કરવા લાગ્યા ત્યારે ઝાડની કૂણી છાલથી, કુમળી વેલોથી, એને જટા આકારે બાંધવા માંડ્યા. કોઈક વાર વિજયના હર્ષથી ડોલતો એ, પાસે પડેલાં સુંદર પક્ષીનાં પીંછાંથી જટાને શણગારવા લાગ્યો; કોઈક વાર કાળા નાગને જટાએ બાંધીને પોતાના સામર્થ્યનું પ્રદર્શન પણ કરવા લાગ્યો. માનવબાળમાં આવેલી આ જાગૃતિએ ઠેર ઠેર નવજીવન આપ્યું. બધા માનવો ચતુષ્પાદને બદલે દ્વિપાદથી ચાલવા લાગ્યા, આગળના બે પાદથી અનેકવિધ કળાઓ વિસ્તારવા લાગ્યાં. ખાનપાનનો કંઈ તોટો ન હતો. એને ઘેરી બેઠેલાં પશુઓ હવે પરાસ્ત થતાં જતાં હતાં. સુંદર મીઠાં ફળ, સુસ્વાદુ જળ ને અમૃત જેવું મધુ એમને ખાનપાન માટે મનમાન્યાં મળવા લાગ્યાં. કોઈ વાતની અછત એમને પીડતી નહોતી. છત એ વાતની હતી કે સર્વને જન્મથી જ એક સાથી મળતો. માતાના પેટમાંથી જ એક બાળક ને બાલિકાનું યુગલ જન્મતું. બંને રમતાં-જમતાં, સાથે પ્રજનન કરતાં ને પ્રાણાન્ત પણ સાથે કરતાં. પ્રજનન કે પ્રાણાન્ત એમને મન રમત હતી; સહજ ક્રમ હતો. આ નવજાત શિશુયુગલનો વિકાસ પણ અતિ સત્વર થતો : પહેલા અઠવાડિયામાં એ અંગૂઠો ચૂસતાં પડ્યાં રહેતાં; બીજા અઠવાડિયે ઘૂંટણિયાં તાણતાં, ત્રીજા અઠવાડિયે વાચા ફૂટતી ને ચોથામાં ઊભાં થઈ પાંચમામાં ચાલવા માંડતાં. છઠ્ઠા અઠવાડિયામાં એ ઘણું શીખતાં ને સાતમા અઠવાડિયે કામવિલાસની કળાઓમાં પાવરધાં થતાં. કુલકરો * ૨૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ પોતાના શિશુયુગલને આ રીતે તૈયાર થયેલું જોઈ માબાપ હવે સ્થાન ખાલી કરવાની તૈયારી કરતાં. એક દિવસે એકાએક પુરુષને બગાસું આવતું, સ્ત્રીને છીંક આવતી, ને બંને ગાઢ અનન્ત નિદ્રામાં સૂઈ જતાં. આકાશમાં મહાપક્ષી ચક્કર લગાવતાં; એ બંનેના દેહોને ઉપાડીને અદૃશ્ય થઈ જતાં. સંસારની બાલ્યાવસ્થા આ રીતે વીતી રહી હતી, ત્યાં એક દિવસ એક મોટો બનાવ બન્યો. વનના પ્રાંતભાગમાં રહેનારી વાઘણે હમણાં જ ત્રણ યુગલ સંતાનોને જન્મ આપ્યો હતો, ને પ્રસૂતિના કારણે એ અત્યંત ક્ષુધાતુર બની ગઈ હતી. ગમે તે રીતે એ ખાદ્ય મેળવવા જીવ પર આવી ગઈ હતી. એનો પતિ વાઘ પણ સાથે જ હતો. તેઓએ થોડે દૂર વૃક્ષની છાયામાં ગેલ કરી રહેલ એક માનવયુગલને નિહાળ્યું ને ભયંકર કિકિયારી કરી. આ યુગલ આવી કિકિયારી ઘણી વાર સાંભળતું, પણ આજની ગર્જના એના રોમ રોમ ખડાં કરી રહી. તેમણે અજ્ઞાનપણે ભયંકર ચીસ નાખી. વાઘણ કૂદવાની તૈયારીમાં હતી. એનું ખાલી પેટ ખાદ્ય માટે પોકાર કરતું હતું. પણ તરાપ મારતા મારતી એ થંભી ગઈ. એણે જોયું તો પાસેની ઝાડીમાંથી પહાડ જેવા હાથી પર બેસીને કોઈ સશક્ત પુરુષ ધસમસ્યો આવી રહ્યો છે. એની આજુબાજુ કેટલાંય માનવયુગલો દોડતાં આવે છે. કોઈના હાથમાં પથ્થરના ગોળા છે, તો કોઈના હાથમાં તીર્ણ પથ્થરની ફરસીઓ છે. વાઘદંપતી વીરતા વીસરી પાછું ફરી ગયું. પેલું માનવયુગલ બંને દિશાના બંને બનાવોને આશ્ચર્યથી નિહાળી રહ્યું. ત્યાં તો પેલો ગજરાજ અને તેનો સંઘ નજીક આવી ગયો. અરે, વાઘનો એક ભય તો ગયો, પણ હવે આ ગજરાજનો બીજો ભય ! આ ગજરાજની અજબ ખૂબી હતી. બીજાં પ્રાણીઓ માનવ સામે પથ્થરો ફેંકી ન શકતાં, એમના કૂબાનું સત્યાનાશ વાળી ન શકતાં, વૃક્ષ પર જલદી ચઢી ન શકતાં, પણ વનનો આ રાજા બધી કળામાં પાવરધો હતો. એ પોતાની પ્રચંડ સૂંઢથી મોટામોટા પથ્થરના ગોળા ફેંકી શકતો; પાદપ્રહારથી કૂબાઓનો કચ્ચરઘાણ વાળી નાખતો, વૃક્ષને તો થડમૂળથી હલાવીને ઉખેડી ફેંકતો. પહાડ જેવા પ્રચંડ, આંધી જેવા વેગવંત આ પ્રાણીને જોઈ માનવોના તો રામ રમી જતા. ૨૮ ભગવાન ઋષભદેવ Page #48 -------------------------------------------------------------------------- ________________ એ જ પ્રાણી પર પોતાના જેવો એક માનવી બેઠો છે ! એ જ પ્રાણીની આસપાસ પોતાના જેવાં માનવયુગલો નિરાંતે ચાલે છે ઃ ન કલ્પી શકાય તેવું આ આશ્ચર્ય હતું. ઊભા રહેવું કે નાસી જવું એની વિમાસણમાં એ પડી ગયાં. એ વેળા એક યુગલિક દોડતો આવ્યો ને બોલ્યો : “અરે, જુઓ તો ખરાં ! પેલા આવે તે આપણા કુળકર ! વાધ પણ એમને જોઈ પીઠ બતાવે.” “પણ ભાઈ, આ સત્યાનાશના મૂળને શા માટે સાથે આણ્યો છે ?”' “કોણ સત્યાનાશનું મૂળ ' “આ હાથી.” “ભલા માણસ, એનાથી ભય પામવાની લેશ પણ આવશ્યકતા નથી રહી; એ તો કુળકરનો મિત્ર છે.” “મિત્ર ! અરે, આ કાળની સાથે તે મૈત્રી હોય ?”’ “એ જ તો ખૂબી છે. આ કુળકર તો કહે છે, કે પ્રાણીમાત્ર આપણાં મિત્ર છે. એમનામાંય આપણા જેવો જીવ છે.” “પ્રાણીમાત્ર આપણાં મિત્ર ’ યુગલિક સાંભળીને હસી પડ્યો. હસતાં હસતાં વળી બોલ્યો : “એનામાંય આપણા જેવો જીવ છે ?” એ તો હસી હસીને બેવડ વળી ગયો. પણ ગજરાજ આવી પહોંચ્યો હતો. શી શાન્ત એની આંખો હતી ! કાળદંડ જેવી લાગતી સૂંઢ જાણે કમળનાળ બની હતી. પ્રલયના દૂત જેવા એના પગ જાણે સૌમ્યતાના અવતાર હતા. કુદરત કઠોર હતી; પદેપદે શત્રુ હતાં; માનવી પણ કઠોર દિલનો બન્યો હતો; પણ ગજરાજ શાંત હતો ને એથી અધિક શાંત તો તેના પર આરૂઢ થયેલ માનવી હતો. એના મુખ પર મમતાના રંગ હતા. “અદ્ભુત ! અરે, આ ગજરાજના સ્વામી ક્યાં વસે છે ?”’ સરયૂને પુણ્યતીરે. એમણે અનેક યુગલિકોને એકત્ર કરી ત્યાં કુળ વસાવ્યું છે. જે એ કુળનો માનવી બન્યો એને ન વાઘ-હાથીનો ડર, ન સાપચિત્તાની લેશ પણ ચિંતા ! સરયૂ અમૃત વહાવે છે. એના તીર પર કલ્પવૃક્ષ ખીલે છે. એના મેદાનમાં સુંદર કામધેનુઓ ચરે છે. મયૂર કેકા કરે છે. ઉત્તર દિશાનો હિમાળો કે દક્ષિણ દિશાનો અગ્નિભર્યો પ્રદેશ ત્યાં નથી.” “એમનું નામ ?” “મનુ કુળકર વિમળવાહન !'' કુલકરો * ૨૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ જય હો સ્વામી વિમળવાહનનો !” યુગલિકોએ ગજરાજની પાછળ પ્રયાણ કર્યું. અને આ સવારી જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ જંગલોના છૂટા છૂટા ભાગોમાંથી નીકળીને અનેક યુગલિકો સરયૂતીરે કુળમાં વસવા આવવા લાગ્યાં. - સરયૂના સુંદર શાંત તીર પર આ કુળ વસતાં હતાં. જરૂર જેટલું સહુને મળી રહેતું. ખાન, પાન ને વિહાર સિવાય તેઓને બીજું કોઈ કામ નહોતું. જંગલના શત્રુઓથી તેઓ સદાને માટે કલહમુક્ત થયા હતા. સુંદર સ્વચ્છ ભૂમિ પર ફરવાનું હતું. મિષ્ટ ફળો આરોગવાનાં હતાં. અમૃત જેવાં દૂધ પીવાનાં હતાં. પણ બાહ્ય સંગ્રામથી નિવૃત્ત થનાર આ યુગલિકોની નવરાશે ને નિશ્ચિતતાએ આતરસંગ્રામ નોતરી લીધો. કઈ ધેનુનું દૂધ વધુ મિષ્ટ, ક્યા વૃક્ષનાં ફળ અતિ સ્વાદિષ્ટ, કઈ ધરા અતિ સમતલ - આવી આવી ચર્ચાઓએ એકબીજામાં હરીફાઈ પેદા કરવા માંડી. એકબીજાની ધેનુ, વૃક્ષ કે ધરાની ચોરી થવા માંડી. જરૂરથી વધુ સંગ્રહ થવા માંડ્યો. જે નેત્રોમાં સદા નિખાલસતા વસતી હતી, ત્યાં હવે ઈર્ષાનાં મેઘધનુ ચમકવા લાગ્યાં. બે હાંડલાં એકઠાં થયેલાં અથડાય, તો આ તો મન, બુદ્ધિ ને કલ્પનાનાં આગાર માનવી ! કુળ તૂટવા લાગ્યાં. બધાં કુળ છોડીને જંગલમાં ચાલ્યાં જઈ છૂટાં રહેવા લાગ્યાં. જંગલોની જૂની લોહીતરસી લડતો, એકમેકનાં પશુ, વૃક્ષ ને બચ્ચાં કાચાં ખાઈ જવાનું એમનું વીરત ફરી ઊછળી આવ્યું, હાડકાંનાં અસ્ત્ર, ખોપરીનાં પાત્ર ને ગાળોના મંત્રથી તેઓએ જુદ્ધ જમાવ્યું. કુળકર વિમળવાહનને આ વાતની જાણ થઈ. તેઓ તરત હાથીએ ચડીને ત્યાં આવ્યા. એમણે તૂટતાં ને નાસતાં કુળોને એકઠાં કર્યા, ને એમને પોતાનું શાસન આપ્યું; કોઈ પણ અન્યાયનો નિકાલ બે પક્ષ કરે, તેના કરતાં તટસ્થ ત્રીજો પક્ષ કરે – એ વાતનું રહસ્ય સમજાવ્યું. સહુએ આ વાત માન્ય કરી. પછી તો કંઈ ઝઘડો થાય કે બધા કુળકર વિમળવાહન પાસે જતા. વિમળવાહને ‘હાકાર' નીતિને પોતાનો શાસનદંડ બનાવી. એ ગુનેગારને કહેતા : “રે, આ કામ તે અયોગ્ય કર્યું !” ને પેલો શરમથી મરવા જેવો થઈ જતો. ‘હાકારની આ શાસનનીતિએ યુગલિકોમાં પુનઃ શાન્તિ સ્થાપના કરી. ભોળા જીવો માટે આ ‘હાકાર' ખડગના ઘા કરતાં પણ વસમો નીવડ્યો. ૩૦ ભગવાન ઋષભદેવ Page #50 -------------------------------------------------------------------------- ________________ કાળક્રમે આ આદિ કુળકર – યુગલિકો મહાન મનુ – સ્વર્ગસ્થ થયા. એમને સ્થાને એમના પુત્ર ચક્ષુષ્કૃત ને પુત્રી ચંદ્રકાંતા આવ્યાં. કાળક્રમે તે પણ સ્વર્ગસ્થ થયાં, ને ચંદ્રકાંતાનું સંતાનયુગલ યશસ્વી ને સુરૂપા આવ્યાં. આ સર્વએ આદિ કુળક૨ નીતિને અવલંબી શાસન ચાલુ રાખ્યું. પણ ફરીથી ધેનુ, ધરા ને વૃક્ષોની ચોરી થવા લાગી. શાન્ત કુળોમાં ફરીથી વિદ્વેષનો વડવાનળ ભભૂકી ઊઠ્યો. સહુ પોકાર કરવા લાગ્યાં કે આમ ઝુંડ વળીને રહેવાથી હવે કંટાળ્યાં. વાઘ કંઈ ટોળામાં રહે છે ? સિંહ કંઈ બધા સંગાથે રહે છે ? જો વાઘ-સિંહ સાથે ન રહેતાં હોય તો માનવીએ શા માટે સાથે રહેવું ? કુળકર યશસ્વી ઊંડા વિચારોમાં ઊતરી ગયા. કુળોમાં શાંતિ સ્થાપવા માટે કોઈ નવા શાસનની તેમને અત્યંત આવશ્યકતા જણાઈ. તેમણે માનવીઓને સમૂહજીવનનું મહત્ત્વ સમજાવ્યું, ને શાસનને વિશેષ મક્કમ બનાવવા દીર્ઘ આલોચના બાદ ‘માકાર' નીતિનો આદર કર્યો. અલ્પ કોટિના અપરાધ માટે ‘હાકાર’ નીતિ, મધ્યમ કોટિના અપરાધ માટે માકાર' નીતિ ને વિશિષ્ટ અપરાધ માટે બંને નીતિનો પ્રચાર શરૂ કર્યો; રે ! એમ મ કર !'' આ શાસને કુળોને ફરીથી સુશૃંખલ બનાવ્યાં. ભોળાં માનવી આ કડવાં વેણો ખમી શકતાં નહીં, ઠપકો જીરવી શકતાં નહીં. શાંતિ, આનંદ ને સૌજન્યનું સામ્રાજ્ય ફરીથી વ્યાપી રહ્યું. અને આ તરફ કુળકરોનો વંશ વધતો ચાલ્યો. કુળકર યશસ્વીની પાટે અભિચંદ્ર ને પ્રતિરૂપા આવ્યાં. તેમના પછી પ્રસેનજિત ને ચક્ષુકાંતા આવ્યાં. માનવી હવે ગુફાજીવન જીવતાં શીખ્યાં હતાં. પરિવર્તનશીલ સંસારમાં આવર્ત ને પરાવર્ત વેગથી આવે છે. કુળક૨ પ્રસેનજિતના કાળમાં ફરીથી ‘હાકાર’ માકાર'નું શાસન નિર્બળ નીવડ્યું. યુગલિકો હવે સુધર્યાં હતાં. તેઓએ મમત્વ ને સંગ્રહશીલ વૃત્તિ કેળવી હતી. પોતાનાં માટીનાં ઝૂંપડાં પર તેમને વહાલ આવ્યું હતું; સારી ગાય, સારાં વૃક્ષ, ઉત્તમ ધરા પ્રત્યે ચાહ જાગ્યો હતો, અને આ માટે અવારનવાર હંદુ-યુદ્ધો ખેલાતાં હતાં. ધૈર્યવાન કુળકર પ્રસેનજિતે હાકાર અને માકારની નીતિ સાથે ત્રીજી ધિક્કાર નવીન નીતિની યોજના કરી, પહેલી બે નીતિ એના સ્વરૂપમાં સૌમ્ય કુલકરો : ૩૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ હતી, પણ ત્રીજી નીતિનું શાસન ભયંકર હતું. અપરાધીને ધિક્ કહી તિરસ્કારવામાં આવતો. આ તિરસ્કારની એવી ગંભીર છાપ કુળવાસી યુગલિકો પર પડતી કે તેઓનું ચિત્ત વ્યાકુળ થઈ જતું; એ સ્વસ્થ ઊભા રહી ન શકતા જાણે ધિક્કારનો ભાર દિશાઓમાંથી નીકળી એમને દબાવી રહેતો, એમના જીવનમાંથી જાણે સત્ત્વ સરી જતું. એ સૂનમૂન પથ્થર જેમ બની જતા. આ નીતિએ યુગલિકોને દુષ્ટ આચારમાંથી બચાવ્યાં. મહાન કુળકર પ્રસેનજિત પછી, મરુદેવ કુળકર અને શ્રીકાંતા આવ્યાં. તેમના પછી નાભિદેવ અને મરુદેવા કુળક૨૫દે આવ્યાં. સાતમા કુળકર નાભિદેવના કાળમાં પૃથ્વી પર ભારે ફેરફાર થવા લાગ્યા. પેઢી દર પેઢીથી માનવજાગૃતિની જે મશાલ જલતી રહી હતી, એનો પ્રકાશ વનોપવનો, દ્રોણી દ્રહો, સાગર-સરિતાઓ ૫૨ પ્રસરી ગયો હતો. માનવબળોએ પોતાની જીવનકૂચ આરંભી હતી. ઘણે સ્થળે અશાંતિ હતી, કેટલેક ઠેકાણે ઉશૃંખલતા હતી; પણ સુવ્યવસ્થાનું આ આગામી પ્રભાત હતું. રોજરોજ નિશાચરો, વનેચરો, ને રાની જીવોના ભોગ થઈ પડતાં માનવી ધીરે ધીરે સહીસલામતી શોધી ચૂક્યાં હતાં. હવે એમની સંખ્યા વધતી ચાલી હતી. સાથે સાથે જીવન, આજીવિકા હવે વિકટ બનતાં ચાલ્યાં હતાં. દુર્ગમ વન ઓછાં થતાં હતાં. રોજ ફળ આપનાર વૃક્ષ ઓછાં પડતાં હતાં. યુગલિકો કુળકર પાસે ફરિયાદ કરવા જતાં ત્યારે તેઓ હસીને કહેતા : “મહાનુભાવો, આ પૃથ્વી હવે ભોગભૂમિ મટી ગઈ. પડ્યા પડ્યા આજીવિકા પ્રાપ્ત કરવાના દિવસો પૂરા થયા. હવે તો કર્મભૂમિમાં તમે આવ્યા છો. કર્મણ્યતા તમારે સ્વીકારવી જોઈશે.’ કર્મણ્યતા ? કર્મણ્યતા કેવી ? અમે કંઈ જાણતા નથી. અમને કોણ માર્ગ બતાવશે ?”’ “માર્ગ દર્શાવનાર આવી મળશે. શાંતિ રાખો ! રાહ જુઓ !'' આશ્વાસન પામેલાં યુગલિકો પાછાં ફરતાં. અરે, કર્મણ્યતા તે કોનું નામ ! વૃક્ષ સુપક્વ ફળ આપે, ગાય વત્સોચ્છિષ્ટ દૂધ આપે, નદી કૃષિપૂત પાણી આપે. આમાં કર્મણ્યતા ક્યાં વાપરવી ? એકનું નકામું એ બીજાને કામનું ! પણ નાભિદેવે જે માર્ગદર્શકના આગમનની રાહ ભાખી હતી, એ માર્ગદર્શકની રાહ જોવાતી હતી. ૩૨ * ભગવાન ઋષભદેવ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫ વૃષભધ્વજ નાભિદેવનાં પત્ની મરુદેવાને એક રાત્રિએ પ્રભાવશાળી ચૌદ સ્વપ્નો આવ્યાં. એ વખતે ઉત્તરાષાઢા નક્ષત્ર હતું; કૃષ્ણપક્ષની ચતુર્થી હતી. વાદળોના સમૂહને ભેદી ચંદ્ર પૃથ્વી પર કૌમુદી રેલાવી રહ્યો હતો. બરાબર એ જ વેળા સ્વપ્ન લાધ્યાં : શરદ ઋતુના ચંચળ મેઘ જેવી ક્રાંતિના ધારક, મનોહર શૃંગ ને સુંદર ખરીવાળા, વૈતાઢ્ય પર્વત જેવી કાયાના ધારક વૃષભને એમણે નીરખ્યો. ધેનુઓ તો તેઓના જીવનનો પ્રાણ હતી. ને વૃષભ તો ઘણા જોયા હતા; પણ આવો વૃષભ એમણે કદી નીરખ્યો નહોતો. પછી તો સ્વપ્નની દુનિયા ચાલી; શ્વેત હાથી, પરાક્રમી સિંહ, એમ એક પછી એક સ્વપ્ન આવ્યાં. પોતાના નાનાશા ઉદરમાં જાણે મીઠા મહેરામણો કલ્લોલતા હતા. હૈયાની વાટકડીમાં અમૃતના કુંભ છલકાતા હતા. મરુદેવાએ નાભિદેવને પોતાનાં સ્વપ્નની વાત કરી. આ સુખી સંસારમાં દુર્ભાગી સ્વપ્ન કદી ન આવતાં. નિદ્રા સ્વપ્નવિહોણી જ આવતી. છતાં કોક દિવસ સ્વપ્ન આવતાં તો મીઠાં અને મંગળમય આવતાં. આ સ્વપ્ન પણ એવાં જ હશે. મરુદેવા ! તમને ઉત્તમ પુત્ર થશે. સર્વશ્રેષ્ઠ કુળકરયુગલ તમારે પેટે જન્મ લેશે.’ યુગલિક સંસારમાં તો જીવનમાં એક જ વાર સંતાનની પ્રાપ્તિ થતી. .જીવનસમસ્તની એ ધન્ય ઘડી લેખાતી. પ્રજનન-પ્રજોત્પત્તિ એ જાણે સર્વસ્વ Page #53 -------------------------------------------------------------------------- ________________ સમર્પણનો અન્તિમ મહોત્સવ ગણાતો. નાભિદેવ ને મરુદેવા બંને જણાં આનંદમાં દિવસો નિર્ગમન કરવા લાગ્યાં. મરુદેવા અદ્ભુત ક્રાંતિ ધારણ કરી રહ્યાં હતાં. પ્રિયંગેલતા જેવો એમનો શ્યામ વર્ણ, પાંડુવર્ણ આભાથી સૌંદર્યનો સાર બની રહ્યો હતો. દેહયષ્ટિ પર કુમાશભરી માંસલતા આવી ગઈ હતી. મધના પૂડા જેવું વક્ષસ્થળ અતિ ઉન્નત બન્યું હતું. અંતરમાંથી સ્નેહની સરવાણીઓ અત્યારથી ઉતાવળી બની હતી. ધન રાશિનો ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યો હતો, ને ચૈત્ર માસની અષ્ટમીનો ચંદ્ર આકાશમાં પોતાની રેખા તાણતો હતો, ત્યારે મરુદેવાએ નયનસુંદર પુત્ર કે પુત્રીને જન્મ આપ્યો. નાભિદેવ પુત્રના ને પુત્રીના ભુવનમોહન સૌંદર્યને નીરખી રહ્યા. એમને લાગ્યું કે હવા સુગંધી વહે છે, દિશાઓ પૂર્ણ પ્રકાશવંત છે, મદોન્મત્ત હસ્તીઓ પણ નમ્ર બની પોતાના પડોશીઓને પ્રેમ કરવા લાગ્યા છે; હર્ષ ઉલ્લાસ, આનંદની એક આછી લહરી જાણે સર્વત્ર વિસ્તરી રહી છે. આ બાળક ને બાલિકા આવતી કાલે બધાં કુળોનાં સ્વામી થશે, એમ સમજી સરયૂતીરવાસીઓએ પણ ઉત્સવ કર્યો. કોઈએ મૃગચર્મ કેડે વસ્યું. કોઈએ વ્યાવ્રમુખ ધારણ કર્યું, કોઈએ ધેનુનાં જેવાં શિંગ રચ્યાં ને આનંદમાં મસ્ત બનીને સહુ હસ્યાં–૨મ્યાં. બાલિકા હસ્યા જ કરતી હતી. એના દેહ પર અનેક સુમંગલ ચિહ્ન હતાં. રૂપનું તો જાણે ઝરણ વહેતું હતું. આવાં રૂપ અહીં કોઈએ નીરખ્યાં નહોતાં. યુગલિકોના આ સંસારમાં કુલકર સિવાય હજી કોઈ અન્યનાં નામાભિધાન થયાં નહોતાં. • પિતાએ બાલિકાનું નામ સુમંગલા રાખ્યું. પુત્રના નામ માટે કંઈક વાદવિવાદ થયો. બાળક કેવળ રૂપવંત નહોતો; રૂપ સાથે તેજનો અંબાર એના દેહ પર વિલસી રહ્યો હતો. એનું વક્ષસ્થળ વિશાળ, અંધ વૃષભની જેમ ઉન્નત, લલાટ ચંદ્ર જેવું તેજસ્વી, લોચન નીલમણિના જેવાં કર્ણપર્યન્ત લંબાયેલાં ને સ્ફટિકમણિ જેવી કીકીઓ, ગેરુચંદન પર સુવર્ણની છાંટ નાખી હોય તેવો વર્ણ હતો. રે ! સંગેમરમરની શિલા જેવા એના હૃદય પર આ વૃષભ જેવું ચિહ ક્યાંથી ? | માતા મરુદેવાએ આગ્રહ કર્યો કે મને સ્વપ્નમાં પ્રથમ વૃષભ દેખાયો ૩૪ ભગવાન ઋષભદેવ Page #54 -------------------------------------------------------------------------- ________________ હતો, મારા બાળકના હૃદય ૫૨ એનું લાંછન છે, માટે એનું નામ ‘વૃષભદેવ’ રાખો ! નાભિદેવે સંમતિ આપી. અન્ય જનોએ પણ ‘વૃષભદેવ’ના નામનો ઉચ્ચ સ્વરોથી જનિનાદ કરી પોતાની ખુશી વ્યક્ત કરી. સૂર્ય ને ચંદ્રશાં વૃષભ ને સુમંગળા મોટાં થવા લાગ્યાં અને મોટાં થતાં ગયાં તેમ તેમનાં રૂપ અને તેજ વિશેષ તપવા લાગ્યાં. કુમાર વૃષભદેવ ઘણી વા૨ સચિંત દેખાતા. રાતોની રાતો, દિવસોના દિવસો એ બધું નિરીક્ષણ કરતા ફર્યા કરતા. દુઃખના કુંડ જેવી ધરતી દેખીને એ સંતપ્ત થતા. માનવીને માનવતાનું ભાન નહોતું. માનવ વનચરોનો એક મિષ્ટ ખોરાક હતો. ભય અને ક્લેશના સામ્રાજ્યમાં સહુ જીવતાં હતાં. એક દિવસ કુમાર વૃષભદેવે જાહેર કર્યું : આ “પિતાજી, માનવ સર્વોપરી બનશે. યુગલિકો સ્નેહની અને સંસ્કૃતિની એક સાંકળે જોડાઈ અભેદ્ય માનવજીવન રચશે. આ નિરાધારતા, અજ્ઞાનદશા, વેરની સદા જાગતી રહેતી આ તૃષા, તિમિરમય જીવનના આ તરફડાટ, બધું જવું ઘટે ! માનવ-મુક્તિની પળ આવી પહોંચી છે.” “કુમાર, એ પળની રાહમાં જ અમે જીવી રહ્યાં હતાં. હું તો વૃદ્ધ થયો. આ સરયૂતીરવાસી કુળો અને આ અભેદ્ય જંગલોમાં વેરાયેલાં માનવગણો : સહુને તું સુખી કરજે. માનવનાં દુઃખોનો કંઈ પાર નથી. અજ્ઞાન એ પણ કંઈ સુખ તો નથી ને ?' “પિતાજી, આપની વાત યથાર્થ છે. માનવજીવન ત્રણ રીતે દુઃખી છે : એક તો પ્રાકૃતિક રીતે -- આ દેહરચના જ એવી ક્ષણભંગુર છે; બીજું, કલ્પવૃક્ષો ને કામધેનુ અલ્પ છે, અને એના ભોક્તા અનેક છે, વળી અનેક ભોક્તાઓની અનેકગણી તૃષ્ણા છે. અને ત્રીજું, માણસ સારી રીતે કેમ જીવવું તે જાણતો નથી. એને ખબર નથી કે જે વસ્તુ દુઃખકા૨ક છે, એ સુખદાયક પણ બની શકે છે; જે સુખદાયક છે એ દુઃખદાયક પણ બને છે. જે પથ્થર પર એ ઝેરી વેલ વાટે છે ત્યાં સહેજ સભાન યત્ન કરે તો ચંદન પણ વાટી શકાય તેમ છે.” ‘વૃષભ, આપણા પૂર્વજ કુળકરોએ માનવકુળોના ઉદ્ધાર માટે જ જીવન અર્ધું હતું. કુળકર વિમળવાહને તો વનનાં વન વીંધી નાખી, સુષુપ્ત માનવજીવન સંગૃહીત કર્યું હતું. એ જ માર્ગને અનુસરવા યથાશક્તિ અમે વૃષભધ્વજ * ૩૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ યત્ન કર્યો. થોડીએક ભૂમિને ઉર્વરા બનાવી થોડાંઘણાં બીજ અમે વાવ્યાં છે. તું એમાંથી માનવફૂલડાં પ્રફુલ્લાવ ! ભૂપૃષ્ઠ પર છેલ્લા સમયથી થઈ રહેલાં મહાન પરિવર્તનની સમીક્ષા કરી ભયભીત માનવકુળોને એમાંથી મુક્ત કર ! તું સૌનો રાહગીર થા, માર્ગદર્શક બન ' કુમાર વૃષભધ્વજ હાથીએ ચડ્યા, ને વગડાની વાટો વીંધવા લાગ્યા, પશુજીવન ગુજારનાર, અંધારી ગુફાઓમાં પડ્યા રહેનાર સદા ભય ને બીકથી થરથરતા માનવોને એમણે નવો પ્રકાશ આપવા માંડ્યો. અંધારી ખીણો, ઊંડી વનરાજિઓ ને બિહામણી ગિરિકંદરાઓમાંથી માનવીઓ બહાર આવવા માંડ્યાં. કેટલાક પ્રકાશથી ડરતા – સૂર્યને આટલા પૂર્ણ પ્રકાશથી સળગતો એમણે વનરાજિઓમાં કદી જોયો નહોતો. ચંદ્રને આવી સુધા વરસાવતો એમણે કહ્યો નહોતો. જંગલો છોડીને બહાર આવેલાં માનવીઓમાં એક નવી મૂંઝવણ ઊભી થઈ ગઈ. પ્રકૃતિએ જ એમને સાથી આપી દીધો હતો. તેઓ બંને એકલવાયાં નિર્માયાં હતાં. બસ, એનાથી તેઓ સંતુષ્ટ હતાં. એમની સીમાના એ સ્વતંત્ર સ્વામી હતા. તેઓ શા માટે અન્ય માનવીઓમાં ભળે ? એક નિર્દઢ વાઘ શા માટે વગર કારણે પોતાના પ્રદેશમાં બીજા વાઘને વિહરવા દે? આજના શ્વાનની જેમ સ્વપ્રદેશના ઝઘડા જાગ્યા – માનવના મૂળમાં પશુતત્ત્વ તો હતું જ ને ! કુમાર વૃષભધ્વજની ઉપસ્થિતિમાં સહુ શાન્ત દેખાતાં છતાં ઝીણી આંખે. વરુની ખૂની નજરે એકબીજાને નિહાળી રહેતાં. કુમારની અનુપસ્થિતિમાં ફરીથી તેમની વેરતૃષા જાગ્રત થઈ જતી; એકબીજાં દાંતથી દાંત; વાળથી વાળ, ને મુષ્ટિથી મુષ્ટિએ લડવા લાગી જતાં. ખૂનખાર જંગ જામતા, ને જોતજોતામાં કેટલાય ત્યાં ઢળી પડતા. કુમારને કાને આ સમાચાર પહોંચતા ત્યારે તેઓ અત્યંત દુઃખી થતા. એમનાં નેત્રોમાં કરુણાની વાદળીઓ ઊમટી આવતી. સામાન્ય માનવી હતાશાને વરી લે, એવું આ પુનર્રચનાનું કાર્ય હતું. પણ વૃષભધ્વજ એવા નહોતા. તેઓ પરિશ્રમથી થાકીને, પરાજયથી કંટાળીને નવરચનાનું આ કાર્ય મૂકી દે એવા ન હતા. આ તો એમનું જીવનકર્તવ્ય હતું. કર્તવ્યને ખાતર જીવતો માણસ કર્તવ્યને કેમ મૂકી શકે કે ફરજને કેમ ચૂકી શકે ? એ જ કર્તવ્યપાલનના અર્થે વન-જંગલો ને રણસ્થળીમાં ઘૂમી રહેલ ૩૬ ભગવાન ઋષભદેવ Page #56 -------------------------------------------------------------------------- ________________ વૃષભધ્વજને સુમેરુની તળેટીમાં વસનાર યુગલિકો સાથે આજે ભેટો થયો હતો. સુનંદા સાથે ચાર નેત્ર થયાં. દિવસોથી માનવકુળોને એકત્ર, એક રજુપાશમાં બાંધવાનો એમનો મનોરથ સુનંદાને જોતાં સાર્થક થતો લાગ્યો. કારણ કે ભર્યા સંસારમાં, સહુ માનવબેલડીઓની વચ્ચે, સુનંદા માત્ર એકલી હતી. વૃષભધ્વજ - ૩૭ Page #57 -------------------------------------------------------------------------- ________________ સનદાએ નીરખેલી અયોધ્યા નામ * * * * * * * * સરયૂના સુભગ સલિલને આજ એક ધન્ય દૃશ્ય નીરખવા મળ્યું હતું. એના તીરપ્રાંતની સુવર્ણરજ પર થઈને એક માનવજૂથ જયજય નાદ બોલાવતું કુળકરોની નગરી તરફ આગળ વધતું હતું. આ જૂથના અગ્રભાગમાં એક શિશુયૌવના મંથર ગતિએ ચાલી રહી હતી. યૌવન માનવદેહ પર આટલું સારપૂર્ણ ભાસતું હશે, એ તો એને જોઈને જ કહી શકાય. એના હાથમાં એક લાલ કમળ હતું. કાળા રેશમ જેવા છૂટા કેશ પાની સુધી ઢળતા હતા. લાક્ષારંગથી રંગેલ ન હોય, એવી એની પગની પાનીઓ રેતી પર કંકુ ઢોળતી હતી. બીજના ચંદ્ર જેવા લલાટમાં શંકુ આકારનું પાન તિલકને સ્થાને મૂક્યું હતું. ગળામાં શ્વેત પુષ્પોની માળા પડી હતી, જે ઉન્નત પયોધરો પર દાંડીની જેમ પછડાતી હતી. એનાં ચંચળ નયનમાં ઉલ્લાસ હતો. ધીરે ધીરે લીલાકમળ આમતેમ ડોલાવતી એ ચાલતી હતી. પાછળ મોટું જૂથ ચાલી રહ્યું હતું. “અરે, કેવી રૂપરૂપના અંબારસમી નારી ! છતાં સંસારમાં એકલી ! એનું કોઈ નહીં !” સમૂતીરવાસી કુળો એકઠાં થઈ ગયાં હતાં. આ નવા જૂથ તરફ જોઈ તેઓ ટીકા કરતાં હતાં. “આવું રૂપ તો આપણે જોયું નથી,” એકે કહ્યું. ઇંદ્રપુત્રી છે.” “અરે ઇંદ્રપુત્રી હોય કે ગમે તે હોય, પણ એકલી ને ? સાથી વિનાના જીવનને શું કરવાનું ? સાથી વિના શું જવાય ?' પાછળ મોરવા રૂપરૂપનરવાસી કુળો એ Page #58 -------------------------------------------------------------------------- ________________ “આશ્ચર્ય છે કે એ આટલા દિવસ કેમ જીવી હશે ?'' “કહે છે, કે હવે એવો કપરો કાળ આવશે, કે જ્યારે બધાં એકલવાયાં બની જશે; સાથી શોધવા દૂર દૂરની સફરો ખેડવી પડશે.' “અરે, તું તે કેવો ગાંડો માણસ છે ! કહેનાર તો દીવાનો, પણ સાંભળનાર પણ દીવાનો ? જ્યાં માતાના પેટમાંથી જ બે સાથે જન્મે, કુદરત જ બંનેને એક લોહી ને એક પ્રાણમાંથી જ સર્જે, પછી વળી સાથી શોધવાનો કેવો ? એક-બીજાં માટે તો કુદરત બેલડાં જન્માવે છે." “પણ હવે તો બેલડાં જ નહીં જન્મે !'' નાભિદેવ કુળકરના એક કુટુંબી સભ્યે પોતાની વિદ્વત્તાની છાપ બેસાડવા ધડાકો કર્યો. “હા ! હા ! હા ! અરે ગાંડો, રે ગાંડો !' બધાએ બોલનાર સભ્યને મૂર્ખા બનાવી દીધો, ને સહુ ટીખળ કરતાં એની પાછળ પડ્યાં. “અલ્યા, હવે આ ભાયડો છોકરાં ણશે. કહે છે કે બેલડાં જન્મશે જ નહીં; એકાકી પુરુષ જ પેદા થશે, ને પુરુષ પ્રજા ઉત્પન્ન કરશે. અરે, પકડો આ છોકરાં જણનાર ભાયડાને !”’ આ નવી વિગતને કોઈ શાંતિથી ચર્ચવા તૈયાર ન હતા. ગાંડો ઠરેલો પેલો સભ્ય બધાથી પીછો છોડાવવા પેલા નવા ટોળામાં ઘૂસી ગયો. હંસોના ટોળામાં આવેલા મયૂર જેવો પેલો કુળવાસી જુદો તરી આવવા લાગ્યો. “ભાઈ, તમે ક્યાં વસો છો ?”’ “નાભિદેવ કુળક૨ની સીમામાં.' “અમારે નાભિદેવ કુળકરના આવાસે જવું છે. કૃપા કરીને માર્ગ બતાવશો ?”’ “ચાલો, ચાલો, સરયૂના દક્ષિણ પ્રાંતમાં પેલી માધવીલતાની કુંજો આવેલી છે, ત્યાં જ નાભિદેવ વસે છે. અરે, આ એમના ગંધહસ્તી પવિત્ર દૂર્વા ચરે, ને પણે રાતા આસોપાલવની ઘટાઓ દેખાય ત્યાં એમનો આવાસ છે. આ ચમરી ગાય ત્યાં જ જાય છે, મહાનુભાવો !'' ચમરી ગાયની પાછળ પાછળ આ જૂથ નાભિદેવના આવાસે પહોંચ્યું. નાભિદેવ ચંપાના ઉદ્યાનમાં એક લતાકુંજમાં બેઠા બેઠા વનશ્રી નીરખી રહ્યા હતા, ને કુળવાસીઓએ સરિતા, સાગર ને ગિરિકંદરાઓમાંથી આણેલાં ભાતભાતનાં પથ્થરો, મણિઓ, રત્નો ને ઔષધિઓને કુશળ નિષ્ણાતની છટાથી પારખી રહ્યા હતા. સુનંદાએ નીરખેલી અયોધ્યા * ૩૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ પાસે જ એક કુશળ કુળમંત્રી પરીક્ષિત વસ્તુઓને જુદી જુદી તારવતો હતો. નાભિદેવ વસ્તુપરીક્ષામાં નિમગ્ન બની નત મસ્તકે દરેક વસ્તુ માટે સૂચન કરતા જતા હતા : મંત્રીરાજ, આ પુષ્પરાગ છે. લીલો સૂડા જેવો રંગ ને આછી સોનેરી છાંટ એની શોભા વધારે છે. એમાં છિદ્ર પડાવજો. કુમાર વૃષભધ્વજના હસ્તી માટે સુંદર માળા થશે.” ” આ નીલમણિ. જાંબુડિયા રંગમાંથી કેવો સુંદર પ્રકાશ ઝરે છે ! અરે, સુમંગલાના આવાસમાં એ સુંદર શોભા આપશે. અને વૃષભની આંખની કીકી જેવા આ આસમાની હીરાને કુમારના કંઠે બાંધજો. પણ મંત્રીરાજ, લક્ષ વાતનું રાખજો કે રાત્રે એ હીરાને અલગ મૂકી દે. નહીં તો એના તેજથી પતંગિયાં, મધુમાખો ને બીજાં જીવ ખેંચાઈ આવી કુમારની નિદ્રાનો ભંગ કરશે.” શબ્દોમાં પોતાના પ્રિય પુત્ર પ્રતિનું વાત્સલ્ય ઝરતું હતું. “આ મોતી, આ વૈદૂર્ય ને આ હાથીદાંત કુશળતાપૂર્વક સાચવજો. દેવદાર વૃક્ષની છાલમાંથી નિપજાવેલું આ અંબર, કસ્તુરી મૃગની નાભિમાંથી આણેલું આ સુગંધી દ્રવ્ય ને આ રક્તસિંદૂર કુળના આરોગ્યચિંતક નિષ્ણાત વૈદરાજને સોંપજો.” મહારાજ, અશ્વિનીકુમારે મોતી અને શિલારસમાંથી અદ્ભુત નેત્રોજન શોધ્યું છે. એક સળી માત્ર આંખમાં આંજવાથી રાત્રે પણ દિવસ જેવું દેખાય છે.” “અંધકાર સમયે એની અવશ્ય પરીક્ષા કરીશું. પણ મંત્રીરાજ, કુંજની બહાર આટલો જનરવ કેમ સંભળાય છે ?” “અબઘડી જઈ આવું સ્વામિનું !” મંત્રી બહાર જઈને તરત પાછા વળ્યા. તેમની પાછળ સ્ત્રીના નેતૃત્વ નીચે પેલું જૂથ આવતું હતું. નાભિદેવ ચાલી આવતી નારી તરફ જોઈ રહ્યા. જાણે રસરાજ ચંદ્ર પોતાની પાછળ નિસ્તેજ તારાજૂથ સાથે સંસારના મહામાન્ય કુળકરની મુલાકાતે ચાલ્યો આવે છે. ચંદ્ર નજીક આવતો ગયો, તેમ નાભિદેવ એની સામે નિહાળીને જોઈ રહ્યા. થોડી વારમાં પોતાના કાળા સુગંધી વાળમાં એ ચંદ્રમુખી પોતાનું મોં છુપાવી ગઈ, ને બે હાથથી અંજલિ જોડી ઊભી રહી. આવો ભાગ્યવાનો ! ક્યાંથી આવો છો ?'' ૪૦ ભગવાન ઋષભદેવ Page #60 -------------------------------------------------------------------------- ________________ “મહારાજ, સુમેરુ પર્વતની પશ્ચિમ ઉપત્યકાના વાસી છીએ. દેવોનો કોપ અમારા પર ઊતર્યો છે. પૃથ્વીએ અમારાથી રૂસણું લીધું છે. પવન અમારે ત્યાં સુખદ વાતો નથી. નીરનો એકાદ પ્રવાહ પણ હવે ભીનો રહ્યો નથી. શાપ ઊતર્યો છે દેવ, ને સંસારમાં ન બનતું અમારે ત્યાં બન્યું છે : ઇંદ્રપુત્રી અનાથ બની છે. અમારે જાણવું છે કે આવું કેમ બન્યું ?” કાળ એવો આવ્યો છે. પરિવર્તનશીલ સંસારે પલટો ખાધો છે. માનવી સ્થિતિસ્થાપક રહ્યો છે. તમારા વૃદ્ધો, વડીલો ને વડવાઓ કંઈ કથા નથી કહેતા ?” “એવું વિશેષ જ્ઞાન અમને નથી. પૂજારી કહે છે, કે અમારી ધરતી પર દેવોના શાપ ઊતર્યા છે; પૂજા કરો, અર્પણ કરો, યજ્ઞ કરો. પૃથ્વી હતી તેવી સભર થઈ જશે.” “મિથ્યા વાત. ગઈ કાલનો દિવસ આવતી કાલ નથી થઈ શકતો, તો ગયો જમાનો વર્તમાન યુગ કેમ બની શકશે ? તમને યાદ હોય તો તમારા વડવાઓની વાત યાદ કરો : એ વેળા પૃથ્વી સુંદર હતી; વૃક્ષો ને વનસ્પતિથી સભર હતી, સુગંધી વાયુ વાતો હતો; મનુષ્યો હિમ જેવા શ્વેત, ભવ્ય ને સૌંદર્યથી યુક્ત હતા; રોગ કે અશાંતિનું નામ નહોતું. એ વેળા કુળ નહોતાં કે કુળકર નહોતા. સમભાવ ને સંતોષથી સૃષ્ટિ ગુંજતી હતી. આયુષ્ય લાંબુ હતું. માનવીને ત્રણ દિવસે એક વાર ભોજન જોઈતું, જે સરળતાથી મળી રહેતું.”* નાભિદેવ બોલતાં બોલતાં થોડી વાર થોભ્યા. નવા યુગલિકો શ્રદ્ધાથી સાંભળી રહ્યા હતા. નાભિદેવે ફરી પોતાનું વક્તવ્ય શરૂ કર્યું : “અને તમારામાંના જે વયોવૃદ્ધ હશે, તે જાણતા હશે કે પછી એવો કાળ આવ્યો કે સુખ ને સંતોષ રહ્યાં ખરાં, પણ કંઈક ઊણપ લાગ્યા કરતી. ત્રણ ત્રણ દિવસે શ્રુધાતૃપ્તિ કરનારને બન્ને દિવસે સુધા લાગવા માંડી, જે પડછંદ કાયા હતી, તે કંઈક વામન બની. આયુષ્ય પણ સંપાયાં.” “હા, મહાભાગ, એ વાતો અમને હજી યાદ છે. કેવો સુખદ એ કાળ !” કાળ સામે ફરિયાદ કરશો નહીં. કર્તવ્યની સામે જુઓ, ઉપરની વાત તો ગુજરેલા કાળની થઈ, પણ આપણો કાળ જાણો છો, કેવો આવ્યો છે ? જેમ તમારા દિલ વૃદ્ધો જેવાં રહ્યાં નથી, તેમ તમારા દેહ પણ એવા રહ્યા * છ આરામાનો એક આરો સુનંદાએ નીરખેલી અયોધ્યા ૪૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ નથી. તમને ક્ષુધા રોજ સતાવે છે. તમારું આયુ પણ અલ્પ થયું છે. જોઈએ તેટલાં ફળ, જોઈએ તેટલાં જળ તમને મળતાં નથી.” “પણ મહારાજ, આવાં અકાલ મૃત્યુ સંભવે ખરાં ? એ તો દેવોના શાપ !” “અકાલ મૃત્યુ પણ સંભવે. જે વાયુ તમારે ત્યાં મંદમંદ વહેતો હતો, એ હવે આંધી લાવે છે ને ? જે જળ તમારે આંગણે સદા નંદનવન રચતાં, એ જળ મરુમરીચિકા જન્માવે છે ને ? જે ફળફૂલ તમારા ચરણમાં અથડાતાં, એને લેવા તમારે કેવો શ્રમ ઉઠાવવો પડે છે ! સમય-પરિવર્તન નાદ સંભળાઈ રહ્યા છે. કાળ પલટાઈ રહ્યો છે. તમે પલટવાનું શીખો.” “એ કેમ શીખી શકાય ?' એ માટે તો વર્ષોથી અમારા વડવા શ્રીમાન વિમલવાહન કુળ વસાવી ગયા છે; જંગલો, વનો ને ગિરિખીણોમાં ફરીને માનવીને ચેતવી ગયા છે, કે માનવો, જાગો ! ને કર્મભૂમિનાં પગરણ મંડાઈ રહ્યાં છે. ભોગભૂમિના દિવસો વીતી ગયા છે. સાત સાત પેઢીથી અમે એ સંદેશો લઈને ઘૂમ્યા છીએ. કર્મભૂમિને યોગ્ય જીવનજાગરણનું તો અમારે જીવનવ્રત છે. આજ સરયૂટવાસી કુળવાસીઓ એ રીતે વર્તી રહ્યાં છે. કુમાર વૃષભધ્વજ તો વળી અનોખો સ્વપ્નદ્રષ્ટા છે. એની પાસેથી આ કુળ એવું સત્ત્વ મેળવશે, કે સહુનાં જીવન ધન્ય બની જશે. મને તો એના પર ભારે આશા છે.” નાભિદેવના શબ્દોમાં યુગસંદેશના ટંકાર હતા. એ આશાએ અમે પણ આવ્યા છીએ, મહારાજ ! ઇંદ્રપુત્રી સુનંદા સાથીવિહોણી છે. એનો પુરુષ તાડફલ પડવાથી મૃત્યુ પામ્યો.” માયાથી ભર્યા નાભિદેવનાં નયણાં સુનંદા પર ઠરી રહ્યાં. એ પોતાનું પૂર્ણચંદ્ર જેવું મોં હસ્તની અંજલિમાં નમાવી ચૂંટણભેર બેઠી હતી. આવું સુંદર સ્ત્રીરત્ન! અને એકાકી ? - “હે ઉપકારી, જે દુકાળનો સુકાળ કરી શકે, જે મરુભૂમિમાં નીરનાં નવાણ પ્રગટાવી શકે, જેના શબ્દ જડ વૃક્ષોમાં પણ સરસતા પ્રગટે, જે કહે કે કદલી વૃક્ષ પાસે જાઓ, પાણી આપશે, ને કદલીવૃક્ષ જરૂર પાણી આપે; જે નાળિયેર જેવા સૂકા ટૂંઠા ઝાડને હુકમ કરે ને પથ્થર જેવા એના ફળમાંથી પણ દૂધના ઝરા ફૂટે – આવા દિવ્ય દૃષ્ટિવાળા શું ન કરી શકે ?” ને યુગલિકોના નેતાએ કુમાર વૃષભધ્વજે પોતાને દુષ્કાળમાંથી કેમ બચાવ્યાં તેનો ઇતિહાસ કહ્યો ને છેલ્લે છેલ્લે વિનંતી કરી : ૪૨ ભગવાન ઋષભદેવ Page #62 -------------------------------------------------------------------------- ________________ “હે દેવ, સુનંદાનો ઉદ્ધાર કરો ! અમારો સ્વીકાર કરો !” “સુનંદાનો ઉદ્ધાર કેમ થાય ? “એને સાથી આપો.” “એનો સાથી તો મૃત્યુ પામ્યો. નવો સાથી શી રીતે મળે ? અમારા સંસારમાં કોઈને સાથીની જરૂર નથી.” તો દેવ, અમારે હતાશ હૈયે પુનઃ અમારા પ્રદેશમાં પાછા ફરવું પડશે? સુનંદા દુઃખી હોય અને સરયૂના કુળમાં ન વસી શકીએ. કોઈ માર્ગ નથી?” કોઈ...માર્ગ...નથી... મહાનુભાવો !” શબ્દો જાણે અંતરવેદનાથી ભર્યા હતા. નાભિદેવ ઘડીભર નિરાશાના સમુદ્રમાં ડૂબી ગયા. ઉલ્લાસનાં પંખીની જેમ કળા કરતી સુનંદાનાં નેત્રોમાંથી ફરી અશ્રુ ટપકતાં હતાં. યુગલિકો વિનવી રહ્યાં : “હે કુળોના સ્વામી ! શાપ આપો અને અમને અભાગિયાંને હાડપિંજર બનાવી મૂકો ! ઇંદ્રપુત્રીનાં અશ્રુ અમારાથી જોઈ શકાતાં નથી.” નાભિદેવ આ દૃશ્ય જોઈ ન શક્યા. તેમણે આટલી પામરતા પૃથ્વી પર ભાળી નહોતી. એમણે કુમાર વૃષભધ્વજનું સ્મરણ કર્યું. સ્મરણની સાથે જ, ચંપાનાં ઝુંડ વચ્ચેથી, ચંપકવર્ગો કુમાર મદભર્યા હાથીની ચાલે ચાલ્યો આવતો દેખાયો. “જય હો વૃષભધ્વજનો !” જૂથે કુમારના આગમનને વધારી લીધું. જય હો સ્વામીનો, સખાનો !” કોઈ ગિરિકોકિલાનો આછો ટહુકાર સંભળાયો. બહાવરી સુનંદા રડવાનું ભૂલીને આવતા કુમારને નીરખી રહી હતી. અરે, આંખના પટ પર રહેલાં અશ્રુ પ્રિયદર્શનમાં કેવાં વિઘ્ન કરે છે ! એણે આંખને હસ્તકમળથી વારંવાર લૂછીને રક્તકમળ કરી દીધી. “નાભિનંદન !" પિતાજી !” કુમારે પિતાને પ્રણામ કરી આસન સ્વીકાર્યું. “આ સુનંદા સાથીવિહોણી છે. એને સાથી જોઈએ છે. સાથી કેવી રીતે મળે ? આપણા સંસારમાં તો સ્ત્રી ને પુરુષ સાથે જન્મે છે ને સાથે મરે છે. આ યુગલિકોનું દુઃખ મારાથી જોઈ શકાતું નથી. એ દુઃખનિવારણનો કોઈ માર્ગ ?” કુમાર ક્ષણભર શાન્ત રહ્યા. એમનાં નેત્રોમાં કરુણાનાં કુંકુમ છંટાતાં દેખાયાં. એ દૃષ્ટિ સાથે ક્રુષ્ટિ મળતાં નિરાશ યુગલિકો જાણે ફરી આશાવંત સુનંદાએ નીરખેલી અયોધ્યા જ ૪૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ બની ગયા. છે એક માર્ગ, પિતાજી !’ “શું કોઈ માર્ગ છે, વત્સ ?' પિતા દોડીને પુત્રને ભેટી પડ્યા.“જલદી બતાવ. મારા અંતર-તાપનો કોઈ પાર નથી.” “પિતાજી, જેનું કોઈ સાથી નહીં, એનો સાથી હું.” “એટલે ?” નાભિદેવ ચમક્યા. “સુનંદાનો સાથી હું. જેમ સુમંગલા છે તેમ આ.” અણધાર્યો ભોરીંગની ફણા પર પગ આવી ગયો હોય ને માણસ જેમ પાછો હઠી જાય, તેમ નાભિદેવ ચાર ડગલાં પાછળ ખસી ગયા. એકત્ર થયેલાં કુળવાસીઓ પણ ચમકી ઊઠ્યાં. એમને લાગ્યું કે, આખું ઉપવન ધ્રૂજી રહ્યું છે. કુંજ પણ આ શબ્દોનું સામર્થ્ય સહન કરી શકતી નથી. આકાશ પણ થથરી રહ્યું છે. “પિતાજી, અનાથ જગતને સનાથ કરવા મારો જન્મ છે. યુગલિકો અનાથ-અનાધાર થઈ, ફરી એમના પ્રદેશમાં પાછાં ફરે એ મારે માટે અસહ્ય છે. સારા સાર્થવાહનની ફરજ છે, કે કોઈ પણ સાર્થથી વિખૂટા પડેલા સાથીને પોતાનો સાથ આપવો.’’ “એ કેમ બને ? કુળકરોના સંસારમાં એવું બન્યું નથી.' “પિતાજી, સંસાર એટલે જ પરિવર્તન ! આપણે ઋતુઓના પરિવર્તનમાં રંજ અનુભવીએ છીએ ? હાકાર-નીતિને આપણા પૂર્વજ વિમલવાહને પ્રવર્તાવી; એ જ નીતિમાં માકારનો સમાવેશ આપણા વિચક્ષણ પિતામહોએ કર્યો; અને તેમાં પણ આવશ્યકતા પડતાં આપણા વડીલોએ ધિક્કાર-નીતિન પ્રચાર કર્યો. પરિવર્તનકારોમાંથી કોઈએ પૂર્વજોના પ્રતાપને લેશમાત્ર ઝાંખો ન પાડ્યો, બલ્કે આમ કરીને જિજીવિષાના એમના મૂળભૂત આશયને જીવંત રાખ્યો. ધ્યેય વિચળ હોય. નીતિ તો સદા ચળ રહી છે, ને રહેવાની. પિતાજી, મારી દૃષ્ટિ કેવલ સરયૂતીરનાં કુળો પર નથી; જ્યાં સદા અગ્નિ વરસ્યા કરે છે, ને જ્યાં ગાત્ર થિજાવી નાખનાર હિમાળો લોહી ચૂસ્યા કરે છે, એ પ્રદેશના જીવો પર પણ છે. નિરાધારના સંતાપ ભારે દુઃખદ હોય છે.” “એનો સ્વીકાર કઈ રીતે શક્ય કરીશ ?”’ “પિતાજી; એ તો સહેલું કાર્ય છે. આપ સંમતિ આપો, યુગલિકો સાથ આપે. જીવનસખી સુમંગલા સહાનુભૂતિ દર્શાવે. સુનંદા મારો સ્વીકાર કરે. ૪૪ * ભગવાન ઋષભદેવ Page #64 -------------------------------------------------------------------------- ________________ નવીનતામાત્ર પાપ નથી. અવનવીન ઘટનામાત્ર અનુચિત નથી. સારાસારનો વિચાર કરવો જોઈએ. સુનંદાના સ્વીકાર સાથે સરયૂતટના કુળવાસીઓમાં નવું બળ આવશે. એમનો પ્રદેશ વધશે. માનવસંખ્યા વધશે. નવી ધરા જોવાજાણવાની જિજ્ઞાસા જાગશે. એકબીજાને અપનાવતાં શીખશે. જ્યાં એક પ્રદેશમાં માનવો, બીજા પ્રદેશના માનવોને વાઘવની નજરે નિહાળે છે, ત્યાં સ્નેહસંબંધ ને સુજનતા જન્મશે. એ કુળ આપણું બનશે. જીવન-જાગરૂકતાનું કાર્ય વિસ્તૃત બનશે. પિતાજી, દરેક કાર્યમાં લાભાલાભનું પ્રમાણ નીરખવું, ને ઉચિત-અનુચિતનું નિર્માણ એ રીતે કરવું જોઈએ.” કુમાર, હું સમંતિ આપું છું, નાભિદેવે ઊંચે અવાજે કહ્યું, એમને પુત્રની દીર્ઘદૃષ્ટિમાં શ્રદ્ધા બેઠી હતી. “અમે સાથ આપીએ છીએ.” યુગલિકોએ કહ્યું. “હું સ્વીકાર કરું છું.” સુનંદાએ ઊઠીને કુમારના ચરણનો સ્પર્શ કર્યો. “સુનંદા, જન્મથી મારી સાથે જડાયેલ જીવનસખી સુમંગલા પાસે જા ! એને પ્રસન્ન કરવી જરૂરી છે.” “જેવી આજ્ઞા !” “અને કૃપાનાથ ! અમને તમારા કુળમાં વસવાની આજ્ઞા આપો !” સુનંદાની સાથે આવેલાં યુગલિકોએ વિનંતી કરી. “આજ્ઞા પિતાજીની, આશીર્વાદ પણ એમના જ હોય. સરયૂ જેવા અનેક સરિતાતટ તમારા હો ! માનવમાત્ર પરસ્પર સ્નેહસંબંધથી બંધાય, એ મારો આદર્શ છે. આજે યુગલિકોનું એક માનવકુળ કુળ વિનાનાં બીજાં માનવજૂથો સામે વાઘ-વરુની જેમ જુએ છે. એમને હિંસક સ્પર્ધા સિવાય સહકારની કલ્પના જ નથી. “વિશ્વમાત્રનો માનવ એક છે, એ મારી ઘોષણા ઠેર ઠેર પ્રસરાવજો ! યુગલ સંબંધ માત્રમાં એની પૂર્ણાહુતિ ન સમજશો. રોહણાચળનો વાસી માનવી સુમેરુના શિખર પર વસતા માનવીને પોતાનો સંબંધી માની જીવે; એ મારી કલ્પના છે. માનવમાત્ર એક બને, એ એકીકરણ માટે આ કુળમાં અમે સંબંધ વિકસાવ્યો છે. એ સંબંધો સાથે એનાથી પણ વિશેષ સંબંધો, જે અત્યારે મારી કલ્પનામાં મૂર્તિ છે, તે કાળે કાળે વિકસાવજો. આજ તમને સહુને મારા સંદેશવાહક બનાવીને મોકલું છું, વનેવન સંદેશ આપતા જજો !” કુમારની કલ્યાણમયી વાણીને સહુ સાંભળી રહ્યાં, અંતરથી તેને વંદી રહ્યાં. ઉંમર કેટલી નાની છતાં વાણી કેટલી અનુભવશાલ ! સુનંદાએ નીરખેલી અયોધ્યા ૪૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ અવિભકત આત્માઓ પર - કુમાર વૃષભધ્વજની જીવનસખી સુમંગલાને આ સમાચાર મળ્યા, ત્યારે એ એના આમ્રભવનમાં હતી. રાત કૌમુદી રેલાવતી હતી, પણ એના દિલમાં તો પળવારમાં ઘોર અંધકાર વ્યાપી ગયો. આંગણામાં ડોલરનાં ફૂલ સફેદ ચાદર બિછાવતાં હતાં, વાપિકામાં ચંદ્રિકાનું તેજ લઈને ચંદ્રકાન્ત મણિ ઝરતા હતા. પુષ્પોદ્યાન, નિર્ઝરગૃહ, પીઠિકા બધું રૂપેરી રસે નાહી રહ્યું હતું. સરયૂના પ્રવાહ પરથી ઠંડો પવન મંદમંદ વાઈ રહ્યો હતો. પણ આ પવન સુમંગલાના દેહને શેકી રહ્યો. એનો જીવનસાથી શું એનો નહોતો રહ્યો ? એકસાથે જ રમેલાં, એકસાથે જ જમેલાં. પ્રકૃતિએ એક કરીને જન્માવેલાં આજ શું વાતવાતમાં વિખૂટાં પડી ગયાં હતાં ? એક જ માતાનાં સ્તન પર બન્ને ધાવ્યાં હતાં, એ દૂધસંબંધ શું વિષ ભર્યો બની ગયો ? પ્રીતના બંધ એકદમ કાં ઢીલા પડી ગયા ? આખો સંસાર આ રીતે જીવતો હતો, ત્યારે આ વળી નવું તૂત શું ? વહાલો વૃષભ ! એના વિશાળ વક્ષસ્થળમાં હેતુથી ને અધિકારથી પોતે સદા મસ્તક ઘસ્યા કર્યું હતું. ગજરાજની સૂંઢ જેવા વૃષભના બાહુમાં ઊંચકાઈને એ વનો ને ઉપવનોમાં ભમી હતી. પોતાનો કળાધર કુમાર, પોતાના કાજે શું શું ન લાવતો ! ચંદનરસ લાવી પોતાના રમણીય દેહ પર એ ચર્ચા કરતો. કસ્તુરીના લેપથી હિમાળાની રાતોને ઉષ્ણ બનાવતો. પોતાના વૃષભ જેવા Page #66 -------------------------------------------------------------------------- ________________ સ્કંધ પર આરૂઢ કરી એને કૌમુદી માણવા દેવદારુનાં જંગલોમાં ઉપાડી જતો. એને અર્થે સુંદર સ્વાદિષ્ટ ફળો એ વીણી લાવતો. રખેને કોઈ કટુ કે અહિતકર હોય, એ ભયે પોતાની હીરાની પંક્તિ જેવી દંતપંક્તિથી તોડીને ખાવા આપતો, અને એ વેળા ચાખેલાં ફળોમાં કેવો સ્વાદ જાગી ઊઠતો ! ઋષભ ને સુમંગલાનું યુગલ જ્યાં હોય ત્યાં ખુદ મોત પણ રમણીય રૂપ ધરી જતું. ભયંકર મગર ને માનવખાઉ જળચરોથી ભરપૂર સમુદ્રમાં એ હોંશે હોંશે એને સ્નાન કરવા તેડી જતો. ને મગર પણ એની દેહકાંતિ જોઈ જાણે શાન્ત થઈ જતા. એ વેળા છળીને એ એના દેહને વળગી પડતી. એ હોંશે હોંશે છાતીએ વળગાડી દરિયો ડહોળતો. ઉન્મત્ત વનહાથીઓના ગંડસ્થલ પર જેના બાહુનો એક પ્રહાર જ તેઓને શાન્ત કરવા સમર્થ હતો, એ જ બાહુમાં પોતે સદા રમી હતી. અંતર ને પ્રાણનો એ આધાર વૃષભ આજ શું નમેરો થઈ ગયો ? એનો સહચાર, એનો સહવાસ, એનો સ્પર્શ જેના ૫૨ એને જન્મસિદ્ધ અધિકાર હતો, એને વનની કોઈ ૨મણી હરી ગઈ ? ઇંદ્રના જેવો પરાક્રમી, દેવ જેવો ડાહ્યો, કફ્રૂપના જેવો સુંદર વૃષભ શું એનો નથી રહ્યો ? સૌંદર્યભરી સુમંગલાએ પગ નીચે જોયું – પૃથ્વી તો ફરતી નથી ને ? એણે માથે હાથ મૂક્યો આકાશ તો તૂટીને માથે પડતું નથી કોઈ પહાડ જેવા દિલને તોડવા વજ્રપ્રહાર ને ? છાતીએ હાથ મૂક્યો તો કરી રહ્યું નથી ને ? ક્ષણવાર સુમંગલા દીવાની બની રહી. પણ બીજી જ ક્ષણે એણે પોતાના હાથ ઊંચા કરી કહ્યું : “ના, ના, વૃષભધ્વજ મારો છે, ને મારો ૨હેશે. એની હું જન્મસિદ્ધ અધિકારિણી છું. અધિકા૨ની લૂટારણ સાથે લડી લઈશ. વાઘના મોંમાં માથું નાખનાર કદાચ સલામત રહે; સુમંગલાને છંછેડનાર ન રહી શકે. નવી ફિલસૂફીમાં સુમંગલાને શ્રદ્ધા નથી. એ ફિલસૂફીએ જીવનમાં ન જગાવેલી હૈયાઝાળ જગાડી છે.” “બા, દેહ પર પત્રવલ્લરી આળેખવા માટે ચંદનરસ લાવી છું.' કુળની એક સખી વૃક્ષના પાંદડામાં તાજો ચંદનરસ લઈ આવતી હતી. “સુઘોષા !”” કુળવાસિની સખીઓનાં વિવિધ સોહામણાં નામ દેવી સુમંગલાએ રાખ્યાં હતાં, “ચંદનરસ ઢોળી દે ! પત્રવલ્લરી કોના સારું કરું ?’ અવિભક્ત આત્માઓ ૨ ૪૭ Page #67 -------------------------------------------------------------------------- ________________ અને બા, આ વાટેલો ઇંગુદી રસ, કુમાર વૃષભધ્વજ અને તમારી વેણી ગૂંથવા માટે મહાયને તૈયાર કર્યો છે. કુળની સ્ત્રીઓ તો કુમારની કેશાવલિ પર મુગ્ધ છે. કેવી સુંદર એ અલકલટો ! કહે છે, કે એ બધું તો દેવી સુમંગલાનું ચાતુર્ય છે.” “બહેન, એ તો કુમારનું ચાતુર્ય છે. મારામાં તો ચતુરાઈ ક્યાં બળી છે? “એમ અમે નહીં છેતરાઈએ. જો કુમારમાં ચાતુર્ય હોત તો પ્રકૃતિથી સુંદર તમારી વેણીને પોતાની વેણી જેવી ન બનાવત ? એમનો હાથ વનહાથીનાં ગંડસ્થળ સાથે તાલ આપી શકે, વાઘના પંજાથી પંજો મિલાવી શકે, પણ આ મેઘમાલા જેવી કાળી ભમ્મર ને આ માખણથી મુલાયમ કેશવાળી સરજી ન શકે. સ્નિગ્ધ ઇંગુદીરસ વાળને લટે લટે ઉતારવાનું કામ એમનું નહીં, એ તો અમારી સખીનું ચાતુર્ય !” “સખીઓ, તમારી સખીનું ચાતુર્ય આજ વગડાની એક સ્ત્રી હરી ગઈ!” સુમંગલાની મોટી આંખો ચારેતરફ ફરી રહી. એ આંખોમાં શેષનાગથીય ભયંકર જ્યોતિ જાગી ઊઠી હતી. “સુમંગલા, ઓ ઘેલી !” દૂરથી એક કુળવાસિની આવતી હતી. એના હાથમાં કેળના પાંદડામાં વીંટેલ કોઈ વસ્તુ હતી. “અરે, આખરે પેલો ચાલાક કસ્તૂરીમૃગ સુગંધ આપી જ ગયો. આ મૃગમદની બહાર તો જો ! લાવ, તારા અંગે અંગે હું વિલેપન કરી દઉં. આખું ભવન મઘમઘી ન ઊઠે તો મારો કાન પકડજે !” આવનાર કુળવાસિની સખીએ સુમંગલાને પકડી લીધી અને એના પુષ્ટ પયોધર પર મૃગમદ લગાડવાનો પ્રારંભ કર્યો. સુમંગલા છેડાઈ ઊઠી. એણે પયોધર પર લગાડેલા મૃગમદને દૂર ફગાવતાં કહ્યું : સુમંગલા મરવા પડી છે, ને તમને મૃગમદની સૂઝી છે, અલી વનમંગલા?” મરે મારા દુશ્મન !” વનમંગલા બોલી. “દુશ્મન !” કદી ન સાંભળેલા આ શબ્દ, કદી ન અનુભવેલી આ ભાવનાએ, જાણે સુમંગલાના ઘવાયેલા દિલને ખોટી આસાયેશ આપવા માંડી. દિલદઈને કાંઈક શાંત કરવાનું પરિબલ આ કઠોર શબ્દમાં હતું, અમૃતસુધા ઝરતા ઓષ્ઠ એ સહજ રીતે ઉચ્ચારી શકતા નહોતા. “અરે, ચંપાભવનમાં કોઈ સખી ગઈ હતી કે નહીં ?” ૪૮ ભગવાન ઋષભદેવ Page #68 -------------------------------------------------------------------------- ________________ “કેમ ?”’ “પેલી પર્વતવાસિની સુનંદાને કોઈએ જોઈ છે ?’ ગર્વિષ્ઠ સ્ત્રીને છાજતા રુઆબથી સુમંગલાએ પોતાના પ્રવાલ જેવા હોઠ કરડ્યા. એ હોઠ પર લોહીના ટશિયા ફૂટી આવ્યા. “ઓ આવે સુજાતા; એ ત્યાંથી જ આવે છે.” સુજાતા હાથમાં રાતા આસોપાલવનું પુષ્પ લઈને આવતી હતી. સહુ તેને ઘેરી વળ્યાં. “અરે સુજાતા, પેલી મેરુપર્વતની રહેનારીને નીરખી ’' “કોણ ?’’ "" “જેનો કુમારે સ્વીકાર કર્યો છે તે. “હા, પેલી સુનંદા ? અરે, એ પેલી ચાલી આવે.” સુજાતાએ લાંબા હાથ કરી આમ્રભવનના દ્વાર તરફ નિશાની કરી. ખરેખર, કોઈ અજાણી રૂપાળી સ્ત્રી મંદ મંદ ગતિએ આવી રહી હતી. દ્વાર સુધી વળોટાવા આવેલાં મેરુવાસી યુગલિકો સુનંદાની વિદાય લઈ રહ્યાં હતાં. સુમેરુપર્વતની અધિવાસિનીનું રૂપ એની છટા વિસ્તારતું હતું. “હા બા, જાણે પૂનમનો ચંદ્ર પૃથ્વી ઉપર આવ્યો હોય તેમ ભાસે છે.” તેજસ્વી પ્રભાવવાળી, ડારી દે તેવા આભામંડળવાળી સુમંગલા એકીટશે સુનંદાને આવતી નીરખી રહી. સૂર્ય જાણે સોમને નીરખી રહ્યો. એક તરફ સોળે કળાએ પ્રકાશતું જાજરમાન સૌંદર્ય; બીજી તરફ જાણે શાંત, મનમોહન કૌમુદી પ્રસારતું લાવણ્ય ! એક કુળકરોના આવાસમાં પ્રગટેલું સુમન હતું; બીજું પહાડોની તળેટીનું વનપુષ્પ હતું. કોણ ચડે કે કોણ ઊતરે, એની વ્યાખ્યા અશક્ય હતી.” સુમંગલા-ભોળી નારી–પોતાના કુમારની નવી જીવનસખી તરફ જોઈ રહી. પળવાર કોઈ અજાણ્યું વાત્સલ્ય એના હૃદયને મઘમઘાવી રહ્યું. સુનંદા ને પોતે જાણે એક જ માબાપનાં સંતાન ન હોય તેવી ભાવનામાં એ લીન બની ગઈ. સુનંદા નજીક આવી પહોંચી હતી. એના મુખ પર જાણે મીઠાશનો મધપૂડો ઝરતો હતો; હોંશે હોંશે વહાલ કરવાનું મન થાય એવા ભાવ ત્યાં રમતા હતા. અવિભક્ત આત્માઓ * ૪૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ “બહેન !” ગિરિકોકિલા જાણે ટહુકી. “કોણ બહેન ”” ભાવનાના પ્રવાહમાં તણાઈ રહેલી સુમંગલાને આ નવા શબ્દે ચમકાવી. એ વાસ્તવિક ઘટનાની સપાટી પર આવીને ખડી થઈ ગઈ. એની આંખોમાં સિંહણનું તેજ ઝબક્યું. એની વિશાળ છાતી ગર્વથી વધુ વિશાળ બની. “કોણ બહેન ” સુમંગલાએ જોરથી પૂછ્યું, “ક્યાંથી આ નવું સગપણ આવ્યું ’ “સુમંગલાબહેન, કુમાર કહે છે, કે તમે બહેન છો. તમે મોટાં, તમે પૂજનીય, હું નાની, તમારી સેવા કરવાની અધિકારિણી !’” શબ્દોમાં મધુ ક૨તાં પણ વિશેષ માધુર્ય હતું. પણ એવા માધુર્યથી સુમંગલા ઠગાવા તૈયાર નહોતી. બે-ચાર સુંવાળા શબ્દો પાછળ કોઈ પોતાના જીવનને લૂંટાવી દે ખરું ? “સુનંદા ! સાંભળી લે. આ સંસારમાં એક જ કાયદો છે : એક પુરુષ ને એક જ જીવનસખી. આ જંગલના વાઘને પણ એક જ વાઘણ હોય છે. બીજી કોઈ એ સ્થાન લેવા આવે તો, જાણે છે, શું કરે ? ફરીથી કાન ખોલીને સાંભળી લે કે હું તારી બહેન કે બીજી કોઈ નથી. આ સંસારમાં માત-પિતા ને પતિપત્ની સિવાય બીજું કોઈ સગપણ નથી.” સુનંદા વીજળીના ચમકારા સામે વાદળનું પાણી બનીને બોલી : ‘કુમાર સ્વપ્નદષ્ટા છે, ભલે લોહીતરસ્યા વાઘને વાઘણ એક જ હોય, પણ વનના રાજા ગજરાજને તો અનેક ગજગામિનીઓ હોય છે. એમણે નવાં સગપણ શોધી કેવળ મને જ નહીં, અમારાં મેરુવાસી યુગલિકોને પણ અપનાવ્યાં છે.” સુમંગલા ક્ષણભર આનો જવાબ આપી શકી નહીં; એ એકીટશે નીરખી રહી. “સુનંદા, તારો ચહેરો લોભામણો છે. તારા શબ્દ લલચાવનારા છે. ઓ જાદુગરણી, મારા જીવનને તું અરણ્ય સમું સૂકું ને શબ જેવું નિશ્ચેતન બનાવે તે પહેલાં અહીંથી જલદી ચાલી જા ! ચાલી જા ! દૂર દૂર ચાલી જા ! મારો કુમાર ન જુએ તેટલે દૂર ચાલી જા !’’ “બહેન, પાછા ફરવાનો માર્ગ બંધ કરીને આવી છું. સ્થાન આપશો તો ચરણમાં પડી રહીશ; તિરસ્કાર કરશો તો પેલી સુકાયેલી વેલની જેમ ધીરે ધીરે માટીમાં મળી જઈશ.” “ગમે ત્યાં જઈને પડી રહે માટીમાં મળી જા કે પહાડમાં દટાઈ ૫૦ * ભગવાન ઋષભદેવ Page #70 -------------------------------------------------------------------------- ________________ જા તારું સ્થાન અહીં નથી. કુમાર વૃષભધ્વજ મારો છે ને મારો રહેશે. એના પર મારો જન્મસિદ્ધ હક છે. એ હકને ડુબાવવા, ઓ પ્રપંચિની નારી, નવો વેશ સજીને તું અહીં આવી છે ? સંસારમાં સુનંદા તો શું પણ બીજું કોઈ પણ મારા કુમારને ઝૂંટવી શકે તેમ નથી.” “કોઈનું ઝૂંટવવા હું આવી નથી. આ ભિખારણ તમારે બારણે લૂંટ ચલાવવા નથી આવી; ઉદાર દિલે આપો તો આશરો માગવા આવી છું. તમારે પણ કોઈ સેવિકાની જરૂર તો હશે ને ?”’ - સુનંદા સુમંગલાના હસ્તને સ્પર્શવા આગળ વધી. ભયથી, તિરસ્કારથી સુમંગલા પાછી હઠી રહી હતી. એની નાસિકામાંથી નીકળતો શ્વાસ ઝેરી સાપના ફુત્કારને ઠંડો દાખવતો હતો. “આટલી સખીઓ છે, એમાં હું એક ભારે પડીશ ? બહેન, સરિતા કંઈ પોતાનું સમસ્ત જળ પીતી નથી; એ નીચલી ધારને પણ સંતુષ્ટ કરે છે.” “સુનંદા, વધુ વિવાદમાં સાર નથી. મારા પ્રાણની જરૂર હોય તો એ લઈ જા. મારા માટે પ્રાણનો વિરહ સહ્ય છે, પણ પ્રિયનો વિરહ અસહ્ય છે.” “હું સંયોગ કરવા માટે આવી છું, વિરહ માટે નહીં.” “મને છેતરીશ મા ! હું કશું સાંભળવા ઇચ્છતી નથી. તું આમ્રભવન છોડીને ચાલી જા !'' “ચાલી જાઉં, બહેન ?”’ સુમંગલાએ મસ્તક હલાવ્યું. અને પછી પર્વતના અડેલા શિખર જેમ એનું મસ્તક ટટ્ટાર થઈ રહ્યું. “આશરો નહીં જ મળે ? અરેરે, તો હવે મને કોણ આશરો આપશે ? ઉપર આકાશમાં ને નીચે પૃથ્વી પર મારું કોઈ નથી !'' સુનંદાનાં નેત્રોમાંથી અશ્રુની ધારા વહી રહી. ખંજનના જેવાં ચંચળ નયનો ! અરે, એમાં જાણે મોતી ટંકાયાં. સાચું રુદન તો માનવજીવનનો આંતરવૈભવ પ્રકાશે છે. સુમંગલા સ્વસ્થ થવા પ્રયત્ન કરતી સીધી સોટા જેવી થઈને ઊભી હતી. એના સુગઠિત પયોધરો ધમણની જેમ ઊછળી રહ્યા હતા.’ સુનંદાનાં નેત્રોમાંથી જાણે બાર મેઘ વરસી રહ્યા. ગંભી૨ મૌન બધે પથરાઈ ગયું. આમ્રભવન જાણે ગમગીન બની ગયું. પવન જાણે ભારે બની ગયો. અવિભક્ત આત્માઓ * ૫૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ અચાનક સુમંગલાની દૃષ્ટિ સુનંદાના મુખ પર પડી પૂર્ણિમાના ચંદ્રમાંથી જાણે વિષાદનો સિંધુ ઝરતો હતો. અરે, માનવ આટલું ઓશિયાળું ! સંસારમાં માણસ એકલવાયું, અનાથ, નિરાધાર થતું હશે, ને નિરાધારતાના નિઃશ્વાસ આવા હશે, ને આ સુંદર તેજસ્વી આંખો ભેદીને આવતા હશે એ આજે જ સુમંગલાએ જોયું. પંખિણીની જેમ કલ્લોલ કરનારી સુમંગલાએ કોઈને રડતું નીરખ્યું નહોતું. માનવી રડે, એ એને મન નવાઈ હતી. એનું પ્રકૃતિગત માયાળુપણું ઊભરાઈ આવ્યું. એની પ્રતિવેરથી કુમકુમવર્ણ બનેલી સુંદર મુદ્રા પર એકદમ વાત્સલ્યનાં ડોલરફૂલ ખીલી ઊઠ્યાં. એ નજીક સરી. “સુનંદા, તું રડે છે ?' “બહેન, રડું નહીં તો શું કરું ? કદાચ મૃત્યુને મારા પર માયા થાય. એ મને એની હૂંફાળી ગોદમાં લઈ લે.” “મૃત્યુ ? શા માટે મરવું ? આ સંસારમાં કોઈ અકાળે મરતું નથી, તો તું શા માટે મરે ?' - “મૃત્યુ સિવાય મારો કોઈ વિશ્રામ નથી. મારું કોઈ સંગી નથી. સાથી નથી, મારો કોઈ સખા નથી.” -- “તારો વિશ્રામ મારા હૈયામાં, સુનંદા ! મારી બહેન અહીં આવ, તારાં આ આંસુ લૂછી નાંખ ! અંતરનાં અમીને નિરર્થક વહેવડાવીશ મા !” સુમંગલાએ સુનંદાને પડખામાં લીધી. વૃક્ષે વેલીને જાણે આશરો આપ્યો. “કુમાર ડહાપણનો ભંડાર છે. જગતને જે પોતાનું જાણે છે, એણે તો તાર સ્વીકારમાં દૂરદર્શિતા જ જોઈ હશે. કુમાર તો જીવન--જાગરણનું વ્રત લઈ સાગરો, પર્વતો, જંગલો ને ગિરિકંદરાઓમાં સદા ઘૂમ્યા કરે છે. એના વિરહમાં તું મારી સંગિની બનીશ. સુનંદા, એક પક્ષીને બે પાંખ ન હોય ?' “અવશ્ય હોય, બહેન ! પણ મારું એવું ભાગ્ય ક્યાંથી ? સુમેરુ પર્વતની વાસિનીને મરવા હીરાની ખાણ મળે, ચાવવા મોતીની માળા મળે. પણ જીવવા માનવીનાં હેત કોણ આપે ? આશાભરી આવી હતી. કુમારને જોયા ત્યારથી એમ લાગતું હતું કે અનાથ બનેલી હું હવે અનાથ બની ગઈ. પણ બહેન, એકની સમૃદ્ધિ લૂંટીને બીજો શ્રીમંત ન બની શકે – એ લૂંટારો જ કહેવાય, હું લૂંટારણ બનીને આવી નથી ભિખારણ બનીને હેતથી ભીખ માગવા આવી હતી.’ ૫૨ * ભગવાન ઋષભદેવ - Page #72 -------------------------------------------------------------------------- ________________ “અરે, તને લૂંટારણ કોણ કહે ? સુનંદા, મારી સખી ! તને ભિખારણ કોણ કહે ? કુમાર જંગલોમાં ફરતો, કુળમાં જતા ત્યારે મને એકલવાયું લાગ્યા કરતું. આટઆટલી સખીઓ છતાં જાણે મને સૂનું સૂનું લાગ્યા કરતું, હવે મને જીવનસખી લાધી. નાભિદેવે સંમતિ આપી ને બહેન ?” “પહેલાં તો એ પણ મૂંઝાણા; આ સરયૂતીરવાસીઓમાં આવું તેમણે કદી જાણ્યું કે જોયું નહોતું. પણ કુમારે જ સ્વયં સંમતિ માગી ને તેમણે હર્ષથી આપી.” કુમાર અજબ દ્રષ્ટા છે. એની નજરમાં ન જાણે કેવી રીતે દિવ્ય ભાવનાઓ રમી રહી છે. એની વાત પ્રારંભમાં જરા વિચિત્ર લાગે. આપણે અકળાઈ ઊઠીએ, પણ પરિણામે ખબર પડે કે એ વાતમાં ડહાપણ હતું. પણ આ બધી વાતો તો પછી કોઈ વાર કરશું. તો રાત્રિ ને દિવસ આપણાં જ છે ને ? કુમાર આવતા હશે. એ પહેલાં તને શણગારી લઉં. મારી જીવનસખીને એવી અદ્ભુત બનાવી દઉં કે કુમાર મને ભૂલી જાય.” સુમંગલાના ઉદાર હૈયામાં હેતનો સાગર ભરતીએ ચડ્યો હતો. પ્રેમ આગળ એ પોતાને પણ વીસરી જતી. જે પ્રેમસાગરમાંથી એ એક બિંદુય આપવા તૈયાર નહોતી, એમાંથી એ આજે આખું પાત્ર અર્પણ કરવા ઉદ્યત બની હતી. સુનંદાએ દેહ ધારીને આટલા હેતનો કદી અનુભવ નહોતો કર્યો. એની આંખોમાંથી હજી પાણી ટપકી રહ્યું હતું. શું કહેવું કઈ રીતે આભારમાં બે વચન કહેવાં એની આ પર્વતકન્યાને કંઈ સમજણ ન પડી. એ દોડીને સુમંગલાના વક્ષસ્થળને વળગી પડી; બાળકની જેમ એના પુષ્ટ સ્તનપ્રદેશ પર પોતાનું મસ્તક ઘસવા લાગી. નાની સખીના હેતથી એને છાતીએ દાબતાં દાબતાં સુમંગલાએ બૂમ પાડી. એની બૂમથી આમ્રભવનમાં પર્ણ પણ હાલી ઊઠ્યાં. અરે, મંજુઘોષા, તું ક્યાં ચાલી ગઈ ? તારી સખીઓને એકત્ર કરી કંઈક સુસ્વરે ગીત ગા ! અરે સુકેશી, તું યોગ્ય કેશાભરણ તૈયાર કરીને જલદી અહીં આવ !” સરયૂતીરની રહેનારી આ સ્ત્રીઓને સુમંગલાએ કંઈ કંઈ ભાવ, લાલિત્ય, ગીત ને નૃત્ય શીખવ્યાં હતાં, જીવનસૌંદર્યના પહેલા પાઠ ભણાવ્યા હતા. અવિભક્ત આત્માઓ ૫૩ કંઈક સુસ્વરે કુપોષા, જાનમાં પણ Page #73 -------------------------------------------------------------------------- ________________ કુમાર ઉજ્જડ અગોચર જંગલોમાંથી પશુ જેવાં સ્ત્રી-પુરુષોને અહીં વસાવવા ખેંચી લાવતા. સુમંગલા એમના દેહને કંઈ કંઈ રીતે શણગારતી, એમનાં કુળને આબાદ બનાવતી, એકબીજાને પરસ્પરની ફરજ સમજાવતી. એ કોઈના કેશ ગૂંથી દેતી, કોઈને સ્નાનવિધિ સમજાવતી. એણે જ આ કુળની સ્ત્રીઓનાં ચિત્રવિચિત્ર નામો રાખ્યાં હતાં. કુળસ્ત્રી એનો અર્થ ન જાણતી, પણ ભાવ સમજીને દોડી આવતી. સુમંગલાના શબ્દેશબ્દને એ દેહથી ને દિલથી પૂજતી. આ પ્રદેશમાં જેટલા ઋષભ પ્યારા હતા, એટલી જ સુમંગલા પ્રિય હતી. સુકેશી આમ્રમંજરીના ગુચ્છાને અને ઇંગુદીરસના પણ પાત્રને લઈ દોડતી આવી. દેવી સુમંગલા તો હર્ષોત્સાહમાં ઘેલાં બની આજ્ઞા પર આજ્ઞા છોડી રહ્યાં હતાં : અરે, પુંડરીકે, મહાકાસારમાંથી તાજાં પુંડરીકોથી પૂર્ણ કુંભ લાવ. હે રંભા, માળાનો આરંભ કર. અરે ઉર્વશી, દૂર્વાનો સંચય આણ. અરે સુગંધે, તું સુગંધ તૈયાર કર ! તિલોત્તમે, બહાવરી બનીને શું જોયા કરે છે ? દ્વારદેશમાં સ્વસ્તિકનો આદર કર. અરે વૃતાચિ, અર્થ માટે વૃત, દધિ લાવ !” સુમંગલા પોતાની પ્રિય સખીને ક્રીડાવાપિ તરફ ખેંચી ગઈ. ચંદ્રકાન્ત મણિઓ વાપિની ભીંતમાંથી દ્રવી રહ્યા હતા. શીતળ નિર્મળ નીર છલછલતાં હતાં. ધોળે દિવસે આકાશના તારા એ ક્રિીડાવાપિમાં પોતાનાં પ્રતિબિંબ પાડતા. સુનંદા સુમંગલાને બે બાથમાં લઈ ઊંડા જળમાં ઊતરી ગઈ. સંસારના સૌંદર્યનો સમસ્ત સાર આ વાપિ-જળમાં આજે લહેરિયા લેતો હતો; પણ એને જોવાનું સૂર્ય કે ચંદ્રના ભાગ્યમાં પણ નહોતું. - તાજા જળકણથી શોભતી સુનંદાના દેહ પર કુળવાસિની સખીઓ અંગરાગ ને સુગંધી માટી ઘસી રહી. ફરીથી સુનંદા જળમાં પડીને છબછબિયાં બોલાવવા લાગી. “બહેન, આટલાં બધાં માન !” સુનંદા પોતાના પ્રત્યેની લાગણી જોઈ બોલી ઊઠી. દેવીની કૃપા એવી જ છે : વરસી એટલે બારે મેઘ સાથે. બહેન, તમે તો ભવ જીતી ગયાં." ૫૪ ભગવાન ઋષભદેવ Page #74 -------------------------------------------------------------------------- ________________ “આવું રૂપ અને કોણ વશ ન થાય ? સખીઓ, સરયૂતીરની સ્ત્રીઓમાં કદી આવું રૂપ નીરખ્યું છે ? કુમારને તો હર્ષ થતાં શું થશે, પણ મને તો અત્યારે જ કંઈ કંઈ થઈ જાય છે.” વિદ્યુતરેખા જેવી સુમંગલા હેમપ્રતિમા જેવી સુનંદાને પાણીમાં ને પાણીમાં ભેટી પડી. સુનંદાના ભીના ગૌર કપોલપ્રદેશ પર એણે ધીરું બટકું પણ ભરી લીધું. સુવર્ણ સ્વચ્છ થઈ રહ્યું હતું. થોડોઘણો મેલ દૂર થતાં એ પોતાની અપૂર્વ જ્યોતિથી પ્રકાશી રહ્યું. સુમંગલા નાભિરાયની પુત્રી હતી; વૃષભધ્વજની સાથે જન્મેલી હતી, કુળવાસિની હતી; એટલે ભવ્ય, તેજસ્વી ને જાજરમાન દેખાતી. અને માણસ વંદી શકે, પ્રેમ કરવાની કોઈક જ હિંમત કેળવી શકે, એ ઉન્નત ગિરિશિખરી જેવી ગરિમાથી ભરેલી હતી. સહુ કોઈ ત્યાં પહોંચી શકે કે પ્રેમ મેળવી શકે તેમ નહોતું એની ભવ્યતાને દૂરથી વંદી શકે જરૂર ! એવી ભવ્ય સુમંગલા પાસે સુનંદા સુંદર ગિરિઝરણ જેવી લાગતી હતી. એમાં સહુ હોંશે હોંશે પાન કરે, હેતે સ્નાન કરે. માખી વિનાના મધપૂડા જેવો એનો દેહ હતો. આજ્ઞા કરવા કરતાં અર્પણમાં એ વધુ માનતી. એક દેવરાણી ભાસતી, બીજી રાજરાણી જેવી શોભતી. — અંગે અંગે કાન્તિના કોંટા પ્રગટાવી સુનંદાને સખીઓ વિલેપન કરવા લાગી; એની બંકી ગ્રીવા, રમણીય ભુજાના અગ્રભાગ, મનમોહક સ્તનાવલિ ને કોમળ કપોળ પર ચંદનરસથી પત્રવલ્લરી ચીતરી; પગ, હાથ, જાનુ, ખભા ને કેશ પર નવ શ્યામ તિલક કર્યાં; વિશાળ ભાલમાં ચંદનતિલક કર્યું. સુમંગલા એક હાથીદાંતની નાની મંજૂષા ઉધાડી સુનંદાની આંખમાં કંઈક આંજી રહી. શમીવૃક્ષ અને પીંપળાનાં વૃક્ષોમાંથી બનાવેલ એ અંજન હતું. કુળવાસિની સ્ત્રીઓ કહેતી કે આ અંજનમાં વશીકરણ છે ! “બહેન આ ચાળા શા ?”’ “ઘેલી થઈ ગઈ છું. સુનંદા ! આવું રૂપ, આવી દેહશ્રી, આવું લાલિત્ય; અરે; તારાં અંગેઅંગ ચૂમી લેવાનું મન થાય છે !” “અને દેવી ! તમારું ભુવનમોહન સૌંદર્ય તો નિહાળો. માનવીમન ભૂલું પડી જાય કે હું કોઈ દેવાંગના તો નીરખી નથી રહ્યો ને !' “રહેવા દે. મારા રૂપને જાણું છું. અરે, પૂર્ણિમા, ઓ સખીઓ, હું બહાવરી બની ગઈ તેમ તમે પણ બધા શું બહાવરાં બની ગયાં છો ? કુમા૨ અવિભક્ત આત્માઓ : ૫૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ આવતા જ હશે. આજે તો મારે સુનંદાને કુમાર સાથે યોજવી છે. હું તો જન્મથી એની સાથે જડાયેલી, અમને તો વિધિએ એકમેક માટે જન્માવ્યાં, પણ સુનંદા તો પારકા ઘેરથી આવે છે. એને અભિયુક્ત કરવા માટેનો મારે વિધિ કરવો ઘટે. હું જ મારા હાથે સુનંદાને કુમારના હાથમાં સોંપીશ; મારી જેમ જ એને પણ જાણે.” “સુમંગલાબા, આપણે ત્યાં તો કદી આવું થયું નથી. આ મીંઢી તમારા કુમારને લઈ ન જાય !” એક દોઢડાહીએ કહ્યું. ભલે ન થયું. મને કુમાર પર ભરોસો છે. કુમાર મારી સાથે ઘણી વાર આવી ચર્ચા કરતા, એ તો હસીને કહે : “આપણાં સંતાનને આમ નહીં જીવવા દઈએ. આપણી પુત્રીને કોઈના સાથે ને આપણા પુત્રને કોઈની પુત્રી સાથે નિયોજીશું. એમ કરીશું તો જ આ માનવકુળો વચ્ચેથી રોજની લડાઈઓ, વેરઝેર ઓછો થશે, આજે તેઓ ભેગાં થઈને જે ઝેરી લડાઈઓ લડે છે, એ ઝેર આ રીતે લોહીની સગાઈથી ઉતારી શકાશે.” હું બધું સાંભળતી પણ સમજમાં ન ઊતરતું. આજે સમજી. કેટલો ભવ્ય આશય ! કુમાર તો શરૂ કરે ત્યારે ખરા, હું તો આજે એનો આરંભ કરું છું.” દેવી સુમંગલાએ કહ્યું અને પછી સખીઓને કહ્યું : અરે વાતુડિયણો, આમ વાદમાં ને વાદમાં વખત વીતી જશે. હે ધનુપ્રિયા, તું કોઈ શ્વેત ગૌનું દૂધ લાવ. અરે ચિત્રલેખા, તું માતૃગૃહનું નિર્માણ કર. હે અશ્લોચા, માતૃગૃહમાં બે જણા બેસે તેટલી જ જગામાં આસનની યોજના કરજે. કુમાર મને આગ્રહ કરશે. પણ મારે તો નથી બેસવું. હે પુંડરીકે, તું અંભોજિનીના પત્રમાં પવિત્ર સરયૂનું જળ લાવીને સુગંધી કરી છાંટજે.” ભોળી સુનંદાએ જન્મ ધરીને આવું હેત નીરખું નહોતું. પોતાના સાથી તો કિશોર વયમાં જ ચાલ્યો ગયો હતો. સહુ એના તરફ દયા બતાવતાં, પણ આવી માયા એ ક્યાંય પામી નહોતી. માયા વગર મન શાન્તિ કેમ પામે ? આજ એ મનડાની અપરંપાર માયા પામીને વ્યાકુળ બની ગઈ. કયા શબ્દોમાં એ દેવીનો આભાર માને ? કઈ રીતે પોતાના હૃદયની અવ્યક્ત આભારવાણી પ્રદર્શિત કરે ? કઈ રીતે પોતે પ્રેમભરી સુમંગલા પર ઓળઘોળ થઈ જાય ? સુનંદા સમજતી હતી, કે સોળે કળાના સૂર્ય જેવા વૃષભધ્વજને તો આ ૫૬ ભગવાન ઋષભદેવ Page #76 -------------------------------------------------------------------------- ________________ જે નારી પે ! દાસીપદ ભલે પોતાનું હોય, રાણીપદ તો આ મહામના નારીને જ અરશે. ભભકભરી સુમંગલા જ ખરેખર કુમારની જીવનસખી થવાનું સામર્થ્ય ધરાવે છે. એના જેવો ત્યાગ, એના જેવી મહાનુભાવતા આ સંસારમાં ક્યાંય નહોતાં. અરે, સુમંગલા કેવી પ્રચંડ તેજભૂતિ, સાથે કેવી પ્રબળ પ્રેમમૂર્તિ ! જાણે વજ અને ફૂલ બંનેનાં તત્ત્વથી નિર્માયેલી મહાનારી ! “દેવી, તમે તો ઠોકરોનું ભાગ્ય લઈને આવેલી તુચ્છ રજને મસ્તક ચઢાવો છો !” “રજ ખરી પણ સુવર્ણની. એનું તો ભાલમાં તિલક થાય; સેંથામાં સિંદૂરની જગાએ મુકાય. મારી સુનંદાને હું મસ્તક ચઢાવી નાચીશ.” - સુનંદા પાસે આનો જવાબ નહોતો. હૃદય અનુભવ કરી શકતું. જિદ્વા વર્ણવી શકતી નહોતી. “સુમંગલા, દેવી !” મેઘગર્જના જેવી વાણી સંભળાઈ. સખીઓ બધી બાજુમાં સરી શાન્ત ઊભી રહી ગઈ. સુમેરુ પર્વતનું કોઈ સુવર્ણરહ્યું શિખર માનવદેહ ધરીને આવતું હોય તેમ, સહુને પ્રિય વૃષભધ્વજ ચાલ્યા આવતા હતા. સુગંધિત કાળી નાગપાશ સમી કેશાવલિ સિંહની યાળ જેમ બે સ્કંધ પર પડી પડી રમતી હતી. ચંદ્રના જેવા શાન્ત લલાટની નીચે અણિયાળાં નયનોમાં અલક્ષ્ય જ્યોતિનું તેજ ભભૂકતું હતું. સૂર્યના પ્રકાશ, ચંદ્રની જ્યોન્ઝા, નિહારિકાની સતેજતા – ન જાણે કયા કયા પરમાણુપિંડોમાંથી આ દેહ રચાયો હશે ! કુમારના મુખ પર મંદ મંદ અજેય સ્મિત હતું. વળેલી કમાનો સમાં ભવાં ભલભલાનાં શસ્ત્રો હેઠાં મુકાવે તેવાં પ્રચંડ હતાં. રમણીની કુમાશ અને યોદ્ધાની કઠોરતા બંનેનું જાણે ત્યાં મિશ્રણ હતું. અરે, સહુનો વહાલો ઋષભ આવતો હતો. એની પાછળ રોહણાચળની ઊંડી કંદારાઓમાંથી આણેલું ઉત્તમ ગજરાજનું નાનું બચ્ચું ગેલ કરતું, સૂંઢ જેવા હસ્તમાં પોતાની નાની સૂંઢ ભેરવી મીઠી તાણાવાણ કરતું ચાલ્યું આવતું હતું. અરે, સુમંગલા, તારે રમવા માટે આણેલો આ કરભક તો જો ? મારી સાથે પાણિપીડન કરે છે ! બડો તોફાની છે.” * પાણીપીડન-હાથ ખેંચવે લગ્ન. પાણિગ્રહણ એટલે પણ લગ્ન. અવિભક્ત આત્માઓ પ૭ Page #77 -------------------------------------------------------------------------- ________________ “તમે કરો તો એ તમારી રીત ન શીખે ? તમે પાણિગ્રહણ કરો; એ જંગલનું બાળ છે, તો એ પાણિપીડન કરે !'' પાણિગ્રહણ ! નવાં નામ પાડવામાં કાબેલ છો ! એનો અર્થ ?”’ “હમણાં જ સમજાવું, ત્યાં જ ઊભા રહી જજો ! આ સ્વસ્તિકને ઓળંગશો નહીં, મારે વિધિ કરવો છે.” “સુમંગલા, તારું ભેજું પણ આ ભીની ધરતીની જેમ ફળદ્રુપ છે. આ વિધિ શું ? ને આ પાણિગ્રહણ શું ?' “તમારી લુચ્ચાઈ હું જાણું છું. આ નવા ફૂલને ક્યાંકથી ઉપાડી લાવ્યા અને હવે અજાણ્યા થાઓ છો ? અરે, ખૂબ ચાલાક છો ! અને તમે સુમંગલાના જેટલો હક્ક-અધિકાર આપવા ઇચ્છો છો, પણ આપશો કઈ રીતે ? એ મારી જેમ કાંઈ તમારી સાથે જન્મેલી છે ? એક જ માતાના દૂધનું એણે અને તમે કંઈ પાન કરેલું છે ? માટે જ તમારી સાથે એને સંલગ્ન ક૨વા માટે મેં વિધિ યોજી કાઢી છે. જુઓ, ત્યાં ગોમયથી સ્વચ્છ કરેલ માતૃગૃહની બહાર ઊભા રહો. તમારી વેણી મને ગૂંથી લેવા દો; આ મણિ અને પુષ્પનાં આભૂષણ પહેરાવી લેવા દો. આ મારી સખી સુનંદાના રૂપ સામે તો જુઓ ! આ હાથીના ગંડસ્થલનાં પ્રસ્વેદથી ગંધયુક્ત હાથ જરા પ્રક્ષાલી લેજો ! મારી સખીને કદાચ એ ન પણ રુચે.” “તારી સખી સુનંદા ! ક્યારથી ”” વૃષભધ્વજે પ્રેમપૂર્વક જરા કટાક્ષ કર્યો. એ તો મારી સખી !'' “તમારી સખી બનવાને હજી વિલંબ છે. ભલે પિતાજીએ, એના કુલવાસી મનુષ્યોએ, તમને તેનું દાન કર્યું. પણ વિધિ હજી બાકી છે.’ સુમંગલા પ્રેમપૂર્વક આભૂષણ વગેરે પહેરાવતી લાડ કરતી હતી. ઋષભદેવનું હૈયું જે ભયંકર ગજરાજની ત્રાડોથી લેશ પણ કંપાયમાન થતું નહીં, એ આ મહાઉદારચેતા નારીને નીરખી થડક થડક થવા લાગ્યું. જ્યાં પ્રચંડ વિરોધની આશા હતી, ત્યાં પ્રેમપ્રવાહ વહી નીકળ્યો હતો તેઓ આ મહાનારીની આજ્ઞાને મંદસ્મિત સાથે વશ થઈ અનુસરવા લાગ્યા. “અરે, એ મંજુરવા ! ભદ્રશાળ વનમાંથી આણેલી પવિત્ર દૂર્વા અહીં બિછાવ ! નંદનવનમાંથી લાવેલ સુગંધી૨સનો અહીં છંટકાવ કરે. અને આ * પાણિપીડન હાથ ખેંચીને લગ્ન. પાણિગ્રહણ એટલે પણ લગ્ન. ૫૮ * ભગવાન ઋષભદેવ — Page #78 -------------------------------------------------------------------------- ________________ મદનફળ,* વરવધૂના હસ્તમાં પહેરાવ. ચાલો સુનંદાને હું કુમારની પાસે લાવું છું. પારિજાતકનાં પુષ્પોની એક એક છડી બંનેના હાથમાં આપ, ને આ નવમલ્લિકાનો ગૂંથેલો લાંબો નવસરો હાર મને આપ, જેથી બંનેના કંઠમાં આરોપું.' શરમાતી, ધકેલાતી સુનંદા ઋષભની પડખે આવી ઊભી. એ વારે વારે સુમંગલાનાં વક્ષસ્થળમાં લજ્જાથી પોતાનું મસ્તક નાખી દેતી હતી. ચાલો, કુળસ્ત્રીઓ, તમે સુસ્વરે કંઈક ગાઓ.’’ વાંસનાં વનોમાં પવન જેવી વેણુ બજાવે છે, એવું ઝીણું ઝીણું કુળસ્ત્રીઓ ગાવા લાગી. “કુમાર, સુનંદાની સાથે માતૃગૃહમાં પ્રવેશ કરો !”” “પણ દેવી, તમારે પણ સાથે જ આવવું પડશે.’ “ત્યાં, જગ્યા નથી : બે જણાં માટે જ સ્થાન છે,” “અહીં સ્થળ છે.” કુમારે પોતાનું શ્રીવત્સથી શોભતું વક્ષસ્થળ બતાવ્યું. “ત્યાં તો મારું આસન પડેલું જ છે. એમાંથી આજે અર્ધો ભાગ મારે બક્ષિસ આપવો છે.'’ “મેઘ અને મહાદેવીઃ બંનેની કૃપા સમાન છે.” ચાલો, હવે પરસ્પર જીવનને ઉપયોગી દૂધ, ધૃત, નવનીત, જલ ને દૂર્વાની આપલે કરો. પરસ્પર હસ્તની આપલે કરી હૃદયની આપલે સૂચવો.’ “સુંદર રમત રમવા માંડી છે, સુમંગલા ! તારી આ રમતમાંય હું કર્મભૂમિને યોગ્ય કોઈ નવસંદેશ જોઈ રહ્યો છું.’ કુમાર ઋષભે હસતાં હસતાં ને દેવીની આજ્ઞા મુજબ વર્તતાં કહ્યું. “કૃપા કરીને સુનંદાના પદચિહ્નમાં તમારો પગ મૂકીને ચાલો ! આ સૂર્યનો અગ્નિ, આ સરિતાનાં જળ, આ જીવનદાત્રી દૂર્વા ને માતાસમી આ પૃથ્વીમાતાની ધૂળ ઃ એની સાક્ષીએ તમે જોડાઓ છો. ચાલો, સુનંદા ! કુમા૨નાં પગલાં અનુસરો !'' એકબીજાંના પગલે ચાલતાં બંને બહાર નીકળ્યાં. “અરે, પેલો કરભક ક્યાં ગયો ?’’ થોડે દૂર કેળના સ્થંભો સાથે સૂંઢને પંપાળી રહેલ ગજરાજના સપૂતને સુમંગલા સૂંઢથી પકડીને ખેંચી લાવી. * મીંઢોળ અવિભક્ત આત્માઓ * ૫૯ Page #79 -------------------------------------------------------------------------- ________________ “કુમાર, સુનંદાને કરમાં ગ્રહી, ઉરમાં ધરી, આ કરભક પર આરોહણ કરી તમારા મલ્લિકાભવનમાં તેડી જાઓ.” હાથી જેમ પુષ્પને ઊંચકે, એમ સુનંદાને ઊંચકીને હાથીના બાળ પર બેસાડી કુમારે સૂંઢ ગ્રહીને ચાલવા માંડ્યું. સુમંગલા આ દૃશ્ય નીરખી હર્ષોન્મત્ત બની ગઈ. અન્ય કુળવાસિની સખીઓ પણ પ્રમત્ત બની ઉચ્ચ સ્વરે કંઈ કંઈ આલાપવા લાગી. કોઈ પરસ્પર તાલી આપવા લાગી. કોઈ આ દૃશ્ય જીરવી ન શકવાથી નાચવા-કૂદવા લાગી. ગજ ૫૨ બેઠેલી સુંદર સુનંદા ને આગળ ચાલી રહેલ મહાન યુગદ્રષ્ટા કુમાર ઋષભ... આ દૃશ્ય જોવા આંધળી દિશાઓ પણ આંખ ચોળી ઊઠી : ને જ્યારે પોતાના રસમાં જગતને તરબોળ કરનાર ચંદ્રદેવ આકાશનું હૈયું ભેદીને બહાર આવ્યો ને પોતાના કૌમુદીકર વાટે ડોકિયું કર્યું ત્યારે... મલ્લિકાભવનમાં સ્વાતિનો મેઘ મોતી વરસાવી રહ્યો હતો. ૬૦ * ભગવાન ઋષભદેવ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૮ સર્વોત્તમ શક્તિની શોધ કૌમુદીભરી રાત રંગ અને ર્સ સાથે પૂરી થઈ, ત્યાં પ્રભવનના દ્વાર પર ભયંકર કોલાહલ થઈ રહ્યો. આકાશની પુત્રી, ગાયોની માતા ને દિવસની નાયિકા ઉષાને પૃથ્વી પર આવવાની હજી વાર હતી, છતાં આકાશમાં લાલ રંગ ઝડપભેર પથરાતો જતો હતો. પક્ષીઓને ચારાની શોધમાં ઊડવા જેટલો પ્રકાશ પથરાયો નહોતો, ત્યાં આકાશ પક્ષીઓના આક્રંદથી વ્યાપ્ત થઈ ગયું હતું. નાસતાં પશુઓના ચિત્કાર કાન ફાડી નાખતા હતા. દ્વારપ્રદેશ પરથી બૂમો આવતી હતી : “હે કુમાર ! હે વૃષભધ્વજ, અમે સુનંદા તમને આપી એટલે સ્વર્ગના દેવાધિદેવ ઇંદ્ર અમારા ૫૨ કોપ્યા છે. પહેલાં એણે પાણી ન આપી અમને ત્રાસ પહોંચાડ્યો; આ વખતે કોઈ સર્વભક્ષી પિશાચને અમારું સત્યાનાશ વાળવા મોકલ્યો છે. અમારાં બાળબચ્ચાં ભૂંજાઈ ગયાં છે. અમારાં કંદમૂળનો નાશ થઈ ગયો છે. એક વાર પાણીના ત્રાસથી તમે અમારું રક્ષણ કર્યું હતું. આજે ફરીવાર અમને બચાવો ! હે સુનંદાના કંથ !” સુંવાળી હૂંફમાં સૂતેલા અવિભક્ત આત્માઓમાંથી કુમાર વૃષભધ્વજ એકદમ જાગ્રત થયા. એમણે પળવાર ચારે દિશા તરફ નજર નાખી. પશુઓનો ચિત્કાર, પ્રાણીઓનો પોકાર ને નિરાધાર માનવકુળોનાં આક્રંદ એમના દયામય હૃદયને સ્પર્શી રહ્યાં. માનવકુળનો ઉદ્ધાર એ તો એમનો જીવનમંત્ર હતો. એ એકદમ સ્વસ્થ થઈ ઊભા થયા. પોતાના પ્રિય ગજરાજને એમણે હાક મારી. Page #81 -------------------------------------------------------------------------- ________________ વહેલી પરોઢથી વાંસવનમાં કૂણાં કૂણાં પર્ણો ચરતો ને મધુ પીતો એ ભમતો હતો. રોહણાચળનો આ રાજવી સ્વામી–સખાની બૂમ સાંભળી એકદમ દોડતો આવ્યો. પ્રેમથી પહાડ પણ વશ થાય, એમ કુમાર વારંવાર કહેતા; એનું આ ભયંકર પ્રાણી જીવંત દૃષ્ટાંત હતું. કુમાર વૃષભધ્વજ હાથી પર આરૂઢ થવા જાય છે. ત્યાં સુનંદા પાછળ આવીને ઊભી રહી. એના કેશ છૂટા હતા, ને સુકોમળ ગ્રીવા પર પથરાયેલા હતા. લલાટનો તિલક રેલાયેલો હતો. “કુમાર, હું પણ આવવા ઇચ્છું છું.” “અને હું હાથી ૫૨ આરોહણ કરી ચૂકી છું,' ખૂબ ઝડપથી સુમંગલાએ હાથી પર પોતાનું સ્થાન લઈ લેતાં કહ્યું. કુમાર હસ્યા. સુનંદાને એક બાહુથી ઊંચકી પોતે ધીરેથી ગજ પર ચઢી ગયા. આકાશ વધુ ને વધુ લાલ થતું જતું હતું. ચિત્કાર, આનંદ, પીડાના પોકાર ઉગ્ર રીતે સંભળાતા હતા. પોકાર પાડવા આવેલા માનવો કુમારના હાથીની પાછળ દોડવા લાગ્યાં. તેઓ કાકલૂદીભર્યા સ્વરે વીનવી રહ્યાં હતાં : “હે સુનંદાના સ્વામી, અમારું રક્ષણ કરો ! અમને ઇંદ્રના ત્રાસમાંથી મુક્ત કરો !” અચાનક કુમારના સુંદર મુખ પર મંદ મંદ સ્મિતની રેખાઓ તરવરી રહી. આવી દુઃખભરી પળોએ દયાનો સ્વામી કેમ હસે ? પણ સુમંગલા તો કુમારના સ્વભાવની ચિરપરિચિત હતી. સાદી નજરે, પહેલી પળે અયોગ્ય ભાસતું એક કાર્ય બીજી પળે, દીર્ધ દૃષ્ટિથી જોતાં, યોગ્યતમ બની જતું. પણ સુનંદાને એનો અનુભવ નહોતો. એ એકદમ પૂછી ઊઠી : નાથ, આવા શોકજનક પ્રસંગે આપને હસવું કેમ આવ્યું ? આ તો એક મહાઆપત્તિનો ભારે અનિષ્ટ પ્રસંગ છે !'' “સુનંદા !”” કુમારની મોટી અણિયાળી આંખો સુનંદા તરફ ફરી. અહા, એ આંખોમાં કરુણાની, મૈત્રીની, મમતાની કેવી શાંત જ્યોત જલી રહી હતી ! દિવસો સુધી એ નેત્રોનો પ્રકાશ ઝીલ્યા કરીએ, એમાં ઊભરાતું અમી પીધા કરીએ, એમ થઈ જતું. સુનંદા, ભોળી સુનંદા પોતાનો પ્રશ્ન ભૂલી ગઈ, ને કુમારના મુખ પરના મધુનો નેત્રરૂપી મુખથી આસ્વાદ કરવા લાગી. કુમારે થોડી વારે કહ્યું : સુનંદા, સંસારમાં ઘણી વાર અનિષ્ટમાંથી પણ ઇષ્ટની પ્રાપ્તિ થાય ૬૨ * ભગવાન ઋષભદેવ Page #82 -------------------------------------------------------------------------- ________________ છે. એટલે શાણા માણસોએ અનિષ્ટને નીરખી શોક કે ચિંતા ન કરવાં’ “પણ અનિષ્ટ, જે સર્વ સ્વાહા કર્યા કરે એ શું ઇષ્ટને આપી શકશે !'' સુનંદાએ પોતાના પ્રતાપી ચહેરાને વધુ વ્યગ્ર બતાવતાં કહ્યું. “માનવકુળોને આ અનિષ્ટ જ તારશે. સંસારનું અર્ધ જીવન જે નષ્ટ થતું હતું તેને કોઈ બચાવશે તો એ જ બચાવશે !'' ગજરાજ અગ્નિ સમક્ષ લગભગ પહોંચી ગયો હતો, પણ ત્યાંનું દૃશ્ય અદ્ભુત હતું. અગ્નિથી દાઝેલાં વાઘ અને સિંહ જેવાં પ્રાણીઓ ભાગી ભાગીને કોઈ સુરક્ષિત હરણની ગુફામાં આશ્રય લેતાં હતાં. હરણનાં લાંબાં શિંગડાં વાઘને વિઘ્ન કરતાં, પણ જાણે એ પોતાનો સ્વભાવ ભૂલી ગયા હતા. દરમાંથી દાઝેલા સાપ ઝાડની ઊંચી ડાળો પર મયૂરને વળગીને વૃક્ષ પર આશ્રય લેતા બેઠા હતા. થોડે દૂર પોતાની માતાથી વિખૂટું પડેલું ક્ષુધાતુર સિંહબાળ એક ગાયને ધાવતું હતું ! કુમાર વૃષભધ્વજના મુખ ૫૨ ફરી સ્મિત ફરકી ગયું : “મૃત્યુ કેવી સુંદર વસ્તુ ! એક પળમાં સહુને સમાન બનાવે. ખરેખર, સંપત્તિ કરતાં આપત્તિ જ પ્રાણીમાત્રને મિત્ર બનાવે છે. સંપત્તિ છેદે છે, વિપત્તિ વિકસાવે છે.” વનનાં વન ચિરાતાં હતાં, ભયંકર કડેડાટી સાથે મોટાં મોટાં વૃક્ષ ઊથલી પડતાં હતાં, ને ક્ષણવારમાં નવો પ્રગટેલો પિશાચ એને ડાળ-પાંદડાં સાથે જ આરોગી જતો હતો. માનવીને તો એ દૈત્ય દીઠો ન મેલતો. કેટલીયે ગુફાઓમાં માનવબાળ વસતાં હતાં. અત્યારે ત્યાં એક અસ્થિ પણ એમની યાદ આપવા બચ્યું નહોતું. વાઘ સાથે લડી શકાય, કોઈ અંગધારી, પ્રાણીનો બરાબર સામનો કરી શકાય, પણ આ તો અનંગ. ન એને કાન મળે કે ન એને હાથ મળે. એનું માથું ક્યાં ને એના પગ ક્યાં એનો પત્તો નહીં. કેટલાક બહાદુરો એને વશ કરવા ગયા, તો ત્યાં જ રહ્યા. બચ્યા તે એવા બચ્યા કે એના કરતાં મરેલા સારા. કોઈના હાથ જ ગળી ગયા, કોઈના પગનું જ ઠેકાણું નહીં. કોઈના વાળ જ એ લઈ ગયો અને એવી સિફતથી ઉપાડી ગયો કે ન પૂછો વાત. કોઈના ડોળા બહાર કાઢી નાખ્યા ! અને વેદના ? વેદના તે કેવી ? એના કરતાં વાઘના મોંમાં પડવું સારું; ભોરિંગના ભક્ષ થવું સારું ! સર્વોત્તમ શક્તિની શોધ ઃ ૬૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ દાઝતાં, બળતાં માનવીઓ એને રોકવા, આગળ વધતો ખાળવા ઝાડનાં મોટાં થડ, વેલા અને લતાઓનાં ઝુંડ આડાં નાખતાં જતાં હતાં; પાણીના ઘડા છાંટતાં હતાં; બે હાથે નમસ્કાર કરી ઘૂંટણીએ પડી પ્રાર્થના કરતાં હતાં. પણ ઇંદ્રનો કોપ અમાપ હતો. આ સર્વભક્ષી પિશાચ આગળ ને આગળ વધતો જતો હતો. “હવે તો બચાવે તો એકમાત્ર કુમાર વૃષભધ્વજ બચાવે.' દીન, હીન માનવતા રક્ષણ યાચી રહી હતી. ગજરાજ સૂંઢ ઊંચી કરી રહ્યો, આકાશમાંથી કોઈ દેવ ઊતરે એમ કુમાર સૂંઢ પર ઊંચકાઈને નીચે આવ્યા. ત્રસ્ત લોકોએ પળવાર સાંત્વન અનુભવ્યું. એમનાં દિલમાં ઉગેલી નિરાધારતા, દુઃખ વગર ટળે, ટળી ગઈ. “અરે, આ મેદાન સાફ કરો. આ લાકડાના ગંજ, વેલલતાઓનાં ઝુંડ દૂર કરો.” દેવ, એ અમે અર્પણ કર્યાં છે. હવે ખેંચી લઈશું તો એ વિશેષ કોપાયમાન તો નહીં થાય ને ?”’ જ “દેવને તમે ભયથી ભેટ આપો છો, એટલે જ એ કોપાયમાન થાય છે.” થોડી વારમાં કાષ્ઠ, લતા, વેલ બધું દૂર થઈ ગયું, અને એ દૂર થતાં આગળ વધતો અગ્નિ ત્યાં જ થંભી ગયો. “ચાલો. એનું સ્વાગત કરીએ. એ તો માનવકુળનો રક્ષક દેવ છે.” રક્ષક કે ભક્ષક ?’' રક્ષક તમે એને યથાર્થ જાણો તો. જ્ઞાન વિનાની કોઈ પણ શક્તિ નિર્માલ્ય છે. પ્રકૃતિએ તમારા સુખ માટે અનન્ત, અચિંત્ય શક્તિઓને યત્રતત્ર ગમે તેવા રૂપમાં વેરી રાખેલી છે. પ્રયત્ન કરો તો પામશો. એને સમજશો તો સુખી થશો. તે વિશેનું તમારું અજ્ઞાન એ તમારો શાપ છે. એ વિશેનું જ્ઞાન તમને આશીર્વાદ સમાન છે. હલાહલ મૃત્યુદાયક વિષની શક્તિનું જો તમને જ્ઞાન હોય તો એ જીવનદાયક પણ બની શકે છે.” “જ્ઞાન એ શી ચીજ છે ?” - પ્રત્યેક વસ્તુઓની સારાસારતાનું ભાન, એનું નામ શાન. જે જળ તમને જિવાડે છે, એનાં પૂર તમને ડુબાડે છે.” “એ પૂરથી તો બચી શકીએ. આકાશ ગરજે, વીજળી ચમકે, વાદળ વસે, એટલે અમે ચેતી જઈએ; ઊંચા ડુંગરા ઉપર ને પર્વતો પર ચાલ્યા ૬૪ ૨ ભગવાન ઋષભદેવ Page #84 -------------------------------------------------------------------------- ________________ જઈએ, પણ આ તો ગમે ત્યારે, અંધારી રાતે કે ખરે બપોરે, વગર કહ્યું, ઝબકી ઊઠે છે, સંહાર મચાવે છે. પાણીના સામાન્ય પૂરમાંથી તરી પણ શકીએ. આવા પૂરની તો પાસે પણ ન જવાય ! આવો ભક્ષક દેવ તો અમે ક્યારેય જોયો નથી.” એ પણ વાદળ, વીજળી ને મેઘની જ કરામત છે. એ બધાંની જેમ તમને ચેતવણી આપે છે, એ ચેતવણી સમજવાની શક્તિ એ જ જ્ઞાન. એ તમારે કેળવવું ઘટે. સંસારના પ્રત્યેક બનાવની અહીં નોંધ રહેલી છે. દરેક ઘટના પોતાની આગાહી રાખે છે. એ નોંધ ઉકેલતાં શીખો. એ આગાહી જાણતાં શીખો. અજ્ઞાન એ જ રહસ્ય છે. પાણીનાં પૂર તમને ચેતવણી આપે છે, એમ આ પણ આંધી, ઝંઝાવાત ને વેગીલા સુસવાટાથી ચેતવે છે. એ કહે છે, કે હવે દાવાગ્નિ ઝબકે છે. જંગલમાંથી ચાલ્યા જાઓ.” એ વાત સાચી છે કુમાર ! પણ આ પિશાચ તો બડો જબરો છે. અમારામાંના ઘણા કાગાનીંદરમાં હતા, ને એકદમ આકાશમાંથી કૂદીને શમી વૃક્ષની ડાળીએ આવી ઝૂલે ચડ્યો. શું ડાળીઓ ! શું તોફાન ! ને એ ડાળેથી જ એણે પોતાનો ચમકારો દર્શાવ્યો : એણે પહેલું પોતાનું બેસણું જ બાળ્યું. ઘડી વારમાં એ લીલું કંચન વૃક્ષ કાળુંમેશ બની ગયું? ને પેલો ચમકારો આગળ વધ્યો.” આવો આવો ! આપણે એ ચમકારાનાં સ્વાગત કરીએ. પણ જોજો : એ અત્યંત પવિત્ર છે. તમારા હાથ એને નહીં સ્પર્શી શકે. બાકી એ તમારી રક્ષા કરશે. તમારાં કંદ, ફળ ને બી એ સુપક્વ ને સ્વાદિષ્ટ બનાવી દેશે.” “પણ દેવ, એ અનુભવ લેવા જેવો નથી. એ તો બધું ખાઈ જતાં શીખો છે – નાખ્યું કે ઝડપ્યું સમજો.” “દરેક મૂંઝવણની પાસે એને માટે માર્ગ પણ તૈયાર જ હોય છે. જાઓ, પેલી કાળી માટી લાવો ને એમાં થોડું પાણી નાખી પગથી ખૂબ મસળી એનો ગોળો બનાવો.” હોંશીલાં માનવીઓ કુમાર વૃષભધ્વજની શક્તિ પર ઘેલાં હતાં. તરત માટીનો ગોળો લઈ આવ્યા. કુમાર એ લઈને પોતાના પ્રિય ગજરાજના કુંભસ્થળ ઉપર ઘાટ બનાવવા બેઠા. થોડી વારમાં તો એક સુંદર પાત્ર બની ગયું. એને અગ્નિ પાસે લઈ જઈને મૂક્યું. અગ્નિએ થોડી વારમાં એને સૂકું ભઠ બનાવી દીધું. સર્વોત્તમ શક્તિની શોધ ૬૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં સહુ પહેલા પાત્રકાર કુમાર વૃષભધ્વજ બન્યા. પ્રજાપતિનો ઉદ્યોગ એ રીતે હસ્તીમાં આવ્યો. “આ પાત્રમાં વનફળ નાખો, કંદમૂળ નાખો ને એને શેકો !'' “પણ પ્રભુ, આ દૈત્ય એને ભરખી જશે.’’ “નહીં ભરખી શકે. પ્રકૃતિની કોઈ શક્તિ સામે હિંમત હારશો નહીં. એ શક્તિને કેળવશો તો એ તમારી સંજીવની બની જશે. માનવશક્તિ સંસારની સર્વોત્તમ શક્તિ છે.” યુગલિકોએ પાત્રમાં કંદમૂળ નાખ્યાં. ફળફૂલ નાખ્યાં. કંદમૂળ શેકાઈને ભારે સ્વાદિષ્ટ બની ગયાં. સહુ હોંશે હોંશે ચાખવા લાગ્યાં. કેવો અમૃત જેવો આસ્વાદ ! અરે, જેને ખાતાં લોઢાના દાંત તૂટી જતા અને જેને પચાવતાં પેટ દુઃખી આવતાં, એ ફલમૂળ આજે મીણની જેમ હોંશે હોંશે ચવાય છે, ને સહેલાઈથી પચી જાય છે. કેટલાંક ફળ-મૂળ વધુ શેકાઈને બળી ગયાં હતાં. યુગલિકોએ એ વાત કુમાર પાસે કરી. તેઓએ તરત કહ્યું : “એમાં થોડું પાણી નાખો !'' ઉત્સાહી યુગલિકો દોડીને જળ લઈ આવ્યાં. પાત્રમાં જળ ભરીને ફળફૂલ પકવવા નાખ્યાં. થોડી વારમાં એ સુપક્વ બની ગયાં. માનવીઓ હોંશે હોંશે ચાખવા લાગ્યાં. એમની જિહ્વાએ આવો સ્વાદ કદી માણ્યો ન હતો. “અરે, તમે પેલી સેંધવ ગિરિમાળ ને સાગર જોયાં છે ?' “હા, પ્રભુ, ખારૂં ખારું સાગરમાંથી વહેતું પાણી હલાહલ વિષ જેવું છે.” “જાઓ એના કિનારા પર બાઝેલાં પોપડાં લઈ આવો !’’ યુગલિકો દોડતાં ગયાં ને પોપડાં ઉખાડીને મૂઠીઓ ભરીને આવ્યાં. સફેદ પથ્થરો એમના હાથમાં હતા. “ખારા ખારા ધૂધ છે; એ સાગરને તો કોઈ સ્પર્શતું પણ નથી.” “પથ્થરનો એક ટુકડો આ પાત્રમાં નાખો.” ટુકડો નંખાયો. સહુ આશ્ચર્યથી નીરખી રહ્યાં. આજ એમના જીવનમાં સુખની અપૂર્વ ઉષા ઊગી રહી હતી. “હવે પાત્રમાં રહેલી વાનગીઓનો સહુને આસ્વાદ કરાવો !” “અરે, અદ્ભુત ચમત્કાર ! આનો સ્વાદ અમૃત જેવો લાગે છે ! કુમાર, આ દૈત્ય તમારા સ્પર્શે દેવ જેવો બની ગયો ! દેવ તો હંમેશાં આશીર્વાદ જ આપે ને !’’ ૬૬ * ભગવાન ઋષભદેવ Page #86 -------------------------------------------------------------------------- ________________ “અમને પાત્ર બનાવતાં શીખવો.” કુમારે પાત્ર બનાવતાં શીખવ્યું. “અમને અગ્નિ રક્ષણ કરતાં શીખવો !” એ શીખવતાં કુમારે કહ્યું, “અગ્નિનું રક્ષણ સાવધાનીથી કરજો ! તો એ તમારું સદા રક્ષણ કરશે. આ કર્મયુગમાં તમારા જીવનમાં ક્રાંતિ કરવા એ પ્રગટ થયેલ છે. તમારા ઘરના આંગણમાં એને સ્થાપજો. સદા સારાં કાષ્ઠથી, ઉત્તમ દ્રવ્યથી, સુવાસિત પદાર્થોથી એનું યજન કરજો. અગ્નિનું વજન અર્થાત્ યજ્ઞ. એને તમારું નિત્ય કર્તવ્ય સમજજો ! તમારી પર્ણકુટીઓ, વૃક્ષાવાસો, ગુફાગૃહોના દ્વારદેશમાં એની સ્થાપના કરજો. ભયંકર જાનવરો એનાથી ડરીને નાસી જશે. વિષધર જંતુઓ દૂર દૂર ચાલ્યાં જશે. તમારાં ગાત્રોને મૃત્યુની જડતા આપતો હિમાળો ત્યાં નહીં ડોકાય. તમારાં વનફળ, કંદમૂળ કે અન્ય ખાદ્ય પદાર્થોને એ સુપક્વ, સુસ્વાદુ ને સુધારસ જેવાં બનાવશે. સૂર્યાસ્ત પછીની તમારી એ રક્ષક ને પ્રેરક શક્તિ છે. એનો પ્રકાશ તમારી રાત્રિઓને અજવાળશે. એને ચંદન અર્પજોદધિ-વૃત અર્પજો, મધુ-સોમ એમાં હોમજો. તમારા પ્રાંગણમાં પ્રગટેલો આ ગૃહ-અગ્નિ કદી ન બુઝાવા દેજો ! તમારા અગ્નિમાંથી અનેક પરંપરાઓ જન્માવજો !” હે કુમાર, અમે દેવો વિશે ઘણું સાંભળ્યું છે, પણ એને કદી નયને નીરખ્યો નથી. તમે જ અમારા દેવ ! હે દેવ, શું આ અગ્નિ નામનો નવો દેવ અમને ભણી નહીં જાય ? ના, એ દેવ માનવીનો મિત્ર છે. તમે તેની આશાતના નહીં કરો, એને રવડતો-રઝળતો નહીં મૂકો, એને અલ્પ કે અતિ ઇંધન નહીં આપો, યજ્ઞ, પૂજા ને હોમ નહીં ચૂકો, ત્યાં સુધી એ તમને સૂર્યની જેમ રક્ષશે, માતાની જેમ હૂંફ આપશે. એક એક કાષ્ઠ લઈ એના અગ્ર ભાગ પર અગ્નિદેવને સ્થાપીને ગમે ત્યાં વહી જાઓ. એ સર્વત્ર પ્રકાશ ને અભય પાથરશે. સહુ પોતાના આંગણામાં અગ્નિ સ્થાપો. હોંશથી ને હિંમતથી એનું જતન કરો.” સહુએ કાષ્ઠના નાના નાના ટુકડાના અગ્ર ભાગને અગ્નિથી પેટાવી લીધા, ને હાથમાં નવા તાજા બનાવેલા ઘડાઓ લઈ લીધા. - યુગલિકો, હવે મારે માટે પણ માનવજાગૃતિ અર્થે પ્રયાણ કરવાની ઘડી આવી ચૂકી છે. માનવજાગરણ ને માનવસંસ્કૃતિ વનેવન ને જંગલેજંગલમાં સ્થાપવા માટે પ્રયાણના દિન નજીકમાં જ છે.” સર્વોત્તમ શક્તિની શોધ ૬૭ Page #87 -------------------------------------------------------------------------- ________________ સહુ કુમાર વૃષભધ્વજનો જયજયકાર બોલાવતાં પાછાં ફર્યા. એ રીતે યુગલિકોના ગૃહાંગણમાં ગૃહ-અગ્નિનો સોનલવર્ણો પ્રકાશ બધે પથરાતો હતો. અંગારા પર માટીનાં પાત્રો ગરમ પાણી ને ફળ-મૂળથી ઊકળતાં હતાં. પાત્રમાં સુપક્વ બની રહેલા ખાદ્યપદાર્થની સુગંધથી યુગલિકોનાં મન હર્ષોન્મત્ત બની ગયાં હતાં. અગ્નિની ચારે તરફ કૂંડાળું વાળીને સહુ પોતાની ગતમાં ગાતાં હતાં, ને પોતાની મસ્તીમાં નાચતાં હતાં. સંસારની સર્વશ્રેષ્ઠ શોધ પર એ દિવસે માનવસુખનો પ્રથમ અધ્યાય આરંભાતો હતો. અને યુગલિકો આ મહાન શોધની શક્તિ જોઈ રહ્યા હતા. દૂર દૂર માનવખાઉ વાઘ ગર્જના કરતો આંટાફેરા મારી રહ્યો હતો. એની મજાલ નહોતી કે આ ગૃહઅગ્નિ સમીપ આવે. પર્ણની પથારીમાં, પ્રિયજનની સોડમાં લપાઈને સૂતાં છતાં ઠંડી ગાત્રોને કંપાવતી. કેટલાંય નવજાત શિશુ સવારે હિમના મૃત્યુદાયક પ્રભાવમાં મરેલાં મળતાં. આજે વગર વસ્ત્ર, વગર પ્રિયજનની સોડે એકલતામાં હૂંફ આવી રહી હતી. અંધકાર રોજ ડોળા ફાડીને ડરાવવા આવતો. સંધ્યાનો આછો પ્રકાશ ક્ષિતિજ પર બાકી હોય ત્યાં તો ગુફામાં, ઝાડ પર કે પર્ણકુટીમાં ભરાઈ જવું પડતું, અને રાતભર ભયંકર ભોરિંગોનૂ લાલપીળી આંખો જોતાં, ઊંદરોની રુંવાટાં ઊભાં કરે તેવી ડાકલી સાંભળતાં, મૃત્યુ–ભયની આછી ઘેરી છાયામાં પડ્યા રહેવું પડતું ઃ એ અંધકારનો પ્રભાવ આજ નષ્ટ થયો હતો. માનવ આજ નિર્ભયતા પામ્યો હતો. સારો, સુસ્વાદુ, સુપથ્ય ખોરાક એને લાધ્યો હતો. : ૬૮ * ભગવાન ઋષભદેવ Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રગતિ ને પ્રત્યાઘાતો, પ્રણયની પુણ્યઘડી આવી ગઈ હતી. કુંવારી ધરતી પર કુમાર વૃષભધ્વજના ગજરાજ મદભર્યા હીંડ્યા જાય છે. નવજાગરણનાં મંડાણ મંડાયાં છે. વનનાં વન વેડાતાં ચાલ્યાં છે. અગોચર જંગલોમાં કેડીઓ પડતી જાય છે. અંધારી ગુફાઓમાં પ્રકાશ રેલાતો જાય છે: આ ગુફાઓ ને આ કેડીઓ પર આજ સુધી કોઈ માનવબાળ આ રીતે પ્રવાસ ખેડ્યો નહોતો. જીવ જીવનો ખોરાક, મોટો જીવ નાના જીવને સંહારી આરોગવાનો અધિકારી, નિર્બળ ભક્ષ્ય ને સબળ ભક્ષક : એવો વનપ્રદેશનો મસ્ય-ગલાગલનો અવિચળ નિયમ સર્વત્ર પ્રચલિત હતો. મોટા કદનાં સંખ્યાબંધ પ્રાણીઓ ચારેતરફ યથેચ્છ ભટકતાં હતાં. ભયંકર કાતીવાળા ગુંડાઓ વનને એક અવાજે ધ્રુજાવી દેતા. ગુફાના ગર્ભભાગમાં રહેનારાં રાક્ષસી કદનાં ધોળાં ને કાળાં રીંછ યમદૂતના બીજા અવતાર જેવાં ચારે બાજુ ઘૂમતાં રહેતાં. નદીના ઢોળાવ પર અને કાંપવાળી જમીન પર કદરૂપા મગરમચ્છો મોં વિકાસીને ખૂનીની ખંધી આંખે શિકાર ખોજતા પડ્યા હતા. જંગલનો રાજા હાથી કે સિંહ? – એની સ્પર્ધા જ્યારે આ વનપ્રદેશમાં થતી, ત્યારે એક વાર બળુકા ગેંડાઓ અને ખૂની વરુઓ પણ બોડમાં લપાઈ જતા. આ સિવાય ઝેર ઊગળતી ગરોળીઓ, ફૂંકે માનવીને સૂકવી નાખતી પ્રચંડ પાટલા-ધો ને એક જ કુત્કારથી ઝાડને બાળી નાખવા સમર્થ એવા દૃષ્ટિવિષ સર્પરાજો આ જગતનાં Page #89 -------------------------------------------------------------------------- ________________ વસનારાં હતાં. આ સિવાય કલ્પી ન શકાય તેવા આકારવાળાં, વિચારી ન શકાય તેવાં વિકરાળ પશુઓ ને પંખીઓ અહીં વસતાં. માણસ જેવા માણસને આખો ને આખો ઉપાડી જનારાં પિશાચી પંખીઓ અહીં વસતાં. ચાલતાં માણસની આંખ કોરી જનારાં બાજ, યુવાન સ્ત્રીના સ્તનનું દૂધ પી જનારાં ચામાચીડિયાં, પગનાં નળાં કરડી ખાનારાં અનેક જાતનાં જંતુઓ અહીં ઊભરાતાં. આ સિવાય ધરતી ને પ્રકૃતિ પણ અહીં રૌદ્રરૂપે વિલસતી. ઉષ્ણ વરાળનો એક અંતરપટ વનપ્રદેશને વહેંચતો હતો. સળગતો લાવારસ, આંધી, ઉલ્કાપાત ને દાવાગ્નિ નિત્યનિત્યનાં સંહારક બળો હતાં. આ બધાની વચ્ચે માનવી નામનો જંતુ વસતો હતો. ઉનાળામાં ઝાડની ઘટાઓમાં, શિયાળામાં ગુફાઓમાં ને ચોમાસામાં ઊંચી ગિરિટોચ પર એ ભટક્યા કરતો. રાત-દિન મૃત્યુ એની પાછળ હતું. ભૂખ્યું કોઈ પણ પ્રાણી એકાદ ગુફા, એકાદ વૃક્ષ કે એકાદ બખોલ પર હલ્લો કરતું, ને એમાં વસતાં માનવીઓનો સહેલો ને સુસ્વાદુ ભક્ષ પામતું. સ્વાદિષ્ટ ને સુપ્રાપ્ય માનવભક્ષ, આજે સાપ ઈંડાં ગળે એટલો તે વેળા સહેલો હતો. મોટા કેશવાળો, મોટા નખવાળો, બિહામણી આંખોવાળો, રાક્ષસી દાંતવાળો માનવી સામનો અવશ્ય કરતો, પણ એનાં દાંત, નખ ને બાહુ નિર્બળ પુરવાર થતાં. એ પોતાની નિર્બળતા પિછાણી ગયો હતો એટલે કાં તો નાસી છુટાય તો એ નાસી છૂટતો, ન નાસી શકાય તો જમીન પર ઊંધે મોંએ પડી રહી મૃત્યુને અધીન થતો. મોત, મોત ને મોત ! ભય, ભય ને ભય ! સદોદિત એને આ પ્રકારના ભણકારા વાગ્યા કરતા. આ બીકે એ પૂરું ખાઈ શકતો નહીં, પૂરી નિદ્રા પણ લેતો નહીં, સામે જ યૌવનભર્યું સાથી નગ્ન દેહે ઊભું હોય પણ કામાસ્વાદ માણી શક્યો નહીં. છતાંય એ બધું કરતો, પણ સુખ વગર, મોજ વગર, ભયથી ઘેરાઈને. એવામાં આ ચોપગા માનવબળને અચાનક એક વાતનું જ્ઞાન થયું કે તેમના હાથમાં અભુત શક્તિ રહી છે. અને તે પછી તેઓ પથ્થરનો ઉપયોગ કરતાં શીખ્યા. તેઓ સામાન્ય દુશ્મનોને પથ્થરના ઘાથી હંફાવતા, તેઓ ધારદાર પથ્થરો શોધીને એનો છરી તરીકે ઉપયોગ કરતા. હવે તો તેઓએ લાકડી સાથે મજબૂત વેલાથી ધારદાર પથ્થર બાંધીને ભાલા જેવું શસ્ત્ર બનાવ્યું હતું. ૭૦ ભગવાન ઋષભદેવ Page #90 -------------------------------------------------------------------------- ________________ આટઆટલી જહેમત છતાં, માનવના ભાગ્યમાં નિર્ભય જીવન નહોતું; કારણ કે એક માનવ બીજા માનવને પોતાની સમાન કક્ષાનો સ્વીકારતો નહીં. સંઘશક્તિનું એને ભાન નહોતું. આ વનમાનવીને જો કોઈ અન્ય માનવીની ગુફા મળી જતી, તો એ ગુફામાં પેસી જઈ એ નાનાં બાળને વધેરી લોહી પીતો ને સુકોમળ માંસની ઉજાણી કરતો. મોટા માણસને મારી ઘસડી જઈને એ પોતાના કૂબામાં ભક્ષ તરીકે સંઘરી રાખતો, ને દિવસો સુધી પડ્યો પડ્યો ઉજાણી કરતો. આ સંસારમાં કુળકરોએ માનવજાતને સંસ્કારી બનાવી છે, એ વાતની કોઈને લવલેશ કલ્પના નહોતી. યુગલિકોના આરાધ્યદેવ કુમાર વૃષભધ્વજના હાથીએ જ્યારે આ ધરતી ૫૨ પગ મૂક્યા, ત્યારે ભયંકર કોલાહલ મચી ગયો. લોહીતરસી ગર્જનાઓ, ખૂની હુમલાઓ, ભયંકર ભૂંકપોએ ચારે દિશાઓમાંથી આક્રમણ શરૂ કર્યું, પણ કુમારની અવિજેય કૂચને કોઈ ખાળી ન શક્યું. કુમારે વનેવન વીંધીને માનવેમાનવને વીણી વીણીને એકત્ર કરવા માંડ્યાં. પશુના જેવી મનોદશાવાળા માણસો પ્રારંભમાં તો આવડા સમુદાયને નીરખી ગાંડા થઈ જતા. કોઈ ઝનૂને ચઢી જાન પર આવી જતા. કેટલાક તો તેઓ સપડાઈ ગયા છે ને હમણાં તેઓને મારી ખાશે, એ બીકે નાસી છૂટવાનો લાગ શોધ્યા કરતા. સમજવા માટેની કોઈ શક્તિ કે સાધન એમની પાસે નહોતાં. ભાવ કે ભાષાથી તેઓ અજાણ હતા. ઉદારચિત્ત કુમારે એમને ધીરે ધીરે કેળવવા માંડ્યા. પહેલાં પોતાનાથી દૂર રાખી, નિર્ભય રીતે ખોરાક આપ્યા કર્યો. સંતાપ ને ભયની જિંદગી જીવનારને આ જીવન એકદમ ભાવી ગયું. ઊંઘ્યા પછી, આંખ બંધ કર્યા પછી, એ આંખ ખોલશે ત્યારે આ લોકમાં પ્રભાત ઊઘડશે કે પરલોકમાં, તેનો જેમને વિશ્વાસ નહોતો, તેઓને નિરાંતની નિદ્રા મળી. પ્રકૃતિએ માનવમનમાં ભરેલ મીઠામાં મીઠો કામરસનો સ્વાદ નિર્ભય રીતે તેઓએ હમણાં જ માણ્યો. તેઓએ આશ્ચર્ય સાથે એ જાણ્યું–જોયું કે પડખેનો માનવ એને ખાઈ જવા ઇચ્છતો નથી, બલ્કે પડોશી થવા ઇચ્છે છે એટલે એ થોડો હળતોમળતો થયો. ટૂંક સમયમાં એણે જ જંગલોમાંથી અન્યને આમંત્રવા માંડ્યા. “માનવમાત્ર સમાન !” કુમાર વૃષભધ્વજનો આ સંદેશ ધીરે ધીરે બધે પ્રગતિ ને પ્રત્યાઘાતો * ૭૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રસરવા લાગ્યો. સુમંગલા ને સુનંદા એમાં ઉત્સાહભેર ભાગ લેવા લાગ્યાં. કુમારના અન્ય સાથીઓ પણ પોતાની સાથે લાવેલા ગૃહઅગ્નિ વડે જંગલોના માર્ગ સ્વચ્છ ને ગુફાઓ માનવને રહેવાને અનુકૂળ બનાવવા લાગ્યા. “જલદી કરોઆ વનપ્રદેશને નિર્ભય બનાવો, ને માનવકુળો વસાવો.” કુમારે આદેશ કાઢ્યો, ને દેવી સુમંગલાની આગેવાની નીચે પાર્થચરો વનપ્રદેશને સાફ કરવા માંડ્યા. મધ્યપ્રદેશમાં એક મોટો યજ્ઞ રચવામાં આવ્યો, ને એમાં ગૃહ-અગ્નિને સ્થાપન કરી પ્રજ્વલિત કરવામાં આવ્યો. એનો ધુમાડો બધે પ્રસરી ગયો, ને જંગલનાં પ્રાણીઓ ચીસેચીસ પાડતાં નાસવા માંડ્યાં. ભયંકરમાં ભયંકર સામનાથી જેઓ લેશમાત્ર અચકતા નહોતા, તેઓ સામાન્ય એવી ધૂણીથી નાસવા લાગ્યા. કેટલાક જીવ તો આ પ્રકારની ગંધથી ખૂબ જ બીધેલા હતા, કારણ કે આ વનમાં જ્યારે જ્યારે દાવાગ્નિ લાગતો ત્યારે આ જ રીતની ગંધ હવામાં ભરાઈને આવતી. હાથીઓનાં ટોળાં ચીસેચીસ નાખતાં ભયંકર કચ્ચરઘાણ વાળતાં ચાલ્યાં જતાં હતાં. ભયંકર વાઘનાં ટોળાં ભયભરી ગર્જનાઓથી પોતાનું વનસ્થળ તજતાં હતાં. ખંધા ચિત્તા ને દીપડા પણ જમીન સાથે પેટ ઘસતી ચાલ છોડીને ભાગવા લાગ્યા. દેવી સુમંગલાની નેતાગીરી નીચે પશુઓને એક જ માર્ગે જવા દેવામાં આવતાં પણ જે પશુઓ જવાને બદલે ત્યાં જ ભયભીત બનીને ચક્કર લગાવ્યા કરતાં, તેમને દેવીના પાર્શ્વચરો હાંકીને એક વાડાની અંદર લઈ જતા, આ વાડો જંગલનાં મોટાં ઝાડનાં થડ, કાંટાળા વેલાઓ ને છોડવાઓનો બનાવવામાં આવ્યો હતો. જોતજોતામાં પશુઓનો મોટો સમૂહ એમાં એકઠો થઈ ગયો. પ્રારંભમાં તો વનવાસી માનવોની જેમ તેઓ એકબીજાની સાથે ખૂબ બાખડ્યાં, પણ ઘણાં તો તરત શાંત થઈ હળીમળી ગયાં, એકબીજાની શિંગડીઓ ઘસી પ્રેમ પ્રદર્શિત કરવા લાગ્યાં. કેટલાંક પ્રાણી જીવનના અંત સુધી ન હળ્યાં, ન મળ્યાં, ન ચારો લે કે ન પાણી લે ! કુમારે કહ્યું, “એ એકલવાયું જીવન જીવનારાં પ્રાણીઓને એમને માર્ગે જવા દો. સમાજજીવન અને માનવમૈત્રી એમને દુષ્કર છે.” વાડામાંથી એવાં પશુઓને છોડી દેવામાં આવ્યાં. હવે પેલી ધૂમ્રમય હવા ઓછી થઈ ગઈ હતી. તેઓ નિરાંતે બખોલમાં છુપાવા ચાલ્યા ગયાં. શેષ ૭૨ ભગવાન ઋષભદેવ Page #92 -------------------------------------------------------------------------- ________________ રહેલાં પશુઓ પર દેવી સુમંગલા દૃષ્ટિ રાખવા લાગ્યાં. તાજાં ઘાસ, તાજાં પર્ણ ને મીઠાં જળ એમને અપાવાં શરૂ થયાં. પશુઓને પણ આ સ્થળ ભાવી ગયું. આ ખાનપાન આપનાર માનવીઓ તરફ એમને ભાવ થયો. માનવીને જોતાં જ પોતાનો હરીફ ધારી જે શિંગડાં હિલોળતાં, એ હવે માનવીને પોતાના દેહને સ્પર્શ કરવા દેતાં. ધીરે ધીરે તેઓ હળીમળી ગયાં; માનવી સાથે ગેલ ક૨વા લાગ્યાં; વાડામાંથી નીકળીને માનવીની પાછળ પાછળ ફરવા લાગ્યાં. હવે તો એવો સમય આવી પહોંચ્યો કે તેઓને છૂટાં મૂકવામાં આવે તોપણ સાંજે તેઓ આ નિર્ભય જગાએ વગર બોલાવ્યાં પાછાં ચાલ્યાં આવતાં. વનપ્રદેશનો વિશાળ પ્રદેશ વસવાટ માટે યોગ્ય થઈ રહ્યો હતો. આજે કુમાર અહીં હોય, તો દેવી સુમંગલા વનોને પેલે પાર હોય; વળી બીજા પાર્શ્વચરો ક્યાંય હોય. આ બધાંની વચ્ચે ખાનપાનની વ્યવસ્થા જાળવવાનું કામ ઉદારમના દેવી સુનંદા કરતાં. તેઓ સુસ્વાદુ સુપક્વ ભોજનસામગ્રી સર્વને પહોંચાડ્યા કરતાં. તેમને લાગ્યું કે જાનવરોની પીઠ પર જો આ સામગ્રી મૂકી દઈએ, ને તેમને અમુક સ્થળે જવાની સંજ્ઞા આપી દઈએ તો લેશમાત્ર વિલંબ વિના બધું ત્યાં પહોંચી જાય. દેવી સુનંદાએ એક દિવસે એક પશુ પર આ પ્રયોગ અજમાવ્યો. બેએક ફેરામાં પશુ પોતાનું કર્તવ્ય સમજી ગયું. પીઠ પર લાદેલો બોજ એને નગણ્યવત્ હતો. એ સહેલાઈથી બોજો લઈને એક સ્થળેથી બીજે સ્થળે જતું આવતું થઈ ગયું. દશ માણસ જે કામ ઘણા શ્રમથી પણ ન કરી શકતા, એ આ એક પશુ સહેલાઈથી કરવા લાગ્યું. માનવી માનવીની વચ્ચે જેમ સંસર્ગ વધતો ચાલ્યો તેમ માનવ અને પશુઓ વચ્ચે પ્રેમસંબંધ બંધાવા લાગ્યો. માનવ એ પશુની વનચરોથી રક્ષા કરતો ને પશુ એની ચાકરી કરતું. પશુઓની મદદથી કુમાર વૃષભદેવના માનવ-ઉદ્ધારનું કાર્ય વેગવંત બનવા લાગ્યું. હવે તો કેટલીક વખત આ પશુઓ સામાનને બદલે માણસને પણ ઊંચકીને લઈ જતાં. પશુ અને માનવીની આમ મૈત્રી સરજાઈ રહી હતી, ત્યાં એક દિવસ દેવી સુમંગલાને કોપ વ્યાપે તેવો બનાવ બન્યો. નવા વસવા આવેલા માનવો રાત્રે છાનામાના કેટલાંક પશુઓ ઉઠાવી જઈ મારીને ખાઈ જતાં હતાં. તેમાં પણ આ નવા પ્રાપ્ત થયેલા અગ્નિ પર જરા તપાવીને પ્રગતિ ને પ્રત્યાઘાતો * ૭૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ ખાતાં, પશુમાંસનો સ્વાદ ઓર જામતો. સ્વાદલોલુપોની આ જમાત છાની પણ ઝડપથી વધવા લાગી. તેઓ હ્રદયપુષ્ટ પ્રાણીઓને જોતા ને તેઓની જીભ પર લાળ ટપકતી. વનમેવાના ઢગલા હવે પડ્યા પડ્યા સડી જવા લાગ્યા. ચોરીનાં બોર મીઠાં લાગે, એમ આ છૂપી પ્રવૃતિએ એમનો સ્વાદ-શોખ વધારી દીધો. ખાવાને વનફળ ને વનમેવાના ઢગલા આવતા. તેઓ પોતાની ચોરી છુપાવવાને વનમેવા પોતે ખાઈ ગયા છે, એમ બતાવવા તેને ખાડામાં નાખી દેતા. ખાડામાં વરસાદનાં પાણી ભરાતાં અને એમાં સડતાં વનફળ દુર્ગંધ કાઢતાં. છતાંય એમની જીભને જે નવો સ્વાદ લાગ્યો હતો એને માટે આ સ્થળ નિર્ભય હતું. રોજ હૃષ્ટપુષ્ટ પશુ ચોરાઈને આવતાં, ને રાત્રે અગ્નિમાં શેકીને બધાં પોતાની જિહ્વા ને લોલુપતાને સંતોષતાં. દેવી સુમંગલા પોતાનાં પ્યારાં પશુઓને રોજ ઓછાં થતાં જોઈ સચેત બન્યાં હતાં. તેઓ જતાં-આવતાં પશુઓ તરફ લક્ષ આપતાં. દેવી સુનંદા પણ ફરિયાદ કરતાં કે ખાનપાનની સામગ્રી લઈ જનારાં પ્રાણી હવે ઓછાં થતાં જાય છે. દેવી સુમંગલા પોતે ચોકી કરવા લાગ્યાં. પશુઓના ચરવાના સ્થળે પોતાના પાર્શ્વચરો મૂક્યા છતાં પશુ તો ઓછાં થતાં જ ગયાં. દેવી સુમંગલા કૃતનિશ્ચયના સ્વભાવવાળાં હતાં. તેમણે પોતાના કાર્યમાં વિશેષ ને વિશેષ લક્ષ આપવા માંડ્યું. પશુમાંસના શોખીનો પણ પોતાનું કાર્ય ખૂબ જ કુશળતાથી કરતા હતા. અજબ હિંમતથી તેઓ પશુને હાંકી જતા, ને પોતાના ગુપ્ત સ્થળમાં લઈ આવતા. આ જોખમ તેઓ જીવના સાટે ખેડતા. દેવી સુમંગલાના ભયંકર કોપને અને કુમાર વૃષભધ્વજના અજેય વીરત્વને તેઓ જાણતા હતા, છતાં આ લોલુપતા ન છોડી શકાય તેવાં નવાં નવાં કારણો પણ ઊભાં થયે જતાં હતાં. જે ખાડાઓમાં તેઓ વનફળ કે વનમેવો ફેંકી દેતાં, એ ખાડાઓમાંના એક ખાડામાંથી કોઈ અદ્ભુત પેય એમને સાંપડ્યું હતું. પહેલાં તો એની વાસથી માથું ફાટી જતું; એ ખાડાઓનાં ગંધાતાં પાણી ઊલેચી નાખવાનું પણ દિલ થતું પણ દેવી સુમંગલાના ચોકીદારો ડાળે ડાળે ને પાંદડે પાંદડે પથરાઈ ગયા હતા; તેથી પોતાના ગુપ્તવાસની બહાર ડોકિયું પણ કરાય તેમ નહોતું. એટલે એ ગંધ સહન કરે જ છૂટકો હતો. ૭૪ * ભગવાન ઋષભદેવ Page #94 -------------------------------------------------------------------------- ________________ ધીરે ધીરે એ ગંધ એમના નાકને સહ્ય બની ગઈ. ત્યાં વળી કેટલાક દિવસ સહુને સુમંગલાના હાથમાંથી બચવા, આખો દિવસ ગુપ્ત આવાસમાં જ ભરાઈ રહેવું પડ્યું. ગરમીના દિવસો હતા, પીવાનું પાણી જલદી ખૂટી ગયું. સહુના કંઠ તૃષાથી શોષાવા લાગ્યા. કેટલાક તો પાગલ જેવા બની પેલા ગંધાતા ખાડાઓ તરફ ગયા. સૂર્યના તાપથી એ પાણી ધખધખી ગયું હતું ને વરાળો કાઢતું હતું. સહુએ ભાન ભૂલીને થોડું થોડું પીધું ને કંઠને ભિજાવ્યો. પણ આ શું ? ભાન ભૂલીને પીનારાંઓ એ પાણી પીને વિશેષ ભાન ભૂલ્યાં હતાં. છતાં મગજમાં ખુમારી ને દેહમાં તનમનાટ આવ્યાં હતાં. આ નવી ખુમારી કેવી ? મગજમાં નવો પ્રકાશ ક્યાંથી ? દુઃખ, દીનતા, દરિદ્રતા જાણે એ પાણીના થોડા આચમનમાત્રથી દૂર થઈ ગયાં. આ મસ્તી ! આ બેપરવાઈ ! અરે, દેવી સુમંગલા તો શું, કુમાર વૃષભધ્વજની બીક પણ હવે તેમને રહી નહીં. શરીરમાં જાણે નવું જોમ આવી ગયું. અરે, આ તો મધુ કરતાંય મદભર્યું ! અરે પીઓ, નાચો, હસો ! હસવાનું કારણ નથી છતાં હસું હસું થઈ જવાય છે. નયનનર્તન કરવાનું કોઈ કારણ નથી, તોય ડોળા ચકરવકર થાય છે. નાચવાનું દિલ નથી, તોય પગ થનગની રહ્યા છે. સ્વપ્નમાં આવતી સ્વપ્નપરીઓ જેવી બધી સ્ત્રીઓ દેખાવા લાગી; સ્ત્રીઓને પુરુષો રૂપાળા દેવતા જેવા દેખાવા લાગ્યા. સ્ત્રી ને પુરુષો દોડી એકબીજાંને ભેટી પડ્યાં : વાહ, આવી મજા આજ સુધીનાં આલિંગનોમાં જાણી નહોતી ! અને આ વનફળ જેવાં સુઘટિત અંગો ! અમરફળના ભક્ષણ કરતાં આ સ્ત્રી-ફળના સ્પર્શમાત્રમાં કેટલો પરમ સ્વાદ ! ભૂલ્યા, આજ સુધી માનવોદ્ધારને નામે આપણે ખોટા માર્ગ પર ચાલ્યા. ખરેખર, દીવા જેવી વાત આપણે ભૂલ્યાં ! આજ સુધી બાળકોના દુગ્ધપાન માટે જ જેની હસ્તી સ્વીકારી હતી, એ વક્ષસ્થળ તો એક મોહક વસ્તુ બની બેઠી. ભારે અગમનિગમનું જ્ઞાન એમને સાંપડી ગયું. અને આ જ્ઞાન પ્રાપ્ત પણ કેવી રીતે થયું ? પેલા ખાડાના જળમાંથી ! કોઈ દૈવી કૂપ ! અરે, માનવો ! દેવીકૃપાનો એ કૂપ છે. વનમેવા ને વનફળની એને ભેટ આપો. એને કાજે જ યજ્ઞ કરો. આકાશના દેવ ઇંદ્રનું જ એ પેય. આપણને અભિનવ ખાદ્ય તો મળ્યું હતું, હવે અભિનવ પેય પણ મળ્યું. અને એ પછી સ્ત્રી-પુરુષના સહચારનું અમૃતતુલ્ય સુખ સહુને મળવા પ્રગતિ ને પ્રત્યાઘાતો * ૭૫ Page #95 -------------------------------------------------------------------------- ________________ લાગ્યું. આ પેય પીધું કે સ્ત્રી જુદી, પુરુષ જુદો ! બંને સ્વપ્નવિહારી ! રાત્રિઓ ઊજળી બની, દિવસો સુંદર બન્યા. ખાવું-પીવું, નાચવું ને સૂવું ! હસવું, રમવું ને આનંદ માણવો ! કુમાર વૃષભધ્વજના માનવોદ્ધારમાં એવો રસ ક્યાંય હતો ? ત્યાં તો બંધનમાં બંધાવાનું, આ કરવું – આ ન કરવું, એ માથાકૂટો હતી. અહીં એવું કશુંય નહીં ! પેલા દૈવી ખાડાનું જળ છલછલતું હતું. વનમેવા ને વનફળનો તો ત્યાં તોટો ન હતો, પણ માંસ માટે વિપત પડવા લાગી. દેવી સુમંગલાના ચોકીપહેરા હેઠળ હવે પૂરતાં પશુ મળવાં અશક્ય બન્યાં હતાં. “હવે પશુ નહીં મળે.” “ભલે પશુ નહીં મળે, પણ માનવ તો મળશે કે નહીં ?” “માનવ” “માનવોનો જૂનો સ્વભાવ જાગી ગયો : અરે, હવે તો ગુફાઓ માનવબાળોથી ભરપૂર છે. જંગલનાં પશુઓ હવે તેમનો શિકાર કરી શકતાં નથી, એટલે કીડિયારાંની જેમ એ ઊભરાઈ રહ્યાં છે ! જ્યાં જુઓ ત્યાં સામે ભટકાય છે. લાવો અને ખાઘની લહેજત માણો.” આ વખતે એક જણાએ કહ્યું : “પણ માનવીએ માનવીને ના ખાવો એવી કુમાર વૃષભધ્વજની આજ્ઞા છે એનું શું ?” “કુમાર વૃષભધ્વજની આજ્ઞા ?”’ વાત કરનાર જરા થંભી ગયો. એની હિંમત જાણે સરતી લાગી. એ જાણતો હતો, કે એ આજ્ઞાના ઉલ્લંઘનારને કેવી સજા થાય છે. “અરે, કોઈ ગમે તેવી આજ્ઞા કરે તેથી શું આપણો પરાપૂર્વનો રિવાજ બદલાઈ જાય ? આપણા બાપદાદાઓના વારાથી આમ ચાલતું આવ્યું છે. એક કૂબો બીજા કૂબાનો દુશ્મન છે. આપણે તેમનો નાશ કરવામાં પાછી પાની કરીશું, તો એ આપણો નાશ કરશે. વહેલો તે પહેલો, જે પહેલો મારે એ કદી ન હારે ! "" “અવશ્ય, ચાલો, આજે જ નીકળી પડીએ. સાહસ વિના સિદ્ધિ ક્યાં છે ?’’ એ જ રાત્રે એક ટોળી માનવસંહાર માટે નીકળી પડી. ચોકીદારોને તો પશુરક્ષાનું કાર્ય કરવાનું હતું. માનશિકાર તો હવે ભાગ્યે જ થતો. એટલે કૂબાઓ પણ ઉઘાડા, રક્ષણ વગરના હતા. એક આખો કૂબો રોળી નાખી, કોઈના હાથ, કોઈના પગ, કોઈનું માથું ૭૬ * ભગવાન ઋષભદેવ Page #96 -------------------------------------------------------------------------- ________________ ભાંગી નાખી એક કબીલાને પેલા શિકારીઓ ઉપાડી ગયા. પાંચેક સ્ત્રીઓ, ત્રણેક પુરુષો ને છએક નાનાં બાળકો આ લૂંટમાંથી હાથ આવ્યાં. નાનાં નાનાં તાજાં બાળના માંસનું એ દિવસે તેઓએ ભોજન પકાવ્યું. અગ્નિના મોટા તાપણાની ચારેતરફ સહુ કૂંડાળું વળીને બેઠાં. ખાદ્ય પીરસાયું, પેય અપાયું. ભૂખ્યા પેટે સહુએ હોંશે હોંશે ખાધું ને ઢીંચીં ઢીંચીને પીધું. પછી સહુએ બીભત્સ કાર્યનો આરંભ કર્યો. આજ સુધીની પ્રથા એવી હતી કે એક યુગલ જ પરસ્પર કામેચ્છા તૃપ્ત કરતું. આજે વળી આ રસિયાઓએ નવી તરકીબ શોધી કાઢીઃ એક યુગલની સ્ત્રી ને બીજા યુગલનો પુરુષ ! આ પરિવર્તનમાં અદ્ભુત રસ આવ્યો. વધારામાં, લૂંટમાં આવેલી પાંચ સ્ત્રીઓ પર પણ આ રસિયાઓએ હાથ માર્યો. અને કર્ણોપકર્ણ આ વાત જ્યારે આગળ પ્રસરી, ત્યારે અનેક રસિયાઓ એમાં દાખલ થયા. એક તરફ માનવોદ્ધારની ઝડપી આગેકૂચ; બીજી તરફ એની પીઠ પાછળ આ મહાન ઘાતક પ્રવૃત્તિ ! પ્રગતિ સાથે જ પ્રત્યાઘાતો અનિવાર્ય હોય છે. કુમાર વૃષભધ્વજ પાસે આજે સવારે પોકાર આવ્યો કે દેવ, કૂબાઓ પર ફરીથી શિકારીઓનો પંજો પડી રહ્યો છે. માનવકુળો ફરીથી ભયભીત બન્યાં છે. જંગાલિયત ફરીથી એમનામાં જાગી રહી છે. દેવી સુમંગલાની પ્રવૃત્તિના શા વર્તમાન છે ?” “દેવ, એમણે તો જબરો કડપ બેસાડ્યો છે. એક પણ પશુ હવે ખોવાતું નથી કે ખૂટતું નથી, એક પણ હણાતું નથી.” બરાબર, એટલે જ માનવબાળ ખૂટે છે, ને ચોરાય છે. સુયોધ !” કુમારે પોતાના સદાના પાર્થચર સુયોધને હાક મારી. સુયોધ પ્રચંડ કાયાવાળો પ્રતાપી યોદ્ધો હતો, વનમાનવમાંથી નરમાનવ બન્યા પછી, એણે જ કુમારનાં સાહસોમાં સાથ દીધો હતો. લાંબી છતાં ઝટાદાર દાઢી ને ભરાવદાર મૂછો વચ્ચે એના તાંબા જેવા ઊપસેલા ગાલ ને અગ્નિ જેવી આંખો ભલભલાને ડારી દેતી, છતાં એનું હાસ્ય બાળક જેવું નિખાલસ હતું. આજકાલ એ શસ્ત્રાગારની રચનામાં લાગ્યો હતો. એણે અને કુમાર વૃષભધ્વજે કાલે જ લીલા વાંસ ને પશુના ચામડાની દોરીમાંથી ધનુષ્યની રચના કરી હતી. ગઈ કાલનો આખો દિવસ કુમાર અને સુયોધે ટંકાર કરવાની હરીફાઈમાં પ્રગતિ ને પ્રત્યાઘાતો ૭૭ Page #97 -------------------------------------------------------------------------- ________________ જ ગુજાર્યો હતો. પણ કુમારને એ કાર્ય જેટલું સહજ હતું. એટલું સુયોધને એ નહોતું ફાવતું. એ તો મજબૂત વૃક્ષના થડમાંથી બનાવેલા પોલાદના જેવી ભારે ગદા ફેરવી કહેતો : “સ્વામી, મને તો આ શસ્ત્ર યોગ્ય નથી ભાસતું. શત્રુ સાથે તો હાથોહાથ મુકાબલો હોય; આમ આવા યાંત્રિક સાધનથી શત્રુને મારવામાં મર્દાનગી શી ?” - કુમાર હસતા અને કહેતા : “સુયોધ, કોઈ પણ વસ્તુને કેવળ સારી કે નઠારી માનવાની જરૂર નથી. વાપરતાં આવડે તો વિષ પણ અમૃત નીવડે.” સુયોધ–વીરત્ત્વની પ્રતિમાશો વફાદાર યોદ્ધો—કંઈ જવાબ ન આપતો. આ એક શું , કુમારની આવી ચિત્રવિચિત્ર અનેક વાતોના એની પાસે જવાબ નહોતા. એ શ્રદ્ધાધન હતો : શ્રદ્ધાથી સાંભળતો, શ્રદ્ધાથી ધારતો ને શ્રદ્ધાથી આચરતો. આજે સુયોધને બોલાવી કુમારે કહ્યું: “સુયોધ, કાલે પ્રાતઃકાલે વનપ્રદેશના નિરીક્ષણ માટે જવાનું છે. ફરીથી માનવશિકાર શરૂ થયો લાગે છે.” “માનવશિકાર ?” “હા, દેવી સુમંગલાએ પશુરક્ષણનું કાર્ય ઝડપથી શરૂ કર્યું. એટલે માંસના સ્વાદીલાઓએ જૂની રીત ચાલુ કરી છે.” “કોણ છે એ, પ્રભુ!” “હું નથી જાણતો.” “દેવી સુમંગલા પણ નથી જાણતાં ?” “ના !” “તો આપે કેવી રીતે જાણ્યું ?” “અનુમાનથી.” આ અનુમાન તે કઈ વસ્તુ હતી કે જે, જોયા વગર, જાણ્યા વગર, સાંભળ્યા વગર, ઘણી ઘટનાઓ વિશે પ્રથમથી આગાહી કરી હતી ? આવા અનુમાનને પિછાણવા એણે ઘણી વાર પ્રયત્ન કરેલો, પણ એ સાદાસીધો જોદ્ધો નિષ્ફળ નીવડ્યો હતો. “આપણું નવું શસ્ત્ર લઈ લેજે !” “ધનુષ્ય ?” “હા.” “વારુ, પ્રભુ ! ત્યારે કરું તૈયારી, પણ અહીં કોણ રહેશે ?” ૭૮ ભગવાન ઋષભદેવ Page #98 -------------------------------------------------------------------------- ________________ “સુનંદા.” સુનંદા, શાંતરસની પ્રતિમા, પાછળ જ ઊભી હતી. એના મોનુ લાવણ્ય હમણાં વધતું ચાલ્યું હતું. એનાં અંગો મોહક રીતે સ્થળ બની રહ્યાં હતાં. સિંહચર્મની નવી જ બનાવેલી કંચુકી એના યોવનભર્યા દેહને તંગ બનાવી રહી હતી, ને ડોલરફૂલ નાખીને ઇંગુદીરસથી છલોછલ બાંધેલી વેણી જોનારની આંખને પકડી રાખતી હતી. એણે પોતાના નાજુક હાથોમાં કંઈક છુપાવ્યું હતું. સુનંદાએ કહ્યું : મેરુકુલવાસિનીને એક વાર તો આ પર્વતો ઓળંગતી નિહાળો. સુયોધ, તમે અહીં રહેજો, કુમાર સાથે હું જઈશ. સુમંગલા હોત તો તને જ લઈ જાત. અમને મેદાનના યોદ્ધાઓને પર્વતની શ્રેણી પર ચઢવું સ્વાભાવિક રીતે દુષ્કર લાગે છે. તારો જરૂર ખપ પડે. તું ઉપયોગી નીવડે છતાં આ બધા સમુદાય માટે તારી અહીં જ જરૂર છે.” “ભલે, પણ મારી એક વાત સ્વીકારવી પડશે.” “શી વાત ? દેવી સુનંદાની કોઈ વાત સ્વીકારવામાં આવી ન હોય તેવો એકાદ દાખલો આપશો ?” કુમારના શબ્દોમાં ઘેલું વાત્સલ્ય હતું. મને તમારી સુંદર વેણી ગૂંથવા દો ! આ ઇંગુદીરસ લઈને આવી છું. રોજ ઝાડઝાંખરામાં ફરતાં વેણી કેવી વિવર્ણ ને વિશીર્ણ થઈ ગઈ છે! કુળવાસિની લલનાઓ મને રોજ ઠપકો આપે છે કે કુમારની કેશાવલિ જેવી નયનસુભગ કેશાવલિ આપણામાં કોની હતી ? હજારો કુળસ્ત્રીઓ એની ઈર્ષ્યા કરતી. એની આજે આ વિવર્ણ દશા ?” કુમારે કહ્યું: “કેશની રક્ષા કરતાં આપણા કર્તવ્યની રક્ષા વધુ જરૂરી છે.” એ વાત સાચી, પણ દેવી સુમંગલા હોય તો, તમને મસ્તકે ગ્રહીને કેશ ગૂંથે. તેમની અનુપસ્થિતિમાં મારું કર્તવ્ય મારાથી કેમ ચુકાય ? કુમારે કેવળ મુક્ત હાસ્ય કર્યું. સુયોધ નમીને ચાલ્યો ગયો. સુનંદાએ ધીરેથી કુમારના સુંદર મસ્તકને પોતાના વક્ષસ્થળ પર મૂક્યું; કોમળ હાથે લટોમાં રસ સીંચવા માંડયો. એ દશ્ય અપૂર્વ હતું. ઘનશ્યામ વાદળોની બે કોર પર સૂર્ય ને ચંદ્ર પ્રકાશતા હતા. કૌમુદીએ જાણે વાદળના વસ્ત્રથી સૂર્યને ગ્રહ્યો હતો. પ્રગતિને પ્રત્યાઘાતો ૭૯ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અષ્ટાપદના પંજામાં કે, ' તે વનપ્રદેશ પર અંધકારનો ઘેરો અંચળો પથરાયેલો હતો. થોડે થોડે દૂર ચોકીદારોનાં તાપણાંના અગ્નિ સિવાય ને આકાશમાં ઠેર ઠેર વેરાયેલા તારાઓ સિવાય પ્રકાશની એકપણ રેખા ક્યાંય દેખાતી નહોતી. વસંતની સુશ્રી બધે વિલસતી હતી, પણ ઋતુઓ ઘણી જ અસ્થિર હતી. આકાશમાં અચાનક આંધી ઘેરાતી લાગી. મંદ મંદ વાતો વાયુ વેગીલો બનતો ચાલ્યો. ઝાડપાન ચિરાવા લાગ્યાં. પણ એથી આ પ્રદેશ પર વસનારાઓની નિદ્રામાં ભંગ નહોતો થયો. મધરાતની શીળી રાત, માતાની ગોદ બનીને, સહુને ગાઢ આશ્લેષમાં સમાવી રહી હતી. કેવળ ચોકીદારોનાં તાપણાં વારંવાર બુઝાઈ જતાં હતાં એને જલતાં રાખવાની માથાકૂટ ભારે હતી, અને એ માથાકૂટમાં ચોકીદારોની આંખો રોકાયેલી હતી. આંધી, સુસવાટા ને અંધકારની મદદથી કુમાર વૃષભધ્વજના વસતિસ્થાન તરફ કેટલાક અંધાર-ઓળા ચાલ્યા જતા હતા. તેમના હાથમાં અસ્થિનાં, ખોપરીનાં, લાકડાંનાં ને પથ્થરનાં સાધનો હતાં. એમની આંખો સાપના જેવી લીલી લીલી ચકમકતી હતી. એમનાં પગલાં બિલાડીનાં હતાં, ને પંજા વરુના હતા. તેઓ વૃક્ષની ઓથે લપાતો લપાતા આગળ વધતા હતા. આકાશના તારાઓ તરફ તેઓ વારંવાર કંઈ સૂચક દૃષ્ટિ નાખતા હતા. અચાનક કંઈક સંકેત થયો, કોઈ જોરથી દોડતું લાગ્યું. થોડો કોલાહલ, Page #100 -------------------------------------------------------------------------- ________________ એક-બે ઝીણી તીવ્ર ચીસ ને ઘસારાના એકાદ બે અવાજને એ અંધાર-ઓળાઓ કોઈ ભારે વસ્તુ ઉઠાવીને ચોરપગલે ચાલ્યા જતા જોવાયા. આ સંસારમાં એકબીજા એકબીજાને ખાઈ જતા; પણ ચોરી જેવી વસ્તુ હમણાંથી જાણી હતી. અંધારઘેર્યા માર્ગ પર એ પગલાં સાવચેતીથી થોડાં જ આગળ વધ્યાં હશે, કે પાછળ બુમરાણ થઈ રહ્યું. સુયોધનો વન કંપાવતો અવાજ કર્ણગોચર થવા લાગ્યો. તાપણાંઓ એક પછી એક વિશેષ પ્રજ્વલિત થતાં જોવાયાં. એમાંથી એક મોટું લાકડું ઉપાડીને સુયોધ આંધીના જોરથી ચારેતરફ ઘૂમતો દેખાયો. એની પાછળ, એનું અનુકરણ કરીને, અગ્નિની શિખાઓ આમતેમ ચાલતી દેખાતી હતી. અચાનક મેઘગર્જના જેવો સ્વર સંભળાયો. દૂર દૂરના પહાડોમાં એનો પડઘો પડ્યો. પડઘાએ સ્વરને ભયંક૨ કરી મૂક્યો. વાયુ થંભી જાય, પર્ણ ખડખડતાં સ્તબ્ધ થઈ જાય, નીર વહેતાં અટકી જાય : એટલો રૌદ્ર પ્રતાપ સ્વરમાં હતો. સહુએ જાણી લીધું કે કુમાર વૃષભધ્વજ પોતાના પ્રિય ઐરાવતને બોલાવતા હતા. મંગલમૂર્તિ કુમારના કંઠમાં જ્યાં સદા પ્રેમની ઝાલર રણઝણ્યા કરતી, આજે એમાં પ્રલયના શંખ ફૂંકાયા હતા. થોડી વારમાં વનની આછી ઊજળી કેડી પર, સ્કંધ પર ગદા નાખીને વાંદરાની જેમ ઠેકતો, હરણની જેમ છલંગ ભરતો સુયોધ આવતો દેખાયો. એની પાછળ ગજરાજ ઐરાવત હવામાં સૂંઢથી ફેડકા બોલાવતો આવતો હતો. સ્વામીના મનના ભાવ સમજનાર એ પ્રાણી આજ કાંટા, કાંકરા, ખાડા ટેકરા ભૂલી ઝંઝાવાતના વેગે ધસ્યું આવતું હતું. એની સૂંઢ યમરાજની અદાથી વીંઝાતી હતી. સુયોધ અને એની ગતિ વચ્ચે હરીફાઈ ચાલી રહી હતી. કુમારના ચહેરા પર અત્યારે મીટ મૂકી મુકાય તેમ નહોતી; પ્રલયનો દેવ જાણે આવીને ચહેરા પર સ્તબ્ધ બની ગયો હતો. અચાનક હવામાં ભારે સુસવાટો થયો. અંધકારને વીંધતું તીર અંધારઓળાઓમાંના એકને વીંધી રહ્યું. એકે ભૂમિશરણ થતાં કહ્યું : “ઝીણો ઝીણો અવાજ આવી રહ્યો છે. એ મહાપ્રાણી આવવાની ઘડીઓ નજીક છે, જલદી કરો, આડા રસ્તે ચાલો !” અષ્ટાપદના પંજામાં * ૮૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ કયું પ્રાણી આવે છે ? ન સમજાય તેવો આ સંકેત હતો. અંધાર-ઓળાઓ ભારે ચીજ ઉપાડીને, પાછળના હલ્લાથી બચવા વનરાજિનો આશ્રય લેતા હતા. હવે એમનો કાળ નજીક હતો. એ કાળથી બચવા ઓળાઓ બે ભાગમાં વહેંચાઈ ગયા. અંધકાર એમને આશ્રય આપી રહ્યો. ઐરાવતની ચીસોથી વનપ્રદેશ ગર્જી રહ્યો હતો. સુયોધની ગદા ભયંકર રીતે ઘૂમી રહી હતી. અને સામેની દિશામાંથી જાણે આંધી આવી રહી હોય તેવો અવાજ નજીક ને નજીક આવી રહ્યો હતો. આખરે ભેટંભેટા થઈ ચૂક્યા. સુયોધની ગદાએ કેટલાયને ભૂમિશાયી કરી નાખ્યા. ધનુર્ધર કુમારે પણ પરાક્રમમાં પાછી પાની કરી નહીં; પણ જેને માટે તેઓ આવ્યા હતા, તે ક્યાં ? “સુયોધ, અડધા બીજે માર્ગે વળ્યા લાગે છે'. સુયોધ ફરીથી જોરથી ધૂણ્યો જાણે ઝંઝાવાતે પોતાના વેગની દિશા બદલી. એણે હાડ કંપાવે તેવો ભયંકર ચિત્કાર કર્યો; હવા સૂંઘી ને દિશા બદલી. ફરી સુયોધ અને ઐરાવતની સરસાઈ ચાલી. કુમારની આંખો અંધકારને ભેદતી હતી. એણે ફરીથી ભયંકર સિંહનાદ કર્યો. વાઘને સામે જોઈ ગાય જેમ ગરદન ઢાળી દે, એમ દૂર દૂર જતા ઓળાઓ થથરી ઊઠ્યા. એમણે ઉપાડેલો બોજ જમીન પર ગબડી પડ્યો. સનન કરતું તીર આવ્યું : એક, બે ને ત્રણ ! ભાગનારાઓ ભાગતા હતા, છતાં પડકારની પેલી પારથી આવતા ભયંકર અવાજ તરફ વધુ લક્ષ આપી રહ્યા હતા. થોડી વારમાં એક ઊંચા પહાડ પરથી ભયંકર વાદળ ઊતરી આવતું જણાયું. નાસનારાઓએ હર્ષની કિકિયારી કરી, અને પહાડની બાજુની ઉપત્યકામાં છુપાવા યત્ન કર્યો. એક બાજુ પોતે, વચ્ચે પેલું વાદળ ને પેલી તરફ કુમાર અને સુયોધ અંધાર-ઓળાઓની આ યોજના સફળ થવાની તૈયારીમાં હતી; પણ સનસનાટ આવતાં તીરોએ કોઈની પણ શરમ ન રાખી. આ પ્રદેશ પર આમ હવામાં શસ્ત્ર ચાલ્યાં આવે ને માનવીને વીંધે એ નવી વાત હતી. ઓળાઓ એક પછી એક પડતા જતા હતા. એક ઊંચા પડછંદ ઓળાએ કહ્યું : ૮૨ * ભગવાન ઋષભદેવ Page #102 -------------------------------------------------------------------------- ________________ “આ મિષ્ટ શિકાર લઈને હવે નાસી છૂટવું અશક્ય છે. ખાવું નહીં તો ખાવા પણ ન જ દેવું મહાપ્રાણી અષ્ટાપદને અર્ધી દો.” –ને તેઓ આકાશમાં સરી આવતા ભયંકર વાદળ તરફ હાથ જોડીને અને સાથેના મૂચ્છિત શિકારને સમક્ષ ધરીને ઊભા રહ્યા. ભયંકર વાદળ અંધકારમાં સરતું સમીપ આવતું હતું. એ ભયંકર પક્ષી હતું કે પ્રાણી એ સમજાતું નહોતું. એને મોંના બદલે મોટી ભયંકર ચાંચ હતી; બેને બદલે આઠ પગ હતા, ને પગને એક ઝપાટે ભલભલા પ્રાણીને ચીરી નાખે તેવા તીક્ષ્ણ નહોર હતા: એની ભારે પાંખોના ફફડાટમાં માણસ ઊડી જાય એટલો વેગ હતો. એની આંખો પીળી ધમરખ જેવી ચમકતી હતી. ને એ જ્યારે શ્વાસ લેતું ત્યારે અગ્નિની જ્વાલાઓ નાકવાટે આવ-જા કરતી. “અરે, આ તો મહાપ્રાણી અષ્ટાપદ આવ્યું, ભાગો !” કુમારની પાછળ આવી રહેલા વનવાસીઓ ભયથી ધ્રૂજી ઊઠ્યા. કેટલાક તો અષ્ટાપદના નામમાત્રથી ત્યાં જ બેભાન બનીને પડી ગયા. કુમારનો પ્રિય ઐરાવત પણ પળવાર થંભી ગયો. અષ્ટાપદ તો હાથીઓનો કાળ–દેખ્યા ન મૂકે. અષ્ટાપદની વીંઝાતી મોટી પાંખોના સુસવાટા જ્યાં સંભળાય ત્યાં ગમે તેવા ઉચ્છખલ હાથીના ધણના ય મોતિયા મરી જાય. અષ્ટાપદે ભંયકર કિકિયારી કરી. ઐરાવતે સૂંઢ મોંમાં નાખી દીધી. વનવાસીઓ ભૂમિ પર પડી એ મહાપ્રાણીને પ્રણામ કરી રહ્યા, ને પોતાની રક્ષા માટે ચિત્રવિચિત્ર પ્રાર્થનાઓ કરવા લાગ્યા. - પેલા અંધાર-ઓળાઓએ પોતે ઉપાડેલો બોજ ભક્ષ તરીકે આગળ ધરી દીધો. મહાપ્રાણીએ હર્ષની એક કારમી ચીસ નાખી. એના અવાજથી પાસેનાં વૃક્ષ પણ હાલી ઊઠ્યાં. એણે પહાડની કરાડ પર પોતાના પંજા ગોઠવી ચાંચ લંબાવી. ભક્ષ નિશ્ચેતન પડ્યો હતો. એના શ્વાસોચ્છવાસમાં રમતી અગ્નિરેખાના પ્રકાશમાં જોયું, તો કોઈ મહાસુંદર, અત્યંત સ્વચ્છ, ફૂલ જેવી સુકોમળ સ્ત્રી ભરનિદ્રામાં સામે પડી હતી. બાળક કરતાંય સ્ત્રીના ભક્ષમાં અતિ મીઠાશ, એમાં પણ જો ગર્ભિણી હોય તો એના તો સ્વાદની કોઈ સીમા જ નહીં. તાંબાના મોટા દરવાજા જેવી એ પ્રાણીની ચાંચ પહોળી થઈ. એ આછી તણી વન કંપાવતી કિકિયારી કરતું ભક્ષને લેવા જાય છે, ત્યાં કોઈએ પથ્થરનો ઘા કર્યો, એ ઘા મહાપ્રાણીના અષ્ટાપદના પંજામાં જ ૮૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ લમણામાં આવ્યો. પહાડ પરથી કાંકરી ખરે તેમ એ ઘા ખરી ગયો, પણ તેના જવાબમાં એ મહાપ્રાણીએ પોતાના પ્રચંડ નહોરથી પહાડની ભૂમિને લિસોટા કર્યા. એ લિસોટામાત્રથી મોટા પથ્થરોની ચારેતરફ વર્ષા થઈ રહી. મહાપ્રાણીએ ફરીથી પોતાની ચાંચ લંબાવી, ભક્ષને ઉપાડવા માંડ્યો. એના ઉપર ભયંકર ઘાની કશી અસર નહોતી, પણ જેવો એણે ભક્ષ લીધો કે ગદાનો પ્રચંડ ફટકો એનાં વિશાળ જડબાં પર આવ્યો. જડબાં જેવા કોમળ ભાગ પર આ ઘા અસર કરનારો નીવડ્યો. મહાપ્રાણી મૂંઝાયું. એણે મુખ પાછું ખેંચી લીધું. ક્ષણવાર એના નાકમાંથી અગ્નિના ગોટેગોટા નીકળવા માંડ્યા. એણે ભયંકર કિકિયારી કરી ને પેલા ગદાધર પર ઝાવું નાખ્યું. મોત સાથે તો માનવી સ્વસ્થતાથી લડી શકે, પણ આ મહાપ્રાણી તો મોત કરતાંય ભયંકર હતું; આની સામે લડવું જ હાસ્યાસ્પદ હતું. મહાપ્રાણીએ પોતાનો વિનાશક પંજો ઉગામ્યો. એના એક પંજાથી હાથી બે ભાગમાં ચિરાઈ જાય તો માનવીનું શું ગજું? પણ ગદાધર જબરો કુશળ નીકળ્યો, મહાપ્રાણીએ ઉડાડેલા પથ્થરોના ગંજ નીચે એ ભરાઈ ગયો. પંજો પથ્થરો સાથે અફળાઈ નિરર્થક થયો. ફરીથી પંજો ઊંચકાયો. આ વેળા મહાપ્રાણીની અગ્નિકુંડના જેવી ભભકતી લીલી આંખો જાણે સહુને ભરખી જવા માગતી હતી. છંછેડાયેલા આ પ્રાણીના કરાળ પંજાથી છૂટવું મુશ્કેલ હતું. અચાનક એક તીર આવ્યું, ને એ જલતી આંખોના મર્મભાગમાં પ્રવેશી ગયું. આંખોમાંથી લોહીનો ફુવારો છૂટ્યો, ને ઐરાવત પર બેઠેલા કુમારે કૂદકો માર્યો. મહાપ્રાણીનો ઉગામેલો પંજો નિશાન ચૂકી ગયો. એનો ઘા વ્યર્થ ગયો, ને એ આંખની ભારે વેદનાથી વ્યાકુળ બની ગયું. ફરીથી બીજું તીર ! બીજી આંખને એ સ્પર્શી રહ્યું. મર્મભાગ બચી ગયો. ઝાંખું ઝાંખું દેખાતું હતું. ગદાધરની ગદા વીંઝાતી જ હતી. અચાનક મહાપ્રાણીએ પોતાની પાંખોના ફફડાટ બોલાવ્યા. ને એ ઝડપથી * આવાં મહાપ્રાણી એ કવિકલ્પના નથી, પણ સંશોધનનો પણ તેને ટેકો છે. પૌવંત્યો અષ્ટાપદ, ભારંડ વગેરેને રજૂ કરે છે, પાશિમાત્યો મેમર્થ પ્રાણીની વાતો કરે છે. આવાં પ્રાણી કોક સમયે થતાં હશે, તેની સાબિતી આપતું કલકત્તાના મ્યુઝિયમમાં એક જબરું હાડપિંજર છે. ૮૪ ભગવાન ઋષભદેવ Page #104 -------------------------------------------------------------------------- ________________ આકાશમાં અધ્ધર થઈ ગયું. પેલો મિષ્ટ શિકાર સુગંધ વહાવતો ત્યાં પડ્યો હતો એ લેવાનો લોભ એ ન ખાળી શક્યું પણ શિકારની પડખે જ પેલો ગદાધર ખડો હતો ! મહાપ્રાણીએ વેગ કર્યો. વેરનો બદલો લેવા ગદા તોળીને ઊભેલા માનવીને જ પંજામાં નાખી લીધો, ને આકાશમાંથી વાદળ સરી જાય એમ પહાડની ટોચ પરથી ઊડીને એ અદૃશ્ય થઈ ગયું. “સુ...યો...ધ !” કુમારે ચીસ નાખી. એ અવાજથી વનરાજિ કંપી રહી. એક પછી એક ધનુષટંકારની શ્રેણી એ દિશામાં બંધાઈ ગઈ. પણ વૃક્ષના પર્ણ પરથી પાણીનું બિંદુ સરી જાય, એમ એ તીર પ્રાણીની મહાકાય પરથી સરી જવા લાગ્યાં. આકાશમાંથી ધીરો છતાં મક્કમ અવાજ આવ્યો : “જય વૃષભધ્વજ !'’ “સુયોધ !” ફરીથી વાત્સલ્યના અવતાર કુમારે ચિત્કાર કર્યો, પણ સુયોધને ઉપાડીને વનની વ્યવસ્થાને ઊલટપાલટ કરનાર મહાપ્રાણી હવે અદશ્ય થઈ ગયું હતું. કુમા૨ે પૃથ્વી પર પડેલ ભક્ષ તરીકે અર્પણ થયેલ સ્ત્રીના બેભાન દેહને ઉપાડી, મુખ પર પાણી છાંટ્યું, ને ધીરેથી હાક મારી : “સુનંદા !” પોતાનો પ્રિય કુમાર બોલાવે ને સુનંદા મોતની આરામગાહમાં પોઢી હોય તોય એક વાર બેઠી થઈને બોલી ઊઠે; ત્યારે આ તો મૂર્છાવસ્થા હતી. એણે તરત પ્રત્યુત્તર વાળ્યો : “પ્રિય વૃષભ !” પણ હજી તેના મોં પર કોઈ ઉગ્ર ગંધ અસર જમાવી રહી હતી. એ કુમારના કંઠમાં પોતાના નાજુક બાહુ ભેરવી ફરી ઊંધી ગઈ. કુમારે આજુબાજુ પાર્શ્વચરો માટે જોયું. સહુ ધીરે ધીરે આકાશ સામે જોતા સ્વસ્થ થતા હતા. ત્યાં દૂરથી કોલાહલ આવતો જણાયો. પશુઓની ધડબડાટી કર્ણગોચર થવા લાગી. થોડી વારમાં જણાયું કે એક પ્રચંડ વૃષભ પર બેસીને દેવી સુમંગલા પોતાના પાર્શ્વચરો સાથે આવી રહ્યાં છે. એમના એક હાથમાં જલતી જ્વાલા છે. ભોળાં વનમાનવોએ સ્વર્ગમાં વસતી જે ભયંકર દેવીઓની આજ સુધી કલ્પના કરી હતી, એનું મહાદેવી સુમંગલા સાકાર રૂપ હતાં. પાછળ વિધવિધ જાતનાં પશુઓ પર આરૂઢ થઈ વનવાસીઓ ધસ્યાં આવતાં હતાં. માનવોનો અષ્ટાપદના પંજામાં * ૮૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ મન-વેગ અપૂર્વ હતો; પશુઓનો તન-વેગ અજબ હતો. કુમાર !” “દેવી ! તમે વખતસર આવ્યાં. સુનંદાને સંભાળો. સુયોધન સહાય માટે મારે જવું છે.” “જનાર ઘણા છે. તમે વિશ્રામ કરો.” સુમંગલાએ કહ્યું : “દેવી, સુયોધ ઘણાનો નથી–એ મારો એકનો છે. અમારો સ્વામી-સેવકનો સંબંધ છે. સેવક સ્વામી માટે સદા પ્રાણ પાથરે, અને વખત પશે સ્વામી સેવક પર ઓળઘોળ ન થઈ જાય, તો એ સ્વામીનો આત્મા નથી, પાપાત્મા છે. હું જાઉ છું; તમે માનવોદ્ધારનું કાર્ય જારી રાખો.” નાથ, માનવોદ્ધાર પરથી મારી શ્રદ્ધા હટી ગઈ છે. માનવસ્વભાવ મૂળમાં જ પાપપ્રવૃત્તિમાં રાચનારો છે. આપણી મહેનત માથે પડી લાગે છે!” માનવીના કાર્ય-અનાર્યને ન જુઓ; એની અંદર વસતા સુંદર આત્માને નિહાળો. પેલી નાળિયેરી જોઈ ? એનાં ફળ બાહ્ય રીતે કેટલાં કઠિન ને અનાકર્ષક છે, પણ તમે તેને કેવા પ્રેમથી સ્વીકારો છો ? એને તમે કલ્પવૃક્ષ કહી સંબોધો છો. કારણ? કારણ એટલું જ કે, તમે જાણો છો કે, અંદર સુસ્વાદુ ને મિષ્ટ તત્ત્વ છુપાયેલું છે.” “નાળિયેરીની અંદર શું છે, તે આપણે જાણીએ છીએ, પણ માનવદેહની અંદર શું વસે છે, એ કોણે જાણ્યું, કુમાર? શત્રુ તરફ પણ પ્રેમ રાખવો એ તમારો સ્વભાવ છે. તમે તો અજાતશત્રુ છો. માણસ તો શું, પશુને પણ કષ્ટ પડતું દેખીને અકળાઈ ઊઠો છો. પણ પશુને સુધારવાં સહેલ છે–એ તમારો કરેલો ગુણ નહીં ભૂલે. પણ માણસ ? મારા મતથી માનવ તો પશુ કરતાંય બેત છે.” શ્રદ્ધાને જાળવો, માનવી તો સંસારની એક મહાશક્તિ છે. કેવળ માનવી જ સંસારને સુખી બનાવી શકશે. સાદી આંખે દેખાતા અનિષ્ટથી ન છેતરાઈએ. ત્યાં જ આપણા મનની કસોટી છે; એ અનિષ્ટની પાછળ જ ઈષ્ટ ઊભું હોય છે. દેવી, પુરુષાર્થીને કદી પરાજય સાંપડ્યો છે ? હું તો સ્વપ્નદ્રષ્ટા છું. પ્રાણાંતે પણ એ દર્શન ન તજી શકું. “આપ અહીં રહો. એ મહાપ્રાણીની પાછળ જવાની મને અનુજ્ઞા આપો.” “સુનંદાને તમારી જરૂર છે. ચક્રવર્તીની માતા અહીં જ રહે ને વ્યવસ્થા રાખે. કોઈ શીઘગામી પશુ આપશો ?” “ચક્રવર્તીની માતા ?” શીઘગામી પશુ કુમારને સોંપતાં સુમંગલાએ શબ્દોને ૮૬ ભગવાન ઋષભદેવ Page #106 -------------------------------------------------------------------------- ________________ બેવડ્યા. આ શબ્દોમાં કુમારે સુમંગલાની વર્તમાન સ્થિતિ પરત્વે આડકતરું સૂચન કર્યું હતું. છેલ્લા દિવસોની માનવ-ઉદ્ધારની ધમાલમાં દેવી સુમંગલાને સુંદર સ્વપ્નો લાધતાં હતાં. એ જાણી ગયાં કે પોતે માતા બનવાનાં છે, કોઈ બે યુગલ આત્માઓ એના દેહમાં આવીને માળો બાંધી રહ્યા છે. ત્યારથી એમના અંતરમાં ઘણી વાર તપ-વૈરાગ્યની અને કેટલીક વાર વસુંધરા-વિજયની ભાવના જાગી જતી. આતતાયીઓના નાશની અને પૃથ્વી-રક્ષણની વિરહાક રોમરોમમાં ગુંજી રહેતી. એ વાતની કુમાર મશ્કરી કરી રહ્યા હતા–ચક્રવર્તીની માતાના નામે ! ચક્રવર્તી શબ્દ આ પૃથ્વી ઉપર નવો આવ્યો હતો, પણ સુમંગલાને એનો અર્થ જ્ઞાત હતો, પણ રે, જેનો સમર્થ પિતા કુલકર પણ નથી એનો પુત્ર ચક્રવર્તી શી રીતે બને? ને ચક્રવર્તી બનીનેય આ જંગલી વનમાનવોના સ્વામી બનવાનું ને? એ દગાખોર માનવીની સાથે જીવવું, એના ઘાતકીપણાને જીરવવું અશક્ય હતું. છતાં સંસારમાં માબાપ જેવું ઘેલું પ્રાણી બીજું કોણ છે! “કુમાર, અજાણી ધરતી છે. ન જાણે કંઈ આપત્તિ આવે ! મારું મન તમને રજા આપતા આંચકો ખાય છે. તમારો વાળ પણ વાંકો થાય તો .....” “લેશ પણ ચિંતા ન કરશો. કોઈ મહાન ભાવિ મને પ્રેરી રહ્યું છે. જેની નસેનસમાં કર્તવ્યની ભાવના વહે છે, જેને કોઈની સાથે અકારણ વેરભાવ નથી, તેનો વાળ પણ કોઈથી વાંકો કરી શકાશે નહીં. ગમે તેટલી આપત્તિ ભલે આવે, મારું જ્ઞાન કહે છે, મારા પ્રયાસમાં શુભ સંકેત છે. દેવી ! મારે શીધ્રાતિશીધ્ર જવું ઘટે." ક્ષિતિજમાં ઉષા ઊગતી હતી, ને એની લાલપમાં સુમંગલાનો સ્વામી પહાડની કરાડો ઓળંગી ક્ષિતિજ તરફ ધસતો હતો. સુમંગલા અનિમેષ નયને એને નીરખી રહી, અને પોતાનો પ્રાણ જાણે દેહ તજીને દૂર થતો હોય તેવી વેદના અનુભવી રહી. અષ્ટાપદના પંજામાં ૮૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૧ એક માણસને સજ કે ક્ષમા સુનંદા ધીરે ધીરે શુદ્ધિમાં આવી રહી હતી. એના પર કોઈ કેફી વનૌષધિની અસર હજી જણાતી હતી. કમળદળ જેવાં એનાં નયન ઊઘડી ઊઘડીને પાછાં મીંચાઈ જતાં હતાં. “આ પયંત્ર કોણે રચ્યું? દોષપાત્રને પકડી આણો.” --– સ્વામીના વિરહથી અકળાયેલી, આતતાયીઓના નાશ માટે ઉઘુક્ત દેવી સુમંગલાએ હાકલ કરી. ક્ષણવારમાં ઘાયલ અંધકાર–ઓળાઓને સહુ ત્યાં ખેંચી લાવ્યા. પોતાના પાપકર્મથી તેઓ અંતરમાં પશ્ચાત્તાપ અનુભવી રહ્યા હતા. પેલા ખાડાવાલા માદક પીણાનો એમને ચઢેલો કેફ ઊતરી ગયો હતો. એકએકને હાથપગે બાંધીને તોડવૃક્ષ ઉપર લટકાવી દો ! કુમાર પાછા આવે ત્યાં સુધી ભલે હવા એમને હીંચોળે. એમનાં પાપકર્મ એવાં ભારે છે, કે સાંભળીને રોમાંચ ખડાં થઈ જાય એવી સજા એમને થવી ઘટે.” આજ્ઞાનો જ વિલંબ હતો. ઊંચી ઊંચી નાળિયેરી પર આ નરપશુઓને બાંધવાનું ને તાડન કરવાનું શરૂ થયું. જોતજોતામાં સહુ ત્રાસી ગયા. કેટલાકે કરુણતાભર્યા અવાજે કહ્યું : “દેવી ! અમારાં પાપ ભારે છે. અમારી કથની સાંભળો, અમને શુદ્ધ થવાની તક આપો.” “શુદ્ધ થવાની તક ” દેવી સુમંગલા ક્ષણવાર થંભી ગયાં. મહામના કુમારની યાદ આવી ગઈ. એ ક્ષણવાર સહૃદય બની ગયાં. એમણે કહ્યું : Page #108 -------------------------------------------------------------------------- ________________ “સારું તમારી સાચેસાચી કથની કહી દો. બીજો નિર્ણય તે પછી કરીશું. અરે વનમાલા, દેવી સુનંદાની પરિચર્યા કરો, ને સત્વર જાગ્રત થઈ મારા કાર્યમાં મદદ કરે તેવી અવસ્થામાં આણો !” “દેવી, અમે પાપાત્માઓ દેવ જેવા કુમારની આજ્ઞા ઉલ્લંઘી પશુમાંસભક્ષણનો આરંભ કર્યો હતો, એ માટે આપના ગોષ્ઠિકોમાંથી અમે પશુ ચોરવા માંડ્યા. પશુ ઓછાં થતાં આપની ચોકી વધુ કડક બની ને છેવટે પશુ મેળવવાં અશક્ય થઈ પડ્યાં પણ અમારી જિદ્વાની લોલુપતા હવે મર્યાદા વટાવી ગઈ હતી. અમે માનવમાંસનું ભક્ષણ શરૂ કર્યું. એવામાં અમારા ગુપ્ત નિવાસસ્થાનના એક ખાડાનું પાણી અમારા પીવામાં આવ્યું. પહેલવહેલું જેમણે એ ચાખ્યું એ બહુ કુશળ અને વાચાળ હતા. એમણે કહ્યું : “અરે, આ તો દેવોનું પ્રિય પેય છે, સુરોની પ્રિય વસ્તુ સારા છે. એને રોજ ફળમેવા ધરો ને એનું આચમન કરો !” “આ સુરાએ અમને જાણે અભુત બનાવ્યા. એના પાનની સાથે અમે પળવારમાં દેવોના સ્વર્ગમાં ચાલ્યા જતા. શી મસ્તી ! શી એકતાનતા ! આ સુરાના સંસર્ગ પછી માંસનો સ્વાદ પણ વિશેષ લાગ્યો, ને સ્ત્રીઓ ને પુરુષોનો સંપર્ક પણ લહેજત જન્માવતો લાગ્યો. અમે ઘેલા બની ગયા, એ સુખદ સ્વર્ગ માણવામાં ડૂબી ગયા. “પણ અમારા આ સ્વર્ગમાં કાંટા પણ હતા. એ કાંટારૂપ તે તમે અને કુમારસ્વામી. કુમારના પ્રભાવ ને વીરત્વથી અમે જાણીતા હતા. એની શસ્ત્રવિદ્યા અદ્ભુત છે, એ પણ અમે જાણતા હતા. પણ કાંટાને કાઢવાનો અમારો દૃઢ ઇરાદો હતો. એક દહાડો અમે સુરાપાનની મંડળીમાં એ વિચાર છણ્યો. વિચારના આખરે એક ભયંકર નિર્ણય કર્યો.” વાત કરનાર ક્ષણભર થંભી ગયો. “કથની પૂરી કરો. લેશ પણ અસત્ય ચાલશે નહીં. ચાલો, સત્ય પાસે જ દયા આવશે.” દેવી સુમંગલાએ બૂમ પાડી. સુનંદા હવે સાવધ થઈ ગઈ હતી, ને પાસે આવીને બેઠી હતી. એની આંખો પ્રિય કુમારને શોધી રહી હતી. “મહાદેવી ! અમારી મંડળીએ આખરે કાંટાથી કાંટો કાઢવાનો–વનના રાજા અષ્ટાપદને આમંત્રણ આપવાનો – નિર્ણય કર્યો. દુર્જય કુમારનો પરાજય કોઈ પણ કરી શકે તો તે આ મહાપ્રાણી અષ્ટાપદ.” “અષ્ટાપદ ? એ કેવું પ્રાણી છે ?” દેવી, એ પ્રાણી નથી, દેવતા છે. વિંધ્ય પર્વતની ટોચ પર એ વસે છે. વરસમાં ચારેક વખત એ પ્રવાસે નીકળે છે, ત્યારે કૂબાઓના કૂબાઓનો નાશ માણસને સજા કે ક્ષમા ? ૮૯ Page #109 -------------------------------------------------------------------------- ________________ કરી નાખે છે. એ સંહારનો દેવ છે, માટે લોકો એની માનતા કરે છે, એના દર પ્રવાસે માનવી પોતાના એકાદ બાળનો ભોગ ધરે છે. જે કૂબા ને ગુફાઓ ઉપર માનવભક્ષ હાજર હોય ત્યાંથી એ ભક્ષ લેવા સિવાય, એ મહાન અષ્ટાપદ કંઈ હાનિ કરતો નથી. નહીં તો બાજ જેમ અંધારી રાતે વૃક્ષોની ઘટામાંથી પંખીના માળા પારખી લે છે, એમ એ ગમે તે ગુફા, કંદરા કે પર્વતખીણમાં છુપાયેલા કૂબા ઝડપી લે છે, ને ત્યાં સત્યાનાશ વરસાવે છે, “એ આવે એટલે તોફાની હાથીઓનાં ટોળાં શાન્ત થઈ જાય. એની ત્રાડ સાંભળતાં વાઘ બકરી જેવા બની જાય. મહાદેવી ! જ્યારે જ્યારે હાથીનાં ટોળાં ખૂબ વધી જઈને અમને ત્રાસ આપે, વાઘની વસ્તી ઊભરાઈ જાય ને જ્યારે અમે તેઓને વશ ક૨વા કંઈ ન કરી શકીએ, ત્યારે આ મહાપ્રાણીને નોતરીએ છીએ.” “તમારા નિયંત્રણે એ આવે ખરો ?” “નિમંત્રણ તો નામનું, દેવી ! એ તો સત્યાનાશની પાટી,” દેવી સુમંગલા ને સુનંદાને આમાં ખૂબ ૨સ લેતાં જોઈ કથન કથનારને હૈયે કંઈક ધરપત વળી. ધ૨પત વળતાં એનો ઉત્સાહ ઓર વધ્યો. એણે આગળ ચલાવ્યું : “દેવી, એને નિમંત્રણ દેવાની રીત જરા જુદી છે. અમે એક જાતની વનસ્પતિનો રસ બાળીએ; એની ગંધ પહોંચતાં એ આવી પહોંચે છે. એ આવે ત્યારે અમે તે માટે જાતજાતનાં બાળકો અથવા પૂર્ણ ગર્ભવતી સ્ત્રીઓ તૈયાર રાખીએ છીએ. પોતાને પ્રિય ભક્ષ મળતાં એ એક જાતનો વિચિત્ર અવાજ કાઢે છે. અમે એથી સમજીએ છીએ કે આ મહાપ્રાણી ખુશ થયું છે. “પછી પેલી વનસ્પતિનો રસ બાળતાં બાળતાં અમે આગળ ચાલીએ છીએ, ને મહાપ્રાણી પાછળ પાછળ આવે છે. માર્ગમાં આવતાં હજારો પશુપંખીઓનો એ સત્યાનાશ વાળી નાખે છે. પણ ભક્ષ તો અમે આપીએ તે લે છે. અમારે દ૨ મજલે વારાફરતી એક બાળક ને એક ગર્ભવતી સ્ત્રી ધ૨વી પડે છે, ને તેવી ન મળે તો જુવાન સ્ત્રી ભક્ષ માટે મળે તેવી વ્યવસ્થા રાખવી પડે છે.” “વનસ્પતિનો રસ બાળવાનું ક્યાંથી શીખ્યા ? ” દૈવી સુમંગલાએ વચ્ચે પ્રશ્ન કર્યો. “દેવી, પહેલાં તો તે માટે અમારે વનમાં દાવાનલ પ્રગટે તેની રાહ જોવી પડતી—એમ કરતાં ઘણો વખત વીતી જતો—-પણ હવે તો કુમા૨ે ઘેર ઘેર ગૃહઅગ્નિ શોધી આપ્યો. આથી અમારું કાર્ય અત્યંત સરળ થયું.” ૯૦ * ભગવાન ઋષભદેવ Page #110 -------------------------------------------------------------------------- ________________ “કુમારની શોધ અને તે કુમારના નાશ માટે વાપરવાની ! હં, આગળ ચલાવો.” “મહાપ્રાણીના નિમંત્રણનો ભાર અમુક જણાને સોંપી, અમે અમારા માટે કાંટારૂપ બનેલા તમામના નાશની યુક્તિ રચી. દેવી, ક્ષમા કરજો, યથાર્થ ઘટના કહેવાની આજ્ઞા છે, એટલે કહું છું : મહાપ્રાણીના છેલ્લા ભક્ષ માટે અમે દેવી સુનંદાની પસંદગી કરી ! દેવી સુનંદા જેવો ભક્ષ પામીને એ મહાપ્રાણી ખુશ. થાય ને એને બચાવવા કુમાર મેદાને પડે, એટલે એ પણ મહાપ્રાણીના કોપના ભક્ષ થાય–એક કાંકરે બે પક્ષી મરે ! આ માટે અમે બરાબર વખતનો ખ્યાલ રાખ્યો. અને એ જ વખતે સુનંદાને ઉપાડ્યાં.” દેવી સુનંદાએ બૂમ નહોતી પાડી ?” “ના દેવી, એ માટે અમે એક કેફી વનસ્પતિનો રસ લઈ ગયા હતા. આ રસ અમે વનમાં અમારા કૂબાની આસપાસ છાંટીએ છીએ, એનાથી મોટા મોટા ભોરિંગો પણ મૂછવશ થઈ જાય, એ દરમિયાન તેમને પકડી લઈને ઠેકાણે પાડી દઈએ. જે પ્રાણીને શસ્ત્રથી કે હાથથી ન પકડી શકીએ તેને આ રીતે અમે વશ કરીએ છીએ. આ રસ અમે દેવી સુનંદાના મુખ પર છાંટ્યો હતો. અમે યોજેલી યોજના પૂરેપૂરી સફળ થઈ. મહાપ્રાણીના આગમનનો અવાજ સંભળાયો ત્યારે જ અમે દેવી સુનંદાનું હરણ કર્યું. બરાબર યોજના પ્રમાણે જ કુમારે અમારો પીછો લીધો ને સુવ્યવસ્થિત રીતે કુમારનો અને મહાપ્રાણીનો અમે ભેટો કરાવી દીધો ! કુમાર આ રીતે એ મહાપ્રાણીને હરાવશે, એ તો અમે સ્વપ્નમાં પણ કચ્યું નહોતું. દેવી, એ મહાપ્રાણી મરશે, તો માનવજાત સુખી થશે. હમેશાં હજારો માનવબાળનો એ ભક્ષ લે છે.” “કુમારને મારવાની ઇચ્છાવાળા તમે, એ મહાપ્રાણીના મૃત્યુને કેમ વાંછો છો ? દગાખોરો, મને છેતરવા ઇચ્છો છો ? હું સમજું છું કે સુરા, સુંદરી ને સુમિષ્ટ માંસના સ્વાદીલાઓ તમે, આજે સપડાયા એટલે આમ બોલો છો. આતતાયીઓને પૃથ્વીના પડ પરથી ઉખેડી નાખવા પડશે, એ વિના માનવઉદ્ધાર શક્ય નથી. દેવી સુનંદા, તમારી શી ઇચ્છા છે ? તેઓએ તમને અતિ કષ્ટ આપ્યું છે. “દેવી માણસને સજા કે ક્ષમા ?” સુમંગલાનો ચહેરો અગ્નિ જેવો બની ગયો હતો. “દેવી, મારા કષ્ટનો પ્રશ્ન નથી; પણ જેણે કુમારનું અનિષ્ટ વાંક્યું એનું નામોનિશાન મિટાવી દેવું જોઈએ. પણ દેવી, સામેથી ધૂળની માણસને સજા કે ક્ષમા? ૯૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ ડમરી ચઢતી આવે છે. કોઈ નવી આપત્તિ તો આવતી નથી ને ?” “આપત્તિ નથી. મેં જ કુમારના પ્રિય મિત્ર દેવયશને બોલાવ્યો હતો. જુઓ, એની ધજા પર ગરુડની છાપ છે. જેની પાસે ગરુડધ્વજ હોય તેને દેવયશ સમજવો. આર્યત્વના પ્રચારનો, માનવ-ઉદ્ધારનો એ ખૂબ હોંશીલો છે. ભલે આવ્યો.” મસ્ત વૃષભ પર આરૂઢ થયેલો દેવયશ વેગથી આવતો હતો. એનો વૃષભ દેવયશ જેટલો જ ઝડપી હતો. દેવયશ આવીને કુશળ પૂછી રહ્યો. સુમંગલાએ બધો વૃત્તાંત સવિસ્તર કહ્યો. “આપો, કંઈ આજ્ઞા !” “આજ્ઞા એક જ. માનવોદ્ધારના વિરોધીઓનો સર્વનાશ. મેં અને દેવી સુનંદાએ એવો નિર્ણય લીધો છે.” જીવમાત્ર સરખા વહાલાં આ “પણ બહેન, કુમારને – પશુ, પ્રાણી કે માણસ છે. એમાં માનવ માટે તો અતિ ચાહ છે. આપણે લોકોને સજા કરીએ અને કુમારને ન રુચે તો ?” સુનંદાએ વચ્ચે શંકા કરતાં કહ્યું, “બહેન, આ અજ્ઞાન માનવબાળને કુમાર પોતાનાં બાળ સમજે છે. બાળકને પોતાના હિતનું કંઈ ભાન હોય છે ? એને હિતવર્ધક ખોરાક આપતાંય તે સામો થાય છે‚ પાટું મારે છે, બધું ડોળી નાખવા યત્ન કરે છે; છતાં મા-બાપ કોપે ભરાય છે ખરાં ?” સુનંદા, તું મોટા મનની છે. તારી જગાએ હું હોત તો સાંભળીને આ દુષ્ટોનું રોમ રોમ કંપી જાય તેવી સજા કરત. પાપાત્માઓને પાપની સજા થવી જ ઘટે. ક્ષમા અસંભવ છે,” સુમંગલાનો સત્તાવાહી અવાજ ગાજી કહ્યો. “દેવયશ, સુનંદાના વચનથી આ પાપાત્માઓને હું દેહાંતની સજા નથી કરતી; સહુ ભલે આ તાડફળ પર લટકતા રહે. એમને અડધે પેટ રાખો. કુમાર આવીને એમનો ન્યાય કરશે.” - સુમંગલાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની કોઈ પાસે શક્તિ નહોતી. અપરાધીઓને તરત પકડીને લટકાવી દેવામાં આવ્યા. “આર્ય દેવયશ, તમે કુમા૨ની શોધ માટે જાઓ. મને તો તેઓએ નિષેધ કર્યો છે.” “પણ મને તો નિષેધ નથી. બહેન, હું પર્વતોમાં વસેલી છું. એની કંદરાઓ, ખીણો, ગુફાઓમાં હું ફરી જાણું છું. મને આજ્ઞા આપો.” ૯૨ * ભગવાન ઋષભદેવ Page #112 -------------------------------------------------------------------------- ________________ “ભલે, આર્ય દેવયશ તમારું રક્ષણ કરો. કુમારની ચિંતા મનને ઘેલું કરી રહી છે.” “અમને મુક્ત કરો, દેવી ! અમારા પ્રિય કુમાર માટે અમને કંઈક કરવા દો. અમે સહેલો ને સીધો માર્ગ બતાવીશું,” ઝાડ પર લટકાવેલા કેટલાક માનવીઓએ બૂમ પાડી. માર્ગદર્શકની જરૂર હતી. તેઓને મુક્ત કરવાનું આર્ય દેવયશને મન થયું. પણ દેવીની પાસે કોનું ચાલે ? ત્યાં તો દેવીએ જ કહ્યું : “સુનંદા, આ પાપાત્માઓમાંથી થોડાને સાથે લઈ જાઓ, માર્ગદર્શક તરીકે ખપ લાગે તો સારું. જો તેઓ પોતાનો સ્વભાવ ન ભૂલે તો લેશમાત્ર દયા ન દાખવશો.” “દેવી, ચિંતા ન કરશો. હાથી પણ એક વાર ભૂલથી બંધાઈ જાય છે, પણ હમેશાં બંધાતો નથી. બિલાડી એક વાર દૂધ પી શકે આપણી ગફલતનો લાભ લઈને. પણ પછી હંમેશ માટે દૂધ પીવું તેને માટે કાંઈ સહેલ નથી. સુનંદાએ તમારાં ને કુમારનાં પડખાં સેવ્યાં છે.” “દેવી, નિર્ભય રહેજો. કુમાર આવ્યા સમજો—વસંત આવે તે પહેલાં.” થોડી વારમાં દેવી સુનંદા ને આર્ય દેવયશની સરદારી નીચે એક મોટું જૂથ પહાડોની કરાડો ચઢવા લાગ્યું. મદમસ્ત વૃષભની પીઠ પર હાથ મૂકીને ઊભેલાં દેવી સુમંગલા ઘડીભર સ્નેહભીની આંખે સહુને જતાં જોઈ રહ્યાં. એ વખતે દૂર દૂરથી એક હાથી પર કુળકર નાભિદેવ ને માતા મરુદેવા ચાલ્યાં આવતાં દેખાયાં. માણસને સજા કે ક્ષમા ? * ૯૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિરહિણી મહાદેવી દિવસોના દિવસો વીતી ગયા. ઉષા હવે વસંતનો સંદેશ લાવતી હતી. વનરાજિમાં નવું જીવન જાગી ગયું હતું. આમ્રડાળે કોકિલા બેસીને પ્રીતમને વનની શોભા માણવા આમંત્રી રહી હતી. પણ ગયેલા સાજનનાં કંઈ સમાચાર કે ખબરઅંતર નહોતાં. સરયૂનો તટ માનવકુળોથી ભરચક થયે જતો હતો, પણ સુમંગલા માટે એ સૂનો સૂનો હતો. હવે તો માનવીઓ પંખીઓના માળા ને શિયાળની બોડ જેવાં વૃક્ષ કે ગુફાનાં ઘર મૂકી સુંદર પર્ણકુટીમાં આવીને વસ્યા હતા. માટીનાં બનાવેલાં પાત્રોમાં સુસ્વાદુ જળ છે. વનનાં ફળફૂલ ભરચક્ક હતાં. ઝાડની છાલ કે સુંદર મૃગ-ચર્મ કે વ્યાઘ્રચર્મનાં ઓઢણ તેઓની પાસે હતાં. આંગણામાં ગૃહ અગ્નિ રાત-દિવસ જલીને પવિત્રતાની સૌરભ ફેલાવે જતો હતો. કદી વશ ન થતો આ અગ્નિદેવ હવે જાણે માનવીનો આજ્ઞાંકિત સેવક બની ગયો હતો. ઝેરી મધમાખોનાં ટોળાંને એ પોતાની ધૂમ્રશિખાઓથી ભગાડી દેતો. વનપશુ તો આ દેવની લાલ લાલ આંખો જોઈ ઊભે પૂંછડે ભાગતાં હતાં, સર્પાદિ વિષધરોએ પણ આ ઊનાં ઊનાં આંગણાં છોડી જંગલોની ઠંડી છાયામાં જઈ આરામ લેવા માંડ્યો હતો. કલ્પવૃક્ષ નષ્ટ થયાંનો સહુનો જૂનો સંતાપ હવે દૂર થયો હતો. ‘કલ્પવૃક્ષ ગયાં, હવે કેમ જિવાશે ? આપણો નાશ જરૂ૨ થવાનો.’ એવી હૈયાવરાળ કાઢનારાઓને હવે આ નવું જીવન મીઠું લાગવા માંડ્યું હતું. પહેલાં ભૂખ લાગી – ન લાગી ને ખાવાનું મળી જતું; ક્ષુધાની મીઠાશ કદી જણાઈ નહોતી. Page #114 -------------------------------------------------------------------------- ________________ તૃષા પૂરી લાગી ન લાગી કે જળનાં ઝરણાં પીવા મળ્યાં જ છે. ન ક્યાંય ઝંખના, ન ક્યાંય પુરુષાર્થ કે ન મળે પરિશ્રમ ! બાવડાંનાં બળ જાણે નકામાં ! પગ જાણે પ્રાણ વગરના, દેહનું જાણે હલનચલન જ નહીં. મગજમાં કોઈ જીવંત સાહસનું મનોમંથન જ નહીં. એકલું ગળપણ ક્યાં સુધી ખાઈ શકાય ? એમાં ખટાશ કે તીખાશ હોય તો જ મજા આવે. ભલે આવી કર્મભૂમિ; સ્વાગતમ્ ! ભોગભૂમિ નષ્ટ થઈ તો ભલે થઈ; અમારાં બાવડાં સાબૂત છે, અમારા પગ સશક્ત છે, અમે પૃથ્વીના પટ પરથી ખાદ્ય ને પેય શોધી લાવીશું. અરે, અત્યારે ક્ષુધા ભલે થોડી વાર સંતપ્ત કરતી હોય, પણ મનને કેવા ઉત્સાહથી રંગી દે છે ! એ ક્ષુધા પેલાં સુસ્વાદુ તાડ, નાળિયેરી, વનફળ ને વનમેવાની કિંમત સમજાવે છે; ને પોતાના પ્રયત્નથી મેળવેલી ચીજ કેવી મીઠી લાગે તે બતાવે છે. ગૌરવ લેવા જેવી વાત તો એ છે, કે અમારા જીવનની એકેએક વસ્તુ અમે સરજી છે, અમારા બાહુબળથી એકત્રિત કરી છે. એણે અમારા નિષ્કર્મણ્ય જીવનમાં ચેતન પૂર્યું છે. હવે પ્રત્યેક ઉષા એક નવીન આશાનો સંદેશ લઈ આવે છે, પ્રત્યેક રાત મનોરથની સિદ્ધિનાં સોણલાંથી રંગાઈને આવે છે. શ્રમ પછીની નિવૃત્તિ, પરિશ્રમ પછીની નિદ્રા, વિયોગ પછીનો સંયોગ, ક્ષુધા પછીની તૃપ્તિ – એની મજા, મનવાંછિત વસ્તુઓ મનના ધારેલા સમયે પ્રાપ્ત કરનાર ભોગભૂમિના જીવો શું જાણે ! એકલી શાંતિ પણ કંટાળો આપે છે, એકલો શ્રમ પણ થકવે છે, એકલું સુખ પણ નિઃસ્વાદ લાગે છે, એકલું દુઃખ પણ દુષ્કર લાગે છે. અમારા પ્રિય કુમાર વૃષભધ્વજે જેમ એક જ પાત્રમાં જાતજાતના ને ભાતભાતના વનમેવા ભેળવી એક નવો રસ પેદા કર્યો, એમ જ વૈવિધ્યભર્યા પરાક્રમરસ અમારા જીવનને જીવંત રાખે છે. માનવી અશક્ત પણ નથી. દેહથી ભલે એ વાઘ-સિંહ કરતાં દુર્બળ હોય, પણ એનું બુદ્ધિબળ એટલું પ્રબળ છે, કે વાઘ-સિંહને પણ પોતાને વશ કરી શકે. કુમાર વૃષભધ્વજે સંદેશ આપ્યો હતો કે માનવામાત્ર સમાન છે. એ સમાનતા જેટલા કેળવી શકે, એમાં જેઓ માને, તેઓનું એક જૂથ બનીને સાથે કાં ન રહે ? પ્રવાસ, પરિશ્રમ, પુરુષાર્થ સહુ સાથે સંપીને કાં ન અજમાવે ? વિરહિણી મહાદેવી : ૯૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ ફૂલગજરા જેવાં આ માનવઝૂમખાં હવે એક સ્થળે એકત્ર રહેતાં. એક મન, એક ભાવ ને સમાન સ્વભાવવાળો બનીને સાથે વસતાં, ને સાથે જ વનરાજિમાં, સરિતાતટે, પર્વતો પર, ખાનપાનની શોધમાં જતાં, અને જે મળે તે એકત્ર કરીને સરખે ભાગે વહેંચી લેતાં. જંતુ જેવો લેખાતો માનવી પહાડ જેવો દુર્ઘર્ષ, હાથી જેવો દુર્વ્યય ને દેવ જેવો પરાક્રમી બન્યો હતો. એને આકાશના તારલા તોડવાના અભિલાષ થતા. એને પાતાળઝરા ભેદવા હુંકાર ઊઠતા. નાભિદેવ કુળકરના પરાક્રમી પૂર્વજો વન-જંગલમાંથી સહુ પહેલાં હાથીને વશ કરી લાવેલા. એ વેળા હાથીને વશ કરવો, એ પહાડને ઉખેડી નાખવા જેટલું ભયંકર કાર્ય લાગતું. જે કોઈ એ પહાડ જેવા પ્રાણીને જોતું તે ભયથી નાસી છૂટતું. આજે એ જ નાસનારાઓને કુમાર વૃષભધ્વજે જાણે સંજીવની કળા આપી હતી. તેઓ હાથી, વાઘ કે વનગેંડાથી લેશમાત્ર ડરતા નહોતા. પચીસ-પચાસ જણા સાથે હોય તો એને હરાવીને પણ ચાલ્યા આવતા. જાગૃતિની એ નવ ઉષાને ટાણે કુમાર વૃષભધ્વજ પર આપત્તિ આવી ઘેરાણી. જે માનવીઓ માટે એમણે પોતાનું જીવતર આપ્યું. તેઓએ જ એમનું કીમતી જીવતર લેવા પ્રયાસ કર્યો ! પ્રગતિની કૂચ આડે એક મહાન વિષ્ન ખડું થઈ ગયું. આ જગતમાં કોઈ માનવ લાંબા પ્રવાસે ન જતો. એક જ વાર એ પ્રવાસે જતો, જેમાંથી તે કદી પાછો ન ફરતો. કુમાર વૃષભધ્વજ પ્રવાસના શોખીન હતા, પણ આ તો મૃત્યુના મોંમાં જવાનો પ્રવાસ હતો. વૃદ્ધ નાભિદેવ દેવી અધિકારથી યુક્ત પોતાના પુત્ર માટે વ્યાકુળ બની ગયા, પણ આ ઉમરે પહાડો ઓળંગવાની શક્તિ એમની પાસે નહોતી. મરુદેવા વ્યાકુળ બની બેઠાં હતાં. એ થોડી થોડી વારે અન્યમનસ્ક બની વૃષભ ! વૃષભ ! મારો વૃષભ એમ બોલ્યા કરતાં. સુમંગલાની સ્થિતિ જુદી હતી. એને માથે તો કર્તવ્યનો ભાર આવ્યો હતો. એને કુમારની પાછળ કુમારના પ્રિય કાર્યને મને-કમને આગળ ધપાવવાનું હતું. એ ગંભીર બની ગઈ હતી. એનાં ચંચળ નયનો અષાઢના મેઘની જેમ ભારેખમ બની બેઠાં હતાં. સ્વસ્થતાથી એણે નાભિદેવ ને મરુદેવા માતાને બધો વૃત્તાંત કહ્યો. છેલ્લે છેલ્લે કહ્યું : ૯૬ ભગવાન ઋષભદેવ Page #116 -------------------------------------------------------------------------- ________________ “માતાજી, ધૈર્ય રાખશો. કુમારનું અનિષ્ટ કરી શકે તેવો કોઈ જીવ આ પૃથ્વી પર જનમ્યો નથી. એ પ્રેમમૂર્તિ તો જ્યાં જશે ત્યાં પૂજાશે. આપણે તેમનું કાર્ય આગળ ધપાવીએ.” મરુદેવામાતાને પુત્રમાં જેટલો રસ હતો, તેટલી બીજી વાતોમાં નહોતો. સુમંગલા જેવી પ્રેમાળ સ્ત્રીને આટલી ધીરજ ધરતી જોઈ નાભિદેવ સ્વસ્થ થયા. પોતાને તો પુત્ર સાથે ટૂંક સમય જ રહેવાનું નિર્માયેલું છે, પણ જેનો એ જીવનભરનો સાથી છે, તેને જ અપૂર્વ શૌર્ય દાખવતી નિહાળી મરુદેવા પણ સ્વસ્થ થયાં – પણ બાહ્ય રીતે અંતરમાં તો સ્વસ્થતા ચાલુ જ હતી. “પિતાજી, આ માનવોને આપણાં કુળોમાં ભેળવી દઈએ. એમને નવસંસ્કાર આપીએ. અને આ પશુઓને સહુ કુળમાં વહેંચી દઈએ. એ આપણી વચ્ચે વસતાં શીખ્યાં, હવે એમને જંગલવાસી પશુઓ નહીં સંઘરે.” સુમંગલાએ કહ્યું. નાભિદેવે આ સૂચનાઓનો સહર્ષ સ્વીકાર કર્યો. આ વનપ્રદેશનાં માનવીઓને એમણે પોતાનાં કુળોની સમીપ વસવા ને તેમના સંસ્કાર ઝીલવા અનુમતિ આપી. એક મોટા યજ્ઞની આયોજન કરવામાં આવી. ગૃહ-અગ્નિ વહેંચાયો. અંતે પશુઓની પણ વહેંચણી થઈ ચૂકી. | સર્વપ્રથમ આ નિર્ણય સહુએ જાણ્યો ત્યારે કુળોના વડીલોને લાગ્યું કે આપણું જ પેટ પરિશ્રમથી ભરીએ છીએ ત્યારે ત્યાં વળી આ નવું તૂત શું ? પણ સુમંગલાનો નિર્ણય એ કુમારનો નિર્ણય. અને પ્રિય કુમારની એ આજ્ઞાને કેમ ઉથાપાય? એની આજ્ઞાના અંતરમાં ન જાણે ક્યા આશીર્વાદ ભર્યા હશે ? અને એ આશીર્વાદની ઓળખ થતાં પણ વાર ન લાગી. આવેલાં પશુઓ નમ્ર ને મળતાવડાં હતાં. કેટલાંક તો જોતજોતામાં માણસની આજ્ઞાઓ ઓળખતાં ને એને અનુસરતાં શીખી ગયાં. એમના ખાન-પાનનો ભાર પણ માનવીને માથે ન રહ્યો : એ તો એકલાં એકલાં વનમાં ચાલ્યાં જતાં ને એકલાં જમી-રમીને પાછાં આવી જતાં. માતાના સ્તનમાં જેવાં મીઠાં દૂધ હતાં, એવાં મીઠાં દૂધ આ પશુઓના આંચળમાં પણ ભર્યા હતાં. નાનાં પશુબાળની સાથે માનવબાળ પણ એનું દૂધ પીતો. પશુબાળ યોગ્ય ઉમરનું થતાં માતાનું સ્તન-પાન છોડી દેતું. એ વેળા માતાને સ્તનપાનના દૂધના ભરાવાથી અત્યંત વેદના થતી. આ પયોધરધારી પ્રાણીઓએ—એમના ફાટફાટ થતાં થાનોએ—માનવીનું લક્ષ દોર્યું. માનવી એમની વિરહિણી મહાદેવી ૯૭ Page #117 -------------------------------------------------------------------------- ________________ વેદના ઓછી કરવા દૂધના ભરાવાને આંગળાં વતી દોહી લેતાં શીખ્યો. એ દૂધ અમૃત જેવું લાગ્યું. પીનારાનાં શરીર હૃષ્ટપૃષ્ટ બનતાં ચાલ્યાં. આ દૂધ ઉપર જ માનવી આખો દિવસ નિર્ભર રહી શકતો. એને ફૂલ-ફળાદિની ઓછી આવશ્યક્તા પડતી. વર્ષાના અને હિમના દિવસોમાં ફળફળાદિ ઓછા મળશે તોપણ હવે ચાલી શકશે; દિવસો આના પર કાઢી શકાશે–જીવનનો અડધો ચિંતાભાર ઓછો થઈ ગયો ! અરે, આપણને કામધેનુ મળી ! સહુના હર્ષનો પાર ન રહ્યો, દુધાળાં પશુ પર સહુને અત્યંત વહાલ ઊપસ્યું. જીવનમાં દૂધ એક જ મોજ પેદા કરી ! એક દિવસ સહુ વસંતોત્સવ માણવા જંગલમાં ગયાં, ને ત્યાં સુપકવ વનફળોથી સારી રીતે પેટ ભરીને આરોગી લીધું. સાયંકાળે સહુ પાછા ફર્યા. ત્યારે દૂધના ઘડા છલકતા પડ્યા હતા. હવે શું થાય ? - પેટમાં લેશમાત્ર જગ્યા નહોતી. બીજી સવારે આરોગવાનો નિર્ણય કરી સહુ સૂઈ ગયાં. પણ બીજી સવારે કુળની કેટલીક સ્ત્રીઓએ ભારે કોલાહલ મચાવી મૂક્યો : કોક અસુરનો હાથ એમના દૂધને લાગ્યો હતો ! પ્રવાહી દૂધ ઠરીને, ખડબા જેવું થઈ ગયું હતું. હાય રે મા, કયા કુદેવની, કઈ ડાકણીની નજર લાગી ! અરે, શી દેન છે એ ડાકણ શાકણ કે દેવની ! ખબર કરો કુળકર નાભિદેવને !” સહુ પહોંચ્યાં નાભિદેવની પાસે. નાભિદેવે કુળવાસીઓનું કલ્પાંત સાંભળી હાસ્ય કર્યું. તેમના વડવાઓના વખતથી આ પયોધરધારી પશુ કુળકરોને ત્યાં અમૃત રેલાવતું. તેમણે કાષ્ઠના પાત્ર વડે એના ભાગ કરી સહુના હાથમાં મૂક્યું ને ખાવા સૂચન કર્યું. ખાતાં પહેલાં તો ડર લાગ્યો, પણ ખાધું ત્યારે તો દૂધથી પણ ભારે સ્વાદીલું લાગ્યું. દૂધમાં મોળી મીઠાશ હતી, આમાં ખટમધુરો સ્વાદ હતો. સહુ હોંશે હોંશે આરોગી ગયાં. જોતજોતામાં પાત્રનું તળિયું દેખાયું. તળિયાના ભાગમાં આંબલીના કાતરા પડ્યા હતા. આંબલીના કાતરા ફેંકી દેતાં કુળવાસીઓએ કહ્યું : “રે, આ બાળકો કેવાં તોફાની છે ! કેવી કેવી નકામી ચીજો આવી અમૃત જેવી વસ્તુઓમાં નાખી દે છે ! પ્રભુ, આ વસ્તુ કઈ શક્તિના બળે બનતી હશે? શું અમે તેને રોજ પ્રાપ્ત કરી શકીશું?” ૯૮ ભગવાન ક્ષભદેવ Page #118 -------------------------------------------------------------------------- ________________ “અવશ્ય.” “કેવી રીતે ? કયા મંત્રથી ? કયા અભિચારથી ? કોના આશીર્વાદથી ?”’ “આ કાતરાના આશીર્વાદથી ! જે વસ્તુને તમે બાળકોનાં અડપલાં સમજી નાખી દીધી, એના જ બળથી આ વસ્તુ બનશે - તમને જોઈશે તેટલી.” “આંબલીના કાતરાથી ?” “હા, તેની ખટાશથી ! પણ હવે તો જેમ એક ગૃહ-અગ્નિથી બીજો અગ્નિ પ્રગટે છે, તેમ આ એકમાંથી જ બીજું બનશે.” “આનું નામ ” “ધિ. દધિ ધિને બનાવશે. દૂધના ઘડામાં થોડું ધિ નાખજો : પછી દધિ જ ધિ !” આ દધિએ તો કુળવાસીઓમાં આનંદ પસારી દીધો. પણ એક દિવસે આ ધિ પર પણ દેવોનો કોપ ઊતર્યો. દધિ બે-ચાર દિવસ રાખી મૂકતાં, એ આમલીના કાતરા કરતાં પણ ખાટું બની જવા લાગ્યું; ખાવામાં અપ્રિય અને હાનિકર્તા ભાસ્યું. તેઓ તો ફરી નાભિદેવ પાસે ગયાં. નાભિદેવે એક મોટા પાત્રમાં એ ખાટું બનેલું, શાપિત દધિ નંખાવ્યું, ને પોતાના હાથમાં ધારણ કરેલ દંડને ખૂબ ઘુમાવવા કહ્યું. દહીં તો પાણી પાણી થઈ ગયું, પણ એના ઉપર ચીકણો, ચળકતો પદાર્થ તરી આવ્યો. નાભિદેવે એ તરતો સ્નિગ્ધ પદાર્થ જુદો તારવી સહુને ચાખવા આપ્યો. અરે, દૂધને ભુલાવે, દધિને વિસરાવે તેવી સ્વાદિષ્ટ વસ્તુ એમાંથી પેદા થઈ હતી ! ખાતાંની સાથે જાણે દેહમાં બળનો અધિદેવ જાગ્રત થઈ જતો. અદ્ભુત કરામત છે, નાભિદેવના રાજદંડની ! અરે, આ તો જાદુઈ લાકડી ! “પ્રભુ, આનું નામ ?” “નવનીત-માખણ. જે સફેદ પાણી બાકી રહ્યું છે, એનું નામ તક્ર-છાસ. એને નકામી ન સમજશો. એ પણ તમને આરોગ્ય, આયુષ્ય ને બળ આપશે. વપરાતાં વધેલા માખણને તમારા અગ્નિ પર તપાવી લેજો; એ દિવસો સુધી રહી શકશે.” “હે દેવ, આ પયોધરધારી પશુમાં કોઈ દેવ વસતા લાગે છે ! અમે એની અર્ચા કરીશું, પૂજા કરીશું, એને રહેવા કુટી આપીશું, એને ચરવા ઘાસ ને પીવા જળ આપીશું. અને જીવથી એનું જતન કરીશું. વિરહિણી મહાદેવી * ૯૯ Page #119 -------------------------------------------------------------------------- ________________ “તો એ તમારું જતન કરશે.” પયોધરધારી પશુઓનું સંરક્ષણ-સંવર્ધન એકદમ વધી ગયું. પ્રત્યેક માનવીના આંગણામાં આ પયોધરધારી પશુ માટે પર્ણકુટી ખડી થઈ ગઈ. ગૃહ-અગ્નિની જેમ આ પશુનું પાલન પણ એક વિધિરૂપ થઈ ગયું. પણ આથી અપયોધરધારક પશુઓ પર થોડી આપત્તિ આવી. સ્વાર્થી માનવ તેમની દરકાર ઓછી લેવા લાગ્યો. છતાં તેઓએ પણ પોતાનું સ્થાન તરત લઈ લીધું. કેટલાંક પ્રાણીઓએ આંગણાના છેડા પર ધામા નાખ્યા, ને ચોકીનું કામ શરૂ કર્યું. વનમાંથી છાનાં છત્તાં ચાલ્યાં આવતાં જંગલી પ્રાણીઓને નસાડવાનું કામ વગર કહે સ્વીકારી લીધું. તેઓએ કોઈ ભયંકર વનચરના આગમનની માહિતી, ખૂબ મોટા સ્વરે, સહુને આપવા માંડી. કુળવાસીઓને આ પ્રાણી વહાલું લાગ્યું. એની હાજરીમાં માનવી આહાર-નિદ્રા નિશ્ચિતતાથી લઈ શકતાં. વળી પયોધરધારી પશુઓ સ્વભાવે શાંત હતા, અને આ પશુઓમાં ઝનૂનનો વધુ અંશ હતો, એટલે જ્યારે એ પશુઓ વનમાં કે રાનમાં ચારા માટે ફરતાં ત્યારે આ ચોકીદાર પ્રાણી એની રક્ષા કરતું. વ્યાપદોથી રક્ષા કરનાર એ પ્રાણીનું નામ શ્વાન રાખ્યું. આ રીતે પયોધરધારી ને ચોકીદાર એ બે પ્રકારનાં પશુઓએ માનવજાતમાં સ્થાન લઈ લીધું. હવે બાકી બચેલાં પશુઓએ પણ માનવજીવનમાં મદદ કરવા માંડી. કુળનો વિસ્તાર ઘણો હતો. એક કુળથી બીજે કુળ પગે ચાલીને જતાં ઘણો વિલંબ થતો. કોઈ વનપશુના કે વનમાનવોના હુમલાને વખતે પારસ્પરિક સહાય માટે ધાર્યા સમયે પહોંચી શકાતું નહીં. આ કામ કેટલાંક પાતળા પગવાળાં શીઘ્રવેગી પશુઓએ માથે લીધું; માનવીને પ્રવાસના પરિશ્રમથી બચાવી લીધો. માનવીએ પોતાના આંગણામાં તેઓને સ્થાન આપ્યું. કેટલાંક પ્રાણીઓ ભારવહનનું કાર્ય પણ કરવા લાગ્યાં. માનવી માનવી વચ્ચે આ પરિસ્થિતિમાં વેરઝેર ઓછાં થતાં ગયાં. જવાઆવવાની સગવડ વધી તેમ સહકાર વધતો ગયો. એકબીજાની મિત્રતા કેળવવા માંડી. જીવનનો પારો ઊર્ધ્વગામી બનતો ચાલ્યો. કુમાર વૃષભધ્વજનું માનવોદ્ધારનું કાર્ય સફળતા વરવા લાગ્યું. જ્યાં જ્યાં આ સંદેશ પહોચ્યો, ત્યાં ત્યાં માનવી સળવળ્યાં. એકબીજાની દેખાદેખીથી વિકાસ સાધવા માંડ્યાં. ૧૦૦ ભગવાન ઋષભદેવ Page #120 -------------------------------------------------------------------------- ________________ “પણ રે ! કુમાર વૃષભધ્વજ ક્યાં ?” દેવી સુમંગલા, જે કુમારના સંગમાં સિંહણ સમી રહેતી, એ મહાનારી કુમારની રાહ જોઈ જોઈને હવે ગંભીર બનતી જતી હતી, એના અંતરમાંથી પ્રેમની સહસ્રધારાઓ વહેવા લાગી હતી. પેલા ગુનેગારોને તાડવૃક્ષ પરથી મુક્ત કર્યા હતા. એટલું જ નહીં, તેઓને મોટા મનથી પોતાના કુળમાં ભેળવી પણ દીધા હતા. એમાંથી જેઓ અષ્ટાપદનો માર્ગ જાણતા હતા, તેમને શીઘ્ર ભાળ લેવા રવાના કર્યા. કુળરચનાના કાર્યમાં દેવીએ દિવસોથી વેણી ગૂંથી નહોતી ઇંગુદીરસ ને પુષ્પવેણીની તો વાત જ ક્યાંથી હોય ? પથ્થરની શિલા પર દેવી શાંત, ચિંતામગ્ન બેસી રહેતાં. કદી કદી વૈદૂર્યમણિથી બાંધેલા કુંડ પર જઈ એના સ્વચ્છ જળમાં પોતાની પ્રતિકૃતિ નીરખી રહેતાં. ભોજનમાંથી આસ્વાદ ગયો હતો. પેયમાંથી મીઠાશ ગઈ હતી. દેહમાંથી તાજગી ધીરે ધીરે જતી હતી. વહાલાનો વિયોગ હવે એ મહાનારીને સાલતો હતો. એનું મન જાણે ધા નાખતું હતું : “પ્યારો વૃષભ ! પ્યારો વૃષભ ! સાથીવિહોણું કેવું નીરસ જીવન ! એક દિવસ સાથીવિહોણી સુનંદા રડતી હતી, હું હસતી હતી. હવે સમજાય છે કે માનવી કેવું સામાજિક પ્રાણી છે ! સાથી-સંગી વિના જીવન કેવું ભાસે છે ! “પેલી ગાય ને એનું વત્સ ! પેલું વત્સ ને એની માતા ! પેલાં મૃગ અને મૃગી ! પેલાં સારસ અને સારસી, ચાંચમાં ચાંચ ને મોંમાં મોં નાખી કેવાં ગેલ કરે છે ! અરે, પેલાં કપોત ને કપોતી, પાંખમાં પાંખ નાખી કેવી પ્રેમચેષ્ટા કરે છે ! “આખો સંસાર સુખી, દુઃખી એકલી સુમંગલા !” જાજરમાન દેવીનું મોં ઘડીભર ઓશિયાળું બની ગયું. “દેવી, કેશસંસ્કાર કરવા માટે આવ્યાં છીએ,” કુળવાસિની સખીઓ ધીરે ધીરે હાથમાં ધૂપ, ઇંગુદીસ વગેરે સામગ્રી લઈને આવતી હતી. તેમણે દેવીનો હાથ પકડી, બિલોરી કાચ જેવા સ્વચ્છ જળમાં એમનું મુખ નમાવતાં કહ્યું : “જુઓ તો ખરાં, વેણીની કેવી દશા કરી નાખી છે ! જાણે સુગરીએ માળો બાંધ્યો ! કુમાર તમને તો ઠીક, પણ અમને ઠપકો આપશે.” “ઠપકો કુમાર મને આપશે કે હું તેને આપીશ ? આ વેણી તો કુમારે ગૂંથવાની. એને આવીને જ્યારે ગૂંથવી હોય ત્યારે ગૂંથે !” “બા, આ દેહ સામું તો જુઓ ! આવું બાલાજોબન તો કદી પાંગર્યું નહોતું.” “અરે, હું તો ચિંતામાં અડધી થઈ ગઈ છું.” દેવી સુમંગલાએ શોક દર્શાવતાં વિરહિણી મહાદેવી × ૧૦૧ - Page #121 -------------------------------------------------------------------------- ________________ કહ્યું, “તમને વળી બાલાજોબન ને નવજોબનનાં નખરાં સૂઝે છે !” “કોણે કહ્યું? અમે તો રોજ તમને નવનવું રૂપ કાઢતાં ને પુષ્ટ બનતાં નીરખીએ છીએ.” સખીઓએ કંચુકી પર આંગળીના ટકોરો મારતાં કહ્યું : “અરે, આ નગુરાઓને તો જુઓ. એની પાસે તો સુવર્ણકલશ પણ હીન લાગે છે.” બટકબોલી સખીઓએ સુમંગલાનાં પુષ્ટ સ્તનો તરફ લક્ષ ખેંચ્યું. “જૂઠી છે આ નંદાદેવી ! સુવર્ણકળશ ક્યાં છે ? આ તો સુવર્ણકમળ છે, નહીં તો આ કાળા કાળા બે ભમરા ક્યાંથી આવીને બેસે ?” શ્યામ બનેલા સ્તનના અગ્રભાગ તરફ લક્ષ કરીને સખીઓએ કટાક્ષ કર્યો. “અને આ નિતંબનો ભાગ તો જુઓ ! વીણાના તુંબડાની જેમ ફૂલતો જ ચાલ્યો છે !” ને આ કપોલ પ્રદેશ ન જાણે કયા હર્ષથી પ્રલ્લિત બની રહ્યો છે !” સખીઓ, આ મશ્કરી મને પસંદ નથી. શું કુમારનો વિરહ મને સુખકર હશે ? નથી ખાવાનો આસ્વાદ, નથી પીવાનો રસ કે નથી નિદ્રા, ને છતાં મારો દેહ પ્રફુલ્લિત કેમ બને ?” “તમને કુમારનો વિરહ છે, એ અમે કબૂલ કરી છીએ. પણ તમારી પ્રફુલ્લિત દેહવલ્લરી કુમારના પ્રતિનિધિ જેવા કોક બે જીવોનો આગમનકાળ સૂચવી રહી છે.” બે જીવ ?” દેવી સુમંગલા હસી પડી, લજ્જાવત્ થઈ ગઈ. લજ્જાથી લાલ કમળની શોભાને પામેલા દેવીના આરક્ત ગાલોને બે બાજુથી બે સખીઓએ ચૂમી લીધા. “ચક્રવર્તીની માતા !” કોક અદશ્યમાં બોલતું હોય તેવા દેવીના અંતરમાં પડઘા પડ્યા. આ તો પ્રવાસે જતાં કુમારે કહેલી આગમવાણી ! “અરે, શું કુમાર આવ્યો !” ના ના, માતા મરૂદેવા આવે છે. અરે, તેમના હસ્તમાં રક્ત આસોપાલવને બદલે શ્વેત આસોપાલવની વેણી છે. આપણું કહ્યું તો દેવીએ ન માન્યું. ચાલો હવે શું થાય છે, તે જોઈએ.” બેટા, આ શ્વેત આસોપાલવ સિદ્ધિદાતા છે. તારી આશાઓની સિદ્ધિ ઘણી જલદી થશે.” “વડીલનું વચન ફળો !” શરમાતી, નવોઢાની ભાવોર્મિને સ્પર્શી રહેલી દેવી સુમંગલાએ કહ્યું. ૧૦૨ ભગવાન ઋષભદેવ Page #122 -------------------------------------------------------------------------- ________________ “બેટા, મેં આજ સ્વપ્નમાં ગંભીરાવર્ત શંખને વાગતાં સાંભળ્યો : મારો લાડકવાયો આવ્યો સમજ.” “સહુનો લાડકવાયો, બા ! કુમાર કોને પ્રિય નથી ?” “સહુને.” “ના, સહુથી વધુ મને” દેવી સુમંગલાએ કહ્યું. ના, સહુથી વધુ મને,” મરુદેવાએ કહ્યું. “સહુથી વધુ અમને,” સખીઓએ કહ્યું. ના, અમને !” આંગણામાં ઊભેલી નંદાવર્ત ગોએ કહ્યું. હર્પ પર બેઠેલો મોર ટહુકા કરતો બોલી રહ્યો : “કોને ? કોને ? અમને ! અમને !” આ વિવાદનો નિર્ણય કોણ કરે? વિરહિણી મહાદેવી ૧૦૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૩ માનવી દેવોને પણ પૂજ્ય અનન્ત ક્ષિતિજ સુધી હિમ પથરાયો હતો. પશુઓ ત્યાં ચરતાં નહોતાં. પક્ષીઓ ત્યાં ગાતાં નહોતાં. ચારેતરફની સ્મશાનશાંતિમાં જાણે પૃથ્વીનું શબ શ્વેત અંબર ઓઢીને પડ્યું હતું. ધુમ્મસનું ગાઢ વાદળ આકાશથી પૃથ્વીને સાંધી રહ્યું હતું. ન ઝરણાંનો કલરવ કાને પડતો, ન સાગરનું સંગીત. કપૂરની લાકડીઓશાં વૃક્ષ તો જાણે જીવતાં શાપિત થયાં હતાં. પહાડના પહાડ ગળીને હિમ બની ગયા હતા. હિમ, હિમ ને હિમ ! જ્યાં નજર નાખો, જ્યાં દૃષ્ટિ ફેંકો ત્યાં હિમ, હિમ ને હિમ ! માનવબાળ આવા સ્થળે ક્યાંથી જડે ? જીવન જાણે મોતમાં થીજી ગયું હતું. આ નિશ્ચેતન વિરાટ હિમપ્રદેશ પરથી એક માનવી સડસડાટ ચાલ્યો જતો હતો. વજ્ર સમી એની કાય હતી. દીર્ઘ એની દેહ હતી. એનાં ભારે પગલાંની મુદ્રા હિમમાં અંકાતી જતી હતી. સુવર્ણ વર્ણવાળો દેહ જાણે આ સફેદ સૃષ્ટિમાં દીપકનો પ્રકાશ ફેંકી રહ્યો હતો. એ માનવને પગલે પગલે ઉષા આવતી દેખાઈ, દિવસોની કાળાશ ધોવાવા લાગી. દિવસની નાયિકા, જીવનસખી ઉષાને આવતી નીરખી કોણ મત્ત ન થાય ! શ્વેત શુભ્ર હિમ પર પથરાતી લાલરંગી ઉષા હિમના પ્રદેશને જાણે સોને મઢી રહી હતી. પણ પેલા મહામાનવને થોભવાની નવરાશ નહોતી. એના પગલે પગલે આવતી ઉષાને, સોનલવર્ણા સુવર્ણ કિ૨ણોને, આલસ્ય તજી જાગતા જીવનને નીરખવાની એને હૈયે નિરાંત નહોતી. Page #124 -------------------------------------------------------------------------- ________________ દીર્ઘ એની સફર હતી. કંટાકર્ણ એનો માર્ગ હતો. થીજેલા ઘી જેવો હિમ, સૂર્યનાં નવીન કિરણોની આતાપનામાં પ્રવાહી બની ઝરણાંના નાદે વહેતો થયો હતો. મૃત જેવાં ઝાડપાન પાંગરી ઊઠ્યાં હતાં. છમાસી નિદ્રાના ઘારણ આજ વહેલાં વહેલાં તૂટતાં હતાં. ઊંડા કૂબાઓમાં મૃત્યુ જેવી નિદ્રામાં પડેલાં માનવ-જંતુ નવીન ઉષ્મા પામી બહાર નીકળતાં હતાં. પશુ-પક્ષી પણ વહેલાં વહેલાં વાસસ્થાનો છોડી મેદાને પડ્યાં હતાં. અરે, આજ વસંત કાં વહેલી આવી ?” છમાસી નિદ્રાને ટેવાયેલાં નરનાર એકબીજાને પૂછી રહ્યાં હતાં. ફૂલ જલદી ખીલવા લાગ્યાં હતાં. દ્રાક્ષાવેલા તો જોતજોતામાં લચી પડી. વનફળો ને વનમધુ તો ભારથી લદાઈ ગયાં. હિમપ્રવાહ મધુર સંગીત છેડતો વહી નીકળ્યો. સૃષ્ટિ સ્વરૂપ બદલી બેઠી, પણ પેલો મહામાનવ આગળ ને આગળ વધતો હતો. એને પગલે પગલે સમૃદ્ધિ જાગી હતી, પણ એ તો પંથ કાપે જતો હતો. “જુઓ, જુઓ, ઋતુનો સ્વામી–સ્વયં વસંત–અહીંથી જ ગયો છે. આ એનાં ચરણ ! આવાં પગલાં આપણી દુનિયામાં કોનાં છે ? અને આ પદ્મની છાપ હિમથી બળેલાં આપણાં ચપટાં તળિયાંમાં ક્યાંથી સંભવે !” જાગેલાં માનવીઓ વાતો કરવા લાગ્યાં. પશુઓ પણ પોતાની બોલીમાં આ નવવસંતની જ વાત કરતાં હતાં. આ “નથી દિશામાં આંધી, નથી આકાશમાં ધુમ્મસ ! સૂર્ય પણ કેવો ચોખ્ખો છે ! આ નવજીવન કોણ લાવ્યું ?” હિમપ્રદેશની એક આગેવાન સ્ત્રીએ હાથમાં રહેલું ફૂલ એ ચરણપંક્તિ પર મૂક્યું. બીજાંઓએ એનું અનુકરણ કર્યું. અચાનક એક છીંકોટાએ વનપ્રદેશને ગજવી મૂક્યો. નવજાગ્રત નરનારીઓની દૃષ્ટિ એ દિશા તરફ વળી. હિમવાન પર્વતનું વાસી, ભલભલાં વનચરોને ધ્રુજાવનાર, સફેદ મહાકાય રીંછ શિકારે નીકળ્યું હતું. છ માસની નિદ્રાએ એની સુધાને અગ્નિની જેમ પ્રજ્વલિત કરી હતી. એ અગ્નિને શાંત કરવા આહારની જરૂર હતી. અને વાહ રે કુદરત ! જાગતાંની સાથે જ જાણે સુંદર શિકાર એની આંખ સામે આવી ઊભો. એક મહાકાય માનવી પાસેથી સરતો દેખાયો. રીંછે પ્રચંડ ધ્રુજારી સાથે પોતાની કેશવાળીને હલાવી; કોઈ ઋષિની દાઢી પરથી જેમ શ્વેત જલકણ સરી પડે, એમહિમની પોપડીઓ એની દેહ પરથી ખરી પડી. માનવી– દેવોને પણ પૂજ્ય ૧૦૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ બીજી જ ક્ષણે એણે છલાંગ મારી. એક જ સપાટો ને મામલો ખતમ, મીઠો મજાનો ભક્ષ પંજામાં. હિમવાન પર્વતના આ અધિરાજને શું અશક્ય હતું! પણ અજબ જેવી વાત ! મહામાનવ તો એની છલાંગને ચૂકવી પાસે જ શાંત ને સ્વસ્થ ઊભો રહ્યો; ન નાસવાનું કે ન ભાગવાનું. એનું એક પણ રૂંવાડું ભયથી ધ્રૂજતું નહોતું. એના એક પણ અંગમાં કમકમાટી નહોતી. એની આંખમાં તો જાણે નિર્મળ ઝરણ જેવી પ્રભા દમકી રહી હતી. “અરે દોડો, દોડો ! જેના પગલે વસંત વહેલી આવી, એના પર જીવલેણ હુમલો ! આ ભૂખ્યો રાક્ષસ એને નહીં મૂકે !” હિમવાન પર્વતનાં વાસીઓ ખળભળી ઊઠ્યાં. વૃક્ષની ડાળીઓ, હિમના ગોળા, પથ્થરના તીણ ટુકડા લઈ સહુ દોડ્યાં. પણ હિમ પર સડસડાટ દોડવું, એ કંઈ સહેલું નહોતું, એ પહેલાં તો ત્યાં રમત પૂરી થઈ જાય, ખેલ ખલાસ થઈ જાય ! આંખો ચોળતાં, ભૂખ્યાં માનવી પેલા નવા માનવીની મદદ માટે ધાયાં. પણ ત્યાં નર અને પશુ વચ્ચે અદ્ભુત ખેલ મંડાયો હતો. પેલા માનવીની આંખો એ રાક્ષસની સામે *તકતક નીરખી રહી હતી, ને પેલા રાક્ષસના પગ જાણે ઢીલા પડતા જતા હતા. આંખોથી આંખો દૂર રાખવા એ ઘણી મહેનત કરતું, પણ જાણે એનો દેહ એને વશ રહ્યો નહોતો. એનું બળ, એનો ગર્વ, એનું પરાક્રમ એળે જતું લાગ્યું. માનવી તો નિર્ભય ખડો હતો—ફક્ત એક વાંસના છે.. પણ રે સુધા ! તું જ ભુલાઈ ગઈ, તો પછી બિચારું પ્રાણી તો શું કરે ? આ તારામૈત્રી કેટલીએક પળ ચાલી. રાક્ષસ ધીરે ધીરે ભૂમિ સુંઘતો નજીક આવ્યો. ઝીણી ઝીણી ઘુઘવાટી કરી કૂતરો પૂંછડી પટપટાવે તેમ તેણે કરવા માંડ્યું. એણે માનવીના પગ ચાટ્યા–શી મીઠાશ ! એ મીઠાશ સુધાની નહોતી, તૃપ્તિની હતી, અંતરની કોઈ અગમ્ય મીઠાશ હતી. માનવીએ પ્રેમથી એની લાંબી રુંવાટી પર હાથ ફેરવ્યો. ભૂખ્યો રાક્ષસ પ્રેમઘેલો બન્યો. એણે પોતાના પંજા માનવીના ગળાની આજુબાજુ નાખ્યા. એ હેત કરી રહ્યું. પણ આ હેતના દશ્ય હિમપ્રદેશનાં વાસીઓને ગભરાવી મૂક્યાં. * આવા બનાવો આજે પણ બને છે. ચંપાલાલજી નામના એક જૈન મુનિને એવો અનુભવ થયેલો. તેમણે એક હિંન્દ્ર જાનવર સાથે તારામૈત્રક રચ્યું ભયંકર વાઘ આડે રસ્તે ઊતરી ગયો. ૧૦૬ ભગવાન ઋષભદેવ Page #126 -------------------------------------------------------------------------- ________________ તેમણે ભયંકર કિકિયારી કરી. કિકિયારીનો પડઘો સર્વત્ર પ્રસરી રહ્યો. ગળે વીંટાયેલું રીંછ પડઘા સાંભળી ચમક્યું. એની આંખોમાં પ્રતિહિંસા ઝળકી ઊઠી. એ છલાંગ મારી દૂર જઈ ઊભું. “ડરીશ મા, ભાઈ !” માનવીએ શબ્દો ઉચ્ચાર્યા, ને ફરી જાણે એ નિર્ભય બની ગયું. એ નજીક સર્યું. પણ કિકિયારીઓ વધતી જતી હતી. માનવીઓ સમીપ આવી પહોંચ્યા હતા. હિમપ્રદેશનો આ અધિપતિ એક છલાંગે પાછો હઠ્યો, ને બીજી છલાંગે ઊંડી ગુફામાં સરી ગયો. વિચિત્ર ભાષા બોલતાં આ માનવપ્રાણી પેલા મહાકાય પુરુષની સમીપ આવ્યાં. વનનો વિકરાળ રાક્ષસ જ્યારે આ પુરુષને કંઈ ન કરી શક્યો, ત્યારે નક્કી આ કોઈ મૃત્યુલોકની બહારનો પુરુષ ! ખુદ મૃત્યુ પણ એને સ્પર્શ ન કરી શક્યું ! અમર માનવી ! ન સહુ એના પગમાં આળોટવા લાગ્યા. પેલા મહામાનવની આંખોમાં કરુણાના મેઘ ઘટાટોપ જમાવી રહ્યા હતા. આ માનવયૂથમાં કોઈ નગ્ન હતા, કોઈ અર્ધનગ્નઃ ક્ષુધાથી એમનાં અસ્થિ બહાર નીકળ્યાં હતાં. અરે, સૃષ્ટિનો અદ્ભુત જીવ તે માનવી ! એ માનવ આવી દીનહીન દશામાં રહે ? પશુથી પણ હીન રહે ? એને ખાવા માટે પશુની જેમ હાડ-માંસ જ જોઈએ ? પશુના જેવો જ ખોરાક ? પશુના જેવાં જ વાસસ્થાન ? પશુના સંસ્કાર ને પશુની સંસ્કૃતિ ? પશુયે પરસ્પરની બોલી સમજે, માનવીમાં એ પણ નહીં ? વાઘ વાઘને ન ખાય ! અને માનવી માનવીને પોતાનો ખોરાક સમજે ! આ માનવજાતનો ઉદ્ધાર કેમ થાય ? રે ! નાભિ-શાસનના એ રસિયા કેમ બને ? કુળકરોની પ્રજા એ કેમ બને ? એક જ ભાષા, એક જ ભાવ, એક જ દેશ ને એક જ આચારવિચારવાળા એ કેમ થાય ? સંસ્કૃતિનું સૂત્ર સહુને ઐક્યના ભાવે કેમ બાંધે? સંસ્કારનાં બંધન સહુને સુખને ઝૂલે કેમ ઝુલાવે ? હિમવાસીઓ પોતાની કૃતજ્ઞતા અજબ રીતે પ્રદર્શિત કરી રહ્યા હતાઃ કોઈ એમના ચરણે વનમેવા મૂકતા હતાં. કોઈ એમને મધપૂડાની ભેટ ધરતા હતા. કોઈ એમને તાજું આણેલું ભક્ષ ભેટ આપતા હતા. “અરે, એમને હૂંફ માટે કોઈ સાથી ક્યાં છે ?” કોઈ કોઈ તો હિમપ્રદેશની ફૂટડી શ્વેતાંગી સુંદરીઓ એમને અર્પણ કરવા લાગ્યા. માનવી – દેવોને પણ પૂજ્ય ૧૦૭ Page #127 -------------------------------------------------------------------------- ________________ જેને પગલે વસંત વહેલી આવી, જેને હિમપ્રદેશનો મહાન રાક્ષસ પણ નમીને ચાલતો થયો, એનું સન્માન કોણ ન કરે ? સહુ સ્વાગત અર્થે બોલવા લાગ્યા : “દેવ છો ! આકાશના વસનાર છો ! ગર્જનાના સ્વામી છો ! વીજળીના વજ્રના ધારક છો ! “ના, ના, પૃથ્વી પર ચાલનારો તમારા જેવો જ મનુષ્ય છું.” મહામાનવે સંજ્ઞાથી સમજાવ્યું. “અમારા જેવા માનવ ?” કોઈને શ્રદ્ધા ન બેઠી. સંશયથી સહુ એકબીજા સામે જોઈ રહ્યા. આપણા જેવો હોય તો પેલો હિમપ્રદેશનો શ્વેત રાક્ષસ એમને આમ કાંઈ લટુડાંપટુડાં કરે ? દેહને ખાઈ જવાનું મન થાય તેવી ક્ષુધા હોય છતાં એમને જીવતા મૂકી કાંઈ ચાલ્યો જાય ? “અમે તો પામર છીએ. તમે તો દેવ છો. ભલા, એ રાક્ષસને તમે કેમ જીત્યો ?’ “પ્રેમથી, નિર્ભયતાથી.” આ શબ્દોનો ભાવાર્થ કોઈ ન સમજ્યું. પણ એની ચેષ્ટાથી આ બધા કંઈ કંઈ સમજી રહ્યા. આવો દેવતા આપણી સાથે હોય તો કેવી નિર્ભયતા રહે ? “તમે અહીં રહેશો ?” “અવશ્ય, પણ હમણાં નહીં. તમારામાંથી કોઈ અષ્ટાપદનો માર્ગ જાણો છો ? એનું વાસસ્થાન પારખો છો ?” “અષ્ટાપદનું વાસસ્થાન અષ્ટાપદ પર્વત. કોક ઘરડા જાણતા હોય તો ભલે ! પણ હે દેવ ! અમારા વડવાઓએ એ દિશા તરફ જવાની અમને બંધી. કરી છે. જેને મરવું હોય એ ત્યાં જાય–ત્યાં ગયેલો કોઈ પાછો આવ્યો જાણ્યો નથી” “મારે ત્યાં જવું છે.” સહુ આશ્ચર્યમાં એકબીજા સામે મોં ફાડીને જોઈ રહ્યાં. “એકાદ જણ રસ્તો બતાવી ન જાઓ ! “જરૂ૨, પણ ઓ દેવ, ત્યાં કોઈ માનવ જતું નથી, એ તો રાક્ષસોની ભૂમિ છે.” “એ ભૂમિને હું માનવને યોગ્ય બતાવીશ,” એ રૂપાળા માનવીએ મૂઠીઓ વાળીને મક્કમતાથી કહ્યું, “પણ આમ આવો. તમે થર થર ધ્રૂજો છો. તમને શીત બહુ પજવે છે, કાં ? તેને દૂર કરવાનો માર્ગ બતાવું.” ૧૦૮ * ભગવાન ઋષભદેવ Page #128 -------------------------------------------------------------------------- ________________ “શીત ? એ કેમ દૂર થાય ? એ તો સ્વર્ગમાં વસતા માનવદ્વેષી રાક્ષસના નિશ્વાસ છે. એ નિશ્વાસના બળથી છ છ મહિના સુધી એ અમને જીવતામૂએલા જેવા બનાવી નાખે છે. અંધકારમાં, હિમમાં, ધુમ્મસના વંટોળમાં એ આવીને અમારાં બાળકોને, અમારાં સાથીઓને ભરખી જાય છે.” “એ શીત નામનો રાક્ષસ હવે તમને પજવી નહીં શકે. અહીં આવો, ને થોડું સૂકું ઘાસ લઈ આવો.” સૂકું ઘાસ આવી ગયું. પેલા રૂપાળા માનવીએ પાસે પડેલા બે ચમકતા પથ્થરો લઈને જોરથી ઘસ્યા. એમાંથી તેજનાં સ્ફુલ્લિંગ ઝર્યા. ઘાસમાં ઝગારો થયો, ને થોડી વારમાં અગ્નિની રાતી રાતી શેડો પ્રગટી નીકળી. દિશાઓમાંથી હજી ઠંડી હવાની લહેરો આવતી હતી, પણ જેઓ આ અગ્નિની પાસે બેઠા, તેઓને જાણે તે કંઈ કરી શકવાને અસમર્થ હતી, “હાશ ! જે ટાઢ પૃથ્વીના ભૂગર્ભમાં કે જાનવરનાં ચામડાં ઓઢીને અંધકારમાં પડી રહ્યા છતાં દૂર થતી નહોતી, તે હવે વિશાળ આકાશની નીચે ખુલ્લી દિશાઓમાં બેઠાં બેઠાં ભગાડી શકાશે.” સહુ આજુબાજુ બેસી ગયા, ને સુખદ આતાપના લેવા લાગ્યા. કેટલાક એને સ્પર્શ કરી જોવા ગયા, તો દાઝયા. “દૂર રહી એનું સન્માન કરો !” આટલી વારમાં તો પેલા દેવપુરુષે માટીનો પિંડ લાવી એક પાત્ર બનાવ્યું, ને એને અગ્નિમાં મૂકી દીધું. સાથે સાથે કેટલાંક ફળો ને કંદ અગ્નિમાં નાખ્યાં. થોડી વારમાં પેલું પાત્ર પણ તૈયાર થયું ને પેલાં ફળ પણ પાકી ગયાં. ફળોનો શો મધુર આસ્વાદ ! “અરે, આ તો કોઈ અદ્ભુત માનવી ! એના હાથ અડ્યા ને ફળોમાં કેવો સ્વાદ આવ્યો !” ખાધા પછી પણ સહુ જીભને હોઠ પર પંપાળવા લાગ્યા. “આ પાત્રમાં પાણી ભરો. પેલી વનસ્પતિઓને એમાં નાખો, બરાબર ઉકળો. એક નવા પ્રકારની રસવતી તૈયાર થશે.” આ પછી પેલા તેજસ્વી માનવે જીવન સુખો, જીવવાયોગ્ય બને એવી અનેક વિધિઓ તેમને દર્શાવી. નાનાં નાનાં હૂંફાળાં ઘર, આંગણામાં પ્રજળતો ગૃહઅગ્નિ, પથ્થરનાં શસ્ત્રાસ્ત્ર, જંગલનાં મળતાવડાં પશુઓનો ઉપયોગ, એકબીજાની મદદની તૈયા૨ી વગેરે ઘણું ઘણું શીખવ્યું. હોંશીલા માનવીઓએ બધી વાતો ચિત્ત દઈને ગ્રહણ કરી. વાતવાતમાં આ પ્રદેશ વસી ગયો. “હે દેવતા, અષ્ટાપદ ગયા વગર નહીં ચાલે ? ભલભલાના મોતિયા મરી જાય છે ત્યાં તો !” માનવી – દેવોને પણ પૂજ્ય ૨ ૧૦૯ - Page #129 -------------------------------------------------------------------------- ________________ “જવું જ પડશે !” ને પેલા રૂપાળા પુરુષે ઊભા થઈ વિદાય લીધી. પરિચય તો માત્ર થોડો જ, પણ જાણે યુગોનો સંબધ ન હોય, તેવો સ્નેહ બંધાઈ ગયો. જુદા પડતાં દુ:ખ થવા લાગ્યું: “આ જુદા પડવાનું પણ શા માટે ? મૃત્યુના મોંમાં જવા માટે ! સંસારના મહાપ્રાણી અષ્ટાપદથી કોઈ માનવી બાથ ભીડી શક્યું છે ?” પણ જનારને રોકવાની શક્તિ કોઈની પાસે નહોતી. સહુ વળોટવા ચાલ્યા. કેટલાક મોતની માયા મૂકી સાથે ચાલ્યા. સાથે જનારાને પણ વળોટાવા લોકો આવ્યા. પણ કોઈ પાછા ફરવાની વાત કરતું નથી. જંગલોનાં જંગલો પાર કર્યા તોય પાછા ફરવાનું કોઈને દિલ થતું નથી. સહુને થતું : પાછા ફરીને પણ ત્યાં શું આપણું પડ્યું રહ્યું છે ? હવે તો જ્યાં વહાલો વૃષભ ત્યાં આપણે ! આપણને જેણે જીવન આપ્યું, જીવન જીવવાની સમજ આપી, કુદરતનાં ગુપ્ત હેતુઓનું રહસ્ય દર્શાવ્યું, એને કેમ છોડી શકાય? એની જે ગતિ તે આપણી ગતિ હો !” વિચિત્ર પ્રદેશો, ભયંકર પહાડો, વિકરાળ જ્વાળામુખીઓ, મગર ને વિષધર સાપોથી છલકાતાં નદીનવાણો, ભયંકર વનેચરો–આ બધાની વચ્ચેથી તેઓનો માર્ગ પસાર થતો ગયો. સાથે સાથે જે જે વનમાંથી, જે જે ગુફાઓમાંથી માનવી મળ્યા ત્યાં ત્યાંથી એકત્ર કર્યા. તેઓને નવજીવન આપ્યું. તેઓને જંતુજીવનમાંથી ઊંચે ચઢાવ્યા. નાનાં નાનાં અનેક કુળો સ્થપાયાં. ભયંકર પ્રવાસ કલ્યાણમય બન્યો. અનિષ્ટ એકે ન સ્પર્યું. .....ને અષ્ટાપદનું ગગનચુંબી શિખર દેખાયું. એના શિખર પરથી આભઊંચી જતી અગ્નિજવાળાઓ ગમે તેવાની હિંમત હરી લેવા લાગી. માનવના માંસની ગંધ નાકને ગૂંગળાવવા લાગી. પહેલાં માનવી ખોપરી અને શિંગડાંને પાત્ર તરીકે વાપરતો. “દેવ, અહીં થોભી જાઓ. આગળ વધવું સલામત નથી.” અષ્ટાપદ મારા પ્રિય સુયોધને હરી ગયો છે. એની પાસેથી એ અણવો રહ્યો. તમે થોભો ને રાહ જુઓ. હું આવું છું.” દેવ જેવો માણસ સડસડાટ ચાલ્યો ગયો. સહુ ચારે દિશાઓમાં ભયભીત નજર ફેરવતા જોઈ રહ્યા : “અરેરે, આવો ઉત્તમ દેહ હતો-ન હતો થઈ જવાનો. એ જાય, એ જાય, જાણે પહાડ પર ચઢતો નથી, પણ ઊડતો જાય છે ! એને પગ નથી, પણ પાંખો છે ! ૧૧૦ ભગવાન ઋષભદેવ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અષ્ટાપદ અષ્ટાપદ પર્વત તો મહાભયંક૨ ! ભેંકાર ગુફાઓમાં દૃષ્ટિવિષ સર્પ બેઠા છે ઃ ફુત્કાર નાખતાં જ પશુ, પંખી કે ઝાડ–જે સામે આવ્યું તે—બળીને ભસ્મ થઈ જાય છે. ઊંડી ઊંડી કંદરાઓમાં વ્યાઘ્રમુખ મગર-મત્સ્યો ફરી રહ્યાં છે ; એમનાં નસકોરાંમાંથી અગ્નિના ફુવારા છૂટી રહ્યા છે. ભયંકર હાથીઓનાં ટોળાંના ચિત્કાર સદાસર્વદા સંભળાયા કરે છે. વૃક્ષનાં વૃક્ષ, વનનાં વન છૂંદતાં એ ટોળાં બેફામ ચાલ્યાં જાય છે. અષ્ટાપદની ભયંકર ગર્જના સિવાય એમનો મદ કદી શાન્ત થતો નથી. દિવ્ય ઔષધિઓનો અહીં ભંડાર છે. પર્ણો પર્ણો પ્રકાશના પુંજ ઠાલવતાં વૃક્ષો છે. અહીંનાં જ વૃક્ષોના રસથી પાણી ઉપર જમીનની જેમ પગ મૂકીને ચાલી શકાય તેમ છે. આ પહાડ જ અદ્ભુત છે. એના પથ્થરમાંથી દિવ્ય અંજન બને છે, અને એ અંજનથી અંધકારમાં પણ પ્રકાશની જેમ જોવાય છે. એની ઉપત્યકાના ઝરણમાં એવો રસ સદા નીતર્યા કરે છે, કે એનો ઉપભોગ કરનાર માનવી કદી વૃદ્ધ ન બને. અહીંનાં જીવજંતુ અત્યંત બલિષ્ઠ, દીર્ઘ આયુષ્ય ભોગવનાર છે, ને અહીંનો વાયુ ચંદનનાં વનોમાંથી આવે છે. સુંદર ઝરણાં, છલકાતાં નવાણો, લચી પડતાં ફળફૂલનાં વૃક્ષો, કંદમૂળથી ફળદ્રુપ ભૂમિ ! હવા સંગીત કરે છે, આકાશ પ્રકાશ રેલાવે છે, દિશાઓ જાણે આલિંગન આપે છે. કેવું સુંદર સ્થળ ! કુમારને પહેલી નજરે ભાવી ગયું. જીવનનું વિરામસ્થળ; Page #131 -------------------------------------------------------------------------- ________________ ચિંતનનું સુંદર ધામ, મૃત્યુનું અદ્ભુત વિરામસ્થળ ! જેટલું ભયંકર એટલું જ સુંદર ! મૃત્યુમાં જાણે નવજીવન ન બેઠું હોય, અદ્ભુત છે આ પહાડ ! ઊંચાં ઊંચાં એનાં શિખર આકાશથી વાતો કરે છે. એક એક શિખર પર અગ્નિજ્વાલાઓ વીંટળાઈ વળતી ઘૂમ્યા કરે છે. શિખરના મૂળમાં ભયંકર ઊંડાં જળ ઘુમરીઓ ખાતાં ફેરફૂદડી ફર્યા કરે છે. માનવશક્તિ તો રજકણની તોલે પણ કામ લાગે તેમ નથી. મોટા મોટા હાથી મચ્છરની જેમ સમાઈ જાય ત્યાં બીજા જીવજંતુની ગણના શી? છતાં પેલો માનવી ચાલ્યો જાય છે. એને હૈયે કંપ નથી, પગમાં જંપ નથી, મસ્તક તો આકાશની તરફ ઊઠેલું છે. ' અચાનક એક શિખર ફૂટતું હોય એવા કડાકા સાથે પર્વતમુખ ફાટ્યું. દિશાઓ કંપી ઊઠી. લાલ લાલ ભડકાઓથી આકાશ કેસરવણું થઈ ગયું. ચારો ચરતા હાથીઓનાં ટોળાંએ સૂંઢ મોંમાં નાખી દીધી. વાઘ-સિંહે ઝાડીમાં આશરો લઈ લીધો. વેંતિયા માનવી ભયથી બહાર આવ્યાં; જેવાં આવ્યાં એવાં આ બૂમથી નિપ્રાણ જેવાં થઈ ગયાં ! એક ભયંકર સનસનાટી વાતાવરણમાં પ્રસરી રહી. ભલે સંસાર કંપે, વીજળીઓ ચમકે, પણ જાણે આ માનવી ભયને પિછાણતો જ નથી. અવાજની દિશા તરફ એણે પોતાનો વેગ વધાર્યો. ધુમાડાના ગોટેગોટા એનો માર્ગ અંધારો કરી રહ્યા હતા. છતાં જાણે એને દિવ્ય ચક્ષુ હતાં. એ કેડી વગરના માર્ગે ચાલ્યો જ જતો હતો, પણ હવે આગળ વધાય તેમ નહોતું. વમળો ખાતાં, ઘૂમરીઓ લેતાં ઊંડાં જળ સામે આવીને ઊભાં. પગરસ્તે જવું અશક્ય હતું, જળરસ્તો ભયંકર હતો, પણ ધ્રુજી રહેલા શિખરે પહોંચવા માટે એ ટૂંકામાં ટૂંકો એકમાત્ર માર્ગ.હતો. માનવીએ ચારે તરફ નજર ફેરવી. પાણીનાં વમળોએ એક ઝાડના થડને કિનારે ફેંકી દીધેલું. એક જ પળ ને પેલા માનવીએ ધીરેથી થડને કોરવા માંડયું. થડમાં તો પાણી પર તરવાની કુદરતી શક્તિ ભરી છે. એનો લાભ માનવી કેમ ન લઈ શકે ? થડ પર બેસીને માનવી જઈ શકે, પણ એમાં જોખમ ઘણું હતું. જળચરો સહેલાઈથી હેરાન કરી શકતાં, ધારેલ માર્ગે જઈ શકાતું નહીં. એ માટે થોડી વારમાં એ અદભુત કલાકારે અંદર માનવી સુખે બેસી શકે તેટલી જગા કોરી કાઢી; આગળનો ભાગ છોલીને તીર જેવો પાતળો બનાવ્યો; ૧૧૨ ભગવાન ઋષભદેવ Page #132 -------------------------------------------------------------------------- ________________ ને પછી એ કાષ્ઠને ધકેલીને પાણીમાં તરતું મૂક્યું, પણ છીછરા પાણીમાં એને તરતું કરવું દુષ્કર હતું. કિનારા પર વાંસનાં જંગલો ભરેલાં હતાં. લીલાં કુમળાં વાંસનાં પર્ણ ચરતા હાથીઓએ હમણાં જ વાંસનાં અનેક ઝંડોને કચડી નીચે નાંખી દીધાં હતાં. તેમાંથી બે મોટા મોટા વાંસ ખેંચી લઈ જમીનમાં ભરાવી કાષ્ઠના નવા બનાવેલા વાહનને ધક્કો માર્યો. ઝાડનું થડ પાણીના પ્રવાહમાં જઈ પહોંચ્યું ને વેગ વધ્યો. આજની જલનૌકાએ એ દિવસે પહેલવહેલી પાણીમાં સફર કરી, પણ એ સફર આજના જેવી સહેલી નહોતી. પહાડ જેવડાં મોજાં ને નાનાશા કાષ્ઠખંડ જેવી નૌકા ! બીજી બાજુ ભયંકર જળચરોનો પોતાના શાંતિ-સામ્રાજ્યમાં આ નવી દખલગીરી સામેનો જીવલેણ વિરોધ, આ સફર નહોતી, પણ સતત સંગ્રામ હતો. એક જ પળની ચૂક ને આખી હોડી મહામત્યના પેટમાં કે જળના ભયંકર પેટાળમાં ગર્ક થઈ જાય ! પણ વાહ રે નૌકાનાયક ! બે વાંસની મદદથી એણે નૌકાને અજબ રીતે ઘૂમતી, પાણી કાપતી બનાવી દીધી. જળઘોડા, જળહાથી ને જલમગર આ નવા ઉત્પાતને પોતાની તીણી, સળગતી આંખે નીરખી રહ્યા પણ એ સળગતી આંખો સામે આજે એવી બે આંખો મંડાયેલી હતી કે જે સહુને નિસ્તેજ કરી નાખતી. સંગ્રામ-સફર ખેડતી આ નૌકા ઇષ્ટ સ્થળે પહોંચવાની તૈયારીમાં હતી, ત્યાં ઉપરથી મોટા મોટા સળગતા પથ્થરો ગબડતા આવતા જણાયા. થોડી વારમાં તો ભયંકર ઉલ્કાપાત મચી રહ્યો, પણ ત્યાં તો કોઈ પહાડ જેવડું મોટું કલેવર રક્તનીતરતું આવી રહેલું દેખાયું. હાથીના પગથી પણ જાડા જાડા એના આઠ પગ ઘાયલ દશામાં દડવડતા હતા. માર્ગનાં ગુફાઓ ને વૃક્ષો એના ભાર નીચે દબાઈ વૃંદાઈ જતાં હતાં. કોઈ મહારાક્ષસ પહાડ પરથી ગબડતો હતો. આમ તો એના દેહ પર શત શત ઘા હતા. પ્રાણના છેલ્લા શ્વાસોચ્છુવાસ ચાલતા હોય તેમ દેખાતું હતું. એની નિશાની તરીકે મોટી ગુફા જેવાં એનાં નસકોરામાંથી ઝીણી વિદ્યુતરેખા જેવી અગ્નિની રેખા નીકળ્યા કરતી હતી. એ રાક્ષસ બંને આંખે અંધ બન્યો હતો. અરે, આ જ અષ્ટાપદ !” નૌકામાંથી છલાંગ મારી જમીન પર કૂદકો અષ્ટાપદ ૧૧૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ મારતા પેલા માનવીએ કહ્યું, એની આંખો જાણે વેરભાવથી નહીં પણ વાત્સલ્યભાવથી ચમકી રહી. “શાન્ત થા, મહાપ્રાણી !” અને એણે જળ લાવીને એના તરફડતા દેહને સુખ પહોંચાડવા મહેનત કરવા માંડી. અરે, આ તો જીવનનો તો મિત્ર છે, પણ મૃત્યુનો પણ મિત્ર છે ! એના સ્વરો એવા મૃદુ હતા, કે મૃત્યુની છેલ્લી પળે ઝનૂની બનેલું એ મહાપ્રાણી પણ શાન્ત પડી ગયું. એણે પોતાની ભયંકર તીક્ષ્ણ ચાંચ માનવીના સુંવાળા હાથ પર ઘી, ને કાકલૂદીભર્યા સ્વરે છેલ્લી ઝીણી કિકિયારી કરી. એ કિકિયારી સાંભળી કિનારે આવેલાં જલમગર પણ પાણીમાં નાસી ગયાં. “અનેકનાં મૃત્યુ એ જ જેનો નિત્યનો ખોરાક, એને પણ પોતાનું મૃત્યુ કેવું લાચાર બનાવી મૂકે છે ! વાહ રે મૃત્યુ !” માનવીની આંખમાં કરુણાની સ્નિગ્ધતા હતી. એણે ફરીથી મરતાના મોંમાં પાણી રેડ્યું, એક મમતાભર્યો હાથ એના દેહ પર ફેરવ્યો. મહાપ્રાણી ધીરે ધીરે નિષ્પ્રાણ બનતું જતું હતું. ત્યાં પહાડની કરાડ પર ફરી ધસારો જણાયો; ઉપરથી કોઈ નીચે આવતું જણાયું. વેલાઓ એને વીંટળાઈ ગયા હતા. ધૂળ-માટીનો પાર નહોતો. બે-ચાર સાપ પણ એ વેલાની સાથે વળગ્યા આવતા હતા. આગંતુકના શરીરમાંથી રક્તના રેલા ચાલ્યા જતા હતા. મહાપ્રાણીની શુશ્રુષા કરનાર માનવીએ એ તરફ જોયું તો એના મોંમાંથી ચીસ નીકળી ગઈ : “કોણ, સુયોધ ” અને એ વાનરની છલાંગે ઠેક્યો; અને એણે હરણની ગતિએ પડતા સુયોધને પોતાના આજાન બાહુમાં ઝીલી લીધો. “દુષ્ટનો નાશ કરો !”” એ બૂમ સાથે ઉ૫૨થી ગબડતો સુયોધ બેભાન થઈ ગયો. શ્રમથી, ખેદથી, ક્ષુધાથી એની પહાડ જેવી કાયા ઓગળી ગઈ હતી; છતાં શૌર્યનો ઉદ્રેક એનો એ હતો. એના દેહ પરના ભયંકર ઉઝરડા, થયેલી ઝપાઝપીની તીવ્રતા દર્શાવતા હતા. પેલો રૂપાળો માનવી પહાડ જેવા સુયોધને રમકડાની જેમ ઉઠાવી પાણીની નજીક લઈ ગયો. એણે એના ઘા ધોયા, ને વનસ્પતિ મૂકી વેલાના પાટા બાંધ્યા; એને થોડું પાણી પાયું ને વનૢસ્પતિ મૂકી કપાળ પર હાથ મૂકી બેચાર મીઠા શબ્દો કહ્યા. એ શુદ્ધિમાં આવતો જતો હતો. એને હવે વનફળોના સાત્ત્વિક ૨સની જરૂ૨ હતી. અને એ માટે શોર્ધમાં જતાં સુયોધનું શું કરવું એ સવાલ હતો. એને એકલો કેમ મૂકવો ? ૧૧૪ * ભગવાન ઋષભદેવ Page #134 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદ સદાને માટે સૂઈ ગયો હતો. અને એની છેલ્લી ચીસે એ સમાચાર વનપર્વત, વનગુફા ને કંદરાઓમાં આપી દીધા હતા. જીવસમસ્તનો ભારે દુશ્મન આજે અજબ સંજોગોમાં નાશ પામ્યો, એની ખુશાલી ઊજવવા અષ્ટાપદ પર્વતની ગુફાઓમાંથી માનવીઓ ધીરે ધીરે ડોકિયાં કરતા બહાર નીકળતા હતા. અને અષ્ટાપદની પહાડી કાયાને શત શત ભાગમાં વહેંચાયેલી જોઈ સહુ એક વાર થનગની ઊઠ્યા, એમના દેહ પરથી જાણે ભયનો આંતક સદાને માટે ઊઠી ગયો. હવાનો સ્વતંત્ર આસ્વાદ, વનમાં સ્વચ્છેદ વિહરણ, નિકંદ્રતાથી વનમેવાનો ઉપભોગ, ન હવે સંતાન માટે ભય, ને હવે કૂબાની ચિંતા ! આયુષ્યના અંધારામાં નવજીવનની જાણે ઉષા ઊગી : અને એ બધું કોને આભારી ? પેલા બેભાન બનેલા માનવીને ! સહુ આભારથી નતમસ્તકે ત્યાં આવવા લાગ્યા. જિદ્વાથી આભાર કેમ વ્યક્ત કરવો, એની કોઈને ખબર નહોતી; પણ ચેષ્ટાથી, હાવભાવથી એ દર્શાવવા લાગ્યા, ફૂલના, ફળના, મધના, વનસ્પતિના ઢગલેઢગલા સહુ લાવતા હતા. અષ્ટાપદ પર્વત તો ઔષધિઓનો ભંડાર હતો. કોઈ કંઈ વાટીને લાવ્યું, કોઈ હાથમાં રસ લઈને આવ્યું. સુયોધના ઘા પર કંઈક લગાડ્યું કંઈક એને સૂંઘાડ્યું, કંઈક એને પિવરાવ્યું. બે-ચાર શ્વેતાંગીઓએ પાસે બેસી એને હૂંફ આપી. પર્વતવાસીઓ એકે એકે આવી રહ્યા હતા. પડખોપડખ વસવા છતાં જે એકબીજાને કદી મળ્યાં નહોતાં, એ આજે નિર્ભય વાતાવરણમાં મળી રહ્યા હતા. પોતાના જેવા જ એક માનવીએ અષ્ટાપદ પર્વતને નિર્ભય બનાવ્યો. તેઓ જોઈ રહ્યા હતા કે અષ્ટાપદ જેવા મહાપ્રાણીનો નાશ કરનાર પોતાના જેવો જ માનવી છે એને બે હાથ છે, બે પગ છે, એક માથું છે : અને એ વીરની શુશ્રુષા કરનાર પણ પોતાના જેવો જ હતો. આ દૃશ્ય સહુનાં મન ઉત્સાહી બની રહ્યાં. પણ દિશાઓમાં ફરી આંધી આવવા લાગી હતી. ઠંડીના વાયરા ને ગાઢ ધુમ્મસ વીંટળાઈ વળવા આવી રહ્યાં હતાં. એકઠા મળેલા પર્વતવાસીઓ ફરી ગુફામાં ભરાઈ જવા તૈયાર થયા, પણ સુયોધની સારવારમાં રહેલા માનવીએ સહુને ત્યાં જ રહેવા સૂચવ્યું, ને એણે પોતાની પાસે રહેલા બે પથ્થરો ઘસ્યા. ઘસતાંની સાથે એમાંથી તેના સ્તુલ્લિંગ ઝર્યા. એકઠા કરેલા ઘાસ પર સ્ફલિંગ અષ્ટાપદ છે ૧૧૫ Page #135 -------------------------------------------------------------------------- ________________ ઝર્યા ને ધુમાડાના ગોટા નીકળ્યા. થોડી વારમાં જ્વાળાઓ ભભૂકી ઊઠી. એકમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી, એમ પ્રકાશની રેખાઓ પાણીમાં પ્રતિબિંબ પાડી રહી. બધા તેની આસપાસ એકત્ર થઈ ગયા. અરે, આ તો અદ્ભુત ચમત્કાર ! ન ધુમ્મસ નડે છે, ન આંધી સ્પર્શે છે; હિમાળો જાણે ઓગળી ચાલ્યો; ન ગુફામાં દોડી જવાની ઉતાવળ છે, ને ન ઘાસ-પાંદડાંથી દેહ ઢાંકી દેવાની ફિકર છે ! કેટલાંક ફળો અગ્નિમાં પડ્યાં છે, એમાંથી કાઢીને બધાંને એક એક આપતાં જાય છે. વાહ વાહ, શો સ્વાદ ! આવું સ્વાદિષ્ટ સમૂહભોજન તો કદી જાણ્યું નહોતું ! અચાનક પહાડની કંદરામાંથી ભયંકર વ્યાઘ્ર-ગર્જના સંભળાઈ. ગર્જના રોમાંચ ખડા કરે તેવી હતી. સહુના હાથમાંથી સુસ્વાદુ ફળ પડી ગયાં, ને સહુએ નાસવાની તૈયારી કરવા માંડી. પણ પેલો માનવ ફરી આડો ફર્યો. એણે એક બળતું લાકડું લીધું ને વાઘની સામે જઈને ઊભો. અગ્નિ જોતાંની સાથે વનનો રાજા પૂંછ દબાવી પાછલા પગે નાસી છૂટ્યો. આ નીરખી પર્વતવાસીઓના આનંદનો પાર ન રહ્યો. તેઓ તો બળતું લાકડું લઈને ઊભેલા માનવીની આસપાસ કૂંડાળે વળી હાથ-પગ લાંબા-ટૂંકા કરી નાચવા-કૂદવા લાગ્યા. ઔષધિઓના અને સા૨વા૨ના પ્રતાપે સુયોધ બહુ જલદી સાજો થવા લાગ્યો. ધીરે ધીરે એણે સ્વસ્થતા મેળવી, ને પ્રથમ આંખ ઉઘાડી તો પોતાના પ્રિય સ્વામી જ સામે ખડા હતા. અરે, આવા ભયંકર સ્થળે, જ્યાં કદી માનવપગોએ કેડી પાડી નથી ત્યાં, પોતાના પ્રિય કુમાર ક્યાંથી ? આ તે સ્વપ્ન કે સત્ય, એ સમજવાની ભ્રમણામાં એણે ઘણો વખત કાઢ્યો. “સ્વામી !” એ ધીરેથી બોલ્યો. “કેમ છે, સુયોધ ” “આવે ઠેકાણે સ્વામી મળતાં કઈ વાતની ખામી રહે ? પ્રભુ, હું જીવી ગયો.” વિશેષ સ્વસ્થતા મળતાં સ્વામીને સુયોધે ઘણી ઘણી વાતો કરી. હાથોહાથની લડાઈમાં બે તીરથી અંધ બનેલ અષ્ટાપદ કેવી રીતે એને આ પર્વત પર લાવ્યો, ને એનું અને પોતાનું દ્વંદ્વ સદા કેમ ચાલતું રહ્યું એનું વર્ણન કર્યું. જ્વાલામુખ શિખરોની પછવાડે પોતે એ ભયંકર પ્રાણીના પંજાથી બચવા કેવી રીતે રોજ શેકાતો ને આખરે હાથોહાથની લડાઈમાં કેવી યુક્તિથી પહાડની બળતી ખાઈમાં ૧૧૬ ૭ ભગવાન ઋષભદેવ Page #136 -------------------------------------------------------------------------- ________________ એને ધકેલ્યો ને ત્યાંથી મરવા માટે નીચે ગબડાવી દીધો, એનો રોમાંચક વૃત્તાંત કહ્યો. છેલ્લે ઉમેર્યું કે “સ્વામી, અંધ થયો હતો, એટલે રાક્ષસ જિતાયો; દેખતો હોત તો એને જીતવો અશક્ય હતો.” “સુયોધ, માનવીને માટે કશું અસાધ્ય નથી. આટલા વખતમાં પર્વતવાસીઓને બંનેનો ગાઢ પરિચય થઈ ગયો. સહુ બંનેને સ્વામી અને સુયોધને નામે જ ઓળખવા લાગ્યા. એમની હૂંફે સહુમાં જાણે નવું જીવન પ્રવેશવા લાગ્યું. એકબીજા એકઠા વસવા લાગ્યા, એકઠા જમવા લાગ્યા, એકઠા વન વીંધવા લાગ્યા. કંઈ આપત્તિ આવી, કંઈ ભય પેદા થયો કે તરત સ્વામી કે સુયોધની પાસે દોડી આવવા લાગ્યા. જીવન જાણે નવી સુખસંપત્તિ લઈને આવ્યું હતું. સુયોધ ધીરે ધીરે શક્તિ મેળવી રહ્યો હતો. પ્રવાસની શક્તિ આવતાં જ તેઓને પ્રસ્થાન નિશ્ચિત હતું. અચાનક એક રાતે મશાલોથી જંગલ ઝળહળી ઊડ્યું; વાઘ છીંકોટા નાખવા માંડ્યા ને મગરો પાણી ઉછાળવા માંડ્યા. જાગતા માનવીઓ સ્વામી અને સુયોધ પાસે દોડી ગયા. ધનુષ્યના ટંકારથી પૃથ્વી ગાજી રહી. અરે, આ કોણ હિમપ્રદેશ પર ચડાઈ લઈને આવ્યું ? હજારો માણસ પાછળ છે. અજવાળાંનો પાર નથી. એકે ચિત્કાર કરતાં નિવેદન કર્યું : “મહારાજ, આ પર્વતના એક ભાગમાં અનેક જાતની વિદ્યાના સ્વામી વિદ્યાધરો રહે છે. તેઓ શ્વેત વર્ણના, ઘાટીલા, નયનસુંદર લોકો છે. પશુ-પ્રાણી સહુ તેમને વશ રહે છે. તેઓ ધારે તો મગરને વાહન બનાવે, ચાહે તો સિંહને સવારીનું સાધન બનાવે. ખૂબ લહેરી, ખૂબ આનંદી, ખૂબ વિલાસી ! એમના હાથમાં એક વાંસનો નાનો ખંડ હોય છે, પણ શું સુંદર એ બોલે છે ! એ સ્વરો સાંભળી ઉન્મત્ત ગજ-મૂથ પણ વશ થઈ જાય છે; સ્ત્રીઓ પાગલ બની જાય છે. વનસોંસરવા એ સૂરો વહેતા હોય ત્યારે અદ્ભુત મીઠાશ લાગે છે—જાણે ખાવુંપીવું મૂકી સાંભળ્યા જ કરીએ ! સ્વામી, વિદ્યાધરોની સ્ત્રીઓ તો અપાર રૂપવતી હોય છે. વૃક્ષના રેસામાંથી કંઈક બનાવીને એ શરીર પર કંઈક રંગબેરંગી ઓઢે છે. પણ શું સુંદર લાગે છે ! અમે તો સ્વપ્નમાં પર એવું સૌંદર્ય જોયું નથી ! તેઓ પાણી પર ચાલી શકે છે, પર્વત પણ ઊડી શકે છે, ધાર્યા વૃક્ષથી વનમેવા બેઠા બેઠા પોતાના સ્થાને મંગાવી શકે છે : પણ આ તરફ કદી આવતા નથી. આજે આ વાત નવાઈભરી બની છે.” અષ્ટાપદ - ૧૧૭ Page #137 -------------------------------------------------------------------------- ________________ “વૃષભધ્વજનો જય હો !” ધનુષ્યનો ટંકર આવ્યો અને પાણી પર કોઈ ત્રણ વ્યક્તિ, જાણે પૃથ્વી પર ચાલતી હોય એમ, ચાલતી આવી. સુયોધ અને તેના સ્વામી એ ત્રણેના સ્વાગતે આગળ વધ્યા. “સ્વામી ! સામા જશો મા, એ તમને ખાઈ જશે.” “ચિંતા કરશો નહીં. અમારાં જ એ સ્વજનો છે,” અને સ્વામીએ જોરથી ગર્જના કરી ઃ “સુનંદા !” “કુમાર ! સામેથી અવાજ આવ્યો, અને યોદ્ધાના પોશાકમાં સજ્જ થયેલ એક વ્યક્તિ સડસડાટ કરતી આવવા લાગી. અરે, શું અદ્ભુત રૂપ ! સ્વામીનું રૂપ એની પાસે જાણે ઝાંખું પડવા લાગ્યું. એણે ખભા પર વિદ્યાધરો ધારણ કરે તેવું દેવદૂષ્ય ધારણ કરેલું ને મસ્તક પર સોનાનો મુગટ પહેરેલો. હાથમાં વિધવિધ જાતનાં અસ્ત્ર ! મુખ પરથી તો જાણે રૂપના ઓઘ નીતરે. એ સુંદર વ્યક્તિ દોડીને સ્વામીના કંઠે વળગી પડી; બંને ભુજપાશ લાંબા કરી આલિંગી રહી. “સુનંદા, કુશળ છે ને ?' “હા, સ્વામી ! તમારા દર્શનથી વિશેષ.” “બીજો કોણ, દેવયશ સાથે છે !” “હા, સ્વામી ! તમારી શોધમાં એનો મને પૂરતો સાથ છે.” “ને ત્રીજો આવે છે એ ?” “અષ્ટાપદ પર્વતના પૂર્વ વિભાગમાં વસતા વિદ્યાધર દેવોનો એ રાજા છે.” દેવયશ અને વિદ્યાધર રાજા ત્યાં ધીમે ધીમે આવી પહોંચ્યા. દેવયશે સ્વામીને નમસ્કાર કર્યા. વિદ્યાધરે પણ તેનું અનુકરણ કર્યું. સ્વામી ને સુયોધે એનું પ્રતિવિધાન કર્યું, અને સુયોધની બધી હકીકત કહી. “સ્વામી, મારા અશ્વિનોએ માણસના રોગો માટે ઠીક ઠીક શોધ કરી છે. એ સુયોધને થોડી જ પળોમાં પૂર્વવત્ સ્વસ્થ બનાવી દેશે.” “એમ કરશો તો તમારી કૃપા થશે.” સ્વામીએ પોતાના સેવકની સ્વસ્થતા માટે લાચારીના શબ્દો ઉચ્ચાર્યા. સ્વામીના કરતાં સેવક કોઈ રીતે અલ્પ નહોતો. “એ શું કહ્યું, નાથ ! આ સુનંદ દેવના અમે તો આજ્ઞાંકિત છીએ.” “સુનંદ દેવના ? એ વળી શું ?’’ “હા, કુમાર !”” દેવયશે વચ્ચે કહ્યું, સુનંદદેવે બળથી ને રૂપથી આ વિદ્યાધરોને ૧૧૮ * ભગવાન ઋષભદેવ Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવિત કર્યા છે. અનેક ગૌરાંગી કુમારિકાઓ ને ગૌરાંગ કુમારો એમની પાછળ ઘેલા બન્યાં છે. બે-ચાર ગૌરાંગી તો એમની કોટે વળગી સમજો !” સહુ ખડખડાટ હસી પડ્યાં. વિદ્યાધર આ હાસ્યનું કારણ ન સમજ્યો. એણે પોતાના વૈદ્ય અશ્વિનીકુમારને બૂમ મારી. તરત જ સામે કિનારેથી એક સુંદર જુવાનિયો જળપ્રવાહ પર નૃત્ય કરતો ચાલ્યો આવ્યો. એણે આવતાંની સાથે જ ઔષધિનાં દશેક બિંદુ સુયોધના મોંમાં મૂક્યાં. પળવારમાં સુયોધ સર્વ અશક્તિ, સર્વ આલસ્ય ખંખેરી નવજીવન અનુભવવા લાગ્યો. એણે પોતે નવી બનાવેલી ગદા હાથમાં લીધી, તે જોરથી ઘુમાવી જોઈ. કાંડામાં સંપૂર્ણ શક્તિ આવી ગઈ હતી. દોડીને એણે એક વૃક્ષ પર ગદા અજમાવી: કડડભૂસ કરતું નીચે ઢળી પડ્યું. “સ્વામી, સંપૂર્ણ સ્વાથ્ય મળી ગયું !” સુયોધે પૃથ્વી પર બેચાર મનભર છલાંગો ભરતાં કહ્યું. સ્વામી આંખમાં ઝળઝળિયાં સાથે સેવકને નાચતો ફરતો જોઈ રહ્યા. “સ્વામી, હવે ચાલો અમારા પ્રદેશમાં,” વિદ્યાધરે કહ્યું. “ના, સ્વામી ! ના જશો, અમને તજીને ન જશો ! અમે તમારા વિના નહીં રહી શકીએ.” પર્વતવાસીઓ પોતાના જીવનદાતાના જવાની વાત સહી ન શક્યા. તેઓએ આક્રંદ મચાવી મૂક્યું. સ્વામીની આંખો કરુણાથી ભરાઈ આવી. તેમણે સહુને કહ્યું : “ભાઈઓ, તમારી મમતા અપાર છે. આ અષ્ટાપદ પર્વતનો પણ મહિમા અપાર છે. એની એક એક ગુફા માતાની ગોદ જેવી હૂંફાળી ને મીઠી છે. અહીંની હવામાં ઓષધિ ને પાણીમાં જીવન છે, પણ મારે ગયા વગર છૂટકો નથી. સંયોગની બીજી બાજુ વિયોગ છે. જો ધારીએ તો વિયોગ સંયોગ કરતાં વધુ જીવન આપે. માનવજાગૃતિનું મારું કાર્ય હજી ઘણું બાકી છે. તમે અહીં બેઠા એ કાર્ય કરો : માનવમાત્રને એકઠા કરો, એકઠા રહો ને કુળ વસાવો. પછી વખત મળે તો સરયૂતીરે આવજો.” પણ એટલું તો કહેતા જાઓ કે તમે અમારા સ્વામી છો. અમે તમને સ્વામી સ્થાપીએ છીએ. અને એક વચન આપો : અમે ત્યાં આવીએ કે ન આવીએ, એક વાર તમે અહીં જરૂર આવજો.” “જરૂર આવીશ. આપો વિદાય !” એ વિદાય દર્દભરી હતી. કદી રડતાં ન શીખેલાં માનવીની આંખોમાંથી દડદડ પાણી ચાલ્યાં જતાં હતાં. અષ્ટાપદ ૧૧૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ “સ્વામી, પધારો અમારે ત્યાં, વિદ્યાધરો ને વિદ્યાધરીઓ રાહ જોઈ રહ્યાં છે, સુનંદ દેવ !” વિદ્યાધરના રાજાએ કહ્યું. “તમારે ત્યાં આવવું અશક્ય છે. વળી ફરી જોઈ લઈશું.” સુનંદાએ વચ્ચે પડતાં કહ્યું, ને કુમાર વૃષભ તરફ ફરીને કહ્યું : “દેવી સુમંગલા રાહ જોતાં હશે. જલદી પાછા ફરવું ઘટે. આપની વેણીની ચિંતા કરીને જ એ તો અડધાં થઈ જતાં હશે ! 99 “અને મારા દેહની નહીં ?” “તમારા દેહ પર તો મારા કરતાં એમને વધુ વિશ્વાસ છે. એ કહે છે, કે એ દેહને દુભાવનાર કોઈ પાક્યું નથી. સ્વામી, અત્યારે એમને પ્રસૂતિની પીડા જાગી હશે. મારું મન કલ્પનાથી વ્યાકુળ બની રહ્યું છે. આપણે સત્વર પહોંચવું રહ્યું.” વિદ્યાધર રાજા પોતાની માગણીના અસ્વીકારથી દુઃખી થઈ રહ્યો હતો. એણે કહ્યું : “સ્વામી, સુનંદ દેવે અમને ઘેલા કર્યા છે. અમારા દેવો આપને નીરખી ખુશ ખુશ થઈ જશે. માનવગણ માટેનો એમનો અભિપ્રાય બહુ હલકો હતો. અમારાં દેવ-દેવીઓ તો માનવને સ્પર્શ પણ કરતાં સંકોચ અનુભવતાં, અન્ય જંતુ કે કીટ જેટલી જ તેની કિંમત આંકતાં; માનવીના શરીરને ગંદું, ગોબરું ને હીન સમજતાં; એનું સ્પર્શેલું કંઈ ન સ્પર્શતાં. એનું ખાદ્ય ને પેય જોઈ અમારા બાંધવોને ચીતરી ચડતી, માનવ વચ્ચે વસવું અમને અકારું લાગતું. પણ સુનંદ દેવે અમારી માન્યતામાં મોટું પરિવર્તન કરી નાખ્યું,” “એ પરિવર્તન માનવકુળ માટે આશીર્વાદરૂપ બનશે. વિદ્યાધર રાજા, તમારી લાગણી માટે કંઈ કહેવાનું નથી, પણ મારી ઇચ્છા છે, કે તમો આ માનવકુળો માટે કંઈક કરજો ! એમને જરૂ૨ પડે સહાય આપજો ! માનવ તો દેવ કરતાં પણ મહાન છે, એટલું ધ્યાનમાં રાખજો.” “માનવ દેવ કરતાં મહાન ?” રાજાએ ગર્વથી પૂછ્યું. “હા, દેવો પણ એની સેવા કરશે.” સ્વામીએ ગર્વથી કહ્યું, “પણ એ વિવાદની અત્યારે જરૂર નથી. અમે તમારો સ્નેહ, તમારી સહાય માગીએ છીએ. અષ્ટાપદવાસીઓને આપત્તિ વખતે મદદ કરજો.” “અવશ્ય, સ્વામી. પણ એકવાર અમારે ત્યાં...” “એકવાર આવીશ, જરૂર આવીશ, પણ હમણાં નહીં. તમે સરયૂતટે આવજો.” ૧૨૦ * ભગવાન ઋષભદેવ Page #140 -------------------------------------------------------------------------- ________________ “ચાલો, મહાપ્રસ્થાનની પહેલાં થોડીએક પળ આનંદ તો કરી લઈએ.” દેવીઓએ સુંદર બંસીઓ બજાવવી શરૂ કરી. દેવોએ નૃત્ય શરૂ કર્યા. સુનંદાએ પતિની કેશવાળીમાં આંગળાં પરોવ્યાં. સુયોધ પોતાની ગદાને અને પોતાના થનક થનક થતા પગોને રોકવા એશક્ત નીવડ્યો. વિદાયની એ રાત્રિ, કૌમુદીભરી, સંગીતભરી, નૃત્યગાનભરી, સ્નેહસૌજન્યભરી ક્ષણભરમાં ઓગળી ગઈ. અને ઊગતી ઉષા એક પ્રવાસી-કાફલાને હિમપ્રદેશમાંથી વિદાય આપી રહી. . અષ્ટાપદ જ ૧૨૧ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ચક્રવર્તીનો જન્મ દેવી સુમંગલા આમ્રભવનના એક મોટા ખંડમાં મૃગચર્મના હૂંફાળા બિછાનામાં આડાં પડ્યાં હતાં. સ્વામી તો સંગે નહોતો, પણ રૂપ તો ભડકા કરી બેઠું હતું, મુખ તો પૂર્ણચંદ્રને હીન બનાવે તેવું મોટું બન્યું હતું. અંગેઅંગ સ્નિગ્ધ, ભરાવદાર ને કંઈક સ્થૂળ બન્યાં હતાં. ને સહુથી વિશેષ તો સ્તનપ્રદેશ અત્યંત કઠિન બની, મેદાન પરના ડુંગરની જેમ ઉન્નત બન્યો હતો. યૌવન ફાટફાટ થતું હતું. લીંબુની ફાડ જેવાં નયનો ખેંચાઈ ખેંચાઈને તીરછાં બની ગયાં હતાં. વનવગડામાંથી રમવા આણેલું એક સિંહબાળ હવે સશક્ત બની ગયું હતું, ને વગડા ભણી જવા ઇચ્છા કરતું હતું. પણ ન જાણે વજ્ર જેવાં કઠોર દેવી સુમંગલાને એ સિંહબાળને તજવાની ઇચ્છા ન થતી. એને લઈને વક્ષસ્થળ ૫૨ દાબતાં, એની આંખો સાથે આંખો મિલાવતાં, એની કેશવાળીમાં હાથ ઘાલી રમાડતાં, ઘણી વાર એના ભાલમાં ચુંબન ચોડતાં. ધન્ય તું પ્રાણી ! દેવીનું ચુંબન તને ક્યાંથી ? સરયૂતી૨વાસિની સખીઓ તો હાજરાહજૂર રહેતી. નવાં નવાં કુળ વસ્યાના રોજ સમાચાર આવતા. રોજ કોઈને કોઈ કુળની કંઈ ને કંઈ દાદ-ફરિયાદ આવ્યા કરતી. કુમારના પ્રિય કાર્યને પોતાનું કાર્ય સમજી એ નાભિદેવ સાથે તેમાં રસ લેતાં. પણ હવે ધીરજ ખૂટી હતી. માતા મરુદેવા હવે છેલ્લા કેટલાએક દિવસોથી દેવી સુમંગલાની સેવામાં અહીં જ રહેતાં. પણ દેવીને જાણે ચેન જ નહોતું. અંગેઅંગમાંથી કુમારની ઝંખના જાગી હતી. Page #142 -------------------------------------------------------------------------- ________________ . • - માતા, આજે ઐરાવત પર બેસી, સર્વ સખીઓને લઈ, અઘોર વનમાં સિંહને નાથવા જઈશ” સુમંગલા વ્યાકુળતામાં બોલી ઊઠતાં. “સિંહને નાથવા ?” કેમ નહીં ? કુમાર તો કહેતા કે માનવજીવનને કશું અસાધ્ય નથી.” ધેલી ! કુમાર તો હવે આવ્યો સમજ_બે દિવસથી મારાં નેત્ર ફરકે છે – પછી તમે સુખે સિંહને નાથવા જજો ” “ના, મા, શા માટે એમ કહે છે? કેમ, કંઈ હું કુમારથી બળમાં, પરાક્રમમાં ઊતરતી છું? કુમાર વિના મને ચેન નથી પડતું, એટલું જ. કુમાર હોય તો આપોઆપ જાણે સર્વ પ્રવૃત્તિમાં રસ ને ઉત્સાહ આવે છે, એવી એક આદત પડી છે; બાકી હું ક્યાં કુમારથી ઓછી ઊતરું તમ છું?” બેટી ! કોઈ પરાક્રમી આત્મા તારા ઉદરમાં બેઠો છે, એ આવી વાણી બોલાવે છે. નક્કી, બાપ કરતાં બેટા-બેટી સી થશે. પણ સુમંગલા, તું બહાદુર હો તો એક કામ કર ! હવેથી કુમારનું નામ લઈશ નહીં, તો તને બહાદુર ગણું.” ભલે.” ઉત્સાહમાં સુમંગલા બોલી તો ગઈ, પણ થોડી વારમાં ફરી વ્યાકુળ બની ગઈ. એ ઊભી થઈને રિસાઈ ને બોલી: “મા, કેવી વિચિત્ર વાત કરી ? જે મારા શ્વાસોચ્છવાસ સાથે જડાયો હોય, એનું નામ લીધા વગર હું કેમ જીવી શકું? મા, તારી સાથે હું નહીં બોલું. તું મને પજવે છે. હું તો આ ચાલી. મારો જીવ રઘવાયો રહ્યા કરે છે, ને તું મારી મશ્કરી કરે છે ! કુમાર ! કુમાર ! કુમાર !” દેવી સુમંગલા રિસાઈને સિંહને નાથવા જંગલમાં ચાલી જતી, એરાવત ઉપર ધૂમતી, સખીઓને કહેતી કે “બધા માર્ગ તરફ લક્ષ રાખજો. કુમારના આગમનની હવે ઘડીઓ ગણાય છે. એવું ન થાય કે આપણે ફરતાં રહીએ ને એ આવી જાય. જોઉં તો ખરી, કેટલાં માનવકુળો વસે છે.” પણ બા, અમને કુમારની ચિંતા થાય છે. ક્યાં મહાપ્રાણી અષ્ટાપદ અને ક્યાં કુમાર? લોકો તો જાતજાતની વાતો કરે છે : કહે છે, કે અષ્ટાપદ એકસાથે આઠ આઠ હાથીનો શિકાર કરે, પગમાં પકડીને બિલાડી ઉંદર લઈને જાય, બાજ બુલબુલને લઈ જાય, એમ એ હાથીને ઉપાડી જાય ! બા, અમને તો બહુ ચિંતા થાય છે.” સખીઓ બોલી. એમને પણ કુમાર પ્રિય હતો. જો ચિંતા કરનારી ન જોઈ હોય તો! હું તો એના સ્વભાવને, એના વીરત્વને, એના વશીકરણને પૂરેપૂરાં પિછાનું છું. હું એને ન જાણું? એક પેટમાં રહ્યાં છીએ, ચક્રવર્તીનો જન્મ ૧૨૩ Page #143 -------------------------------------------------------------------------- ________________ એક થાનોલે ધાવ્યાં છીએ, કુમારની આંખની જ્યોતિ જોઈ છે ? ઉદંડ હાથીના ટોળા વચ્ચે એ એકલો આંખના બળે મદમસ્ત, હાથીઓનો મદ ગાળી નાખે. એના બાહુ જોયા છે ? જેના પર પડ્યા એના પર આકાશમાંથી જાણે વજ પડ્યું. ને એની મુદ્રા જોઈ છે ? વાઘ પણ વશ થઈ જાય;સિંહ પણ સ્નેહ દાખવે,”દેવી સુમંગલાને સ્વામીના ગુણગાનમાં ૨સ-ઉલ્લાસ આવી રહ્યો હતો. “બ્બા, એને વાઘ પણ વશ થઈ જાય, એ વાત તો અમારા ખાસ અનુભવની છે.” એક કુળવાસિની સખીએ કહ્યું. “તારા અનુભવની ! અરે, તું વળી ક્યારે કુમાર સાથે વનવિહા૨ે ગયેલી, ને વાઘ વશ કરેલો જોયો ? ” આમાં ઈર્ષાનો આછો ટંકાર હતો. “બ્બા, વાધને એટલે કંઈ વાઘ જ નહીં, કદાચ વાઘણ પણ હોય.” “અરે હા, વાઘ ને વાઘણની વાત તો સમજ્યાં, પણ તને ક્યારે અનુભવ થયો ? તું એમની સાથે હતી ?” “એ અનુભવ તો આજેય ચાલુ જ છે ! અને વાઘણ તો અત્યારે વગર બંધને કેદ છે.” “અનુભવ ચાલુ જ છે ? ગાંડી થઈ ગઈ લાગે છે !” “ના, બા, મારી આંખ સામે જ ચાલુ છે !” “વાઘણ ક્યાં છે ” “આ રહ્યા દેવી સુમંગલા.” “હું વાઘણ ?” “હા, હા, વાઘણને વશ કરવી સહેલ, પણ દેવી સુમંગલાનો તાપ જીરવવો મુશ્કેલ. બા, લોકો તમારા નામથી ધ્રૂજે છે, એટલા વનના વ્યાઘ્રથી ધ્રૂજતા નથી. એવાં તમને કુમારે કેવાં મીણ જેવાં બનાવ્યાં છે ! કુમારનું નામ પડ્યું, ત્યાં ઘેલાં. વાતવાતમાં કુમાર, કુમાર ને કુમાર.” “અરે ગાંડી, અમે બે તો એક જ છીએ. કુમાર તો મારો પ્રાણ છે, મારો શ્વાસોચ્છવાસ છે.” “એમ તો અમે પણ છીએ, પણ આવું નહીં ! જીવીએ તોય જોમ નહીં, મરીએ તોય હૂંફ નહીં. અને બા, નાભિદેવ પાસે લોકો કંઈ ફરિયાદ કરવા જાય છે, ત્યારે એ શું કહે છે, ખબર છે ? ભાઈઓ, આટલાં બધાં કુળ મારાથી નહીં સચવાય.જાઓ, કુમાર પાસે કાં સુમંગલા પાસે ! એ તમારો ન્યાય ચૂકવશે. એ તમારા સ્વામી બનશે.” ૧૨૪ * ભગવાન ઋષભદેવ Page #144 -------------------------------------------------------------------------- ________________ “પિતાજીની વૃદ્ધાવસ્થા ખરી ને. હું, સખી, મને પેટમાં કંઈક પીડા થઈ રહી છે.” “પીડા વળી કેવી ? મીઠી અને કડવી. અરે, કુમાર વહેલા આવી જાય તો કેવું સારું ! એમનું સ્વાગત તો કરી લઉં. ઘણે દિવસે આવે છે, વેણી તો ગૂંથી જ કોણે હશે ? અરે, અરે, બિચારી સુનંદાનું શું થયું હશે ? ભલી મારી બહેન, બહુ શાણી છે, બહુ ડાહી છે, મને તો કુમારના જેવી જ વહાલી લાગે છે. અરે સુઘોષા !” સુમંગલા કંઈક વિચારમાં પડી ગઈ. “શું કહ્યું, બા ?” “આપણે ત્યાં મોટેભાગે સંતાનનો જન્મ આપ્યા પછી બે થી ત્રણ પક્ષમાં માતા મૃત્યુ પામે છે, શું એ સાચું હશે ?” “ગઈ કાલ સુધી એ સાચું હતું. પણ નાભિદેવને ત્યાં તમારો અને કુમારનો જન્મ થયો ત્યારથી આ સંસારમાં પરિવર્તન આવ્યાં છે. હવે આ કુળોમાં એમ બનતું નથી. એ વિશે દેવી, નિશ્ચિંત રહેજો.” “સુઘોષા, કદાચ એમ પણ બને કે...” વાત કરતી સુમંગલા ગંભીર થઈ ગઈ. એના જાજરમાન ચહેરા પર જરા ઓશિયાળાપણું આવી ગયું. જો સુઘોષા, કદાચ એમ પણ બને, હું મરી જાઉં ને કુમાર આવે.... કુમારને આવવામાં વિલંબ થાય ને હું મરી જાઉં..” દેવી સુમંગલા ભાવોદ્રેકમાં પૂરું બોલી શકતાં નહોતાં. વ્યાકુળતા એમના ચિત્તને સ્પર્શી રહી હતી. દેહના પિંજરામાં પ્રવેશેલાં બે પંખી બહાર નીકળવા પાંખો ફફડાવતાં હતાં. એ પાંખોના ફફડાટની પીડા પણ ઉગ્ર બની રહી હતી. ઝટ શય્યા પર જવાની ઇચ્છા થઈ રહી હતી, એટલે વ્યાકુળ ચિત્તે એમણે જોરથી બૂમ મારી : “અરે, પણ એમ બને જ કેમ ?” પણ આટલું બોલીને સુમંગલા સૂતાં તે સૂતાં. કુમારના વિરહકાળમાં ક્ષુધા બરાબર લાગતી નહીં, લાગતી તો ખાવાના અભાવ થતા, નિદ્રા તો કદી પૂરી લીધેલી જ નહીં. તેમાં વળી વસતાં જતાં નવાં નવાં માનવકુળોની ચિંતા ! આ બધાં કારણોએ શ૨ી૨ને ખૂબ જ ક્ષીણ કરી નાખ્યું હતું. ક્ષીણ દેહમાં કુમારનું નામ નવજીવન સીંચતું, એની પરાક્રમગાથાઓ શાન્તિ આપતી, એનું અધૂરું કાર્ય પૂરું કરવાનો વિચાર મનને બહેલાવતો. છેલ્લા દિવસો કુમારના નામના સ્મરણ પર જ એમણે વિતાવ્યા હતા. હૂંફાળી શય્યા પર સુમંગલા પ્રસૂતિપીડા ભોગવતી પડી રહી. કુળની સખીઓ રાતદિવસ ઊભા પગે પોતાની કુળસ્વામિનીની સેવા કરતી. આ એ જ ચક્રવર્તીનો જન્મ * ૧૨૫ Page #145 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી હતી, જેણે કુળની સ્ત્રીઓને સંસ્કાર આપ્યા હતા, સુઘડતા આપી હતી, જીવન જીવતાં શીખવ્યું હતું. માતાની જેમ પ્રેમાળ, પતિની જેમ ઉગ્ર, દેવીની જેમ સુંદર પુત્રીની સ્થિતિને મરુદેવા માતા ગંભીર વદને નીરખી રહ્યાં. સુમંગલાનાં લક્ષણો સારાં નહોતાં : આવી પીડા તો માતાને અવશ્ય ભરખી લે ! ચિંતાભર્યા દિવસો વિતતા જતા હતા. સુમંગલા પીડાથી વ્યાકુળ હતી. વારે વારે એ બૂમો પાડતી, કોઈક વાર ધીરે સ્વરે ગણગણતી: ચક્રવર્તીની માતા !” આ શબ્દોનો અર્થ કોઈ સમજતું નહીં. ચિંતાવેગભર્યા મને બધાં બેઠાં હતાં. અચાનક સરયૂતીરવાસી સમૂહો નાભિદેવ પાસે આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા : - “મહારાજ, વસંત આવી. હવે કમળો ખીલવા લાગ્યાં છે. રિસાયેલી કોયલ મનાઈ ગઈ છે. સરયૂતીરનાં ઉપવનોમાં પૂરી બહાર છે. ફળફૂલ પણ લચી પડે છે. આજ્ઞા હોય તો વનવિહાર જઈએ.” અરે, પણ કાલ સુધી તો પાનખર ઋતુનો બધે પ્રભાવ પડ્યો હતો : કાસારોમાં એક પણ કમળ નહોતું, જળકુંડોમાં એક પણ પોયણી ખીલી નહોતી, ને એક રાતમાં બધું ફેરવાઈ ગયું ?” “એક રાતમાં નહીં, પ્રાતઃકાલમાં જ બધું પરિવર્તન થઈ ગયું !” “ગૌષ્ઠિકોમાંથી પશુઓ વહેલાં ચાલ્યાં ગયાં, ને એ નિરાંતે દૂર્વા ચરે. કાલ સુધી ફળની તાણ હતી, આજે છાબની છાબ છલકાય છે. નક્કી કોઈ પુણ્યશાળીનાં પગલાં થવાનાં ! કોઈક સારો બનાવ બનવાનો ! આવું તો કદી થતું નથી, આજ મન જાણે વગર કહે હોંશમાં છે, વિના નિમિત્તે હસવાનું મન થાય છે.” “વહાલો વૃષભ જનમ્યો ત્યારે એમ જ થયું, પણ આજની સ્થિતિ શું આનંદ આપે એવી છે ? કુમાર હાજર નથી–ન જાણે ક્યાં મૃત્યુની સાથે ખેલ ખેલતો હશે ? માનવકુળોના ઉદ્ધારની એની લગની જરા વધુ પડતી લાગ્યા કરે છે.” પુત્રઘેલા પિતાએ પોતાના પેઢીપુરાણા કાર્યને પણ એક વાર પુત્રવાત્સલ્ય પાસે ઓછું લેખ્યું. “કુમાર નથી, ને વળી સુમંગલા આવી બેહાલ સ્થિતિમાં છે. અમારા મનને ન આનંદ છે, ન હાસ્ય છે.” થોડી વાર નાભિદેવ વિચારમાં પડી ગયા. વસંત માણવા જનારાઓની સંખ્યા વધતી જતી હતી. વિચારમાંથી જાગીને નાભિદેવે કહ્યું: “ભાઈઓ, તમે વસંતવિહાર માણવા જઈ શકો છો.” ૧૨૬ ભગવાન ઋષભદેવ Page #146 -------------------------------------------------------------------------- ________________ “પણ અમારી સખીઓ અહીં છે.” લઈ જાઓ.” નાભિદેવે ટૂંકો જવાબ વાળ્યો. વનવિહારના શોખીનો પોતાની પ્રેયસીઓને બોલાવવા ગયા; પ્રેયસી વગર તો કંઈ વિહારની મજા જામે? પણ પ્રેયસીઓએ તો એમને ઊધડા લઈ નાખ્યા : “શરમ આવે છે કે નહીં ? મોટા વનવિહાર રસિયા જોયા ન હોય તો ! અહીં દેવી સુમંગલા પડાની પથારીએ છે, ને તમને મોજમજા સૂઝે છે ! જાઓ, અમે દેવી પાસે છીએ. અમારાં કામ તમે કરી નાખો : દૂર્વા લઈ આવો, ફળ એકઠાં કરો, ગાયોને ગોષ્ઠમાં લઈ જાઓ.” બિચારા રસિયા જીવો જેવા આવ્યા હતા તેવા વીલે મોંએ પાછા ફર્યા. આજે એમના દિલની વાત દિલમાં રહી ગઈ હતી. પ્રેયસીઓના વાળમાં ગૂંથવા આણેલાં મોરપીંછ, કપોલ પર લટકાવવા માટે આણેલી આમ્રમંજરીઓ, છાતી પર લગાવવા માટે આણેલો ચંદનરસ, પગ પર પૂરવા માટે લાવેલો લાક્ષારાગ, બધું કલ્પનામાં જ રહ્યું. હવે તો ક્યારે દેવી સુમંગલાની પીડા શમે, ને તેમની પ્રેયસીઓ મુક્ત બને, એની જ રાહ જોવી રહી, આ સુંદર મલયાનિલ, આ કોયલનો ટહુકાર, આ આમ્રમંજરી આજ વ્યર્થ છે ! અરે, દિશાઓમાંથી આ કેવો મધુર ગંધ આવી રહ્યો છે ! આ ચક્રવાક ને ચક્રવાકી મત્ત બનીને કેવાં ઊડતાં આવી રહ્યાં છે ! આ હરણાં કેવાં ભય તજીને ગેલ કરી રહ્યાં છે ! આશ્ચર્ય, મહદ્ આશ્ચર્ય ! સરયૂતીરનાં ઉપવનો ને આમ્રભવનનાં સ્ફટિક કુંડોમાં કુમુદિની ખીલી ઊઠી છે. ધોળે દિવસે કુમુદિની પોતાના શ્વેત સુકોમળ હસ્ત પ્રસારી કોના સ્વાગતે ખીલી નીકળી હશે ! અરે, વૃષભ આવ્યો ! કુમાર આવ્યા! અધમૂછિત સુમંગલાએ સૂર પકડી લીધો, વૃષભના સ્મરણ સાથે એની પીડા શાંત થઈ ગઈ. એણે એક યુગલનો જન્મ આપ્યો. દૂર દૂરથી નંદાવર્તનો શખસ્વર સંભળાયો. “અરે, વૃષભનો જ એ શખસ્વર. મેઘગર્જનાના રવ જેવો શખસ્વર બીજો કોણ કાઢી શકે ?” નાભિદેવ કહ્યું. દિશાઓને વીંધતો જય જય ધ્વનિ સંભળાયો. “કુમાર વૃષભધ્વજનો જય હો !” ચક્રવર્તીનો જન્મ ૧૨૭ - જીન . Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શતયજ્ઞકર્તા નાભિદેવ કુળકરની મૂંઝવણનો ઘણે દિવસે અંત આવ્યો હતો. એમનો અને એમના પૂર્વજોનો કાળ જુદો હતો. આટલી ઝડપથી પરિવર્તન એમને ત્યાં કદી આવ્યું નહોતું. ભોગભૂમિના અનન્ત દિવાસ્વપ્ન જેવા દિવસો આથમી ગયા, ને એક અષાઢી પૂર્ણિમાએ આકાશમાં ચંદ્ર દેખાયો, ત્યારે નાભિદેવના જ એક પૂર્વજ લોકોને કહ્યું કે સૃષ્ટિ પરિવર્તન પામી રહી છે ને એને પગલે યુગપરિવર્તન આવી રહ્યું છે. ભોગભૂમિના દિવસો પૂરા થયા, કર્મભૂમિનો પ્રારંભ થયો. સાવધ બનો, સ્વાશ્રયી બનો ! એ પ્રારંભ ભયંકર આંધી, ઉલ્કાપાતોથી છવાયેલો હતો; નવજીવનની પ્રસૂતિ નવપ્રસૂતા માતાની વેદના કરતાંય વિષમ હતી. મૃત્યુનાં તાંડવ સદા ચાલ્યાં કરતાં. એમાં એમના પ્રતાપી પૂર્વજ બન્યા તેટલા માનવોને એકઠા કર્યા, ને કુળ સ્થાપ્યું. એકઠા મળીને લડવું. એકઠા મળીને રહેવું, એ જ એમના માટે જીવનનો એક માત્ર શ્રેયસ્કર માર્ગ હતો. આ કુળકરોએ કુળોને માટે ઘણું કર્યું. તેમણે માનવીને પશુથી ભિન્ન કર્યો. આજે બકરાના વાડામાંથી જેમ બકરું ચોરાય તેમ માનવકુળોમાંથી માનવો ભક્ષ માટે ચોરાતા. ભયંકર વનચરો ગમે ત્યારે આવીને બધું નષ્ટભ્રષ્ટ કરી નાખતા. એક પૂર્વજ સ્વપરાક્રમથી વનપશુઓ પર વિજય મેળવ્યો, ને એની નિશાની તરીકે વનહસ્તીને પોતાનું વાહન બનાવ્યું. ગાયની એમણે શોધ કરી. એ જાનવર એમને આંગણે બંધાયું. Page #148 -------------------------------------------------------------------------- ________________ નદીતીરે રહેવું, ફળફૂલ ખાવાં, વનેચરો સામે એક બની ઝૂઝવું, એ કુળોનો જીવનધર્મ હતો. સંતાનના જન્મ પછી મા-બાપ જલદી નિઃસ્તેજ થઈ જતાં ને જોતજોતામાં મરી જતાં, એ સ્થિતિ માટે નાભિદેવે ઘણું કર્યું. હવે સંતાન જન્મ પછી મા-બાપ ઓછાં મરતાં થયાં હતાં. વિશાળ પૃથ્વીના એક અજાણ્યા ખૂણામાં આવેલ કુળમાં, આમ એક મહામાનવવંશ કર્મભૂમિને યોગ્ય નવઘડતર કરી રહ્યો હતો, પણ એ અતિ અલ્પ હતું. નાની એવી સીમામાં મર્યાદિત હતું. એ નાની એવી સીમા કુમાર વૃષભધ્વજે એખદમ વિસ્તીર્ણ કરી નાખી. પહાડની એક કંદરામાંથી નીકળીને મંદ મંદ ગતિએ વહેતા ઝરણમાં જાણે પ્રચંડ પૂરના ઓઘ આવ્યા. સરયૂતીર પર વરોલાં કુળ જેવાં અનેક કુળ ઠેર ઠેર વસી ગયાં. દરેક કુળને પોતાની માનવતાનું પોતાની અસ્મિતાનું દર્શન થયું. જાગૃતિની ઉષા વિકાસના મધ્યાહ્નમાં એકદમ પલટાઈ ગઈ. જિજીવિષ પ્રજા જીવનજુદ્ધ ચઢી. એણે અંધારી ગુફાઓ તજી, મૃત્યુખીણ જેવી ઊંડી કંદરાઓ છોડી, ભયંકર જંગલો આઘાં મૂક્યાં. સમતલ ભૂમિ પર, સુસ્વાદુ ઝરણને કિનારે પ્રફુલ્લ ઉપવનમાં તેઓ વસવા આવ્યાં. અગ્નિએ એમને જીવન આપ્યું. પશુઓએ એમને દૂધ આપ્યું. વૃક્ષોએ તેમને ઘર આપ્યાં. લતાઓએ એમને બિછાનાં આપ્યાં. પુષ્પોએ એમને શણગાર આપ્યો. પણ કુળ વધતાં ચાલ્યાં. તેમ સામગ્રી ઘટતી ચાલી. સહુ સંચય કરવાનું શીખ્યા હતા, સર્જન કરવાનું નહીં. અછતના આંતરવિગ્રહ શરૂ થયા. એ વિગ્રહો કેટલીક વાર ભયંકર રૂપ ધરતા ત્યારે પરસ્પરના દ્વેષનો દાવાનલ જલી ઊઠતો. આ ફરિયાદો નભિદેવ પાસે આવતી. વિચિત્ર હતી એ ફરિયાદો. દૂર દૂર હતાં એ કુળ. કુળકર રાજાઓએ અપનાવેલી હાકાર, માકાર ને ધિક્કાર નીતિ હવે વ્યર્થ થઈ હતી. દેવી સુમંગલા એમાં પ્રથમ મદદ કરતાં, પણ છેલ્લા દિવસોમાં એ પણ બહાર નીકળી ન શકતાં. રોજ ને રોજ ચિત્રવિચિત્ર ફરિયાદો આવતી. “ફળફૂલ ખૂટ્યાં છે. બી હતાં એટલાં ખોવાઈ ગયાં. ફળફૂલ તો ખાધાં, કૂણી કૂણી ડાળો પણ ખાધી, હવે તો પશુઓ પર ગુજારો થાય છે !” “અગ્નિને યોગ્ય ઇંધન નથી; લીલાં વન કપાતાં ચાલ્યાં છે. શતયજ્ઞકર્તા ૧૨૯ Page #149 -------------------------------------------------------------------------- ________________ કોઈક વળી ફરિયાદ લઈને આવતું ઃ જંગલમાંથી આ એક પ્રાણી લાવ્યા હતા, એના આંચળમાંથી દૂધ ઝરતું, અતિ સ્વાદિષ્ટ હતું. પ્રાણી પણ હેતાળ. જંગલમાંથી આવતાંની સાથે એ હળીમળી ગયું. એને બે સંતાન થયાં. બંનેને સરખી રીતે ઉછેર્યા. પણ દૂધ તો એકે જ આપ્યું. બીજુ તો મહા-રેઢિયાળ. નિરાંતે ખાય ને લાંબા નસકોરે ઊંઘ. દૂધ કાઢવા ઘણું મથ્યા પણ આંચળ જ નહીં, દૂધ કેમ ઝરે ?” ફરિયાદ કરનાર થોડી વાર થંભતો ને વળી પોતાની મૂંઝવણ પ્રગટ કરતો : “અમે એને તગડી મૂકવાનો નિર્ણય કર્યો. તગડી પણ મૂક્યું, પણ પછી તો પેલું દૂધવાળું જાનવર કરમાવા લાગ્યું. ન એ વધુ સંતાનને જન્મ આપે કે ન વધુ વખત એણે દૂધ આપ્યું. ફરીથી પેલા રેઢિયાળને લાવ્યા. એના પછી પેલા પ્રાણીએ સંતાન પણ આપ્યાં ને દૂધ પણ આપ્યું. અમારી મુશ્કેલી વધતી જ રહી છે. પેલાં દૂધવાળાં જાનવર સાથે પેલાં રેઢિયાળ જાનવર પણ વધતાં જ જાય છે. એને ખાવા પણ વધુ જોઈએ. હતું ત્યાં સુધી તો ખવરાવ્યું. પણ હવે શું થાય ? કેટલાક તો કહે છે કે એનો આહારમાં ઉપયોગ કરી નાખો !” કુળદરોના ભંડારમાં હતું ત્યાં સુધી તો સર્વને આપ્યું, પણ હવે તો આપવાજોગ કંઈ નથી રહ્યું.” નાભિદેવ કહેતા : “ભાઈઓ, થોડા દિવસો થોભો. વૃષભ તમને રસ્તો બતાવશે. એ તમારો રાજા થશે.” એ કુમાર આજ આવ્યો : એની સાથે ચિત્રવિચિત્ર માનવસમુદાય હતો : કોઈ પહાડ જેવા પડછંદ હતા; કોઈ વામન જેવા ઢીચકા હતા; કોઈ રૂપાળા તો કોઈ કદરૂપા હતા. કેટલાકની આંખો માંજરી તો કેટલાકની કાળીભમ્મર હતી. કોઈના વાળ સોનેરી હતા, તો કેટલાક રાતા કેશવાળા હતા. પુરુષો હતા, તેમ સ્ત્રીઓ પણ હતી. સ્ત્રીઓમાં કેટલીક અદ્ભુત સ્વરૂપા, તો કોઈ તન્વાંગી તો કોઈ શ્યામાંગી હતી; કોઈ પીનપયોધરા હતી, તો કોઈ મૃગનયના હતી. માનવદેહનાં આ પ્રદર્શન માટે સહુને અતિ આશ્ચર્ય થતું. એકબીજા અજાણ્યા અજાણ્યા લાગતા હતા; એકબીજા પરસ્પરની ભાષા સમજતા નહોતા. જે માનવગણના એક્યનું કુમાર વૃષભધ્વજનું સ્વપ્ન હતું, એ માનવગણ શું આવો વિચિત્ર હતો ! આ માનવગણોનો પરિચય કરાવવાનું કાર્ય પછી પર મુલતવી રાખી ૧૩) ભગવાન ઋષભદેવ Page #150 -------------------------------------------------------------------------- ________________ કુમાર દેવી સુમંગલાના આવાસે ગયા. પોતાના પ્રિય સખાના આગમન સાથે જ એનું ગયેલું સ્વાસ્થ ફરી પાછું આવ્યું હતું. પોતાના તરત જન્મેલા પ્રિય સંતાનયુગલને ક્ષણ-બે ક્ષણ નીરખીને કુમાર બહાર નીકળ્યા. સુનંદા ભાવથી પોતાની બહેનને વળગી પડી. બે બહેનનાં હૃદય હર્ષથી ગદ્ગદ થઈ ગયાં. “બહેન !” સુનંદાએ નવજાત બાળકને હાથમાં લઈ રમાડતાં કહ્યું : “કેવું રૂપ છે ! સૂર્યનો જાણે અવતાર લાગે છે.” “અને આ બાળકી ? સુનંદા, અસલ તારો જ ચહેરોમહોરો. સુનંદા, કહે છે કે, ગર્ભવતી સ્ત્રી જેનું વધુ સ્મરણ કરે, તેવી મુખાકૃતિવાળું એનું બાળક થાય. મેં સદા તમ બેનું જ સ્મરણ કર્યું હતું : એક કુમારનું આ બાળક એના જેવો થયો; બીજું તારું—આ બાળકી તારા જેવી થઈ !” “અરે, પણ આ બાળક તો એની મા જેવો જાજરમાન થશે. જુઓ ને, મારા વક્ષસ્થળમાં કેવું માથું મારે છે ? બધે માથું મારીને મારગ કરે એવો છે.” ? “અને લુચ્ચો પણ એવો છે. જાણે મારા પર એના એકલાનો અધિકાર ન હોય, એમ જોર ચલાવે છે. એક પયોધર પર મોં ને બીજા પર હાથ રાખીને બંને ઠેકાણે પયઃપાનનો કબજો જાળવે છે. પણ એને ક્યાં ખબર છે, કે આ પણ એટલી જ પયઃપાનની અધિકારિણી છે.” “કુમા૨ રાજા થશે ત્યારે પહેલો ન્યાય આ લુચ્ચાનો જ ચૂકવશે.” “રાજા !” “હા, નાભિદેવે લોકોને કહ્યું લાગે છે, કે કુમાર તમારો રાજા થશે, હજાર કક્ષોનો સ્વામી. જુઓને, પણે નંદનોદ્યાન તરફ માનવગણોની ધમાલ મચી રહી છે, અને સુયોધનો ગંભીર સ્વર પણ આવી રહ્યો છે.” કુમારે એ દિશા તરફ કાન દીધા. ખરેખર, સુયોધનો અવાજ વાતાવરણને વીંધતો આવી રહ્યો હતો : “પ્રવાસના ભારથી શ્રમિત કુમાર વિશ્રામ લઈ રહ્યા છે. જાઓ. હિંમત ના હારો. જીવનકલહથી ન કંટાળો. ઝૂઝો. સદા ઝૂઝતા રહો. ન ઝૂઝનાર કાયરનો નાશ થાય છે, પુરુષાર્થીને કદી પરાજય મળતો નથી.” પણ ભૂખ્યાં, ચિંતાગ્રસ્ત ટોળાં કુમારને મળવા માટે ઉત્કંઠ હતાં. તેઓની ચીસો વધતી ચાલી. આમ્રભવનમાં આરામ લેવા આડેપડખે થવાની તૈયારી કરતા કુમારના કાને એ ચીસો આવી. એ તરત જ બહાર આવ્યા ને બોલ્યા : શતયજ્ઞકર્તા ઃ ૧૩૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ “સુયોધ, શું છે ?” સુયોધે બધી વિગત કહી. કુમારનું મોં મલકી ગયું. આંખોમાં કરુણાનો રંગ છવાઈ ગયો. તેમણે આગળ આવી કહ્યું : “આવો, અંદર આવો. આમ્રભવનનાં દ્વાર તમારે સર્વને કાજે અભંગ છે.” કાર રોકીને ઊભેલા સુયોધની ગદાધારી પ્રચંડ મૂર્તિ સ્વામીનો આદેશ સાંભળી બાજુમાં ખસી ગઈ. કુળવાસીઓ અંદર ધસી આવ્યા. કુમારના આ સ્વાગતથી એમના હૃદયમાં પ્રગટેલો રોષ અડધો થઈ ગયો. તેઓએ નમ્ર થઈને પોતાનાં દુઃખદર્દની વાતો કહી અને પછી શાંત ઊભાં રહ્યાં. “તમારી પીડા, તમારાં દુઃખ મેં સાંભળ્યાં છે; પણ તે તમે જ પેદા કર્યા છે. કુદરતે તમને આંગળી આપી તો તમે પોંચા કરડી ખાધા. ફળ-ફૂલ લેવા માટે કહ્યું તો તમે એનાં પર્ણ, કાષ્ઠ ને મૂળ સુધ્ધાં ખોદી લીધાં. દૂધ લેવા કહ્યું તો તમે તમારી ગરજે એના દેહ પણ લઈ લીધા. તમે પ્રકૃતિ તરફ જેટલા અનુદાર થશો, જેટલા ઘિાતકી થશો, પ્રકૃતિ તેટલી જ તમારા પ્રત્યે કઠોર અને ઘાતકી બનશે. મા વસુંધરાના ખોળે તો અન્નના, પાનના ભંડારો ભર્યા છે. એનો ખોળો કદી ખાલી નથી. ખાઓ મનભરીને પીઓ મનભરીને. સાથે સાથે તમે એ પૃથ્વીને વફાદાર રહો. એ આપે છતાં મનચોરી ન રાખો ! તમારું પેટ કેટલું? એક જ પેલું નાળિયેરનું વૃક્ષ તમને દિવસો સુધીનો ખોરાક પૂરો પાડે. આ આમ્રવૃક્ષ, આ તાડવૃક્ષ, આ નાની લતાઓ, આ ભૂમિ પર થતું ઘાસ પણ તમને પેટપૂર આપવા તૈયાર છે, તો તમે શા માટે ક્રૂર અને ચોર બનો છો? તમે ક્રૂર બન્યા, આજીવિકા માટે ઘાતકી બન્યા તો કુદરત તમારી સાથે તેવી બની.” એક વાત યાદ રાખો : પ્રકૃતિએ કોઈ પણ વસ્તુ નકામી સર્જી નથી. જેને તમે નિરર્થકમાનતા હો, એમાં મોટી સાર્થકતા છુપાયેલી હોય છે. પૃથ્વી પર વેરાયેલા કાંટાનું સર્જન પણ અહીં સાર્થક છે. એ સર્જનનો લાભ લેતા શીખો. ઉપયોગિતા એ જીવનનો આશીર્વાદ છે. વસ્તુનો ઉપયોગ જાણતાં શીખો. આકાશમાં કાળાં વાદળ તમને ગભરાવી નાખતાં હશે, વીજળી ને મેઘગર્જના તમારાં કાળજાં કંપાવતી હશે. તમે તો એમ જ માનો કે આ વાદળ નિરર્થક છે, વીજળી ને ગર્જના ફોગટ છે; પાણીને વરસવું હોય તો એકલું કાં વરસી ન જાય? પણ એમ બનવું અસંભવિત છે. મેઘ, વાદળ, વીજળી ને ગર્જના પાણીનાં પ્રાથમિક સ્વરૂપ છે. આવશ્યકતા પેદા કરો તેની સાથે આવિષ્કારની જહેમત ઉઠાવો. પૃથ્વી, પાણી, આકાશ, પવન ઉદાર છે. ઉદારતાથી આપલે કરો. તમારા ૧૩૨ ભગવાન ઋષભદેવ Page #152 -------------------------------------------------------------------------- ________________ અન્નનો એક દાણો તમને હજાર દાણા પેદા કરી દેશે. વૃક્ષની એક ડાળી બીજાં હજાર વૃક્ષ ઊભાં કરે છે. એક પશુ બીજાં અનેક પશુ તમને આપે છે. જીવનનિર્વાહનાં કારણોને યોગ્ય કારણોથી સિદ્ધ કરી આપો !” “એક દાણામાંથી હજાર દાણા કેમ થાય, એ અમે નથી જાણતા.” “આજ હું તમને એની સમજ આપવા ઇચ્છું છું. જે રેઢિયાળ પ્રાણીને તમે નિરર્થક લેખો છો, એ જ તમારી સમૃદ્ધિનું ચિહ્ન બનશે, સહુ પોતપોતાનાં એ પ્રાણીને લઈ હાજર થાઓ. જુઓ, પણે પેલી પતાકા ઉપર શું છે ?” “અરે, ત્યાં વૃષભ બેઠો છે ! શું કામ બેઠો છે ?” “એ તો મારી બાલ્યાવસ્થાની ખેવના છે. અને તે માટે જ મેં મારી ધ્વજા પર એનું ચિત્ર દોર્યું છે.” “ચિત્ર એટલે શું ? આ તો સાચો જ છે; ફક્ત હાલતો-ચાલતો નથી એટલું જ.” “હાલતો-ચાલતો નથી, એટલે જ એ ચિત્ર છે.” “પ્રભુ, આપે અમને વાસણ બનાવવાની વિદ્યા આપી; હવે આ વિદ્યા પણ આપો.’ “જિગીષુને કંઈ દુષ્પ્રાપ્ય નથી. પણ આજના ક્રૂર જીવનનિર્વાહને, મહાહિંસક આજીવિકાને, ઘાતકી લાલસાને નષ્ટ કરવા, મેં ઘણા વખતથી પરામર્શ કર્યા કર્યો છે. નાનું એવું પેટ, અનન્ત સાગરમાં બિંદુ જેવું લેખાય એવું આયુષ્ય; અને એ આયુષ્ય નિભાવવા એ પેટ ભરવા—આટલાં પાપ ? આહાર મેળવવા માટે તમારે ઝનૂની થવું પડે છે, કસાઈના જેવી ક્રૂરતાથી કામ લેવું પડે છે, જીવનસટોસટની લડાઈ ખેલવી પડે છે. એક શિકાર, બીજો શિકારી; એક ખાનાર, બીજો ખાદ્ય ખાઈ જાય છે. જંગલજીવનના આ અવશેષને તમે છાંડ્યો, પશુપાલન તમે શીખ્યા, ગોકુળ તમે રચ્યાં—માનવકુળ જેવાં. હવે તમે કૃષિ કરો. ન જંગલો ફેંદવાની જરૂ૨, ન મારામારી કરવાની આવશ્યકતા, ન ક્રૂરતાથી કોઈનાં હાડમાંસ ચૂસવાની જરૂ૨. ચાર મહિના મહેનત કરો, બારે મહિના શાંતિથી ખાઈ-પીને લહેર કરો. એક પશુ મા૨ી એને ખાઈ જાઓ, પણ તે પછી શું ? ફરીથી નવાની શોધમાં નીકળો. પણ હું તમને એક અજબ કલ્પવૃક્ષ બતાવું છું : ખાધાં કરો અને છતાં કદી ખૂટે નહીં એવું ! "" “સ્વામી, તમે અમારા રાજા બનો ! ખાધા કરીએ અને ખૂટે નહીં એવો માર્ગ અમને બતાવો !’” શતયજ્ઞકર્તા : ૧૩૩ Page #153 -------------------------------------------------------------------------- ________________ “રાજાનો અર્થ સમજો છો ?” “ના, એ શબ્દ અમારા માટે નવો છે. પણ ડાહ્યા લોકો કહે છે, રાજા હોય તો સંકટમાં અમારું રક્ષણ કરે, અમારા કલ્યાણ માટે વિચાર કરે. અમે ક્રોધથી ગાંડા થઈએ, સ્વાર્થથી આંધળા થઈએ, તો અમને શિખામણ આપે. શિખામણ વિસરી જઈએ તો શિક્ષા કરે, માબાપનું કામ રાજા કરે ! નાભિદેવ કહે છે, “કુમાર તમારો રાજા થશે. અમે પણ ઇચ્છીએ છીએ કે આપ અમારા રાજા થાઓ.” “તમારા જીવનના રાજા તમે પોતે બની શકતા હો તો રાજાની તમારે જરૂર નથી. અને જો તમારું રક્ષણ તમે નહીં કરી શકો તો રાજા શું કરવાનો હતો ? પણ અત્યારે આ વાત વિચારવાની નથી. તમારી સામે જે સુધાસંકટ છે, તેનું જ નિવારણ કરીએ. સહુ પોતપોતાના વૃષભ લઈ મારી પાસે સરયૂતીરે આવો !” કુમાર, અમે અમારા વૃષભ લઈ ત્યાં આવીએ છીએ, પણ તમે થોડો વિશ્રામ લઈને આવો. તમને શ્રમ હશે.” માનવગણે પોતાના પ્યારા કુમાર માટે લાગણીના શબ્દો કહ્યા. માનવજીવનના શ્રેય માટેનો પ્રયાસ એ મારે માટે શ્રમનો વિષય નથી, આનંદનો છે. સહુ સરયૂતીરની સમતલ ભૂમિ પસંદ કરજો. તમારી પાસે રહેલા દાણા લેતા આવજો.” “સહુના ઘરમાં યવના પચીસેક મૂઠી દાણા હશે.” “એટલા પણ લેતા આવજો.” થોડી વારમાં તો સરયૂના તીર પર જનસમુદાય ઊભરાઈ ગયો. કુમારની બુદ્ધિમત્તા માટે સહુને ખૂબ ખૂબ માન હતું. સમતલ ધરા પસંદ કરવામાં આવી. જેની પાસે જેટલાં બી હતાં, તેટલી ભૂમિ તેણે લીધી, પણ ભૂમિ કઠણ પથરાળ હતી. આમાં બી વાવે કેમ ઊગે? કુમારે બે મોટાં લાકડાં મંગાવ્યાં: એક લાકડાને તીરના આકારનું બનાવ્યું. બીજા લાકડાને તેમાં પરોવ્યું. “અને આ તો ભારે તીક્ષ્ણ શસ્ત્ર થયું. આનાથી તો પાતાળ પણ ફોડી નાખીએ.” એ શસ્ત્ર નથી, હળ છે, એને તમારા વૃષભની કાંધે જોડો, હળ ઉપર જરા જોર આપો, આ તમારી મૃતવતું પડેલી ઊખર જમીન ફળદ્રુપ બની જશે.” ૧૩૪ ભગવાન 28ષભદેવ Page #154 -------------------------------------------------------------------------- ________________ વાહ, વાહ, વાહ ! પૃથ્વીનું પડેપડ વીંધતા વૃષભે એ દિવસે દુનિયાને ૨મણીય બનાવવા ડગ ભર્યાં. સુંદર ચાસ સૂર્યના પ્રકાશમાં શોભી ઊઠ્યા. એ જ વૃષભની પીઠ પર ઘડાઓમાં સરયૂમાંથી પાણી લાવવામાં આવ્યું, ને ચાસમાં વહેતું મુકાયું. યથાસમયે બી વવાયાં. રે ! પેટ ભરવા બચેલાં મૂઠીભર બીયાં પણ પૃથ્વીના પેટાળમાં દાટી દીધાં–ન જાણે એ પણ નષ્ટ થશે કે શું ? ક્ષણભર સૌને શંકાઓ સ્પર્શી રહી, પણ પાછાં એ ભોળાં માનવી વિચારી રહ્યાં : “અરે, કુમારને તો આપણે રાજા બનાવવા ઇચ્છીએ છીએ, રાજાના વિશે અવિશ્વાસ કેમ શોભે ?’’ આંતરે દિવસે જલ સીંચતા સહુ નાનાં નાનાં ખેતરોની રક્ષા કરી રહ્યા. “જેમની પાસે બિયાં ન હોય, એ ફળફૂલ વાવી શકે છે.” જેમની પાસે ફળ હતાં, એમણે ફળ વાવ્યાં; ફૂલ હતાં એમણે ફૂલ વાવ્યાં. ખેતરોને રોજ પાણી પાવું, સાફ કરવાં, ચોકી કરવી, ખુલ્લી કુદરતની સમીપ રોજ રહેવું, સહુને ગમી ગયું. બે-ત્રણ દિવસ વીત્યા : એક સવારે સહુ જુએ છે, તો લાલપીળા કોંટા સૂર્યના પ્રકાશમાં ચમકી રહ્યા છે. અને આજ જોયા હતા, એના કરતાં આવતી કાલે એ મોટા થયા હતા. “અરે, રાજા વૃષભનો જય ! આપણાં બીમાંથી તો આ કોંટા ફૂટ્યા ને ધાવણું બાળક જેમ વધે એમ એ વધે છે !” પણ કુમારની સિદ્ધિ આટલામાત્રથી નહોતી. એણે જેઓની પાસે વૃષભ પણ નહોતા ને બી પણ નહોતા, તેઓને વૃક્ષના પાતળા રેસાઓમાંથી, આડાઅવળા રેસા ગૂંથીને વસ્ત્ર બનાવતાં શીખવ્યું. પાત્રની જરૂરિયાત ખૂબ ઊભી થઈ હતી. જે ઘરમાં બે પાત્રથી ચાલી રહેતું, એને હવે દૂધ માટે, દધિ માટે, ધૃત માટે અનેક પાત્ર જોઈતાં, ને હાથથી એટલાં બનાવવાં કઠિન હતાં. કુમારે લાંબા વિચાર બાદ કાષ્ઠનું આરાવાળું એક ચક્ર બનાવ્યું. એ ચક્ર પર માટીનો પિંડો મૂકી ગોળ ગોળ ફેરવવાથી ધાર્યાં પાત્ર બનવા લાગ્યાં. પર્ણકુટીઓમાં મોટા મોટા ફેરફારો થવા લાગ્યા. પાણીમાં તણાઈ આવેલાં ઝાડનાં મોટાં મોટાં થડ ઊભાં કરી, વચ્ચેની જગા માટી ને પથ્થરથી ભરવા માંડી. મથાળે લાંબા લાંબા વાંસ ગોઠવી વેલાઓથી છાપરું બનાવી લીધું. શતયજ્ઞકર્તા : ૧૩૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ સુંદર ઘર બન્યાં. પરસાળનો અગ્નિ ગૃહમાં લીધો. ઘર હૂંફાળું બની ગયું. સરયૂતીરવાસીઓમાં જે પરિવર્તનો થતાં, એ ત્વરાથી બીજા માનવકુળોમાં પ્રસરી જતાં. કુમારના નામની મોહિની એવી હતી કે પ્રત્યેક કુળવાસીઓ પૂરતી શ્રદ્ધાથી એને અનુસરતા. અનુસ૨વા છતાં જેઓને કંઈ વિઘ્ન નડતું, તો તરત અહીં આવતાં. કોઈક કહેતું : “સ્વામી, સૂર્યનો તાપ અમને બાળી નાખે છે. આખી દુનિયામાં મેઘ વરસે છે, અને અમને પાણીનું ટીપુંય કેટલીક વાર નથી મળતું.” “વૃક્ષો વાવો, વરસાદ આવશે. મેઘ અને વૃક્ષને પ્રીતિ છે.” કુળવાસીઓ જરા મૂંઝાતાં. વૃક્ષ અને વરસાદના સંબંધને તેઓ ન પિછાણતાં, પણ માત્ર શ્રદ્ધાબળથી એ વિધાન સ્વીકારતાં, વૃક્ષો વાવતા ને વરસાદ આવતો. કુમારની શક્તિ પર સહુ મુગ્ધ બનતા. પણ કુમારે તો આવાં આવાં અનેક કાર્યો આરંભ્યાં હતાં. સો યજ્ઞ એમને કરવા હતા; ને એક એક યજ્ઞમાં જનકુળોની ન ધારી પ્રગતિ ભરી હતી. અરે ! પણ કુમારની સમોવડિયણ ઘેલી સુનંદા કાં નહોતી દેખાતી ? ને દેવી સુમંગલા કાં આખો દિવસ આમ્રભવનમાં જ ભરાઈ રહેતાં હતાં ? દેવી સુમંગલા કહેતાં કે “અમે પણ કુમારની જેમ ગૃહયજ્ઞ આરંભ્યો છે. બાહ્ય વ્યવસ્થા તમે કરો, આંતરવ્યવસ્થા અમે કરીએ.” પશુપાલન, ગૃહવ્યવસ્થા, રસોઈકલા, સંતાન ઉછેરવાં – બધું કાર્ય દેવીએ સંભાળી લીધું હતું. એમણે કુળવાસીઓની સ્ત્રીઓને સંયુક્ત કરી, એમને નવા નવા જીવનપ્રકારો સમજાવવા માંડ્યા હતા. ગૃહરાજ્યની આ અધિશ્વરીએ પોતાનાં બે બાળકોનું એવું સુંદર રીતે લાલનપાલન કરવા માંડ્યું કે, સંતાનઉછેરની કલા નવી જ રીતે રજૂ થવા લાગી. બે બહેનપણી અને માતા મરુદેવાએ મળીને બાળકોનાં નામ પાડ્યાં. ભર્તાના જેવો મિજાજ રાખનાર, સૂર્યસમાન તેજસ્વી બાળકનું નામ ‘ભરત’ રાખ્યું. બ્રાહ્મીની વેલ-શી શીળી, સૌમ્ય સ્વભાવી ને હોંશે હોંશે હેત આવે એવી બાલિકાનું નામ ‘બ્રાહ્મી' રાખ્યું. એનો નામકરણવિધિ મોટા સમારોહપૂર્વક ઊજવ્યો. ૧૩૬ * ભગવાન ઋષભદેવ Page #156 -------------------------------------------------------------------------- ________________ દેવી સુનંદા આ બધામાં સાથ આપતાં, પણ હવે તો એમના હૈયાના પિંજરામાં પણ કોઈ પંખીના ફફડાટ સંભળાયા કરતા, પહાડ પર ચઢી શકે એવું પાતળું સોટા જેવું શરીર હવે સ્થૂલ બન્યું હતું. જઘનપ્રદેશ વિસ્તાર પામતો હતો. પયોધરો પણ અત્યંત વિશાળ ને કષ્ટદાયક બન્યા હતા. “અરે, આ પયોધરોના ભારથી જ તું નમી જઈશ. ચાલ હું તને કંચુકી બનાવી દઉં.” દેવી સુમંગલાએ તોફાની ભરતને સુનંદાના હાથમાં આપતાં કહ્યું. પણ લુચ્ચો ભરત તો સુનંદાના પયોધરો ત૨ફ ધસવા લાગ્યો. સુનંદા એને બે હાથમાં પકડી દૂર રાખવા જેમ પ્રયત્ન કરવા લાગી, એમ ભરત વધુ તોફાન મચાવવા લાગ્યો. એ એના બલિષ્ઠ પગ સુનંદાના પેટ પર ને પયોધર પર પછાડવા લાગ્યો ને બે હાથે સુવર્ણકલશ જેવા પયોધર તરફ ઝૂકવા લાગ્યો. આ હંધ્રમાં બાળક જબરો નીકળ્યો. સુનંદા હારી ગઈ, અને શ્રમથી હાંફવા લાગી. એણે બૂમ મારી : બહેન !” “અરે, આ આવી. સારું જોઈને મૃગચર્મ લેતી આવું ને ?” “આ લુચ્ચો જુઓ ને !” ભરત સુનંદાના પુષ્ટ પયોધરને મોંમાં લઈ હસતો હસતો બીજે હાથે બીજા પયોધર પર કાબૂ રાખી રહ્યો હતો. “લુચ્ચા, કોકનો ભાગ તા૨ે લઈ લેવો છે ? ચાલ, આમ આવ,ભૂખ્યો થયો છે ?” માતાએ પોતાના પયોધર બતાવી, મહામહેનતે સુનંદાના પયોધર પરથી ભરતને છોડાવ્યો. “લુચ્ચા, તું મને બચકાં ભરી ગયો ? લાવ હું તને બચકું ભરી લઉં.” ભરતના મોટા કોમળ ગાલ પર સુનંદાએ જોરથી ચુંબન ચોડ્યું, ને ધીરે ધીરે દાંત બેસાડ્યો. પણ એ તો હસતો હતો. “અરે, આ તો કેવો જબરો છોકરો છે ! આપણે એના ગાલ કાપી ખાઈએ તોય કશું ન બોલે એવો છે. બહેન, આવો બળિયો છોકરો મેં જોયો નથી.” સુનંદાએ હેતથી ભરતને પંપાળતાં કહ્યું. લુચ્ચો ભરત એના પયોધર માટે મથી રહ્યો હતો. “બહેન, એ લુચ્ચાને છોડીશ મા. હું હવે કંચુકી બનાવી રહેવા આવી છું. બધી રીતે તને એની જરૂર છે. સુમંગલાએ થોડી વારમાં મૃગચર્મની સુંદર કંચુકી બનાવી લીધી. શતયજ્ઞકર્તા ઃ ૧૩૭ Page #157 -------------------------------------------------------------------------- ________________ સુનંદાના દેહ પર એ અત્યંત શોભા આપવા લાગી. આ દરમ્યાન સ્તનપાન પૂરું કરી ભરત પોતાની બહેન બ્રાહ્મી સાથે ખેલવા લાગ્યો હતો. “બહેન, કુમાર સાથેના પ્રવાસમાં તારો દેહ અત્યંત શ્રમિત થયો છે. તારે આરામની બહુ જ જરૂર છે. આવ બહેન, તારી વેણી ગૂંથી દઉં.” સહેજે સ્નેહ ઊપજે એવી સુનંદાના મસ્તકને દેવી સુમંગલાએ બે હાથમાં લઈ વક્ષસ્થળ પર લીધું. પછી થોડી વાર એના મુખસૌંદર્યને નીરખી રહી. એકાએક આવેશમાં આવીને એને ચૂમી લીધું. “સુનંદા, ઘણી વાર મને એ દિવસ યાદ આવે છે, જ્યારે તું આમ્રભવનના દ્વાર પર આવી હતી; અરેરે, મેં તારો કેવો તિરસ્કાર કર્યો હતો ! સંસારમાં મારા જેવી સ્વાર્થી સ્ત્રી બીજી કોઈ નહીં હોય”. સ્વાર્થી નહીં, તમારા જેવી સ્વાર્પણપ્રેમી કોઈ નહીં હોય, એમ કહો ! દેવી, કેવી દશામાં તમે મને સ્વીકારી ! કેટલો આત્મભોગ તમે આપ્યો ! એ દિવસે તમે તિરસ્કારી હોત તો ... ?” તો શું, સંસારનું શ્રેષ્ઠ સૌંદર્ય ને સર્વોત્તમ ગુણરાશિ મારે દ્વારેથી ચાલ્યો જાત. કુમારની આદર્શ ભાવનાઓ અમૂર્ત રહેત. હું એક સુંદર સખી ગુમાવત. હું એક નિર્દોષ, પ્રેમાળ બહેન ખોવત. ને આ કુળ સુંદર સંતાનનો લાભ ગુમાવત.” સુંદર અને અસુંદર અત્યારથી કેમ કહી શકાય ?” સુંદર જ. હું વિચાર કરું છું ત્યારે મારા હર્ષનો પાર રહેતો નથી. તારા ઉદરમાં જે પંખી પ્રવેશ્યાં છે, એ તારા જેવાં રૂપાળાં, ઠાવકાં ને નેહભર્યા જ હશે.” મારા ભરત તોલે કોઈ ન આવે. જગદીપક દીકરો છે આ, બહેન !” “અરે, લુચ્ચો છે, લુચ્ચો. બસ, બળ વાપરીને જેનું – તેનું સ્તનપાન કરવું એમાં જ એ સમજ્યો છે !” “ના બહેન, કાલે હું સૂતી હતી ત્યારે ધીરેથી ખસતો ખસતો આવીને મારા ગાલ પર મોં મૂકીને બચી ભરવા માંડ્યો. મધ જેવું મીઠું મીઠું બોલે. હું તો અડધી અડધી થઈ ગઈ. મેં વિચાર્યું, એની માતાએ તો મને પ્રેમવર્ષાથી નવરાવી છે, પણ દીકરો કેવો હેતાળ છે ! આ મા તો જલદી વૃદ્ધ થઈ જવાની, ત્યારે આ જ મારો બેટો મને દોરશે, મને ટેકો આપશે. બહેન, એક વાત મારે તમને કરવાની છે. રોજ રોજ મારા સ્મરણપટ પર બે વ્યક્તિઓ આવ્યા કરે છે : એક છે સિંહાસનારૂઢ પ્રચંડ તેજસ્વી સ્ત્રીમૂર્તિ ! હાથીઓનાં વન ઊભરાઈ ચાલ્યાં ૧૩૮ ભગવાન ઋષભદેવ Page #158 -------------------------------------------------------------------------- ________________ છે, અષ્ટાપદ જેવા ભયંકર પ્રાણીની ચીસો સંભળાય છે. છતાં એ સ્ત્રીમૂર્તિ નિર્ભય મને, નીડર ચાલે ચાલી જાય છે. એ સ્ત્રીમૂર્તિ તો મેં ઓળખી.” “કોણ ?” સુમંગલાએ જિજ્ઞાસાથી પૂછ્યું. બીજું કોણ હોય ? દેવી સુમંગલા. આ કુળમાં બીજી જાજરમાન સ્ત્રી કોણ છે? પણ બહેન, બીજી જે મૂર્તિ મને સ્વપ્નમાં આવ્યા કરે છે, એ અજબ છે. પ્રિયંગુલતા જેવો એનો વર્ણ છે, મરકતમણિ જેવી એની કાન્તિ છે. ઊંચા પહાડ પર વાદળોની ટોચ પર એ ઊભો છે, ને આછો ઝાકળનો પડદો આડો પડેલો છે. એક બાહુમાં અમૃતપાત્ર છે, બીજામાં વજ છે. વર્ણ તો શ્યામ છે, પણ રૂપ લોભામણું છે. વાદળો જેવી ધીમી ગર્જના થયા કરે છે. મનને ગમે એવું મીઠું મીઠું આકાશ ઝર્યા કરે છે. કોણ હશે એ ? ઘણો વિચાર કર્યો પણ કોઈ એવું મળતું નથી. કુમાર તો સુવર્ણવર્ણા છે, ને આ તો શ્યામવર્ણો છે.” “કોઈ વાદળનગરીનો રાજા ઇંદ્ર હશે–લોકો તને ઇંદ્રપુત્રી કહેતાં હતાં વાદળનગરીનો રાજા મેં જોયો નથી. પણ... સુનંદા પક્વ બિંબફળ જેવા આછા ઓષ્ઠ પર આંગળી મૂકી કંઈ ઊંડા વિચારમાં ઊતરી ગઈ. એ કંઈ કંઈ યાદ કરી રહી. અચાનક કોઈ વાત યાદ આવતી હોય તેમ એ બોલી ઊઠી : “ઓળખી લીધો. બહેન, અંતરના જન પાસે મન મોકળું કરવાથી ઘણો ફાયદો થાય છે. અરે, એ વાદળનગરીનો સ્વામી તે વહાલો વૃષભધ્વજ. બહેન, એકાકી દશામાં, દુષ્કાળની વેળાએ, મેઘવાહન ઐરાવત પર ચઢીને એ સુમેરુની તળેટીમાં આવેલા. સુકા પ્રદેશ પર આવતાં, એમના આડે ઠંડો ઝાકળનો પારદર્શક પડદો પડ્યો હતો. એ વેળા વાદળનગરના સ્વામી તરીકે મેં તેમને પિછાણેલા. અરે, કુમાર અનેક રૂપ ધરીને લોભાવ્યા કરે છે; બહુ ચતુર છે !” ચતુર તમે છો કે હું ? યજ્ઞના કાર્યમાં લેશ પણ ભાગ લેવો નથી, અને બીજાને ધુતારા અને ચતુર કહેવા છે !” સામેથી કુમાર આવતા હતા, તેમણે ધીમેથી છેલ્લા વાક્યનો ઉત્તર આપી દીધો. - “અમે પણ યજ્ઞ આદરી બેઠાં છીએ. અમારી કુળવાસિની સ્ત્રીઓ નીરખી ? આ કુળમાં પહેલાં સંતાનને જન્મ આપ્યા પછી, માતા કેટલી જલદી કૃષ્ણ પક્ષના ચંદ્રની જેમ મૃત્યુનો ગ્રાસ બની જતી ? એ માતાઓના મરવાથી પુરુષ પણ વિરહમાં ઝૂરી ઝૂરી મૃત્યુને શરણ થતો. અમે અદ્ભુત ગૃહયજ્ઞ કર્યો છે : હવે માતા સંતાનોત્પત્તિ પછી નહીં મરે, એક શું, અનેક સંતાનને જન્મ આપશે. શતયજ્ઞકર્તા ૧૩૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ એટલું જ નહીં, એને કેળવીને તમારી ભાવનાને અનુરૂપ બનવાશે. જુઓ છો, કે કુલવાસિની સ્ત્રીઓ પુરુષોના પ્રત્યેક કામમાં કેટલી ચીવટથી સાથ આપે છે ! સાચો યજ્ઞ તો અમે જ કરીએ છીએ ને ? એ કંઈ તમારાથી થવાનો છે ?” “દેવી, તમારા ગૃહયજ્ઞનો હું આદર કરું છું. સંસારમાં માનવી બધું કરી શકે છે, પણ માતૃપદ સહેલું નથી. યજ્ઞની જ્વાલા સદા જલતી રાખવાનું, વંશપરંપરા સુધી પવિત્ર જીવનનો વારસો જાળવી રાખવાનું કામ સ્ત્રીઓનું જ છે. સમુદ્રમાં મોતી પાકે છે, ખેતરમાં અન્ન પાકે છે, એમ સ્ત્રીને પેટ સંતાન પાકે છે. સાગર અને પૃથ્વીના જેટલી જ મહિમામય સ્ત્રી છે. ભરત ક્યાં છે, દેવી ?”’ “લુચ્ચો ક્યાંય રમતો હશે—કોઈ ચિત્તાની જોડે કે કોઈ સિંહની સાથે. તોફાન, તોફાન ને તોફાન !” “અને બ્રાહ્મી ક્યાં છે ?” “એ તો ઠાવકી થઈને ફરે છે. કુળવતી સખીઓને એ બહુ વહાલી લાગે છે. એ પણ કોઈની સાથે ક્યાંય રમતી હશે.” “અને દેવી સુનંદા ! કુમારે પોતાનાં અણિયાળાં નેત્રો સુનંદા ત૨ફ ફે૨વતાં કહ્યું, “દેવી, તમારા ફાટફાટ થતા યૌવનનો ભાર આ બિચારું ભૃગચર્મ ક્યાં સુધી ઝીલી શકશે ? જોજો, તૂટી ન જાય.” “અરે, લુચ્ચો ભરત અત્યારથી તોડી નાખે છે. પણ એ ભાર હળવો થવાને હવે વાર નથી. આ તરફ મારો વૃષભ રાજા થશે ને આ તરફ મારી વહાલી સુનંદાને સંતાન આવશે.” સુમંગલાએ સખીને બાહુપાશમાં લેતાં કહ્યું. “વૃષભ રાજા તો બનશે; કુલવાસીઓ પાછળ પડચા છે; પિતાજીએ જ એમાં પ્રોત્સાહન આપ્યું છે; પણ રાજપદની જવાબદારી કેટલી ભારે છે, એ જાણો છો ? જે રાજા થયો એ બિચારો ઘર-બારનો ગયો, એનાં સંતાન એનાં નહીં.પ્રજામાત્ર એનાં સંતાન, વસુધામાત્ર એનું વાસસ્થાન. માનવીઓના પ્રેમ પર એનું સિંહાસન. ન્યાય એ જ એની પ્રતિષ્ઠા. એનો રાજદંડ ભરતને પણ ન પિછાણે, ને દેવીને પણ ન છોડે.” “કુમા૨ને શું અસાધ્ય છે ? અમારે તો રાજા જોવો છે.” સુમંગલાએ કહ્યું. “ચાલો, વખતની વાતો વખતે. આજે કૌમુદીવિહાર કરીએ. ઘણાં દિવસથી સાથે હર્યાફર્યા નથી.” મદમસ્ત હાથીની પીઠ પર, એ રાતે મદ-મસ્ત બનેલાં સહુએ કૌમુદીનો આસ્વાદ માણ્યો. ૧૪૦ * ભગવાન ઋષભદેવ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૭ કલ્પતરુનાં વાવેતર ખતરોમાં લહેરાતા છોડ પર સોનેરી ડુંડાઓ જ્યારે દાણાઓથી ભરચક્ક છવાઈ ગયાં, ત્યારે દેવી સુનંદાએ એક સંતાનયુગલને જન્મ આપ્યો. એક અન્નના કણમાંથી હજાર હજાર કણ પેદા કરવાની આ કરામત પર સહુ ખુશ થઈ ગયા. અરે, થોડીક જમીનમાંથી તો તેમને ખાસું વર્ષ ચાલે એટલું અન્ન લાધ્યું અને વધારામાં પોતાનાં પશુઓ માટે ભરપૂર ખાવાનું પણ મળી ગયું. ફળવાડીઓમાં પણ રંગબેરંગી ફળ બેઠાં હતાં. કોઈ મીઠાં, મધુરાં, ખટમીઠાં. કોયલો એની ચારે તરફ ટહુકા કરતી ફરતી હતી. લીલી દેહવાળા સૂડા ને કાળી કાળી મેનાઓ આ સ્વાદિષ્ટ વાડીઓમાં જ ભટક્યા કરતાં. આકાશમાં ચંચળ રૂની પૂણી જેવી વાદળીઓ ધીરે ધીરે સરતી હતી. ખાઓ-પીઓ ને આનંદ કરો! ન હવે ધગધગતા બપોરે ભયંકર અટવીઓમાં આથડવાની જરૂર ન વરસતે વરસાદે ટેકરીઓ અને ખીણો ખૂંદતાં ફરવાની આવશ્યકતા ! પેટ ભરવા માટે પશુઓના શિકારની જરૂર નહીં. ક્રૂરતા આચરવાની કોઈને હવે ઇચ્છા જ ન રહી. અરે ! પ્રિય કુમારના જ એ શબ્દો હતા ને : તમે જેટલા ક્રૂર થશો, પ્રકૃતિ એટલી તમારા તરફ ક્રૂર થશે. એના ખોળામાં બેસીને ખાઓ-પીઓ, પણ એનો રૂપાળો માળો વીંખી ન નાખો. પશુ, પંખી, વાંસ, વૃક્ષ સહુ એને માનવી જેટલાં જ વહાલાં છે, સહુ ખપ પૂરતું આપે અને ખપ પૂરતું લે ! સંઘરો પાપ ! સમૃદ્ધિ પાપ ! સંઘરો અને સમૃદ્ધિ જ આખરે પ્રકૃતિમાતાનાં બે બાળને એકબીજાના હરીફ બનાવે – એકને રાજા, એકને રંક ! માતા એવું કદી ન ઇચ્છે. અરે, Page #161 -------------------------------------------------------------------------- ________________ આટલું સ્વાદિષ્ટ, પેટ પૂરતું ને ઇચ્છીએ ત્યારે ખાવાનું મળતું હોય ત્યારે પશુઓના ધૃણિત દેહનો વાસ પોતાના પેટમાં કોણ બનાવે ? વાયુની લહરીઓથી ડોલતાં ટૂંડાંઓની સાથે સાથે સ્ત્રી-પુરુષો ડોલવા લાગ્યાં. આ ડોલન સ્વાભાવિક હતું. એમનાં મન આ સુખ-સમૃદ્ધિ નિહાળી નાચી રહ્યાં હતાં. કદી પૃથ્વીને ચુંબન કરવા ઝૂકતાં, કદી આકાશને ભેટવા હાથ લંબાવતાં દિશાઓ સાથે દેહને ફેરવતાં તેઓ બબે હાથની તાળીઓથી પોતાના આનંદોલ્લાસને વ્યક્ત કરી રહ્યાં. - સંગીત તેઓ કંઈ જાણતાં નહોતાં, પણ તેમના મોંમાંથી સંગીતના જેવા અસ્ફટ સ્વરો નીકળતા હતા. હાથથી હાથ, દેહથી દેહ ને મુખથી મુખ મિલાવી તેઓ થાક્યાં નહીં ત્યાં સુધી નાચ્યાં. મનનો ઉલ્લાસ જાણે કાયાના કટકા કરતો હતો, ને આનંદોર્મિઓ પગને પૃથ્વી પર છબવા દેતી નહોતી. અરે, આ અગ્નિએ આપણા પાકનું રક્ષણ કર્યું–એ અગ્નિ આપણો સહાયક, આપણો દેવતા! સરિતાનાં મીઠાં જળથી આપણો પાક પોષાયો–એ જળ આપણો દેવતા ! બધી મહેનતનું નિમિત્ત આપણી કામધેનુ ! આપણા વૃષભ ! ચાલો, એમને શણગારીએ, એમને શોભાવીએ ! આપણા આનંદ-ઉત્સાહમાં તેમને ભેળવીએ–આપણાં સુખદુઃખનાં એ સાથી છે ! સહુ દોડ્યાં. ઘરઆંગણે બાંધેલી ધેનુઓ ને આજુબાજુ ચરતા વૃષભોને લઈ આવ્યા. પાસેના જળાશયોમાં એમને હેતથી નવરાવ્યાં. કપાળે ચંદનતિલક કર્યું. ગળામાં હાર નાખ્યા. શિંગડાં પર તોરા લટકાવ્યા. તે પછી સહુ સાથે સાથે મોડે સુધી નાચ્યાં. નાચગાનમાં વખત વીતતો ચાલ્યો. દાણા પાકી ગયા. એક દિવસ એને ઉતારીને છૂટા પાડ્યા. ઢગલા ખેતરોમાં ખડકાયા. આહા ! જાણે નાના નાના સુવર્ણમેરુની રચના થઈ. કેટલાકે કાચા દાણા ખાધા. કેટલાકે ત્યાં જ અગ્નિ પર પકાવીને આરોગ્યા. “ચાલો, હવે ઘેર લઈ જઈએ.” “અરે, એમ તે લઈ જવાય? જેણે આપણને આ માર્ગ બતાવ્યો, એ કુમાર વૃષભધ્વજને પૂછ્યા વગર કેમ લઈ જવાય ? સારો પ્રતાપ એનો. એનો પણ ભાગ કાઢો.” અરે, આપણે કેવી મોટી ભૂલ કરી જાત ! સમૃદ્ધિ સાંપડી કે આપણે એ બધાના નિમિત્તભૂત કુમારને વીસરી જ ગયાં ! ૧૪ર ભગવાન ઋષભદેવ Page #162 -------------------------------------------------------------------------- ________________ સહુએ ખળામાંથી અન્નના ટોપલા ભર્યા, ને માથે ચડાવી કુમાર વૃષભધ્વજની પાસે ચાલ્યા. જેમ જેમ ખેતરે ખેતરે ખબર પડતી ચાલી એમ એમ સહુ તેમાં જોડાતાં ગયાં. ફળફળાદિની વાડીએથી પણ સ્ત્રી-પુરુષો સારાં, મિષ્ટ, પક્વ ફળો લઈને અનુસર્યા. “અરે, આપણું સર્વસ્વ કુમારને અર્પણ હો. એના નામે શી શી સિદ્ધિ ન સાંપડે !” મુખથી સુંદર સમૂહ અવાજ કરતાં, હાથ-પગ હિલોળે ચઢાવતાં, ભારથી નત મસ્તકને મોરલાની જેમ થનગનાવતાં, આંખોથી અદ્ભુત નર્તન કરતાં સહુકુમારના આવાસ તરફ આવ્યાં. અન્ય કુળવાસીઓએ પણ તેમનું અનુકરણ કર્યું. ગોષ્ઠિકોમાંથી કેટલાકોએ સુંદર ગાય ને વૃષભ લીધાં. આ ગાયોએ તો ઘી-દૂધની નદીઓ વહેવડાવી હતી. આ વૃષભોએ તેમની સાથે મહેનત કરવામાં મણા રાખી નહોતી. કુમાર વૃષભધ્વજ સુનંદાના પેટે સંતાનયુગલના જન્મના આનંદભર્યા વર્તમાનથી આમ્રભવનના અગ્રભાગમાં ફરતા હતા. એમના મુખ પર કોઈ દેવી તેજ હતું. લલાટ પર કોઈ ઉજ્વળ આશાનો ચળકાટ હતો. સુદીર્ઘ પ્રવાસમાં કંઈ શ્યામ બનેલો એમનો દેહ ફરીથી સુવર્ણરંગે રસાતો હતો. યૌવનની શક્તિ વક્ષસ્થળને વિશાળ કરી રહી હતી, ને સ્કંધને પહાડની જેમ ઉન્નત રાખી રહી હતી. તાજી જ ગૂંથાયેલી વેણીની અલકલટ ખભા પર રમતી હતી. અવાજની દિશા તરફ કુમારનાં નેત્રો વળ્યાં. નાચતો-કૂદતો માનવસમાજ પોતાની તરફ આવતો એમણે જોયો. અહા, દરેકના હૈયામાં કેવો આનંદ હતો! મનમાં કેવું સુખદ નૃત્ય હતું! રે, માનવ તો સંસારનું મહામૂલું ધન, વિશ્વની અચિંત્ય શક્તિ, ત્રિલોકની શોભા ! કુમારનાં અણિયાળાં સુંદર નેત્રો સજળ બન્યાં. આ એક માનવકુળ, જે પશુકુળ કરતાં પણ હલકું હતું, જેને ખાવાપીવાની, કે જીવન જીવવાની કશી ગતાગમ નહોતી, જે જંગલી જાનવર કરતાંય અધિક ક્રૂર, જંગલી ભૂંડ કરતાંય અતિ ગંદું, ને જંગલી શિયાળ કરતાંય અધિક ભયભીત જીવન ગુજારતું હતું એ આજે કેવી મગરૂબીમાં અને જીવનશોધનની કેવી તમન્નામાં ડોલી રહ્યું છે ! - કલ્પતરુનાં વાવેતર ૧૪૩ Page #163 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિનાં ગુપ્ત તત્ત્વોને તેઓ આજે પિછાનવા તૈયાર છે. આજ એને રહેવા ઘર છે, રક્ષણ માટે અગ્નિ છે, આહાર માટે ખેતી છે, પોષણ માટે દૂધાળાં પશુ છે. શિકારીમાંથી માનવી પશુપાલક બન્યો. એની એ વિકાસશ્રેણી વધતી જ ચાલી છે. સંસ્કારના ક્ષેત્ર ત૨ફ એ ઝડપભેર ધસ્યે જાય છે. જીવનના કેન્દ્ર મર્મને એ પિછાણતો ચાલ્યો છે. પશુપાલકમાંથી એ કૃષિકાર બન્યો છે. ઉગ્ર જીવનચર્યામાંથી એ શાન્ત સ્વસ્થ જીવન જીવતો થયો છે. “જય હો કુમાર વૃષભધ્વજની !” માનવસમૂહે જયનાદથી આકાશને ગજવી નાખ્યું. “જય હો માનવકુળની !” કુમારે ઉત્સાહના આવેગમાં પ્રત્યુત્તર વાળ્યો. “જય હો માનવ મહાકુળની !” કુમારનું સદા અનુસરણ કરવા ટેવાયેલ આ માનવોએ શબ્દોનો પડઘો પાડ્યો. પ્રતાપ ને તેજની રાશિ જેવા કુમાર ધીરે ધીરે ભવનના અગ્ર ભાગ સુધી આવ્યા, ને સહુને શાંત થવા હાથથી સંકેત કર્યો. સંકેતની સાથે સહુ શાંત થઈ ગયાં. કુમારે તેઓને કુશળવર્તમાન પૂછ્યા, ને કહ્યું : “ભાઈઓ, મા વસુંધરાએ તમને અન્ન આપ્યું. એને શત શત નમસ્કાર કરો ! “મા વસુંધરા ! એ મા કેવી રીતે ? કુમાર, અન્ન તમે આપ્યું. આજ વર્ષોથી અમે જીવીએ છીએ, પણ એણે કદી અમને આટલી સમૃદ્ધિ આપી નહોતી. તમે કહ્યું તેમ અમે કર્યું ને અન્ન મળ્યું. સહુ પ્રથમ તમને નમસ્કાર.” “મા વસુંધરા તો અખૂટ અમી લઈને બેઠેલી છે. યોગ્યતા વિના મા પણ તમને ન પીરસે. તમે ક્રૂર હતા, હિંસક હતા, એ જ માતાની ગોદમાં રમતા જીવોના ભક્ષક હતા; ભલા; એવા તમને માતા કઈ રીતે આશીર્વાદ આપે ?” “મા વસુંધરાને અમારા શત શત નમસ્કાર છે !” સહુએ કહ્યું. “ભાઈઓ, કૃષિકાર એ સંસારનો મહાન ઉપકારી માનવ છે. કૃષિ તમને તમારા જીવન વિશે શીખવશે. “જીવન વિષે શીખવશે ? એ ન સમજાયું, પ્રભુ !” “તમને માનવ બનાવશે, પશુતામાંથી પ્રભુતા ત૨ફ લઈ જશે. તમારામાં ઉદરપૂર્તિ અર્થે જે આંધળું ઝનૂન સદા રહ્યા કરતું, તે હવે રહ્યું છે ?” “આવું અન્નપાન મળે, પછી એની શી જરૂર ? એટલી વાત જરૂ૨ છે, કે ૧૪૪ ૨ ભગવાન ઋષભદેવ Page #164 -------------------------------------------------------------------------- ________________ શત્રુ અમારું મન શાંત થયું છે. ખૂની ઝનૂનનો અંશ ઘણો જ અલ્પ થયો છે. સમી ભાસતી સૃષ્ટિ હવે કંઈક વહાલપભરી લાગે છે.” “અને પશુઓ તરફ પ્રેમ થાય છે ?’’ ઘણો. અમારાં બાળકો તો માતાનાં સ્તનને બદલે ગૌસ્તનનાં અમી પીવે છે. વૃષભ તો જાણે અમારો બીજો ભાઈ. ટૂંકું ટૂંકું મન જાણે પહોળું પહોળું થતું જાય છે. અમારાં ઝનૂની દિલમાં કદી થનગનાટ નહોતો આવતો. ભક્ષને માટે તણાયેલી અમારી આંખોમાંથી અમારાં બાળક પણ ડરતાં, ને ભક્ષની મર્યાદા ભૂલેલાં અમે એ બાળકને પણ ભક્ષ બનાવતા. અમારા અવાજમાં વાઘને ડા૨વાની ભયંકરતા હતી-હ૨ણને પ્રેમથી પાસે બોલાવી શકવાની ક્ષમતા નહીં ! પંખીઓના કંઠમાં મધુર ગીત ભર્યું છે, એનું અમને ભાન નહોતું. એને જોઈને અમે એના અંદરના સૂરને, એના દિવ્ય દેહને બદલે એના માંસનો વિચાર કરતા : કેટલા જોરથી, કેટલા ઝનૂનથી ઘા કરવો કે એ પાંખ પ્રસારી ઊડી શકે તે પહેલાં ઘાયલ થઈ નીચે તરફડતું પડે ને અમારા હાથમાં આવે. અમે જ્યારે અમારા પેટમાં હોમવા એને વધેરવાની તૈયારી કરતા, ત્યારે એની લાચાર તગતગતી આંખો અમને કંઈ કંઈ કહેતી. અમે અમારી જાતને દૈત્ય લાગતા. એ પંખી-પશુ અમને કહેતું : “આજ અમારી દયા તમે ખાતા નથી, તો કાલ તમારી દયા કોઈ નહીં ખાય. વારા પછી વારો છે. પ્રભુ, અમારાં ખેતરોમાં શાન્તિથી બેસીને અમે તેમને ગાતાં સાંભળ્યાં, અમારી આસપાસ નાચતાં ને કિલ્લોલ કરતાં જોયાં, ને અમને પણ એમના જેવા ગાતા, નાચતા ને કિલ્લોલ કરતા થવાનું મન થઈ આવ્યું. સૃષ્ટિ આટલી સુંદર હશે, એની તો અમને કલ્પના જ નહોતી.” “અને સાગરની પેલી માછલી તરફ ” = “પ્રભુ, શરમની કથા શું કહેવી ? પહેલાં તો અમે સંસારની પ્રત્યેક વસ્તુને ભક્ષ તરીકે જોતાં. એક ભયંકર અજગર જેમ વિવેકહીન રીતે પથ્થર, કંકર, પ્રાણી, પશુ, ઝાડ–જે આવે તેને ગળ્યા કરે તેવી અમારી વૃત્તિ હતી. માછલીને જોઈ પહેલાં જીભે પાણી છૂટતું, ને એ અમારા હાથમાંથી સરી જતી તો અમે ક્રોધથી ગાંડા થઈ માથું કૂટતા, એકબીજાનો દોષ શોધતા ને મારામારી કરતા. હવે પાણીની પરી જેવી માછલી વહાલી વહાલી લાગે છે. એનું જલનૃત્ય જોવામાં પ્રહરોના પ્રહરો સુધી આનંદ આવે છે.” “ખેતરોમાં સૂતા સૂતા કદી આકાશ સામે નિહાળો છો ?” કુમારે પ્રશ્ન કર્યો. કલ્પતરુનાં વાવેતર * ૧૪૫ Page #165 -------------------------------------------------------------------------- ________________ કાચો દાણો જ્યારે સોનેરી બની રહ્યો હતો, ત્યારે અમે બરાબર નિરીક્ષણ કરતા રહેતા કે કોણ એને આ રંગ આપે છે ? આકાશમાંથી કોઈ પરી તો સુવર્ણરંગની પ્યાલી લઈને આવતી નથી ને ? દિવસોના દિવસો ને રાતોની રાતો અમે ગગનમંડળ સામે નીરખ્યા કર્યું છે, ને મનમાં કદી ન ઊઠેલા તરંગો ઊડ્યા છે. ઉષા ને સંધ્યા, સૂર્ય ને ચંદ્ર, તારા ને નક્ષત્ર ! અદ્ભુત છે એ બધું મારા પ્રભુ ! કંઈ ન સમજાય એવું છતાં મનને આલાદ આપે તેવું !” “બધું સમજાશે. સૃષ્ટિનું કોઈ રહસ્ય ગુપ્ત રહેશે નહીં–જો તમે જાણવાનો શ્રમ લેવા ઇચ્છુક હશો તો. કૃષિએ તમને ઉદાર પણ બનાવ્યા, ખરું ને ? એક શિકારના ભાગલા પાડતાં બે-ચાર માનવનાં મસ્તકફળ ઓછાં કરનાર તમે ભાઈઓ ભાગ પાડતાં શીખ્યા. “સ્વામી, સૃષ્ટિ આટલા ઉદાર હાથે આપતી હોય, તો અમારે પણ ઉદાર થવું જ ઘટે. પહેલાં એક કૂબાવાળાને બીજા કૂબાવાળો દુશ્મન લાગતો. બંને એકબીજાને ઓછા કરવાની ભાંજગડમાં જ રહેતાં. આજ એક કૂબાવાળાને બીજા કૂબાવાળો સ્નેહી, મિત્ર ને પાડોશી લાગે છે ! અમારે શિકારના ભાગ પાડવાની હવે માથાકૂટ નથી. મહેનત કરે તે ખાય. મા વસુંધરાની છાબ તો ભરેલી પડી છે; ત્યાં કોઈ વાતનો તૂટો નથી.” તમારાં કુળ કંઈ વિસ્તાર પામ્યાં ?” “અવશ્ય, ગાય-વૃષભની જેમ અમને માણસની પણ જરૂર છે. બે જ માણસનું જે કુળ આપણે ત્યાં હતું ત્યાં આજે પાંચ-પાંચ ને દશ-દશ સાથે રહે છે, સાથે ખાય છે, સાથે પીએ છે ને સાથે સૂએ છે, એકબીજા પર વહાલ બતાવે છે ! મહારાજ, અમે તો કલ્પતરુનાં વાવેતર કર્યા !” “જાઓ અને સુખી થાઓ ! સુખી થવાનો એ મૂળ મંત્ર યાદ રાખજો કે તમે જેટલા ઉદાર થશો, તેટલી કુદરત તમારા પ્રતિ ઉદાર થશે. તમે જેટલા બીજાને સુખી કરશો, તેટલા તમે સુખી થશો. મનમાં પાપ ન રાખશો, દિલમાં ચોરી ન રાખશો. ખૂબ ખાજો; ખૂબ પીજો, ખાધેપીધે કદી નહીં ખૂટે.” - “આપનો આશીર્વાદ યથાર્થ છે. ઘેટાને એક વાર મારી ખાનાર સદાને માટે એ ઘેટું ગુમાવે છે. વૃક્ષને નષ્ટભ્રષ્ટ કરનાર એનાં ફળ સદાને માટે ખોવે છે. આ તો ખાઓ પણ ખૂટે જ નહીં, એવી હકીકત છે. તમે અમારા સ્વામી બનો અને આ ભેટનો સ્વીકાર કરો !” ૧૪૬ ભગવાન ઋષભદેવ Page #166 -------------------------------------------------------------------------- ________________ કુળવાસીઓએ અન્ન અને ફળના ટોપલા કુમારના ચરણ પાસે મૂકી દીધા, ને પુનઃ મસ્તક નમાવીને બોલ્યા : “અમારી ભેટનો અને અમારો સ્વીકાર કરો અને અમારા સ્વામી બનો.” “નાભિદેવ તમારા સ્વામી અને તમારી આ ભેટનો સ્વીકાર પણ તેઓ જ કરી શકે.” “નાભિદેવે અમને કહ્યું છે, કે ઋષભ તમારો રાજા થશે.” “રાજા ?” “હા, સ્વામી ! તમે સમૃદ્ધિ આપી, તમે ગોકુળ આપ્યાં, ધૃત, યવ, નવનીત ને ફળફળાદિની સમૃદ્ધિ આપી. અમારા જીવનમાં નવો પ્રકાશ તમે પ્રેર્યો. હવે રાજા બનીને સદાના અમારા બનો. અમે તમારા બનીએ. તમારી પ્રેરણા, પ્રકાશ સદા અમને લાધ્યા કરે. કહો સ્વામી, તમારા પવિત્ર મુખે અમને કહો કે હું તમારો રાજા થઈશ.” “હું કહું છું, ઋષભ તમારો રાજા થશે. કુમાર, માનવ મહાકુળોની ઈચ્છાને કદી ઠોકરે ન મારી શકાય. રાજા પણ એ મહાકુળોનો આજ્ઞાંકિત સેવક છે.” પાછળથી ચાલ્યા આવતા વૃદ્ધ કુલકર નાભિદેવે કુળવાસીઓની માગણીને ટેકો આપ્યો. “પિતાજી, પણ રાજા એટલે શું ? આપ ક્યાં રક્ષક નથી ?” “રાજા એટલે કુળવાસીઓનો મોટામાં મોટો સેવક ને રક્ષક. સમગ્ર પ્રજાનો એ પતિ. પ્રજાનાં સુખ-દુઃખનો એ જવાબદાર. પ્રજાની સમૃદ્ધિનો એ ચોકીદાર. કુમાર, અતિશયક્તિ નથી કરતો, બાપના વહાલથી નથી કહેતો, પણ તને જે જીવનદર્શન લાધ્યું છે, એનું અમને સ્વપ્ન પણ આવ્યું નહોતું. “પિતાજી, રાજા બનવાથી વિશેષ શું ?”’ રાજપદ એટલે જવાબદારીનું સદા જાગતું બંધન. ઊંઘમાં પણ તું ન ભૂલી શકે કે હું પ્રજાનો રક્ષક છું. ખાતાંપીતાં પણ ન વીસરી શકે કે મારે માથે અનેકની ક્ષુધાતૃપ્તિની જવાબદારી છે. પ્રજા તારા ભંડાર ભરે ને છતાં તું તો જાણે ખાલીનો ખાલી! કર્તવ્યની આઠે પહોર જાગતી વેદી એનું નામ રાજપદ. અને એક વિશેષ વાત કહું : આ કુળવાસીઓને તેં સમૃદ્ધિ આપી. જંગલોમાં રાતદિવસ ભટકી ભટકીને જે પેટપૂરતું નહોતાં પામતાં, તેઓને તેં નિરાંતે ખાવાની તક આપી, એમને ઘર આપ્યાં, ગોકુળ આપ્યાં, વાડી આપી, મેવા કલ્પતરુનાં વાવેતર * ૧૪૭ Page #167 -------------------------------------------------------------------------- ________________ આપ્યા ને વૈભવ આપ્યો. સમૃદ્ધિને માથે હંમેશાં સ્વામી હોય જ, નહીં તો ફરીથી અવ્યવસ્થા થાય. આજ ભોગભૂમિ નથી, કર્મભૂમિ છે. કર્મભૂમિનો કાર્યભાર નેતાપદથી શૂન્ય નહીં ચાલે ! કર્મભૂમિનો પહેલો રાજા વૃષભ ! પૃથ્વીનો એ સર્વપ્રથમ પતિ.” “એ રાજપદની જવાબદારી હું નિભાવી શકીશ ?” “અવશ્ય, મારા આશીર્વાદ છે. તારા સિવાય અન્ય કોઈ એ પદ માટે યોગ્ય નથી. બોલો, રાજા વૃષભની જય.” “રાજા વૃષભની જય’”ની ઘોષણાથી આકાશ ધણધણી ઊઠ્યું. “નિકટ કે દૂર જ્યાં જ્યાં કુળ હોય, ત્યાં સહુને જાણ કરો કે વૃષભ તમારો રાજા થશે; અયોધ્યા એ તમારી રાજનગરી થશે; અસિ,મસિ ને કૃષિ તમારો ધર્મ થશે.” નાભિદેવ આટલું કહી, નતમસ્તકે ઊભેલા પુત્રના મસ્તક પર વહાલભર્યો હાથ મૂકી, એના બાલને ચૂમીને સ્મિત – હાસ્ય સાથે ચાલ્યા ગયા. કુળવાસીઓ ગેલમાં આવી ગયાં. ને એ પોતાના ટોપલા ત્યાં મૂકીને જવાની તૈયારી કરતાં હતાં, ત્યાં તેમને જતાં અટકાવી કુમારે કહ્યું : “રાજા તમારી ઊપજના છઠ્ઠા ભાગનો અધિકારી. *કારણ કે એ તમારા ધર્માધર્મનો પણ છઠ્ઠા ભાગનો હકદાર છે. રાજસભામાં એનો સ્વીકાર થશે.” કુમાર આપણા રાજા થશે, એ વિચારે સહુ આનંદ પામતાં, કુમારની આજ્ઞાથી ટોપલા માથે ચઢાવી નાચતાં પાછાં ફર્યાં. તેઓએ સ્થળે સ્થળે પ્રગટ કર્યું કે કુમાર વૃષભધ્વજ આપણા રાજા થશે. કુમાર વૃષભધ્વજ પણ આ સમાચાર આપવા દેવી સુનંદા ને દેવી સુમંગલાના આવાસમાં ગયા. દેવી સુમંગલા બહાર આવતાં હતાં. એમને સમાચાર મળી ચૂક્યા હતા. દેવીને જોતાં જ કુમારે કહ્યું : “જોયો કુળવાસીઓનો સ્નેહ ? ફળફૂલ ને અન્નની ભેટ લઈને આવ્યાં હતાં.” “તો શા માટે પાછી ઠેલી ? આજ તો સુનંદાએ સંતાનયુગલને જન્મ આપ્યો છે, એ ટાણે આ ભેટ તો આવશ્ય સ્વીકારવી ઘટે.” * આગમમાં કહ્યું છે, કે પ્રજાના પુણ્યનો કે પાપનો વીસમો ભાગ ચક્રવર્તીને, ૧૦મો વાસુદેવને અને છઠ્ઠો રાજાને હોય છે. ૧૪૮ ૭ ભગવાન ઋષભદેવ Page #168 -------------------------------------------------------------------------- ________________ અધિકાર વગર એક સળી પણ ન સ્વીકારી શકાય. આપનાર તો આપે, એમાં એની મોટાઈ છે. પણ લેનારની લડાઈ ક્યારે છે, જાણે છે ? પ્રેમથી પાછું વાળે તેમાં.” “તમે રાજા થયા તોપણ નહીં લો ?” “જરૂર લઈશ, કારણ કે તેમનાં યોગ્ય કર્મ કે અયોગ્ય કર્મમાં હું છઠ્ઠા ભાગનો હકદાર ઠરીશ.” “એ વાતો અત્યારે જવા દો ! ચાલો, સુનંદાએ કેવાં અદ્ભુત પુત્ર-પુત્રીને જન્મ આપ્યો છે, તે બતાવું.” સુમંગલાએ કુમારનો હાથ પોતાની બગલમાં લીધો, ને તેમને દોર્યા. સુનંદા શ્રમિત દેહે મૃગચર્મના હૂંફાળા બિછાના પર સૂતી હતી. સુમંગલા કરતાં સુનંદાના દેહ પર પ્રસૂતિની વેદનાનાં-શ્રમનાં ચિહ્ન વધુ હતાં. એના બિમ્બફળ જેવા ઓષ્ઠ અર્ધ ઊઘડ્યા કંપતા હતા, ને રૂપાળા પયોધરમાં ધાવણના ફુવારા બહાર ધસી આવવા મથીને એને વ્યગ્ર બનાવી રહ્યા હતા. બાળક હમણાં જ સ્તનપાન કરી સ્વસ્થ નિદ્રામાં પડ્યો હતો. બાળકી આ સ્તનથી પેલે સ્તન માથાં મારતી હતી. કુમાર, જોયો આ બાળક ? કેવો અદ્ભુત સુંદર છે ! નથી તમારા જેવો સુવર્ણવર્ણો, નથી ભરત જેવો તપ્ત કાંચનસમો. કંઈક શ્યામ, મરકતમણિની આભાવાળો એનો દેહ કેવો સુડોળ છે ! એના બે ઓષ્ઠ તો જુઓ–જાણે તમારા ચાપની ત્વચા જેવા ! ને શંખાકાર આંખો કેવી, વીંધી નાખે તેવી છે ! હાશ, મને તો વારે વારે ચૂમી લેવાનું દિલ થાય છે.” સુમંગલાએ બાળકને ઉપાડી છાતીએ દાબી ચુંબન કર્યું. ખરેખર, દેવી સુમંગલા સાચાં હતાં. રૂપાળાં તો બધાં જ હતાં. બાળક તરીકે સુમંગલાનાં પુત્રપુત્રી–ભરત ને બ્રાહ્મી-કંઈ ઓછાં રૂપાળાં નહોતાં, પણ આ શ્યામવર્ણા બાળને જોતાં જાણે રૂપની વ્યાખ્યા જ પલટાઈ જતી ! વિશાળ સ્વચ્છ લલાટ, ગોળ ઘાટીલા હાથ, ઊપસેલા કપોલ, સુંદર હડપચી ને અણિયાળું નાક, આંખો તો અંધારા આકાશના તારલા જેવી–જોતાં જ હૈયું ઝડપી લે. કુમારનાં નેત્રો સુનંદાનાં નેત્રો સાથે મૈત્રી રચી રહ્યાં હતાં. એ નેત્રમિલનમાં અપૂર્વ મીઠાશ હતી. ધીરેથી નેત્રથી નેત્ર હટાવી, સુનંદાના દેહ પર કુમારની દૃષ્ટિ ફરી રહી. કરમાતી જતી સુનંદા દૃષ્ટિસ્પર્શમાત્રથી પ્રફુલ્લિત બનતી ચાલી. એ વેળા કુમારની મુખમુદ્રા પર એકાએક સંતાપની આછી રેખા આવીને કલ્પતરુનાં વાવેતર ૧૪૯ Page #169 -------------------------------------------------------------------------- ________________ અદશ્ય થઈ ગઈ. એ તરફ કોઈનું લક્ષ નહોતું. સુમંગલા તો બાળકને ચુંબનો ચોડવામાં મગ્ન હતી. અચાનક એણે કુમારના મુખ પરનું પરિવર્તન જોયું. સુનંદા પણ કુમારના દષ્ટિસ્પર્શના સુખમાંથી નિવૃત્ત થઈ, ને એણે કહ્યું: - “બહેન, કેવો ઠંડો છે ! મારો ભરત હોય તો તમારાં પયોધરો આમ કંચુકીમાં મોં છુપાવીને બેસી શકે ખરાં ? અમૃતના સાગર લહેરાતા હોય ને છતાં તળાવેથી તરસ્યો પાછો ફરે એવો આ તમારો દીકરો છે.” સંતોષી છે. જો ને, કેવી મમતાથી મારા ગાલ પર ગાલ મૂક્યા છે ! મને તો ભરત કરતાંય આ વધુ વહાલો લાગે છે.” અરે, ક્યાં મારો પ્રતાપી ભરત ને ક્યાં તમારો આ સંતોષી જીવ ! ઊંધ્યા જ કરે છે. આ બાળકી મને બહુ ગમે છે. સવારથી ધાવે જાય છે, પણ જાણે ધરાતી નથી.” રૂપ પણ કેવું કેસૂડાનાં ફૂલ જેવું છે ! અને તેજ પણ... ” તમારા જેવું, હજારોને એક દૃષ્ટિથી આંજી નાખે તેવું.” સુનંદાએ વચ્ચે બોલી વાક્ય પૂરું કર્યું, ને પુત્રને છાતીએ ચાંપી ચુંબન લીધું. પછી એણે ધીરેથી પૂછ્યું : “કુમાર, આજે તમે ગંભીર કેમ છો ?” જાણતી નથી ? કુમાર રાજા થવાના છે. રાજા થાય એણે ગંભીર થવું જ પડે ને !” સુમંગલાએ વચ્ચે કહ્યું. “એ રાજા થશે તો તમે પણ પટરાણી થશો ને ” સુનંદાએ વચ્ચે કહ્યું, પછી જોઈશું કે રાજાની સત્તા વધુ ચાલે છે કે પટરાણીની ?” હું પટરાણી ? લુચ્ચી, પટરાણી તરીકે તો તું જ સોહે. તારા જેટલી ઠાવકી, ગંભીર, ડાહી હું થોડી છું એ તો તમારો જન્મસિદ્ધ હક્ક છે, બહેન ! એ ઝૂંટવ્યો ઝૂંટવી ન શકાય.” “રાજા સંસારનો, તમારો તો હું પ્રિય કુમાર. દેવીઓ, નિત્યયૌવનને આંગણે રમનારાં, મારો રાજપદનો ભાર કોઈ ઓછો કરી શકશે, તો એ તમે જ કરી શકશો. સ્ત્રી જ માણસની સાચી મિત્ર છે.” કુમારે કહ્યું. કુમારે સ્નેહથી ને હર્ષથી બંને બાળકને નવાજ્યાં, ને કેટલીય વાર સુધી બેસી સૌએ વાર્તાવિનોદ કર્યો. સુનંદાનાં શ્રમ અને દુઃખની ઔષધિ એ રીતે પૂરી પડી. ૧૫૦ ભગવાન ઋષભદેવ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સંસ્કૃતિની કેડી સંસ્કૃતિની પહેલી કેડી રચાતી હતી. મલયાગિરિની ચંદનવાડીઓ ગુંજી ઊઠી હતી,ચંપાના બાગ ને કેસુડાનાં વન ખીલી ઊઠ્યા હતાં. સાગર અને સરિતાને કાંઠે વસતાં તમામ કુળવાસીઓમાં ખબર પ્રસરી ગયા હતા કે, કુમાર વૃષભધ્વજ આપણા સ્વામી થશે,એ આપણા રાજા થશે, આપણે એની પ્રજા થઈશું. રાજા આપણાં દુઃખ વિદા૨શે. આપણી આજીવિકા જાળવશે,બે જણની વઢવાડ એ સાંભળશે. બે જણનાં મનદુઃખ એ ટાળશે. નબળાને બિળયાથી બચાવશે. નિર્બળના નાથ બનશે. જેનું કોઈ નહીં, એના એ ! કોઈને ભૂખ્યા રાખી એ જમશે નહીં, કોઈને રોતા રાખી એ હસશે નહીં. વરસાદ એ લાવશે. વાડીઓ એ જાળવશે. સહુ સંકટમાંથી એ મુક્ત કરશે. કોઈ આપણને અન્યાય કરશે, તો રક્ષણ આપશે; અન્યાય કરનારને શિક્ષા કરશે. નવી નવી કળાઓ શીખવશે. તેનો આશ્રય લેનારનો એ સ્વામી થશે. આપણાં મનદુઃખ, રોગશોક, ભૂખસંતાપ બધું સ્વામીનું થશે. કુળવાસીઓ, સહુ આનંદો ને એકત્ર થાઓ ! નદીના તટ વસાવો,સાગરના તીર વસાવો,વનનાં વન વસાવો, અને સહુ કુળવાસીઓ રાજાના ભેટણે ચાલો. જોતજોતામાં સરયૂના તીર પર માનવકુળોની ભીડ જામી ગઈ. કુમારનો અનન્ય સેવક સુયોધ સહુને યોગ્ય સ્થાને વસાવી રહ્યો, પ્રત્યેક કુળવાસીને Page #171 -------------------------------------------------------------------------- ________________ વસાવવા પર્ણકુટિ,ગૃહઅગ્નિ જાળવવા પરસાળ,ગાય-પશુ બાંધવા ગોષ્ઠિક ને સુંદર નાનું પ્રાંગણ મળે, એ રીતે વ્યવસ્થા થવા લાગી. એક કુળવાસીનું એ ઘર કહેવાતું, ને એ ઘરની પડખે જ બીજું ઘર વસતું, છતાં રચના એવી થતી કે એકબીજા પોતપોતાના ઘરમાં સ્વતંત્ર જીવન ગાળી શકતા. સરયૂના તીર પર કુળવાસીઓનો જબરો ધસારો રહ્યો. કેટલીક વાર તો કોઈમાં કોઈ પેસી જતું. તીરને છાંડી દૂર દૂર સુધી સહુ પથરાઈ ગયાં. જોતજોતામાં બધું એટલું ખીચોખીચ થઈ ગયું કે મધપૂડામાં રહેતી માખીઓ કરતાંય ગણગણાટ વધી પડ્યો. જબરો ઉત્પાત ને સહુને અશાંતિ જન્માવનારો એક નવો ઉપદ્રવ ખડો થયોઃ જવા-આવવાના માર્ગ નહીં; ઝાડ પર ચઢીને, છાપરાં ઠેકીને કે બીજા ઘરમાં દખલ કર્યા સિવાય જવું. આવવું શક્ય ન રહ્યું. સુયોધે સ્વામી પાસે જઈ ઊભા થયેલા આ ઉત્પાત તરફ ધ્યાન ખેંચ્યું ને કહ્યું : “સ્વામી,કુળવાસીઓના આ કૃત્યથી તો સુગંધી વાયુ પણ મલિન થઈ ગયો છે, ને સુંદર ધરતી શોભા વગરની લાગે છે.” કુમારે એક મુક્ત હાસ્ય કર્યું ને સુયોધની સાથે હાથી પર ચઢી એ તરફ ચાલ્યા. કોઈના અપરાધની સામે પોતાના સ્વામી સદા મુક્ત હાસ્ય કરતા, એનો સુયોધને અનુભવ હતો. એ મૂંગો મૂંગો પોતાની મોટી મૂછો હોઠમાં ચાવતો પાછળ ચાલ્યો. દૂર દૂર સુધી માનવોનો મહાસાગર લહેરાઈ રહ્યો હતો. કોલાહલથી દિશાઓ કંપી રહી હતી. કાને પડ્યો શબ્દ સંભળાતો નહોતો. કુમારે પોતાની પાસે રહેલો દક્ષિણાવર્ત શંખ ધમ્યો. દૂર દૂર સુધી એ શંખનાદ સંભળાયો. જ્યાં જ્યાં શંખનાદ સંભળાયો. ત્યાં ત્યાં સહુ શાન્ત થઈ ઊભા રહી ગયા. અરે, રાજા આવ્યા; સ્વામી આવ્યા; આપણા દુઃખના સંહારક ને સુખના સરજનહાર આવ્યા; આપણા ગૌપશુ ને ક્ષેત્રના રક્ષક આવ્યા; શાન્તિ ને સમૃદ્ધિના ભ્રષ્ટા આવ્યા !” - કુમાર હસ્તી પરથી ઊતર્યા, ને ટોળે વળેલા જનસમૂહની વચ્ચે જઈ ઊભા રહ્યા. બધે શાન્તિ પ્રસરી ગઈ હતી, પણ કેટલેક ઠેકાણે હજી ધમાધમી ચાલતી હતી. કેટલેક ઠેકાણે પોકાર પડતો હતો કે, “અમારું સારું ઘર બદલાઈ ૧૫ર ભગવાન ઋષભદેવ - Page #172 -------------------------------------------------------------------------- ________________ ગયું; અમારી જમીન બીજાએ લઈ લીધી; અમારું શ્રેષ્ઠ પશુ કોઈ ચોરી ગયું ને કનિષ્ઠ પશુ કોઈ છોડી ગયું; અમારાં ક્ષેત્ર, જ્યાં અમે અન્ન પકવ્યાં, ત્યાં બીજા કોઈ આવીને વસી ગયા; હે સ્વામી, અમે હવે વાવશું શું ને ખાશું શું?”’ કુમારે તેઓને આશ્વાસન આપ્યું ને શાન્ત રહેવા કહ્યું. ત્યાં તો બીજા કેટલાક આવી પહોંચ્યા. તેઓ ઉગ્ર ક્રોધમાં હતા. તેઓ કહેતા હતા કે, “સ્વામી, અમારી જીવનસખીનો પત્તો નથી.” “કયાં ગઈ ?”’ પત્તો નથી.’’ શા માટે ગઈ?'' “સ્વામી, વાત એવી હતી કે એને ડોલરનાં ફૂલ ગમતાં ને મને ચંપાનાં. ચંપાની ઉત્કટ ગંધથી એ વ્યાકુળ જઈ જતી. એક દિવસ એને ડોલ૨નાં ફૂલોનો કોઈ રસિયો મળ્યો ને એ ચાલી ગઈ; પણ હજી મને ચંપાના ફૂલવાળી તો ન મળી ! સખી તો જોઈએ ને, સ્વામી? અને આ યુગમાં તો ખાસ.''. ત્યાં તો એક છૂટા કેશવાળી, ચંચળ નયનવાળી શ્યામ સ્ત્રી તેમની પાસે રોતી રોતી આવી : “હે રાજા ! આ તારી નગરી તો અજબ છે ! મારો સાથી અહીં આવીને મારા કાબૂની બહાર નીકળી ગયો. વાત એવી છે, કે મને હંમેશાં ગાય ગમતી. સ્વામી તમે જ કહો ને, બિચારી કેવું મીઠું મીઠું દૂધ આપે ! વળી ઉત્તમ વૃષભ આપે. અમે બે હંમેશાં સાથે કામ કરતાં–હોંશથી ને હેતથી કરતાં. પણ એ નવરો હમણાં ક્યાંકથી બીજું પ્રાણી પકડી લાવ્યો છે. આખો દિવસ એની સાથે કાઢે છે, એના ૫૨ ચઢે છે, ને દોડે છે. જ્યાંત્યાં નવરો ઘૂમ્યા કરે છે. એનું નામ અશ્વ છે. પણ ન તો એ ગાય જેવું સોજું છે, ન એના જેવું દૂધ આપે છે, ન વૃષભ આપે છે. એ તો એના જેવા રેઢિયાળને જન્મ આપે જ જાય છે. કંટાળી ગઈ હું તો !'' ત્યાં તો એક યુગલ તેમની પાસે દોડી આવ્યું, ને તેમાંનો પુરુષ કહેવા લાગ્યો : “સ્વામી, આ સ્ત્રીથી કંટાળી ગયો. એને તો ધોળો દૂધ જેવો દીકરો જોઈએ છે. બસ, એની જ એને રઢ લાગી છે. વસંતના સુંદર દિવસો જતા હોય તોય વનવિહાર કરવા ચાલતી નથી. કંઈ કેટલી ફૂલવેણીઓ સજાવીને લાવું તોય એ પ્રસન્ન થતી નથી. સુંદર હૂંફાળી રાત્રિ હોય, હિમ પડતો સંસ્કૃતિની કેડી * ૧૫૩ Page #173 -------------------------------------------------------------------------- ________________ હોય, તોય મારા પડખે રહેતી નથી, મારો સહચાર વાંછતી નથી. એને તો એક જ રઢ લાગી છે : વસંતની કૌમુદી વેળાએ સહચાર કરવો, જેથી ભરત જેવો ધોળો દૂધ જેવો બાળક આવે. અંધારી કે હિમવરસની રાતે સહચાર કરવાથી સંતાન શ્યામ જન્મે છે. સ્વામી, હું તો થાકી ગયો છું આ સખીથી !” કુમાર આ સાંભળી હસી પડ્યા. સુયોધ ચિડાઈ ગયો : પોતાના સ્વામીનો સમય કેવી રીતે આ જંગલી કુળવાસીઓ બગાડી રહ્યાં હતાં ! મુખમુદ્રા પરથી એનો ભાવ પરખી જઈ કુમારે કહ્યું : “સુયોધ, પ્રજા તો આવી જ હોય, પિતા થનારે વત્સલતા કેળવવી ઘટે. જેણે વત્સલતા કેળવી એને આ વાતો મીઠી લાગવાની. જેણે વત્સલતા ન કેળવી એને આવી વાતોમાં ક્રોધ વ્યાપવાનો. પ્રજા કોનું નામ ? પુત્રનાં ગમે તેવાં વચન પિતાને સદા મીઠાં જ લાગે છે ને!” અને પછી બધાં તરફ ફરીને એમણે કહ્યું : જાઓ, રાજસભામાં આવજો. ત્યાં બધો નિકાલ થશે. અત્યારે નગરનિવાસમાં લાગી જાઓ. આ હાથી આવજા કરી શકે એટલી જગા દરેક ગૃહની આસપાસ રાખો. જેઓનાં ક્ષેત્ર પાસે પાસે હોય, જેઓ એકબીજાના વધુ પરિચયમાં હોય, તેઓ પાસે પાસે વસો. એ ઘરોની એક વીથિકા રચો. દરેક વીથિકામાં એક દિશામાંથી બીજી દિશા તરફ નીકળી શકાય તેવો માર્ગ રાખો. જ્યાં ચાર માર્ગ એકઠા થાય ત્યાં ચોક રચવો. એ ચોકમાં એક સ્થળે વેદિકા ૨ચો અને એમાં મુખ્ય અગ્નિની સ્થાપના કરો. ગૃહઅગ્નિ ઉપરાંત એ સાર્વજનિક અગ્નિની પણ પૂજા કરજો.” “પણ દેવ, અમે ક્યાં વસીએ ? સહુને છેડે વસવા અમારું દિલ નથી. ત્યાં અમારું રક્ષણ કોણ કરે ” “સહુને છેડે હું વસીશ. રક્ષણની ચિંતા કરશો નહીં. જેઓની પાસે ઘર ન હોય તેઓ મારી સાથે ચાલે. એક પણ કુળવાસી ઘર વિનાનો નહીં રહે." કુમારના પ્રત્યેક શબ્દને શ્રદ્ધાની નજરે નીરખનાર કુળવાસીઓ પોતે રચેલાં ઘર તજી તેની પાછળ નીકળી પડ્યાં. ધીરે ધીરે એક પછી એક વીથિકા રચાતી ચાલી. છૂટાં છૂટાં સ્વતંત્ર ઘરોથી પ્રત્યેક વીથિકા શોભી ઊઠી. ચાર દિશા તરફ જતા રસ્તાઓથી ને ચોકથી તો વળી એના સૌંદર્યમાં ૧૫૪ ભગવાન ઋષભદેવ Page #174 -------------------------------------------------------------------------- ________________ ઓર વધારો થયો. રસ્તા ઉપર ફૂલઝાડ રોપાવ્યાં ને ચોકમાં આસોપાલવ બંધાવ્યા. ગીચોગીચ વસેલાં નરનાર છૂટાં છૂટાં વસવા લાગ્યાં ને એ રીતે નગરનો વિસ્તાર પણ અત્યંત વધતો ચાલ્યો. કુમારની દૃષ્ટિ નીચે માનવીને જંગલમાં વસવાનું પણ ગમ્યું. અને એમના વસતાંની સાથે જંગલ પણ મંગળરૂપ બની ગયું. કુળવાસીઓ તો હજુ દૂર દૂરથી ચાલ્યાં આવતાં હતાં. પણ હવે નવા નગરનો વિસ્તાર અત્યંત વધી ગયો હતો. કુમારે નવા પ્રવાહને ખાળ્યો, ને સુયોધને આજ્ઞા કરી કે “આ રીતે જ્યાં જ્યાં, જેટલા જેટલા કુળવાસીઓના જથ્થા હોય તેનાં તે જ સ્થળે ગ્રામ-નગર વસાવો.’’ વચ્ચે આવતા માનવપ્રવાહની વેગવંત કૂચ થંભી ગઈ. કોઈએ સુંદર ગિરિતળેટીમાં, કોઈએ સરોવરને તીર સુંદર આમ્રવનમાં તો કોઈએ સપાટ મેદાનમાં પોતાનાં વાસસ્થાન બનાવ્યાં. અફાટ કુદરત પડી હતી. કુદરતની પાસેથી આજીવિકા મેળવવી, એ તો સૌ શીખી ગયાં હતાં, ગાયો તેમની પાસે હતી. મળતાવડાં પશુઓ તેમના સહોદર જેવાં બન્યાં હતાં. તેમાં વળી કૃષિજીવનની કથા તેમના સાંભળવામાં આવી. અરે, નગુણું લાગતું પૃથ્વીનું પેટાળ શું આટલી મમતા સંઘરીને બેઠું છે ! મા કરતાંય વધુ મીઠાશ એનામાં છે ! સહુએ વાવેતર કર્યાં. જેવાં આવવાં તેવાં કર્યાં, પણ અન્નના તો ઢગલા થયા. પોતાનાં પશુઓ માટે ભરપૂર ચારો મળ્યો. દૂધ-દહીંનો તોટો ન રહ્યો. મધુના કૂંપા જંગલોમાં છલકાતા પડ્યા હતા. નાળિયેરીનાં વન, ખજૂરીનાં વૃક્ષ, કદલીવૃક્ષ, આમ્રુતરુ તો અમૃતફળનો આસ્વાદ આપતાં હતાં. અરે, કેવો સુંદર જીવન જીવવા જેવો જમાનો ! નાચવાનું, કૂદવાનું, શ્રમ અને સાહસ ખેડવાનાં. અને અંતે કેવો સુંદર આહારવિહાર ! સહુને ઘર મળ્યું, ગામ મળ્યું, અન્ન મળ્યું, જીવન મળ્યું. ૨ક્ષણનો ભાર તો માનવકુળના ઉદ્ધારક કુમારે પોતાના હસ્તક રાખ્યો જ હતો. હવે બીજું શું જોઈએ? ચાલો હવે સહુ કુમાર રાજા બને છે, એ જોવા જોઈએ. વનોમાંથી, ગિરિકંદરાઓમાંથી, વિશાળ મેદાનોમાંથી કુળવાસીઓ સંસ્કૃતિની કેડી * ૧૫૫ Page #175 -------------------------------------------------------------------------- ________________ કુમારની મહાનગરી તરફ ચાલી નીકળ્યાં. સાથે એમનાં પશુઓ હતાં. પશુઓ પર પોતાના ગ્રામ-નગરમાં થતા વનમેવાઓ, સુંદર હીરામાણેકો ને સ્ફટિકો હતાં. કોઈએ મીઠાં જળ લીધાં હતાં, તો કોઈએ મધના ફૂપા લીધા હતા. ગૃહઅગ્નિને તેઓએ અરણી-કાષ્ઠમાં સંઘરીને સાથે લીધો હતો. ભાતભાતનાં લોક હતાં. સાગરનાં માછલાંની જેટલી જાત ને જેટલી ભાત એટલી જાત અને ભાત એમની હતી. કોઈ સર્વથા દિગંબર હતા, ને કોઈએ દેહ પર હીરામાણેક ને છીપોના અલંકાર પહેર્યા હતા. કોઈ અમાસની રાત જેવા ઘનશ્યામ હતા, ને દેહ પર ગોરુચંદનાં ચિતરામણ કાઢ્યાં હતાં. કોઈનાં નાક ગરુડની ચાંચ જેવાં, તો કોઈનાં ઘુવડ જેવાં ચપટાં હતાં. કોઈના કાન હાથીના જેવા, તો કોઈના ચામાચીડિયા જેવા હતા, ઓષ્ઠના તો અનેક પ્રકાર હતા. નેત્ર તો પીળાં, કાળાં, માંજરાં, અનેક રંગવાળાં હતાં. વર્ણનો પણ પાર નહોતો. કોઈ કાળા, કોઈ જાંબુડિયા, કોઈ શ્વેત, કોઈ ગૌરવર્ણા, તો કોઈ નીલા. પણ આ બધામાંય વિધવિધ વાહનો પર ચઢીને દૂર દૂરથી આવતા એક ટોળાએ સહુનું લક્ષ ખેંચ્યું : શું રૂપ, શું સોંદર્ય, શી એમની આભા ! ધોળો ધોળો બગલાની પાંખ જેવો એમનો વર્ણ હતો. મસ્તક પર સુંદર કેશવાળી હતી. આંખોમાં છલછલ કરતું અંજન હતું. ગળામાં લાંબા હાર હતા. કાનમાં ચળકતાં કુંડળ, બાહુમાં રંગબેરંગી બાજુબંધ ને આંગળીઓ પર સોનાની સુંદર વીંટી હતી. એમની પાની કબૂતરના પગ જેવી હિંગળોકિયા હતી ને હથેળીમાં જાણે કંકુ છાંટ્યાં હતાં. દેહ પર જુદાં જુદાં આયુધ ને અલંકાર શોભતાં હતાં. આમાં પણ તેમની સાથે રહેલી સ્ત્રીઓ તો અભૂતપૂર્વ હતી. રૂપરૂપના અંબારસમી એ સ્ત્રીઓ માનવીના મનને મોહ કરાવતી હતી. એમનાં નેત્ર નીલકમળ જેવાં હતાં, ઓષ્ઠ આમ્રફળ જેવા હતા. ગ્રીવા મસ્ત હંસીના જેવી ને પગ કદલીના દલ જેવા કોમળ હતા. ગાલ લાલ ને ચિબુક તો આંખને પકડી રાખે તેવાં હતાં. એમનું સ્તનમંડળ ઘાટીલું ને ત્રિવેણી સુરેખ હતી. નાગપાશ સમો કેશકલાપ કોઈએ ઊંચો, કોઈએ બેઠો તો કોઈએ છૂટો ગૂંથ્યો હતો ને પચરંગી પુષ્પોની વેણીઓ એમાં પરોવી હતી. એમના શ્વાસમાં કસ્તુરીની સુવાસ હતી, ને તેઓએ ગ્રીવા, સ્તન, ભુજાના અગ્રભાગ ને ગાલ પર ચાતુરીથી પત્રવલ્લરી કાઢી હતી. જેટલા પુરુષો ૧૫૬ ભગવાન ઋષભદેવ Page #176 -------------------------------------------------------------------------- ________________ હતા એથી અધિકી સ્ત્રીઓ હતી. જે જેને ગમે, એના ગળે હાથ નાખી, બાંયમાં બાય ભેરવી મલકાતી ચાલતી હતી. એ બધી હસતી ને જાણે દિશાઓ મલકાતી. એ ચાલતી ને અપૂર્વ રણકાર થઈ રહેતો. એ કદી નૃત્ય કરતી, કદી બંસી બજાવતી. પ્રવાસી-કુળો આ નવાં માનવીઓને આશ્ચર્યની નજરે નીરખી રહ્યાં. એમની સાથે અમૂલ્ય ઔષધિઓ હતી, અંગરાગ ને વિલેપન હતાં. ક્ષીરસમુદ્રના જળથી ભરેલા કૂંજા અને મિષ્ટ ફળફળાદિ હતાં. દરેકની સાથે એકાદ પશુ, પ્રાણી કે પંખી હતું. કોઈની પાસે નીલમણિ જેવો શુક, કોઈની પાસે શ્વેત સ્ફટિકમણિ જેવો હંસ, કોઈની પાસે મરકત મણિના જેવું ગરુડપક્ષી, તો કોઈની પાસે સુવર્ણનો મૃગ, તો કોઈની પડખે સુંદર પટાવાળો ચિત્તો હતો. કોઈના ગળામાં મણિધર સર્પ હતા, તો કોઈ નકુલના ધારક હતા. આ બધાં પ્રાણી પાણી પર ચાલી શકતાં, હવામાં ઊડી શકતાં, રાતે દેખી શકતાં, ને ગમે તેને વશ કરી શકતાં. પ્રવાસી કુળ વિચારતાં : “અરે, આવાં રૂપ અને તેજ તો આપણે ક્યાંય ભાળ્યાં નથી ! સાંભળ્યું છે, કે ઊંચે આકાશમાં આપણા કરતાં દેખાવડાં, રૂપાળાં ને સુખી માનવી વસે છે. એ દેવ અને દેવી કહેવાય છે. આ એ જ હોવાં ઘટે. આ દેવ અને દેવી આપણા કુમાર રાજાના સ્વાગત માટે આવ્યાં લાગે પ્રવાસી-કુળો આવાં અનેક ચિત્રવિચિત્ર માનવસમુદાય જોતાં, આનંદ કરતાં ધીરે ધીરે આગળ ધપતાં હતાં. કુમારની નવી નગરી હવે દૂર દૂરથી એનાં ઉદ્યાન ને ઉપવનોની શોભાથી પરખાતી હતી, ત્યાં આવતા રાજહંસ, વિષ્ટિકાર કપોત અને માણેક જેવી ચાંચવાળા શુકથી ઓળખાતી હતી. અહીં દૂર્વાના મેદાન પર મૃગ નિર્ભય રીતે મનમોદથી ચરતાં જોવાતાં. માનવને જોઈ ભક્ષની લાલચે લપકતા વાઘ-સિંહને બદલે, ગુફામાં ડરથી લપાતા વનેચરો જોવાતા. હવે તો નગરીની આજુબાજુ નવી નિર્માણ થયેલ દીવાલ દેખાતી હતી, ને એમાં પ્રવેશ માટે રાખેલા દ્વાર પર કુમારનો પરમ મિત્ર દેવયશ સર્વ વ્યવસ્થા કરી રહ્યો હતો. તમામ પ્રવાસીઓને આ દીવાલની બહાર નવા નિર્માણ કરવામાં આવેલા વંશપર્ણોના મંડપોમાં ઉતારા આપવાના હતા. ત્યાં જ તેમના સંસ્કૃતિની કેડી જે ૧૫૭ Page #177 -------------------------------------------------------------------------- ________________ ખાન-પાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પણ પેલા રૂપાળાં માનવીઓને નવા રાજપ્રાસાદમાં ઉતારા મળ્યા હતા. આ રાજપ્રાસાદ આજના ચેત્યના આકારનો હતો. એના પર્વત જેવા ઊંચા શિખર પર વૃષભધ્વજ હવામાં ફરકતો હતો. એની ભીંતો સ્ફટિકની, ટોડલા નીલમના, ખંડ સુવર્ણનાં ને દ્વાર ચંદનનાં હતાં. ત્યાં વારંવાર શંખ વાગતા ને રાજવેદિકામાંથી સુગંધી ધૂપનાં ગૂંચળાં આકાશમાં ચડતાં. એક તરફ વિશાળ ગૌશાળા આવેલી હતી; બીજી તરફ વેગવંત અશ્વોની અશ્વશાળા હતી. એક તરફ ભોજનગૃહ ને બીજી તરફ વિપુલ રાજભંડાર હતો. - આ રાજપ્રાસાદમાં ગજશાળા, અશ્વશાળા અને ચિત્તાઓનાં ઘર બનાવવામાં આવ્યાં હતાં. ભયંકર લેખાતાં આ ત્રણે પ્રાણીઓને કુમારે વશ કર્યા હતાં, છતાં ચિત્તાઓને હજી કાબૂમાં લાવી શકાયા નહોતા. કુમાર કે દેવી સુમંગલા સિવાય કોઈની સાથે આ પ્રાણી બહુ હળતું મળતું નહીં. ભયંકરમાં ભયંકર પ્રવાસ ગજરાજની પીઠ પર સુખરૂપ ને નિર્ભય બનતો. ઝડપી પ્રવાસ માટે દૂરના સૂકા પ્રદેશમાંથી આણેલું અશ્વ નામનું પ્રાણી બિનહરીફ હતું. પ્રતિસ્પર્ધીને પાડવામાં ચિત્તા જેવા ઝડપી અને કુનેહબાજ કોઈ નહોતા. મૃગરાજ પણ એની છલાંગો પાસે ઝાંખો પડતો. પણ આ પ્રાણીઓ પ્રજામાં બહુ પ્રિય નહોતાં બન્યાં. પ્રજા ગાય, વૃષભ ને બીજાં પ્રાણીઓ તરફ જ ચાહ ધરાવતી. રાજ્યાભિષેકના સમય માટે દેવી સુમંગલા ગજરાજને કેટલાય દિવસથી શણગારી રહ્યાં હતાં. અશ્વશાળાના નિયામક દેવયશે એ અશ્વોને તો સૈન્યના સ્વાંગમાં પરિવર્તિત કરી દીધા હતા, જેઓ અશ્વની વિદ્યાથી સુવિજ્ઞ હતા, તેવાઓને ધનુર્ધર બનાવી દેવયશે વન, અટવી ને સાગર-સરિતાઓની વ્યવસ્થા સોંપી હતી. સુયોધના અનુયાયીઓએ ભયંકર ગદા ધારી હતી. કેટલાંક મજબૂત ને જુવાન સ્ત્રી-પુરુષો દંડધારી બની આ વ્યવસ્થામાં ભાગ લઈ રહ્યાં હતાં. દેવી સુનંદા તો વળી આથી અદ્ભુત કાર્ય કરી રહ્યાંના વર્તમાન મળ્યા હતા. તેઓ કુમાર અને દેવી સુમંગલાના રાજ્યાભિષેક પ્રસંગે ઘરેઘરની સ્ત્રીઓ મોતી-અક્ષતથી વધાવી શકે, ફૂલહાર પહેરાવી શકે, તેવી જાતનાં વાહનની યોજનામાં હતાં. ગજની સવારી ઉત્તમ, પણ ઘરઆંગણામાં ઊભેલી સ્ત્રીઓ ડોક દુઃખી ૧૫૮ ભગવાન ઋષભદેવ Page #178 -------------------------------------------------------------------------- ________________ જાય તોય કુમારને નીરખી ન શકે. અશ્વ પણ યોગ્ય નહીં. આ માટે પોતાના પ્રિય બે શ્વેત વૃષભને એ થોડા દિવસથી પળોટી રહ્યાં હતાં. હળના આકારના એક લાકડાને તેમની ગરદન પર મૂકી પાછળ પાણી પર તરતી નૌકાને જોડી હતી. વૃક્ષના મોટા થડને કોરીને સુંદર ભદ્રાસન યોજ્યું હતું. યોજના તો સુંદર હતી, પણ નીચેથી લીસી નૌકા પાણી પર ઝડપથી સરે, પણ ખાડાખડિયાવાળી પૃથ્વી એને કંઈ માફક આવે ? એને માટે દિવસોથી તેઓ ઇલાજ શોધતાં હતાં. અરે, પોતાનો પ્રિય કુમાર અને પ્રિયતમ ભગિની રાજા અને રાણી બને ત્યારે તો પોતે કોઈ અદ્ભુત ભેટ આપવી ઘટે ને ! દિવસોની વિચારણા પછી, એકાએક દેવી સુનંદાને કંઈક સૂઝ્યું. પાત્ર બનાવી રહેલા કુંભારોના આવાસ તરફથી તેઓ મંગલકલશ લઈને આવતાં હતાં. એકાએક તેમણે આજ્ઞા કરી : “અરે, કુંભારોનાં પાત્ર બનાવવાનાં બે ચક્ર અહીં આણો.’ “દેવી, શું કુંભારનો ધર્મ આચરવાનું દિલ થયું છે?” “અવશ્ય,’” સુનંદા મર્મમાં હસી. થોડી વારમાં બંને ચક્ર આવ્યાં. બંનેને છૂટાં છૂટાં ઊભાં કરીને તેમણે રેડાવી જોયાં. જરામાત્ર બળ અને ધક્કા સાથે દડ દડ કરતાં એ ક્યાંય સુધી ચાલ્યાં ગયાં. સુનંદાને સફળતા લાધી ગઈ. એણે એ બે ચક્રને પોતાના પેલા નૌકા જેવા વાહનની નીચે જોડી દીધાં, અને જરા સંકેત મળતાંની સાથે તો વૃષભ ચાલી નીકળ્યા. ભરત, બ્રાહ્મી ને સુનંદાનાં બંને બાળકો—બાહુબલિ ને સુંદરી એમાં બેઠાં. સુનંદાએ એનું સુકાન લીધું. નવી વસેલી નગરીની વીથિકાઓમાં એ વાહન ખૂબ દમામભેર ચાલવા લાગ્યું. સુનંદાએ એનું નામ રથ આપ્યું, ને એ દિવસથી રથને શણગારવામાં પડી ગઈ. હર્ષ, ઉત્સાહ ને ઉલ્લાસભર્યાં દિવસો અને રાત્રિઓ વીતવા લાગ્યાં. રાત્રિના સમયે પણ ગૃહ-અગ્નિના પ્રકાશથી નગરી ઝળાંહળાં થઈ રહેતી. રાજ્યાભિષેકનો દિવસ જેમ જેમ સમીપ આવતો ગયો, તેમ તેમ વાતાવ૨ણ પ્રફુલ્લિત બનતું ચાલ્યુ. આખો દિવસ વિવિધ શંખસ્વરો થયા કરતા. માટીના પાત્ર પર ચામડું મઢીને બનાવેલું એક યંત્ર એના પર કાષ્ઠયષ્ટિનો પ્રહાર કરતાં, ભારે સુંદર નાદ જન્માવતું. સહુ એને મૃદંગ કહેતાં. સંસ્કૃતિની કેડી * ૧૫૯ Page #179 -------------------------------------------------------------------------- ________________ નાનાં નાનાં બાળકો વૃક્ષના પાનની ભૂંગળી વાળીને પિપૂડી બનાવતા; કોઈક હોંશીલા કળાકારે એમાંથી લાકડાની મોટી પિપૂડી બનાવી, બધાએ એને ભેરીનું ઉપનામ આપ્યું. પેલાં દેવદેવી બંસી બજાવતાં, એ જોઈને બંસી તો ઘરઘરની વસ્તુ બની ગઈ હતી. બધાય નવરા પડતા કે વાંસના કટકાઓ કાપી લાવી વાંસળી બનાવતા. શંખ, મૃદંગ ને ભેરીના નાદે દિશાઓ થનગની ઊઠી. પ્રત્યેક માનવી પોતાના રાજા માટે, પોતાના પ્રિય વૃષભ માટે, કંઈને કંઈ રીતે પોતાનો હર્ષ પ્રગટ કરવા પ્રયત્ન કરતો હતો. ૧૬૦ ભગવાન ઋષભદેવ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પહેલા પૃથ્વીનાથ આકાશના ઉજ્વળ લલાટમાં ઉષા સિંદૂરની પહેલી આડ તાણતી હતી, એ સમયે સંસારની સર્વપ્રથમ નગરી અયોધ્યાપુરીના હૈયે પૃથ્વી પરનું પહેલું રાજ્યસન મુકાતું હતું. કળાના ભંડાર, માનવોદ્ધારના રસિયા, શતયજ્ઞના કર્તા સ્વામી માટે કયું બેસણું મૂકવુંએના વિચારમાં જ દિવસો વીતી ગયા હતા. અચાનક સૌને યાદ આવ્યું કે અરે, સ્વામીને તો સિંહસમા પરાક્રમી પ્રાણીનું આસન જ શોભે! થોડી વારમાં બે મોટાં પવિત્ર આમ્રવૃક્ષનાં થડમાંથી કાષ્ઠના સિંહ કોરી કાઢવામાં આવ્યા. કળાકારો અને ત્યાં હાજર હતા. પોતાના સ્વામી માટે તેઓ શી મણા રાખે ! સિંહના કાષ્ઠદેહ પર સુવર્ણ મઢવામાં આવ્યું; પૂંછડે ચમરી ગાયનાં ગુચ્છ ગૂંથવામાં આવ્યાં; એના વિસ્ફારિત મોંમાં પરવાળાના દાંત, નીલમની જીભ ને આંખોમાં વાલાના રંગનાં માણેક મૂક્યાં. પીઠ પર સુંદર દૂર્વા પાથરી મેરુ પર્વતની માટી અને ક્ષીરસમુદ્રનાં જળ છાંટ્યાં. પવિત્ર શાલ્મલી વૃક્ષનું આસન મૂક્યું. એમ વહાલા સ્વામીનું સિંહાસન સરક્યું. - કુમાર વૃષભધ્વજ સંસારમાં પહેલા રાજા થતા હતા. આકાશના રાજા ઇંદ્ર પરથી માનવીની આ કલ્પના સૂઝી હતી. છતાંય ઇંદ્ર કરતાં કુમાર સહુને વિશેષ પ્રિય હતા. ઇંદ્ર તો કોપાયમાન થાય ત્યારે પૃથ્વી પર વીજળી વરસાવી સત્યાનાશ વાળતો. એની ઇચ્છા થાય તો જળનું એક બિંદુ પણ ન વરસાવતો, ને માણસને ભૂખે ને તરસે મારતો. Page #181 -------------------------------------------------------------------------- ________________ કુમારની આંખોમાંથી તો સદા કરુણાની ધારા વહ્યા કરતી; પાપી કે અપાપી સહુને એક ભાવે એ ભીંજવતી. એ તો જ્યાં જળનું બિંદુ ન હોય ત્યાં જળના ફૂપ છલકાવતા, અઘોર જંગલમાં નિર્ભયતા પ્રગટાવતા, ક્ષુધાર્ત સમાજની વહારે ધાતા. મધ્ય ભાગમાં સિંહાસન યોજીને ચારે તરફ સભાગૃહની યોજના કરવામાં આવી. આ સભાગૃહનું મુખ્ય દ્વાર ઊંચું, વિશાળ ને ભવ્ય બનાવવામાં આવ્યું હતું. બે મદગળતા હાથી એની આગળ ઊભા ઊભા સહુનું સ્વાગત કરતા હતા. દ્વારની અંદર એક બાજુ શાશ્વત ઘંટા ટાંગવામાં આવી હતી. એનો ધીરો ધીરો રણકાર વાતાવરણને ભરી દેતો હતો. દ્વારની બીજી બાજુ યજ્ઞવેદી યોજવામાં આવી હતી. અરણીના કાષ્ઠથી પેટાવવામાં આવેલ અગ્નિની વાળાઓ આકાશ તરફ ઊંચે ચઢતી હતી. વારંવાર ચંદનકાષ્ઠના હોમથી એ પવિત્ર અગ્નિને પ્રજવલિત રાખવામાં આવતો પ્રવેશદ્વારથી થોડે જ આગળ પ્રક્ષામંડપો આવ્યા હતા. અહીં વિભાગવાર બેસવાની યોજના કરી હતી. સરયૂટવાસી, ગંગાતટવાસી, સરસ્વતીતટવાસી કુળો પોતપોતાના સમૂહમાં યથાયોગ્ય સ્થાને ગોઠવાઈ ગયાં હતાં. અષ્ટાપદવાસી દેવોએ સિંહાસનની ચારે તરફ પોતાનાં સ્થાન નક્કી કર્યા હતાં, ને અભિષેકની વ્યવસ્થામાં તેઓ વિશેષ વ્યગ્ર રહેતા. દેવાંગનાઓનાં ઘાટીલાં શરીર, સુડોલ ને સુરેખ અવયવો ને તેજસ્વી વર્ણ સહુને મોહ પમાડતાં હતાં. ખુદ દેવશ્રેષ્ઠ સિંહાસનની પાછળ બેસી વૃષભ માટે છત ગ્રહણ કર્યું હતું, બે દેવાંગનાઓ ચમરી ગાયના ચામરો વીંઝતી જંતુઓને દૂર રાખતી હતી. બે દેવ સુગંધી ધૂપને વહાવી વાતાવરણને મઘમઘાવી રહ્યા હતા. પવિત્ર સરિતાઓનાં જળ, દેશદેશનાં સુપક્વ ફળ, ફૂલ, ચંદન, કેસર ને કસ્તુરીનાં પાત્ર ત્યાં છલોછલ ભર્યા હતાં. સુયોધ હાથમાં ગદા ધારણ કરી ગર્વભરી દૃષ્ટિએ ચારેતરફ જોતો હતો. દેવયશ આ અષ્ટાપદના મહાવાસીઓ સાથે વાતચીત કરતો વાતાવરણને સભર બનાવતો હતો. ' દૂર દૂરથી પુષ્કરાવર્ત શંખનો સ્વર વાયુના તરંગો પર ગાજતો આવતો સંભળાયો. કુમાર વૃષભધ્વજ અને દેવી સુમંગલાનો રથ અયોધ્યાની સુફલામ્ ૧૬૨ ભગવાન ઋષભદેવ Page #182 -------------------------------------------------------------------------- ________________ wie ze cu mine the શેરીઓમાંથી ધીરે ધીરે ચાલ્યો આવતો હતો. કુળવાસી નર-નારીઓ પોતાની પાસે રહેલાં અમૂલ્ય દ્રવ્યોથી બંનેને વધાવી રહ્યાં હતાં. કોઈ મોતીએ, કોઈ નવા શાલ ધાન્યથી, કોઈ નવાં પત્રપુષ્પથી તેમનું સ્વાગત કરી રહ્યાં હતાં. સહુનાં મુખ પર આનંદની આભા વિરાજી રહી હતી. બે શ્વેત વૃષભ સુંદર રથ ખેંચી રહ્યા હતા. બે ગોળ ચક્રથી સંચાલિત, સુખાસનોથી યુક્ત, આવો રથ હજી સુધી કોઈએ જોયો નહોતો. આ તો દેવી સુનંદાની આયોજના હતી. અને દેવી સુનંદા જ ધૂસરાના અગ્રભાગ પર બેસીને રથનું સંચાલન કરી રહ્યાં હતાં. ઉષારાણી જેવી સુનંદા આગળ પ્રકાશતી હતી, ને પાછળ સૂર્ય ને જ્યોતિશાં રાજા-રાણી શોભતાં હતાં. અંદર મધ્ય ભાગમાં સુમંગલા ને કુમાર બિરાજમાન હતાં. આવાં રૂપ, આવું યુગલ તેમણે કદી જોયાં નહોતાં. પોતાનો સ્વામી, પોતાનો રાજા ! સહુને એના પર વારી જવાનું દિલ થવા લાગ્યું. બંને આજે ખૂબ આકર્ષક લાગતાં હતાં, રૂપનાં વર્તુલ ચારેતરફ ઘૂમતાં હતાં. ને ત્રિલોકવિજયી હાસ્યગંધ ચારેતરફ ફુરાવતાં હતાં. બંનેની વેશભૂષા લગભગ સમાન હતી. વિશાળ લલાટમાં કેસરનું ત્રિપુંડ, કંઠમાં નવસેરો હાર, મસ્તક પર હીરાના અલંકાર, ને માથે મયૂરપિચ્છનો સુંદર મુગટ હતો. બિમ્બફળ જેવા આરક્ત હોઠ પર મૃદુ મૃદુ હાસ્ય હતું, ને બંનેનાં કાળાં ભમ્મર જુલફાં નદીના શ્યામ તરંગો જેવાં ગરદન પર પથરાયેલાં હતાં. જય જયના સ્વરો દિશાઓમાં ઊઠતા હતા, ને પ્રફુલ્લ કમળ જેવાં નયન ચારે દિશા તરફ ફરતાં હતાં. જે દિશાને એ દૃષ્ટિ સ્પર્શી જતી, ત્યાં આનંદ અને ઉત્સાહના ઓઘ ઊમટી રહેતા. ગજગામિનીની મસ્તીને ભુલાવે તેવી છટાથી સુનંદા વૃષભને હાંકતી હતી. સુનંદાની બેસવાની છટા ને રથસંચાલનની કળા હૈયામાં વસી જાય તેવી હતી. મૃદુતાના અવતાર સમી એને જોતાં સહુને લાગતું કે જાણે ચંદ્રની જ્યોમ્ના સૂર્યદેવના માર્ગમાં અમી છાંટી રહી છે. કુમારનો રથ વૈજયન્ત પ્રવેશદ્વાર પાસે આવી પહોંચ્યો કે શાશ્વત ઘંટા રણઝણી ઊઠી, મૃદંગ, ભેરી ને તૂરીના નાદથી દિશાઓ ગાજી ઊઠી. મદગળતા માતંગો સ્વામીને નીરખી હણહણવા લાગ્યા. ઘોડાઓ ખોંખારી ઊઠ્યા. ચિત્તાઓ આછી આછી ગર્જનાઓ કરી આનંદ વ્યક્ત કરવા લાગ્યા. નિર્દક પહેલા પૃથ્વીનાથ ૧૬૩ Page #183 -------------------------------------------------------------------------- ________________ ચરતાં મૃગબાળ મોટી મોટી ફાળ ભરી હર્ષને જાહેર કરવા લાગ્યાં. કુળવાસીઓ ઘેલાં બની શોર મચાવવા લાગ્યાં. અષ્ટાપદવાસીઓ ઉચ્ચ સ્વરે કંઈ ગાવા લાગ્યાં. દેવાંગનાઓ પગના અલંકાર રણઝણાવતી બંસી બજાવવા લાગી. સહુની રીતે સૌ આનંદનું પ્રદર્શન કરવા લાગ્યાં. મહાન કુળકર નાભિદેવ પોતાના કુળ સાથે પ્રથમથી આવી પહોંચ્યા હતા. રથમાંથી ઊતરીને કુમાર તથા સુમંગલાએ સહુપ્રથમ પિતા તથા માતાને ચરણે પ્રણિપાત કર્યાં. માતાએ પુત્ર-પુત્રીનાં મસ્તક સૂંથ્યાં. નાભિદેવે અભિનંદન આપતાં કહ્યું : “કુમાર, ભોગભૂમિના કાળ પછી, આ કર્મભૂમિને વિષે, હું રાજા તરીકે તારો અભિષેક કરું છું. આજે પૃથ્વીનું પડેપડ અંકુરિત થઈ રહ્યું છે. માનવી એ માનવી જીવન ને જાગૃતિનો રસિયો બન્યો છે. જિજીવિષા ને જિગીષાનાં જુદ્ધ આરંભાયાં છે. એ કાળે સર્વનું રક્ષણ કરનાર, સર્વનું રંજન કરનાર રાજાની ખાસ જરૂર છે.” બળવાન, વીર્યવાન, કળાવંત એવો તું રાજા થા ને પૃથ્વીને સનાથ કર ! અનેક કળાઓનો તેં વિકાસ કર્યો છે. અનેક કુળોની તેં રચના કરી છે. એ કળા અને કુળોનો વિકાસ સાધ !' “આ બધાં માનવગણો તારી પ્રજા બનો ! એ મન, વચન, કર્મથી તને અનુસરો ! મન, વચન, કર્મથી તું એનું રંજન કર ! એમનાં ધાન્ય, પશુ, સુવર્ણ ને ગૃહોનો તું રક્ષક થા ! તારે અનુકૂળ અધિકા૨ી નીમી તું સર્વને શાસિત કર!'' “આ પૃથ્વી તારી છે, તું એનો પતિ છે, માનવકુલના અરિઓનો વિનાશ એ તારો સર્વપ્રથમ ધર્મ છે.” “તું અરિહંત થા ! પર્વતો, નદીઓ, આશ્રમો કે સમુદ્રો, દ્વીપ-સમદ્રીપ કે મહાદ્વીપમાં વસતા મનુષ્યોને આશ્રય આપ. નવાં કુળ નવાં સંસ્થાન, નવાં નગર વસાવી એમને અભય આપ. માનવને પશુસમૂહમાંથી જુદો કર ! જીવન અને મૃત્યુથી તું યુગને ઉજ્વળ કર!” કુમારને આશીર્વાદ આપતા નાભિદેવ એને સિંહાસન સમીપ લઈ ગયા; ને પોતાના બે હાથે તેને સિંહાસનારૂઢ કરતાં તેમણે ઉચ્ચ સ્વરે કહ્યું : “હે પૃથ્વીવાસીઓ, આજે કુમાર વૃષભધ્વજ તમારો રાજા થાય છે. જે ૧૬૪ * ભગવાન ઋષભદેવ Page #184 -------------------------------------------------------------------------- ________________ રીતે તમે કુળકરોને અનુસર્યા, એમનાં બહુમાન કર્યા, એ રીતે જ એમને અનુસરજો ! એવાં જ એમને માન આપજો, સન્માન આપજો, તમારી સંપત્તિમાંથી ભાગ આપજો ! એ આધિ, વ્યાધિ ને ઉપાધિમાંથી તમારું રક્ષણ કરશે. બોલો, રાજા ઋષભદેવનો જય ! રાણી સુમંગલાનો જય !” રાજા ઋષભના ને રાણી સુમંગલાના જયનાદથી કેટલીય વાર સુધી દિશાઓ બધિર બની ગઈ. શંખ, ઘંટા, તૂરી, મૃદંગ જોરથી બજવા લાગ્યાં. અભિષેક પર અભિષેક થવા લાગ્યા. નદીઓનાં જળ, પવિત્ર દૂર્વા, કેસર ને કુમકુમથી એમને સ્નાન કરાવવામાં આવ્યું. અગ્નિમાં અનેક પવિત્ર વસ્તુઓ હોમી યજ્ઞ કરવામાં આવ્યો. બંનેના શરીરે અનેક દ્રવ્યનો લેપ કરવામાં આવ્યો. પછી વરાહચર્મના ઉપાન પહેરી બન્નેએ અગ્નિપ્રદક્ષિણા આપી એટલે એમને રત્નજડિત મુગટ પહેરાવવામાં આવ્યા. થોડીએક આવી મનગમતી ક્રિયાઓ બાદ, રાજા બનેલા ઋષભદેવે ઊભા થઈ એક પછી એક દિશાઓને પ્રણામ કરતાં કહ્યું, “પૂર્વદિશામાં નમસ્કાર કરવા દ્વારા માતાપિતાનું, પશ્ચિમમાં નમસ્કાર કરવા દ્વારા આચાર્યનું, દક્ષિણમાં નમસ્કાર કરવા દ્વારા મિત્રબંધુનું અને છેલ્લે છેલ્લે સર્વ જનપદોનું હું સ્વાગત કરું છું. જિજીવિષે સભાજનો, આજે તમે મને રાજા તરીકે સ્વીકારો છો. હું તમને પ્રજા તરીકે કબૂલ કરું છું. અલબત્ત તમારા હૃદયના સિંહાસન પર જો મારું સ્થાન હોય તો, આ સિંહાસન વ્યર્થ વિડંબનામાત્ર છે. ને જો તમારા દિલમાં મારા માટે પ્રેમ અને મમત્વ ન હોય કે સંવેદના ને સહાનુભૂતિ ન હોય તો આ બધું વિફળ છે. આપત્તિ માનવમાત્રને એકઠાં કરે છે; એવી આપત્તિમાં આપણે મળ્યાં છીએ. આજે કર્મભૂમિને વિશે માનવ માટે મહાવિષમ આપત્તિ આવીને ખડી છે. મનુષ્ય અને પશુ, એ બે વચ્ચે કોઈ મોટો ભેદ નથી. જીવન અને મૃત્યુ વચ્ચે પણ જાણે ઝાઝો તફાવત નથી. એક માનવી બીજા માનવીનો બંધુ ભાઈ કે મિત્ર છે; એની કોઈને કલ્પના નથી. સંસારનો સર્વશ્રેષ્ઠ જીવ કર્મભૂમિને વિશે આપત્તિથી ઘેરાઈ ગયો છે, ને કેટલાકોએ જિજીવિષાનું યુદ્ધ આરંભ્ય છે. “આપત્તિમાત્ર અનિષ્ટ છે, એમ માનવાની જરૂર નથી. ગુજરેલી ભોગભૂમિ આવી હતી ને તેવી હતી, એમ ભૂતકાળને રડવાની પણ જરૂર પહેલા પૃથ્વીનાથ ૧૬૫ Page #185 -------------------------------------------------------------------------- ________________ નથી. કેટલીક વાર આપત્તિ જ આશીર્વાદરૂપ નીવડે છે. યાદ રાખો કે તૃષાતુર માનવી જ અમીના કૂપની શોધ કરી શકે છે. મૃત્યુ, વેદના, ક્ષુધા ને નિરંતરના યુદ્ધે તમને જિજીવિત્રુ બનાવ્યા છે. પદે પદે દુઃખના ડુંગરા દેખીને તમને સુખની ઇચ્છા જાગી છે. સંતાપ ને ક્લેશનો કીચડ બાળીને કલ્યાણ તરફ જવાની તમારી ઝંખના સતેજ બની છે. એટલું યાદ રાખજો કે કલ્યાણકામી કોઈ પ્રાણીનું કદી અકલ્યાણ નહીં થાય. જેના અંતરમાં શુભની ઇચ્છા છે, એનું સદા શુભ જ થશે. “કલ્યાણના કામી એવા તમે તમારી કૂચ પણ આરંભી દીધી છે. એક મહાન અંધકારમાંથી બહાર નીકળી આવી ક્ષિતિજ પર ઝળહળતી પ્રકાશરેખાને તમે ગ્રહી છે. પશુતા તમે તજી છે. સ્વાર્થ તમે છોડ્યો છે. અજ્ઞાન તમે ઓછું કર્યું છે. એક માનવ બીજા માનવનું ભક્ષ નહીં ન હોઈ શકે. એ સત્ય તમે સ્વીકાર્યું છે. “એક માનવને બીજા માનવ સાથે સંબંધ છે, એ વાત તમારે હૈયે બેઠી છે. કાળો કે ધોળો, નીચો કે ઊંચો, જાડો કે પાતળો, કુરૂપ કે સુરૂપ માનવીમાત્ર સમાન છે, એવો તમને ભાસ થયો છે. માનવ-શિકાર મૂકી તમે માનવમિત્ર શરૂ કર્યા છે. મિત્રતામાં તમે સાથે રહેતાં શીખ્યા, સાથે અન્નપાન મેળવતાં શીખ્યા, સાથે જીવનજંગ ખેલતાં શીખ્યા. મહાન કુળકરોએ તમને કુળની કલ્પના આપી. તમે કુળ સ્થાપ્યાં, પણ હજી તમારી દૃષ્ટિ માત્ર કુળમાં સીમિત છે. પૃથ્વીના પટ પર અનર્ગળ માનવી છે સાગરમાં મત્સ્યની જેમ એનાં અનેક કુળ રચી શકાય તેમ છે. એ સૌ સાથે સંબંધ બાંધી એક અભેદ માનવતા રચવાના દિવસો નજીક છે. -- નહોતા; અને મોટા થોડા વખત પછી “સંતાપના માર્ગથી તમે શાંતિના રાહ પર આવી રહ્યા છો. શિકારી જીવનમાં તમને પદે પદે ભય, ક્રૂરતા ને સંતાપ હતાં. માનવભક્ષનો તિરસ્કાર કર્યા પછી પણ, પશુ-ભક્ષ માટે તમારા જંગ સામાન્ય પ્રયાસ બાદ, એક પશુના દેહનો ખોરાક મેળવ્યા પછી એ ખાઈને ખલાસ કર્યા બાદ · પુનઃ એ જ સંતાપ ને સંગ્રામ જારી થતા. તમે તમારી અંધારી ગુફામાંથી બહાર નીકળ્યા, ટોળે વળ્યા. પણ ટોળાંને છાજતી શિસ્ત તમારી પાસે નહોતી, એટલે ભક્ષની વહેંચણીમાં એટલી ગડબડ થતી કે આખી ટોળી નાશ પામતી. એ શિસ્ત તમે સમજ્યા, સમૂહ – જીવનને યોગ્ય બન્યા ને આગળ વધ્યા. - ૧૬૬ ૨ ભગવાન ઋષભદેવ -- Page #186 -------------------------------------------------------------------------- ________________ તમે પશુઓને પણ સમજ્યા ને તેમને મારવાને બદલે તેમનો જીવંત ઉપયોગ કરવા માંડ્યો. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. તમારી દૃષ્ટિમાં પશુઓ તરફ સદ્ભાવ ઊપજ્યો અને તેમણે તમને અમૃત આપ્યાં. વનફળ ને દૂધનાં અમૃત તમારો ખોરાક બન્યાં ને તમે પશુઓ તરફ વધુ સહાનુભૂતિવાળા બન્યા. માતા પૃથ્વી તરફ પણ તમને પ્રેમ ઊપજ્યો ને તમે આગળ વધ્યા. પૃથ્વીમાતાએ તમને પોતાનાં અંતર ઉઘાડી આપ્યાં : કેટલાં અન્ન, કેટલાં ખાદ્ય, કેટલી અભુત ઔષધિઓ ! પૃથ્વીનો પહેલો નિયમ એ યાદ રાખજો કે, તમે જેટલા ઉદાર થશો, પ્રેમાળ થશો, હેતાળ થશો, પ્રકૃતિ તમારી સાથે તેટલી જ ઉદાર, તેટલી જ પ્રેમાળ થશે. તમારાં ક્રૂર કાર્યનો પડઘો ક્રૂરતામાં પડશે. બીજાને આનંદ ઊપજે એમ વર્તશો, તો બીજા તમારા આનંદ માટે સદા ચિંતા કરશે. બીજાનું પેટ ભરવાની ચિંતા તમે કરશો, તો તમારી ચિંતા તમારે કરવાની નહીં રહે. આ અટલ નિયમ કદી ભૂલશો નહીં. “તમારું જિજીવિષાનું યુદ્ધ તમે શોભીતી રીતે ચલાવ્યું છે. એ અંધારી ગુફાઓ, ઝાડોની ઊંચી ભેંકાર ઘટાઓ ને કોતરોનાં પોલાણમાંથી તમે સપાટ મેદાન પર આવ્યા છે. તમારા પ્યારાં બચ્ચાં હવે વનેચરોનો ખોરાક બનતાં નથી. તમારો દેહ ભુજપરિસર્પોના ડંશનું ઠામ નથી. આજે તમે એકબીજાનાં શિકાર-શિકારી નથી રહ્યાં. તમારા પેટની પવિત્ર આગે તમને જુદા જુદા પ્રદેશો બતાવ્યા છે. તમે શિકારી મટી વ્રજવાસી ગોપજન બન્યા છો; ગોપજનમાંથી કૃષિકાર બન્યા છો, એમાંથી કુટુંબી બન્યા છો; ને તેમાંથી તમે કુળવાસી બન્યા છો. અહીં અગ્નિએ તમને પ્રથમ રક્ષણ આપ્યું છે. અગ્નિ એ તમારા જીવનનો ન ભુલાય તેવો દેવ છે. અગ્નિની શોધે, એની ઉપયોગિતાએ માનવકુળોની શક્તિને અનેકગણી વધારી દીધી છે. અગ્નિ તમારો સદાનો પૂજ્ય, સદાનો સાથી છે. અગરચંદનો હોમ કરીને પણ એને પ્રજવલિત રાખજો. સદા એની પૂજા કરજો, એને ધૂપ કરજો, યજ્ઞો કરજો; એ તમને જીવન બક્ષશે. પણ જીવન મેળવવામાત્રથી શું ? જીવનનો જો કંઈ અર્થ ન હોય તો મૃત્યુ અને તેના વચ્ચે શો તફાવત ? તો પછી મૃત્યુના મેદાન જેવી પેલી અંધારી ખીણો ને ગુફાઓ જ શી ખોટી ? ખાણમાંથી ખોદી લાવેલો હીરો, જો કંઈ ઉપયોગમાં ન હોય તો એ ખાણના બીજા પથરા કરતાં એનું કંઈ પહેલા પૃથ્વીનાથ ૧૬૭ Page #187 -------------------------------------------------------------------------- ________________ પણ વધુ મહત્ત્વ નથી. તમે જીવન મેળવ્યું તો એના અર્થનો સદાકાળ વિચાર કરો. એક ગૃહઅગ્નિથી જેમ હજાર ગૃહઅગ્નિ પેટાવી શકાય એમ તમે તમારા જીવનથી હજારને બક્ષજો. “માનવમાત્ર મહાન, માનવમાત્ર સમાન, “માનવમાત્ર મિત્ર : ‘–આ વાત તમે કદી ન ભૂલશો. વીર્યથી, બળથી ને પ્રેમથી તમે જીવન વિશે વિચાર કરજો. અષ્ટાપદનો મહાન પર્વત પણ તમારી દૃઢતા પાસે સામાન્ય છે. જંગલનો વિકરાળ વાઘ પણ તમારા પરાક્રમ પાસે કંઈ નથી. ભયંકર ભોરિંગ પણ તમારી નિર્ભયતા પાસે નિસ્તેજ છે. “જીવનને પ્રેમથી ઘડજો, નિર્ભયતાથી જીવજો, નિખાલસતાથી વર્તજો. મહત્તા, સમત્વ ને મિત્રતામાંથી કદી પાછા ન પડશો. અંધારિયાં વનોમાંથી ને ઝેરી ઉપવનોમાંથી તમારા માનવમિત્રોને શોધી લાવજો. તમને લાધેલાં દર્શન એમને કરાવજો. તમને મળેલી શ્રદ્ધા એમને આપજો. જીવન પ્રત્યેના આ ઉદ્યોગને અવિરત ચાલુ રાખવા, એમાં આવતાં વિઘ્નોને ટાળવા, તમારું સંગઠન સશક્ત બનાવવા ‘રાજા'ની તમને જરૂર છે. "" “કોઈક વાર નિર્બલ પર સબલને સત્તા જમાવવા દિલ થાય; કોઈક વાર તમે પક્ષકાર બની કોઈ વાત સમજવાનો ઇન્કાર કરો; કોઈક વાર વહેંચણીનો પ્રશ્ન ભારે ઉગ્ર થઈ જાય; જ્યારે બે જણા મિત્ર મટી પક્ષકાર બની જાય, વાદી-પ્રતિવાદી બની જાય, ત્યારે તમારે ત્રીજાની જરૂર છે. ‘“એ ‘ત્રીજો’ એવો હોય, જેને બંને પક્ષ માન્ય રાખે, બંને એને પ્રેમથી સ્વીકારે. જેનાં ડહાપણ, ઔચિત્ય ને તટસ્થતા માટે કોઈને શંકા ન હોય એવા ‘ત્રીજા’ની જરૂર છે. એ ત્રીજો તમારામાંનો જ હોય, તમારા જેવો જ હોય, તમારો પોતાનો જ હોય—ફેર એટલો કે તે પરિસ્થિતિના પ્રવાહમાં કદી ખેંચાતો ન હોય ને શાંતિ ને ધીરજથી વિચાર કરવા ટેવાયેલો હોય. આવો ‘ત્રીજો’ સદાકાળ જિજીવિષાના આ કાળમાં જરૂરી છે, અને એમાં પણ માનવી જ્યારે એકબીજાંની પાસે પાસે જીવતાં શીખ્યો, એકબીજાનો સ્વાર્થ એકદમ નજીક રાખીને જીવનઘડતર કરવા લાગ્યો ત્યારે એ ત્રીજાની ખાસ જરૂર છે. ૧૬૮ ૨ ભગવાન ઋષભદેવ 'For Private '&'Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ “એ ‘ત્રીજો’ તે રાજા. એટલું યાદ રાખજો કે જ્યારે તમે બે એક છો, ત્યારે ત્રીજાની જરૂર નથી, જ્યારે તમે બે મિત્ર છો, ત્યારે તમારે રાજાની જરૂર નથી. પણ જ્યારે તમે પક્ષકાર છો, હરીફ છો, ત્યારે તમારે રાજાની જરૂર છે. કેટલીક વાર માણસ પોતાની ક્ષતિ પોતે જોઈ શકતો નથી, પોતાની ભૂલ એને ભૂલરૂપે દેખાતી નથી, એ વેળા પક્ષકારની ભૂમિકાથી અસ્પૃશ્ય એવા એક રાજાની તમારે જરૂર છે. એને તમે ગમે તે નામ આપી શકો. છો: રાજા કહો, અગ્રણી કહો, લોકનેતા કહો, રાષ્ટ્રનેતા કહો. એક ગૂંચ તમે બે ઉકેલી શકો ત્યારે તમે પોતે તમારા રાજા છો; એ તમારાથી ન ઉકેલી શકાય અને એ ન ઉકેલ્યા વગર ચાલી પણ ન શકે ત્યારે તમારે રાજાની જરૂર છે. માનવીની સ્વતંત્રતા પરસ્પરના સ્વાર્થથી ક્ષીણ થવાનો પ્રસંગ આવે ત્યારે રાજા એ સ્વતંત્રતાનો રક્ષક છે. સંસારને જે નિર્બળ ને હીન બનાવે એ રાજા નહીં, જે નિર્ભય ને શુદ્ધ બનાવે એ જ સાચો રાજા. એ રાજા અનાથોનો નાથ છે; નિરાધારોનો આધાર છે. અશરણનો શરણ છે, એ સદા નિર્બળનો પક્ષકાર છે, આતતાયીનો કાળ છે, અન્યાયીઓનો યમરાજ છે, અપરાધીનો શાસક છે. પ્રજાની હીનતા એ એનું અપમાન છે. પ્રજાની દરિદ્રતા એ રાજાની પોતાની દરિદ્રતા છે. રાજા એ પિતા પણ છે, ને માતા પણ છે. નિષ્ફર કર્તવ્યહીન બાળકને ધમકાવતો, ધમકાવ્ય ન માને તો મારતો-તાડતો રાજા પિતાનો સ્વાંગ સજે છે. બીજી તરફ એ માતા પણ છે. એના અંતરમાં એ બાળક પ્રત્યે દેવી પ્રેમનો સોત વહેતો હોય છે. સંસાર તો અનિષ્ટોથી ભરપૂર છે. રાજા આ અનિષ્ટો તરફ ક્રોધ કરી શકે, પરંતુ અનિષ્ટભાજને માનવી માટે તો એના દિલમાં પ્રેમ જ હોય. પુત્રને નિરોગી બનાવવા ડામ દેતી માતા, જેમ વગર ડામે ડામનું દુઃખ સહે છે, એટલી તીવ્ર સંવેદનાવાળો માણસ જ રાજા થઈ શકે. એ રાજા પોતાની વ્યવસ્થા માટે તમારી પાસેથી ભાગ માગી શકે છે. એની સેવા જ એવી છે, કે તમે હોંશે હોંશે એટલો ભાગ એને આપવા રાજી થાઓ. પણ તમારી પાસેનો ભાગ એના એશઆરામ માટે નથી. એના ભંડારો ભર્યા રાખવા માટે છે. એની સમૃદ્ધિ એ પ્રજાની સમૃદ્ધિ છે. ને આપત્તિ કાળે એ પ્રજાના રક્ષણ માટે છે. પહેલા પૃથ્વીનાથ ૧૬૯ . . . .. Page #189 -------------------------------------------------------------------------- ________________ છતી સમૃદ્ધિએ રાજાએ તો તપ કરવાનું છે, સંયમ જાળવવાનો છે. એ તપ ને સંયમ જ્યાં સુધી એની પાસે હોય ત્યાં સુધી પ્રજાએ પ્રેમભાવે અર્પલી સંપત્તિનો એ સ્વામી છે. તપ અને સંયમ વગરનો રાજા, પ્રજા – ભાગનો પોતાના માટે ઉપભોગ કરે તે રાજા એ રાજા નથી, ભિખારીનો પણ ભિખારી છે : એ ભાગ લેતો નથી, પણ ભીખ લે છે. સામાન્ય ભિખારી તો એક ઘેર હાથ પ્રસારી પેટ ભરી લે છે, જ્યારે આ ભિખારી તો ઘેર ઘેર નિર્લજ્જતાથી હાથ પ્રસારતો ફરે છે, છતાં એ નિર્લજ્જનું પેટ ભરાતું નથી! માનવ-ઉદ્ધારનું કાર્ય આપણે ચાલુ રાખવાનું છે. પ્રજા રાજાને મદદ આપે, રાજા પ્રજાને રક્ષણ આપે – બંનેનો આ ધર્મ સાથે છે. સરિતાઓના તટ પર કુળોની રચના કરો. જ્યાંની ભૂમિ અનુકૂળ અન્ન આપતી રહે ત્યાં નગરો વસાવો. ગામની રચના કરો. ઘેર ઘેર અનિની સ્થાપના કરજો. ગોકુળની રક્ષા કરજો. કૃષિને સ્વીકારજો. વૃષભની પૂજા કરજો. તમારું કદી અકલ્યાણ નહીં થાય.” રાજા વૃષભદેવે પોતાની નજર દૂર દૂર સુધી વિસ્તરેલ જનસમૂહ પર ઠેરવી. આખો સમૂહ મંત્રમુગ્ધ બનીને બેઠો હતો. તેઓએ પોતાના રાજા માટે ગર્વભરી મુદ્રા ધારણ કરેલી હતી. થોડી વાર શાન્ત રહીને પ્રથમ રાજાપૃથ્વીનાથ બની રહેલા વૃષભદેવે પુનઃ કહ્યું : * તw: શીતઃ પ્રજ્ઞા રાજ્ઞા પ્રમુરસ્ત તતો નૃપઃ | “આટલા વિશાળ સમૂહને માટે વ્યવસ્થાની ખૂબ આવશ્યકતા છે. વ્યવસ્થા વિનાનો ગમે તેટલો મોટો વિશાળ સમૂહ દોરડાથી બાંધ્યા વિનાના ઘાસના ભારાની જેમ વેરવિખેર થઈ નાશ પામે છે. છૂટાં છૂટાં ફૂલ એક સૂત્રનું નિયમન સ્વીકારી હારનું સ્વરૂપ પામે છે, હૃદય પર બિરાજવાનો અધિકાર ધારણ કરે છે; તેમ આ નવી વ્યવસ્થા દ્વારા તમે તમારી ઇચ્છાનુરૂપ કાર્ય સ્વીકારી સમાજને ઉપયોગી બનો. મેં આપેલી કળાઓ તમારે પરંપરાથી જાળવવાની છે, ને તેમાં વિકાસ સાધવાનો છે, આ માટે આખા સમાજને હુ ત્રણ વિભાગમાં વહેંચવા ઇચ્છું છું : “દેવયશ અને સુયોધની જેમ શસ્ત્ર વાપરવાના જેઓ શોખીન છે, જેઓ સાહસી છે, અવિશ્રાંત પ્રવાસના શોખીન છે, જેઓની નસોમાં ઉગ્રતાનું લોહી વહી રહ્યું છે, તેઓનો એક વર્ગ જુદો કરું છું. એ વર્ગ ક્ષત્રિય કહેવાશે. એ વર્ગે ધનુર્વિદ્યા, શસ્ત્રવિદ્યાનો વિકાસ સાધવાનો રહેશે. અને જ્યાં અન્યાય ૧૭૦ ભગવાન ઋષભદેવ Page #190 -------------------------------------------------------------------------- ________________ હોય, જ્યાં નિર્બળને સશક્ત હેરાન કરતો હોય, ત્યાં એને કાર્ય કરવાનું રહેશે. એની આજીવિકા રાજાના ભંડારમાંથી આવશે. એમણે શીઘ્ર ગતિવાળાં પશુઓને કેળવવાં રહેશે, જે તેમના પ્રવાસને સરળ અને અનુકૂળ બનાવે. હાથી, તેમજ બીજાં સંકટ સમયે મદદ કરનારાં પ્રાણીઓની એક પાયગા પણ રચવી પડશે. નગરની રક્ષા, વન-જંગલના માર્ગોને નિર્ભય બનાવવાનું, પ્રવાસીઓના વળાવિયા બનવાનું કાર્ય તેઓનું રહેશે. પોતાની કાર્યસાધના પાછળ કોઈ વાર પ્રાણને પણ તેઓએ વિસારે મૂકવા પડશે. “બીજો વર્ગ જે શાન્ત જીવનનો ચાહક છે, ને ગોકુળનો રસિયો છે, કૃષિનો ઉપાસક છે, માનવજીવનને ઉપયોગી અશન, પાન મેળવવા માટે ઉત્સુક છે, તેઓનો જુદો વર્ગ કરું છું. એ વર્ગ વૈશ્ય કહેવાશે. એ અનેક ગાય-વૃષભ રાખશે. એમની શુશ્રુષા કરી દૂધ, દધિ ને ધૃત પેદા કરી સમાજને મળે તેમ ક૨શે. કૃષિમાં વિકાસ કરશે. કૃષિમાં નીપજેલાં ધાન્યનો સંગ્રહ કરી એ જરૂરિયાતવાળાને પહોંચાડ્યા કરશે. સંગ્રહ લાંબો સમય કેમ જળવાય, આખા સમાજ પૂરતું અન્ન કેમ પેદા થાય, આખા સમાજને એ સવેળા કેમ મળી જાય, એની ચિંતા એને કરવાની રહેશે. એ સમાજનું પેટ બનશે. પોતાના પેટની અથવા પોતાનાંના પેટની નહીં, પણ સમસ્ત દેશનાં અનેક પેટની ચિંતા એને કરવાની રહેશે. “અને ત્રીજો વર્ગ, જે સેવાભાવના અને કળાપૂર્ણ જીવન જીવવા માગે તેઓનો થશે. ગોકુળ અને કૃષિ પાછળ વ્યગ્ર વૈશ્યસમાજ ને શસ્ત્રમય જીવન જીવતો ક્ષત્રિયસમાજ જે સેવા ન સાધી શકે, એ જનસેવા શૂદ્રોની થશે. તમામ કળાને એણે સજીવન રાખવી પડશે, ને પોતાની સેવાઓ દ્વારા માનવજાતનાં સુખનાં સાધનોમાં વૃદ્ધિ કરવી પડશે. “આ ત્રણે વર્ગ એકમાત્ર માનવસમાજના હિત માટે કાર્ય કરશે. જેઓ જે રીતનું જીવન વિતાવવા ઇચ્છતા હશે, તેઓ તે રીતના વર્ગમાં જઈને ભળી શકશે. આ ત્રણ વર્ગ સમાજનાં મુખ્ય અંગો છે, તેમના વિના સમાજ નથી. “મહારાજ,” આખી સભામાં અવાજ થઈ રહ્યા, “અરે, અમારે શસ્ત્રોપજીવી બનવું છે, અમે ક્ષત્રિય ! પ્રજા માટે અમે અન્નપાનનો સંગ્રહ કરીશું, અમે વૈશ્ય ! અરે, અનેક કળાઓનો અમારે વિકાસ કરવો છે, અમે શૂદ્ર !” “મહારાજ, આ તો સમાજવ્યવસ્થા યઈ. હવે આપના રાજપદના પહેલા પૃથ્વીના × ૧૭૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ સંચાલન માટે પણ ઘટતી વ્યવસ્થા કરવી રહેશે ને !” અષ્ટાપદવાસી વડા દેવે વિનંતિ કરતાં કહ્યું. “દેવેશ, રાજ પણ સમાજનું અંગ છે. આ ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્રોમાંથી ડાહ્યાઓને ચૂંટીને એક રાજસભા નિર્માણ કરવામાં આવશે. આ રાજસભા જ સર્વ સંચાલન કરશે. એ ઉપરાંત દેવયશ મારો અનુરાજા અને અમાત્ય બનશે. મારી અનુપસ્થિતિમાં રાજસભામાં એ નેતાગીરી કરશે. સુયોધ તમારો પ્રિય સેવક-સેનાપતિ બનશે. અનેક કુળોમાં વ્યવસ્થા સ્થાપવા એ પોતે પ્રવાસ કરશે. માગે ત્યારે મસ્તક આપે એવા મરજીવાઓનો એક સંઘ સ્થપાશે. અને સલાહ આપવા માટે પણ કોઈની જરૂર રહેશે ને ? વિચારણા – ગંભીર વિચારણા એ સારા કાર્યનો પહેલો પાયો છે. મારા સમવયસ્ક બધા રાજન્ય કહેવાશે. *આ નમિ-વિનમિ મારા સંદેશવાહક બનશે; સુમંગલા મારી પટરાણી બનશે; ને સુનંદા રાજભંડાર જાળવશે. સુષણ રાજદૂત બનશે, એ પ્રત્યેક કુળોમાં આપણા બધા વર્તમાન પહોંચાડ્યા કરશે, જેથી દરેક કુળ પ્રત્યેક જાતની જીવનને યોગ્ય નવાજૂની પામતું રહે. “તમારે માનવોદ્ધારના મહાન કાર્યના અંગ બનવાનું છે, સાથે સાથે સામાજિક જીવન જીવતા માનવીના વૈયક્તિક સુખ તરફ પણ જોવાનું છે. મેં જે કળાઓ વિસ્તારી છે – કુંભકારની, ખેતીની, ગૃહનિર્માણની, વલ્કલ – વસ્ત્રોની, કેશવપનન – એને તમારે સજીવન રાખવાની છે. રાજા અને પ્રજા જીવનમાં એક જ અંગ છે. રાજા જીવનના ખરાબ અંશો પર નિયમન કરે છે, ને સારા અંશોને ઉત્તેજન આપે છે. હાકાર, માકાર ને ધિક્કારની જૂની નીતિઓ આજે નાશ પામી છે, પણ તમારા પ્રિય પુરુષને અપ્રિય લાગે તેવું ન કરશો. તમારો અપરાધ જાણ્યા પછીનું એનું મૌન તમને ગંભીર વેદના આપતું હોવું જોઈએ. ભય અને પ્રીત બંને સાધનો દ્વારા રાજા તમારા પર રાજ ચલાવશે; પણ પહેલી વસ્તુ કરતાં એ બીજીને વિશેષ ચાહશે, અને પ્રીત દ્વારા સાધેલાં કાર્યો જ એના રાજ્યપદની સફળતા – નિષ્ફળતા કહેશે.” રાજા બનેલા ઋષભદેવે પોતાનું વક્તવ્ય સમાપ્ત કર્યું. વૃદ્ધ નાભિદેવે પુનઃ ઊભા થઈ, પુત્રને પુનઃ પુનઃ અભિષેક કરી કહ્યું : “પુત્ર, અરિહંત થજે ! શત્રુની સામે પીઠ બતાવીશ મા ! વિજયનું જીવન * ઉગ્ર, ભોગ, સજન્ય, ક્ષત્રિય ૧૭૨ ભગવાન ઋષભદેવ Page #192 -------------------------------------------------------------------------- ________________ જીવજે ! આપણા કુળની એ પ્રણાલિકા છે. આપણા પૂર્વ પુરુષોની એ સાધના છે. અરિહંત બની અજાતશત્રુ બનજે. બોલો, નમો અરિહંતાણં. આપણા કુળનો આ મહામંત્ર. વત્સ, એને સદા યાદ રાખીને વિજય સાધજે !'' “નમો અરિહંતાણં.” સહુએ એ મંત્રનો પુનરુચ્ચાર કર્યો. “પિતા એ જ ગુરુ ! માતા એ જ આચાર્ય.” રાજા વૃષભદેવે ઊભા થઈ પિતાને પ્રણામ કરવા માંડ્યા. નાભિદેવે તેમ કરતાં તેમને વારીને કહ્યું : “વત્સ, સિંહાસન પર બેઠેલા રાજાને ન કોઈ પિતા કે ન કોઈ ગુરુ ! રાજા સર્વનો પિતા ને સર્વનો શાસ્તા છે. આ સર્વે વ્યવહારો રાજપ્રાસાદના છે, રાજસિંહાસનના નહીં. રાજસિંહાસન પાસે તો તું રાજા અને અન્ય સર્વ પ્રજા ! કર્તવ્યાકર્તવ્ય સાથે જ તારે સંબંધ ! તારું દર્શન, તારું શાસન, તારા સંસ્કાર જયવંતા વર્તો ! તને સંસારના રહસ્યનું જે દર્શન થયું, તેનું દર્શન સંસારને આપ ! જે શાસન તેં આજે આ કુળોને આપ્યું તે સંસારનાં સર્વ કુળોને આપ ! જે સંસ્કાર તારા જીવનમાં ઉદ્દભવ્યા એને સર્વત્ર પ્રસરાવ !’’ ઋષભદેવે નાભિદેવના આદેશને મસ્તક પર ચઢાવ્યો. આખી સભા જયજયકાર કરી ઊઠી. મહામના નાભિદેવની આ વાત સાંભળી અષ્ટાપદવાસી દેવો પણ જયજયકાર કરવા લાગ્યા, ને એમનાં દેવદુંદુભિ જોરથી ગાજવા લાગ્યાં. પૃથ્વીના પહેલા રાજા ઋષભદેવ ! પહેલા પૃથ્વીનાથના જયજયનાદથી આકાશ ગોરંભાઈ ગયું. સર્વત્ર હર્ષ ને આનંદની સૃષ્ટિ છવાઈ ગઈ. કુશળ દેવોએ વાજિંત્ર વગાડ્યાં. દેવાંગનાઓએ નૃત્ય કર્યાં. હાથી, ઘોડા ને ચિત્તાઓએ પણ પોતાના પ્રિય રાજવીને સલામી આપી. પહેલા પૃથ્વીનાથ * ૧૭૩ Page #193 -------------------------------------------------------------------------- ________________ સંસારનું કલ્પવૃક્ષ સિંહાસનોના સ્વામીના નસીબમાં શાન્તિ હોતી નથી. એમાં પણ ભય, પ્રેમ ને શ્રદ્ધાની ત્રિમૂર્તિસમા કર્તવ્યપાલક રાજવીને તો સદા ચિંતાની શય્યામાં સૂવાનું હોય છે. પહેલા પૃથ્વીનાથ રાજા ઋષભદેવ આ વાતનો અનુભવ કરી રહ્યા હતા. ગઈ કાલે જેઓનું કુટુંબ નાનું હતું, એને આજે આખી વસુધા કુટુંબ બની ગઈ હતી. કોઈ પણ સ્થળની અશાન્તિ એમના ચિત્તની શાન્તિને ભેદતી. સાગરસમ શાન્ત આ મહાન માનવીને સંસારના દુઃખે દુઃખી થવાનું હતું. કોઈક વાર કરુણાના આ સાગરને કઠોરતાની મૂર્તિ બની જવું પડતું. રાજપદના ચતુષ્પથ સમા સામ, દામ, દંડ ને ભેદની એમણે યોજના કરી હતી. પોતાના પૂર્વજોની હાકાર, માકાર ને ધિક્કારની નીતિ કરતાં આ પ્રબલ નીતિએ શાસનને વધુ સમૃદ્ધ બનાવ્યું હતું. એમનો સ્પષ્ટ આદેશ હતો, કે મૃદુને મૃદુત્વથી, સાધુને સાધુત્વથી, ખલને ખલત્વથી ને દાંડને લાલચથી વશ કરવો. તેમણે શત્રુને હણવાનું, વડીલોને પૂજવાનું ને મિત્રોને માયા કરવાનું શીખવ્યું. ૨૦ આજીવિકા માટે તૃણહાર, કાષ્ઠહાર, કૃષિ ને વ્યાપાર શીખવ્યાં. એ વ્યાપાર વિનિમયનો હતો. જે પ્રદેશમાં અશ્વ વધુ થતા, તેઓ ગોબહુલ દેશોમાં આવી અશ્વ આપી ગાય લઈ જતા. જેને નવનીતની જરૂર હોય, એ સામાને સુવર્ણ, ફળફૂલ આપીને નવનીત લઈ જતાં. જરૂરિયાતને મહત્ત્વ અપાતું, ૧૭૪ * ભગવાન ઋષભદેવ Page #194 -------------------------------------------------------------------------- ________________ ને એક જરૂરિયાતવાળા પ્રદેશથી બીજા જરૂરિયાતવાળા પ્રદેશ સુધી વસ્તુઓની લાવ – લઈજા કરવા માટે સાર્થવાહોની યોજના કરી હતી. પોતાની સાથે દરેક બાબતમાં મંત્રણા કરી શકે તે માટે મંત્રી: પોતાનાં કુળોની પરંપરા જાળવવાનું કામ કરી શકે તે માટે પુરોહિત, દંડનીતિના પ્રચાર માટે સેનાપતિ, વ્રજ, ગોકુલ, રત્નહિરણ્ય જાળવી રાખવા માટે કોષાધ્યક્ષની તેમણે સ્થાપના કરી હતી. જે યજ્ઞકાર્ય તેમણે આરંવ્યું હતું, એમાં દિન-પ્રતિદિન વૃદ્ધિ થતી હતી. પાંચ મહાશિલ્પ– કુંભકાર, ચિત્રકાર,વાર્ધક, વણકર ને નાપિત–માંથી અનેક નાનાંમોટાં શિલ્પો પ્રગટ્યાં હતાં. નાપિતનું શિલ્પ હમણાં જ પ્રગટ થયું હતું. કુળ-વિજય માટે ગયેલા યોદ્ધાઓને માથા પરના વાળના ભારા બહુ વિજ્ઞ કરતા. કેશગુંફન માટે કે જટા માટે એમને સમય ન મળતો. પૃથ્વીનાથે તેઓને માથેથી નાપિત શિલ્પ દ્વારા એ બોજો હલકો કરાવ્યો. વાર્ધકી વિદ્યાના નિષ્ણાતોએ સુંદર પ્રકારનાં ગૃહ આવાસો, જળમાર્ગો, સ્થળમાર્ગો ને રસ્તાઓ નિર્માણ કર્યાં. આવાં તો સો જાતનાં શિલ્પ પ્રગટ કર્યા. દરેક શિલ્પને તેઓએ યજ્ઞ કહ્યો, ને એમ તેઓ શતયજ્ઞકર્તા કહેવાયા. આ યજ્ઞોની જ્વાળાઓએ પર્વતો, નદીઓ, ભૂપ્રદેશો, સીમા પર્વતો, સમુદ્રો, સાગરો, મહાસાગરો ને દ્વીપો સુધી પોતાનો ફેલાવો કર્યો. લાવારસવાળા પ્રદેશમાંથી માનવો હિમપ્રદેશ તરફ આવ્યા. હિમપ્રદેશવાળા પ્રકાશ-દેશમાં આવી વસ્યા. સ્વરક્ષણની વૃત્તિવાળો માનવ જૂથમાં વસતાં શીખ્યો, સંઘજીવન પામ્યો. એમાંથી જનપદો જમ્યા, જનપદોના જથ્થા, ગ્રામ કહેવાયા. ઘણા જનપદ એ વિશ – પ્રજા કહેવાઈ. એ પ્રજા પોતાનાં વિરોધીઓ માટે જથ્થાગ્રામને આમંત્રણ આપતી. શિંગ, હાડકાં, ધનુષ્ય ને લાકડાંનાં ભાલા ને ગદા લઈ એકઠા થનાર ગ્રામને સહુ “સંગ્રામ' કહેતા. આ સંગ્રામનો એક અધિનેતા થતો. એ હિંમતવાન માનવી લડાઈમાં મોખરે રહેતો ને માર્ગદર્શન કરતો. ઋષભદેવ પૃથ્વીનાથ બન્યા પછી તેઓએ પણ પોતાના ગ્રામપતિને રાજા બનાવ્યો. અનેક કુળોના આ રાજાઓ પૃથ્વીનાથની આજ્ઞા પ્રમાણે વર્તવા લાગ્યા, શિલ્પવિજ્ઞાનનો સર્વત્ર પ્રચાર કરવા લાગ્યા. મોટી મોટી સાત નદીઓના કિનારે આવાં કુળો રચાયાં. શિલ્પવિજ્ઞાન સંસારનું કલ્પવૃક્ષ ૧૭૫ Page #195 -------------------------------------------------------------------------- ________________ ને રાજનીતિઓ ત્યાં અમલમાં આવી. એ સર્વ માનવોને હવે એક બનાવવા માટે એક જ શબ્દ સંબોધવાં જરૂરી હતાં. આદિ પૃથ્વીપતિએ તેમને આર્ય કહ્યા અને મંત્ર આપ્યો : “આર્યમાત્ર એક : પછી ભલે એ ગમે ત્યાં વસતો હોય.” લોકો પૂછતા કે આર્યોનું લક્ષણ શું ? “જે યજ્ઞને માને, યક્ષને આચાર, શિલ્પ શીખે ને વડીલોને સન્માને તે આર્ય ! માતા-પિતા, ગુરુ, આચાર્ય, રાજાને જે સ્વીકારે તે આર્ય !” આર્યોનાં સંસ્થાનો વિસ્તૃત બની ગયાં. હવે તેમાં સુયોધ વ્યવસ્થા સ્થાપતો ફરતો હતો. સુનંદાએ યોજેલ બે વૃષભવાળા શકટમાં પુત્ર ભરતે વળી નવો ફેરફાર કર્યો હતો. એણે ત્રણ પૈડાં યોજી બેને બદલે ચાર વૃષભ યોજ્યા હતા. આનાથી યાત્રા ભારે સુખકાર બની હતી. રાજતંત્ર વ્યવસ્થિત થતાં પૃથ્વીપતિએ ગૃહમંત્ર તરફ ધ્યાન આપ્યું. પોતાના પુત્રો હવે યોગ્ય વયના થયા હતા. તેઓને પોતાની આર્ય દષ્ટિને ઓપતું શિક્ષણ આપવાની જરૂર હતી. સંપૂર્ણ માનવતા ને સુખી સામ્રાજ્યનાં સ્વપ્ન પૂર્ણ કરવાનાં હતાં. તેઓએ મોટા પુત્ર ભરતને બોલાવી પુરુષોને યોગ્ય કળાઓ શીખવવા માંડી. એક આદર્શ આર્યપુરુષ કેવો હોય, એનામાં કઈ જાતની મહત્ત્વાકાંક્ષાઓ, મહાવિદ્યાઓ, લઘુવિદ્યાઓ, બળ, બુદ્ધિ ને તર્ક હોવાં જોઈએ તે સમજાવ્યું. પુરુષની અનેક ભૂમિકાઓમાં – પિતા, સખા, બંધુ, ગૃહસ્થ, યોદ્ધો ને રાજવી વગેરેમાં – કેમ વર્તવું તે દર્શાવ્યું; કુસ્તીની ક્રીડા, મલ્લવિદ્યા ને પશુવિદ્યા વગેરે પણ શીખવ્યું, એક આદર્શ પુરુષને યોગ્ય શિક્ષણ તેને આપ્યું. દ્વિતીય પુત્ર બાહુબલીને સ્ત્રીને યોગ્ય કળાઓ સમજાવી. જીવનના બે મહાન ચક્ર : એમાં સંતતિને આપનારી, યજ્ઞને જાળવનારી, ગૃહને યોજનારી, સંગ્રામમાં કે સુરતમાં નિપુણ સ્ત્રી કેવી હોય તે બતાવ્યું. એને યોગ્ય વાદકળા, નૃત્યકળા, જ્ઞાનકળા, ભોજનવિધિ, વ્યાપારવિધિ વગેરે અનેક પ્રકારની કળાઓ શીખવી. અયોધ્યાની રમણીઓ બાહુબલીને સદા ચાલ્યા કરતી – એના જેવો પિતા, પતિ ને પુત્ર વાંચ્યા કરતી – એટલે બાહુબલીએ પોતે લીધેલું જ્ઞાન તરત સ્ત્રીઓમાં પ્રસારી દીધું. આ પછી બોલાવી બ્રાહ્મીને, બ્રાહ્મીની વેલશી આ બાળાની બુદ્ધિ અદ્ભુત ૧૭૬ ભગવાન ઋષભદેવ Page #196 -------------------------------------------------------------------------- ________________ હતી. એના મનની શાન્તિ, વિચારણાની દીર્ઘતમ પરંપરા, નવી વસ્તુની ખોજમાં ને એની યોગ્યાયોગ્યતાના વિષયમાં એને નિમગ્ન કરી દેતી. શ્રી ઋષભદેવે એને લિપિવિષયક જ્ઞાન આપવા માંડ્યું. જીભ, ટોડ, દાંત, ગળું તથા તાળવાના ઉપયોગથી ભાષા તો બોલાતી, પણ એની વચ્ચે કંઈ સામ્ય નહોતું. મનની ઊર્મિઓ સારી રીતે પ્રગટ ન થતી. હસ્ત, મુખ અને ચેષ્ટાથી વાત કરતાં કેટલીક વાર અર્થનો અનર્થ થઈ જતો. પૃથ્વીનાથે બ્રાહ્મીને અભ્યાસનો આરંભ કરાવતાં કહ્યું : “કોઈ પણ જાતની એકતા માટે ભાવ ને ભાષાની એકતા પ્રથમ જરૂરી છે. બંધુતા, સમતા, સમાનતા પ્રચારવા ભાષા એ જરૂરી વસ્તુ છે, માટે જિહ્વા, કંઠ, તાલુ, દાંત ને કંઠનો માનવીને યોગ્ય ઉપયોગ શીખવ. શિકારની પ્રાપ્તિ અને સંગ્રામની સફળતાના ટાણે એ ગાંડો થઈને લાંબા સૂરે કંઈ ગાય છે, ક્રોધમાં તે પ્રતિપક્ષીને જે કંઈ કહે છે, પ્રેમ પ્રગટ કરતી વેળા જે તનમનાટ દર્શાવે છે : એ બધાં દ્વાર વગરનાં પિંજરામાં પુરાયેલાં પંખી જેવાં છે, ફફડાટ સંભળાય છે, પણ દર્શન થતાં નથી. એ અવ્યક્તને વ્યક્ત બનાવવા તું ભાષાનું પરિમાર્જન કર.' : ”આ પછી સુંદરીને બોલાવીને મદગળતા માતંગ સમી, અનુપમ એશ્વર્યશાલિની સુંદરીને પૃથ્વીનાથે ગણતરી બતાવી. માનવી એનાં હાથનાં આંગળાં પહોંચે ત્યાં સુધી ને પગનાં આંગળાં યાદ રહે ત્યાં સુધી ગાય, અશ્વ, વગેરેની ગણતરી કરતો, પણ ભૂલી જતો. દૂધના બદલે દૂધ આપનાર, અનાજના બદલે અનાજ આપનાર કેટલું લીધું ને કેટલું આપવું, તેની ગણતરી ન રાખી શકતા. આ કારણે ઘણી વાર વિખવાદ થતો. ચતુરાનના સુંદરી દ્વારા એમણે માપ, વજન ને સંખ્યા નક્કી કર્યાં. કોઈ પણ ઝઘડામાં હવે સુંદરી પંચ થતી. આ ઉપરાંત યુદ્ધને ઉપયોગી શસ્ત્રાસ્ત્રનું જ્ઞાન ભરતને આપ્યું. હસ્તી, અશ્વ વગેરેનું જ્ઞાન બાહુબલીને આપ્યું. વિશ્વ સભાજન સુયોધ હવે પોતાના પ્રતાપી રથમાં આરૂઢ થઈ, ઉપર વૃષભધ્વજની પતાકા ઉઠાવતો કેટલાક ધનુર્ધારીઓને અશ્વ પર, કેટલાક ગદાધરોને વૃષભ પર ને કેટલાક કાષ્ઠખંડની યષ્ટી ને ભાલાવાળા પદાતિ દ્વારા વનનાં વન ખેડતો, સંસ્કૃતિનો પ્રચાર કરતો હતો. જોતજોતામાં નવાં કુળો રચાતાં, જનપદ રચાતાં ને ગ્રામ બની જતું. કોઈ હિંમતવાનને ગ્રામનો અધિનેતા બનાવી, પૃથ્વીનાથ ઋષભદેવની જયજય બોલાવી એ આગળ સંસારનું કલ્પવૃક્ષ * ૧૭૭ Page #197 -------------------------------------------------------------------------- ________________ વધતો. સુયોધનો પુત્ર સુષેણ, વી૨નો પુત્ર વીર જ હતો. એ પણ પિતાના આ વિજયોમાં સાથે હતો. આ સુવ્યવસ્થામાં નિમગ્ન સ્વામીને હૈયે જેમ જંપ નહોતો તેમ શાન્તિ પણ નહોતી. પિતાજી નાભિદેવ દિવસોથી અસ્વસ્થ હતા. હવે જાણે તેમના પ્રયાણની ઘડી આવી પહોંચી હતી. એમાં વિશેષ દુ:ખ તો દ્વિતીય પ્રાણ સમી સુનંદાની બીમારીનું હતું. સુનંદા એ યુગલિક સંસારની પર્વતવાસિની કન્યા હતી. એના દેશમાં રિવાજ હતો કે સંતાનના જન્મ પછી માતા માત્ર ઓગણપચાસ દિવસ જીવતી. આજ એમાં પરિવર્તન થયું હતું. છતાં એના ઓછાયા સુનંદાના દેહ પર આછા પડી રહ્યા હતા. રાજ્યાભિષેકના ઉલ્લાસભર્યા દિવસો તો કેમ પસાર થઈ ગયા, તેની કશી ખબર પડી નહીં. અષ્ટાપદ પર્વત પરથી આવેલા વિદ્યાધરો ને કિન્નરીઓની સાથે વાર્તાલાપમાં ને વિનોદમાં દિવસો ઝડપથી વીતી ગયા. નીલાંજના નામની નર્તિકા તો આ સુનંદદેવ પર મુગ્ધ હતી. ને અષ્ટાપદ જવાને બદલે અહીં જ રહી હતી. નીલાંજના સ્વયં મોહિનીરૂપા હતી, છતાંય સુનંદાનું ભુવનમોહન સૌંદર્ય અને વશીભૂત કરી રહ્યું હતું. એણે સુનંદાના સહવાસ ખાતર વિદ્યાધરોને જવા દીધા હતા, પોતાના કબીલાને દર્દભરી વિદાય આપી હતી. કેવળ પોતાના પ્રિય મયૂરને લઈને એ અહીં અયોધ્યા નગરીમાં રહી હતી. સ્ત્રી પુરુષ પાછળ ગાંડી બને, પુરુષ સ્ત્રી પાછળ ગાંડો બને, એ જાણીતી બીના હતી. પણ આ ઘેલી નીલાંજના તો અનેક પ્રેમી વિદ્યાધરોનો સાથ છોડી સુનંદા પાછળ ગાંડી થઈ ગઈ હતી. એના એક કોમળ હસ્તસ્પર્શથી, એક મિષ્ટ વાક્યથી એ ઓળઘોળ થઈ તી. “નીલાંજના, મારું સ્વાસ્થ્ય ઠીક નથી. તું તારા પ્રદેશમાં ચાલી જા !'' નીલાંજના કહેતી : “જવાનું મન નથી થતું. વ્યાઘ્રચર્મના કવચથી લપટાયેલા સુનંદદેવને જ્યારે મેં અષ્ટાપદ પર જોયા, ત્યારે દેવોને સહજ જાતીય ક્ષુધા મારામાં પણ હતી. અને એ ક્ષુધા જ મને તમારી નજીક લઈ આવી હતી. પછી તમે ખરી વાત કરી તમારા ઋષભની તમે પોતે સ્ત્રી છો, એ વાત મેં જાણી – તોય જાણે મારું મન નિરાશ ન થયું. ઊલટી મારી ૧૭૮ * ભગવાન ઋષભદેવ - Page #198 -------------------------------------------------------------------------- ________________ ક્ષુધા નષ્ટ થઈ ગઈ, ને કોઈ દિવ્ય પ્રેમ મને તમારી સાથે એક કરી રહ્યો. નીલાંજના લાડ કરતી આગળ બોલી : “અમારા દેવો ઊજળા ખરા, પણ પ્રેમની, વિયોગની, સંયોગની આટલી તીવ્રતા ત્યાં નહીં ! કોઈને લગન નહીં ! વિહારની ઇચ્છા થઈ કે બસ સંકલ્પની સાથે તૃપ્તિ થઈ ગઈ. તીવતા પેદા થવાની તો વાત જ નહીં. અને જે ઇચ્છામાં તીવ્રતા નહીં તેમાં સુખ નહીં; ત્યાં એકબીજાની પાછળ ઘેલા થવાનું કોઈ ન સમજે ! દર્દ વગરનો પ્રેમ, વિયોગ વગરનો સંયોગ – મઝા એમાં શું આવે ? મૃત્યુ ૫ આટલું મીઠાશભર્યું નહીં ! તમે ઋષભને જે ગાઢ પ્રેમથી ચાહો, તેવી ચાહના ત્યાં કોઈને કોઈ પ્રત્યે નહીં ! સુખનો પ્રદેશ, સમૃદ્ધિનો દેશ, પણ સ્વાર્પણનો નહીં ! એક દેવને એક વારાંગના જાય કે હજાર બીજી હાજર. એક દેવીને એક દેવ જાય કે બીજો તૈયાર જ હોય.'' “અદ્ભુત છે, તું તો દેવી !?' ને મારે મન મોટી ખોટ તો અમે કદી માતા ન બની શકીએ તેની છે. આ ભરત, આ બ્રાહ્મી, આ બાહુબલી ને પેલી સુંદરી ! પોતાની જ કૂખમાંથી કેવાં કેવાં સુંદર ફૂલડાં જન્માવવાનાં ! ફળહીન વૃક્ષ શું સારું લાગે ?' “એ જન્મની પાછળ પણ ભારે વેદના છે.” સુનંદાએ કહ્યું. “વેદના વિના કોઈ ચીજ મીઠાશ નથી આપતી. લવણ વિના સ્વાદ ભાળ્યો ?”” નીલાંજના થોડી વાર થોભી, ને પુનઃ બોલી : “વેદના પણ કેવી મીઠી ! અને આ કાયા, જે સદા પુરુષની વાસના માટે સજ્જ રહેતી હોય; આ ખોળો, જ્યાં કોઈ જાતીય આવેગભર્યો નફટ પુરુષ સદા સૂવાનું વાંછતો હોય ને આ ઓષ્ઠ, જે કેવળ ઠગારાં ચુંબનો માટે વપરાતા હોય ને આ ઉન્નત પર્યાધરો જ્યાં બંનેને નિર્લજ્જ બનાવતા હોય ત્યાં, માતા બનતાં, આખી સૃષ્ટિનું કેવું સુભગ પરિવર્તન ! જોતજોતામાં પથ્થર જેવા જડ પયોધરોમાં અમી ઊછળવા લાગે. વાસનાભર્યા ખોળામાં મમતાનાં બાળ રમવા લાગે. દેહનો ખૂણેખૂણો જાણે સંસારને કશાની ભેટ આપ્યાના અભિમાનથી ફાટફાટ થતો લાગે. જીવન જાણે કોઈ સુખદ હેતુની પરંપરા બની જાય. ત્યારે ફળ વગરની, ફૂટડી અને શાસ્ત્રીય માન્યતા છે, કે દેવીઓ ગર્ભ ધરતી નથી ને તેઓને ગર્ભવાસનાં કષ્ટ વેઠવાં પડતાં નથી. સંસારનું કલ્પવૃક્ષ * ૧૭૯ Page #199 -------------------------------------------------------------------------- ________________ દેહ ને રૂપની અભિમાનિની અમારી દેવીઓ તો ગર્ભથી ને સંતાન જન્મથી ધૃણા કરે.” નીલાંજના, તારા નિર્ણયને ફેરવવો અશક્ય છે. તમારા દેહને જેમ પડછાયો હોતો નથી તેમ તમારા નિશ્ચયને પણ બીજી બાજુ હોતી નથી. તું તો અત્યારે અમારાં બાળકોની શિક્ષિકા બની ગઈ છે. નૃત્યકલા–વિશારદા એવી તેં મારા ભરતને નિપુણ બનાવ્યો. અરે, ભરતને જોઉં છું ને જાણે વહાલા વૃષભને નજરે નિહાળું છું. કેવો ચપળ ! કેવો પ્રતાપી ! એની પાસે સૂર્યનો દમામ પણ જાણે ઝાંખો લાગે.” નૃત્યના અનેક પ્રકારો મેં એને શીખવી દીધા છે. ભારે ચતુર છે, એક વાત અડધી શીખવી કે એ પૂરી જાણી જાય તેવો છે, ને પછી એમાં આપણને કાન પકડાવે. કોઈનો ગાંજ્યો ન જાય એવો છે, અને નૃત્યમાં તો એની અને સુંદરીની અભુત જોડી છે.” નીલાંજના, સુંદરીને જન્મ આપતી વખતે મહાદેવી સુમંગલાનું સ્મરણ મારા મનમાં હતું. દેવી સુમંગલા જેવાં પ્રતાપી એવી એમની દીકરી પણ પ્રતાપી થાય ને ! વારુ નીલા, બાહુબલી કેવુંક શીખે છે?” મારા શ્યામસુંદરની વાત પૂછો છો ને ? અજબ સ્વભાવ છે એનો તો. શાસ્ત્રીય અભિનય એકે એને ન આવડે. હસ્તની કઈ મુદ્રા, અંગનો કયો મરોડ, ગ્રીવાનો કયો ભંગ એકેનું એને જ્ઞાન નહીં. નૃત્ય શીખવાનું કહીએ ત્યારે ગદા ફેરવવા બેસે; કાં ચિત્તા સાથે કે કોઈ બળિયા ગજબાળ સાથે હાથોહાથની લડાઈ કર્યા કરે.” “રેઢિયાળ થશે કે શું ?” એવું ન બોલશો. એની પ્રત્યેક અંગચેષ્ટા સ્વયં અભિનયના આદર્શરૂપ છે. મારું જ્ઞાન એને કંઈ માર્ગસૂચન નહીં કરી શકે. એના હાવભાવથી મનોહર બનેલા મુખ પર સ્વયં નૃત્યદેવી નીલાંજના કુરબાન છે. એ શીખતો કંઈ નથી, પણ જ્યારે ખેંચી-તાણીને અભિનયમાં ઉતારું છું, ત્યારે એનો અશિક્ષિત અભિનય આદર્શરૂપ બની જાય છે. એની ઊભા રહેવાની છટા, ડોકનો મરોડ, હાસ્ય કરવાની રીત, બધું નિરાળું છતાં નિપુણતાથી ભરેલું. એનું જ સાચું લાગે, આપણું ખોટું લાગે. સુનંદા, સાચું કહું ? બાહુબલી તો અમારે ત્યાંના પ્રસિદ્ધ દેવ કામદેવનો” અવતાર લાગે છે. એના શ્યામસુંદર દેહમાં કેટલું x દિગંબરોની માન્યતા છે કે બાહુબલી કામદેવના અવતાર હતા. ૧૮૦ ભગવાન ઋષભદેવ Page #200 -------------------------------------------------------------------------- ________________ આકર્ષણ છે ! એની કળાઓ પાસે મારા મયૂરની બધી કળાઓ ફિક્કી લાગે છે. મારો સોળ કળાનો સ્વામી એની સામે એક કળાનો થઈ જાય છે!” આ બધું મને ખુશ કરવા તો નથી કહેતી ને ?” ના. ભરત સૂર્ય જેવો પ્રતાપી છે, પણ હંમેશાં એક પ્રતાપ બીજા પ્રતાપ તરફ આકર્ષાય. નૃત્યનિપુણા સુંદરીને જોઈ એ ઘેલો બની જાય છે. રાજા દેવયશની પુત્રી ઋષભશ્રીને નીરખી એની કલા પાંગરે છે, ત્યારે બાહુબલીને કોઈની તમા નથી હોતી. એ તો મનસ્વી રીતે નૃત્ય કરે છે. એ કલાનો સ્વયં ભંડાર છે. એને કોઈની પ્રેરણાની જરૂર નથી. સુનંદા ! તમારી શાન્તિ અને કાન્તિ બંને એને વરી છે. જોઈ જોઈને મન ધરાતું નથી. દેવકુળમાં હોત તો હું એને જ સ્વામી કરત.” નીલાંજના ! તમને દેવીઓને કોઈને સ્વામી કે કોઈને સેવક કરવામાં ભારે રસ. સારું જોયું કે સ્વકાજે પચાવી પાડવું. સ્વાર્થ કાજે શોધેલો સ્વામી તમારું શું કલ્યાણ કરે ? પણ, હા નીલાંજના, તારું છેલ્લું નૃત્ય તું ક્યારે શીખવવાની છે ?” અલ્પ સમયમાં જ. પછી હું સરયૂતીરના કોઈ પર્વતશૃંગ પર વસવા ચાલી જઈશ. પર્વતના વાસીને મેદાન અનુકૂળ નથી આવતું.” “વાત તો સાચી છે. નીલાંજના, સંતાનનો જન્મ આપ્યા પછી, જાણે હું ઉત્તરોત્તર નિર્બળ બનતી ચાલી છું. જેમ આંગણામાં જલતા ગૃહ-અગ્નિમાં નવાં કાષ્ઠ ન નાખીએ ને એને સળગતો રાખીએ, તો એ ધીરે ધીરે બુઝાતો જાય છે. એક—બે ફૂંક મારીએ ત્યારે એમ લાગે છે કે હવે જરા તેજસ્વી થયો; પણ એ તો અંતે ઝડપથી બુઝાય છે.” “સુનંદા, બુઝાવાની વાતો ન કરશો. પછી આ પૃથ્વી પર મારો કોણ આધાર રહેશે ? તમને દેખીને તો હું જીવું છું. તમારા પ્રાણ સાથે મારા પ્રાણ પણ નીકળી જશે.” “ઘેલી ! સંસારનો નિયમ પણ કેવો વિચિત્ર છે ! હું કોઈના પ્રાણ પર ઘેલી છું, તો તું વળી બીજા કોઈના !” “સુનંદે, કોના પ્રાણની વાત ચાલે છે?” અચાનક દ્વારોપાત્ત પર અવાજ સંભળાયો. અવાજ મીઠો હતો. આડી પડેલી સુનંદા સ્વસ્થ થઈ ઝટ ઝટ ઊભી થવા લાગી. એના પાંડુવર્ણા મુખ પર રતાશની રેખાઓ દોડવા લાગી હતી. સંસારનું કલ્પવૃક્ષ ૧૮૧ Page #201 -------------------------------------------------------------------------- ________________ મારા પ્રાણની વાત, સખા !” “સુનંદા, તમે સ્ત્રીઓ તો મારા સંસારનો શણગાર છો.મારા નૂતન જગતમાં ઝીણી નજરે જોતો આવું છું, કે સ્ત્રીઓ જેટલો ત્યાગ – ભોગ પુરુષોમાં નથી. યુગલિક કુળોમાં પણ પરિવર્તન થતું જાય છે. પહેલાં સ્ત્રી ને પુરુષ સમાન હતાં. સાથે જીવતાં-મરતાં. એમાં પરિવર્તન આવ્યા બાદ સ્થિતિ વિચિત્ર થતી ચાલી છે. પુરુષ તો અજબ મહત્ત્વાકાંક્ષી બન્યો છે ને સ્ત્રી તો હજીયા ત્યાગની વેલી જેવી સુકુમાર રહી છે.” ' “મહત્ત્વાકાંક્ષા તો મહાન ગુણ છે ને ! એને દોષ કેમ કહેવાય ? એક પર્વતકન્યા સંસારના સ્વામીને ચાહે, એ મહત્ત્વની આકાંક્ષા નહીં તો બીજું શું? હું તો મારું દષ્ટાંત આપું છું.” “તારી વાત સાચી.” ઋષભદેવ નજીક સર્યા, ને ઊભેલી સુનંદાને બે હાથમાં લઈ પાસે પડેલા આસન પર બેઠા. પ્રિયનો સ્પર્શ પામી ક્ષીણ સંધ્યા સમી સુનંદા પ્રકાશના પુંજ વેરવા લાગી. કૌમુદી શું આફ્લાદક એનું સૌંદર્ય પૃથ્વીનાથને આકર્ષી રહ્યું. એમણે ચારેતરફ જોયું. પ્રેમના સામ્રાજ્યમાં ત્રીજાને સ્થાન નહોતું. કુશળ નીલાંજના સરકી ગઈ હતી. બધે એકાંત હતું. પ્રેમભર્યા સ્વામીએ પોતાની પ્રિયતમાને વહાલથી હેયે ચાંપતાં કહ્યું : દેવી, મારા પ્રાણ માટે તારો પ્રાણ અર્પણ કરવા તું તત્પર છે, સાચું ને ? “એમાં પ્રશ્નોત્તરી ન હોય.” સુનંદાએ ટૂંકો જવાબ આપ્યો. “તારા પ્રાણમાં મારો પ્રાણ છે, એ જાણે છે? પ્રિય સુનંદા, તારી સોનલવર્ણ કાયામાંથી રોજ કણકણ ખરતો જાય છે. જે ઉષારાણી સમી તાજગીની પ્રતીક હતી, એ સંધ્યાસુંદરી સમી છેલ્લી ક્રાંતિના ઓછાયા નાખી રહી છે. ભાવિ મારી નજરમાં છે, છતાં હું પ્રાણ કાઢવાની વાત કેમ કરતો નથી?” હે પ્રિય, એવું અપ્રિય ન બોલશો. આજના કાળમાં, જ્યારે પૃથ્વી પરથી તમામ કલ્પવૃક્ષો નાશ પામ્યાં છે ત્યારે, તમે એકમાત્ર મહાકલ્પવૃક્ષ સમા છો, આર્ય જાતિની આશા સમા છો. અનેકોના ઉદ્ધાર માટે સ્વામી જ્યારે મથી રહ્યો હોય, ત્યારે કોઈ એકનો તેના પર હક્ક રહેતો નથી – રહેવો ન જોઈએ. તમે તો વિશ્વરૂપ છો, જગતના આધારસ્તંભ છો. જગત-જીવન છો.” ૧૮૨ ભગવાન ઋષભદેવ Page #202 -------------------------------------------------------------------------- ________________ સુનંદા, જન્મીને તેં કદીયે ભૂલેચૂકે પણ કોઈને એકાદ અપ્રિય વાક્ય પણ કહ્યું છે ? કદી કોઈનું જરાય અપ્રિય આચર્યું છે ?”’ “મેં તો ભીખ માગીને રાજ લીધું છે સ્વામી ! મને એવાં ગુમાન શાં? ભૂતકાળને યાદ કરું છું ત્યારે, મારા મન પર એક વાત અંકિત થાય છે ઃ દેવી સુમંગલાએ મારે કાજે કેવો મોટો ભોગ આપ્યો ! કોઈ પોતાના પ્રાણને વિભાજિત કરે ? એક રાજરાણી અંતરના આનંદનો અર્ધોઅર્ધ ભાગ ભિખારણને વહેંચી આપે ખરી ?'' પ્રિયે ! હવે તો આ સંસારમાં એવું બનશે : એક માતાને પેટે જન્મેલાં પતિ-પત્ની નહીં રહે, ભાઈ-બહેન બનશે. ભાઈ-બહેન એકએકથી પોતાની જાતીય ક્ષુધા કદી નહીં શમાવે,” “એ તો સંસાર માટે જે પ્રિય ને મંગળ હશે તે જ તમે કરશો, નાથ ! મને તો શ્રદ્ધા છે. આપે મને સ્વીકારી તો આખો યુગલિક સંસાર તરી ગયો. આજ તો આ પૃથ્વી ઉપર દેવ પણ વસવા માગે છે.” “આડી વાતો પર ઊતરી ગયાં આપણે.” સુનંદાના ખુલ્લા બાહુને પોતાનો કંઠપાશ બનાવતાં પૃથ્વીનાથે કહ્યું, “તારું સ્વાસ્થ્ય કેવું છે ? તારી ચિંતા મને દિનરાત સતાવે છે.” “મારી ચિંતા ? મને કોઈ જાતની ચિંતા નથી. નાથ, આટલું સુખ હોય તો માનવીને હોંશે હોંશે મરવાનું મન થાય. આ ખોળામાં તો આજ મૃત્યુ આવે તો જાણે આજે જ ઊંઘી જાઉં, ત્યાંથી ફરી કદી ન ઊઠું.” પૃથ્વીનાથનાં મોટાં અણિયાળાં નેત્રો સહેજ ભીનાં થયાં. એ સુનંદાની સુકુમાર દેહશ્રીને જાણે નેત્રો દ્વારા પી જવા માગતા હોય તેમ એકીટશે જોઈ રહ્યા. બુઝાતા દીપક જેવું રૂપ કૌમુદી-શા આ દેહ પર નવી સુશ્રી જગાવી રહ્યું હતું. પૃથ્વીનાથે સુનંદાનાં રૂપાળાં ગાત્રો પર હાથ પ્રસાર્યા. સુનંદા કોઈ અનન્ત સુખના આસ્વાદમાં આંખ મીંચીને પડી રહી. આવી સુખદ લાખેણી ક્ષણો કેટલી વીતી હશે. એ કહેવું શક્ય નથી. પણ એ સુખદ ક્ષણોનો અંત એક મિષ્ટ ને પ્રતાપી અવાજથી આવ્યો. દેવી સુમંગલા ચાલ્યાં આવતાં હતાં. એ પૃથ્વીનાથની શોધમાં નીકળ્યાં હતાં. વનશ્રીમાં રમવા ગયેલા ભરત અને બાહુબલીની પાછળ એમને જવું હતું, અને આજ વેણી વણગૂંથાયેલી હતી. સંસારનું કલ્પવૃક્ષ ૨ ૧૮૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીના શાસનભાર ઉઠાવનારને માથેથી હજી પણ વેણીગૂંથનનો ભાર ઓછો થયો નહોતો. વેણી ગૂંથવા માટે તેઓ સ્વામીની શોધ ચલાવતાં સુનંદાના આવાસમાં આવી પહોંચ્યાં, ને જોયું તો તેઓ તો પ્રેમસમાધિમાં નિમગ્ન છે. એક ક્ષણવાર સહજપ્રાપ્ય ઈર્ષ્યા આવીને અંતર્ધાન થઈ ગઈ. ઉદારચેતા એ વિચારી રહ્યાં : “અરે, આ તો વહાલી બહેન છે ! મારું આપ્યું માણે છે ને !” દેવી સુમંગલા નજીક આવ્યાં. એમના દેહમાં ભારત અને બ્રાહ્મીનાં જેવાં બીજાં બે બાળક માળો નાખી ચૂક્યાં હતાં, એટલે ગર્ભભારથી પગલાં ભારે પડતાં હતાં, છતાં એથીય આ પ્રેમસમાધિ ન તૂટે. મહાદેવીએ ખોંખારો ખાધો પણ આ તો આત્મનિમજ્જન હતું. આખરે તેમણે ઉચ્ચ સ્વરે કહ્યું : પૃથ્વીનાથ છે કે?” કોણ ?” હું. એક સ્ત્રી ફરિયાદ આવી છે, કૃપાનાથ !” શી ફરિયાદ છે?” એનું ધન ચોરાઈ ગયું છે.” “કોણ ચોરી ગયું છે ?' એક સ્ત્રી !' “ક્યાં છે એ સ્ત્રી !” “ન્યાય કરનારે એની શોધ કરવી પડશે. હું તો એ ધન અને એ ચોર બંનેને નજરે નીરખું છું.” તું નજરે નીરખે છે ?” હા. અને પૃથ્વીનાથ, બીજી પણ એક ફરિયાદ નોંધી લો !” “શી ફરિયાદ ?' “એક વૃક્ષની ચોકીદારી કોઈને સોંપી હોય, એ ચોકીદાર એને કદી પાણી પાય –– કદી ન પાય, કદી એની રક્ષા કરે, કદી રખડવા ચાલ્યો જાય, તો એ ફરજથી ચુત થયેલો લેખાય કે નહીં ?” “અવશ્ય.” “તો કરો દંડ એને.” ૧૮૪ ભગવાન ઋષભદેવ Page #204 -------------------------------------------------------------------------- ________________ “પણ ગુનેગારને તો શોધી કાઢવા દો.” સ્વામીએ કહ્યું. હું તો એને મારી નજર સમક્ષ નીરખું છું.” મહાદેવીએ લાડમાં કહ્યું.” “તો રજૂ કરો.” “રજૂ તો કરીશ, પણ શિક્ષા તો બરાબર કરશો ને ?' “મારો ન્યાય ગરીબના પુત્ર માટે કે મારા પુત્ર માટે - બંને માટે સમાન છે.” તો જુઓ.પહેલો ગુનેગાર આ. દેવી સુમંગલાએ પાસે ઊભેલી સુનંદાને બાથમાં પકડી લેતાં કહ્યું, આ સ્ત્રી મારું ધન ચોરી ગઈ છે.” “દેવીનું ધન સુનંદા ચોરી ગઈ ? તમે તો પાણી છો.” હા. પૃથ્વીનાથ, એ જ એની ચાલાકી છે. સંસારમાં એણે મને મોટી બનાવી, છાપરે ચડાવી, મારી વાહવાહ કરી અને પછી ખૂણે બેસી જે સંસારનું મૂળ હતું એને ઉપાડી ગઈ ! આ ચોરી કહો તો ચોરી, ને શિરજોરી કહો તો શિરજોરી !" સમજ્યો તમારી ફરિયાદ. પણ દેવી, સિંહાસનના અધ ભાગીદાર તમે પણ છો. તમારી ફરિયાદનો ન્યાય તમે પોતે કરો.” “મારી ફરિયાદનો ફેંસલો મારા હાથે ?” “હા, હા, તો જ તમારી ન્યાયશક્તિની કસોટી થાય ને ?” “ભલે. પણ જોજો, એ દંડ કઠોર હશે.” ભલે.” “તો હું હુકમ કરું છું કે ગુનેગારે ગુનાનું નિમિત્ત બનનાર મારું પદ લઈ લેવું, ને એનું પદ મને આપી દેવું. આજથી એ પટરાણીપદ મને ન ખપે– બકરીના ગળાના આંચળસમું ! વ્યર્થ ! ભારભૂત !” “ઊભા રહેજો ન્યાયમૂર્તિ ! મારી પણ એક ફરિયાદ છે,” સુનંદાએ વચ્ચે પડતાં કહ્યું, “એકને જ સાંભળીને એકાંત નિર્ણય આપવો ઉચિત નથી.” “બંનેને સાંભળવા તૈયાર છું. અનેકાન્તમાં જ હું માનું છું.” “તો ન્યાય કરો, હે સિંહાસનપતિ, એક ગરીબ સ્ત્રીને કોઈ વસ્તુનું દાન કરી, પછી એની પાસેથી એ લઈ શકાય ખરું ? દાન કરેલી ચીજ પર દાતાની માલિકી હોઈ શકે ? અને માલિકી હોય તો એ દાન કહેવાય ખરું?” “કહો દેવી, આ સામે તમારે કંઈ કહેવું છે ?” “એટલું જ કે સુનંદાએ મને એક પ્રેમભર્યું ચુંબન આપવું. જે ઓષ્ઠ સંસારનું કલ્પવૃક્ષ ૧૮૫ Page #205 -------------------------------------------------------------------------- ________________ પરથી આટલી મીઠાશ ઝરે છે એને ચૂમી લેવાનું દિલ થાય છે.” મહાદેવી આગળ વધ્યાં. “દેવી, ચુંબનો ચોડવાનો તમારો હક્ક ગયો. હવે તમારાં બાળક એનાં હકદાર. પણ દેવી, હજી તમારી એક ફરિયાદ બાકી છે.” પૃથ્વીનાથે દેવી તરફ જોઈને હસતાં હસતાં કહ્યું. “અરે, આટલી ફરિયાદોમાં ન ફાવી તો એમાં તો ફાવવાની આશા જ કયાંથી ? એમાં તો ન્યાયમૂર્તિ પોતે જ ગુનેગાર છે.” “તો થોડી વાર ન્યાય કરવાનો અધિકાર મને આપો,” સુનંદાએ વચ્ચે પડતાં કહ્યું, “દેવી, સંભળાવો તમારી ફરિયાદ.’ હે પ્રસ્થાપિત રાણીજી, આ મારી વેણીની દશા નિહાળી ? એની રક્ષાનો ભાર કુમાર વૃષભ, તે આજના પૃથ્વીપતિને માથે ચિરકાળથી રહ્યો છે, પણ સિંહાસનાસીન થયા પછી તેઓ આ વેણીની રક્ષામાં મંદ થયા છે, ને છેલ્લા કેટલાય દિવસોથી તો એની સંભાળ પણ લીધી નથી.'’ “ભારે ગુનો ! આ તો કર્તવ્ય-વિસ્મરણ કહેવાય. પણ એની શિક્ષા વિચારું તે પહેલાં પ્રતિપક્ષને કંઈ કહેવું હોય તો કહી લે ! શિક્ષાની જાહેરાત થયા પછી બચાવની તક નહીં રહે,” સુનંદાએ છટાભેર કહ્યું. “બચાવમાં કંઈ કહેવું નથી, ન્યાયનો આદર કરું છું. ન્યાયમૂર્તિ !' પૃથ્વીનાથ ઋષભદેવે વિનયપૂર્વક અંજલિબદ્ધ થઈને કહ્યું. “તો ગુનો સાબિત છે. મારું ફરમાન છે, કે પૃથ્વીનાથે પોતાનું કર્તવ્ય તાત્કાલિક સંપૂર્ણ કરવું ને ફરિયાદીની કૃપા હાંસલ કરવી. ન્યાયમૂર્તિ તરીકે અમારી પણ ફરજ છે, કે એમાં સહાય કરવી. અમે ફૂલ વીણી લાવીશું. એટલી વારમાં વેણીગૂંથન પૂર્ણ થવું જોઈએ.' અને સુનંદા ફૂલ લેવાને મિવષે બહાર ચાલી ગઈ. એ પાછી આવી ત્યારે વેણીગૂંથન સંપૂર્ણ થયું હતું. દેવી સુનંદાએ વેણીમાં ફૂલ નાખતાં કહ્યું : “હમણાં પ્રતિહારી ખબર આપી ગયો ઃ ભરત વગેરે સરયૂતીરે ગયા છે. ચાલો, આપણે પણ ત્યાં જઈએ.” “ચાલો !’’ પૃથ્વીનાથે કહ્યું, ને થોડી વારમાં રાજહસ્તી પર આરૂઢ થઈ સહુ સરયૂ તરફ જતાં જોવાયાં. ૧૮૬ * ભગવાન ઋષભદેવ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨૧ જલક્રીડા શરદની શોભા વિદાય લઈ રહી હતી. વસંતશ્રીનું આગમન નજીકમાં હતું. એ આગમનના સૂચક સમાં કિશોર ને કિશોરીઓ સરયૂના અગાધ જળમાં ક્રીડા કરવા આવી પહોંચ્યાં હતાં, સાથે કેટલાંક સમવયસ્ક મિત્રોને લેતાં આવ્યાં હતાં. ' સરયુતટ પર આજ સવારથી ભીડ હતી. અયોધ્યાની ગજશાળાના હાથીઓ પણ જલસ્નાન માટે છૂટ્યા હતા. વનના આ મહારથીઓ ઘણે દિવસે મુક્ત વાતાવરણમાં મહાલતા હતા, એટલે આજ કોઈનાં બંધન સ્વીકારે તેમ નહોતું. તેઓએ સરયૂતીરનાં વાંસનાં જંગલોમાં કૂણાં પર્ણ ચરીને, કમળના ડોડાનો મુખવાસ કરીને, એનાં સુંદર પત્રોને વેલ સાથે ઉખેડીને સરયૂના સુવાસિત જળને ફરી ડખોળી મૂક્યું હતું. વસંતશ્રીના સ્વાગતે આવેલા રાતી ચાંચવાળા રાજહંસો પણ આ મદઘેલા ટોળાથી દૂર રહીને તરતા હતા. પેલાં જલક્રીડા માટે આવેલાં કિશોર અને કિશોરીઓએ પણ તટ પર બેસી સૂર્યસ્નાન કરતાં કરતાં એકબીજાની દેહ પર ગોચંદન, કપૂર ને કસ્તુરી ઘસ્યાં હતાં, અને પછી હાથના આંકડે આંકડા ભીડી જળમાં પડ્યાં હતાં. આ બધાં કિશોરોમાં ત્રણ કિશોરીઓ અને બે કિશોરો સહુથી જુદાં તરી આવતાં હતાં. થોડીએક વાર સહુ જલક્રીડામાં મગ્ન રહ્યાં, પણ જોતજોતામાં કમળના વેલાઓ ને તંતુઓ તેઓનાં શરીરને, તેઓના કેશને વીંટી વળવા લાગ્યાં. Page #207 -------------------------------------------------------------------------- ________________ મૂળથી ઉખડી ગયેલાં કમળનાળનાં તંતુઓ તરનારના પગને વીંટળાઈ વિઘ્ન કરવા લાગ્યાં : બે-ચાર વેલાઓને દૂર કરી નાખવાનું શરૂ કરે ત્યાં તો બીજા બે-ચાર આવીને પગે ને હાથે નાગપાશ સમા વીંટાઈ વળે. આમ રમત જ ન જામે ! “અરે, આજ તો કંટાળો ઊપજે છે. મારું શરીર આખું કમળનાળના તંતુથી છવાઈ ગયું છે,” એક કિશોરીએ શરીર પરથી વેલાઓ દૂર કરતાં કહ્યું, ને સાથે ઉમેર્યું : “અરે, આવા સ્થાનથી સર્યું ! હું તો આ ચાલી.” અને ચૂડા આકારની વેણીવાળી એ કિશોરી જળમાં છબછબિયાં બોલાવતી જળથી બહાર નીકળવા પગલાં માંડી રહી. વૃષભશ્રી, કયાં જાય છે? અરે, આ હાથીઓને તો હમણાં હાંકી કાઢ્યા સમજો !” એક કાંતિમાન યુવક આગળ આવ્યો, અને પાણીમાં તરતાં તરતાં આવીને વૃષભશ્રીનો માર્ગ રોકતાં એણે કહ્યું. વૃષભશ્રી રાજા દેવયશની પુત્રી હતી; કામદેવની નિશાળમાં હમણાં જ પ્રવેશી હતી. એની છટાદાર લાવણ્યરેખા સ્નાન કરવાથી વધારે ઉજ્વળ બની હતી. ભરત, આ હાથીઓ તો જંગલીના જંગલી જ રહ્યા.” વૃષભશ્રીએ ભરતને પોતાને અનુસરતો જોઈ જરા રોફ છાંટ્યો. એના કાળા કેશ નદીના તરંગો સાથે વહી રહ્યા હતા, ને પૂર્ણચંદ્ર જેવું મોં ચંદ્રના પ્રતિબિંબની આભા સમું જળની સપાટી પર તરી રહ્યું હતું. હાથીઓ તો બિચારા એમ સમજ્યા હશે કે ધોળે દિવસ સરયૂના પ્રવાહ પર આ ચંદ્રમુખ કયાંથી ?” “ભરત, તને મશ્કરી સૂઝે છે. પણ જો ને, મારા કટિપ્રદેશની આસપાસ આ કમળની કેટલી વેલો વીંટળાઈ ગઈ ! એને કાઢતાં કાઢતાં હું તો થાકી ગઈ.” “કોઈ સુંદરીના કટિપ્રદેશ પર કમળવેલ ન વીંટાય તો શું હાથીની સૂંઢ વીંટાય ? લાવ, હું દૂર કરું.” ભરત ધીરેથી દૂર સર્યો, ને એણે વૃષભશ્રીને કમરથી પકડી ઊંચકી લીધી. અરર, આ હાથ છે, કે હાથીની કર્કશ ચૂંઢમારી કટિ દુઃખી ગઈ ! અરે, એના કરતાં કમળવેલ શું ખોટી હતી ? ભરત, હાથીઓને દૂર કરવા હોય તો કર, નહીં તો મારો માર્ગ મૂકી દે !” ૧૮૮ ભગવાન ઋષભદેવ Page #208 -------------------------------------------------------------------------- ________________ ભરતે વૃષભશ્રીનો માર્ગ રોકીને તરતાં તરતાં બૂમ મારી : “બાહુબલી, ભાઈ, ચાલ ! આપણે આ હાથીઓને સામા વનમાં તગડી મૂકીએ. જો ને, પાણી કેવું ખરાબ કરી મૂક્યું છે !' મને અત્યારે નવરાશ નથી. હવે બ્રાહ્મી અને સુંદરીને પકડવાનો મારો વારો છે.” “ભાઈ બાહુબલી, દાવ બે ઘડી પછી લેવાશે. પહેલાં પાણી તો સ્વચ્છ કરી લઈએ. ” “ભાઈ, કમળનાળના તંતુઓ આડાઅવળા વેરાયેલા છે, એટલે મારે તો એ લાભમાં છે. કોઈ બહુ દૂર સુધી ડૂબકી ખાઈને જતું નથી, નહીં તો મારો તો દમ નીકળી જાય. આજ હું એકલો છું ને સામે આ બધાંએ સંપ કર્યો છે. પણ પાછો હઠું એમ નથી. જો કે પેલી વૃષભશ્રી ! તને કેવી હેરાન કરે છે ! ધુતારી તેમાં. ઘડીમાં એના કેશ ગૂંચાય છે, ઘડીમાં એના પગ ભરાય છે. અરે, હમણાં એને જ પકડી પાડું છું. અને પછી એનો દાવ જ પૂરો થવા નથી દેવો.” પણ એ તો, હાથીઓને આપણે પાણીમાંથી બહાર ન કાઢીએ તો. રમવાની જ ના પાડે છે.” “અરે, બડી પક્કી છે. પણ ભાઈ ભરત, એમ કર ! તું તારા મિત્રોને લઈ અડધા હાથીઓને હાંકી કાઢ ! એટલી વારમાં હું મારો દાવ પૂરો કરી લઉં. પછી બાકીના અડધાને હું તગડી મૂકીશ.” “અરે, પણ એની ગણતરી શી રીતે કરશું? અડધા કોને કહેવા ?” વાત તો સાચી. એ ભારે માથાકૂટ આવી. પિતાજીએ આંક શીખવ્યા, પણ એ ભારે ભૂંડા છે ! આ મલ્લયુદ્ધ, ગદાયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, શંખ, ચક્ર ને ધનુર્વિદ્યા આવડી ગયાં, પણ એક આંક ને એક પેલી લિપિ – “બોલીએ એવું લખાય ને લખાય એવું વંચાય' – બે ન આવડ્યું તે ન જ આવડ્યું. એમાં તો સુંદરી ને બ્રાહ્મી બેય ભારે કાબેલ !” તો ભાઈ, સુંદરીને બોલાવશું ?” ના, એ ધુતારીનો તારા તરફ પક્ષપાત છે. એ છે તો મારી સહોદરા, પણ હેત તારા પર વરસ્યું જાય છે. એના કરતાં બ્રાહ્મી સારી.” “હું જાણું છું. બ્રાહ્મીને તારા માટે પક્ષપાત છે. એ તો ઘણી વાર કહે છે, કે નીલાંજના કહેતી કે બાહુબલી કામદેવનો અવતાર છે. વળી આ કામદેવ જલક્રીડા જ ૧૮૯ Page #209 -------------------------------------------------------------------------- ________________ તે કયો દેવ છે ? એ મળે તો એનીય ખબર લઈ નાખું. બ્રાહ્મી કહે છે કે એ આપણાથી મોટા, હું કહું છું એનાથી આપણે મોટા.” “હું તો એક વાત સમજું : કામદેવ હોય કે બીજા દેવ હોય, પિતાજીથી કોઈ મોટું નથી.” આ વાતમાં કોઈને વિવાદ નહોતો. “એ હું જાઉં છું,” આઘેથી વૃષભશ્રીએ બૂમ મારી, અને પોતાના કેશ ડાબા હાથથી સમેટતી એ કિનારા ભણી વળી. “એ ધુતારી ! એમ નથી જવાનું. હમણાં હાથીઓને ખસેડ્યા સમજ ! જા, ભરત ! તું તારે અડધા હાથી હાંકી આવ ! હું એક ડૂબકી ભેગો દાવ પૂરો કરું છું. વૃષભશ્રી જાય તો મારે માથે !’’ અને બાહુબલી પાણીમાં ડૂબકી મારી ગયો. ભરત પોતાના સાથીઓ સાથે હાથીઓના ટોળા તરફ ધસી ગયો. હાથીઓ કોઈનું સાંભળે તેમ નહોતા, તેઓએ ભરતનું કહ્યું ન કર્યું, બલ્કે સૂંઢમાં પાણી ભરીને સામે ફેંકવા માંડ્યું, કમળના ગોટા કાઢી કાઢીને ઘા કરવા માંડ્યા. ભરતના સાથીઓ પાછા હઠવા માંડ્યા; પણ આવે વખતે ભરતનો પ્રતાપી સ્વભાવ બહાર નીકળી આવતો. એની આંખોમાં ભયંકર અગ્નિ ભભૂકી ઊઠતો. એ દુર્જય ને દુર્ધર્ષ બની જતો. એના પગમાં, હાથમાં સ્વયં શક્તિ છલકાઈ ઊઠતી. કોઈનો પાછો હઠાવ્યો એ પાછો હઠતો નહીં. ભરતે બે હાથે સામેથી પાણી ઉછાળવા માંડ્યું, ને ભયંકર પ્રતિશબ્દ ક૨વા માંડ્યો. પણ આ બે વસ્તુએ હાથીઓને વિશેષ ઉશ્કેરી મૂક્યા. તેઓએ સૂંઢ ઊંચી કરીને આવાહન આપ્યું. અને તેમાં પણ ગંધમાદન પર્વતમાંથી તાજો જ પકડી આણેલો હાથી તો વિશેષ ઉશ્કેરાઈ ગયો. બાહુબલી વગેરે રમતમાં પડ્યા હતા; ભરતના બીજા સાથીઓ પાછા હઠી ગયા હતા; પણ ભરત અચળ હતો. કાળમુખો, પહાડ જેવો હાથી એક બે ક્ષણમાં કુમાર ભરતને હતો ન હતો કરી નાખવા આગળ ધસ્યો. પણ ભરત એમ હાર કબૂલી નાસી છૂટે એવો નહોતો. એ તરત પાણીમાં ડૂબી ગયો. થોડી વાર બડબડિયાં બોલ્યાં ને હલ્લો કરીને આવતો હાથી પ્રતિપક્ષીને ન જોતાં પાછો હઠ્યો. કેટલીએક પળો સુધી ભરત ન દેખાયો, એટલે દૂર ઊભેલી સુંદરીએ ચીસ પાડી ને મદદે પહોંચવા એ પણ પાણીમાં ડૂબકી મારી ગઈ. સોનેરી ૧૯૦ * ભગવાન ઋષભદેવ - Page #210 -------------------------------------------------------------------------- ________________ માછલું પાણીમાં સરી જાય એમ એ અંદર સરી ગઈ. બાહુબલી ને બ્રાહ્મી રમતાં રમતાં દૂર નીકળી ગયાં હતાં, ને અત્યારે મદમસ્ત વૃષભશ્રીને ઘેરી વળી એને પકડી પાડવા મથી રહ્યાં હતાં. ગંધમાદન હાથી વિજય અનુભવતો જ્યાં પાછો ફરવા જાય છે, ત્યાં એની સૂંઢ પર જબરો મુષ્ટિ – પ્રહાર થયો, અને એ પ્રકારની સાથે તેના ગંડસ્થલ પર છલાંગ મારીને કોઈ કૂદી આવ્યું. અને પછી તો પ્રહાર પર પ્રહાર થવા લાગ્યા. એ પ્રહાર અસહ્ય હતા. પહાડ જેવો ગંધમાદન નરમઘેંશ થઈ ગયો. આગળ વધવું કે પાછળ હઠવું, એની સમજણ ન પડવાથી એ ગોળ ગોળ ચક્કર ચક્કર ફરવા લાગ્યો. ભરત ! તું એની સૂંઢ છોડી દે. હું દોરી જઈશ.” “અરે સુંદરી, તું અહીં ક્યાંથી ? દૂર જા, તને ચગદી નાખશે.” “ચગદ્યા, ચગદ્યા હવે ! મને કેમ કંઈ ઢીલી – પોચી સમજી ? મારી એક મુષ્ટિ પાસે ગંધમાદનનો બાપ પણ સીધો થઈ જાય !” અને સુંદરી કદી ગંધમાદનની સૂંઢ પર પોતાના બે હાથની ચૂડ ભેરવી, એ સૂંઢને થપેડતી, ખેંચતી, દંતૂરાશૂળોને હલાવતી તરતી તરતી આગળ વધી. મગતરા સમાન બની ગયેલો ગંધમાદન, ચૂપચાપ સુંદરી ચીંધે એ રસ્તે આગળ વધ્યો. એના ટોળાની હાથણીઓ પણ તેને અનુસરી. થોડી વારમાં આ જીવતા પહાડોને સરયૂની તળેટીનાં જંગલોમાં મીઠાં મીઠાં પર્ણ ચરવા છૂટા મૂકી, ભરત અને સુંદરી પાછાં આવ્યાં. અહીં તો બાહુબલીએ ભારે રંગ જમાવ્યો હતો. બધાંએ વૃષભશ્રીને ઘેરી લીધી હતી, ને ચારે તરફથી પાણી ઉડાડી એને કઈ દિશામાં આગળ વધવું તે જ સૂઝવા દેતાં નહોતાં. પણ વૃષભશ્રી કાચી નહોતી. એ ચીસો પાડતી પાડતી એકલે હાથે સહુને હંફાવી રહી હતી. પાછાં વળીને આવતાં ભરત અને સુંદરી વૃષભશ્રીની વહારે ધસી ગયાં. “અલ્યા, એક તરફ એક ને એક તરફ આટલાં બધાં ? આ સાચી રમત ન કહેવાય.” વૃષભશ્રીનો બચાવ કરતાં ભરતે કહ્યું. એ જ સાચી રમત કહેવાય. તો જ રમનારમાં કેટલું પાણી છે, એની ખબર પડે. એકની સામે એક આવે, એમાં જીતવામાં કે હારવામાં શી બહાદુરી?” બાહુબલીએ જોરથી પાણી ઉડાડતાં કહ્યું. જલક્રીડા ૧૯૧ Page #211 -------------------------------------------------------------------------- ________________ “એ બહાદુર નર, પેલા હાથી હાંકવાના હજી બાકી છે, તે હાંકવા જા ને, એટલે બધી ખબર પડે,” સુંદરીએ કહ્યું. “ભરત અડધા હાથી હાંકી આવ્યો ?”” બાહુબલીએ પૂછ્યું. જોતો નથી?”’ “અરે, એ તો રમતાં રમતાં લીલાં લીલાં વાંસનાં પાંદડાં ખાવા આપમેળે ચાલ્યા ગયા હશે.’’ “જા રે જા ! તેં જોયું હોત તો ભરતના ભુજબળની ખબર પડત ! પેલો ગંધમાદન આજ તારા જેવાને તો કોળિયો કરી ગયો હોત ! તારું નામ ભલે બાહુબલી છે, પણ નામ મોટાં ને ગુણ છોટા !'' સુંદરીએ ટકોર કરતાં કહ્યું. “અરે, એમાં ભુજબળની ક્યાં જરૂર છે ? આ જંગલીઓને વશ કરવા એ તો રમત વાત છે.” “બાહુબલી, બહુ ગર્વ ન કર. બોલે છે તેવું એક વાર કરી તો બતાવ ! એકલે હાથે તો મારા માટે પણ એ મુશ્કેલ હતું. એ તો આ બળવાન સુંદરી મારી મદદે---’ “બસ કર, ભરત ! ભારે લુચ્ચાં છો તમે બેય ! તું સુંદરીનાં વખાણ કર, સુંદરી તારાં વખાણ કરે, મને એવી જરૂ૨ નથી. તમે બધાં ૨મો. હમણાં એકલે હાથે હાથીઓને ખસેડીને આવ્યો સમજો !'' ને બાહુબલી તરત ડૂબકી મારી ગયો. થોડી વારમાં એ કિનારા પર દેખાયો, ને ત્યાંથી દોડતો સામે વાંસનાં જંગલોમાં ચાલ્યો ગયો. ભરત વગેરે રમતમાં મશગૂલ બની ગયાં. થોડી વારમાં જંગલમાંથી ચળાઈને આવતા હોય તેવા વીણાના સ્વરો આવવા લાગ્યા. જળ પર તરતા તરતા આવતા એ સ્વરો ગૂઢ ને સંવાદી હતા; વાતાવરણને ધીરે ધીરે માધુર્યથી ભરવા લાગ્યા. તોફાને ચઢેલા હાથીઓના યૂથે એ સ્વરો સાંભળી સૂંઢો ઉછાળવી બંધ ફરી. એમણે એ વીણાની દિશામાં કાન માંડ્યા. રમનારાંઓએ પણ રમત છોડી દીધી. સ્વરો ધીરે ધીરે વધુ ઘૂંટાવા લાગ્યા. કોઈ માતા બાળને બોલાવતી હોય, કોઈ વ્યાકુળહૃદયા વિયોગણ વહાલાને આમંત્રતી હોય, એવા નિગૂઢ સ્વરો તેમાંથી છૂટી રહ્યા હતા. ૧૯૨ * ભગવાન ઋષભદેવ Page #212 -------------------------------------------------------------------------- ________________ “અરે, કોઈ હસ્તીકાન્ત વીણા બજાવી રહ્યું છે. પર્વતવાસી સિવાય એ કોને આવડે ?' રમનારાઓ રમી પણ શકતાં નહોતાં, કે સ્વરોને છોડી પણ શકતાં નહોતાં. સહુની આગેવાની હાથીઓએ કરી. કોઈના સ્વાગતે જતા હોય તેમ, બધા હાથી સૂંઢ નીચી નમાવી સ્વરોની દિશામાં ચાલ્યા. “અલ્યા, બાહુબલી ક્યાં છે? આ હાથી તો એમ ને એમ ચાલી નીકળ્યા !” “બાહુબલીની શરત બાકી રહી. વળી કોઈ દિવસ એણે પૂરી કરવી પડશે.” સુંદરીએ ચુકાદો આપ્યો. “ચાલો, ચાલો, આ સ્વરવાહકને નિહાળીએ તો ખરા ! ભારે આકર્ષક છે.” ના, નથી જવું. અહીંથી સંભળાય છે ને ! હું થાકી ગયો છું.” ભરતે કહ્યું. “હું પણ થાકી છું. એક તો હસ્તિયુદ્ધ અને તે પણ પાણીમાં ! કરે એને ખબર પડે,” સુંદરીએ ટેકો આપ્યો. બ્રાહ્મી તો પગનાં આંગળાં વડે પૃથ્વી પર કંઈ સંકેતચિહ્નો કરી રહી હતી. અરે બ્રાહ્મી, ચાલ જો. જેને ન આવવું હોય એ ન આવે. આપણે તો જઈએ.” વૃષભશ્રીએ કહ્યું. “ચાલો,” બ્રાહ્મીએ ટૂંકો જવાબ વાળ્યો. “અમને મૂકીને ?” ભરતે વૃષભશ્રીને જતી જોઈને કહ્યું. “ના, ના. શા માટે તમને પડતાં મૂકવાં ? અમે હજી તાજાં જ છીએ. અરે, બ્રાહ્મી, તું સુંદરીને તેડી લે. હું ભરતને ઉપાડી લઉં છું. બિચારાંઓએ આજે ભારે કામ કર્યું છે ને ? બધાં સ્વરોની દિશામાં ચાલ્યાં. પણ આ ટોળું ત્યાં પહોંચે તે પહેલાં તો હાથીઓ ત્યાં પહોંચી ગયા હતા, ને હવામાં ધીરી ધીરી સૂંઢ હલાવતા ઝૂમતા ઊભા હતા. અને પેલો ગંધમાદન તો એ સ્વરવાહકને ઉપાડી, પીઠ પર ચડાવી, શાંત ઊભો ઊભો અડધી બિડાયેલી આંખે સંગીતની મજા માણી રહ્યો હતો. ભરતને તેડીને વૃષભશ્રી, અને સુંદરીને તેડીને બ્રાહ્મી સાથીદારો સાથે ત્યાં પહોંચ્યાં. પણ જોયું તો બાહુબલી પોતે હસ્તિકાન્ત વીણા બજાવી રહ્યો જલક્રીડા ૧૩ Page #213 -------------------------------------------------------------------------- ________________ હતો. અરે, પર્વતવાસિની સુનંદાના પુત્ર સિવાય બીજું કોણ આવી મીઠી વીણા બજાવી શકે ? સહુ સ્તબ્ધ બનીને ઊભાં રહ્યાં. કાળ ને અવસ્થા, મનુષ્ય અને પશુના ભેદ જાણે ભુલાઈ ગયા. સ્વર વહેતા રહ્યા. અંતે ધીરી ઝણઝણાટી સાથે વીણા થંભી. ઊંઘમાંથી જાગતાં હોય એમ સહુ જાગ્યાં. વૃષભશ્રી હજી ભરતને ખભા પર ઉપાડીને ઊભી હતી; ને ભરત પોતે સ્વરોની સાથે પોતાની આંગળીઓ ડોલાવતો વૃષભશ્રીના માખણશા કુમળા ગૌર ગાલો પર ધીરી ધીરી થપાટ લગાવી રહ્યો હતો. | સ્વરઘન પૂરું થયું હતું. “જો લુચ્ચો, એક તો ખભા પર ચઢાવીને લાવી, ને વળી આ તોફાન ! વૃષભશ્રીએ ક્રોધમાં ભરતને નીચે પછાડ્યો. જા, આજે પિતાજીને કહી દેવાની.” “હુંયે પિતાજીને કહેવાનો છું, મારે સહોદર સખા તરીકે વૃષભશ્રી જોઈએ છે ! આ બ્રાહ્મી તો જો ને ! જાણે ઠંડું માટલું ! સહોદર તો જરા તારા જેવું મારકણું, જરા તોફાની હોય તો મજા આવે.” “તે તારે દેવી સુમંગલાને કહેવું હતું, કે એને પેટ મને જન્માવે. જરા શરમ તો રાખ ! કોઈની સહોદરાને પોતાને માટે લઈ જવી છે ! પૃથ્વીનાથનો પુત્ર થયો, તેથી શું? અરે, ફરિયાદ કરીશ તો હાડકાં ખોખરાં થઈ જશે” વીણાના સ્વરો થંભી ગયા હતા. બાહુબલી કૂદીને બધાની વચ્ચે આવી ઊભો, હસતો હસતો બોલ્યો : કહો, શરત પૂરી થઈને ?” “જરૂર. અને તું જીત્યો, ભરત હાર્યો,” બ્રાહ્મીએ કહ્યું. “કેમ ?” ભરતે વાંધો લીધો. “તેં બળનો ઉપયોગ કર્યો; એણે પ્રેમનો ઉપયોગ કર્યો.” બ્રાહ્મીએ કહ્યું. “જૂઠી વાત. દુનિયામાં બળિયાના બે ભાગ છે. અરે, વીણા વગાડી એમાં તે શું વીરવ દાખવ્યું ?” વીરત્વ એમાં જ છે.” “જૂઠી વાત.” “તો ચાલો આપણે પિતાજી પાસે ન્યાય કરાવીએ. જો, એ આવે_બંને માતાજી પણ સાથે છે.” ૧૯૪ ભગવાન ઋષભદેવ Page #214 -------------------------------------------------------------------------- ________________ દૂરથી પિતાજી, મહાદેવી સુમંગલા અને સુનંદા સાથે, આવી રહ્યાં હતાં. જલક્રીડા કરવા ગયેલા કુમારોને શોધતાં શોધતાં તેઓ અહીં આવી પહોંચ્યાં હતાં. બધા કુમારો દોડીને ત્રણેને વીંટળાઈ વળ્યા. બટકબોલી વૃષભશ્રીએ આજની બધી વાત વિસ્તારીને કહી દીધી ! ને છેવટે કોણ જીત્યું તેનો ન્યાય કરવા પૃથ્વીનાથને કહ્યું, “આજનું ન્યાયાસન દેવી સુમંગલા ને સુનંદાના હાથમાં છે. મહાદેવી, ચુકાદો આપો !” એમાં ચુકાદો શું આપવો હતો?” મહાદેવી સુમંગલા બોલ્યાં, “શું રાજા વૃષભધ્વજની એ આજ્ઞા નથી કે પ્રજાના કે જગતના શાસન માટે શ્રદ્ધા કે પ્રેમનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ છે ? જગતને વશ કરવા માટે બળ વાપરવું પડે, એ માર્ગ ભલે કોઈ પળે અનિવાર્ય હોય, પણ કનિષ્ઠ તો ખરો જ ! મારી દષ્ટિએ બાહુબલી જીત્યો.” બ્રાહ્મી પોતાનો વિજય થતો જોઈ નાચી ઊઠી. ભરતનો ચહેરો લાલઘૂમ થઈ ગયો. પરાજયહાર એને મન મૃત્યુ જેવી વસ્તુ હતી. એ મહત્ત્વાકાંક્ષી કુમાર લેશ પણ ઘસાતું સાંભળી ન શકતો. વૃષભશ્રીએ પણ ભરતને દબાવવાની તક જોઈને કહ્યું : પૃથ્વીપતિ, અને આ ભરત મને સહોદરા બનાવવાની વાત કરતો હતો.” “કોણ ? ભરત ?” ને પૃથ્વીનાથે પોતાની આંખો એક વાર વૃષભશ્રી પર ને બીજી વાર ભરત પર ઠેરવી. એ દૃષ્ટિમાં શાપ હતા કે આશીર્વાદ, એ કંઈ ન સમજાયું. ભરતને પૃથ્વી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થયું. “ભરત, આમ આવ !” ભરત - પ્રતાપી કિશોર – ધ્રૂજી ઊઠ્યા. વૃષભશ્રી દોડી આવીને બોલી : “ના સ્વામી, એને દંડ ન દેશો. એ તો હું એને વધુ વહાલ કરું છું, એટલે બોલ્યો હશે. હું માફ કરું છું.” હું માફ નથી કરતો,” અને આ શબ્દોએ સહુને સ્તબ્ધ કરી મૂક્યાં. ન જાણે હમણાં શું થશે ? પણ ગંભીર બનેલું પૃથ્વીનાથનું મોં એકદમ મલકી પડ્યું : “વૃષભશ્રી, તું ભરતને વહાલ કરે છે, કેમ?'' વૃષભશ્રીને હા કહેવી કે ના, કંઈ ન સમજાયું. એ રડવા જેવી થઈ ગઈ. જલક્રીડા ૧૫ Page #215 -------------------------------------------------------------------------- ________________ “હું જાણું છું, તું વહાલ કરે છે, તું જ ભરતની સખી બનીશ. આજે જ રાજા દેવયશને કહેણ મોકલું છું.” કોઈને આ વાત ન સમજાણી. અરે, આ વાત આજ પહેલાં કદી બની છે કે બનશે ! એક માને પેટ જે બે જન્મ્યાં એ જ સહોદર- એ જ સખા ને એ જ પતિપત્ની ! આજે સ્વયં નીતિન્યાયના સૃષ્ટા ને દ્રષ્ટા પૃથ્વીપતિ પોતે આવી વિચિત્ર વાતો કાં કરે ? શું એ વિચિત્રતામાં પણ કંઈ વિલક્ષણતા ભરી હશે ? તર્કવિતર્ક કરતાં સહુ પાછાં વળ્યાં. વૃષભશ્રી ઢીલી ઢીલી પાછળ ચાલતી હતી. ભરતે એના ભારે નિતંબ પર નાની એવી ચૂંટી ખણતાં કહ્યું : “કોણ જીત્યું આજે ? ભરત કે બાહુબલી ?' વૃષભશ્રીએ હાથમાં રહેલું લીલા-કમળ ભરતના મોં પર માર્યું. કમળની પાંદડીઓ એ મુખ પર વરસી રહી. ૧૯૬ ૨ ભગવાન ઋષભદેવ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૨ યુગલિકધર્મ-નિવારણ અયોધ્યા નગરીમાં આજે બે બનાવો વિશે છૂટથી ચર્ચા થતી હતી : એક, ખુદ પૃથ્વીનાથે ભરતની સખી બનાવવા માટે રાજા દેવયશની સુંદર પુત્રી વૃષભશ્રીનું માગું કર્યું તે; અને બીજું, મહાદેવી સુમંગલાએ ગઈ કાલે જે યુગલને જન્મ આપ્યો તે. આ સંસારમાં યુગલ (બેલડાં) તો અવતરતાં, પણ નવી નવાઈની વાત આ યુગલમાં એ હતી, કે બંને પુત્ર હતા ! એક પુત્ર અને બીજી પુત્રી ન હોય તો એ યુગલ કેમ કહેવાય ? બંને જીવનના ધર્મો કઈ રીતે અદા કરે ? આ બે વર્તમાન પર પ્રજા કંઈ કંઈ તર્ક-વિતર્ક કરતી : અરે, હવે આ નવા સંસારમાં કેમ રહેવાશે ? પુરુષ સ્ત્રી વિના કેમ જીવી શકશે ? અને પારકા ઘરની સ્ત્રી લાવીને રાખતાં એ પોતાની કેમ કરીને બનશે ? જીવવાનું સાથે, ખાવાનું સાથે, મહેનત – મજૂરી કરવાની સાથે, ને કોઈ પારકી જણી સાથે એ શી રીતે બનશે ? - “અરે, એક માતાનાં પુત્ર-પુત્રી તો સાથે નગ્નદેહે ફર્યાં હોય, રમ્યાં હોય, સાથે સૂતાં હોય, સાથે રહી રહીને એકબીજાની લાજશરમ તૂટી ગઈ હોય. એની સાથે યથેચ્છ વર્તી શકાય. ને આ તો પારકી જણી ને પેલો પારકો જણ્યો ! મોકળે મને વાતચીત પણ શી રીતે થાય ?”' એક સ્ત્રીએ પોતાનો મત આપ્યો. “આ તો નવો ચીલો પાડ્યો ઃ પોતાનું હોય એ બીજાને આપી દેવું Page #217 -------------------------------------------------------------------------- ________________ ને બીજાનું લઈને પોતાનું કરવું. આપણો સહોદર ક્યાંની કોઈ સખીને શોધે ને આપણે આપણો સખા સગે હાથે બીજાને સોંપી, નવો સખા શોધવા નીકળીએ. હાથમાંનું આમ્રફળ બીજાને આપવું, ને પોતે વળી બીજા આમ્રફળની શોધમાં નીકળવું ! આજ સુધીની પૃથ્વીનાથની બધી વાતો સારી, પણ આ એક કંઈક ખોટી !'' શ્રદ્ધાધન યુગલિકો બોલવા લાગ્યાં. “અરે, એ તો ઠીક, પણ એક નવી વાત મેં સાંભળી છે. એક જરા બટકબોલી સ્ત્રીએ આંખનો ઉલાળો કરતાં કહ્યું, “પૃથ્વીનાથ ઋષભદેવ કહે છે, કે અમુક ઉંમર, અમુક સમય ને અમુક ક્રિયા કર્યા વગર કોઈ જુવાન ને જુવતી કામક્રીડા આચરી ન શકે.” “અમુક ક્રિયા એટલે શું ?”’ યજ્ઞ જેવું, ગૃહઅગ્નિ જેવા પવિત્ર અગ્નિમાં મધુ, દર્ભ હોમીને પાંચ વડીલો સમક્ષ એકબીજાના હાથ પકડી કંઈક બોલવું.” “અરે, એમાં લાજ-શરમ ન આવે ? આવી વાતોના તે કાંઈ ઢોલ વાગતા હશે ? માણસને ભૂખ લાગે ને ખાય, એમાં વળી વિધિવિધાન શાં ? આ તો આપણા કુળકરોની વાત છે, નહીં તો બીજે પશુની જેમ જેને જે ગમે તેની સાથે આનંદ કરે, ને છૂટા પડે. કેટલેક સ્થળે એક સમૂહ અંદરોઅંદર યથેચ્છ પોતાની ઇચ્છા તૃપ્ત કરી લે. પણ આપણી વાત જુદી છે. આપણા પૂર્વજો કરતા હતા, એમ આપણે કરતાં આવ્યાં છીએ. પણ, એ વાતને કંઈ સમય કે મર્યાદા હોય ? અરે, મારી જ વાત કહું ? અમે નાનાં હતાં ત્યારે રમતાં ફરતાં; સાથે રમીએ તોય, સાથે ફરીએ તોય રોમાંચ ન થાય. એક દિવસ એક વૃક્ષની છાયમાં કોઈ યુગલને નીરખ્યું ને અમને જાણે અંદરથી કોઈએ પ્રેરણા કરી. અમે એકબીજાનાં ભૂખ્યાં બન્યાં, ને જાગેલી મનની ક્ષુધા તૃપ્ત કરી. પાછાં હતાં તેવાં ને તેવાં. ટૂંકી ને ટચ વાત; એમાં વળી આ ફજેતા શા ?”’ આમ પ્રજાજનો જુદી જુદી રીતે પોતપોતાનો નિર્ણય આપી રહ્યાં હતાં, ત્યાં તો કોઈ બૂમ પાડતું સંભળાયું : “પ્રજાજનો ! આજે રાજસભામાં આવજો. પૃથ્વીનાથ સ્ત્રી-પુરુષ વિશે કંઈક કહેવાના છે.' સાચી વાત હતી. ગઈ કાલે પ્રવાસથી પાછા ફરેલા મહાસેનાનાયક સુયોધ પોતાની સાથે સ્ત્રીઓનું મોટું ટોળું લઈને આવ્યા હતા. સાથે સાથે ૧૯૮ * ભગવાન ઋષભદેવ Page #218 -------------------------------------------------------------------------- ________________ તેઓ કંઈ ખાસ નિવેદન પણ કરવાના હતા. દીર્ઘ તેમનો પ્રવાસ હતો, અદ્ભુત તેમના અનુભવો હતા. ખરેખર વિચિત્ર હોવી જોઈએ તેમની વાતો. ચાલો, વહેલા, આજની સભામાં ભારે રંગત જામશે. લોકોએ કહ્યુંલી દેવસભા જેવી એ સભા હતી. પૃથ્વીનાથ દેવી સુમંગલા સાથે સિંહાસન પર બિરાજમાન થયા હતા. એક બાજુ ભરત ને સુંદરી, બીજી બાજુ બ્રાહ્મી ને બાહુબલી બેઠાં હતાં. વૃદ્ધ પિતા નાભિદેવ હવે ભાગ્યે જ શવ્યાસન છોડી શકતા. સુનંદા પણ ધીરે ધીરે ગળતા કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ ક્ષીણ થતી હોવાથી ભાગ્યે જ જાહેરમાં આવતી. પડછંદ સુયોધ ખડો થયો ત્યારે આખી સભા શાન્ત થઈ ગઈ. સુયોધ પ્રવાસી યોદ્ધો હતો. અષ્ટાપદની એની યાત્રા અનેક દંતકથાઓથી ઊજળી બની હતી; ને એ પછી તો ગમે તેવા અજાણ્યા પ્રદેશમાં વિચરતાં એના હૈયામાંથી કંપ નીકળી ગયો હતો. સતત પ્રવાસી જીવન ગાળવાથી એની વેશભૂષા ને વાણીમાં ઘણું પરિવર્તન થઈ ગયું હતું. એણે છાતી પર કાળિયારના મુલાયમ ચામડાના કબજા જેવું કંઈ પહેર્યું હતું, ને અર્ધા ભાગ પર સિંહચર્મનું ઉપવસ્ત્ર હતું. પગમાં મગરના જાડા ચામડાના ઉપાન હતા. એણે છટાથી કાપેલા પોતાના ટૂંકા વાળ સુગંધી જપાકુસુમના તેલથી સીંચ્યા હતા. તેના કાનમાં શ્વેત શંખના અલંકાર હતા, હાથમાં શણગારેલી મોટી ગદા ને કેડે દેવમાછલીના હાડકાની અણીદાર છરી હતી. એણે માથે રૂપાળાં પંખીનાં પીંછાં ને દૂધિયા રંગના હાથીદાંતના ટોપકાવાળું શિરછત્ર પહેર્યું હતું. એણે બે હાથ જોડી પ્રણામ કરતાં પોતાનું નિવેદન શરૂ કર્યું : “ભગવાન, માનવોદ્ધારના કાર્યમાં મારી સેના સાથે હું સપાટ મેદાનો, હરિયાળા ડુંગરો, ઊંડી ખીણો ને ભયંકર ગિરિકંદરાઓમાં ફર્યો. ધગધગતા લાવારસ, ભભકતો વડવાનળ ને જલતા જ્વાળામુખીવાળા પ્રદેશમાં પણ મેં પ્રવાસ કર્યો, ને એવા સંજોગોમાં પણ માનવી જીવતાં જોયાં. જ્યાં અજગરોની વસ્તી એટલી બધી વધી ગઈ છે, કે ચાલતાં-ફરતાં તેઓ એકબીજામાં અટવાઈ જાય છે, ત્યાં પણ મેં માનવ વસતાં ભાળ્યાં. ને જ્યાંના સિંહ-વાઘ સહુથી મિષ્ટ ખોરાક માનવીનો શોધવા દિવસ-રાત જલાશયોના તીરે ભટક્યા કરે છે, ત્યાં પણ માનવીને જોયા. વિચિત્ર એમનાં શરીરો ! કોઈને માથે શિંગડાં, કોઈને પાછળ પૂંછડાં ! વાનર કહો, કિન્નર કહો કે નરવાનર કહો – એવા એ ! પણ ભગવાન, જેટલું એ બધાનું જીવન જુદું એટલું જ એકબીજામાં યુગલિકધર્મ-નિવારણ ૧૯ Page #219 -------------------------------------------------------------------------- ________________ મળતાપણું પણ જોવાયું. માખીને મારવાથી ડરનાર અહિંસકો અને મનુષ્યવધ એ જેમનો રોજિંદો વ્યવસાય છે, એ હિંસકો બંનેમાં કંઈક સામ્ય જણાયું.” માણસમાત્ર સમાન છે, સુયોધ! જાતથી એ ભલે જુદો હોય પણ હૃદયથી તો માનવ એક જ છે.” “સાચી વાત છે, પ્રભુ ! આપની આજ્ઞા મુજબ માનવોદ્ધારનું કાર્ય મેં ત્યાં આરંભ્ય. ભય, પ્રેમ ને શ્રદ્ધા સાથે તેમની સાથે લડ્યો, ઝઘડ્યો અને તેમને મારામાં શ્રદ્ધા રાખતાં કર્યા. પણ પ્રભુ, અદ્ભુત હતાં એ માનવીઓ વિચિત્ર હતી એમની રૂચિઓ ને વિલક્ષણ હતા એમના રિવાજો ! કેટલેક સ્થળે માનવબાળ વરુઓને ધાવતાં જોયાં : વરુ ને માનવબાળ સાથે જીવે ને સાથે શિકાર કરે ! એક ઠેકાણે તો મારા હાથથી પણ નાના નાના હિંગુજી માનવીઓ હરતો ને ફરતા જોયા. હસવા જેવા ઢિંગુજીઓ ! દેવમાછલીનાં હાડકાંની હોડીમાં રાત્રે એ ફરે, શેવાળનાં વસ્ત્રો પહેરે, ને નાહવાને બદલે એકબીજાના દેહ જીભથી ચાટી સાફ કરે. શું અજબ સૃષ્ટિ !” સુયોધ આશ્ચર્યની રેખાઓ મુખ પર લાવતો થોડી વાર થોભ્યો, ને વળી એણે આગળ ચલાવ્યું : એક ઠિંગુજીને હું સાથે લાવ્યો હતો, પણ બિચારો ઊંચા ઊંચા માણસો જોઈ, શેહ ખાઈને આખરે મરી ગયો ! દક્ષિણના પ્રદેશમાં વળી ઊંચા ઊંચા માનવીઓ જોયા – સાંઢિયા જેટલી એમની ઊંચાઈ ! એમનું ઘર એમની પીઠ પર. દિવસ એ એમની રાત; રાત એ એમનો દિવસ. રાતે તારા જોયા કરે ને ચાલ્યા કરે. સોનેરી વાળવાળી એમની સ્ત્રીઓ રાતે મીઠું મીઠું ગાય. પણ બહારના માણસ ભારે ખારીલા– દીઠા ન મૂકે એક પ્રદેશમાં તો ગરમીથી બફાઈ ગયા. અને ત્યાં વળી જુઓ તો અગ્નિની આસપાસ બેસીને લોકો નાચતા હતા. કોઈ ઝાડ ખાય, કોઈ લોહી પીએ, કોઈ અગ્નિ ફાકે.” “સુયોધ, માણસ પરિસ્થિતિને વશ છે.” - “સાચું છે દેવ ! એ બધું તો ઠીક, પણ એક પ્રદેશ તો એવો જોયો કે જ્યાં માતા અને પુત્ર બંને સખા તરીકે રહે. ને સંતાનને જન્મ આપે. પાંચ પુત્ર ને પાંચ પુત્રી હોય તો મા પુત્રોને પુત્રીઓના આકર્ષણમાંથી મુક્ત કરવા પુત્રીઓને મારી નાખે, ને ક્રમગત યુવાન થતા પુત્રોથી માતા પોતાની લાલસા તૃપ્ત કરે ! અરે કેટલેક સ્થળે તો પ્રભુ, પુત્ર પોતે જ વૃદ્ધ માતાથી કંટાળી એનો ઘાત કરી નાખે ! અને આથી ઊલટું વળી બીજે હોય. આ વાતથી મને મોટી ચીડ ચડી. મેં તેઓને ખૂબ શિક્ષા કરી.” ૨૦૦ ભગવાન ઋષભદેવ Page #220 -------------------------------------------------------------------------- ________________ “અજ્ઞાન એ પાપનું મૂળ છે. પાપી તરફ ક્રોધ નહીં, પણ દયા હોય, સુયોધ ! મારવા કરતાં સુધા૨વામાં ઘણું શ્રેય છે; જોકે એમાં ઘણો શ્રમ જરૂરી છે; શ્રદ્ધા પણ આવશ્યક છે. પ્રત્યેક જીવના વિકાસમાં આપણને શ્રદ્ધા હોવી જોઈએ. “પ્રભુ, એ દયા હજી મને સમજાણી નથી. પણ એક મુશ્કેલ વાત મારી સામે આવીને ઊભી છે. કુળોનો પ્રચાર કરતાં અનેક સંગ્રામો ખેડવા પડ્યા. એમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ ઝનૂની હતી. એને હરાવતાં મારે ખૂબ વેઠવું પડ્યું. મહામહેનતે એમને કબજે કરી, પણ કબજો કર્યા પછી તો કોયડો વધુ મુશ્કેલ બન્યો. પ્રભુ, ગમે તેટલું એમને સમજાવી, પણ એ કુળમાં ભળી ન શકી. એનું શું કરવું ?' “બધું થઈ રહેશે. એક કૂદકે કંઈ ડુંગર ઓળંગાય છે? જેટલી મોટી મુશ્કેલી, એટલું જ ઉત્તમ માર્ગનું દર્શન ! આજે તા૨ા પ્રવાસવર્ણન પછી મારે એ જ વાત કરવાની છે.” “પ્રભુ, હવે મારે વિશેષ કંઈ કહેવાનું નથી પણ કેટલાંક કુળોમાં જે કોયડો ઊભો થયો છે, તેનું હું નિવેદન કરું છું. : કેટલેક સ્થળે ઝનૂની ને તાકાતવાન સ્ત્રીઓએ પોતાનાં કુળને મજબૂત બનાવ્યાં છે. પુરુષ ત્યાં આપોઆપ ગૌણ પડી ગયો છે અને ગૌણ બનેલી વસ્તુ હંમેશાં વધતી જાય છે. સ્ત્રીઓ ઘટતી ચાલી ને પુરુષો વધતા ચાલ્યા છે. એક સ્ત્રી અનેક પુરુષ સાથે રહે છે અને સ્વામી, ઘણાંખરાં કુળોમાં પુરુષો અલ્પ છે, ને સ્ત્રીઓ વિશેષ છે. આહારની શોધમાં, શિકારમાં, એ માટેના યુદ્ધમાં, હમણાં કરેલી ખેતીમાં જાનવરો સામે લડતાં પુરુષો ઓછા થતા ચાલ્યા છે. પ્રભુ, ત્યાં એક પુરુષ અનેક સ્ત્રીઓને રાખે છે.’* “સાચું છે, સુયોધ ! મનુષ્યસ્વભાવ પણ પશુસ્વભાવને મળતો જ છે. એને સંસ્કાર મળે તો જ ઉત્તમ થાય. તું જાણે છે, મધપૂડામાં એક જ નારી હોય છે ને નર અનેક હોય છે. અને હાથીઓનાં જંગલોમાં તું ફર્યો છે. ત્યાં એક જ નર-હાથી ને અનેક માદા-હાથિણીઓ હોય છે. ત્યાં પરાક્રમશીલ એક નરને અનેક નારી વરે છે. હરણોના ટોળામાં પણ નીરખ્યું છે ને ? એક કાળિયાર અનેક મૃગલીઓનો સ્વામી હોય છે. અને એથી વિપરીત, વનનો રાજા સિંહ એક જ સિંહણને પોતાની કરે છે, અને એથી પણ આગળ વધીએ તો પેલાં સારસ ને સારસી એક જ યુગલિકધર્મ-નિવારણ * ૨૦૧ Page #221 -------------------------------------------------------------------------- ________________ છે. એક મરે તો બીજું પાછળ પ્રાણ આપી દે છે. ઉત્કટ પ્રેમનું એ દૃષ્ટાંત છે. એમ મધપૂડાની નારીની જેમ પણ કુળ વર્તે છે. કયાંક હાથી ને કાળિયારના ધર્મો માનવકુળમાં આચરાય છે. વળી કયાંક સિંહનો ધર્મ ને કયાંક સારસનો ધર્મ આચરાય છે.” એ વાત સાચી પણ...” મહાસેનાનાયક સુયોધ બે ઘડી કંઈ ગણતરી કરવા થોભ્યો. “સ્વામી, સારસ-સારસીના ધર્મ વ્યક્તિ પરત્વે સાચા હશે, પણ આજે તો કુળમાં વસ્તીની જરૂર છે. ખેતીનો વિસ્તાર થઈ ગયો છે, રાજ્યનો સીમાપ્રદેશ અમર્યાદિત રીતે વધતો જાય છે. એ વેળા માનવોની અછત કેમ પાલવે ? આજે સંખ્યાની જરૂર છે. અને એ માટે મધપૂડાની રાણીના ધર્મ કરતાં, હાથીના ટોળાના ધર્મની મને ખાસ જરૂર લાગે છે.” સુયોધ જાણે સ્વામીની પાસે અનુભવી બની ગયો. થોડી વાર થોભીને પાછો એ બોલ્યો : અવિનય લાગે તો સેવક ક્ષમાનો હકદાર છે, પણ પ્રભુ એક સ્ત્રી પાંચ પુરુષને પરણે અને એક પુરુષ પાંચ સ્ત્રીને પરણે, આ બેમાં પહેલા કરતાં બીજો પ્રકાર આજના કાળમાં ઉત્તમ છે. છ વર્ષમાં પહેલા પ્રકારથી લગભગ પાંચ બાળક મળે, ત્યારે બીજા પ્રકારથી લગભગ ૨૦ થી ૨૫ મળે. માનવોદ્ધાર માટે માનવીની ખૂબ જરૂર છે. ધરતી આખી વણખેડાયેલી પડી છે, વળી સંગ્રામમાં નર ઘણા હણાયા છે, નારીની છત પણ ઘણી છે. મારા અભિપ્રાય પરત્વે આપનું મંતવ્ય માગું છું, પ્રભુ.” “દેશ-કાળને અનુલક્ષીને તારું કથન સત્ય છે. આવશ્યકતા પ્રમાણે પરિવર્તન થયા જ કરે છે. પરિવર્તનમાત્ર પાપ નથી, પણ એ પરિવર્તનમાં જીવનનું સાચું મૂલ્યાંકન હોવું ઘટે. આજનું સારું આવતી કાલે ભલે ખોટું ઠરે; પણ એની પ્રામાણિકતા ‘આજ માટેની ઉપયોગિતામાં છે. આથીય વિચિત્ર માનવજીવનો પૃથ્વીપટ પર વિસ્તરેલાં છે. પરિસ્થિતિએ એમને ચિત્ર કે વિચિત્ર બનાવેલાં છે. આજે મારે જે કહેવાનું છે, એ આ અંગે જ કહેવાનું છે.” * યૂરોપમાં ખ્રિસ્તી ધર્મમાં – એક પત્નીનો કાયદો છે. છેલ્લા યુદ્ધ પછી, નરજાતિના મોટા સંહાર પછી, ઘણી સ્ત્રીઓ વધી પડી હતી. પણ કાયદેસર કોઈ પણ બે પત્ની ન કરી શકવાથી ઘણી સ્ત્રીઓને વેશ્યાવૃત્તિ આચરવી પડી હતી. બહુપત્નીના રિવાજ પાછળ મૌલિક તત્વ લેંગિક સ્વેચ્છાને જાળવવાનું હોવું જોઈએ. ૨૦ર ભગવાન ઋષભદેવ Page #222 -------------------------------------------------------------------------- ________________ “કો, પ્રભુ ! મારું કથન સમાપ્ત થયું છે. મારો સંશય ટળી ગયો છે.” સ્વામીએ જરા ટટ્ટાર થતાં કહ્યું. “સભાજનો, તમે સપુષ્પા વનસ્પતિ જોઈ છે ને ! એના પર પુષ્પો આવે છે, એમાં નર પણ હોય છે ને માદા પણ હોય છે. છતાં તેઓ પોતાના દ્વારા ફળ પેદા કરતાં નથી. જેઓ વનજીવનના જાણકાર છે, તેઓ કહેશે કે કોઈ દિવસ મધુ પીવા મધમાખો કે પતંગિયાં આવશે ત્યારે એ ફળશે. આનો અર્થ શું, એ તમે જાણો છો ? નરપુષ્પ અને નારીપુષ્ય પાસે રહ્યાં છતાં સમજાતીય સંયોગ કરતાં નથી. પેલાં રૂપાળાં પતંગિયાં નરપુષ્પમાંનું પુંકેસર લઈ ઊડી જાય છે ને દૂર દૂર ઊગેલા કોઈ નારીપુષ્પના સ્ત્રીકેસરમાં મૂકી દે છે, અને પછી ફળનો જન્મ થાય છે. પુંકેસર ને સ્ત્રીકેસરની ફેરબદલી ક૨ના૨ મધુમક્ષિકા કે રૂપાળાં પતંગિયાં આમ પુરોહિતનો ધર્મ અદા કરે છે, ને પુરસ્કારમાં મધુ પામે છે. કેટલીક વાર પવન પણ પુરોહિતનો ધર્મ આચરે છે.” “આપની વાત સાચી છે. પણ આપનું કથન શા માટે છે, તે ન સમજાયું.’ “એ જ સમજાવું છું. જેમ એક જ વૃક્ષ પર ઊગેલાં નરપુષ્પ ને નારીપુષ્પ પરસ્પર સંયોગ કરતાં નથી, ને અન્ય કોઈની અપેક્ષા રાખે છે, એમ સ્ત્રી અને પુરુષોમાં પણ બનવું ઘટે. એક માતાનાં બે સંતાનો ભાઈ અને બહેન કહેવાય. એમની વચ્ચે સંયોગ ન શોભે !” “શા માટે ન શોભે ? પ્રભુ, એ માટે તો કુદરત બેલડાં જન્માવે છે.’ “એ કાળ ગયો. હવે બેલડાં નહીં જન્મે; જન્મશે તો અપવાદરૂપ. કુળોની ઉન્નતિ માટે, તમારી સંતતિની સ્વસ્થતા ને વિશુદ્ધિ ખાતર, એક કુળના સારા સંસ્કારો ને ગુણો અન્ય કુળમાં પ્રચારવા માટે, અનેક કુળોને સ્નેહસંબંધને તાંતણે બાંધવા માટે, પુરુષે અન્ય કુળમાંથી સ્ત્રી આણવી પડશે, અને સ્ત્રીએ અન્ય કુળમાંથી પુરુષ શોધવો પડશે. એક કુળની પરાક્રમશીલતા, કળાકૌશલ્ય આ રીતે જ બીજા કુળને આપી શકાશે. રોહણાચળનો વાસી આ રીતે વગર પ્રયાસે વિંધ્યાચળના વાસીનો વહાલો બનશે. વિશાળ ભૂમિમાં ૨ક્તસંબંધો સ્થપાશે ને ભ્રાતૃભાવના ખીલશે. વળી આ રીતે તમારાં સંતાન સ્વસ્થ થશે, પરાક્રમી થશે. આ માટે હું કહું છું કે આજથી માતા-પુત્ર, પિતા-પુત્રી, ભાઈ-બહેન વચ્ચે આ પ્રકારના સંયોગ-સંબંધો સર્વથા વર્જ્ય છે. જે એ સંયોગ-સંબંધો સ્થાપશે, તે કુળનો ગુનેગાર ઠરશે, વિશુદ્ધિનો યુગલિકધર્મ-નિવારણ : ૨૦૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ વિરોધી લેખાશે.’ શ્રદ્ધાવંત કુળસમૂહે પ્રભુના વાક્યને શિરસાવંદ્ય ગણ્યું. ઘણા આ વાતમાં ઊંડા ઊતરી ન શક્યાં -- ન સમજ્યાં, પણ પૃથ્વીનાથની અનેક વાતો એવી હતી, કે જે પહેલાં નહોતી સમજાઈ અને પછી સારી લાગી હતી. “આ નિર્ણય મેં બહુ વિચારને અંતે કર્યો છે, અને એનો અમલ મેં રાજા દેવયશની પુત્રી વૃષભશ્રીને ભરત માટે માગીને કર્યો છે. આજથી તમારા યુગલિક ધર્મનું સર્વથા નિવારણ થાય છે. એક માતાનાં ભરત ને બ્રાહ્મી આજથી આ બાબતમાં જુદાં.” “અને બાહુબલી અને સુંદરી પણ ?” પાસે બેઠેલા ભરતે ઊભા થઈને પિતાને પ્રશ્ન કર્યો. “અવશ્ય. એ તો સ્વયંસિદ્ધ વસ્તુ છે.’ “તો પિતાજી, ભરત અને સુંદરી સાથે રહી શકે ?' “અવશ્ય. અને બ્રાહ્મી અને બાહુબલી પણ તેવી જ રીતે સાથે રહી શકે.’’ “યથાર્થ છે. પિતાજી ! મને પણ સુંદરી ગમે છે; નાનપણથી ગમે તેમ તોય તેના તરફ મારું આકર્ષણ છે. બ્રાહ્મી તો ઊંડો વિચાર કરનારી, કંઈક ચીતર્યા કરનારી, ઠંડા માટલા જેવી છે.” ભરતે લાગ જોયો. એણે પોતાના મનની વાત કહી દીધી. “પણ, પિતાજી ! હું...” સુંદરીનો મિષ્ટ અવાજ સંભળાયો. પણ પૃથ્વીનાથે એ વેળા પોતાનું વક્તવ્ય આગળ ચલાવ્યું હતું, એટલે એ કોમળ અવાજ ઘનગર્જના જેવા સ્વરમાં ડૂબી ગયો. છતાંય સુંદરીના સુંદર મુખ પર કંઈક અણગમતી રેખાઓ દેખાતી હતી. બ્રાહ્મી તો પોતાની નવી લિપિને આંગળીઓ વતી પૃથ્વી પર ઉતારી રહી હતી. બોલાય તેવું લખાય ને લખાય તેવું બોલાય’ એ મહાન કોયડાને ઉકેલવા એ સતત મથ્યા કરતી હતી. સભાજનો, મારી વાત તમારે માટે નવી હશે, કંઈક અસ્પષ્ટ પણ હશે; છતાં અનુભવે એ સુખદ જણાશે. જીવનસુખનાં બારેબારણાં તમારે માટે ઉઘાડાં, પણ પિતા-પુત્રી, માતા-પુત્ર ને ભાઈ-બહેનના સંયોગ-સંબંધનો નિષેધ.” પૃથ્વીનાથે પોતાની વાત સમજાવતાં કહ્યું : ૨૦૪ * ભગવાન ઋષભદેવ . Page #224 -------------------------------------------------------------------------- ________________ “આજ સુધી તમે ગમે તેમ જીવ્યાં. હવે નવું જીવન તમારી સાથે આવ્યું છે. ગઈ કાલે તમે જ્યાંથી જે મળતું તે ખાતા, જેવું મળે તેવું ખાતા, જ્યારે મળે ત્યારે ખાતા; વેળા-કવેળા, પથ્ય – કુપથ્ય, સુધા કે અસુધા કંઈ ન ગણતા. વનના ખાઉધરા વાઘની જેમ મળ્યું એટલે ખાવું એટલો જ તમારા મનનો વિચાર હતો. આજે તમે સમજ્યા કે એ વિચારમાં પણ વિવેકની જરૂર છે. ખાવા માટે શરીર નથી, શરીર માટે ખાવાનું છે, માટે ક્ષુધા લાગે ત્યારે, પથ્ય હોય તે, પુષ્ટિ કરે તેટલું ખાતાં શીખો. એવું જ આ બાબતમાં છે. સ્ત્રી અને પુરુષ ભેગાં મળે તે કેવળ શોખ માટે નહીં – સંતાન માટે મળે. વળી યોગ્ય ઉંમરનાં, યોગ્ય રૂપ-શીલવાળાં, યોગ્ય વિચાર-વિવેકવાળાં મળે, મનના હેતથી હૈયામાં વહાલ ધરીને પ્રેમથી મળે, જીવનના અંતરતમ રસને એકબીજામાં ઓતપ્રત કરે. વંશવર્ધનની પ્રેરણાથી એક થાય, અને એ ભાવનાએ જળવિહાર કરે, ફૂલસંચય કરે, ઝૂલે ઝૂલે, રૂપેરી ઝરણાંને કાંઠે ને હરિયાળાં વનોમાં ફરે. “અગ્નિમાંથી જેમ અગ્નિ પ્રગટે, એમ પોતાના અંગમાંથી, પોતાના દેહમાંથી, પોતાના હાડમાંસમાંથી, પોતાના આત્મરૂપને જ સંતાનરૂપે જન્માવવાની તાલાવેલીથી સાથે રહે. પોતાનાં રૂપ, તેજ, શૌર્ય ને વીરત્વનો વારસો સંતાનને મળે એમ વિહરે. કૌતુકે નિરંકુશ, યૌવનમદે નિષ્ફર બને . પોતપોતાના ધર્મ આચરતા સાથે જીવે, ને પ્રેરણાની એક અકળ પળે નૂપુર, નીલાંબર ને ફૂલશધ્યાને ફગાવી, ઉન્મત્ત સ્પંદને, લલિત સ્પર્શ ને ઉષ્ણ શ્વાસે એકઠાં મળે. સહુ અંગ એકબીજાની દેહ પર નદીના તરંગની જેમ છાવરી દે અને..” પૃથ્વીનાથ થોભ્યા, સમાજના કલ્યાણદ્રષ્ટાની આંખો અગમનિગમમાં રમતી હતી. સભા સ્તબ્ધ હતી. “સારી પ્રજા, સારું સંતાન, એ મહાયજ્ઞ છે. વંશવર્ધન એ આત્મરક્ષણ છે. સુપ્રજનન એ આ મૃત્યુલોકમાં પોતાને ચિરંજીવન કરવાનો પ્રયોગ છે; પોતાના કુળને, પોતાની ભાવનાને, પોતાના અંશને જાગ્રત રાખવાનું એ સાધન છે. આ કુળનાં એક પણ સ્ત્રી-પુરુષ નિરર્થક સંયોગ નહીં કરે. જે જેની સાથે રહેશે, એની સાથે સદાને માટે રહેશે. સદાના સાથી બનવા માટે એ જનકુળોની સાક્ષીએ, પવિત્ર અગ્નિ, દર્ભ, દૂર્વા, વૃત, દધિની આહુતિ આપી યુગલિકધર્મ-નિવારણ ૨૦૫ Page #225 -------------------------------------------------------------------------- ________________ પાણિગ્રહણ કરી જીવનધર્મ સાથે અદા કરશે.” પૃથ્વીનાથ ઋષભદેવ થોભ્યા. થોડી વારે કડક શાસન પ્રસારતા હોય તેમ બોલ્યા : “આ પાણિગ્રહણ વગર કોઈ સ્ત્રી કોઈ પુરુષ સાથે, કોઈ પુરુષ કોઈ સ્ત્રી સાથે સહચાર સાધી નહીં શકે. નવાં કુટુંબ રચાશે. રોહણાચળની કન્યા વિન્ધ્યવાસી વીરની સખી બનશે; મેરુકુળવાસી નર સુમેરુની કન્યાને અપનાવી પોતાના રક્તસંબંધને વિસ્તારશે. એક સ્ત્રી એક જ પુરુષથી ગર્ભાધાન કરશે. એ રીતે કલા જાળવશે, વંશ ૨ક્ષશે, સંસ્કાર સંરક્ષશે. નર કુળનો પિતા બનશે, નારી કુળની માતા બનશે. પ્રેમ તમારો નેતા બનશે. સાથે રહેજો, સંતતિ વધા૨જો, કૃષિ કરજો, શિલ્પ જાળવજો, નિર્ભય રીતે રહેજો ! આ રીતે એકલોહિયા બનશો, ઉત્સાહી થશો, નિર્વિકારી થશો, વિશ્વવત્સલ થશો, તો વિશ્વજિત પણ બનશો !'’ સભા શાન્ત હતી. કથન પૂરું સમજાતું નહોતું, પણ શ્રદ્ધાથી સ્વીકારાતું હતું. મધ્યાહ્ન પૂરો થતો હતો. પક્ષીઓનો કિલકિલાટ શમતો હતો. વૃક્ષોની છાયા લંબાતી હતી. પવન શીતલ થયો હતો. પૃથ્વીનાથે હજીય નજર ક્ષિતિજ પર ઠેરવી હતી. સ્વામીની કેટલીક ટેવો સુોધ જાણતો હતો, એટલે એણે ધાર્યું કે પ્રભુને હજી વિશેષ કહેવાનું છે. ત્યાં તો જાણે મેઘ ગાજ્યો હોય એમ પૃથ્વીનાથ બોલ્યા : આ “સ્ત્રી અને પુરુષ બંનેએ પોતપોતાના ધર્મ સમજવાના. પ્રજનનયજ્ઞમાં સ્ત્રીને ભાગે મોટો હિસ્સો આવશે; અને એથી માતા સંસારમાં પહેલી પૂજા પામશે; સન્માનની પહેલી અધિકારિણી સ્ત્રી બનશે. પૃથ્વીપતિ બનનાર પુરુષ ઘરની રાણીની મર્યાદાનું ઉલ્લંઘન નહીં કરે. પ્રસૂતિમાં શરીરબળ, બુદ્ધિબળ ખર્ચનારી સ્ત્રી જ્યારે નિર્બળ બનશે, ત્યારે કંઈ પણ બળની ક્ષતિ વગરનો પુરુષ પોતાની બચેલી શક્તિથી માનુષી સંબંધો વધારશે; કલ્પના ને નીતિ, આદર્શો, યોજનાઓ ને ભાવનાઓને સક્રિય કરશે. સ્ત્રી ને પુરુષ જીવનમાં એકબીજાનાં પૂરક બનશે, એક ગાડીનાં બે પૈડાં બનશે. બેમાંથી જે કોઈ બીજા ૫૨ આધિપત્ય જમાવવા જશે એમનું સુખ નષ્ટ થશે, સંસ્કૃતિને મોટી ખોટ લાગશે. બંને એકબીજાની હરીફાઈ ક૨શે, તો એકબીજાને જીવનમાં સગવડરૂપ બનવા કરતાં અગવડરૂપ બનશે. કાંડાબળિયો પુરુષ પૃથ્વી જીતી લાવશે, ને સ્ત્રી પ્રસૂતિની પીડામાંથી સંતાન ૨૦૬ * ભગવાન ઋષભદેવ Page #226 -------------------------------------------------------------------------- ________________ પુષ્પ પ્રગટાવી પૃથ્વીને અર્પણ કરશે. સહુ સાથે જીવો ! સુખે જીવો !'* “સાથે જીવો ! સુખે જીવો !'' સુોધે સ્વામીના આદેશનું પુનરુચ્ચારણ કર્યું. અનેક તર્ક-વિતર્ક સાથે એકત્ર થયેલાં પ્રજાજનો વિખૂટાં પડ્યાં ત્યારે તેમના મોં પર નવીનતાના ઉલ્લાસ હતા. અરે, હવે તો અદ્ભુત,નવું કૌતુકમય સંસારજીવન જીવવાનું હતુ ! * લૈંગિક વિશુદ્ધિ ને લગ્નસંસ્થાનો વિકાસ અજબ છે ઃ ગણલગ્ન; અને-પતિ-લગ્ન, અનેક-પત્ની-લગ્ન, એક-પતિને એક-પત્નીલગ્ન; માતૃગમન-પિતૃગમન સ્વસૃગમનનો નિષેધ; અનુલોમ-પ્રતિલોમ લગ્ન, સગોત્ર સપિંડનો નિષેધ; બ્રાહ્મ, દેવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર, ગાંધર્વ, રાક્ષસ ને પૈશાચ લગ્ન ઃ એ એના જુદા જુદા તબક્કાઓ છે. યુગલિકધર્મ-નિવારણ * ૨૦૭ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સુંદરી અને ભરત કાળનો પ્રવાસ વેગભર્યો થયે જતો હતો. દેવી સુમંગલાએ આ પછી અનેક પુત્રોને જન્મ આપ્યા હતા. રાજકુમાર ભરતને પણ રાણી વૃષભશ્રીથી પુત્રપ્રાપ્તિ થઈ હતી. સુયોધ ફરી પ્રવાસે ઊપડી ગયો હતો. અનેક કુળોની રચના, જનપદોથી સ્થાપના ને તેના રાજાઓની નિમણૂકના સમાચારો નિરંતર આવ્યા કરતા હતા. સુંદરીએ પ્રજાના વ્યવહાર માટે માપતોલ નક્કી કર્યા હતાં, ને બ્રાહ્મી એના લિપિના કાર્યમાં મશગૂલ હતી. સહુ યૌવનની ડાળે ઝૂલી રહ્યાં હતાં. કામદેવનો અવતાર કહેવાતો કુમાર બાહુબલી ધનુર્વિદ્યા, મલ્લવિદ્યા, હસ્તિવિદ્યા ને અશ્વવિદ્યામાં નિપુણ બન્યો હતો. અયોધ્યાની અનેક સુંદરીઓ એને વરવા તલસતી હતી. એની હસ્તિકાન્ત વીણા પાછળ તો બધાં મુગ્ધ હતાં. એના બિંબફળ જેવા આરક્ત હોઠ પર બેસીને બોલતો વંશવૃક્ષનો ટુકડો સહુનાં હૃદય વીંધતો હતો. એનાં નદીના તરંગ જેવાં કાળાં ભમ્મર જુલફાં ગૂંથવાને અનેક યુવતીઓ ઉત્સુક રહેતી. પૃથ્વીનાથે બ્રાહ્મીને એને સોંપી હતી, પણ એ બાબતમાં બાહુબલીને રસ નહોતો. કૃષ્ણ પક્ષના ચંદ્રની જેમ ઉત્તરોત્તર ક્ષીણ થતી જતી માતા સુનંદા તરફ તેના વાત્સલ્યની અપૂર્વ સરવાણી વહેતી હતી. કુમાર ભરતની પ્રવૃત્તિ આ સહુથી ભિન્ન હતી. માતા પાસેથી Page #228 -------------------------------------------------------------------------- ________________ દુર્જેયતાનો વારસો એને મળ્યો હતો. ગૌરવની પ્રતિમા-શો એ પોતાની જાતને પોતાની અહંતાને કદી વીસરી ન શકતો. માતાએ એક વખત પાસે બેસાડી કહેલું : “વત્સ, તું ચક્રવર્તી છે. તારા રથનું ચક્ર જ્યાં ફરે એ પૃથ્વી તારી થશે. તારા ચક્રનો ચીલો એ તારી સીમા બનશે. ત્યારથી ભરતની મહત્ત્વાકાંક્ષા ભભૂકી ઊઠી હતી. એ ચાલતાં-ફરતાં એ જ વાતનો વિચાર કર્યા કરતો. એમાં વળી આર્ય રાજાઓના શિરોમણિ રાજા દેવયશની પુત્રી વૃષભશ્રી માટે ઇચ્છા કરી ને પિતાજીએ તરત તેની પૂર્તિ કરી; સુંદરી માટે પોતાના દિલમાં સ્થાન થયું ને પિતાજીએ યુગલિકધર્મનિવારણને બહાને એને પ્રોત્સાહન આપ્યું; આમ સંસારનાં સમર્થ માતા-પિતા પોતાની ભાવના પાછળ ખડાં હોય પછી એને જગતની શી પરવા ? આમ, બેપ૨વા બનતો ભરત અજેય યોદ્ધો બની ગયો. એના દિલમાંથી ભય ભાગી ગયો, અશક્યતાઓ સરી ગઈ : નિષ્ફળતા તો જાણે એણે જોઈ જ નહોતી. આમ થતાં એની મહત્ત્વાકાંક્ષા પાસે ભલભલા નમવા લાગ્યા. એની ભ્રમરો પર દુર્જેય ગૌરવ આવીને સ્થિર થઈ ગયું. એના ચાપ પર શત્રુને ભેદી નાખનારું બળ આવ્યું. પ્રેમભર્યો ભરત સ્નેહનો અવતાર ભાસતો. કોપભર્યો ભરત પ્રલયની બીજી પ્રતિમા-શો દેખાતો. સત્તાનો અવતાર ભરત પિતાજીના રાજ્યને સામ્રાજ્યના રૂપમાં પરિણત કરવાનાં સ્વપ્ન સેવવા લાગ્યો. અનેક કુળોમાં અનેક રાજાઓ હતા. પિતાજીની કૃપા તેમના પર વરસતી. અતિકૃપા તેમને કદી શાસનસૂત્રના ભંગ માટે પણ પ્રેરે ! કોઈની કૃપાનો સદા કંઈ સદુપયોગ થોડો થાય છે ? મહાબલી ભરત એ સહુને એકસૂત્રે બાંધી સાર્વભૌમ ચક્રવર્તી બનવાના કોડ સેવવા લાગ્યો હતો. પિતાજીએ જે દર્શન આપ્યું, જે શાસન આપ્યું, જે સંસ્કાર આપ્યા એને લોપ પામતાં જોવાં એ તૈયાર નહોતો. બળ વાપરવું પડે તો બળથી પણ સંસારને પિતાજીના શાસનને સેવતો જોવા એ ઇચ્છતો. મહાસેનાપતિ સુયોધની પરાક્રમશીલતા એના મનને મુગ્ધ કરી રહી હતી. પિતાજી જુવાનીમાં વીરત્વની મૂર્તિ હશે, પણ પોતે જોયા ત્યારથી એ ઉદારતાની મૂર્તિ હતા. દયા એમનું મોટું ધન હતું. કરુણા એમની મોટી શક્તિ હતી. સામ, દામ, દંડ ને ભેદની નીતિના પ્રવર્તાવનાર પિતાજી જેટલો કોમળ વ્યવહાર થાય તેટલો કરતા. પણ દયા ને કરુણાથી કાંઈ સંસારનો સુંદરી અને ભરત ૨ ૨૦૯ Page #229 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર ચાલે ? આજે સરયૂનાં કુળો સુયોધના વીરત્વને લીધે વિકસતાં હતાં, કે પિતાજીની ઉદારતાને લીધે એ મોટો કોયડો હતો. ભરતે એ કોયડાનો ભવિષ્ય માટેનો ઉકેલ એક રીતે વિચારી રાખ્યો હતો, અને તે પોતાનું વીરત્વ કેળવીને, અને એ વીરત્વને અનુરૂપ તૈયા૨ીઓ એણે કરવા માંડી હતી : જ્યાં મળ્યા ત્યાંથી પરાક્રમી પુરુષોને એકઠા કરી કેળવવા માંડ્યા હતા. જંગલી વાનરો જેવા આ બળિયા વીરો ભરત જેવા નિષ્ણાતના હાથ નીચે જોતજોતામાં કુશળ યોદ્ધા બની ગયા. કેટલાક હાથી ૫૨ ચઢવામાં કુશળ બન્યા, એમને હાથી આપ્યા. કેટલાકને અશ્વ પર બેસીને પ્રવાસ કરતાં ને લડતાં આવડ્યું. તેઓને અશ્વ આપ્યા. કેટલાકને હાથી પણ ન ફાવ્યા ને અશ્વ પણ ન ફાવ્યા, તેઓને રથ આપ્યા. છેલ્લે છેલ્લે જેઓ દોડવામાં કુશળ હતા, એમને પાતિ બનાવ્યા. આમ ચતુરંગી સેના તૈયાર થઈ. રાજકુમાર ભરતની એક વીરહાકે પૃથ્વીના પટ પર ઘૂમી વળવા એ સેના સજ્જ રહેવા લાગી. ભરતે એક વાર સુયોધના પુત્ર સુષેણના નેતૃત્વ નીચે વન-જંગલોમાં એને વિજય કરવા મોકલી, તો સુયોધ જીવનભરમાં જેટલા વિજયો નહોતો સાધી લાવ્યો, તેટલા સુષેણ એક પ્રસ્થાનમાં સાધી લાવ્યો. આ સૈન્યને માટે યોગ્ય ગૃહોનું નિર્માણ થયું. પ્રાણીઓ માટે અશ્વશાળા, ગજશાળા ને ૨થશાળા સ્થાપવામાં આવી. આટલામાત્રથી અયોધ્યા નગરીનો અત્યંત વિસ્તાર થઈ ગયો. એ નગરીને વ્યવસ્થિત રીતે કામ કરવાની સૂચના આપવા માટે યઢંકા' ને ભટભેરી'ની યોજના કરી. અયોધ્યા અત્યાર સુધી કોટ વગરની હતી. એને શત્રુનો ભય નહોતો, પણ સેનાપતિ સુષેણના ઝડપી વિજ્યોમાં સત્યાનાશને વરેલા કેટલાક દરિદ્રીઓ અવાર-નવાર અયોધ્યામાં આવી ચીજ-વસ્તુ ઉઠાવી જતા; જાનમાલની નુકસાની પણ કરતા. એનાથી બચવા કોટની રચના કરી; એનું નામ ‘ક્ષિતિસાર’ આપ્યું. નામકરણ-વિધિમાં દેવી સુમંગલા કુશળ હતાં. એમણે કોટના મુખ્ય પ્રવેશદ્વારને ‘સર્વતોભદ્ર’ નામ આપ્યું. ભરતના અશ્વનું નામ ‘પવનંજય’ રાખ્યું. એના હાથીનું નામ ‘વિજય’ રાખ્યું. ૨૧૦ * ભગવાન ઋષભદેવ Page #230 -------------------------------------------------------------------------- ________________ એના શંખનું નામ “ગંભીરાવર્ત રાખ્યું. એક દિવસ વાતવાતમાં દેવી સુમંગલાએ પૃથ્વીનાથની પાસેથી જાણ્યું કે ચક્રવર્તી થનારને ચૌદ રત્નની જરૂર પડે. ત્યારથી પુત્ર પાસે એ રત્નોની પરિપૂર્તિ કરાવી રહ્યાં. વૈતાઢ્ય પર્વત ખૂદાવીને ગજરત્ન ને અથરત્ન તો આપ્યાં હતાં. સેનાપતિરત્ન તરીકે સુયોધનો પુત્ર સુષેણ યોગ્ય જ હતો. ગૃહપતિરત્ન તરીકે રાજા દેવયશના પુત્રની અને પુરોહિત તરીકે એક વિચારશીલ વૃદ્ધની નિમણૂક કરી. ભદ્રમુખ શિલ્પીની વાર્ષિકરત્ન તરીકે યોજના કરી, જે માર્ગના પડાવ, ઉન્મા- નિમ્નગા નદીના સેતુ બાંધે. માર્ગે માર્ગે રાજમાર્ગ, ગોપથ ને જલાશયો નિર્મવાનું કામ પણ તેને સોંપ્યું. પોતે અભિહાર યુદ્ધ) ને દંડ (ન્યાય)ની પણ વિચારણા કરી લીધી. છેલ્લા દિવસોમાં સરયૂતટ પરના પહાડોમાંથી કુમાર ભરત એક નવી શોધ કરી લાવ્યો હતો : આયુધો માટે કઠિન પથ્થરોની શોધમાં જતાં આ વસ્તુ હાથ લાગી હતી. એ પણ પથ્થર જેવી જ હતી, પણ એનું વજન ઘણું હતું. શસ્ત્રો તો મજબૂત ને હલકા પાષાણનાં જ સારાં પડતાં, એટલે આ પથ્થરોને નિરર્થક માની પાસે જલતા દાવાગ્નિમાં નાખી દેવામાં આવ્યા. અગ્નિમાં પડતાં, એ એકાએક રસ જેવા બની ગયા. એ રસ ઠરતાં પાછો કઠણ બની ગયો, ને પથ્થર કરતાં પણ તીક્ષ્ણ બન્યો. કોઈ પણ વસ્તુ છેદવામાં એ ખૂબ ઝડપી લાગ્યો. દીર્ઘદર્શ કુમારે એને આયુધશાળામાં આપ્યો. એના ઠરેલા રસને ટીપીને પતરાં જેવો કે ગોળા જેવો બનાવ્યો. તીરના છેડે અણીવાળા ફણા તરીકે એનો ઉપયોગ કર્યો. એ તીર ખૂબ ઝડપી ને શિકારને તરત ભૂમિશાયી કરવામાં કારણભૂત બન્યું. વિચક્ષણ ભારત અને વીર સુષેણે એના પર પ્રયોગો શરૂ કર્યા. માછલીનાં હાડકાંનાં કે કઠણ લાકડાંનાં ખગ કરતાં આ ધાતુનાં ખગ્ર બનાવ્યાં. એને ઘસતાં સુંદર ધાર નીકળી આવી. બીજના ચંદ્રની જેમ એ ખગ ચમકવા લાગ્યું. વજનમાં હળવું ને તીક્ષ્ણ. ઉપાડવામાં હલકું ફૂલ ને લડાઈમાં ભલભલા * એ વેળા તાંબાની શોધ ને દૂર રહી ધનુષ્યમાંથી તીર ફેંકીને શત્રુને મારવાની શોધ, આજના ‘એટમ બોમ્બરના જેટલી ભારે લાગી હશે. સુંદરી અને ભરત ૨૧૧ Page #231 -------------------------------------------------------------------------- ________________ ધાતુની ઓ. બાર એકવાની તક આ એક વાર મદમસ્ત હાથીની સૂંઢને એક જ ઘાએ છેદી શકવાની તાકાતવાળું. હાડકા ને પાષાણને બદલે એનાં જ છરીઓ, બખ્તરો, ભાલાઓ બનવા લાગ્યાં. કુમાર ભરતને “તામ્રલોહ ધાતુની શોધે અજોડ વીર બનાવી દીધો. એક વાર સુષેણે પોતાના પિતા સુયોધની ગદા પર આ ધાતુના પતરાને મઢી દીધું. અરે, ગદા અભેદ્ય બની ગઈ. એક જ પ્રહાર થતાં તો હરીફ ખતમ થઈ જતો; એ બીજો શ્વાસ લેવા પણ ન પામતો. પણ જુનવાણી સુયોધે પુત્રને ઠપકો આપ્યો ને એ પતરું ગદા પરથી દૂર કર્યું. એણે એટલું જ કહ્યું : “શસ્ત્ર શત્રુને પોતાના પ્રતાપનું ભાન કરાવે, ને પોતાની ઇચ્છાનો અનાદર કરવાથી રોકે તેટલું જ તીક્ષ્ણ જોઈએ. શસ્ત્ર કોઈનો સંહાર કરે, એ એનું દૂષણ છે. પૃથ્વીનાથની આજ્ઞા છે, કે જે વિજયમાં શત્રુનો સંહાર છે, શત્રુની શુદ્ધિ નથી, એ હત્યાકાંડ છે. ” દિશાઓમાં જેના નામમાત્રથી કુળનાં કુળ ધૂજી જતાં એ સુષેણને અને કુમાર ભરતને સુયોધ જૂનીપુરાણી ઘરેડનો માનવી લાગ્યો. આજ તો પિતાજીએ જે ચક્રવર્તીપદની કલ્પના વિચારી હતી, એને સાકાર કરવી હતી, આખી આર્યજાતિને એક કરવી હતી. પિતાએ આપેલા દર્શન અને શાસનને સર્વત્ર પ્રસારવું હતું. મહત્ત્વાકાંક્ષી બનેલો ભરત દિવસો ગયા તેમ પોતાના ઉદ્દેશ પાછળ ઘેલો બન્યો. હવે આયુધશાળામાંથી એ બહાર ભાગ્યે જ નીકળતો: નીકળે તો પોતાના ગજ, અશ્વ ને રથને જોવા. એને પૃથ્વીના ખંડેખંડમાં વ્યાપેલ અજ્ઞાન-અંધકાર ફેડવો છે. માનવોદ્ધારનું મહાન કાર્ય પૂર્ણ કરવું છે. આયુધશાળામાંનાં ચાર રત્નોની એની સાધનામાં ત્રણ રત્નો (છત્ર, ચર્મ ને દંડ) ની એ પ્રાપ્તિ કરી ચૂક્યો છે; બાકી છે કેવળ ચક્રરત્ન. એક હજાર સરખેસરખા યુવાનો એની સાધના પાછળ બેઠા છે, આકાંક્ષાભર્યું યૌવન તપે ચહ્યું છે. ભરતની લગની અપૂર્વ છે. આ ચક્રરત્નની પ્રાપ્તિ થાય એટલે ભરતની એક ભુજામાં હજાર હાથનું બળ આવી જાય. એ ચક્રને આંગળીએ ચઢાવી, ઘુમાવી ફેંકે તો અસંખ્ય માનવીઓની વચ્ચેથી ધાર્યા શત્રુનું મસ્તક છેદી, એ પાછું વળી પોતાને સ્થાને આવી જાય. સૂર્યના સહસ્ત્ર કિરણના જેવા એને એક સહસ આરા હતા. ૨૧૨ ભગવાન ઋષભદેવ Page #232 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીના પટ પર એવો એકે માનવી નથી કે જે આ ચક્રની વાત સાંભળીને અધીનતા સ્વીકારવાની ના પાડે ! આ ચક્રની સાથે પોતાના પ્રતાપને અશ્રુષ્ણ રાખે ને પોતાના વંશને સમજ્જવલ રાખે એવા સ્ત્રીરત્નની ચક્રવર્તીને જરૂર હોય જ. એ સ્ત્રીરત્ન કુમાર ભરતની નજરમાં હતું જ. અને તે બીજું કોઈ નહીં, સુનંદાસુતા સુંદરી – જાજવલ્યમાન, તેજસ્વી, ધનુષ્યના ટંકાર જેવી, લાલચટક કેસૂડાંના ફૂલ જેવી, પોતાના પિતા ઋષભદેવ ને સુમંગલા હતાં તેવી ! પોતે શોધેલા નવીન ખગ કરતાં સુંદરીનું હાસ્ય વધુ કાતિલ હતું. એનો એક ભૂભંગ માણસને જીવતો ને જીવતો દાટી દેવા સમર્થ હતો. ચિત્તા ને કિરીટની એ શોખીન હતી. ચિંદ્રિકાનું લાવણ્ય ને ઉષાનો પ્રતાપ એનામાં ભર્યા હતાં. સુંદરી ચક્રવર્તીનું રત્ન હતી. અરે, પિતાજી પોતાના ચક્રવર્તીપદની મહત્ત્વાકાંક્ષા પિછાણતા જ હશે, એટલે જે બાહુબલીની સહચારિણી થવા સર્જાયેલી, એને પોતાની સહચારિણી બનાવી ! પણ એમ કથનમાત્રથી શું વળે ? સુંદરીને વશ કરવી સામાન્ય કામ નહોતું ! એની પાસે જતાં જાણે પ્રતાપનો પહાડ ગળી જતો. એને આજ્ઞા કરવા કરતાં એની આજ્ઞા ઉઠાવવા દિલ આગ્રહ કરતું. એના પગની એક પાનીનો સ્પર્શ જાણે અલોકિક આનંદનો અનુભવ કરાવતો. સુંદરીને વશ કરવી દુઃસાધ્ય હતી; પણ દુર્જય ભરતને અસાધ્ય શું હતું ? આજે ભારતની પ્રતિભાને કોણ પહોંચી શકે તેમ હતું ? છેલ્લા કેટલાક દિવસોથી ભરત સુંદરીનો પડછાયો બન્યો હતો. એની પાછળ પાછળ ભમવામાં, એને ખુશ કરવામાં, એની ઇચ્છાને સંતોષવા એ હરઘડી પ્રયત્ન કર્યા કરતો. બે દિવસ પહેલાં પોતાની આયુધશાળાની વાત કરી, નવાં નવાં આયુધોનાં વર્ણનોથી એને ચકિત કરી નાખી હતી. કેટલાંક આયુધોની પ્રચંડ સંહારશક્તિ સાંભળી આશ્ચર્યમાં સુંદરીએ જીભ બહાર કાઢી હતી. ભારતની સાથે એ ઘણું ઘણું ફરી, ભરતને જાણે એની સાથે ફરવામાં, વાતો કરવામાં આનંદ આવતો; પણ કેવી પક્કી હતી સુંદરી ! એણે એક શબ્દ પણ મોંમાંથી પ્રશંસાનો ન કાઢ્યો. * ચક્રવર્તીનાં રત્ન : ચક, દંડ, છત્ર, ચર્મ આ ચાર આયુધશાળામાં પ્રગટે); ખગ, કાકિણી ને મણિ ભંડારમાં જન્મે); ગજ, અશ્વ, વૈતાઢ્ય પર્વતમાં); સ્ત્રીરત્ન (ક્ષત્રિયને ત્યાં જન્મે; પુરોહિત, સેનાપતિ વાર્ષિક, (નગરમાં). સુંદરી અને ભરત ૨૧૩ Page #233 -------------------------------------------------------------------------- ________________ જતાં જતાં છેલ્લે પૂછ્યું : “ભરત, દેવી સુનંદાની માંદગી ગંભીર છે. બાહુબલી તો આખો દિવસ ત્યાં જ રહે છે. પિતાજી પણ ત્યાં જ મુખ્યત્વે હાજર રહે છે. તને વખત નહીં મળતો હોય ?” “સુંદરી, મારા કાર્યની મહત્તા તો જો ! શાસનપ્રચાર માટે કેટલી જહેમત વેઠવી પડે છે. એક દિવસ આખી પૃથ્વી પર પિતાનું શાસન ને ભરતની આજ્ઞા ચાલતી હશે. આજકાલ પિતાજીએ શાસનનો ભાર મને સોંપ્યો છે. આ આયુધશાળામાંનું જ કામ ઘણું મોટું છે, ત્યાં વળી શાસનનો ભાર !” “સારું.” સુંદરી વધુ ન બોલી. ભરતની વાત સાચી હતી. પૃથ્વીનાથ હમણાં દેવી સુનંદાની માંદગી પાછળ ઘણો સમય વ્યતીત કરતા. કણ કણ ગળી રહેલી સુનંદા પોતાના પ્રિય સખાની હાજરીથી દુઃખમાં પણ સુખનો અનુભવ કરતી. આ કારણે ભરતે શાસનનો ભાર પોતાના માથે લઈ લીધો હતો, ને ભાવિની પોતાની યોજનાઓને આજથી સક્રિય બનાવવી શરૂ કરી હતી. કુમાર ભરતનું નિયમન કડક હતું. પૃથ્વીનાથને સહુએ સ્વીકાર્યા હતા, સ્વામી તરીકે માન્યા હતા, પતિ તરીકે પૂજ્યા હતા, પણ એ તો કહેતા કે હું સ્વામી દુષ્ટોનો, પતિ અપરાધીઓનો ! બીજાં પ્રજાજનો જેઓ સુદક્ષ ને ચતુર છે, એમનો તો મિત્ર ! એમના પર મારે રાજ્ય ચલાવવાનું ન હોય ! પૃથ્વીનાથની પોતાની દૃષ્ટિએ જે વાત સાચી હતી, એ બીજાની દૃષ્ટિએ બહુ મુશ્કેલ હતી. કોણ સજ્જન ને કોણ દુષ્ટ એ ઓળખી કાઢવું સહેલું નહોતું. પૃથ્વીનાથ કહેતા કે પાણી સ્વચ્છ હોય તો તેમાં ગમે તેનો, ગમે તેવો પડછાયો પકડી શકાય; દુષ્ટની દુષ્ટતા નજર સામે આવતાંની સાથે પરખાઈ જાય ! પણ આ વાત પૃથ્વીનાથ ઋષભદેવ માટે જેટલી સહેલી હતી, એટલી બીજા માટે દુષ્કર હતી. આજે જે સારો લાગતો, કાલે તે ખરાબ બની જતો. આ માટે કુમાર ભરતે એક સર્વસાધારણ નિયમન યોજી સર્વને કાબૂ નીચે આણ્યાં હતાં. એક પ્રિય બંધન તરીકે નિયમન આજ સુધી સ્વીકારનારા આ ફરજિયાત બંધનથી અકળાયા. કોઈ ઊંચા-નીચા થયા, પણ કુમાર ભરતની તો એક જ આજ્ઞા છૂટી : “આબાલવૃદ્ધ સહુએ આ શાસન સ્વીકારવું જોઈશે; શાસનના હિત માટે ૨૧૪ * ભગવાન ઋષભદેવ Page #234 -------------------------------------------------------------------------- ________________ થોડોઘણો આપભોગ આપ્યા વગર શાસન ન નભી શકે. બહુ માણસોનું હિત ને બહુ માણસોનું સુખ એ શાસનનો સિદ્ધાંત છે. થોડી વ્યક્તિઓએ આમાં તપ કરવું પડે. પૃથ્વીનાથ ઋષભદેવના શાસન માટે કોણ આપભોગ ન આપે ? વિરોધ શમી ગયો. ભરતના શાસનમાં દુષ્ટોને દંડ અને શિષ્ટોનું પાલન થવા લાગ્યું. એમ ઘણા દિવસો વીતી ગયા. કાર્યમાં મગ્ન ભરતને અત્યારે સિંહાસન અને આયુધશાળા સિવાય બીજો વિચાર કરવાની પણ ફુરસદ નહોતી, છતાં એના મનોદેશમાં સોહામણી સુંદરી સદા તાજી હતી. એના સ્મરણમાત્રથી એનો ઉલ્લાસ વધતો. એની એક શાબાશી માટે એ સદા ઝંખ્યા કરતો. એને મળવાની તાલાવેલી અને સદા સંતાપ્યા કરતી. આજે વળી અચાનક ભેટો થઈ ગયો. એક સુંદર જળાશયને કિનારે, પાણીમાં પોતાનો પડછાયો જોતી સુંદરી ઊભી હતી. તાજું કટિસ્નાન કરીને એકમાત્ર વલ્કલ પહેરી, એ પોતાના ઘનશ્યામ કેશને સૂર્યના તાપમાં સૂકવી રહી હતી. એની સુગઠિત ને સુલલિત દેહયષ્ટિ ખુલ્લી હતી. ચંપાના ફૂલ જેવા મુખ પર તાજાં જલકણ મોતીની શોભા પેદા કરતાં હતાં. એના સુદીર્ઘ હાથ એક વેલીની કૂંપળોથી વીંટાયેલા હતા. હાથમાં એક મોટું ડાંડલીવાળું કમળ લઈને પાણીમાં ધુમાવતી એ ચંચળ માછલીઓ સાથે રમી રહી હતી. અચાનક પાણીમાં એક પડછાયો દેખાયો. સૂર્યના જેવા તેજસ્વી મુખનું એમાં પ્રતિબિંબ પડ્યું. સુંદરીએ એથી કંઈ આશ્ચર્ય વ્યક્ત ન કર્યું; આવનાર વ્યક્તિને જોવા પોતાની સુંદર ગ્રીવા પણ ન ફેરવી. પૂર્વવત્ માછલીઓની સાથે રમ્યા કર્યું. “ઓ અભિમાનિની ! જરા પાછળ તો જો !” ભરતે પાછળથી આવી એની સુરેખ ગ્રીવા ગ્રહીને પોતાના તરફ ફેરવતાં કહ્યું. ? “શું જોઉં ? તને આજ કંઈ નવો નીરખ્યો છે?'' સુંદરીએ મદભર્યાં લોચન અર્ધખુલ્લાં ને અર્ધબીડેલાં રાખી કહ્યું. શું જવાબ આપવો એ ભરતને ન સૂઝ્યું, એ અનિમેષ નયને સુંદરીને નીરખી રહ્યો. સુંદરીની કમલ જેવી આંખોમાં વિશુદ્ધિ સાથે ચંચળતા હતી. એના ભરેલા ગાલ ૫૨ વિલાસ વિરાજેલો હતા. એના કપાળ પર સત્તા હતી. એના અર્ધખુલ્લા હોઠ પર આજ્ઞા હતી. એના નાના ઘાટીલા વક્ષસ્થળ પર સુંદરી અને ભરત * ૨૧૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ સંયમ ને વિલાસ બંને બેઠા હતા. કેવી સજીવ નારી! કંઈ પણ બોલ્યા વગર ભરત એને જોઈ રહ્યો; લેશ પણ આનાકાની વગર એનું શાસન સ્વીકારી રહ્યો. કેટલું મીઠું હતું એ સૌંદર્યમૂર્તિનું શાસન ! કોને જોઈ રહ્યો છે, ભરત ?” સુંદરીએ પોતાને નીરખવામાં નિમગ્ન બનેલ ભરતને કહ્યું. “તને.” “આજે નવી નીરખી છે ?” “હા, નિત્ય નવી ! જેવી ગઈ કાલે હતી, તેવી આજે નહીં, ને જેવી આજે છે તેવી કાલે નહીં ! આ કમળપુષ્પને નીરખતાં આંખો કદી થાકી? આ ડોલરફૂલ જોતાં કદી કંટાળો ઊપજ્યો ? સુંદરી, તને નીરખતાં કદી આ નેત્રો થાકતાં નથી. આ બકુલવૃક્ષ જેમ સદા નવીન પુષ્પથી તાજું ને તાજું લાગ્યા કરે છે. એમ તને જ્યારે જોઉં છું ત્યારે તું નવીન જ લાગે છે.” ભરત ! તને ઘેલછા લાગી છે. એક સ્ત્રી પાછળ તું આટલો ઘેલો થઈશ, તો પિતાજીના શાસનનો ને આર્ય દેશનો ભાર કેમ ઉપાડીશ ?” “એ ભાર ઉપાડવા માટે જ તારી જરૂર છે. સુંદરી, મારે ચક્રવર્તી બનવું છે, ને એ કાજે સ્ત્રીરત્નની જરૂર છે. મંગલા, કલ્યાણમયી, ઓજસ્વિની, સુમના, દ્વિપદ-ચતુષ્પદની રક્ષિણી, પ્રસન્ન સ્વભાવવાળી, વડીલોની પૂજા કરનારી, વીર સંતાનને જન્મ આપનારી, ગૃહ કે યુદ્ધ ખભેખભો મિલાવીને ખડી રહેનારી, સંતાનશીલા, સ્વામિની, સમૃદ્ધિશાલિની, વશિની એવી સ્ત્રી માટે સહચારિણી તરીકે જોઈએ છે. અને એવી એક માત્ર તું છે.” “સ્ત્રીની પાછળ ઘેલો થનાર ચક્રવર્તી કેમ થશે? ભરત, સુંદરીની પાછળ ભરત ઘેલો થાય. એ એનો પહેલો પરાજય. સંસારને જીતનારે સ્ત્રીને પ્રથમ જીતવી જોઈએ.” મને તો તારી પાસે હારવામાં પણ મજા આવે છે.” “એ હાર તારી બીજી હારને નોતરશે.” “તારી સાથે વિવાદ કરવામાં પણ મને મજા આવે છે. આ સુંદર ઝરણાને કાંઠે, સઘન લતાકુંજમાં બેસીને અનન્તકાળ સુધી જાણે આપણે બે – ફક્ત આપણે બે – વાતો કર્યા કરીએ ! ભરતની આંખોમાં મદ હતો. અને આ શાસન કોણ ચલાવશે? ભરત, તું બાહુબલીને તો જો. કેટલી ૨૧૬ ભગવાન ઋષભદેવ Page #236 -------------------------------------------------------------------------- ________________ સુંદરીઓ એની પાછળ ઘેલી છે, છતાં એ સ્ત્રીની મોહનીથી કેટલો અસ્પૃશ્ય છે ? તને મારી પાછળ ઘેલું લાગ્યું છે. બાહુબલી બ્રાહ્મીની તરફ એક સ્નિગ્ધ નજર પણ નાખતો નથી.” મારે ચક્રવર્તી થવું છે, સંસારને જીતવો છે.” પહેલાં પોતાને જીત ! ઘરમાં હારનારો ભલે હજાર મેદાનમાં જીતે, પણ એ જીત એને એક દિવસ ભારરૂપ લાગશે.” “સુંદરી, વધુ વિવાદ ન કર ! પિતાજીની આજ્ઞાને યાદ કર !” “તું બાહુબલીને યાદ કર ! એને નજર સમક્ષ રાખ !” “સુંદરી, વારે વારે તારા મુખથી બાહુબલીનું નામ સાંભળું છું. હું જાણું છું કે પિતાજીએ યુગલિક ધર્મ નિવાર્યો, પણ તારા દિલમાંથી બાહુબલી ખસ્યો નથી. તું પિતાનું શાસન ઉલ્લંઘી રહી છે, એનું ધ્યાન રાખજે !” વાર્તાલાપ ગંભીર બની રહ્યો થતો, ત્યાં દેવી સુમંગલાનો દૂત મયૂરધ્વજ આવતો દેખાયો. એના મુખ પર ગ્લાનિ હતી. એનાં નેત્રોમાં આંસુ હતાં. જે પોતાના મસ્તક પર સદા મોરનાં પીંછાં હવામાં લહેરાતાં રાખતો, એણે આજે પીંછાંને જટાની સાથે બાંધી લીધાં હતાં. એ ચાલતો હતો પણ જાણે ઠોકર ખાતો હતો. દૂતને આવતો જોઈ બંને સ્વસ્થ બની ગયાં. સુંદરીએ એક ઝીણું વલ્કલ ખભા પર નાખી લીધું. “મયૂરધ્વજ, શા સમાચાર છે ?” કુમાર, બહુ જ માઠા સમાચાર છે. ખબર આપવા વનેવન ફરી વળ્યો, પણ તમારો પત્તો ન લાગ્યો. દેવી સુનંદા આજે મૃત્યુ પામ્યાં.” “શું દેવી સુનંદા મૃત્યુ પામ્યાં ? ક્યાં, ક્યારે ? સુંદરી વ્યાકુળ બની ગઈ. “કૃષ્ણપક્ષના ચંદ્રની કળા જેમ ઉત્તરોત્તર ક્ષીણ થતાં થતાં આજે સવારે તેઓ પૃથ્વીનાથના ખોળામાં શાંતિથી આંખો મીંચી ગયાં. નાના બાળકની જેમ દેવીનો એક હાથ પૃથ્વીનાથના છૂટા વાળમાં ને બીજો હાથ દેવી સુમંગલાના ખોળામાં હતો. આપણે નિદ્રા માટે જેમ આંખો બીડી દઈએ, એમ જ એમણે આંખો બીડી દીધી.” પ્રણામ હો માતાજી તમને !” કુમાર ભરતે ત્યાં ઊભા રહીને બે હાથની અંજલિ જોડી પ્રણામ કર્યા. “સુંદરી, માતા સુનંદાને હું જ્યારે જોતો, ત્યારે મને એમ લાગતું કે આ ભોગ, ઐશ્વર્ય, આ ધમાલ નિરર્થક છે. એમણે જેમ સુંદરી અને ભરત જ ૨૧૭ Page #237 -------------------------------------------------------------------------- ________________ પારકાના હિત માટે બધો ત્યાગ કર્યો, એમ આપણને પણ આપણું બધું લૂંટાવી દેવાનું મન થતું. પ્રેમનો તો અવતાર હતાં !'' “પ્રેમનો અવતાર હોય તો જ નીલાંજના જેવી નર્તિકા એમના મૃત્યુના સમાચાર સાંભળીને ખુદ મૃત્યુને વરે ને !'' દૂતે કહ્યું. “શું નીલાંજના પણ મરી ગઈ ?”’ “હા કુમાર ! આજે તેઓ રાજવંશી કુમારોને નૃત્ય શીખવી રહ્યાં હતાં. તમારી ખોજ કરવા હું ત્યાં ગયો. મેં તેમને બધા સમાચાર કહ્યા. અરે, મારો પ્રિય સુનંદ ગયો ? એટલું બોલી એ ત્યાં ને ત્યાં ઢળી પડ્યાં. મેં એમના દેહને સ્પર્શ કર્યો તો ઠંડોગાર ! એક શ્વાસોચ્છવાસ પણ નહોતો ચાલતો.” “એનું નામ પ્રેમ !” સુંદરીએ કહ્યું. “આવો પ્રેમ હરકોઈના દિલમાં વસતો હોય છે.' ભરતે જવાબ વાળ્યો. “ભૂલ છે. સ્ત્રી પુરુષને ચાહે ને તેના માટે મરે, પુરુષ સ્ત્રીને ચાહે ને તેના માટે મરે ઃ એ તો મતલબી મરવું છે. પિતા પુત્ર માટે કે માતા સંતાન માટે મરે, એમાં પણ સ્વાર્થનો અંશ રહેલો છે. સાચો પ્રેમ તો નિઃસ્વાર્થ ભાવે મરી ફીટે એમાં જ છે.” “કુમાર, સમય થતો જાય છે. પૃથ્વીનાથ ઋષભદેવ, દેવી સુનંદા અને નટી નીલાંજનાના દેહને ક્ષીરસમુદ્રમાં પધરાવવા નીકળી ચૂક્યા છે. ચાલો, તેમને પહોંચી વળીએ.” ત્રણે જણાં ત્વરિત ગતિએ આગળ વધ્યાં. થોડે દૂર જતાં કેટલાક અવાજો તેમના કાન પર આવ્યા. “અરે, પ્રેતયાત્રા શરૂ થઈ ચૂકી લાગે છે, અતિ વિલંબ થયો, ભરત !’’ સુંદરી છોભીલી પડી ગઈ. કંઠમાં રહેલો કમળહાર અને કેશમાં મૂકેલાં ડોલરફૂલ જાણે ભાર કરતાં લાગ્યાં, ઝડપથી કાઢીને એમણે એ ફેંકી દીધાં, ને દોડવા માંડ્યું. “સુંદરી, મારો હાથ પકડી લે. આ ઝાડ-ઝાંખરામાંની ટૂંકી પગદંડી પરથી ચાલ્યાં જઈએ. હમણાં પહોંચ્યાં સમજો.” ભરતથી સદા આથી રહેતી સુંદરીએ પોતાનો કોમળ કિસલય જેવો હાથ ભરતના હાથમાં મૂકી દીધો. બંનેએ આંકડા ભીડી દોડવા માંડ્યું. વચ્ચે વચ્ચે સુંદરીનો પગ લપસી જતાં, મહાબલી ભરત પોતાના હાથમાં એનો આખો દેહ તોળી લેતો. ૨૧૮ * ભગવાન ઋષભદેવ Page #238 -------------------------------------------------------------------------- ________________ સુંદરીના સહચારમાં ભારતના પગોને પાંખો આવી હતી. અનન્ત કાળ સુધી દોડતાં એને આજ થાક લાગવાનો નહોતો. પણ હવે સામે જ જય જય ધ્વનિનો નાદ સંભળાતો હતો. ચંદનકાષ્ઠની એક શિબિકામાં પડખોપડખ બે દેહને મૂકવામાં આવ્યા હતા. સુંદર તાજાં ફૂલની બધે બિછાત કરી હતી. સહુથી આગળ પૃથ્વીનાથ ઋષભદેવ મંદ ગતિથી ચાલતા હતા. એમની મુદ્રા ગંભીર હતી, નેત્રોમાં બારે મેઘ સાથે બાંધ્યા હોય, તેવો ઘટાટોપ હતો. મુખ પર મીટ માંડવી મુશ્કેલ હતી. પૃથ્વીનાથની પાછળ કુમાર બાહુબલી ચાલતો હતો. એના ઘુઘરિયાળા બાલ એની શ્યામસુંદર કાયા પર પથરાયેલા હતા. મોટી મોટી આંખો લાલઘૂમ બની ગઈ હતી, ને અંતરની વરાળ જાણે વારંવાર બહાર નીકળવા મથતી હોય તેમ ઓષ્ઠ વારેવારે ઊઘડતા ને બંધ થતા. સૌંદર્ય જાણે દેહ ધારીને પૃથ્વીને પાટલે ચાલતું હોય, એવો ભાસ થતો હતો. ક્ષીરસમુદ્રને કિનારે પહોંચીને આ સમૂહ થોભ્યો. ફરીને એ બંને દેહ પર કુંકુમ, અગર ને ચંદનનો લેપ કર્યો. પદ્મ ને માલતીની માળાઓ ચઢાવી. પૃથ્વીનાથે સુનંદાનું મસ્તક ઊંચું કરી સહુને એનાં દર્શન કરાવ્યાં. સંકેત પામીને બાહુબલીએ આગળ આવીને નીલાંજનાના દેહને પોતાના બે હાથમાં ઊંચકી લીધો. પૃથ્વીનાથે સુનંદાના દેહને ઊંચક્યો, ને ક્ષીરસમુદ્રના જળમાં પ્રવેશ કર્યો. પાછળ બાહુબલીએ જલપ્રવેશ કર્યો. મૃત્યુ પામેલાં સ્નેહીજનોને સ્વીકારવા સમુદ્રનાં જળ સુંદર તરંગાવલિઓથી એમનું સ્વાગત કરતાં હતાં. બંને દેહ જળમાં પધરાવ્યા. પધરાવીને પિતા-પુત્ર ભારે હૈયે પાછા ફર્યા. ત્યાં તો એક કારમી ચીસ સાથે સુંદરીએ જળમાં ઝંપલાવ્યું. માતાની સાથે એને પણ અનંત જળમાં લુપ્ત થયું હતું. ક્ષણવારમાં ભારે હોહા મચી ગઈ. સુંદરી ઊંડા પાણીમાં પડી હતી. થોડેક દૂર જાય તો પછી એને પાછી વાળવી મુશ્કેલ હતી. ભરત એકદમ અંદર ધસી ગયો. સુંદરીને બે હાથમાં ઝડપી લીધી, ને તરતો તરતો પાછો ફર્યો. “પુત્રી !” પૃથ્વીનાથે એના ઠંડા પડેલા દેહ પર હાથ પ્રસારતાં કહ્યું, સુંદરી અને ભરત ૨૧૯ Page #239 -------------------------------------------------------------------------- ________________ “સુનંદા તો સુખદ નિદ્રામાં સૂઈ ગઈ. વહેલુંમોડું સહુને એ નિદ્રાને તાબે થવાનું છે.’ “પિતાજી, મારી મા શું હવે નહીં જાગે ?”’ “ના” “શું એ મરી ગઈ ?” “હા.’’ જવાબ ટૂંકો હતો. “તમે પૃથ્વીનાથ પણ ન બચાવી શક્યા ?” “આ લોકમાં સહુ પ્રાણીની એ દશા થવાની. કોણ પૃથ્વીનાથ કે કોણ પામર જન !'' માનવીને ચિરંજીવ કરવાનો કોઈ માર્ગે નહીં ?”’ છે. એના ગુણ જીવનમાં ઉતારી, એની ભાવનાને ચિરંજીવ બનાવો !’’ એ દિવસે સુંદરીનો વિલાપ મર્મભેદક હતો, અને એથીય મર્મભેદક હતી બાહુબલીની ગંભીર, અશ્રુવિહોણી મુખમુદ્રા. ૨૨૦ * ભગવાન ઋષભદેવ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૪ નવું શાસન - ક સંધ્યાના તારા જેવી વેધક આંખે સ્વામી બેઠા છે. શરદચંદ્ર જેવું વદન કંઈક ગંભીર બની ગયું છે, સુનંદા ને નીલાંજનાના મૃત્યુ પછી સ્વામી વધુ પડતા ચિંતનશીલ બની ગયા. સામાન્ય લાગતો શાસનનો ભાર હવે તેમને અસહ્ય લાગે છે. મહાસેનાપતિ સુયોધના વિજયની વાતો સાંભળતાં તેઓ અકળાઈ ઊઠે છે. શસ્ત્રબળ ને શરીરબળના વિજયોમાંથી જાણે તેમની શ્રદ્ધા ચળી ગઈ છે. દેવી સુમંગલા પાસે પણ વેણી ગૂંથાવતા હવે એ મર્મપરિહાસ કરતા નથી. પૃથ્વીનાથને એકાંત પ્રિય બન્યું છે. વધારામાં પિતા નાભિદેવના મૃત્યુના સમાચાર જાણી ને માતા મરુદેવના વિલાપ સાંભળી ઘણે દિવસે તેમનાથી હસાઈ ગયું, ને એ ધીરેથી બોલ્યા : “મૃત્યુ એમને લઈ ગયું ? અરે, સંસારને વળગેલી મહાબીમારી ! એનો જ ઉપાય ખોળી રહ્યો છું. હું મૃત્યુંજય બનવા માગું છું. જે મને અનુસરે તેને પણ મૃત્યુંજય બનાવીશ, સંસારમાંથી જે મને અનુસરશે એને વિલાપ કરવાનો વારો નહીં આવે.” ઘણે દિવસે આટલા શબ્દો સહુને સાંભળવા મળ્યા. પ્રજા માનતી હતી કે સ્વામી આજે પિતા નાભિદેવના અંતિમ સંસ્કાર માટે ક્ષીરસમુદ્ર ભણી જશે, એટલે દર્શન પામીશું. એ આશા પણ નિરાશામાં પલટાઈ. પૃથ્વીનાથે અંતિમ સંસ્કાર માટે કુમાર ભરતને આજ્ઞા કરી. Page #241 -------------------------------------------------------------------------- ________________ દિવસો જેટલા ભારે હતા, એથી રાત્રિઓ વધુ ગમગીન હતી. આંખોમાં નિદ્રા નહોતી, હૃદયમાં શાન્તિ નહોતી, મુખ પર સ્મિત નહોતું. દેવી સુમંગલા પાસે હતાં, પણ બે ઘડી નમ્ર વિનોદ કરવાનું દિલ નહોતું થતું. સુયોધ મોટા વિજય સાધીને આવ્યો હતો, પણ એને મળવા દિલ નહોતું થતું. એની સદા રસભરી વિજયગાથાઓ એકાએક નીરસ બની ગઈ હતી. સવારમાં એ મળવા આવ્યો ત્યારે ફક્ત પૃથ્વીનાથે એટલું જ કહ્યું : “સુયોધ, હવે એ વિજયોમાં મને રસ નથી. કુમાર ભરતનું શાસન સ્વીકાર ! પૃથ્વીમાં ભયનું રાજ્ય કયાં સુધી રાખીશું ? પ્રેમની પ્રતિષ્ઠા કરવા માગું છું. તારી ગદાના ડરથી આ માનવકુળને ક્યાં સુધી સાચવીશ ? એમને સ્વેચ્છાએ સારું આચરતાં શીખવવાની જરૂર છે.” ? સુયોધ સ્વામીના મોં સામે આંખો ફાડીને જોઈ રહ્યો. જે પૃથ્વીનાથ પોતાને સદા હસીને બોલાવતા, આદર ને પ્રેમથી સત્કારતા, એ જ સ્વામી આજ કાં આટલી સૂકી વાતો કરે ! આજ કયા મહાઅપરાધના કારણે એ પોતાની સામે પણ જોતા નથી. શાબાશી પણ દેતા નથી ? સંભાષણ કરે છે પણ જાણે આડું જોઈને ! સ્વામીભક્ત સેવકની આંખમાંથી અશ્રુધારા વહી નીકળી. એના હાથની ગદા સરીને નીચે પડી. ગદ્ગદ કંઠે પૃથ્વી પર ઘૂંટણીએ પડી તે બોલ્યો : “નાથ ! અપરાધની ક્ષમા યાચું છું. અષ્ટાપદના પંજામાં પડીને પણ જેણે ભય જાણ્યો નહોતો એને આજ સ્વામીની આ વર્તણૂકથી ભય લાગે છે. પૃથ્વીનાથ, ભરત ભલે સ્વામીનું સંતાન હોય, પણ સ્વામી નથી. ઇચ્છા હોય ને અપરાધ હોય તો આ મસ્તક હાજર છે.” - --- “સુયોધ, ભાઈ, મારા સાથી !' પૃથ્વીનાથ પાસે સર્યા. પ્રેમથી એના મસ્તક ૫૨ ને પીઠ પર હાથ ફેરવતાં કહ્યું: “એ મસ્તક તો અર્પણ થયેલું જ છે. નવું લેવાનું નથી, હવે કોઈને મારવાની વાત નથી, હવે તો સહુને મૃત્યુંજય બનાવવાની પ્રેરણા છે.” અને પૃથ્વીનાથ વળી વિચારમાં પડી ગયા. “પ્રભુ, શું ત્યારે આજ સુધી આચર્યું ને હજી આચરી રહ્યા છીએ તે બધું ખોટું હતું ? ભૂલ હતી ?' “ભૂલ નહોતી – કર્તવ્ય હતું. મને એનો પશ્ચાત્તાપ નથી, ગર્વ છે. પણ એ કાળ સૃષ્ટિના આદિસર્જનનો હતો, માનવને સંસ્કાર આપવાનો હતો. એ માટે ૨૨૨ * ભગવાન ઋષભદેવ Page #242 -------------------------------------------------------------------------- ________________ તોફાની બાળકને જેમ માતાપિતા તાડન કરે એમ મેં કર્યું; શાસન સ્થાપ્યું. એ શાસનથી, એ સંસ્કારથી માનવી ખાધેપીધે સુખી થયો, ઘરબારી થયો, સંપત્તિવાન ને સમૃદ્ધિવંત થયો; પડોશી થયો ને સમૂહજીવન શીખ્યો, સામાજિક જીવનને અનુસરતો થયો. ગણતરી શીખવી ને ગણતો થયો, બ્રાહ્મીની લિપિનો પણ ઘણો ધીરો – છતાં પ્રચાર થશે. ઓછા-વધતાનાં યુદ્ધ પણ સુંદરીને આપેલા ગણિતથી નષ્ટ થશે. પણ આજ મને એનાથી સંતોષ નથી, સંસારનું ગાડું આમ ચાલવા ન દેવાય, આપણા શાસનની એમાં શોભા ન લેખાય !” શેમાં શોભા ન લેખાય, પૃથ્વીનાથ ? આપે આપેલા શાસનને હવે અવખોડી કાઢશો મા ! જન્માવેલા બાળકને ગળે ટૂંપો દેશો મા ! માનવકુળોની પ્રગતિ તો આપ નિહાળો, આપના શાસને તો પૃથ્વીને સુખી બનાવી છે.” “પ્રગતિથી જેમ રાચવાનું છે, તેમ સાચવવાનું પણ છે. વહેતા પાણીને સદા ચેતવાનું ! ચીલા વિનાના ગાડાને સદા ચાલતાં સંભાળવાનું ! સુયોધ, હાકાર, માકાર ને ધિક્કારની નીતિથી નિયમનમાં રહેનારા માટે આજે વધ, બંધ સુધી દંડનીતિ ઉગ્ર બની છે, એ જાણે છે ?” ને એટલું બોલી પૃથ્વીનાથ ઊંડા વિચારમાં પડી ગયા. પૃથ્વીનાથ,” સુયોધ પાસે સર્યો. આજે એણે સ્વામી સાથે પ્રેમકલહ કરવાનો જાણે નિર્ણય કર્યો હતો. સ્વામી ન સમજે તો એમનાં ચરણોમાં જીવન અર્પણ કરી દેવાનો છેલ્લો નિર્ણય લઈને એ આવ્યો હતો. સ્વામીના જે શાસનના પ્રચાર માટે એણે પૃથ્વી ને આભ એકઠાં કર્યાં, એને આજે છિન્નભિન્ન થતું જોવા જેવી મજબૂત છાતી એની પાસે નહોતી. “પૃથ્વીનાથ ! સ્વામી !” એણે જાણે સ્વામીને સમાધિમાંથી જગાડ્યા. “શું કહે છે, સુયોધ !” એ જ મીઠા શબ્દોમાં જવાબ મળ્યો. “શું કહું, સ્વામી ! તમે સાંભળવા પણ તૈયાર નથી. ” “સુયોધની કોઈ વાત મેં સાંભળી – ન સાંભળી કરી? મેં જે શાસનની વાત કરી, એનો જ વિચાર કરું છું, જે શાસનના પ્રચારને તેં તારા શ્વાસોચ્છવાસ સાથે વણી લીધો, એના વિશેષ વિકાસ માટે વિચાર કરી રહ્યો છું.” એનાથી રૂડું શું ? પણ નાથ, નથી એ હાસ્ય, નથી એ સંભાષણ, નથી એ સહજ સ્મિત ! જીવન પ્રત્યે આટલો તિરસ્કાર કાં ?” તિરસ્કાર અને તે પણ જીવન પ્રત્યે ? જે ઉન્નતિનું મૂળ છે, એના પ્રત્યે તિરસ્કાર નહીં, અનુરાગ કહે.” પૃથ્વીનાથ જરા હસ્યા. નવું શાસન ૪૨૨૩ Page #243 -------------------------------------------------------------------------- ________________ સુયોધ હિંમતમાં આવી ગયો. એ બોલ્યો : “તો પ્રભુ જરા બહાર ચાલો. જુઓ તો ખરા ! કેટકેટલા આપનાં દર્શન વિના વ્યાકુળ બનીને ખડાં છે ? કેટકેટલાં આપની પાસે ન્યાય માગવા આવ્યાં છે?” “સુયોધ, ચાલ, હું આવું છું.” ક્ષણપૂર્વે અકાલવૃદ્ધ જેવો દેખાતો સુયોધ એકદમ જાણે જુવાન બની ગયો. એ ગદાને આમતેમ ઘુમાવતો બહાર આવ્યો, ને જનસમૂહને સ્વામી પધારે છે, તેવો શુભ સંદેશ આપ્યો. બધે હર્ષના તરંગો ઊછળી રહ્યા. આભની પૂર્વઅટારીએ સૂર્યનારાયણ દેખાય એમ રાજપાસાદના દ્વાર પર પૃથ્વીનાથ દેખાયા. સહુએ તેમને પ્રેમથી વધાવી લીધા. ભારે કોલાહલ મચી ગયો. કાને પડ્યું પણ ન સંભળાય, તેવી સ્થિતિ થઈ રહી. ઉલ્લાસભરી માનવમેદનીનો મહાસાગર શાન્ત પડ્યો, એટલે પૃથ્વીનાથે સુયોધને પાસે બોલાવ્યો ને કહ્યું : “સુયોધ, ન્યાય માટે એકત્ર કરેલા જનસમૂહને અત્રે આણ.” હર્ષની કિકિયારી કરતી જનતાને એક છેડે સુયોધે આ સમૂહને એકત્ર કરી આપ્યો હતો. એક પછી એકને તે સ્વામીની પાસે લાવવા લાગ્યો. સહુથી પહેલાં એક સુંદર યુવક ને સોહામણી યુવતી આવ્યાં. યુવકે પ્રણામ કરતાં પોતાના દુઃખની કથની રજૂ કરી : દેવ, આ મારી સહોદરી છે, એણે યુગલિકધર્મ – નિવારણ પછી મારો ત્યાગ કર્યો છે. પ્રભુ ! એને તો જલદી સાથી સાંપડી ગયો, પણ મને કોઈ સખી મળતી નથી. ભારે વિપદા આવી છે. હવે તો પસંદગીનો પ્રશ્ન ઊભો થયો છે ને ! કોઈ મને પસંદ કરે છે, તો કોઈને હું પસંદ કરતો નથી. કોઈ મને પસંદ પડે છે, તો કોઈને હું પસંદ પડતો નથી. અજબ ઉપાધિ છે. હવે શું કરવું ?' યુવક પોતાની કથની રજૂ કરી, બાજુમાં ખસી ગયો. એટલે પેલી સોહામણી સુંદરી સામે આવીને પોતાની ફરિયાદ રજૂ કરવા લાગી : પૃથ્વીનાથ, મેં મારો સાથી પસંદ કરી લીધો, પણ મારાં માતાપિતા કહે છે, કે એ યોગ્ય નથી. આપણે તો સરયૂતીરનાં ને એ સુમેરુના રહેવાસી : બેના મેળ ન મળે ! આપણને જલક્રીડા ગમે તો એને શિખર પર ટહેલવું ગમો પાણીથી એને શરદી થાય, પર્વતથી આપણને થાક લાગે.” ૨૨૪ ભગવાન ઋષભદેવ Page #244 -------------------------------------------------------------------------- ________________ “તારાં માબાપ ન સમજે તો શું કરીશ ?' પૃથ્વીનાથે પશ્ન કર્યો. “એને પસંદ કર્યો તે કર્યો. હું બીજા કોઈ સાથીને પસંદ નહીં કરું.' “વારુ, તમારો નિર્ણય કરું છું. પછી બીજું કોણ છે ?” “પ્રભુ, હું. મારો તો પ્રશ્ન વળી એથી ઊલટો છે. એક સખી મેં પસંદ કરી છે. અને મેં વાત કરી તો કહે : મારી હા કે ના નથી, મારાં માતાપિતા કહે એને સાથી તરીકે સ્વીકારવા તૈયાર છું.' એનાં માતાપિતા કહે છે, કે એને લઈ જાઓ એનો વાંધો નહીં, પણ એના બદલે કામ કરવા બે વૃષભ આપતા જાઓ.' પ્રભુ, શું સખી મેળવવા માટે અમારે કિંમત પણ આપવી પડશે ?’’ “તું વૃષભ આપી શકે તેમ છે ??” “હા,’’ “વારુ, અન્ય ફરિયાદીને હાજર કરો.” “મારી ફરિયાદમાં બીજું કંઈ નથી. સ્વામી ! એક વાતનો નિર્ણય માગવો છે.” એક સ્ત્રીએ કહ્યું, “મેં એક પુરુષ પસંદ કર્યો છે. એ પુરુષ કહે છે, કે તારો સખા મારી સહોદરાને સ્વીકારે તો હું તને સ્વીકારું. એ વળી કોને શોધવા જશે ? પ્રભુ, આ નવા રિવાજમાં જેટલો રસ છે, એટલી માથાકૂટ પણ છે.” હા, પછી બીજું કોણ છે ?”’ “હું છું, સ્વામી !’” સુયોધ આગળ આવ્યો, “આ વનલતા નામની સુંદરી છે, એને એવો ચસકો લાગ્યો છે, કોઈ સુંદર પુરુષ દીઠ્યો કે એની પાછળ ધેલી ! એ પોતાનું એક ઘર બાંધતી નથી, ને અનેક ઘરોને ભાંગતી ફરે છે. એને મેં સમજાવી તો કહે : પૃથ્વીનાથે તો સહોદરને વર્જ્ય લેખવાનું કહ્યું છે, એક માબાપનાં સંતાન પ૨સ્પ૨ કામસેવન ન કરી શકે, તે મારે કબૂલ છે, બાકી ભિન્ન માબાપનાંની સાથે હરવા-ફ૨વામાં મને શો વાંધો છે ? સંસારમાં મારે એક સહોદર, બાકી બધા સખા ! ખોટું કહેતી હોઉં તો પૂછી જુઓ પૃથ્વીનાથને !” ચાલાક છે. ચતુરાનના ! ઠીક સાર ખેંચ્યો તેં !” “અને સ્વામી આ કુળનાયક નિકેત !” સુયોધે એક પડછંદ પુરુષને આગળ કર્યો, “આ અને એનાં કુળનાં તમામ માણસો યુગલિકધર્મ નિવારવાનો નિષેધ ભણે છે. તેઓ તો કહે છે કે અમે તો ભાઈ-ભગિની સાથે જ રહીશું. નવું શાસન : ૨૨૫ Page #245 -------------------------------------------------------------------------- ________________ કોઈની સહોદરા લાવવી ને આપણી આપી દેવી, એ પોતાના હાથનું ફળ બીજાને આપી દેવું – ને પછી પોતાના માટે એની સામે યાચક જેમ ઊભા રહેવા જેવું છે – એ મૂર્ખાઈ અમારાથી નહીં થાય.” “વારુ, સુયોધ, આટલાનો ન્યાય ચૂકવું છું, બીજાં કોઈ છે ?” “હા, એક ચોર છે. એણે પાસેના કુળમાંથી પશુ ચોર્યું છે.” કોણ છે એ ?” “પૃથ્વીનાથ, હું છું. પણ મારી એક વિનંતી સાંભળો. મારી પાસે બે વૃષભ હતા. એક મરી ગયો ને બીજો લાવવા માટે મારી પાસે કશું નહોતું. જો બીજો વૃષભ ન લાવું તો મારી ઇશુ સુકાઈ જાય તેમ હતી. જેની ચોરી કરી, એને મેં ઘણો સમજાવ્યો, પણ એ તો કહે વિનિમયમાં કંઈ આપવું જોઈએ; એ વિના ન મળે. આપવાનું મારી પાસે કંઈ નહોતું. આખરે હું એનો બળદ લઈ આવ્યો.” એ વૃષભના બદલામાં તારી ઇસુ પાકે ત્યારે કેટલા ઘડા રસ આપીશ ?” “એ કહેશે તેટલા. હાથની આંગળીઓ જેટલા અથવા હાથપગની આંગળીઓ જેટલા.” “સારું, બીજું કોઈ ?” “સ્વામી, આ માણસે સરયૂતીરની પૂર્વ દિશા તમામ ખેડી છે. ભારે મહેનત કરી – ને ભારે ફળ-ફૂલ નિપજાવ્યાં. પણ પછી લોભ જાગ્યો. એણે પૃથ્વીમાં ભંડાર કરી બધું એમાં ભરી દીધું. કેટલુંક તો સડી ગયું. છતાં એણે કોઈને ન આપ્યું. એક વૃષભના વિનિમયમાં એ જેટલું આપતો એટલું ચારના વિનિમયમાં પણ હવે આપતો નથી : ને જેમ પેલાં ભરી રાખેલાં ધાન્ય, ફળ ને ફૂલ સડતાં જાય છે, તેમ એ તો કહે છે : “મને કંઈ નુકસાન નથી, એટલી વિનિમયની પંચાત ઓછી, મારે તો સો વૃષભ ને ધેનુ લેવી છે. જેટલું બચશે તેટલા પર તેટલું લઈ લઈશ. ગરજ હશે એ લઈ જશે.” અને આથી એને તો લહેર થઈ છે. કેટલાંય કુળવાસીઓ પેટની લાહ્ય એના શરણે આવ્યાં છે. એમને પેટભર આપી, પોતે વળી નવા પાક ઉપજાવી ભંડારો ભર્યા છે. આપણા નવા નિયમ મુજબ કેટલાકને એક સખી પણ મળતી નથી, ત્યારે કેટલીય સ્ત્રીઓ એને વરવા આવી છે. કેટલાય એના મૃત્ય બન્યા છે. મૂઠીભર અનાજની લાલચે એણે ભારે વર્ચસ્વ જમાવ્યું છે, અને હવે તો કોઈ ૨૨૬ ભગવાન ઋષભદેવ Page #246 -------------------------------------------------------------------------- ________________ મોટો પાક તૈયાર કરે તો એ કરવા દેતો નથી. પાણીના બંધ એણે બાંધ્યા છે. વરસાદના પાણી પર પણ પેલાનો હક્ક રાખ્યો નથી. એ પોતાને પૃથ્વીનાથ કહાવે છે, ને ખાનગીમાં પોતાના શાસનની ડંફાસ મારે છે. એણે ધાતુઓ જુદા જુદા રંગની એકઠી કરી છે, જુદા જુદા રંગના ચમકતા પથ્થરો એકઠા કર્યા છે, ને કંઈ કંઈ મૂલ્ય નિપજાવ્યાં છે.” “સુંદર. દરેક વસ્તુને ઊજળી ને કાળી બે બાજુ હોય છે. પૃથ્વીનાથના પદને પણ બીજી બાજુ છે, એ એણે પ્રત્યક્ષ કરી બતાવ્યું. વારુ, હવે કંઈ બાકી ?’’ બાકીમાં આપનો ન્યાય.” “મારો ન્યાય, આ છેલ્લા સંગ્રહશીલ વ્યક્તિને ભારેમાં ભારે સજા દેવાનું ફરમાવે છે. ભરત, કયો મહાદંડ એને દેવો, તેનો તું વિચાર કરજે. ઢીલું ઢીલું થયેલું મારું મન આ બાબતમાં નિરુપાયે ઉત્સાહી બને છે. બાકી એટલું યાદ રાખજે કે, પૃથ્વી, પાણી ને અગ્નિ પર કબજો કરી, જે એનો સ્વાર્થ માટે ઉપયોગ કરે, ઘરમાં અન્ન ભરી અન્નના ઇચ્છુકોને ભૂખે મારે, એને ભારેમાં ભારે સજા થવી ઘટે. સુયોધ, એના ધનનો, ધાન્યનો, ગાય-વૃષભનો કબજો લઈ સહુને વહેંચી આપ ! એવું કુશાસન ચેપી રોગ જેવું છે. એવી સત્તા મહામારી જેવી છે. એનું એંધાણ પણ પૃથ્વી પરથી નષ્ટ કરજે; નહીં તો વાયુમંડળમાં ૨મતું એક પરમાણુ નવાં અનેક કુશાસન જન્માવશે. ને તો આ પૃથ્વી દુર્ભિક્ષ, દુષ્કાળ, મારામારી ને ચોરલૂંટારાઓથી ભરેલી બની જશે.'' “જેવી સ્વામીની ઇચ્છા !'' સુયોધે સૂચનાનો સ્વીકાર કરી લીધો. *જય પૃથ્વીનાથ !'' પાછળથી જનસમૂહ ગર્જ્યો. પેલા કુશાસનધારી માનવીનાં એ પ્રજાજનો હતાં. તેઓ મુક્તિ પામ્યાની ખુશી વ્યક્ત કરતાં હતાં. “અને ક્યાં ગયો પેલો વૃષભનો ચોર ! એની ચોરી અનિવાર્ય હતી, છતાં અનિવાર્ય કે બિનઅનિવાર્ય હોવાથી ચોરી ચોરી મટતી નથી. એની સજા ઇક્ષુરસના ઘડામાં આવી જાય છે, ને વૃષભ આપવાની ના પાડનારને સૂચના આપું છું, કે કોઈની પાસે વર્તમાનમાં આપવાનું કંઈ ન હોય ને ભવિષ્યકાળમાં આપવાની કબૂલાત કરતો હોય તો વિનિમય કરવો. એ પણ વિનિમયનો એક ઊંચો પ્રકાર છે.” “અને પેલી અનેક પુરુષની શોખીન વનલતા ક્યાં ગઈ ? એને અને સહુને યુગલિકધર્મ-નિવારણ' પછી મારું બીજું ફરમાન છે, કે કોઈ યુવક નવું શાસન ૨ ૨૨૭ Page #247 -------------------------------------------------------------------------- ________________ કે યુવતી પાણિગ્રહણવિધિ પછી જ કામસેવન કરે. બીજું બંધન હું બાંધતો નથી. જેઓ પાણિગ્રહણવિધિ વિના કામસેવન કરશે, એ મારા શાસનમાં દંડાશે.” અને કુળનાયક નિકેત ક્યાં છે ? એણે તો શાસનદ્રોહ જ કર્યો છે. શાસનની સ્વીકૃત આજ્ઞાનો લોપ એનાથી કેમ થાય ? અને એ રીતે ચાલે તો શાસન કેમ નભે ? શિક્ષા માટે એને ભરતને સોંપવો. ક્ષમાનો એ હકદાર નથી. અને બાકી રહ્યાં બીજાં માટે પરસ્પરની સંમતિ અને પ્રેમ એ યુવકયુવતીને જોડવાનું પ્રથમ લક્ષણ. એ એમને માટે સીધો અને સરલ નિર્ણય, એટલે કે પછી વડીલોની સંમતિ, ગાય-વૃષભની આપલે, એ ગૌણ વસ્તુ છે. પરિસ્થિતિ ને વિવેક પર દરેક વાત શુભાશુભનો આધાર રાખે છે. દરેક જોડાણ સર્વોત્તમ ન પણ હોય, પણ મધ્યમ કે સામાન્ય હોય તોપણ ચાલે.” પૃથ્વીનાથ થોડી વાર થોભ્યા, ત્યાં પાછળથી કુળનાયક નિકેત બરાડતો સંભળાયો. પેલો નકલી શાસનપતિ પણ ક્રોધમાં ડોળા ઘુમાવતો કહેતો હતો ? પૃથ્વીનાથ, મારા શાસનમાં ને તમારા શાસનમાં શો ફેર છે ? કેવળ તમારી પાસે સેનાનાયક સુયોધ ને ભરત બાહુબલી જેવા વીર પુત્રો ને મોટી સેના છે, તેથી ડરાવો છો ? થોડો વખત રાહ જોવાઈ હોત તો એનો પણ મુકાબલો કરી દેત. મોટા જે કરે તે સાચું, નાના કરે તે ખોટું એમ જ ને? પ્રેમની વાતો કરનારનું સિંહાસન શું ભયનાં ભયંકર સાધનો પર નથી ખડું ?” “સ્વામીનું અપમાન, દુષ્ટા” સુયોધની ગદા વીજળીની ઝડપે ઊંચી થઈને એ જ ઝડપે નીચે ઊતરી. નકલી શાસનપતિની ખોપરીના ટુકડા કરે તેટલી વાર હતી, ત્યાં તો પૃથ્વીનાથનો શંખસ્વર જેવો અવાજ સંભળાયો : સુયોધ, સાવધાન ! ગમે તેવાને પણ પોતાનું મંતવ્ય રજૂ કરવાનો હક્ક હોવો જોઈએ. અને વળી એ ખોટું પણ નથી કહેતો. નિકેત, ભાઈ ! તું સાચું કહે છે. જે શાસનને સામ, દામ, દંડ ને ભેદની જરૂર રહે; વધ, બંધ, ઘાત, ગોષ્ઠિ ને સંગ્રામ જેનાં નિત્ય વ્યવહારનાં અંગ હોય, એ ખરેખર વખાણવાલાયક શાસન ન જ કહેવાય.” - “શાસનનાં તો એ અનિવાર્ય અંગ છે. એમ આપ કહેતા હતા ને પિતાજી ! “નમો અરિહંતાણં' એ તો આપણા પૂર્વજોએ દીધેલો મહામંત્ર છે. અરિનો સંહાર કરો ! સંસારમાંથી માનવજાતના અરિઓને નામશેષ કરો ! એ તો આપણી રણગર્જના હતી. એના બળે તો કુળોની સ્થાપના થઈ, ૨૨૮ ભગવાન ઋષભદેવ Page #248 -------------------------------------------------------------------------- ________________ એના બળે તો આ પશુતુલ્ય માનવોમાં સંસ્કૃતિનો પ્રચાર થયો. આજે સ્વર્ગની જે કલ્પના સહુ કરતા, તે પૃથ્વી પર પ્રત્યક્ષ થયું – તે એ મંત્રનો જ પ્રતાપ ! આપ પોતે જ કહેતા નહોતા કે શત્રુને હણો, મિત્રને મળો, વડીલોને પૂજો, મૃદુને મૃદુતાથી, ખલને ખલત્વથી, સાધુને સાધુત્વથી સન્માનો – એ શું આપનો મત્ર નહોતો ?” હતો – અને છે; પણ દરેક વસ્તુના ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ પ્રકાર હોય છે. માનવજાતનો અરિ કોણ ? શું માનવ ? પશુ ? ભરત, તું તો હા કહીશ. તારો પ્રતાપી સ્વભાવ એટલી ઝીણવટમાં નહીં ઊતરી શકે, પણ મેં ખૂબ નિરીક્ષણ કર્યું છે. ખિલખિલાટ કરતો મનુષ્ય એની એ કોપમગ્ન દશામાં કેવો ભયંકર ભાસે છે ? માનવી તો એકનો એક છે, પણ હસતો ને કોપ કરતો – એ બે વચ્ચે એટલો ભેદ કાં ? એકને કહો તો સર્વસ્વ આપી દે, બીજાને કહો તો ક્ષણભરમાં માનવીને મારી નાખે ! આપતો ને મારતો – બંને માનવી એક જ છે, પણ એની અંદર કોઈ એવું તત્ત્વ છુપાયું છે – જે માનવીને પલટી નાખે છે, અને એ જ માનવીનો અરિ છે. વનના વાઘને વશ કરવો સહેલો છે, મનની અંદર બેઠેલાને વશ કરવો દુષ્કર છે.” “પિતાજી, દુષ્કર તો કંઈ નથી. આ બાહુને, આ પ્રતાપને શું અશક્ય છે ? આપનું આ વિધાન કંઈ સમજાતું નથી ! આપની દૃષ્ટિએ ત્યારે માનવી માનવીનો દુશ્મન નથી ?” ના, બંનેને દુશ્મન બનાવનાર અરિ તો અંદર છુપાઈને બેઠો છે. એ ધારે ત્યારે ભોળાભલા માનવીને સુરામત્ત શરાબીની જેમ ઉન્મત્ત બનાવી નાખે છે, ને ન કરવાનું કરાવી લે છે. કામ પતી ગયે પેલો અરિ પાછો છુપાઈ જાય છે – ને માનવી જાણે નિદ્રામાંથી જાગતો હોય તેમ સ્વસ્થ થઈ વિચારે છે : “અરે, મેં આ શું કર્યું ? વળી પાછા પેલા છુપાયેલા “અરિ જાગ્રત થાય છે, ને માનવીને વિચારાંધ બનાવી કંઈનાં કંઈ કૃત્ય કરાવે છે. ભોળો માનવી, જેને બીજું જ્ઞાન નથી, એ એમ માને છે કે બીજો માણસ એનો “અરિ છે, પણ એને કોણ સમજાવે કે તારો દુશ્મન તો તારી ભીતરમાં જ બેઠો છે ?” “તમારી વાતો ધીરે ધીરે દિલને સ્પર્શે છે, તો પિતાજી, શું ગુનેગારોને મુક્ત કરી દઉં ?” “ક્ષમા મોટી વસ્તુ છે. કદાચ તેઓને પણ અંતરના અરિને પરખવામાં મદદ કરે. જે નવીન શાસનના નિર્માણના વિચારમાં હું નિમગ્ન છું, એમાં નવું શાસન ૪૨૨૯ Page #249 -------------------------------------------------------------------------- ________________ તો શત્રુને પ્રેમથી, દુષ્ટને સાધુતાથી, ખલને સારાપણાથી, કૃપણને દાનથી ને વજને મૃદુતાથી વશ કરવાની વાત આવશે. આજના પ્રસંગે ભલે બધા મુક્ત બને !” . “જય હો પૃથ્વીનાથનો ! અમારા ગુના માફ કરો ! અમારા અપરાધને લેશ પણ અંતરમાં લાવશો નહીં. આપની ઇચ્છા મુજબ અમે વર્તીશું.” બધા અપરાધીઓ ચરણમાં પડી યાચના કરવા લાગ્યા. પૃથ્વીનાથના મુખ પર સુંદર જ્યોતિ વિરાજી રહી. તેમના સુંદર ઓષ્ઠ મરક મરક થવા લાગ્યા. “આપણે નમ્ર થઈને કેટલું પામી શકીએ છીએ ? ઉદાર બનીને કેટલું મેળવી શકીએ છીએ ? સર્વસ્વ છોડીને કેટલું પોતાનું કરી શકીએ છીએ ?” ઉદારમના સ્વામી ઉલ્લાસમાં આવી ગયા. આ તકનો લાભ લઈ સુંદરી નજીક આવીને બોલી : પિતાજી, વસંત નજીક છે.” “હા, સુંદરી !” તો તેનો ઉત્સવ ઊજવવાની આજ્ઞા આપશો ને ?” મેં ક્યારે નિષેધ કર્યો છે, તે આજે આજ્ઞા આપું ?” આપે નિષેધ તો નથી કર્યો, પણ આપની અનુપસ્થિતિ જોઈ, કોઈ વસંતોત્સવ માણતું નથી. ઉત્સવ માટે એકત્ર થયેલાં સહુ એમ જ કહે છે : અરે, આપણા સ્વામી ઉત્સવ ન માણે ને આપણે નગુણા ઉત્સવઘેલા બનીએ ? “અરે, જેના પ્રતાપે આ રિદ્ધિ-સિદ્ધિ સાંપડી, એને આમ વિસારી મૂકીએ ? અને આમ વિસારી સહુ ભારે મોંએ ઘરભણી પાછાં ફરી જાય છે. વનમેવા, ફૂલહાર, દૂધ, દધિ ને મધુ એમનાં એમ રહી જાય છે, આકાશના ખીલેલા ચંદ્રમાં જેઓ સદા આપના હસતા મુખની કલ્પના કરતા, તેઓ જ તેમાં આપના ગંભીર મુખને નિહાળી મનમાં ને મનમાં સમસમી જાય છે !” “સુંદરી, મારા કાજે પ્રજાને આટલું શોષવું પડ્યું? તેં પહેલાં કેમ ન કહ્યું?” પિતાજી, કહેવા માટે તો હું ને બ્રાહ્મી અનેક વાર આપની પાસે આવ્યાં હતાં; પણ આપની મુખશ્રી નિહાળી અમને અમારી પામરતા પર મનમાં ને મનમાં તિરસ્કાર જન્મતો. અમને એમ લાગ્યું કે જે દિલને શાતા આપવા અમે ખોબો પાણી લઈને આવ્યાં છીએ, એના ખુદના દિલમાં મેઘના ખંડના ખંડ ખડક્યા છે, સાગરને વળી નદી શું આપે ? અમે તરત પાછાં વળી જતાં. ૨૩૦ ભગવાન ઋષભદેવ Page #250 -------------------------------------------------------------------------- ________________ બાહુબલી તો ઘણી વાર કહે છે, કે પિતાજી આ ભોગ – વૈભવથી ઘણે આઘે નીકળી ગયા છે, એમને એમાં ખેંચવા વ્યર્થ છે. આજે પિતાજી શ્રાવણની વાદળી જેવા નથી, શરદની વાદળી જેવા બન્યા છે.” “શરદની વાદળી કેવી બાહુબલી ?”' “હલકી ફૂલ, પિતાજી ! પહેલાં તો અમને નીરખીને આપનું હૈયું થનગની ઊઠતું હતું. હવે એ થનગનાટ નથી રહ્યો. પહેલાં તો અમને પાસે બોલાવી આપ ખોળામાં બેસાડતા, અમારા વાળ સૂંઘતા, અમારા કપોલપ્રદેશ પર ચુંબનનો વરસાદ વરસાવતા, આજ તો કુળવાસીઓના બાળ ૫૨ જેટલો આપ પ્યાર દાખવો છો, તેટલો જ અમારા પર રાખો છો.” બાહુબલી, હવે તમે મોટાં થયાં. ખોળામાં બેસાડવાનો કે ચુંબનો ચોડવાનો વખત વીતી ગયો. ખોળામાં બેસવાનો હકદાર તો જુઓ પેલો આવે, પુંડરીક, ભરતપુત્ર, વૃષભશ્રીનો જાયો !’’ સામેથી દોડ્યા આવતા ભરતપુત્ર પુંડરીકને પૃથ્વીનાથે ખોળે બેસાર્યો, ને એને વહાલ કરતાં કહ્યું : “સુંદરી, જાઓ, સહુને જાહેર કરો કે હું અને આ મારો પુંડરીક વસંતોત્સવમાં ભાગ લઈશું.” જય હો પૃથ્વીનાથનો !'' જનસમૂહ ગર્જી ઊઠ્યો. પૃથ્વીનાથ ઊઠીને અંદર ગયા. ધીરે ધીરે જનસમૂહ વિખરાવા લાગ્યો. પુંડરીક પૃથ્વીનાથની સાથે હતો, એટલે ભરતપત્ની વૃષભશ્રી એમની પાછળ પાછળ ગઈ. લાગમે નમ્ર થતાં વૃક્ષની જેમ એ મહાચપલા નારી પુંડરીકને જન્મ આપ્યા પછી ગરવી બની ગઈ હતી. બધાં મસ્તી-તોફાન વીસરીને, પૃથ્વીના સાજશણગાર ભૂલીને એક પુંડરીક પાછળ ઘેલી બની હતી. પુંડરીકની ચિંતામાં એ ભરતની પણ પરવા ન કરતી. ક્રીડાધેલો ભરત એને સરયૂતીર પર જલક્રીડા કરવા માટે આમંત્રણ આપતો, ઉપવનોમાં ફરવા આવવા આગ્રહ કરતો, કૌમુદીભરી અનેક રાતોએ વૃષભશ્રીને મોજ માણવા વિનંતી કરતો પણ એ એની એક પણ વાત ન સાંભળતી ! કાં તો સૂતેલા પુંડરીકની ચોકીદાર થઈને બેસતી કે કાં તો જાગતા પુંડરીકનું રમકડું થઈને રમતી. પુંડરીકના શ્વાસોચ્છવાસ સાથે એ નાચતી ને કૂદતી. નવું શાસન * ૨૩૧ Page #251 -------------------------------------------------------------------------- ________________ વૃષભશ્રીના ભભકતા લાવણ્યને ચૂમવા કોઈ વાર ભરત પ્રયત્ન કરતો ત્યારે એ બહાનાં કાઢીને છટકી જતી. ઘણી વાર એ કહેતી : “આ પુંડરીકના કોમળ કિસલય જેવા ગાલ પર ચુંબન લેતાં જાણે પૃથ્વીના સર્વ સ્વાદ ફિક્કા પડી જાય છે. ભરત, આપણા એ દિવસો ગયા. હવે તો બધું વહાલ આ પુંડરીક પર વરસવું જોઈએ. આપણે એના હકનો પરસ્પર જરા પણ ઉપયોગ કરીએ તો ચોર ઠરીએ.” પ્રતાપી ભરત એ પછી વધુ આગ્રહ ન કરતો. એને છેલ્લા દિવસોમાં તો પ્રત્યેક ઘડી--પળે ચક્રવર્તી બનવાની ધૂન રહેતી. દૂર રહેતી વૃષભશ્રી હવે તો થાકેલા દિલના આરામ વખતે સાંભરતી. તેમાં પણ વૃષભશ્રીએ પુત્રપ્રેમમાં મગ્ન થઈ પતિ તરફ ઉદાસીનતા દાખવવા માંડી એટલે પ્રતાપી ભરતના દિલમાં સુંદરીની મનોહર મૂર્તિ સ્થાન મેળવવા લાગી. એને પોતાના હૃદયસિંહાસને બેસી પ્રેમભિક્ષા આપે એવા કોઈની જરૂર હતી. એના મદમસ્ત હાથી જેવા યોવનને ડાળે ઝુલાવનાર કોઈ પ્રિયતમાની એને જરૂર હતી. રે, પૃથ્વીનાથે યુગલિકધર્મ-નિવારણ કરી પોતાને સુંદરી મળે, એવા સંજોગો ઊભા કરી દીધા. અને સુંદરી પણ પોતાના તરફ પક્ષપાત ક્યાં નહોતી દાખવતી ? એણે જતી વૃષભશ્રીને જવા દીધી, ને ભીડની વચ્ચેથી સરી જતી સુંદરીને એકાએક ઝડપી લીધી. એના પડખે ચઢી કહ્યું : “સુંદરી, ચાલ, તને મારી આયુધશાળા બતાવું.” “પેલી વૃષભશ્રી જાય. એને બોલાવીને લઈ જા !’’ “એને તો સંસારના સર્વ ઇષ્ટ પદાર્થોની સમાપ્તિ પુંડરીકમાં થઈ ગઈ છે ! સ્ત્રીજાત સાવ ઘેલી ! એક વાતની એને તાલાવેલી લાગી કે બીજા બધા ધર્મો સાવ ભૂલી જવાની. પુત્રની પાછળ એણે બધું વિસારી મૂક્યું છે.” “ભરત, સ્ત્રીની નિંદા ન કર ! માતા સુનંદાને યાદ કર ! મા સુમંગલાને સંભાર ! અષ્ટાપદની પાછળ જનાર પતિને પણ પડતો મૂકી, તને પેટમાં પોષ્યો. અને બાહુબલીને જન્મ આપવા માતા સુનંદાએ આખી જાત ગાળી નાખી.” “સુંદરી, એ માતાઓને સદાસર્વદા હું પ્રણામ કરું છું. પણ આ વૃષભશ્રીને જોઈ કોઈ વાર મારું દિલ અકળાઈ ઊઠે છે. ન હવે એને જલવિહાર ગમે ૨૩૨ * ભગવાન ઋષભદેવ Page #252 -------------------------------------------------------------------------- ________________ છે કે ન મધુપ્રવાસ કે ન ફૂલસંચયની કદી ઇચ્છા થાય છે. કૌમુદીવિહાર કે વૃક્ષના ઝૂલે તો જાણે કદી જવું જ નથી. ગજખેલનમાં પણ એને રસ નથી. વેણીગૂંથન તો એ વીસરી ગઈ છે. એ પુત્રઘેલીને કદી મારી દયા પણ આવતી નથી.” સામર્થ્યનો અવતાર ભરત જાણે ઓશિયાળો બનતો લાગ્યો. ભલી સુંદરી એકદમ પાસે સરી ને એને ખભે હાથ મૂકી બોલી : ભરત !” “શું, સુંદરી ”” “નિસ્તેજ ન થા ! પિતાજીનું આખું શાસન તારે નભાવવાનું છે.” “એની ચિંતા નથી, પણ મારા વિજયને સત્કારનાર કોઈ જોઈએ છે ! પૃથ્વીની પરકમ્મા કરી આવું ને પ્રેમભર્યા શબ્દ સાથે વહાલ કરનાર કોઈ મળે તો મને કદી થાક ન ચઢે. સુંદરી, તને મારી દયા આવે છે ?'’ “હા.” “મારાં સ્વપ્નાં તું જાણે છે ?'' “હા.” “મારા જીવનમાં તું છાંયો બનીશ ?' “અવશ્ય.'' “અવશ્ય ? સુંદરી, શું મારી મિત્રતા હું કબૂલ કરે છે ? અરે, મારી નસોમાં ભુવનવિજયી લોહી દોડવા લાગ્યું છે. સુંદરી, તું હવે મારે પડખે છે – મારાં સહુ સ્વપ્ન સાચાં થશે.” પૃથ્વીનો મહાન રાજા, સૃષ્ટિનો એક શાસનપતિ, સંસારના એક આદર્શ સોહામણા ભરતે દોડીને સુંદરીને ખભા ૫૨ ઉપાડી લીધી. એ જોતજોતામાં દોડતો દોડતો દૂર નીકળી ગયો. સુંદરીના પગમાં કેસૂડાના પુષ્પનું વલય હતું તો સુગંધ વગરનું, પણ વગર સુગંધે ભરતની મનસૃષ્ટિને એણે ખુશબોથી ભરી મૂકી હતી. “સુંદરી, મારી આયુધશાળામાં ચાલ ! તારા ભરતનો પ્રતાપ જો !'' સુંદરીએ ભરતના કેશમાં પોતાની આંગળીઓ રમતી મૂકી. - નવું શાસન * ૨૩૩ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૫ 'ભરતની આયુધશાળામાં નગરપાતે આવેલી આયુધશાળામાં જ્યારે ભારત અને સુંદર પ્રવેશ્યાં ત્યારે ક્ષણવાર એનું વાતાવરણ સુંદરીને મૂંઝવી રહ્યું. ચારે તરફ દીવાલથી રક્ષાયેલ ભૂમિભાગમાં માટીના મોટા મોટા ઢગ પડ્યા હતા. અનેક માણસો એ ઉપાડી ઉપાડીને પાણીમાં ઓગાળતા હતા ને એમાંથી કંઈ કંઈ તારવીને એક જલના મોટા પાત્રમાં નાખતા હતા. ભારે અવાજો કરતો અગ્નિ ભડભડ જલતો હતો. ભરત આ બધું બતાવતો સુંદરીને એક મધ્યદ્વારમાંથી બીજા ખંડમાં લઈ ગયો. અહીં પહેલા ખંડમાં તપાવીને તૈયાર કરેલ લાલચોળ ચીજને ચાર ચાર જણા બીતા બીતા ઉપાડીને લાવતા હતા. ને અહીં જ હાથ પણ અડકાડ્યા વગર મૂકી દેતા હતા. થોડી વારમાં બબ્બે મજબૂત માણસો મોટાં મોટાં મુદ્ગરો લઈ એને ટીપવા લાગી જતા. પ્રચંડ અવાજોથી દીવાલો પૂજી રહેતી. ભરત, આ બધું શું છે ?” સુંદરી, એ મારા વર્ષોના પરિશ્રમનું પરિણામ છે. તું જાણે છે, કે પહેલાં પિતાજીના વખતમાં લીલાં ઝાડમાંથી કાપીને ગોળાદાર યષ્ઠિ કે તી ભાલા જેવું બનાવાતું. એને સુકાવીને અથવા અગ્નિમાં શેકીને વિશેષ કઠણ કરાતું. જંગલી પશુઓના હુમલા સામે એ ઠીક કામ આપતું, છતાં નબળું એટલું હતું કે ઘણી વાર માણસને હાર મળતી. એ પછી ધનુષ્યની શોધ થઈ. એમાં અણીવાળાં વાંસનાં તીક્ષ્ણ તીર મુકાતાં. આ શસ્ત્ર ઠીક હતું. પણ પછી તો પિતાજી અષ્ટાપદના વિજયે ગયા – ને સુયોધ ત્યાંથી શસ્ત્રો શોધી લાવ્યો. Page #254 -------------------------------------------------------------------------- ________________ એ અસ્થિનાં કે શિંગડાંનાં હતાં, પ્રથમનાં શસ્ત્રો કરતાં કામ સારું આપતાં, પણ સખત મુકાબલામાં ભાંગી પડતાં. એક વાર વાપર્યા પછી નકામાં બની જતાં. મને બાળપણથી શસ્ત્રોનો શોખ હતો, ને સુંદરી, તને તથા બ્રાહ્મીને પિતાજી જ્યારે નવનવી વિદ્યાનાં જ્ઞાન આપતા ત્યારે હું ખીણો, ટેકરીઓ ને તળેટીઓમાં ભમતો. મારી તલ્લીનતામાં ખાવું-પીવું વીસરી ગયો હતો, પદે પદે મોતનો ભય અનુભવતો ભમતો હતો. અચાનક એક ગિરિકંદરામાંથી આ વસ્તુ મને મળી. સુવર્ણ એની પાસે નિરર્થક છે. રૌપ્યની તો કાંઈ વિસાત નથી. હીરા, મણિ, માણેક, મોતી, પરવાળાં તો નકામા પથરા છે. જો, તને હું એ વસ્તીની ખૂબી પ્રત્યક્ષ પ્રયોગથી જ સમજાવું.” ભરત આગળ વધ્યો ને એક લાકડાની ફણાવાળું તીર લઈને સુંદરીને આપતાં કહ્યું : “ચલાવ આ તીર. પેલી દીવાલમાં ખૂંતાવી દે.” સુંદરીએ કાન સુધી પણછ ખેંચી તીર છોડ્યું. દીવાલને સ્પર્શી હેઠે પડી ગયું, ધારદાર અણી છુંદાઈ ગઈ. “હવે એ જ ધનુષ્ય પર આ તીર લે. ધનુષ્ય પણ એ છે, ને તીર પણ એ છે, કેવલ એની ફણા પર આ વસ્તુ લગાડેલી છે.” સુંદરીએ એને પોતાના રૂપાળા હાથોમાં તોળી જોયું. પહેલાં હલકું લાગ્યું. એણે ચાપ પર ચઢાવીને છોડ્યું. સડસડાટ કરતું વેગભર્યું એ સામી દીવાલમાં ઊંડે ખેતી ગયું. ભરત આગળ વધ્યો ને દીવાલમાંથી એ તીર ખેંચી કાઢતાં કહ્યું : “જો, આટલું સરસ કામ કરે છે, છતાં એની અણી એવી ને એવી. અને એ પ્રમાણે એનાં જ ભાલાં, બરછી ને કૃપાણ, છરી ને ખગ અહીં બનાવાય છે. મારું ખડ્ગ તેં જોયું છે ?' સુંદરી ભરતની આ સિદ્ધિ જોઈ અવાક બની ગઈ. ભરત થોડી વારમાં એક લાકડાના મ્યાનમાં રાખેલ પોતાનું ખગ લઈ આવ્યો. અર્ધચંદ્રાકાર આકારનું એ શસ્ત્ર હતું. આયુધશાળાના આછાઘેરા અંધારામાં એ ચંદ્રની જેમ ચમકી ઊઠ્યું. “આનો એક જ ઘા અને ભલભલા હાથીની સૂંઢ નોખી.' ભરતના ચહેરા પર સિદ્ધિનું ગુમાન હતું. “મહાભયંકર ! અરે, મને પણ ભય લાગે છે. આના કરતાં તો વનના વાઘના મોંમાં જવું સારું.” ભરતની આયુધશાળા * ૨૩૫ Page #255 -------------------------------------------------------------------------- ________________ જેટલું ભયંકર – તેટલું સુંદર. આમ આવ, સુંદરી ! તારી સુંદર કટિ પર એને બાંધી દઉં. તારી નાની સખીની જેમ એ પડ્યું રહેશે.” ભરતે સુંદરીની સિંહ.કટિ પર હોંશે હોંશે ખગ બાંધી દીધું. લીંબુની ફાડો જેવાં સુંદરીનાં નયનોમાં આશ્ચર્ય પ્રસરી રહ્યું. એ મનોમન ભરતને વશ થઈ હતી. ભરત એને સ્વાધીન ને આશ્ચર્યવિમુગ્ધ બનતી જોઈ પોરસમાં આવતો હતો. “એ લઈને સુંદરી, વનેવન ઘૂમ્યા કર ! ન વાઘનો, ન હાથીનો કે ન વન-માનવનો ડર ! ખભે આ તામ્રવંત તીરનું ભાતું, કેડે આ કુપાણ, ખભે ધનુષ્ય ને ભેટમાં આ નાની શી છૂરિકા ! કોની મજાલ છે કે આંખ ઉઠાવીને તારી સામે જુએ ? એટલાં શસ્ત્રના બળે જ્યાં જાય, ત્યાં તારું સામ્રાજ્ય જન્મે, સહુ બીતાં બીતાં રહે, તારી આજ્ઞા માનવા તત્પર રહે.” “ભરત, એક રીતે આ વસ્તુઓ બહુ સારી પણ નહીં. આપણા હાથમાં હોય ત્યાં સુધી તો ઠીક, પણ એ જ પારકાના હાથમાં જાય તો આપણે તો આવી બન્યું ને ?” સુંદરીએ ચિંતા વ્યકત કરી. શાબાશ, સુંદરી ! ખરો પ્રશ્ન ઉઠાવ્યો. હું આવી જ સહચરી માગું છું. તારી વાત સાચી છે, પણ એનોય માર્ગ શોધી રાખ્યો છે. ઊભી રહે, હું પળવારમાં આવું છું.” ભરત પાસેના ખંડમાં ચાલ્યો ગયો ને થોડી વારમાં એ આવ્યો. ત્યારે એના મસ્તક પર, કાન પર, ડોક પર ને છાતી પર કંઈ વિચિત્ર વસ્તુઓ હતી. “સુંદરી, હવે તીર લે, ખગ ખેંચ કે ભાલો ઉઠાવ. ઇચ્છા થાય તે શસ્ત્ર હાથમાં લે, અને મારા પર હુમલો કર.” એ મારાથી ન બને.” નિરર્થક ડરે છે, મને લાકડીના ઘાથીય ઓછી ઈજા થશે.” “એમ કેમ ?” જો, આ મુગટ છે, એ સોના કે રૂપાનો નથી, પણ મારી નવી ધાતુનો છે. એના પર કોઈ શસ્ત્ર કામ ન કરી શકે. આ કાનનાં કુંડળ છે, એનાથી કંઠપર્યત કોઈ શસ્ત્ર કામ ન કરી શકે–ને છાતી પર આ કવચ છે; તીર, ભાલું કે કૃપાણ-કટારી એને ભેદી ન શકે.' “આ તો વિષ વિષને નિવારે એવું થયું,” સુંદરીના પરવાળા–શા ઓષ્ઠ પર હાસ્ય ઝળકી ઊઠ્યું. ૨૩૬ ભગવાન 28ષભદેવ Page #256 -------------------------------------------------------------------------- ________________ “સાચું છે. જે મારે એ જ જિવાડે. બસ સુંદરી, મારા પ્રયત્ન માટે એક આવા પ્રેરક હાસ્યની જ જરૂર છે. જોજે ને, પછી તો મને વિજય માટે આ પૃથ્વી પણ નાની પડશે.” “પિતાજી પૃથ્વીનાથ છે, તેમના પછી તું પણ પૃથ્વીનાથ બનીશ ને !” - “પિતાજીની વાત જુદી છે.પૃથ્વીનાથ એમ ન બનાય. નામ ધરાવ્ય કંઈ મહિમા ન થાય ! એ તો નામ એવા ગુણ જોઈએ. એનામાં પૃથ્વીને કાબૂમાં રાખવાનું સામર્થ્ય જોઈએ, પેલો નકલી પૃથ્વીનાથ જોયો’ તો ને ! એવા રિદ્ધિ સિદ્ધિ ને સંપત્તિ જોઈ અનેક ફૂટી નીકળશે. પિતાજીની સર્વશકિત પ્રેમ અને ક્ષમામાં છે. એમણે રાજા દેવયશની જેમ અનેકને રાજા બનાવ્યા છે. એ બધાને નિયમનમાં રાખવા માટે ભારે શક્તિની જરૂર છે. એ શક્તિ તે આ. ચાલ સુંદરી, હજી મારે તને ઘણું બતાવવાનું છે. જો, આ મારી ગજશાળા, અશ્વશાળા ને રથ શાળા. પણ આ ગજ કે અશ્વને તું સામાન્ય ગજઅશ્વ ન સમજીશ, એને રણાંગણ માટે તૈયાર કર્યા છે. લોહી જોઈને એ ભાગવાના નહીં, બલ્ક સામે ધસી જવાના, ભયંકર ઉલ્કાપાત મચાવી દેવાના.” “પૃથ્વી જાણે અહીં પલટાયેલી દેખાય છે, ગજ ને અશ્વમાં તે આટલું પરિવર્તન આપ્યું છે, તો માનવીમાં પણ...” “હા, હા, જરૂર.” ભારતે અધવચ્ચેથી વાક્ય ઉપાડી લીધું, “મારી સેના દુધર્ષ હશે, શત્રુ સામે પહાડની જેમ ખડી રહેશે, દુશ્મન ઉપર વીજળીની જેમ તૂટી પડશે. સુયોધને જોયો છે ? એવા તો મારી સેનામાં અનેક હશે. એનો પુત્ર સુષેણ જ મારો સેનાપતિ છે. અરે, એક એક સૈનિક હજારોને સંહારવાની શકિત રાખશે. રણાંગણમાંથી પીઠ ફેરવવી એ મૃત્યુ કરતાં ખરાબ માનશે. એનું મસ્તક કપાશે તો ધડ લડશે, એવા ઝનૂનવાળો એ હશે. સુંદરી, હવે આગળ વધીએ, હજી ઘણું બાકી છે.” ભરત અને સુંદરી આગળ વધ્યાં. કહેવાય છે, કે ચક્રવર્તીને વાર્ધકી રત્ન જોઈએ. ઝંઝાવાતની જેમ આગળ વધનાર સેના માટે માર્ગમાં આવતી ઉન્મગા, નિમ્નગા નદીઓને પાર કરવા માટે સેતુ બાંધનાર આ વાર્ધકીઓ ને રથકારો છે. તેઓ સૈનિકોને રહેવાની કુટિરો તથા સેતુનો સામાન એકત્ર કરી રહ્યા છે. “ને સુંદરી, મહાન સેનાને ખાવા માટે ધાન્યની વાવણી કરનાર ‘ચર્મરત્નની યોજના પણ મેં કરી છે. એક તુનું ધાન થોડાક દિવસોમાં ભરતની આયુધશાળા ૨૩૭ Page #257 -------------------------------------------------------------------------- ________________ પકવી શકાય, ને પડાવ નાખીને પડેલા સૈન્યને પહોંચાડી શકાય તેવી તેમાં યોજના છે. “અને આ એક સહસ પતાકાવાળો, ચાર ઘટવાળો મારો રથ. એના અશ્વ હવા સાથે હરીફાઈ કરી શકશે. ને આ મારી જયઢંકા. સંગ્રામના પ્રયાણ વેળાએ વગાડવાની. ગમે તેવાને મેદાનમાં આવી જવાને એ હાકલ કરશે.” ને આ શું ?” સુંદરીએ કહ્યું. “ભટભેરી, થાકેલા સૈનિકોને પાનો ચઢાવવા માટે. એનો અવાજ સૈનિકોને ભયંકર ઝનૂન આપે. ને આ શંખ ! એનાથી રથમાં બેઠો બેઠો હું યુદ્ધનું નિયંત્રણ કરવાનો.” “એટલે તું લડવાનો નહીં ?” “ના, એ દિવસો ગયા. બે પ્રતિસ્પર્ધીઓ પરસ્પર લડે, એ તો ભૂતકાળની વાત. મારા હાથી લડે, ઘોડા લડે, રથ લડે, સૈન્ય લડે, સેનાપતિ લડે, મારે તો માત્ર સંચાલન કરવાનું.” “શાબાશ ભરત ! લડે બીજા, મરે બીજા ને વિજય તારો કહેવાય. ભારે હિકમત લડાવી છે !” હિકમત નહીં તો બીજું શું ? સુંદરી, કહેવત છે કે જીવતો નર ભદ્રા પામે. મારાં હાથી, ઘોડા, ને સૈન્ય કપાઈ જાય ને હું હારી જાઉં, પણ જો હું જીવતો રહું તો ફરીને નવી સામગ્રી જમાવી સંગ્રામ કરીને હારને જીતમાં પલટી દઉં.” શાબાશ, ભરત હારે ખરો પણ મરે નહીં. જીવતો ભરત એક નહીં અનેક લડાઈઓ લડી શકે. ગમે ત્યારે પણ જીત મેળવ્યા વગર ન જંપે. હાર એટલે મોત એ જમાનો ખરેખરો ગયો. અરે, પહેલાં તો હારેલો યોદ્ધો એનો પ્રતિસ્પર્ધી ન મારે તો સ્વયં આપઘાત કરી લેતો. એવું કંઈ આમાં નહીં. ભરત ! તું અવિજય છે.” ના, અવિજેય નથી; સુંદરી, એ વાતને હજી વાર છે.” “એટલે ?' “ચાલ મારી સાથે. આજે તને મારી આખી આયુધશાળાથી પરિચિત કરી દઉં. આપોઆપ તને બધું સમજાઈ જશે. સુંદરી, જો સામે કંઈ દેખાય છે ?" “અંધારી ઘોર ગુફા છે.” ૨૩૮ ભગવાન ઋષભદેવ Page #258 -------------------------------------------------------------------------- ________________ “ચાલ તેમાં.” “ના, મને તો ધોળે દિવસ અહીં જ ડર લાગે છે, તો ત્યાં તો ભેંકાર છે. હું નહીં આવું.” અરે, ભલભલા હાથી સાથે ખેલનારી અહીં ડરી ગઈ ? પણ મારી યોજના જ એવી છે. દર્શનમાત્રથી ભલભલાના મોતિયા મરી જાય ! એક વાર આ જોઈ લે તો વાઘ પણ બકરી થઈ જાય. પણ તારે ડરવાની જરૂર નથી. આ મારું મણિરત્ન માથે બાંધી લે. તારો માર્ગ પ્રકાશમય બની જશે.” અને તું ?' ' “મને તો અંધારે ચાલવાની આદત પડી ગઈ છે.” સુંદરીની સુઘટિત કેશાવલી ઉપર ભરતે મણિરત્ન બાંધી દીધો. ચંદ્રમાંથી જ્યોન્ઝા ઝરે એમ આજુબાજુ પ્રકાશ વેરાઈ ગયો. સુંદરીનું રૂપાળું ગૌર મોં આ પ્રકાશને પામીને ઓર રૂપાળું બની ગયું. ભરત તિરછી આંખે એ સૌદર્યસુધા પી રહ્યો. | ગુફાનું મોં અતિ સાંકડું હતું, ને વિચિત્ર પ્રકારની ગંધ નાકને ગૂંગળાવતી હતી. સુંદરીનો હાથ પકડી ભરત આગળ વધ્યો. હવે ધીરે ધીરે પહોળો માર્ગ આવતો હતો. ને થોડે દૂર જતાં વિસ્તર્ણ જગા આવી. કેટલાય માણસો ત્યાં કંઈ કામ કરી રહ્યા હતા. એમના દેહ પરથી પરસેવાના રેગડા ઊતરતા હતા. ભરતને જોઈ તેઓ દૂર ખસીને ઊભા રહ્યા. સ્થળની વચ્ચોવચ્ચ ચમકતા સૂર્ય જેવું કંઈક પડ્યું હતું. એનો ઝળહળાટ આંખને આંજી નાખતો હતો. વચ્ચે સૂર્યના જેવો ગોળ આકાર હતો, ને એની ચારે તરફ સૂર્યનાં કિરણ જેવા મોટા આરા હતા. ભરતે બતાવેલી કપાણ કરતાં તે અતિ તીક્ષ્ણ હતા. ચારે તરફ લોહીના આછા છાંટા ઊડેલા જોવાતા હતા. “ભરત, ચાલ પાછા વળીએ, મારે હવે આ જોવું નથી.” “ડરીશ નહીં, સુંદરી ! તને કોઈ પણ હાનિ પહોંચાડી શકશે નહીં. જે અવિજેયપણાની તેં વાત કરી, એનું સાચું મૂળ અહીં છે. આ મારું ચક્રરત્ન છે. સહસ ખડ્ઝ કે કૃપાણને ભુલાવે તેવો એનો એક આરો છે. કોઈ પ્રચંડ શત્રુને હણવા માટે એ કદી નિષ્ફળ ન જાય તેવું સાધન છે. જે શત્રુને સાંધી એને છોડ્યું હોય, એ શત્રુનો નાશ કર્યો જ એ જપે. વચ્ચે મોટી સેનાની સેના હોય તો વઢાઈ જાય, દુર્ગ હોય તો ભેદાઈ જાય, પહાડ હોય તો કતરાઈ જાય, અને વળી કાર્યસિદ્ધિ કરી પાછું ચાલ્યું આવે.” ભરતની આયુધશાળા ૨૩૯ Page #259 -------------------------------------------------------------------------- ________________ “અરે, પણ આટલું ભારે ફેંકાય શી રીતે ?” આંગળીને ટેરવે ચઢાવીને.” “આંગળીને ટેરવે આ ચક્ર ચઢે ? ભરત, વાત કરતાં કરતાં હવે તારું ચસક્યું તો નથી ને ?” “ચસક્યું હોય એનું આ કામ નથી. એમ તો ઉઠાવવા માટે સ્વાભાવિક રીતે અનેક માણસોની જરૂર પડે છે. અરે, એ બિચારા ઊંચકનારા પણ લેશ ભૂલ કરે તો લોહીલુહાણ બની જાય છે. પેલાં રક્ત-છાંટણાં જુએ છે ને? પણ જે ચક્રવર્તી હોય એ એની સાધના કરીને ઉઠાવી શકે.” “કેવી સાધના ?” “એની વાત તને કહું, પણ એમાં ભારે સામર્થ્યની જરૂર છે. એનું એક જ લક્ષણ તને કહું તો આશ્ચર્ય થશે. પાંચ હજાર ધેનુનું દૂધ જો એકલો પચાવી શકે, તો જ એ શક્ય બને.” “પાંચ હજાર ધેનુનું દૂધ એક માણસ કેમ પી શકે ! ન માની શકાય તેવી વાત છે.” સુંદરી, એમાં પદ્ધતિ હોય છે. પાંચ હજાર ગાયોનું દૂધ બે હજારને પાવાનું, એનું દૂધ એક હજારને, એનું દૂધ પાંચસોને ને એ રીતે પાંચ ગાયનું દૂધ ચક્રવર્તી પીએ. સિંહણનું દૂધ પચાવવું સાવ સહેલું, પણ આનાં દશ બિન્દુ પણ જીરવવાં મુશ્કેલ. એને જે પચાવી શકે એ જ ચક્રવર્તી થઈ શકે; એ વિના આ ચક્ર પણ ઉપાડવું અશક્ય. ખાદ્ય ને પેય બંને ઉપરથી એનો નિચોડ આવી જાય. સુંદરી, આ ભુજાઓ પાસે હાથીની ભુજાઓ તો રમકડાં જેવી છે. આ છાતી પાસે હાથીનાં ગંડસ્થળ નબળાં છે. સુંદરી, સમુદ્ર તરવો મારે મન રમત છે.” ભરત, તો તું અવિજેય થઈ ગયો.” “ના, હજી મારી આ ચક્રરત્નની સાધના અપૂર્ણ છે. મારા હાથ પરથી એ ધાર્યું જઈ શકે છે, પણ કામ પતાવીને એ પાછું ફરી શકતું નથી. એમ ન થાય ને કોઈ સામે સાધના આરંભે તો આ ચક્ર મારો જ વિનાશ કરે.” “તો આ ઊંડા કૂવામાં શા માટે ઊતરે છે ? મૂકી દે ને આ બધી માથાફોડ.” સુંદરી, તું શું સમજે ? સંસારમાં ભય વિના પ્રેમ નથી. સાપ કરડે કે ન કરડે, ફૂફાડો તો જરૂરી છે. નહીં તો બાળવાનાં લાકડાં બાંધવાનાં ૨૪૦ ભગવાન ઋષભદેવ Page #260 -------------------------------------------------------------------------- ________________ કામમાં દોરી તરીકે વપરાઈ જાય. માતા સુનંદાના મૃત્યુ પછી પિતાજી ઉદાસીન બની ગયા છે. તેં જોયું ને ? “નમો અરિહંતાણં” જે સદા રણમંત્ર રહ્યો છે, એનો તેમણે કેવો અર્થ કર્યો ? પિતાજીની આ ઉદારતાથી કેટલાય રાજાઓ સ્વતંત્ર બનતા ચાલ્યા છે. સ્વતંત્રતા ને સ્વચ્છંદતા હંમેશાં પાડોશી હોય છે. કેટલાય શક્તિવંતો રાજા બનવાને તૈયાર થયા છે. એક સૂર્યને અનેક કિરણ હોય–એનો વાંધો નહીં : પણ પ્રત્યેક કિરણ સૂર્ય થવા મથે, એ ન ચાલે ! પિતાજીના શાસનથી પૃથ્વી કેટલી સુખી થઈ ! એ શાસન મારે નભાવવું જ છે. માનવ-ઉદ્ધારના કાર્યને આટલેથી થંભાવતું નથી. માનવઉદ્ધારના વિરોધીઓ માટે મેં આ શસ્ત્રાગાર નહીં, પણ કેવળ લાલ આંખ બનાવી છે. ભરત પોતાના મંતવ્યને સ્પષ્ટ રીતે રજૂ કરતો હતો. “ભરત, મને થાક ચડ્યો છે. હવે આપણે બહાર જઈએ.” આમ આવ સુંદરી, હું તને તેડી લઉં” ભરત પ્રિયસ્પર્શની આશાએ બોલ્યો. “એવી જરૂર નથી. આ તારી “લાલ આંખની' બહાર લઈ જા, એટલે તાજી જ છું.” “સુંદરી, હજી તેં મારું શબ્દયુદ્ધ (નાદયુદ્ધ), મુસ્પૃિદ્ધ, દૃષ્ટિયુદ્ધ ને મલ્લયુદ્ધ તો નથી જોયું ને ?” એમાં હજીય મને આનંદ આવે છે. મુષ્ટિયુદ્ધમાં કોઈક વાર બે મુષ્ટિ હુંય લડાવી લઉં, નાયુદ્ધમાં પણ પાછી ન પડું. મલ્લયુદ્ધમાં કદાચ પાંચ હજાર ગાયોના દૂધ પીનારને ન પહોંચી શકું પણ બીજાને તો ચત્તોપાટ કરી દઉં. પણ આ તારી લાલ આંખ થી તોબા !” ધીરે ધીરે વાતો કરતાં ભરત ને સુંદરી બહાર નીકળ્યાં. સુંદરીના સોનલ કેશ વિખરાઈ ગયા હતા, ને વેણીમાં ગૂંથેલાં ફૂલ કરમાઈને નીચે ખરી ગયાં હતાં. - “સુંદરી, તારી વેણી ગૂંથી લેવા દઈશ ? કેવી વિશીર્ણ થઈ ગઈ છે ?” સોહામણી સુંદરી આજ ભરત પર ખુશ હતી. એણે સહર્ષ ભરતની માંગણીનો સ્વીકાર કર્યો. વેણી ગૂંથાવતાં સુંદરીએ કહ્યું : “ભરત, ત્યારે તું તો ચક્રવર્તી થવાનો. ચક્રવર્તીનાં બધાં રત્નો તને મળી ગયાં ને ?” ક્યાં મળ્યું છે? ભરતે નિઃશ્વાસ નાખતાં કહ્યું : ચક્રવર્તીનાં ચૌદ રત્નોમાં ભરતની આયુધશાળા ૨૪૧ Page #261 -------------------------------------------------------------------------- ________________ તેર રત્ન તો પામી શકીશ, પણ એક સ્ત્રીરત્ન...” તારે ક્યાં તોટો છે ?” એવી સ્ત્રી ચક્રવર્તીનું રત્ન ન બની શકે.” કેવી સ્ત્રી બની શકે ?” કોઈક તારા જેવી !” જા રે લુચ્ચા !” સુંદરી એકદમ તાડૂકી ઊઠી. એણે ધીમી થપાટ ભરતના તાંબા જેવા લાલચોળ ગાલ પર મારી, ને અર્ધી ગૂંથેલી વેણીએ દોડી ગઈ. સુંદરીની થપાટ એ પ્રેમનું દાન હતું કે શિક્ષાનું કાર્ય હતું, એનો નિર્ણય કરતો ભરત ત્યાં સ્તબ્ધ બનીને ઊભો ઊભો સુંદરીને જતી જોઈ રહ્યો. ૨૪૨ ભગવાન ઋષભદેવ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૬ વસંતોત્સવમાં વૈરાગ્ય ઋતુરાજ વસંતનો અવતાર થયો હતો. દક્ષિણ દિશાનો પવન વન, ઉપવન, બાગ, ઉદ્યાન સહુને વીંધતો મીઠો મધુરો વાતો હતો. વાવ, દ્રોણી ને ઝરણાંનાં જળ ઠંડાં મીઠાં અમૃત જેવાં બન્યાં હતાં. શિશિરનાં બંધનોથી થીજી ગયેલી પ્રકૃતિ જાણે આજે બધાં આવરણો હઠાવી મુક્ત રીતે વર્તતી હતી. લતાઓ પીનપયોધરથી લચી ગયેલી કૃશોદરીની જેમ પુષ્પગુચ્છોના ભારથી ઝૂકી ગઈ હતી. અશોક, બકુલ ને કુરબક–જેઓ સુંદર સ્ત્રીઓના પદાઘાત વિના સહેજે પાંગરતાં નહોતાં, તેઓની આશા આજે ફળવાની હતી. કોઈ સુંદરી પતિને ચેષ્ટિત કરવા અશોકને ભેટશે, કોઈ બકુલને આલિંગશે, ને કોઈ પોતાના મુખના સુગંધિત પાણીની પિચકારી નાખશે. વનકોકિલાઓ ગૃહકોકિલાને વહેલી સવા૨થી પંચમ સ્વરે આમંત્રી રહી હતી. નાની નાની શીંગડીઓવાળા મૃગ કૂદતા કૂદતા મૃગનયનીઓને આજના ઉત્સવની યાદ આપી રહ્યા હતા. અરે ! ગૃહાંગણમાં રમતાં પક્ષીઓ પણ આજ વહેલી સવારથી વન તરફ ઊડી ગયાં હતાં. બધે એક જ સાદ પડતો હતો : ભલા, આજ પૃથ્વીનાથ વસંતોત્સવે પધારવાના છે, અને તમે હજી ઘરમાં ભરાઈ રહ્યા છો ? ઘેર ઘેર જુવાનો ને જુવતીઓ ફરતાં ફરતાં સંદેશ પહોંચાડી રહ્યાં હતાં, સરખેસરખા મિત્રો હાથ પકડીને ખેંચી જતા હતા. Page #263 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહમાં પણ આ વખતે વહેલી સવારથી તૈયારીઓ થઈ રહી હતી. ગઈ કાલે કુળની અનેક સુંદરીઓએ એકત્ર થઈને કુમાર બાહુબલી પાસેથી વચન લીધું છે, કે ઉત્સવને દિવસે એ પોતાની વીણા વગાડશે, ને સ્ત્રીવૃંદ નૃત્ય કરશે. “સખીઓ, મેં વીણા વગાડવી બંધ કરી છે,” બાહુબલી એના ઘાટીલા મુખને જરા ગંભીર બનાવતો કહેતો. કાં ?” એ બજાવું છું ને માતા સુનંદા મને યાદ આવે છે.” “તો શું કોઈની માતા નહીં મરતી હોય ?” એક સ્ત્રીએ નેત્રકટાક્ષ કરતાં કહ્યું, ને માતા મરી ગયે માણસ જીવતો પણ નહીં હોય ? વળી જીવતો માણસ શું કદી દિલ પણ બહેલાવતો નહીં હોય ?” બાહુબલી પાસે કંઈ જવાબ નહોતો. એ પેલા તોફાની ટોળાથી છૂટવા મથતો : “કહો તો હાથી સાથે મારું યુદ્ધ બતાવું, કહો તો મલ્લયુદ્ધ કરું, કહો તો જલયુદ્ધ કરીએ; પણ આ રહેવા દો.” “નહીં ચાલે, નહીં ચાલે, ખુદ પૃથ્વીનાથ પધારવાના છે.” “વારુ, જાઓ, તમે જીત્યાં, હું હાર્યો. તમારી વાત કબૂલ. તમે કહેશો ત્યારે વીણા બજાવીશ. ડર માત્ર એટલો છે કે હૈયું તો ભારે છે જ, ને એ કારણે એ બિચારો વાંસનો ટુકડો કદાચ ભારે ભારે બની ન જાય.” ભલે, ભલે ! બાહુબલી, તું તારે બજાવજે, અમે સામે ઊભી હઈશું, નૃત્ય કરતી હઈશું, ને મજાલ છે કે તારા સ્વરો ભારે બને ?” “ભલે ત્યારે.” ઉત્સવધેલું સ્ત્રીવૃંદ ત્યાંથી આગળ વધ્યું. વૃષભશ્રીના આવાસે ગયું. વૃષભશ્રીએ પુંડરીકને અભુત રીતે શણગાર્યો હતો. એના વાળમાં લટે લટે જુદી જુદી જાતનાં મોતી ગૂંચ્યાં હતા; દેહ પર કેસર-કસ્તુરીનો લેપ કરી સુંદર ચિતરામણ કર્યા હતાં. એના કપોલ પર કુમકુમની લાલાશ છાંટી હતી. તે હવે તેને રમવા સુંદર કંદુક બનાવી રહી હતી. કંદુકમાં રંગબેરંગી પુષ્પો લાવવા આજ્ઞા કરી રહી હતી. અર્ધસ્નાત ભરત આ પુત્રઘેલી સ્ત્રીને માગ્યાં ફૂલ આપતો આપતો વિનવી રહ્યો હતો : “અરે ઋષભશ્રી, લાવને હું કંદુક ગૂંથી દઉં. તું ઊભી થા, સ્નાન કર, ૨૪૪ ભગવાન ઋષભદેવ Page #264 -------------------------------------------------------------------------- ________________ વિલેપન કર, શૃંગાર કર, વખત થતો આવે છે. તારી વેણી પણ ગૂંથવાની બાકી છે.” અને તમારી વેણી ? ઋષભશ્રીએ ભરતના કેશ સામે જોયું, ને આશ્ચર્યથી બૂમ પાડીને કહ્યું, અરે આ શું ? વેણી જ કાપી નાખી ?” “કાપી ન નાખું તો શું કરું ? તને કયે દિવસે ગૂંથવાની ફુરસદ છે ?' “મારા કારણે કાપી નાંખી ? ઋષભશ્રી ઢીલી થઈ ગઈ. વેણીના અલ્પત્વથી ભરત સારો લાગતો હતો કે વરવો, તેનો કંઈ નિર્ણય એ ન કરી શકી. “ભરત, તું જુએ છે, કે પુંડરીકમાંથી હું કયાં નવરી પડું છું? આપણે તો ઓછુંવધતું વેઠી શકીએ, પણ આ ફૂલ...” “દુઃખ ન કરતી, વૃષભશ્રી ! મારે વન-જંગલોનો વારંવાર પ્રવાસ કરવો પડતો હોવાથી, ત્યાં કદી વેણી ગૂંથાય, કદી ન ગૂંથાય, એને કારણે અલ્પકેશ કર્યો છે. પણ લાવ, તારી વેણી ગૂંથીને આ નવજ્યોસ્નાનાં ફૂલ એમાં ગૂંથી દઉં.” અરે, આપણે વળી એ બધું શું ? પુંડરીક માટે એક સુંદર યષ્ટિકા પણ ફૂલે ગૂંથીને તૈયાર કરવી પડશે ને !” પુત્ર, પુત્ર ને પુત્ર ! ભરત થાક્યો. એને આ સ્ત્રીથી કંટાળો આવ્યો : પુત્રવાત્સલ્ય તો પોતાનેય ક્યાં નહોતું? પણ આ ઘેલીના વાત્સલ્યને તો છેડો જ નહોતો. એટલામાં તો શોરબકોર કરતું ટોળું આવી પહોંચ્યું. એક નવયૌવનાએ ભરતનો હાથ પકડી કહ્યું : “ભરત, તારે આજે નૃત્ય કરવું પડશે, બાહુબલી વીણા વાશે.” “મારી ક્યાં ના છે ? પણ અમે તો હજી તેયાર પણ નથી થયાં.” “અરે ઋષભશ્રી, તેં હજી સ્નાન નથી કર્યું ? ભરત, જા તું તૈયાર થા. ઋષભશ્રીને લઈને અમે આવીએ છીએ.” ભરતને એ જ જોઈતું હતું. એ તરત ત્યાંથી સરકી ગયો. થોડે દૂર જતાં સુંદરી આવતી સામે મળી. એણે વસંતને યોગ્ય કસુંબી વેશ સજ્યો હતો, ગળામાં પંચવર્ણ પુષ્પોની માળ પહેરી હતી, કાળી ને ભભકભરેલી આંખોમાં કાજળ આંજ્યું હતું ને કેળના થંભ જેવા કોમળ હાથોમાં બે વલય પહેર્યા હતાં. એના કિસલય જેવા બે ઓષ્ઠ જ્યાં હંમેશાં હાસ્યગંધ ફુરતું રહેતું, ત્યાં આજે કાંઈક સ્કૂલતા દેખાતી હતી. અરે સુંદરી, આ તારા ઓષ્ઠને શું થયું ?” વસંતોત્સવમાં વૈરાગ્ય ૨૪૫ Page #265 -------------------------------------------------------------------------- ________________ “ચમેલીનાં ફૂલ ચૂંટતાં ભ્રમરે ડંખ દીધો.” કમળની કુમાશ ને કમળની ગંધ જે ઓષ્ઠ પર હોય ત્યાં બિચારો. ભ્રમર તો શું–ભલભલા ભૂલા પડે.” “મશ્કરી મૂકી દે, નહીં તો...” “નહીં તો...” ભરત આંખો કાઢી આગળ વધ્યો. “એ આંખ અહીં નહીં બતાવવાની. ડરે એ બીજાં. માતા સુમંગલા પાસે જ જાઉં છું.” અરે, પણ સાંભળતી જા. આજે બધાએ નક્કી કર્યું છે કે તારે અને મારે નૃત્ય કરવાનું, બાહુબલી વીણા વાશે.” ભરતે વગર નોતરે નોતરું આપી દીધું. સુંદરી અને ભરત હજી પોતાની વાત પૂરી કરી રહ્યાં નહોતાં ત્યાં સામેથી હાથમાં ભૂfપત્ર લઈને આવતી બ્રાહ્મી મળી. એ સ્ફટિક જેવા લાંબા નખોથી એના પર કાંઈ દોરી રહી હતી. બ્રાહ્મી, કયા કામમાં વળી મગ્ન થઈ ગઈ ? આજ વસંતોત્સવ છે, એનો કંઈ ખ્યાલ છે, કે નહીં ?” “બરાબર છે, પણ બે દિવસથી ભારે મૂંઝવણમાં છું. પિતાજી કહે છે, કે સંકેતચિહ્નો નક્કી કરો કે એ સંકેતચિહ્નો કરેલો ભૂfપત્ર ગમે ત્યાં મોકલીએ, પણ એનો જાણનાર તરત હાથમાં લેતાં જ આપણો સંદેશ જાણી લે. કેટલાક સંકેત તો તરત મળી ગયા. એનું તો મેં નિર્માણ પણ કર્યું, પણ કેટલાક નથી બેસતા. પિતાજી એમ માને છે, કે જો આનો નિર્ણય થાય તો *વાણીવિષયક જે મુશ્કેલી છે, તે તરત ટળી જાય, માનવોદ્ધારના કાર્યમાં બહુ વેગ મળે, આર્ય માત્ર એક ભાષામાં જ વાત કરે, ને એ ભાષા માટે એક જ સંકેતચિહ્ન વપરાય.” અરે, પણ, આ તો તેં સાપોલિયાં બનાવ્યાં છે. આમાં તે શું સમજાય ?” ભરતે બ્રાહ્મીની મશ્કરી કરતાં કહ્યું. મારી નિશાળનો પહેલો નિશાળિયો તને બનાવીશ.” “ના, માફ કરજે. એ તારું ને પિતાજીનું કામ. આપણું કામ તો લડાઈનું, કાં સુંદરી ?” “ભરત, તારા પેલા કામ કરતાં, મને બ્રાહ્મીનું આ કામ ગમે છે.” સુંદરીના શબ્દોમાં કટાક્ષ હતો. ૨૪૬ ભગવાન ઋષભદેવ Page #266 -------------------------------------------------------------------------- ________________ કારણ કે તનેય પિતાજી આવું જ કંઈક શીખવે છે.” “અરે એ વાતોડિયાં જીવો ! ચાલો, પૃથ્વીનાથની સવારી હવે થોડા વખતમાં આવી પહોંચશે.” ઉત્સવરસિયાનું એક વૃંદ હોંકારા કરતું ત્યાંથી પસાર થયું. ધીરે ધીરે સહુ વનપ્રદેશ તરફ ચાલ્યા ગયા. કોઈ લતાકુંજોમાં, કોઈ ઝરણાને કાંઠે, કોઈ પર્વતના શિંગ પર, તો કોઈ સુંદર હરિયાળી પર મનની મોજ માણી રહ્યાં, સરખેસરખાં સ્ત્રી-પુરુષોની જોડી યોજાઈ ગઈ હતી. દિલ ને દેહનાં ભાન ભૂલીને રસિયાઓ રસ માણતાં હતાં. મધ્યાહ સુધી સહુ હસ્યાં-રમ્યાં, કંદુકે રમ્યાં, ને આંખતાળીએ રમ્યા; પક્ષીની જેમ ટહુકા પાડતાં ઝાડ પર ચઢ્યાં ને ઊતર્યા; વાનરોની જેમ એક ગિરિખીણથી બીજી ગિરિખીણ સુધી કૂદ્યાં. સ્ત્રીએ પુરુષોને વનપિંછ, શંખ ને પરવાળાંથી શોભાવ્યાં, પુરુષો એ સ્ત્રીઓને ચંદનથી, કસ્તુરીથી લેપી ને ફૂલોથી શણગારી. પૃથ્વીનાથનો હાથી વનસ્થલીમાં આવી ગયો હતો, ને ધીરુ ધીરું મલકતા પૃથ્વીનાથ બધે ફરી રહ્યા હતા. પુંડરીક એમની આંગળીએ હતો, ને વૃષભશ્રી પાછળ પાછળ ચાલતી હતી. દેવી સુમંગલાને તો કેટલીક સ્ત્રીઓ પોતાની સાથે ખેંચી ગઈ હતી. નાનાં બાળકો દોડીને પૃથ્વીનાથને વીંટળાઈ વળતાં. જુવાન ને જુવતીઓ કમળની રજથી, કસ્તૂરીના છંટકાવથી ને પુષ્પોના ગજરાથી એમનું સ્વાગત કરતાં. હરણાં, ધેનુ, મયૂર ને શુક પૃથ્વીનાથને ભાળી એમની સમીપ આવી નર્તન કરતાં. આખી પૃથ્વી જાણે રળિયામણી બની ગઈ હતી. વાણીવિચાર વિષયનો આપણે સૌથી પ્રથમ ઉલ્લેખ તે ઋગવેદમાંનું વાસૂક્ત. સ્ત્રીસ્વાતંત્ર્યના આપણા હિમાયતીઓ જાણીને આનંદ પામે કે વાણી સરખી માનવજીવનની એક અદ્ભુત શક્તિનો વિચાર કરનાર વ્યક્તિ કાંઈ આર્ય નહોતો, પણ એક આર્યા હતી. પછી જેનું પોતાનું નામ જ વા. પડ્યું. તે અભંગ ઋષિની બ્રહ્મવિદુષી દુહિતાએ પૂજ્ય ઋષિબાલાએ વા. શક્તિના દેવી સ્વરૂપ સાથે પ્રેરણાની પળોમાં છે નિરતિશય તન્મયતા અનુભવી, જે મંત્રદર્શન કર્યું, તે વિરલ સ્વાનુભૂતિના પરિણામે તેણે વાણીનો અતુલ ને ઐશ્વર્યવંત મહિમા સૂક્તમાં ગાયો. - વિજયરાય ક. વૈદ્ય) વસંતોત્સવમાં વૈરાગ્ય ૨૪૭ Page #267 -------------------------------------------------------------------------- ________________ થોડી વારમાં તો સ્ત્રીવૃંદ બાહુબલીને ઘેરીને આવી પહોંચ્યું. તેઓએ પગમાં વલય પહેર્યા હતાં, હાથમાં ફૂલકંકણ ધાર્યા હતાં, ને ચૂડા-આકાર વેણી બાંધી ઉપર મોરપિચ્છ ઘાલ્યાં હતાં, હાથમાં હાથ મિલાવીને નર્તન માટે સજ્જ થઈ રહ્યાં હતાં. પણ ભરત કયાં ? અને, જાઓ એ રેઢિયાળને પકડી લાવો ! બે મજબૂત રમણીઓ તરત ભારતની શોધમાં ઊપડી ગઈ. ઘણી શોધને અંતે એક જાંબુવૃક્ષની છાયામાં વસંતની શોભા સમી સુંદરીનો સુદીર્ઘ કેશપાશ ગૂંથત ભરત મળી આવ્યો. “અરે ઉપાડો બેય જણાંને ! લુચ્ચાં બંને !” “અરે, મને એકલાને જ ઉપાડી લો. સુંદરી તો એની મેળે ચાલી આવશે. સુંદરી જેવી ચંચળ નારનાં કેશગુંફનમાં ખૂબ થાકી ગયો છું, હો." ભરતે કટાક્ષ કર્યો. પેલી બે રમણીઓ હૃષ્ટપુષ્ટ હતી. એવા બે ભરતને તો એક જણી ઉપાડી જાય. એક સ્ત્રીએ આગળ વધીને ભરતને ઉપાડી ખભે બેસાડ્યો ને સુંદરીને હાથ પકડીને આગળ ખેંચી. પણ આ શું ? ધીરે ધીરે ભારતનું વજન વધતું જતું હતું. ઉપાડનારી રમણીએ બીજીને મદદમાં બોલાવી. “અરે, જો તો ખરી, આ ધુતારો પેટમાં હવા ભરે છે, કે શું ?” થોડી વારમાં બે રમણીઓથી પણ ભરત ઊંચકાવો દુષ્કર થઈ પડ્યો. ચીસાચીસ કરીને તેમણે બીજી બે જણીને બોલાવી. પણ ભાર જાણે વધતો જ જતો હતો. પણ આજ તો એને ઉપાડીને લઈ ગયે જ છૂટકો હતો. બે જણીએ પગ, બે જણીએ હાથ, ચારે માથું ને ચારે કમરથી એને ઊંચક્યો. થોડુંક આગળ વધ્યાં હશે કે બધાં હાંફવા લાગ્યાં. “અરે, આ તો માણસ છે કે પહાડ ? નાખો નીચે.” સહુએ ભરતને નીચે નાખી દીધો. તરત જ હસતો હસતો ધૂળ ખંખેરતો ભરત ખડો થયો, ને બોલ્યો : અરે, તમે દશ મને એકને ન ઊંચકી શક્યાં, તો હું એક તમને દશને ઊંચકી જઈશ.” ને તરત કોકને ખભા પર, કોઈને બગલમાં તો કોઈને હાથમાં ઉપાડીને ભરત દોડી ગયો. પૃથ્વીનાથ ઊભા હતા, ત્યાંથી થોડે દૂર સહુને નીચે ઉતાર્યા. બધી રમણીઓ જોર જોરથી હાંફી રહી હતી. “ભરત !" પૃથ્વીનાથનો મેઘ જેવો ગંભીર સ્વર આવ્યો, “આજે પ્રથમ ૨૪૮ ભગવાન ઋષભદેવ Page #268 -------------------------------------------------------------------------- ________________ તું નૃત્ય કર. બાહુબલી વીણાથી તારો સંગ કરે. પછી બાહુબલી વીણા વગાડે, તે અનુસાર તું નૃત્ય કર.” “નૃત્યમાં કોણ સાથી થશે?” ભરતે કહ્યું. બીજું કોણ ? ઋષભશ્રી !” બ્રાહ્મીએ ભૂર્જપત્ર સમેટતાં કહ્યું. “એ તાલ નહીં આપી શકે. સુંદરી, તું ચાલ !” ભરતે સુંદરીની માગણી કરી. ભરત અને સુંદરીએ નર્તન શરૂ કર્યું. એ મયૂરનૃત્ય હતું. નીલાંજનાના મયૂરનૃત્યની જાણે નકલ કરતાં હોય તેમ–બંનેએ મોંથી કેકા કરતાં કરતાં કળા વિસ્તારી. નૃત્ય એટલું તો આકર્ષક હતું, વીણાના સંવાદી સૂરો તરફ કોઈનું લક્ષ ન ગયું. મયૂરપિચ્છના કેશકલાપવાળી સુંદરીને મસ્તક પર ચઢાવી ભારતે જે અજબ ડોલન કરી બતાવ્યું. જે રીતે પ્રાદપ્રહારથી ધરણી ધ્રુજાવી, તે અદ્ભુત હતું. બધાએ વાહવાહથી નૃત્યને વધાવી લીધું. પૃથ્વીનાથે પોતે બંનેને બાહુપાશમાં લઈ બંનેના કેશ ગૂંધ્યા. - હવે બાહુબલીનો વારો હતો. એ વીણા વગાડે, એ રીતે સહુએ નર્તન કરવાનું હતું. સુંદરી સિવાયનું નારીવૃંદ તૈયાર જ હતું. સહુએ એક હાથમાં ડાળખી સાથેનું કમળ અને એક હાથમાં જળભરેલા કુંભ લીધા. વિણાના રૂમઝૂમતા સૂરો છૂટ્યા. સૂરોના આ સ્વામીની ધીરે ધીરે એમાં તલ્લીનતા વધતી ગઈ. અને જેમ તલ્લીનતા વધતી ગઈ એમ સૂર ઘૂંટાતા ચાલ્યા. એક એક સૂર હૈયા પર કબજો કરી રહ્યા હતા. સાગરસંગમે જતી કો અધીરયૌવના સરિતાનો મિલન-આવેશ એ સૂરોમાં હતો. જીવનસુખનો પ્યાલો પીને મદહોશ બનેલ માનુનીઓના એમાં મદટંકાર હતા. સ્વરો વધુ ને વધુ ઘૂંટાવા લાગ્યા. નૃત્ય કરતું સ્ત્રીવૃંદ પણ ઝૂમવા લાગ્યું. ભરતની નૃત્યકલાને પદે પદે હર્ષથી વધાવનારાઓ અત્યારે જાણે જીભ વિનાના બની ગયા હતા. તેઓ દેહની સૂધબૂધ ભૂલતા જતા હતા. શુક-સારિકાઓ જળકુંડ પર ઊડતાં ઊડતાં સ્તબ્ધ થઈ ગયાં હતાં, હરણાં મોટી મોટી આંખો ઘુમાવતાં ત્યાં જ ચિત્ર થઈ ગયાં. હાથી તો હાથણીઓના કુંભસ્થળ પર સુંઢ મૂકી શાન્ત નિશ્ચલ બની ગયા. પૃથ્વીનાથ પોતે દેવી સુમંગલા તરફ અધનિમીલિત નયને નિહાળી રહ્યા. ધન્ય સ્વરો ! ધન્ય સ્વરવાહક ! વસંતોત્સવમાં વૈરાગ્ય ૨૪૯ Page #269 -------------------------------------------------------------------------- ________________ ત્યાં તો અકળ રીતે સ્વરો પલટાયા. જે સ્વરોમાં વસંતનો ઝમઝમાટ હતો, કોકિલાનું મત્ત ગાન હતું, ઝરણાનો ખળખળ નાદ હતો, એમાં કંઈ ભાર આવ્યો. સ્વરો વધારે ગૂઢ, વધારે ઊંડા ઊતરતા ચાલ્યા. જીવનનો થનગનતો સાગર હવે થીજીને હિમવાન બનતો ચાલ્યો. અરે, આ તો કોઈ એકાકી સ્ત્રીના આઠંદસૂરો ! ન સખા છે, ન સખી છે ! ઉપર આભ છે, જે નીચે ધરતી છે ! એના આજંદસ્વરે ઝરણાં રડે છે, પવન શોકાકુલ વાય છે; દિશાઓ ઉદાસી બનીને ખડી છે ! કુંભ પર બેઠેલાં શુક-સારિકા થીજી ગયાં છે. હાથીઓએ મોંમાંથી ચાર નાખી દીધો છે. નૃત્ય કરતું સ્ત્રીવૃંદ સૂનમૂન ખડું થઈ ગયું છે, જાણે પાષાણમાં કોરેલું કોઈ શિલ્પ ન હોય ! એ બધાં સ્તબ્ધ બન્યાં છે ! જલકુંભ અડધા વાંકા વળી ગયા, હસ્તમાંનાં લીલાં કમળ પૃથ્વી પર ઝૂકી ગયાં. સૂરોનો વાહક લયલીન બની સૂરોને વાતો હતો. પૃથ્વીનાથે દેવી સુમંગલાને નજીક બોલાવ્યાં. ધીરેથી પૂછ્યું : “દેવી ! આવા સ્વરો સાંભળ્યાનું મને સ્મરણ છે ?” એક એક શબ્દમાં પહાડનું વજન હતું. “સાંભળ્યા તો છે, પણ યાદ આવતું નથી.” એકલતાના આ આકંદસ્વરો, અનાથતાના આ રુદનસૂરો – જેણે પૃથ્વીને સનાથ કરવા મને પ્રેર્યો : રે દેવી, થોભો, કાંઈક યાદ આવી રહ્યું છે.” પૃથ્વીનાથે ભૂતકાળને શોધવા માંડ્યો : “અરે, યાદ આવ્યું, સુમંગલા, તમારી સખી સુનંદાના જ આ સ્વરો, જે સ્વરો સાંભળી હું એને સનાથ કરવા ઉદ્યત થયો હતો.” હા, બરાબર, આમ્રભવનના દ્વાર પર ભિખારણ બનીને આવેલી મારી પ્રિય સખીના જ જાણે આ સૂર છે. આહ ! અરે, મેં જ્યારે એનો તિરસ્કાર કર્યો, ત્યારે આવા જ રુદન-સ્વરે એ રડી હતી. સંસારમાં જાણે એ એકલી, અનાથ, નિરાધાર !” તિરસ્કાર કરીને પણ તમે એને તમારું આપી દીધું ને ? અનાથને સનાથ કરવા.” “હું શું આપું? આપોઆપ એનાં થઈ જઈએ એવી તો એની જીવનમાધુરી હતી.” પણ જે અપાય તે આપ્યું તમે પણ જે હતું તે અર્પણ કર્યું.” ર૫) ભગવાન ઋષભદેવ Page #270 -------------------------------------------------------------------------- ________________ “એમાં ક્યાં પાડ કર્યો હતો ? એને યાદ કરીએ ત્યારે...’ “હું પૂછું છું, દેવી ! તમે અને મેં આ બધું અનાથને સનાથ બનાવવા કર્યું ને ?”” પૃથ્વીનાથના શબ્દોમાં અજાણ્યો કંપ હતો. એવી વિચિત્ર વાત કાં કરો ? એ તો જ્યાં જાય ત્યાં માગ મુકાવે એવી હતી. એને જોઈએ ને હૈયાના હેતનો કુંભ વગર કહ્યે છલકાઈ જાય.'' મારી વાત ન સમજ્યાં તમે, દેવી ! હું એમ પૂછું છું કે આ બધું એ અનાથને સનાથ બનાવવા કર્યું ને ?” પૃથ્વીનાથની વાતો ન સમજાય તેવી હતી. એમની આંખો ક્ષિતિજ પર ચોંટી હતી. “હા.” વગર સમજ્યે દેવી સુમંગલાએ હા ભણી. એમને ડર હતો કે વળી ચર્ચા આગળ ચલાવતાં પૃથ્વીનાથ અન્યમનસ્ક બની ન જાય. “જુઓ ત્યારે, મારું કહેવું એ જ છે. આપણે સનાથ બનાવવા બધું કર્યું, પણ તેને સનાથ બનાવી ન શક્યા. આ બધું છાંડીને, મને, તમને, બાહુબલીને, સહુને છાંડીને, અનાથની જેમ એને એકાકી ચાલ્યા જવું પડ્યું.” દેવી સુમંગલા કંઈ સમજ્યા વગર એમના મોં સામે જોઈ રહ્યાં. પૃથ્વીનાથે ક્ષિતિજ ત૨ફ જોતાં આગળ ચલાવ્યું : “આપણે સંસાર જીતવાની વાતો કરી, સંસ્કૃતિની જય જય બોલાવી, અષ્ટાપદના વિજેતા થવાનો ગર્વ ધર્યો પણ આખરે એ કેવું હાસ્યાસ્પદ નીવડ્યું ? મારા જેવો સખા, તારા જેવી સખી, ભરત-બાહુબલી જેવા પુત્રો, ચંદનની વેલ જેવી પુત્રીઓ, આ રાજ્ય, આ સેના, આ સુયોધ–કોઈ એને પ્રિય સખી સુનંદાને સનાથ ન કરી શક્યું; બધું છાંડીને એને એકાકી– ખાલી હાથે જવું પડ્યું.' પૃથ્વીનાથ થોભ્યા ને વળી આગળ ચલાવ્યું : દેવી ! અન્તિમ પ્રવાસ તો સહુએ એકલા જ કરવાનો છે. નથી કોઈ સંગી, નથી કોઈ સાથી ! મધુર લાગતું આ યૌવન વીજળી જેવું અસ્થિર છે. પ્રિય લાગતું આ આયુષ્ય પેલી પતાકા જેવું ચંચળ છે. મીઠા લાગતા આ ભોગ ભુજંગની ફણા જેવા છે, સંઘરો કરેલી આ સંપત્તિ નદીના તરંગો જેવી છે. બધુંય ક્ષણિક, બધુંય ક્ષણભંગુર ! આપણે જેને માટે ગર્વ ધર્યો – એ તો મૃગજળ હતાં, દેવી !'' પૃથ્વીનાથે નગર તરફ મુખ કર્યું, ને કહ્યું : “દેવી, આમ આવો ! જ્યાં સુખ ક્ષણિક હોય ત્યાં એનો ગર્વ શો ? જે શાસન એક અનાથને પણ સનાથ બનાવી ન શકે એની ચરિતાર્થતા શી વસંતોત્સવમાં વૈરાગ્ય ૨ ૨૫૧ Page #271 -------------------------------------------------------------------------- ________________ ? છેલ્લા દિવસોમાં વિચાર, ચર્ચા ને ચિંતા એની જ ચાલતી હતી. આજ જગને કહેવાનું મન થાય છે, કે ત્યાગ એ જ જીવન, પરોપકાર એ જ મુખ્ય પ્રાણ ! પૃથ્વીને શાસન આપ્યાનો મારો ગર્વ આજ ગળી જાય છે. મેં તેમને જેમ કર્મશિક્ષા આપી, એમ હવે ધર્મદીક્ષા પણ આપીશ. મારા જીવનનું એ એકમાત્ર શેષ કર્તવ્ય ! સંસારમાં અનાથ બનીને મૃત્યુના સમીપે રડવાનું નહીં. સંસાર જીતવાની નવી યુક્તિ હું શોધી કાઢીશ.'’ પૃથ્વીનાથ થોડી વાર ઊંડા વિચારમાં ઊતરી ગયા. કોઈ મરજીવો મોતી શોધવા સાગરમાં ઝંપલાવે, એવી સાહસી મુખમુદ્રા એમની હતી. વીણાના સ્વરો એના એ વહી રહ્યા હતા. “અરે, માથે મૃત્યુ રમતું હોય ને આનંદ શા કામનો ? વૃદ્ધાવસ્થા સામે ખડી હોય ને આ જુવાનીનાં જોમ શાં ? મૃત્યુ આવ્યે માણસ કેવો દીનહીન બની જાય છે ? એક શ્વાસોચ્છ્વાસ બંધ થતાં, આ પહાડ જેવો દેહ કેવો નિર્માલ્ય બની જાય છે ? પૃથ્વીને મેં ભલે આ વ્યાવહારિક શાસન આપ્યું, ભલે વિશ્વના નાનામોટા કોયડા ઉકેલ્યા, પણ હજી વિશ્વનું ગૂઢતમ રહસ્ય મારે જગતને માટે ખોળી કાઢવું પડશે દેવી, સાથે ચાલો.'' સુમંગલા પડછાયાની જેમ પૃથ્વીનાથને અનુસર્યાં. સૂર્યકિરણો ગિરિશિખરને સ્પર્શતાં હતાં, ઉપવનનો સુગંધી વાયુ પૃથ્વીનાથની અલકલટોને મુખ પર રમાડતો હતો. દેવી ! ભરત, બાહુબલી તથા બીજાં સહુને અહીં બોલાવો.” દેવીએ પૃથ્વીનાથના ઉદ્વિગ્ન મનને શાન્ત કરવા ઘણો પ્રયત્ન કર્યો, પણ એમની આંખોમાં કોઈ અપાર્થિવ તેજનાં વર્તુલ રમતાં હતાં; આંખની કીકીઓમાં આખું વિશ્વ પ્રત્યક્ષ થયાની જ્યોત હતી. દેવી સુમંગલા ધીરજ ધરીને આજ્ઞા બજાવવા ગયાં. ૨૫૨ * ભગવાન ઋષભદેવ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૭ રાજાનો ધર્મ સંધ્યાકાળના સૂરજમુખી ફૂલની જેમ મોં નીચું ઢાળીને બેઠેલા સ્વામીએ જ્યારે ઊંચે જોયું, ત્યારે રાજપ્રાસાદનો એ આવાસ ભરત, બાહુબલી, સુંદરી, બ્રાહ્મી, સુયોધ, સુષેણ, દેવયશ વગેરે અનેક અગત્યની વ્યક્તિઓથી ભરાઈ ગયો હતો. નીલોત્પલની છાંયે સારસબેલડી બેઠી હોય, એમ પૃથ્વીનાથની બંને કીકીઓ સ્થિર થઈ ગઈ હતી. સુમેરુના શિખર જેવું ટટ્ટાર મસ્તક કોઈ અવિચળ નિર્ણયની શાખ પૂરતું હતું. દુર્જય ગૌરવભરી ભ્રમરો પર કદી ન ખેલાયું હોય એવા પ્રચંડ યુદ્ધની આગાહી હતી. અષ્ટમીના ચંદ્ર જેવા લલાટમાં એક ભવ્ય રસનો ઉદય સહજ રીતે કલ્પાતો હતો. “ભરત !” પૃથ્વીનાથે મંદ પણ ભારવાહી સ્વરે કહ્યું, “આ શાસનને તું ગ્રહણ કર, હું આ ધુરાથી મુક્ત થવા ઇચ્છું છું.” “સ્વામી, શાસનનો ભાર સ્વીકારવા તૈયાર છું; શાસન નહીં. આપ આજ્ઞા કરો, એને આચારવંતી કરવા સજ્જ છું.” “ભરત, સાપને કાંચળી છોડતો જોયો છે ? છોડ્યા પછી એ એની સામે કદી જુએ ખરો ?' પણ આપે લોક-વ્યવહાર માટે પ્રવર્તાવેલું આ શાસન સાપની કાંચળીની જેમ નિરર્થક નથી. ” “મારે માટે હવે એ નિરર્થક બની ચૂક્યું છે. આજ સુધી જે મેળવ્યું Page #273 -------------------------------------------------------------------------- ________________ છે એ, જે મેળવવાનું છે એની સામે, કંઈ વિસાતમાં નથી. મારી ઇચ્છા છે, સંમતિ છે; તું સુખેથી સિંહાસન ગ્રહણ કર !'' પિતાજી !” ભરત ગદ્ગદ થઈ કહેવા લાગ્યો, આપની ચરણરજમાં આળોટતાં મને જે સુખ થાય છે, એ સિંહાસન પર બેઠે નહીં મળે. પ્રભુ, આપના વિના રાજ્ય-શાસનની કલ્પના હું કરી શકતો નથી. ચંદ્ર વિના રાત અજવાળી કેમ માની શકાય ? જેમાં આપનો વિરહ થાય એવા રાજપદથી સર્યું !’’ “ભરત, પૃથ્વી પર રાજા ઘણો જરૂરી છે. એ નહીં હોય તો મત્સ્યગલાગલ ન્યાય પ્રવર્તશે, મોટા નાનાને ખાઈ જશે, સબળ નિર્બળને ખાઈ જશે, દુર્બળને કોઈ જીવવા નહીં દે. દોરો તૂટી જવાથી હાર જેમ નિરર્થક બને છે, તેમ રાજા વિનાનું રાજ્ય નિષ્ફળ બને છે ! લોસ્થિતિ માટે રાજા જરૂરી છે, એ તો મેં તને અનેકવાર કહ્યું છે.” “તો પિતાજી, આપ શા કાજે રાજપદ છોડો છો?”” બાહુબલીએ વચ્ચે પ્રશ્ન કર્યો. “કોઈ ભારે, અવિજેય, અતિપ્રસન્ન, અતીવ મુકત રાજપદની ઝંખનામાં હું આ રાજપદ છાંડું છું. એક અદીઠ આક્રંદ મારા હૈયામાં હુતાશનની જેમ હુડહુડ પ્રજ્વલી રહ્યું છે. મૃત્યુવશ પ્રાણીઓની ચીસો મારા કાનને ભેદી રહી છે. ક્ષુધા, મારો આનંદ, મારો રસ, મારો ઉલ્લાસ બધાંને એ હરી રહી છે. સંસાર ત્રણ રીતે દુઃખી છે : એક તો પ્રાકૃતિક રીતે, એનું શરીર અનેક રોગ, જરા ને મૃત્યુથી વ્યાપ્ત છે. બીજું પરપ્રાણીકૃત, દુ:ખી થાય છે. સામગ્રી ઓછી છે. ભોક્તા વધુ છે. સંતોષને કોઈ સમજતું નથી, ને તૃષ્ણા સહુ કોઈને પીડે છે. અને ત્રીજું ‘સ્વકૃત' છે. સુખી થવાના માર્ગો અવશ્ય છે, પણ એનું જ્ઞાન કોઈને નથી. એ માર્ગ શોધી એ જ્ઞાન ખોળી કાઢી પ્રાણીઓને મારે સુખી કરવાં છે.” “પિતાજી, એ તો આપ અહીં રહીને પણ કરી શકો છો, અમને આપ જેવા માર્ગદર્શકની જરૂર છે. અમે અપક્વ છીએ, અર્ધદગ્ધ છીએ. વૃક્ષ વગર પડછાયા કેમ રહેશે ?”’ “ના, બાહુબલી, મહાશોધ માટે તો આપણું હોય તે બધું તજી દેવું જોઈએ. માથે ભાર હોય ને પ્રવાસ ન ખેડાય. મારે હવાની જેમ સ્વચ્છંદ વિહરણ, પ્રકાશની જેમ સ્વતંત્ર, ને આકાશની જેમ મુક્ત બનવું જોઈએ, માણસનું ‘શુભ’ શું ને ‘અશુભ’ શું, ને એ સ્વેચ્છાએ શુભ કેમ આચરે ને ૨૫૪ * ભગવાન ઋષભદેવ અશુભ GA Page #274 -------------------------------------------------------------------------- ________________ કેમ તજે, એ વિચારવું પડશે. આ શાસન ભયનું છે. હું એક એવું શાસન નિપજાવવા ઇચ્છું છું કે જેમાં માનવી ભયથી નહીં, સ્વેચ્છાથી સારું કરતાં, સારું આચરતાં શીખી લે. ન એમાં સૈન્યની કે શિક્ષાની જરૂર રહે ! એ માટે બાગમાંથી પંખી ઊડી જાય એમ તમારી વચ્ચેથી હું ચાલ્યો જવા માગું છું.” પિતાજી, હું શાસનનો ભાર કેમ નિર્વહી શકીશ ? આપ વિના મને કોણ માર્ગદર્શન કરાવશે ?” આજે હું તને માર્ગદર્શન કરાવું છું, પણ ભરત ! સાચું માર્ગદર્શન તો પોતાના અંતરનું છે. આકાશનો પેલો ઊંચો ઉજ્વલ તારો માર્ગદર્શન માટે સદા ચમક્યા કરે છે; પણ એના ચમકવામાત્રથી કેટલા સાચા માર્ગ પર ચાલ્યા ? માર્ગદર્શકોના દર્શન માત્રથી સિદ્ધિ નથી, એ માર્ગે ચાલવામાં સિદ્ધિ છે. અંતર જો તારું અણિશુદ્ધ હશે, તો કોઈ સ્થળે ભૂલો નહીં પડે. કદાચ ક્ષણવાર ભૂલો પડીશ, તોપણ તારી શુદ્ધ બુદ્ધિની ભૂલ તરત સુધરી જશે. બાકી એટલું યાદ રાખજે કે તું રાજા અપરાધીઓનો છે, દુષ્ટોનો ને ખલનો છે. સજ્જનોને તો તું રાજા છે, એની પણ જાણ થવા દઈશ નહીં. “ભરત, બાહુબલ, મેં તમને ઘડ્યા. બાપ દીકરાનું ઘડતર કરે છે, પોતાના વારસાને પવિત્રતાથી સંરક્ષવા માટે. ભાવનાઓનાં વાવેતર કરજો ! રાજમાર્ગ પર આજે વાવેલાં ઝાડ જેમ કાળાન્તરે પણ છાંયો આપે છે, એમ એ ભાવનાવૃક્ષો તપેલા તમારા મસ્તક પર શીળી છાયા પાથરશે. “રાજા કોઈનો સગો નથી, એને ભાઈ-ભાંડુ નથી; ન્યાય અને શાંતિ એ જ એનાં મિત્રો છે. રાજા પણ ભૂલે છે. માટે એકાકી રહેશો નહીં, એકાકી વર્તશો નહીં. સલાહ લીધા વિના ડગ દેશો નહીં. ચતુર મંત્રીને તમારું અંગ બનાવજો. તમારા યજ્ઞની, કર્મની, જીવનની સ્વીકારેલી પરંપરા જાણવા પુરોહિતો રાખજો. પ્રજાનું દ્રવ્ય સંરક્ષાય ને ખરી ભીડ વખતે કામ લાગે માટે કોષાધ્યક્ષ રાખજો. જમીન, ખેતી, માર્ગ, નવાણો, જળાશયો ને વનજંગલોના જાગૃતિવાળા, દિલદાઝવાળા રક્ષકો રાખજો. તેના માટે વિચક્ષણ એવો સેનાપતિ સ્થાપજો. સેના આખી હારે, પણ એ ન હારે. પરાજયમાં પણ એ વિજય પેખે. “રાજાની સમૃદ્ધિ પ્રજાની સમૃદ્ધિનું દર્શન છે. પ્રજા કંગાલ હોય એનો રાજા કંગાલોનો કંગાલ હોય તો જ શોભે. મા પેટપૂર આરોગે, ને દીકરા ભૂખે મરે, એ કદી જોયું છે ? રાજાનો ધર્મ રપપ Page #275 -------------------------------------------------------------------------- ________________ “સૈન્યની રચના સૈન્યવિહોણાઓને સંતાપવા માટે નથી, નિર્બલોને, નિરાધારોને મદદ કરવા માટે છે. ભરત, સુદીર્ઘ અને સુખી રાજકાલ માટે બળ કરતાં પ્રેમ વધારે જરૂરી છે; એ કદી ભૂલીશ નહીં. સાચા સૌંદર્યને જેમ આભૂષણની જરૂર પડતી નથી, તેમ સાચી સત્તાને સૈન્યની જરૂર નથી. માણસના અંતર પર રાજ કરતાં શીખજો, તમારાં સિંહાસન પ્રજાના હૃદય પર સ્થાપજો. તમારું રાજ અને તમારું સિંહાસન યાવચંદ્રદિવાકરો થશે. ફૂલ પર માખો આવે, એમ સારા રાજા પાસે સમૃદ્ધિ આવે છે. સમૃદ્ધિ સંતાપકારિણી છે, વિભેદ કરનારી છે; માટે સમૃદ્ધિ મળતી જાય, તેમ – ફળાગમે નમ્ર થતા આમ્રવૃક્ષની જેમ – નમ્ર થતા જજો. નહીં તો તમારી સમૃદ્ધિ, તમારી સત્તા – તમારા શત્રુની ગરજ સારશે. રાજશાસનની સ્થિરતાનું મૂળ ભય નહીં પણ પ્રેમ છે, એ વાત કદી ન ભૂલશો. “એક આર્યત્વની મેં સ્થાપના કરી છે. મનુષ્યત્વના વિકાસમાં માને, યજ્ઞને સ્વીકારે, પિતૃઓને સન્માને, પરંપરાની પવિત્રતાને કબૂલે. માનવવિકાસને યોગ્ય સમાજને રાજપદને શિરસાવંદ્ય લેખે એ આર્ય. એ આર્યોનું એકછત્રે રાજ કરજે. લડવું પડે તો લડજે, પણ તારી લડાઈમાં લોભ, હિંસા, ભય ને દ્વેષ બને તેટલાં અળગાં રાખજે. જીવનકલહથી કદી હારશો નહીં. કાયરને સર્વનાશ મળે છે; પુરુષાર્થીને નવનીત લાધે છે.” પૃથ્વીનાથ થોડી વાર શાંત બેસી રહ્યા. સભા આખી સ્તબ્ધ હતી. થોડી વારે મોં ઊંચું કરી વળી તેમણે કહ્યું : “ભરત, આમ આવ !" ભરત નતમસ્તકે પૃથ્વીનાથની સમીપ ગયો. “લે, આ મારો રાજમુગટ ! મારા હસ્તે તને પહેરાવું છું, આર્યોનો હવેથી તું રાજા ! મારા શાસનનો તું વારસદાર ! મારી સંસ્કૃતિનો તું રક્ષક.” ભરત નમસ્કાર કરવા પૃથ્વી પર પડ્યો. પૃથ્વીનાથે એને બે હાથે ગ્રહી, ઊભો કરી, પોતાના હાથે મસ્તક પર મુગટ પહેરાવી, સિંહાસન પર બેસાડી દીધો. પિતાજી, આપના સિંહાસન પર મારું બેસણું ?' “હા, શાસનની આ પરંપરા પિતા નાભિદેવે શરૂ કરેલી છે; એ પવિત્ર છે, ને સ્વીકાર્ય છે. બોલો રાજા ભરતદેવની જય !” બધાએ રાજા ભરતદેવની જય પોકારી. ૨૫૬ ભગવાન ઋષભદેવ Page #276 -------------------------------------------------------------------------- ________________ “રાજા વિષયોનો વિજેતા બનવો જોઈએ. જે રાજા વિષયોથી જિતાયજે અંતરંગ શત્રુઓથી જીતી શકાય – એને બહિરંગ શત્રુ તો તરત હરાવી શકે છે. ન્યાયના સિંહાસને ચઢનારે સદા મનની ખોજ કર્યા કરવી. રાજા પણ ભૂલે છે – ને ભૂલે ત્યારે ભીંત ભૂલે છે. પ્રજાપાલક રાજાનું સદ્ભાગ્ય જેટલું મોટું તેટલું દુર્ભાગ્ય પણ મોટું હોય છે. હાથીના આહાર-વિહાર બંને મોટા હોય છે. મારી વાત જુદી હતી, ફૂલ પર આવી પતંગિયાં બેસી જાય – એમ મારે બન્યું છે. લોકવ્યવસ્થા માટે સંધિ, વિગ્રહ, યાન (ચડાઈ); આસન (શાંતિ), વૈત (ભેદ) તથા આશ્રયના વિષયમાં – રોગી પુત્રની માતાની જેમ પ્રેમ ને દ્વેષ ધરજે. કટુતા વાપરજે, પણ ઔષધની. જોર વાપરજે, પણ વૈદ્યનું. શિક્ષા કરજે પણ પિતાની જેમ. “રાજાએ વિજય મેળવવા માટે પણ બને ત્યાં સુધી યુદ્ધનો આશ્રય ન લેવો. શાંતિપ્રિય ને ન્યાયી લક્ષણવાળા રાજા હશે, ત્યાં સુધી રાજાપ્રજા વચ્ચે દારુણ સંગ્રામો નહીં થાય. રાજાએ રાજ ચલાવવું પણ અમલ કરવો નહીં. રાજા સત્યપ્રતિજ્ઞ ને દઢપ્રતિજ્ઞ હોવો ઘટે. પ્રતિજ્ઞા-દુર્બળ રાજાનું રાજ નષ્ટ થાય છે – તેમ અસત્યસંઘ રાજા પણ નાશ પામે છે. “રાજા રાજરૂપી વૃક્ષનું મૂળ મંત્રીઓ સ્કંધ, સેનાધિપતિ શાખા, સેના પલ્લવ, પ્રજા કુસુમ ને દેશનો અભ્યદય એ ફળ છે. ને એ રીતે આખો દેશ બીજરૂપ છે. રાજ્યનો હેતુ ફળીભૂત ન થાય તો કાણા થયેલા વહાણની જેમ રાજાને પ્રજાએ છોડી દેવો ઘટે. “કાળનું કારણ રાજા છે. રાજા કદી વર્તમાન અભિરુચિનો આસક્ત ન હોવો ઘટે, એ સત્ય, ન્યાય, સૌંદર્ય, મુક્તિ, મન ને આત્માનો આરાધક હોવો જોઈએ. સુખની તૃષ્ણા આત્માનાં અમી શોષી લે છે. નબળા આવેશો સદાશોને હણી નાખે છે. આકાશમાં મેઘધનુષ્ય તોરણ બાંધે છે, એમ તમારી સુઇચ્છાઓનાં તોરણ ગગનસ્પર્શ કરજો, અને કઠિન પહાડો જેમ અમીનાં ઝરણાં વહાવે છે; એમ તમારા વર્તમાન યોગક્ષેમને વહજો. સદા સત્યઝરણનું મૂળ શોધવા યત્ન કરજો ! રાજા એ વાંસળી છે. એમાંથી જોઈએ તેવા સૂરો છૂટે છે; પણ એના સૂરો હંમેશાં સંવાદી હોવા જોઈએ. એણે સહુ સાથે મળીને એકસૂરે જગતમાં કલ્યાણક્ષેમની મધુર બંસીના નિનાદ છેડવાના છે.” રાજાનો ધર્મ ૨૫૭ Page #277 -------------------------------------------------------------------------- ________________ “માનવસંસ્કૃતિનો આ ઉષાકાળ છે. પહેલા પુષ્પને પ્રેમથી પ્રમાણીએ. જૂથને જાળવજો – પોતાને નહીં. પડોશીને પોષજો – પોતાને નહીં. “ભરતદેવ !” પૃથ્વીનાથે છેલ્લે ઉપસંહાર કરતાં કહ્યું, “એક મધપૂડામાં કેટલી માખીઓ રહે છે ? સહુ કેવી અલગ અલગ અને છતાં કેવી એકમેક બનીને રહે છે ! સદા સુંદર ફૂલો પર એ મધુમક્ષિકાઓ ઊડ્યા કરે છે, ને ત્યાંથી જે મધુ લાવે છે તેનો મધપૂડામાં સંચય કરે છે. રાજ એ પણ એક મધપૂડો છે. એ અભિન્ન રહે માટે એના થોડા થોડા ભાગ સહુને વહેંચી આપું છું.” ને તેમણે બાહુબલી તરફ જોતાં કહ્યું : બાહુબલી !” જી, પિતાજી " “તને યુવરાજપદે સ્થાપન કરું છું, ને આર્યદેશના એક ભાગના રાજા તરીકે નીમું છું. રાજનાં તમે સહુ અંગ છો. ભરતને આપેલો ઉપદેશ તારા માટે પણ છે.” - “પિતાજી, મારે રાજ્યની જરૂર નથી. આપના ચરણકમલની સેવાથી મારું મન તૃપ્ત થશે, મને ત્રણ લોકનું રાજ આપ્યા જેટલો આનંદ થશે.” મારી સેવામાત્રથી કદાચ તારું મન તૃપ્ત થશે, પણ મારું મન નહીં થાય. બાહુબલી ! મારી નહીં, મારા આ ક્ષણભંગુર દેહની નહીં, મારા આદર્શની સેવા કર. આ મારાં હાડ-ચામની માયા છોડી મારી ચિરંતન ભાવનાઓ તરફ તું લક્ષ કર, તું રાજ સ્થાપજે, શાસન પ્રસારજે, મારા આદર્શને ઉજ્જવળ બનાવજે. એક વ્યક્તિ કરતાં એક સુરાજા તરીકે તું ઘણું કરી શકીશ.” જેવી આજ્ઞા !” સદા સાદી-સીધી ચર્ચામાં માનનાર બાહુબલીએ પિતાની આજ્ઞાને શિરસાવદ્ય કરી. આ પછી અનુક્રમે બીજા પુત્રોને બોલાવી ભિન્ન ભિન્ન પ્રદેશનાં રાજ આપ્યાં. સહુને ભિન્ન ભિન્ન સલાહો આપી, અંતે તેમણે પોતાની બંને પુત્રીઓને બોલાવી : સૂર્ય ને સોમ જેવી સુંદરી ને બ્રાહ્મી નતમસ્તકે પાસે આવીને ઊભી રહી. “બ્રાહ્મી, સુંદરી, તમને બેને સામ્રાજ્યનો કોઈ ભાગ આપતો નથી. સત્તા ને સંપત્તિથી તમને વેગળી રાખું તો જ, તમારા માથે જે કર્તવ્યભાર મેં મૂકવા ધાર્યો છે, તેને પહોંચી શકશો. તમને બંનેને મારી કલ્પનાના રાજ્યનાં અધિપતિ બનાવવાં છે. ૨૫૮ ભગવાન ઋષભદેવ Page #278 -------------------------------------------------------------------------- ________________ “બ્રાહ્મી, બેટા, તારું કામ તું અવિરત રૂપે આગળ ચલાવજે, આર્યાવર્તની એકતા માટે, માનવોના ઉદ્ધાર અંગે ભરતનું કામ જેટલું મહાન છે એટલું તારું કામ મહાન છે. કોઈનું દેખાય – કોઈનું ન દેખાય. કોઈના તેજથી જગત અંજાય, કોઈનાથી ન અંજાય – પણ કાર્ય મહાન છે. કાર્ય પાસે માણસે પોતાની મહત્તા વિચારવી ઘટે. જગત ભરતની સેવાને ભૂલશે; તારી સેવા ચિરંજીવી બનશે. હાથથી, મોંથી, ચેષ્ટાથી વ્યક્ત થતી અસ્પષ્ટ ઊર્મિઓને તું તારી દ્વારા સરળ અને સાકાર બનાવજે. માનવના હૃદયમાં કેટલી મીઠાશ છે, એ તારા કાર્ય દ્વારા જ જાણી શકાશે. જીભ, હોઠ, દાંત, ગળું ને તાળવાનો ઉપયોગ કરી, જે એક અદશ્ય પડઘા માનવી પાડે છે અને તું તારા કાર્ય દ્વારા પકડી પાડજે. એને દૃશ્ય બનાવજે ! જે અક્ષરજ્યોત જલાવવાનું ભગીરથ કાર્ય તેં હાથ ધર્યું છે, એ નહીં હોય તો ભર્યો સંસાર અંધારઘોર બની જશે. “માનવી પડખોપડખ વસતો થયો છે, પણ હજી જાણે એક મહાન અંધકારમાં જ બેઠો છે. એ એકત્ર થવાની ઝંખના કરે છે, પણ એનું દિલ ખુદું કરીને પરસ્પરને સમજવા-સમજાવવા પૂરતા શબ્દો એની પાસે નથી; શબ્દો છે, તો સામો સમજી શકે તેવા પરસ્પર પરિચિત નથી. ભાવનાનો સાગર મનમાં ઊછળે છે, પણ એ ભાવ-વિનિમય સાધી શકતો નથી. માનવમાત્રની એકતા માટે તારી પહેલી આવશ્યકતા છે. આર્યવર્તને એકતાની સાંકળે ગૂંથવા તારું કાર્ય જેટલું શક્તિશાળી છે, એટલું ભારતની સેનાનું નથી. દુનિયા પર મહાન સામ્રાજ્ય સુવિચારનું છે, એ સુવિચારને તું ચિરંજીવ કરજે. સંસારના અનેક વિક્ષેપો તને નડશે, પણ તારું કામ તો તું આગળ ધપાવજે. જે પવિત્ર વારસો તું મૂકી જઈશ, એ કોઈ મૂકી શકશે નહીં. તારું કાર્ય એવું સુંદર હશે કે પથ્થરમાં પણ ભાવ પ્રગટશે, ને પત્રમાં જાણે હૈયું બોલશે, અહીં બેઠાં તું યોજન પર બેઠેલા પાસે મનના ભાવ પ્રગટ કરી શકીશ; કોઈ પવિત્ર સંદેશ એકસાથે અનેક સ્થળે પ્રસારી શકીશ. દીવાને પણ વાટની જરૂર છે. મારા સત્યને તારા શબ્દદેહની જરૂર છે. લોકવ્યવહાર પણ કેટલો સરળ બનશે ! એક વાત કથવા માટે, વાત કરવા ઇચ્છતી બે વ્યક્તિઓને પ્રત્યક્ષ મળવું અનિવાર્ય છે, એ કષ્ટ દૂર થશે. એક પાંદડું મોકલીને પણ એ પોતાનું હૈયું પોતાના પ્રિયજન પાસે ખોલી શકશે. . “સુંદરી, તારું કાર્ય પણ ગણતરીનું છે. વ્યવહારમાં તારી ગણતરી બહુ ઉપયોગી થશે, દિવસે દિવસે માણસ સંપત્તિશીલ બનશે, પરિગ્રહ એને પ્રિય રાજાનો ધર્મ ૨૫૯ Page #279 -------------------------------------------------------------------------- ________________ લાગશે, દેશદેશની સાથે વિનિમય વધારશે. એ વેળા તારા ગણિતની જરૂર પડશે. સોનાનો એક ઢગલો કેટલા શંખની બરાબર ને કેટલા શંખ એક ગાયની બરાબર, એવાં માપતોલ માટે તારી વિદ્યા આવશ્યક થશે. એ દ્વારા તું અછતવાળું માનવજીવન છતવાળું કરી શકીશ.” પૃથ્વીનાથનું આ વિવેચન એટલું ઊંડાણવાળું હતું કે ભાગ્યે જ થોડા સમજ્યા હશે. “આપણું હોય તે આપી દેવાનો ધર્મ હું સ્વીકારવાનો છું. સ્ત્રી, પુત્ર, પરિવાર, શહેર, નગર ને આવાસોને તજી દેવાનો કાળ મારે માટે નજીક આવી રહ્યો છે.” શું મને પણ તજી જઈશ ?” માતા મરુદેવાનો સાદ સંભળાયો. માતાજી, ત્યાગ અનિવાર્ય છે. અષ્ટાપદની શોધ માટે મેં તમને તજ્યાં હતાં કે નહીં ? આ તો એથીય ભારે શોધ છે. અદશ્ય શત્રુને જીતવા જવું “ના, વૃષભ, તું મને તજીને ન જઈશ.” માતા, તમે એમ વચન આપી શકશો કે મને તજીને તમે કદી જશો નહીં ? મારા પિતાએ જતી વેળા તમને પૂછ્યું હતું ?” માતા કાંઈ જવાબ આપી ન શક્યાં. દેવી સુમંગલા નજીક આવ્યાં. એમણે પૃથ્વીનાથની બાંહ્ય પકડી કહ્યું : “હું તો જીવનમાં કે મૃત્યુમાં તમારી સાથે જ રહીશ.” દેવી, હવે એ અશક્ય છે. જે પ્રકારની શોધમાં હું જાઉં છું, ત્યાં તમારું સ્થાન નથી. એક આત્મપ્રાણ પ્રિયસખી તરીકેની તમારી ફરજ છે કે મને ન રોકવો. સુનંદા યાદ આવે છે ને ? એને કોઈ રોકી શક્યું ? એ કોઈને પોતાના પરોક્ષ પ્રવાસમાં સાથે લઈ શકી ? છેલ્લો પ્રવાસ તો સહુ માટે એકલવાયો છે.” અને પૃથ્વીનાથે બધી ચર્ચા સમેટતાં કહ્યું : ભરત, દેશદેશ જાહેર કરી દે, કે પૃથ્વીનાથ જેને જે જોઈએ તે આપી રહ્યા છે. ઇચ્છાવાળા આવીને લઈ જાય. પોતાના પુત્રો માટે સુરાજ્ય, સુકીર્તિ ને સૌષ્ઠવયુક્ત શરીર સિવાય તેઓ કંઈ શેષ રાખવા માગતા નથી.” પૃથ્વીનાથનો નિર્ણય અને નવા રાજવી ભરતદેવના શાસનની જાહેરાત બધે થવા લાગી. ૨૬૦ ભગવાન ઋષભદેવ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જેને જે જોઈએ તે દૂર દૂરનાં કુળોમાંથી અસંખ્ય માનવગણ ચાલ્યાં આવતાં હતાં. અયોધ્યાની રિદ્ધિ-સિદ્ધિ ને પૃથ્વીનાથના પ્રેમભર્યા શાસનને નીરખવાના હોંશીલા વેગે વેગે આવતા હતા. અયોધ્યાનું વાતાવરણ હર્ષ અને શોકથી મિશ્રિત હતું. કુમાર ભરતદેવ શાસનપતિ થવાના સમાચારનો હર્ષ ને પૃથ્વીનાથ સર્વસ્વ ત્યાગીને ચાલ્યા જવાના છે, એ વર્તમાનનો વિષાદ સહુને ઘેરી રહ્યો હતો. આ રીતની સંપત્તિ પામીને, આ રીતે છાંડવી, તો પછી પામવી શા માટે, એવા કેટલાક તર્કવિતર્ક કરી રહ્યા હતા. સુખનાં સંપૂર્ણ સાધનો સામે છે, પછી વળી કયા અદશ્ય સુખને પામવા આ પ્રયાણ છે ? કોઈ કંઈ નિર્ણય આપી શકતું નહીં. આ રીતની ઘટના આ સંસારમાં પહેલી હતી; પણ આવા બધા તર્કવિતર્ક કેટલાક શાણા ને ડાહ્યાઓને માટે સોંપી, સામાન્ય જનો તો વિચાર કરતા કે અરે, પ્રભુ તો કલ્પવૃક્ષની જેમ જેને જે જોઈએ તે આપવા બેઠા છે, તો તેમની પાસે જઈને આપણે આપણું મનોવાંછિત શું લાવશું ? કોઈ રત્નનો વિચાર કરતું, કોઈ ગાયનો તો કોઈ અશ્વનો વિચાર કરતું. કોઈ સુખાસન કે રથની આકાંક્ષા કરતું. કોઈ પ્રભુનાં શિરસ્ત્રાણ કે ઉપાનની માગણી કરતું. સંગ્રહની કલ્પના હજી પૂરી સ્પર્શી નહોતી. ને સમૃદ્ધિવંત તો રાજા Page #281 -------------------------------------------------------------------------- ________________ હોય એવી વ્યાખ્યા સહુ સ્વીકારતું હતું : એટલે લેવું ને દેવું : એ એક ભારે મૂંઝવણભર્યું કાર્ય હતું. સૂર્ય ઊગતાંની સાથે પૃથ્વીનાથ રાજપ્રાસાદના ગવાક્ષમાં આવીને બેસતા. હજારો પુરજનો નીચે એકત્ર થઈ તેમના મુખચંદ્રને નિહાળીને બેસી રહેતા. કેટલાક ભારે આકાંક્ષા સાથે ઘેરથી નીકળીને અહીં આવ્યા, પણ અહીં આવીને તો બધું ભુલાઈ ગયું. કેટલાક મન સબળ કરીને માગણી કરતા : “પ્રભુ, આપના ઉપાના આપો.’ - પ્રભુ હસતા, ને ઉપાન આપી દેતાં; પણ લેનાર બે ક્ષણમાં પલટાઈ જતો; યાચક મટીને પૂજારી બની જતો. અરે, જેને સંસારના કલ્યાણકામી પૃથ્વીનાથે પહેર્યાં, એ ઉપાન મારાથી કેમ પહેરાય ? જેની ચરણરજ માટે હજાર જણા ઇચ્છુક હોય, એ ચરણરક્ષકને તો માથે ચઢાવાય. પેલો ઉપાન માથે મૂકીને નાચતો નાચતો ચાલ્યો જતો, ને પોતાના કુળમાં જઈને લોકોને આમંત્રતો ને કહેતો. “હવે પ્રભુનાં દર્શન થાય કે ન થાય, પણ આ એમની સ્મૃતિ આપણને હંમેશાં દર્શનસુખ આપશે.” કોઈ ગોમય લાવતું, કોઈ ગંગાજળ લાવતું, સ્થાન સ્વચ્છ કરીને ત્યાં ઉપાન પધરાવતા. ધૂપ કરતા, દીપ કરતા, નૈવેદ્ય ધરતા. પોતાને જે પ્રિય હોય તે પુષ્પ, કુમકુમ, કેસર, કસ્તુરી સહુ ઉપાનને ચઢાવતા. એકે હિંમત કરીને પ્રભુનું ધનુષ્ય માગ્યું. આજ તો માગ્યું મળવાનું હતું. અષ્ટાપદ-વિજયી એ ધનુષ્ય હતું. માગનારે માગી તો લીધું; પણ એમને થયું કે જેણે સર્વ જીવો તરફ પ્રેમ કેળવ્યો એના શસ્ત્રથી દ્વેષ કેમ કેળવાય ? એ ધનુષ્ય એની પૂજાની સામગ્રી બની ગયું. કોઈ શંખ લઈ ગયું, કોઈ શિરસ્ત્રાણ, કોઈએ એમના ગળાની મુક્તામાળા માગી, કોઈએ મુદ્રિકા માગી, કોઈએ અંબર માગ્યું પણ લઈને જનારાઓએ સ્વાર્થના સાધન નહિ, પણ એને પૂજનીય બનાવી દીધાં. પ્રેમના પ્રકાર વિચિત્ર હોય છે. ચાર સહસ્ર રાજાઓ પ્રભુ પાસે શસ્ત્ર, ભૂમિ ને ગૌઅશ્વ યાચવા આવ્યા. પણ તેઓ પ્રભુની મુદ્રા જોઈ માગવાનું ભૂલી ગયા ને વિચારવા લાગ્યા. “અરે, પ્રભુ જેને છાંડવા બેઠા છે એને, આપણે કરેલી વસ્તુનો સ્વીકાર આપણને ન શોભે.” તેઓ કહેવા લાગ્યા : ૨૬૨ * ભગવાન ઋષભદેવમ Page #282 -------------------------------------------------------------------------- ________________ “પ્રભુ, જે તમારી ગતિ એ અમારી હો. તમે રાજા બન્યા તો અમે રાજા બન્યા. તમારી કૃપાથી અમારું જીવતર ધન્ય થઈ ગયું. હવે તમે જે મહાન સુખના માર્ગે જાઓ છો, તે માર્ગ પણ અમારો હો.” માગનારાઓ પણ ભારે મનસ્વી નીકળતા. રોજ સવારે છેલછબીલું એક નરનારીનું યુગલ આવતું. રાજપ્રાસાદ સુધી તો ભારે ઘોંઘાટ કરતું આવતું, પણ પૃથ્વીનાથનાં દર્શન કરતાંની સાથે શાન્ત થઈ જતું. થોડી વાર બંને પરસ્પર જોઈ રહેતાં, ખડખડાટ હસી પડતાં ને આંકડા ભીડી પાછા ફરતાં. રોજ આવતાં આ સ્ત્રી-પુરુષથી એક દિવસ સુયોધ વહેમાયો. એણે બંનેને કંઈ પણ યાચના વગર પાછાં જતાં જોઈને, રોકીને રાજા ભરતદેવ પાસે આણ્યાં. બંનેએ પોતાની જે વાત રજૂ કરી, એથી તો છેલ્લા દિવસથી ગંભીર બનેલો સુયોધ પણ ખડખડાટ હસી પડ્યો. પુરુષે પોતાની વાત સંક્ષેપમાં કહેતાં કહ્યું : “ભરતદેવ ! અમે બંને યુગલિક–ધર્મનિવારણ પછી પાણિગ્રહણવિધિથી યોજાયેલાં પતિ-પત્ની છીએ. વૈતાઢ્ય પર્વત તરફની આ રહેનારી છે. હું હિમવાનનો નર છું. પહેલી નજરે અમે પ્રેમમાં પડ્યાં, અમે એકબીજાને મળવા લાગ્યાં; દર મધ્યાહ્ને તની શીળી છાયામાં એકત્ર મળીને ગોષ્ઠી કરવા લાગ્યાં. એક વાર અમને એકબીજાને ભેટી પડવાનું દિલ થયું; પણ તરત જ પૃથવીનાથનું શાસન યાદ આવ્યું કે પાણિગ્રહણ વિના દંપતીક્રીડા નહીં. એટલે અમે તરત પાસેના પ્રદેશમાં જઈ પાણિગ્રહણ કર્યું.' “કર્યું, તો કર્યું, પછી તરત ખબર પડી કે અમારા બેનો સંસાર નભે તેમ નથી. એને અંધારી રાતે વિહાર કરવાનું દિલ થતું, મને ઊજળી રાતો મિષ્ટ લાગતી. ચંદ્ર સુધા વરસાવતો હોય ત્યારે હું વિહાર માટે આગ્રહ કરતો, ત્યારે એ કહેતી : “અજવાળામાં તારી સાથે ફરતાં શરમ ન આવે ? આપણે તે કાંઈ એક માનાં જણ્યા થોડાં છીએ કે લાજશ૨મ જ ન આવે ?”” રાત અંધારી આવતી કે એ મારો હાથ ઝાલીને કહેતી : ‘“ચાલ, હવે વિહાર પર નીકળીએ.’” પણ મારા સ્વામી, અંધારી રાતે એકાદ ભોરિંગ કે એકાદ ખાડોટેકરો આવે એટલે થઈ રહ્યું. એનું તો જે થવાનું હોય તે થાય, મારાં તો બધાં વર્ષ પૂરાં થઈ જાય. મને બહાર નીકળવાનું જ ન ગમતું. “આવા તો અનેક કલહ અમારે થતા. એ કસ્તૂરીનું વિલેપન કરતી; જેને જે જોઈએ તે * ૨૬૩ Page #283 -------------------------------------------------------------------------- ________________ હું કેસર પસંદ કરતો. એ સંતાનને શરીરસ્વાસ્થ્ય માટે અનુપયોગી લેખતી, તો હું મનશાન્તિની દૃષ્ટિએ યોગ્ય લેખતો. અમે બંને મૂંઝાતા હતા, ત્યાં પૃથ્વીનાથે જેને જે જોઈએ તે'ની ડાંડી પિટાવી એટલે અમે બંનેએ નક્કી કર્યું કે પ્રભુ પાસે જઈને હું નવી સખી લઈ આવું, એ નવો સખા લાવે. મેં તો વૃષભશ્રી જેવી સખી વાંછી હતી, એણે તો પૃથ્વીનાથ જેવો સ્વામી વાંક્યો હતો.’’ સુયોધ હસી પડ્યો, ભરતદેવનાં નેત્રો જરા વિકસિત થયાં, પણ પેલાએ તો પોતાની કથા ચાલુ રાખી : “અમે રાતથી લડતાં લડતાં સવારની રાહ જોતાં નિર્ણય કરતાં કે આજે તો પૃથ્વીનાથ પાસે જઈને માગી જ લેવું. સવારે વહેલાં ઘેરથી નીકળતાં, રસ્તામાં પણ વાદવિવાદ કરતાં ચાલતાં પણ પૃથ્વીનાથની આંખો સાથે અમારી આંખો ભેટતી કે અમે અમારા કૃત્ય માટે શ૨માઈ તાં. અમે પરસ્પર નેત્રથી જાણે સમજી જતાં ને પ્રેમથી પાછાં ચાલ્યાં જતાં, પણ ઘેર પહોંચતાં કે પાછો કોઈ ને કોઈ કારણે કલહ જાગતો. વળી સવારમાં ચાલી નીકળતાં, ને ન જાણે પૃથ્વીનાથના નેત્રમાં શું છે, કે વળી અમે શ૨માઈ જતાં. આ ક્રમની પાછળ ખૂબ હેરાન થયાં. મારાથી ન એની વેણી ગૂંથાય કે ન એણે મારા ઉપાન તૈયાર કર્યાં.” “હવે કયા નિર્ણય પર આવ્યાં છો ?”” સુયોધે પૂછ્યું. “આજ તો આખરી ફેંસલો કરી લીધો. મેં કબૂલ કર્યું કે અડધી અંધારી ને અડધી અજવાળી રાતે હું વિહાર કરવા આવીશ. બીજી વાત એ નક્કી કરી કે ઘરમાં હઈશું ત્યાં સુધી એની આજ્ઞા ચાલશે, ઘર બહા૨ એ મને અનુસરશે. કસ્તુરીનો રંગ મને ગમતો નથી, તો કેસર-કસ્તુરીનું મિશ્રણ અમે હવે વાપરશું. ને હે ભરતદેવ ! આના બદલામાં એણે કહ્યું છે કે સુમંગલાની જેમ હું અનેક પુત્ર નહીં આપું – પણ સુનંદાની જેમ એક પુત્ર ને પુત્રી આપીશ. પૃથ્વીનાથની કૃપા અપાર છે. ઘણાંને માગ્યું મળ્યું, મને તો વગર માગ્યું મળી ગયું. હવે અમને રજા આપશો ?”’ ને પેલાં નર-નારી વિદાય થઈ ગયાં. આમ દિવસો હલકા ને ભારે થતા, ને વેગવંત જલ-પ્રવાહની જેમ વ્યતીત થઈ જતા. હવે તો માગનારા આવતા જ નહોતા. અરે, પૃથ્વીનાથે કંઈ વાતની બાકી રાખી છે તે માગવું ? જમીન એક કણના હજાર કણ આપે છે; આ ગૌ રોજ અમૃત વરસાવે ૨૬૪ * ભગવાન ઋષભદેવ — Page #284 -------------------------------------------------------------------------- ________________ છે; આ ગૃહ-અગ્નિ સુપક્વ રસવતી તૈયાર કરે છે, હવે તો ન જાણે કેટલાય સંબંધો વધ્યા છે - પછી શું માગવું ? કેવી મોજ અહીં મળે છે ! પછી વળી પૃથ્વીનાથ પાસે જઈને આપણું અધૂરાપણું શા માટે પ્રગટ કરવું ? એ દિવસોમાં અયોધ્યા નગરી ખૂબ વ્યાકુલ રહી. જેને જે જોઈએ તે ૨૬૫ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૯ વિશ્વતોમુખ ચૈત્ર માસનો ઊનો વાયુ જ્યારે વૃક્ષ વૃક્ષે નવપલ્લવતા આપી રહ્યો હતો, ત્યારે એક સુંદર સવારે પૃથ્વીનાથ સર્વસ્વનો ત્યાગ કરી મહા પ્રયાણને સારુ સજ્જ થયા. એમણે પોતાની સુદીર્ઘ કેશવાળી પીઠ પર છૂટી મૂકી દીધી; પગમાંથી ઉપાન અને મસ્તક પરથી મુગટ ઉતારી અલગ કીધાં. દેહ પર એકમાત્ર વલ્કલ ધારી એ ધીરે પગલે આમ્રભવનની બહાર નીકળ્યા. દક્ષિણાયનનો વાયુ વાતો હતો, કોકિલા મત્ત બનીને ટહુકી રહી હતી. વાયુની ઝડપે ને કોકિલાના સૂરે પૃથ્વીનાથના મહાપ્રયાણની વાત બધે પ્રસરી ગઈ. રોતાં-કકળતાં માનવીઓ દર્શનાર્થે ધસી આવ્યાં. સહુના મુખ પર એક જ પ્રશ્ન હતો : “અરે, જે સાહ્યબીને પામવા સંસાર મરી પડે છે, એને તજીને પૃથ્વીનાથ વળી શું નવું પ્રાપ્ત કરવા ઇચ્છે છે ?' માતા મરુદેવા દોડી આવ્યાં : વત્સ, મને ન તજી જા. આંખો પર અંધારાનાં પડળ ઘેરાય છે. આજ સુધી મહામહેનતે તરતું નાવ આજે ડૂબતું અનુભવું છું. મારી જીવનસંધ્યા તારા દર્શનથી પ્રભાતનું સુખ અનુભવે છે. “માતાજી ! સહુએ જવાનું છે. જનારને કોઈ રોકી શકતું નથી. દરેક સંધ્યા પ્રભાતની પુરોગામી છે. આશા રાખો કે પ્રત્યેક અંધકારની પાછળ પ્રકાશ છે, એમ દરેક દુઃખની પાછળ સુખ અવશ્ય છે, દુઃખને પચાવો ને એની પાછળના સુખને શોધવા યત્ન કરો ! ગગનાંગણના મુક્ત પ્રવાસે જતા પંખીને માળાનો મોહ કાં કરાવો, માડી ?”’ Page #286 -------------------------------------------------------------------------- ________________ માતા મરુદેવા પુત્રને પ્રત્યુત્તર વાળી ન શક્યાં : પણ આ રીતે એને જતો જોઈ મર્મોચ્છેદક વેદના અનુભવી રહ્યાં. દેવી સુમંગલા પણ આવીને પાછળ ઊભાં હતાં. એ એકદમ પગ પકડીને બેસી ગયાં અને બોલ્યાં : “મને સાથે લઈ જાઓ, જીવનમાં કે મૃત્યુમાં.” દેવી, મૃત્યુના પ્રવાસમાં ઇચ્છા હોય તો પણ કોઈને સાથે લઈ જઈ શકાતું નથી : વિયોગની ઘડીએ પ્રેમની તીવ્રતા સમજાય છે, એ તીવ્રતાના તાપમાં જીવનની વિશુદ્ધિ શોધી લો !' પહાડ જેવો બાહુબલી માર્ગ વચ્ચે પહાડ બનીને ખડો રહ્યો. “પિતાજી, આપના દર્શન વિના કેમ જિવાશે ?” એણે ગદ્ગદ કંઠે કહ્યું. “દેહના દર્શન કરતાં અંતરનાં દર્શન પર ધ્યાન દે ! તારી બંસીના સ્વરોને તું પકડી શકે છે ? તું એને કદી જોઈ શકે છે ? છતાં એનું કેવું માધુર્ય અનુભવે છે ?” સુંદરી અને બ્રાહ્મી ઊભાં ઊભાં આંસુની પાળ રચી રહ્યાં હતાં. પૃથ્વીનાથે તેઓને ઉદ્દેશીને કહ્યું : “પુત્રીઓ, કોઈનાં આંસુ કદી કોઈનો માર્ગ રોકી શક્યાં છે ? આંસુ અંતરની શુદ્ધિ માટે વાપરો.” ને તેમણે સહુ સ્વજનો તરફ દૃષ્ટિ ફેરવીને આશ્વાસનભર્યા અવાજે કહ્યું : “જવાનો મારો સમય થઈ ચૂક્યો. જે મહાન શોધ કાજે જાઉં છું એ માટે અનિવાર્ય છે, કે સાગરમાં માછલું સરકી જાય, એમ તમારી વચ્ચેથી સરી જવું. હાથથી છટકી ગયેલા મલ્યને તમે પકડી શકશો ? “આ આકાશ મારું આશ્રયસ્થાન બનશે, આ ખીણો મારી શેરીઓ થશે. કંદરાઓ અને ગુફાઓ મારાં વાસસ્થાન બનશે. દિશા મારું વસ્ત્ર ને પવન મારો સાથી બનશે. વાચા કરતાં મૌન હવે મને વધુ પ્રિય થશે. શુશ્રુષા ને સેવા, હર્ષ ને શોક બંનેને છોડીને જાઉં છું. સ્વજન કે સ્નેહી બંનેને તજીને જાઉં છું. માન ને અપમાનને મૂકીને જાઉં છું. સંપત્તિ કે સાધનનો સદંતર ત્યાગ કરીને જાઉ છું. “તમે પૂછશો કે આ બધું શા માટે ? તો એનો ટૂંકો ઉત્તર એટલો જ કે મારા એક મહાસ્વપ્નને સાકાર કરવા, સંસારને વળી એક નવું શાસન આપવા ચિંતન, મનન ને શાંતિ તરફ મારી દૃષ્ટિ હશે. સતત જાગૃતિ ને અનંત એકાંત મારાં સહાયક બનશે.” વિશ્વતોમુખ ૨૬૭ Page #287 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીનાથ આટલું બોલી રહ્યા, ત્યાં ભરત એકદમ આગળ ધસી આવ્યો. તે ગદ્ગદ કંઠે બોલ્યો : “મને કાંઈક કહો. અંતરની તૃપ્તિ થાય તેવી સુધા વરસાવો.” “નમો અરિહંતાણં ! એ તાર જીવમંત્ર બનો, જગતમાં વસતા અરિને જીત્યા, માનવતાના અરિને જીતજે; કુળના અરિને જીતજે - સાથે તારી જાતની અંદર વસતા અરિને પણ જીતવાનું ન ભૂલીશ. આર્યાવર્તને એકચક્રે કરજે. અપ્રતિરથ મહારથી બનશે. હારમાં ને પરાજયમાં અડગ રહેજે. સિંહાસન, શૌર્ય, સંપત્તિ ને યશથી નમ્ર બનજે, ગર્વિષ્ઠ બનીશ તો યુદ્ધની બલાને નોતરી લાવીશ, ચેતતો રહેજે કે પૂજા તારું પતન ન કરે, જયનાદ તને જડ ન બનાવે. સત્તા તારા સુંદર ભાવોને છૂંદી ન નાખે. ચક્રવર્તી થઈને આર્યાવર્તનો ને આત્માનો ઉદ્ધાર કરજે. બંને કરવાં અનિવાર્ય છે. બેમાંથી એકની સાધના કરનાર એટલો અપૂર્ણ રહેશે. ભરત માર્ગમાંથી ખસ્યો એટલે બાહુબલીએ આગળ આવી કહ્યું : “પિતાજી, મને કંઈક કહો.” “બાહુ ! તું અતિવીર્ય થજે. અજેયતા કેવલ જીતમાં જ નથી. પરાજય કે હાર હસતે મુખે ખમી ખાવામાં પણ છે. અજેયતા શત્રુ જીતવામાં નથી, અંતરની અજેયતા પર પ્રથમ લક્ષ આપજે. અંતરના અરિથી જો જિતાયા તો સંસાર જીત્યો ન જીત્યો સરખો થશે. પુરુષાર્થી કદી હારતો નથી. ત્યાગી કદી ગરીબ થતો નથી. પ્રેમી કદી નિરાધાર બનતો નથી. સાચો આર્ય બની આર્યાવર્તને સંસ્કાર આપજે.’ બાહુબલીનો પ્રત્યુત્તર પૂરો થતાં, સુંદરી આગળ આવીને બોલી : “પિતાજી, મને કંઈક કહો.'' “સુંદરી, સાચું સૌંદર્ય આત્માના સૌંદર્યનું પ્રતીક હોવું ઘટે. આંતર-બાહ્ય એકતા ન જન્મે તો એ સૌંદર્ય ફણીધરના મસ્તક પર રહેલા મણિની જેમ ભયંકર છે. વાસના પર વિજય એ ચિરસૌંદર્ય જાળવવાનો મહામાર્ગ છે. વિકારોનું પોષણ ને વિવેકની રક્ષા એ, ખાવું ને ગાવું’ની જેમ, એકસાથે નહીં થઈ શકે. તમારી બુદ્ધિ તમારા હૃદય પર રાજ ન કરે, તે જોજો.” પૃથ્વીનાથ સુંદરીને પ્રત્યુત્તર આપી બ્રાહ્મી તરફ ફર્યા ને બોલ્યા : બ્રાહ્મી ! માનવતાની મહાસાંકળના આપણે સહુ નાના-મોટા અંકોડા છીએ. ભરત એક આર્યાવર્ત સરજે. બાહુબલી આર્યસંસ્કૃતિનો આદર્શ (ત્યાગ—પ્રેમ) ૨૬૮ * ભગવાન ઋષભદેવ Page #288 -------------------------------------------------------------------------- ________________ સરજે. તું એક ભાષા સરજજે. એ ભાષા ભાવિના ગર્ભમાં પોઢેલાં માનવોને ઉત્તમ વારસો, ભવ્ય પ્રેરણા ને ઉદાત્ત સંસ્કૃતિ આપશે. પરંપરા જાળવવાની– પવિત્ર ને અક્ષુણએ દરેક કલાકારનો ધર્મ છે. આ કર્મભૂમિમાં અસિ ને કૃષિ જેટલું જ આ કાર્ય (મસિનું મહત્ત્વનું છે. મંથનથી મૂંઝાશો મા ! શ્રદ્ધા ને વૈર્યથી ચલિત થશો મા !" પૃથ્વીનાથે બોલવું પૂરું કર્યું, એટલે વૃષભશ્રી આગળ આવી ને બોલી : “કૃપાનાથ, મને કંઈક કહો.” “વૃષભશ્રી, સ્ત્રી અને પુરુષ એક સંપૂર્ણ જીવનનાં બે અડધિયાં છે. એના રસ જુદા હોય, ભાવના જુદી હોય, વાતો જુદી હોય, પણ રાહ એક જ હોય. એ એકબીજામાં રાચતાં ને રમતાં હોવાં જોઈએ. ભલે સરિતાઓ જુદે જુદે સ્થળેથી નીકળી હોય, ભિન્ન ભિન્ન માર્ગે વહેતી હોય, પણ અન્ત તો એનો સાગરમાં હોય. સ્ત્રી ને પુરુષ ભલે ન્યારાં રહે, પણ અંતે દાંપત્યના સાગરમાં તો એકરૂપ બનીને રહેવા ઘટે. એકમાં બીજું લીન બનીને પૂર્ણ બને છે. એ પૂર્ણ હોય તો જ પૂર્ણને પ્રગટાવી શકે છે. સંતાનને જન્મ આપ્યો છે, પણ એ કંઈ તારો એકનો જ નથી. કોઈ વેલ પોતાના ફૂલને પોતાની પાસે સંઘરતી નથી; એ તો અર્પણની વસ્તુ છે.” આ વેળા રાજા દેવયશ આગળ આવ્યો ને બોલ્યો : “પ્રભુ, હું પણ કાંઈક જાણવા ઇચ્છું છું.” “દેવયશ, સંસાર છે ત્યાં સુધી સારું ને નરસું રહેવાનું – જોડાજોડ રહેવાનું ! એમાંથી સારું શોધી લેવાનું, નરસું તો વગર શોધે આવી મળશે. કોઈને શિક્ષા કરતાં પહેલાં એના ગુનાના મૂળ સુધી જજો. સંસારને સારી દૃષ્ટિથી જોજો. દૃષ્ટિમાંથી સૃષ્ટિ સરજાય છે. ગુનેગારોને શિક્ષા કરતાં વિચારજો કે એની ગુનેગારીમાં આપણી પણ ગુનેગારી છુપાયેલી છે. આપણી ગુપ્ત સંમતિ કે ઉપેક્ષા હોય તો જ ગુનેગાર ગુનાને જન્મ આપી શકે છે.” રાજા દેવયશની પાછળ નાના બાળકની જેમ રડતો મહાકાય સુયોધ ઊભો હતો. એ આગળ આવી મસ્તક નમાવી ઊભો રહ્યો. એને ઉદ્દેશીને પૃથ્વીનાથ બોલ્યા : “સુયોધ ! સ્નેહ અને કર્તવ્ય બંનેમાં મોટો ભેદ છે. તારો સ્નેહ તને કર્તવ્યથી ભ્રષ્ટ ન બનાવે તે જોજે ! તારો સ્નેહ પ્રકાશની ગરજ સારો, કર્તવ્યદીપકને બૂઝવનાર વંટોળિયો ન બનો !” વિશ્વતોમુખ ૦ર૬૯ Page #289 -------------------------------------------------------------------------- ________________ સુયોધનો યુવાન પુત્ર સુષણ પાછળ ઊભો હતો. એણે પણ પોતાને કંઈ કહેવા વિનંતી કરી. “સુષેણ, પૃથ્વીને પોતાની કરવા માટે વિશાળ સૈન્ય કે વિપુલ સંપત્તિ કરતાં વિશાળ હૃદયની જરૂર છે. પ્રતિપક્ષીઓને છુંદી નાખવામાં નહીં, એને પોતાના બનાવવામાં સાચી બહાદુરી છે. માણસનું અંતર વાંચતાં શીખજે. પણ ભય કે લાચારીથી એ નહીં વંચાય; પ્રેમ ને સહાનુભૂતિ દ્વારા જ વાંચી શકાશે.” પૃથ્વીનાથ આટલું કહી આગળ વધ્યા. આ વખત દરમ્યાન અયોધ્યા નગરીમાં પૃથ્વીનાથના અયોધ્યાત્યાગના વર્તમાન બધે પ્રસરી ગયા હતા. નગરજનો આવીને ચારેતરફ શોકાકુલ નયને ખડાં રહી ગયાં હતાં. કેટલાકોએ રડતાં રડતાં આવીને કહ્યું : “પ્રભુ, અમારા કાજે રોકાઈ જાઓ; આપે અમને એક વાર અનાથના સનાથ બનાવ્યા; હવે અનાથ બનાવશો મા !” - “અનાથતાનાં આક્રંદ ખોટાં છે. હવે હું રોકાઈ શકું તેમ નથી. જન્મ ને જરા, મૃત્યુ ને વિષાદના ગુહ્ય તત્ત્વને શોધવા જાઉં છું. આજ મારો ધર્મ ધનુષ્ય નહીં – તીરનો છેઃ તીરે તો ધનુષ્ય છાંડીને લક્ષ તરફ તીવ્રતાથી ધસી જવું શોભે. મને લાધેલા જીવનદર્શનનો દ્રોહ કરવાનું કોઈ કહેશો મા ! મારું સ્વપ્ન મહાન છે. માનવજીવનના મંગલ પ્રભાત માટે એક વાર ઘોર અંધારા ઉલેચ્ય, માનવોને જાગ્રત કર્યા; એમની વસાહતો સ્થાપી; એમને અસિ, મસિ ને કૃષિવાળું શાસન આપ્યું. અયોધ્યાવાસીઓની એકતા માટે, સરયૂતીરવાસીઓને એક બનાવવા માટે, તમામ કુળોને એકસૂત્રે સાધવા માટે હું મચ્યો. એક માનવને બીજા માનવનો ભાઈ બનાવ્યો. આર્યદેશનું સ્વપ્ન મેં ઘડ્યું ને એને સાકાર કરવા ભરતને સુપરત કર્યું. હું વિશ્વતોમુખ છું. હવે વિધવાત્સલ્ય તરફ જાઉં છું. હું સંસારનો સ્વજન બનવા જાઉં છું. તમારો એકલાનો જ બનીને રહું, એ હવે શક્ય નથી. પ્રાથમિક પરિસ્થિતિએ જ યોગ્ય હતું, વિકાસની આ શ્રેણીએ એ બિનજરૂરી છે. મેં તમને જે શાસન આપ્યું, એનાથી સારું શાસન મારે તમને આપવું છે, જેમાં માણસ રાજાના ભયથી નહીં – પોતાના મનથી સારો ને શુદ્ધ રહે. માણસ દંડ ને વધના ભયથી સારું આચરે તેમ નહીં–સ્વભાવથી સારા આચરણ તરફ પ્રેમ રાખે. માનવમાત્ર એક, સહુ સમાન, સહુ મુક્ત ! સાંકળની કડીઓની જેમ સહુ ૨૭૦ ભગવાન ઋષભદેવ Page #290 -------------------------------------------------------------------------- ________________ છૂટા છૂટા ને કાર્યપ્રસંગે સહુ સંયુક્ત ! સકળ સૃષ્ટિની એકતા ને એનો ઉદ્ધાર એ મારું સ્વપ્ન છે.” “અમને કંઈક કહો, હે દેવ.” વળી કેટલાકોએ પ્રશ્ન કર્યો. “તમે પૂછો ને હું કહું.” ઉદરપોષણ માટે અમને કંઈક કહો.” “પ્રકૃતિની ઉદારતા પર ભરોસો રાખજો. તમારાં ખેતરોમાં તમે પ્રેમથી પરિશ્રમ કરજો. તમારા મનની ઉદારતાનો પડઘો તમે તમારા ખેતરોમાં પામશો. ઝાડ પોતાનાં ફળ પોતે આરોગતું નથી, સરિતા પોતાનું જળ પોતે પીતી નથી; તેમ તમે પણ તમારું બીજાને આપી દેજો. યાદ રાખજો કે એમ કરશો તો તમને કદી કોઈ વસ્તુની તાણ નહીં પડે. જે માણસ ધાન્ય, ગૌ, દૂધ વગેરેનો સંગ્રહ કરે છે, એ કંઠે પાષાણ બાંધી સાગરના પાણીમાં તરવા જેવી ક્રિયા કરે છે. એના સંગ્રહમાંથી ચોરી, લૂંટ, ખૂન જેવી ઘટનાઓ જન્મે છે. માનવજાતનો એ મહાદુશ્મન છે. માળામાં સૂતેલું નિર્બળ પંખી કંઈ આવતી કાલ માટે મણનો સંગ્રહ કરીને સૂતું નથી. આવતી કાલ પર અવિશ્વાસ ન રાખો. આજનો દિવસ આવતી કાલ માટે ન બગાડો.” “અમારા દેહ માટે કંઈક કહો.” તમારો દેહ એ તમારાં સારાં કર્મોનું સાધન છે. કોણ જાણતું નથી કે પાનખર ઋતુનો દીન-હીન આંબો વસંત આવે અમૃતરસથી છલકાતી કેરીઓનું સાધન બને છે. અલગ ભલે રહો, એકમેકતા ન ભૂલશો. ફૂલોનો સ્વભાવ ધારણ કરજો. મધમાખ આવે તો મધુ આપજો, પતંગિયાં આવે તો રૂપ આપજો, હાથી આવે તો આહાર આપજો, પણ વિકાસમાં કે વિનાશમાં સુગંધ વહાવવાનો ધર્મ ન ભૂલશો.” “શ્રદ્ધા અને પ્રેમ વિશે કંઈક કહો.” “પ્રેમ તમારા મનને પવિત્ર બનાવશે. જે તમને અને બીજાને પાવન ન કરે એ પ્રેમ નહીં. દ્વેષ ને હિંસાનો આખો સાગર પ્રેમની ઉષ્મા આગળ સુકાઈ જાય છે. સાચો પ્રેમ સહુને પોતાના સમાન માનવામાં છે. શ્રદ્ધા તમારા હોડિયાનું સુકાન છે. અંધારી રાતમાંય એ દીપક બનીને ખડું રહેશે.” “વાણી વિશે કંઈક જાણવા ઇચ્છીએ છીએ.” “વાણી તમારા હૃદયને અનુસરતી બનાવજો. સિંહનું ચામડું પહેરાવી શિયાળને સિંહ નહીં બનાવી શકો. તમારા મનમાં મેલ હશે, તો તમારી વાણી વિશ્વતોમુખ ૨૭૧ Page #291 -------------------------------------------------------------------------- ________________ પવિત્ર બની શકશે નહીં. કરામત તમારી જિદ્વાની છે. તમારી જીભથી તમે પ્રેમની ઉષ્મા પ્રગટાવી શકો છો, તેમ આગ પણ સળગાવી શકો છો; છતાં એવું કદી ન કરશો. સાગરમાં તો મોતી પણ છે, ને હાડકાં પણ છે. સારો માણસ મોતી શોધી લાવે છે, ને સહુને આપે છે.” રાજાના ધર્મ વિશે કંઈક કહો.” રાજા એ કોઈ મત્ત હાથી નથી; એ તો પ્રજારૂપી હાથીનો અંકુશ છે. ઉન્માર્ગે જતા હાથીને અંકુશનો ભય છે. ચાલતા ચીલે જનારને અંકુશનો ભય રાખવા જેવું હોતું નથી. અંકુશ એકલો તો આખરે જડ ને શક્તિહીન છે. આખરે તો એને અન્યની મદદની જરૂર રહે છે ! પ્રજા તો હાથી જેવી છે, સીધી ચાલે તો એને કોઈની અપેક્ષા નથી.” “સુખ ને દુઃખ વિશે કંઈક કહો.” “સુખ અને દુઃખ જુદાં નથી; એને તમે જુદા પાડ્યાં છે. કેરીના રસમાં રહેલી ખટાશ ને મીઠાશની જેમ એ અભિન્ન છે. થોડી ખટાશ ન હોય તો જેમ આમ્રરસમાં તમે ઓછી લહેજત અનુભવો છો, એમ સુખ ને દુઃખનું છે. સુખને તમે આમંત્રો છો, અને તમારી પાસે દોડતું આવતું જુઓ છો, પણ તમે એ ભૂલો છો કે દુઃખ પણ સાથે જ આવતું હોય છે. એ બે યુગલ છે. એકને આમંત્રો એટલે બીજાને વગર કહ્યું નોતરું મળી જાય છે. સુખને જે સ્વસ્થતાથી ભોગવો છો, દુઃખને પણ એ રીતે ભોગવજો; તો તમારો સંસાર ઉજ્વલ બનશે. ભોગ ને રોગ, હાસ્ય ને વિષાદ એ એક જ વસ્તુની બે બાજુ છે.” “લેવા ને દેવા વિશે કંઈક કહો.” જરૂર પડે પ્રેમથી લેજો ને જેટલા પ્રેમથી લ્યો તેટલા પ્રેમથી દેજો. છતાંય બને ત્યાં સુધી દેતાં શીખજો; બને ત્યાં સુધી લેવાનું માંડી વાળજો. લ્યો ત્યારે પણ લેવાનો ભારે વિવેક રાખજો. ગાયનું દૂધ લેશો ત્યાં સુધી પ્રકૃતિ તમારો દોષ સાંખી લેશે. દૂધને બદલે એનું લોહી લેવા જશો, ત્યારે એક ભયંકર દુઃખની સમીપ તમે જતા હશો. તમારું પેટ પૂરવાની ચિંતા ન કરશો, સામાના પેટની વિશેષ ચિંતા કરજો. સંસારના વ્યવહારનું આ ગુપ્ત રહસ્ય તમને કહું છું. શ્રદ્ધાથી આચરશો તો સુખી થશો. પારકાની ટાઢ ઉડાડવા માટે તાપણી સળગાવનારની પોતાની ટાઢ આપોઆપ ઊડી જાય છે; એને પોતાને કાજે નવી તાપણી ચેતવવી પડતી નથી.” ૨૭૨ ભગવાન ઋષભદેવ Page #292 -------------------------------------------------------------------------- ________________ “વિવેક વિશે કંઈક કહો.” “તમે ચાલો, બેસો, સૂઓ, ઊભા રહો, ગાઓ, નાચો, ક્રીડા કરો કે ભોજન કરો– બધામાં વિવેક મર્યાદા જાળવજો. સરખી રીતે પડેલું મીઠું તમારી રસોઈને રસવતી બનાવશે, અતિશયતા એને અખાદ્ય કરશે.” “ગર્વ વિશે કંઈક કહો.” “ગર્વ જે કદી ખુમારીની સાથે ભળીને આવે છે, એને પિછાણજો. તમે આકાશ જેવા મોટા છો કે તણખલા જેવા હલકા છો, એવી વાતો ન સાંભળશો. તમારા ઘરમાં રહેલ અગ્નિ ગમે તેટલો સારો હોય પણ એને ખૂબ ઊંચે ચઢાવશો, તો એ તમારું છાપરું બાળીને ભસ્મ કરશે. અને પૃથ્વીમાં દાટી દેશો તો એ ગરમી નહીં આપે.” “પુરુષકાર વિશે કંઈક કહો.” “પુરુષકાર-પરાક્રમ-પુરુષાર્થથી કદી પાછા હઠશો નહીં, કે નિષ્ફળતાથી નિરાશ થશો નહીં. આશામાં ઉમંગી રહેનાર કરતાં નિરાશામાં ઉમંગી રહેનારનો પુરુષાર્થ ધન્ય હોય છે. કૂવો ખોદવા ઇચ્છનારને કોઈ વખત બે વામ વધુ ખોદવું પડે, પણ તેથી એ કદી હારતો નથી. છીછરાં જળ જેટલાં મીઠાં હોય છે, એથી ઊંડાં જળ વધુ મીઠાં હોય છે.” યજ્ઞ વિશે – અગ્નિ વિશે કંઈક કહો.” યજ્ઞ એટલે અર્પણ. તમે માત્ર એને કાષ્ઠ, ધૃત કે સમિધ અર્પણ કરતા નથી, પણ એ દ્વારા એમ સૂચવો છો કે જરૂર પડ્યે અમે જીવન પણ આપીશું. સારા કામ માટેના દેહના અર્પણની ભાવના એનું નામ યજ્ઞ. સારા થવા માટે મનના કષાયોનો હોમ એનું નામ યજ્ઞ. તમને જીવન આપનાર, તમારા આંગણાના અગ્નિને તમે કદી બુઝાવા દેતા નથી, તેમ તમારા દિલના અર્પણના આતશને પણ ઠંડો પડવા દેશો નહીં. યજ્ઞ–અર્પણ એ તમારા જીવનનું મહાન પ્રતીક હજો !” યૌવન વિશે કંઈક કહો.” “તમારું યૌવન આંધીના જેવું નહીં, મલયાનિલની લહરીઓના મસ્ત સ્વભાવવાળું હોવું ઘટે. ભલે પછી એ બટમોગરાની ડાળ જેવું સુગંધી ન હોય; પણ કેસૂડાંની કળીઓ જેવું રંગીન હશે તો પણ ચાલશે. કેસૂડાં જાતને રંગી જાણે છે, એમ એના સ્પર્શનારને પણ રંગવાની શકિત ધરાવે છે.” “આચાર વિશે કંઈક કહો.” વિશ્વતોમુખ ર૭૩ Page #293 -------------------------------------------------------------------------- ________________ “અનાચારના કૂવેથી પાછા વળવા આચારની પરબો જરૂરી છે. કર્તવ્યનું ભાન, એનું જ્ઞાન અને અંતે કર્તવ્યબળ પ્રાપ્ત કરવું જરૂરી છે. જેની કૂખમાંથી તમે આવ્યા, એ માતાપિતાને પૂજો ! જેણે તમને સંસારનું ભાન કરાવ્યું તેને સન્માનો ! તમારા સખાને સદા વફાદાર રહો ! તમારી ભગિનીને કામિનીની નજરે ન નિહાળો. પડોશી તરફ પ્રેમ રાખો ! સંસારનો વ્યવહાર સરળ ચાલે, શાન્ત ચાલે એવી જે તમારી વર્તણૂક એનું નામ આચાર. એકબીજામાં સમાતાં શીખો. પૃથ્વી પર, વૃક્ષ પર, વનજંગલ પર, ગૌ, અશ્વ ને બળદ પર પ્યાર કરજો. એ તમારા જીવનને પરિપૂર્ણતાથી ભરી દેશે. આ અરણ્ય, આ પહાડો, આ ગિરિખીણોને કદી ન ભૂલશો. ઘર-વસ્તીથી કંટાળશો ત્યારે એ તમને આરામ આપશે.” સૌદર્ય વિશે કંઈક કહો.” “સૌંદર્ય એ મોટે ભાગે સુંઘવાની વસ્તુ છે, ખાવાની નહીં. એ સુગંધી પણ પરભોગી કેવડાના જેવી છે, જે નજીક જતાં સરી જાય ને દૂર રહેતાં તરબતર કરે. જે સૌંદર્ય.વેલની ખુશબોથી મસ્ત રહે છે, એ અનેક ફૂલડાં નિપજાવે છે. જે વેલને વાટીને પી જાય છે તે સુગંધ પણ ખોવે છે ને સૌંદર્ય પણ ગુમાવે છે. “પાણિગ્રહણ વિશે કંઈક સમજાવો.” પ્રેમ વિના પાણિગ્રહણ નહીં, પાણિગ્રહણ વિના સંયોગ નહીં. સ્ત્રીપુરુષનો સંયોગ એ સામાન્ય રમત નથી; એ તો સંસાર પર સારા કે નરસા સભ્યનો ઉમેરો કરવાની જવાબદારી છે, માટે પાણિગ્રહણ તમારા જીવનની પવિત્ર ક્રિયા બનજો. પવિત્ર રીતે એને વિચારજો ને પવિત્ર રીતે એને આચરજો. નિર્માલ્ય દંપતી સંસારને નિર્માલ્ય બનાવશે. સબળ દાંપત્ય સંસારને સફળ કરશે.” મૃત્યુ વિશે કંઈક કહો.” “મૃત્યુ તમારા આત્માની શાન્તિ છે, થાકેલાનો વિસામો છે. કોઈના સ્મશાનમાં, કોઈની સમાધિમાં કે કોઈ સાગરતીરે જઈને મરેલાં માટે રડશો. નહીં. મરેલાં તો તે વેળા ક્યાંય શાન્તિ માણતાં હશે, તમારા શોકથી એમને વ્યાકુળ કરવા નિરર્થક યત્ન ન કરશો. પાનખરમાં પાનને ખરતાં જોઈ ઝાડ રડતાં નથી; એ તો નવી વસંતની રાહમાં જીવન જીવે છે. પહાડમાંથી આવતું, પહાડ પરથી ઊતરતું કે મરૂભૂમિમાં વિલીન થતું ઝરણ વિતરણમાં કે ૨૭૪ ભગવાન ઋષભદેવ Page #294 -------------------------------------------------------------------------- ________________ વિલોપનમાં સદા કેવું ગાયા કરે છે ! તમે પણ શોક કે સંતાપમાં તમારું ગીત વિસારી ન દેશો. તમારા જીવનનું સર્વોત્તમ મધુ અહીં મૂકતા જજો. મધમાખો મધ મૂકીને ચાલી જાય છે, એમ તમે અહીંથી ઊડો તે પહેલાં તમારા વિશે સ્મૃતિ મૂકતા જજો.' પૃથ્વીનાથ આ પ્રકારના ઉત્તરો આપતા આગળ વધ્યા. અયોધ્યાવાસીઓ પોતાના પ્રિય સ્વામીને આવા વેશે ચાલ્યા જતા જોઈ અશ્રુ સારવા લાગ્યા. સ્ત્રીઓ એ દૃશ્ય જોઈ ન શકવાથી આંખો મીંચીને જય જય ધ્વનિ કરવા લાગી. નગરીની ભરી શેરીઓ વચ્ચેથી પ્રભુ નગરબહારના ઉપવનમાં આવ્યા. સુંદર એવા અશોકવૃક્ષ નીચે સ્વસ્થ રીતે ઊભા રહી એમણે વળી કહ્યું : “મારા જીવનથી મારે તમને પદાર્થપાઠ આપવો જોઈએ. મારા શબ્દો કરતાં મારું મૌન, મારી વાણી કરતાં મારું વર્તન હવે તમને માર્ગ દર્શાવશે. હવે તમે મને કેટલાય દિવસો સુધી સાંભળી શકશો નહીં. પાનખર ઋતુમાં તમે કોકિલને ગાતો કદી સાંભળ્યો ? વસંતની મને રાહ છે. એ રાહમાં સ્તબ્ધ મારું મોન મારું ધ્યેય રહેશે.” ને પ્રભુએ એક વાર એકત્ર થયેલા માનવસમુદાય પર નજર નાખી. એ નજરમાં જાણે વિશ્વરૂપતાના નકશા પાથર્યા હતા. વગડાનો વાયુ વંશવૃક્ષોની વચ્ચેથી પાવો વગાડતો વહેતો હતો; પૃથ્વીનાથના ઘનશ્યામ કેશકલાપને સુવર્ણકાંતિવાળા ખભા પર ઉડાડતો, એ એક નવું સૌંદર્ય-કાવ્ય રચી રહ્યો હતો. અરે, ગંધ, માલ્ય ને આભૂષણોના ત્યાગથી પૃથ્વીનાથ કેવા સુંદર દેખાય છે ! અરે, જેને સૌંદર્ય સ્વયં વર્યું હોય એને વળી શણગારની શી ખેવના ! એમનો તપ્ત કાંચનવર્ણી દેહ ને આ શ્યામ કેશવલ્લરી, એમના મોહન-રૂપને ભુવનમોહન બનાવવા માટે પૂરતાં છે. “ભાઈઓ,” પૃથ્વીનાથે પોતાના આજાનબાહુ મુખ તરફ લઈ જતાં કહ્યું, “તમે જાણો જ છો, કે સર્વ ૨સોને પોતાનામાં ઉકાળનાર અગ્નિની શત શિખા વચ્ચે લપેટાઈને પણ નિરાંતે જીવનાર ઘડો, બીજાને ઉકાળતાં પહેલાં પોતે ઊકળે છે. એ પાત્ર બનતાં પહેલાં, એની કસોટી કાજે નિપજાવેલા નિભાડાના મહાઅગ્નિમાં પ્રવેશે છે. મારે પણ એ રીતે તૈયાર થવું જોઈએ. દુઃખનો અગ્નિ મને ન પ્રજાળે, સગવડની મોહિની મને ન સતાવે, શુશ્રૂષાની માયા મને ન સ્પર્શે, તે માટે આજથી મારે કઠોર આરાધના શરૂ કરવી ઘટે. મારા બળને વિશ્વતોમુખ * ૨૭૫ Page #295 -------------------------------------------------------------------------- ________________ મારા દેહ પર વાપરવું જોઈએ. તીરને વધુમાં વધુ દૂર ફેંકવા માટે ધનુષ્યને આપણે કેટલું ખેંચીએ છીએ ! કેટલીક વાર તો એમ જ લાગે છે કે હમણાં તૂટ્યું કે તૂટશે. મારા દેહરૂપી ધનુષ્યને મારે એ રીતે ખેંચવું પડશે, ને તો જ મારું તીર સરળતાથી લક્ષ્યને વેધશે.” ને આટલું બોલતાં બોલતાં પૃથ્વીનાથે પોતાની એક મુષ્ટિથી દાઢી અને મૂછના વાળના ગુચ્છાને ચૂંટી કાઢયો. બીજી મુષ્ટિ બિડાઈ ને મસ્તકના વાળનો એક ગુચ્છો ચૂંટાયો. ત્રીજી મુષ્ટિ બિડાઈ ને મસ્તકના વાળનો બીજો ગુચ્છો ચૂંટાયો બધે હાહાકાર વર્તી ગયો, અરે ! પૃથ્વીનાથ આ શું કરે છે ? યોદ્ધાઓની આંખો આ દશ્ય જોતાં થાકી ગઈ. અરે, પોતાના હાથે પોતાના દેહ પર આ જુલમ ! ' કરુણાભારમાં સ્ત્રીઓએ આંખો મીંચી. બાળકો રડવા લાગ્યાં. ચોથી મુષ્ટિ બિડાઈ ને ત્રીજો ગુચ્છો નીકળી આવ્યો, એ સાથે અત્યાર સુધી પૈર્ય ધારણ કરી રહેલાં દેવી સુમંગલા રડતાં રડતાં આગળ દોડી આવ્યાં; અડધે આવતાં મૂર્છા પામી ભૂમિ પર પડી ગયાં, મૂર્છા વળતાં કરુણ આક્રંદ કરવા લાગ્યાં : “અરે નાથ ! જેઓ તમને જોઈને જીવતાં હોય, એનું જીવતર ભારે ન બનાવો ! ભલે એમને તમે તજીને જાઓ, પણ અમારા હૈયાને ભાંગીને ન જાઓ ! તમે અમને સહેલાઈથી છોડી શકશો, પણ અમે તમને તજવાને અશક્ત છીએ. અશક્તો પર સશક્તોએ દયા કરવી ઘટે. અમારા જીવતરને ખારું ન બનાવો. પ્રભુ, હવે પાંચમી મુષ્ટિ ઉઠાવશો તો આ પ્રાણ અહીં જ વિરામ પામશે.” પૃથ્વીનાથે પાંચમી મુષ્ટિ પાછી ફેરવી. એમની આંખોમાં એની એ જ શાન્ત જ્યોત પ્રકાશિત હતી. સૌંદર્યના મહાન ભૂષણસમી એકમાત્ર કેશવલ્લરી પવનની સાથે ગેલ કરવા લાગી. “ભાઈઓ, હવે હું મૌન ધારણ કરું છું, ને તમારી વિદાય યાચું છું. મને શાંતિથી જવા દેજો. મારી પાછળ કોઈ આવશો મા !” ને પ્રભુએ કદમ ઉઠાવ્યા. માતા મરુદેવા ને સુમંગલા મૂચ્છ પામ્યાં. બીજાં ચોધાર આંસુએ રડવા લાગ્યાં. વાતાવરણ કરુણાભારથી મર્મવેધક બન્યું. પણ પ્રભુ સ્વસ્થ હતા, મંદ પણ સ્થિર ડગે આગળ વધતા હતા. ૨૭૬ ભગવાન ઋષભદેવ Page #296 -------------------------------------------------------------------------- ________________ “અરે, જ્યાં પૃથ્વીનાથ ત્યાં અમે ! જેવી એમની ગતિ તેવી અમારી હો !” ત્યાં એકત્ર થયેલા રાજાઓના અગ્રેસર કચ્છ તથા મહાકચ્છ ઉચ્ચ સ્વરે જાહેર કર્યું ને તેઓએ પ્રભુની પાછળ પાછળ ચાલવા માંડ્યું, ડગલે ડગલું દબાવવા માંડ્યું. ભરતદેવ એકદમ વચ્ચે આવ્યા ને તેમને રોકતાં જણાવ્યું : “પ્રભુનો રાહ ન્યારો છે; એમનું સામર્થ્ય ન્યારું છે. તેઓ તેમનું કર્તવ્ય વિચારે, તમે તમારું કર્તવ્ય વિચારો. એ માર્ગ કઠિન છે. એમના માર્ગે જવાનું બંધ રાખી તમારા કુળોની રક્ષા કરો.” “ભલે પ્રભુનો રાહ ન્યારો હોય, પણ પ્રભુ અમારા છે. આજનો અમારો વિકાસ પ્રભુને આભારી છે. પશુતામાંથી માનવતા સર્જનારને અમે જીવનમાં કે મૃત્યુમાં કેમ છોડી શકીએ ?” “ફરીથી કહું છું, સાહસ ન કરો.” ભારતદેવે જરા લાલ આંખ કરીને કહ્યું. “તમારે તમારી ફરજનું ભાન રાખવું ઘટે, કર્તવ્યભ્રષ્ટતા પણ એક મહાઅપરાધ છે. એક વાર રાજ તજ્યા પછી પાછું નહીં સ્વીકારાય. વમન કરેલું ફરી કેમ જમાશે ?” ફરજનું ભાન છે, એટલે જ ભરતદેવ ! પ્રાસાદોમાં પડ્યા રહીને મોજ માણવી નથી. જેવી પૃથ્વીનાથની ગતિ તેવી અમારી ગતિ !” ને થોડે દૂર ગયેલા પૃથ્વીનાથને ચાર હજાર રાજાઓ પહોંચી વળ્યા. નક્ષત્રગણોથી શોભતો નક્ષત્રનાથ ચંદ્ર ક્ષિતિજ પરથી ધીરે ધીરે ચાલ્યો જાય એમ પ્રભુ અયોધ્યાવાસીઓની દૃષ્ટિમાંથી ધીરે ધીરે અદશ્ય થઈ ગયા. કેટલીક રાતો અને કેટલાય દિવસો સુધી અયોધ્યાવાસીઓની આંખો અશ્રુભરી રહી. વિશ્વતોમુખ ૨૭૭ Page #297 -------------------------------------------------------------------------- ________________ 30 ભવ્ય માર્ગનો એકાકી ઉપાસક હેમંતના શીતળ પ્રભાતમાં પ્રભુ ખુલ્લામાં ઉઘાડા શરીરે ઊભા છે. કાંચનવરણી કાયા ૫૨ ૨જ ભરાણી છે, ક્ષુધાથી ક્ષામકુક્ષી છે. સ્નાન નથી, પાન નથી, ખાન નથી, વસ્ત્ર નથી, તાંબુલ નથી, આસન નથી, વાહન નથી, વનેચરને રહેવા-વસવા જેટલીય સગવડ તેમને નથી. ભવ્ય માર્ગનો આ શ્રદ્ધામૂર્તિ, પ્રેમમૂર્તિ એકાકી ઉપાસક વેદનામૂર્તિ બનતો જાય છે. સુવર્ણ કાન્તિવાળા દેહ પર શ્યામલતા પથરાતી આવે છે. નવેનવ ભાવે ચમકતી આંખોમાં સ્થિર તેજ આવીને વસ્યું છે. સ્વામી દિવસોથી મોન છે. ક્ષુધાવંત છે, છતાં કંઈ લેતા નથી. તૃષાવંત છે, છતાં કંઈ પાન કરતા નથી. શ્રમવંત છે, છતાં આરામ કરતા નથી. જ્યારે જુઓ ત્યારે જાગ્રત ને જાગ્રત ! અને અહીં તો અગોચર જંગલોમાંય સ્વામીના નામે અપૂર્વ ઋદ્ધિઓ પ્રગટી છે. દૂર દૂરનાં કુળોમાં સમાચાર પ્રસરી ગયા છે, કે પૃથ્વીનાથ ગૃહત્યાગ કરીને પ્રવાસે નીકળ્યા છે. એક કુળથી બીજે કુળ, એક જંગલમાંથી બીજે જંગલ ખબર મધ્યે જાય છે, ને ત્યાં ત્યાં માર્ગો સ્વચ્છ કરવામાં આવે છે, ભૂમિ છાંટવામાં આવે છે, સ્વાગત માટે ફળ-મેવાના રાશિ રચવામાં આવે છે. લોકો પૃથ્વીનાથની રાહમાં નૃત્ય કરે છે. વળી તેઓ વિચારે છે : અરે, પણ આપણને પશુમાંથી માનવ બનાવનાર Page #298 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રભુનું આવું અલ્પ તે સ્વાગત હોય ? જીવન આપનારના ચરણે કંઈક અપૂર્વ ભેટ ધરવી જોઈએ. કોઈ પોતાનો પ્રિય અશ્વ લઈને આવે છે, કોઈ સુંદર આભરણથી યુક્ત ગજ લઈને આવે છે, કોઈ રત્નરાશિ લઈને હાજર થાય છે. કોઈ પોતાની સુંદર રૂપ-ગુણવાળી કન્યાઓ લઈ ઉપસ્થિત થાય છે. અરે, એ કન્યાઓને પ્રભુથી સુંદર બીજો વર ક્યાં સાંપડવાનો હતો ? પ્રભુનું સ્વાગત કરતાં તેઓ ઉચ્ચારે છે : અરે પ્રભો, અમારી આ ક્ષુદ્ર ભેટ સ્વીકારો, ને અમને ઉપકૃત કરો ! પણ પ્રભુ તો જાણે સાંભળતા જ નથી; કોઈ પણ વસ્તુ તરફ દૃષ્ટિ સુધ્ધાં ફેંકતાં નથી. એમને સ્વાગતની જાણે ખેવના નથી, સગવડની જાણે ઇચ્છા નથી; અનુકૂળતાને બદલે પ્રતિકૂળતા પર જાણે પ્રેમ પ્રગટ્યો છે. આંખોમાં આંસુ ભરી ભરીને કુળવાસીઓ કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ પ્રભુને સત્વર આવીને સત્વર ચાલ્યા જતા જુએ છે. પાછળ પાછળ ચાલતા રાજાઓ ઉચ્ચારે છે : “અરે, જેણે સર્વસ્વનું દાન કર્યું, એ તમારું આ સ્વલ્પ સ્વીકારશે, ભલા ?”’ વનો, મહાવનો, જંગલો, અટવીઓ વીંધતા પૃથ્વીનાથ ચાલ્યા જાય છે. ભરીભાદરી વનરાજ ફળફૂલોથી લચી પડી છે. મધુના તો પૂડાના પૂડા ડાળે ડાળે લટક્યા છે. ખળખળ કરતાં ઝરણાં વહ્યું જાય છે. દૂર દૂર ક્ષિતિજને ભેટતા સાગરને કાંઠે સુંદર હૂંફાળી ગુફાઓ છે. નદીઓનાં સંગમસ્થાનો અનેક શીતળ કુંજોથી ભર્યાં છે. લીલી હરિયાળી પર દૂધના ભારથી છલકાતાં આંચળોવાળી ધેનુઓ ચર્યા કરે છે, ને છલાંગો દેતાં હરણાંનાં ટોળાં આંખને આનંદ આપે છે. ન યાચનાની અપેક્ષા છે, ન માગવાની જરૂર છે ! જોઈએ તેટલું પડ્યું છે ઃ ગમે તેટલું લો ! મા વસુંધરા તો વહાલભરી છે. પ્રકૃતિ પણ આવા પૂર્ણ પુરુષની પૂજામાં રાચે છે. અરે, આ એક કુંજ અયોધ્યાના આમ્રભવન કરતાં વધુ સુખદ છે. અહીં હવા સદા શીતળ બનીને ગાતી ગાતી આવે છે. આ ફળભર્યાં વૃક્ષ અયોધ્યાનાં ઉદ્યાનનાં ફળોમાં આથી વધુ મિષ્ટતા ભાળી નથી. ને આ દૂધ, આ સ્વાદુ જળ ! એક ભવ પહોંચે તેટલી સાધન-સામગ્રી અહીં પડી છે. માનવી પાસે શા માટે માનવી માગે ? વગર માગ્યું મળતું હોય તો લેવામાં શો વાંધો ? - ભવ્ય માર્ગનો એકાકી ઉપાસક * ૨૯ Page #299 -------------------------------------------------------------------------- ________________ પણ પૃથ્વીનાથ તો પ્રકૃતિના આ ભર્યા રસથાળ સામે જોતા પણ નથી. સુધા છે, છતાં પીતા નથી. સૂર્યનાં રહિમ લલાટને તપાવી નાખે છે. છતાં કુંજનો આશ્રય લેતા નથી. અને અન્ન, જલ ને આશ્રય માટે જ્યારે આમ કરે છે, ત્યારે સ્નાન, વિલેપન કે નિદ્રાની તો વાત જ શી ! પ્રવાસ આગળ વધતો જાય છે. નિદ્રાવિહીનતા, આરામહીનતા સદાનાં સંગી બન્યાં છે. ત્યારે ચાર હજાર રાજાઓનાં હાડચામ તૂટવા લાગ્યાં છે. ક્ષુધા એમને સતાવવા લાગી છે. શ્રમ એમને ખાળવા લાગ્યો છે. પિપાસા એમને દહવા લાગી છે. પગ કહ્યું કરતા નથી, ને મન વાંદરાની જેમ ભમી રહ્યાં છે. બધા રાજાઓ એકત્ર થઈ આગેવાન રાજા કચ્છ તથા મહાકચ્છને કહેવા લાગ્યા “અરે, પૃથ્વીનાથના પગલે અનુસરવામાં અમે જય કહ્યા હતા, વિજય કહ્યા હતા. નવા પ્રવાસ ને નવા પ્રદેશ જોવાના ધાર્યા હતા. એ બધા વચ્ચે એમની સેવાની મહદ્ આકાંક્ષા સેવી હતી. વિજય ને મહાવિજય તો ગયા તે ગયા, પણ જીવનની એકમાત્ર હોંશ પૃથ્વીનાથની સેવા–તે પણ ગઈ! સ્વામી કોઈની સેવા લેતા જ નથી. એ તો કાચબાની જેમ પોતાની સર્વ ઇંદ્રિયોને ગોપવીને બેઠા છે. હવે રહ્યાં આ તપ, આ પરિતાપ ! આ બધું શા માટે? ક્યાં સુધી !” “ભાઈઓ, તમારી જેમ અમે પણ અકળાયા છીએ, પણ સ્વામીએ મૌન ધાર્યું છે. એમની આજ્ઞા હોય તો વિકરાળ વાઘના મોંમાં ધસી જઈએ, એમની મુદ્રા પરના ભાવ પણ વાંચી શકાય તો તે પ્રમાણે કરીએ, પણ ન તો તેઓ આજ્ઞા આપે છે, ને ન મૂંઝવણમાંથી કંઈ માર્ગ કાઢે છે.” રાજા મહાકચ્છ પોતાની મૂંઝવણ પ્રગટ કરી. તો હવે શું કરવું ?' “થોડા દિવસ ધીરજ ધરો. સ્વામી હંમેશાં સેવકો પ્રત્યે કૃપાવંત હોય છે. કંઈક માર્ગદર્શન જરૂર આપશે.” ધીરજના એ દિવસો ભારે ઉત્કટ હતા. કેટલાય તૃષાથી વ્યાકુલ બની પૃથ્વી પર પટકાઈ પડ્યા હતા; કેટલાય ક્ષુધાથી ડગ પણ ભરી શકતા નહોતા. “અરે, અષ્ટાપદ જેવા રાક્ષસથી લડવું સહેલું, પણ આ ભૂખ-તૃષાનાં દુઃખ દુષ્કર ! અમે તો પ્રભુની ચરણરજ લઈ અમારા રાજ્યમાં પાછા જઈશું.” ૨૮૦ ભગવાન ઋષભદેવ Page #300 -------------------------------------------------------------------------- ________________ “અરે, શું તમે એટલા વ્યાકુળ છો કે વમન કરેલું અન્ન ખાશો ? તજી દીધેલાં રાજને ફરીથી ગ્રહણ કરશો ? ને એક સ્વામીને બદલે બીજો સ્વામી ધારશો ? શું એવા ભ્રષ્ટ જીવન કરતાં મૃત્યુ તમને વધુ પ્રિય લાગતું નથી ? રાજા ભરતના શબ્દો યાદ છે ને ? શું રાજ્યનો એટલો મોહ છે, કે એ ભરતનાં વ્યંગ બાણોથી વીંધાવામાં, એની કૃપાથી રાજસુખ પ્રાપ્ત કરવામાં શરમાશો નહીં ?' “નહીં, નહીં. અમે જે તજ્યું તે હવે કદી સ્વીકારશું નહીં. મૃત્યુ ભલે હો, પણ સ્વામી સિવાય અન્યનો કૃપાપ્રસાદ અમે યાચવાના નથી.” ને વળી પ્રવાસ આગળ વધ્યો. એ પ્રવાસ ભારે દુષ્કર હતો. સ્વામી તો શાન્ત ચિત્તે, સ્વસ્થ ડગે આગળ વધે જતા હતા. દિવસોથી અન્ન નથી, આહાર નથી ! જળ નથી, પિપાસા નથી ! ખેદ નથી, આરામ નથી ! જાણે એમને કશુંય નથી ! ગ્લાનિ કે થાક નથી ! મુખ પર એ જ સૌમ્યતા વિલસી છે. સહુ વિચારે છે : હજી થોડું આગળ વધીએ. જોઈએ, સ્વામી કંઈ માર્ગદર્શન આપે છે કે નહીં ? ધીરે ધીરે સહુ ગંગાના કિનારે આવી પહોંચ્યા. સુંદર એવી ગંગા છે. રળિયામણો એનો કાંઠો છે. આમ્રવન ને જાંબુવનનો પાર નથી. વાંસનાં ઝુંડ, કેળનાં જૂથ ને બદામનાં વૃક્ષોનો સુમાર નથી. ધાન્યથી લચેલાં ખેતરો છે; પારિજાત, કદંબ ને ચંપાનાં વૃક્ષોની ઘટાઓમાં કોકિલા ગાન કરી રહી છે. કમળના તંતુ ચરતા રાજહંસો અહીં— તહીં ઊડતા જોવાય છે. મૃગ અને ધેનુ ભેગાં ચરે છે. ખાવાનું ઘણું છે, પીવાનું ઘણું છે, વાસ કરવા જેવી આમ્રકુંજો પણ ઘણી છે. “અરે, પૃથ્વીનાથ તો મોન છે. અમે હવે થાક્યા છીએ. નથી પાછા રાજ્યમાં જવાની ઇચ્છા કે નથી સ્વામીને અનુસરવાની શકિત. અમે તો આ ભૂમિ પર રહીશું.” “સ્વામીની આજ્ઞા મેળવી ?”’ “અરે, વિવેક ખાતર આજે જ સ્વામી પાસે આપણી વાત નિવેદિત કરી, પણ સ્વામીએ તો ન હા કહી, ન ના કહી.” “તો આપણું કાજ સર્યું. મૌન હંમેશાં સંમતિસૂચક મનાય છે પ્રભુએ ભવ્ય માર્ગનો એકાકી ઉપાસક * ૨૮૧ Page #301 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞા આપી એમ જ માનવું રહ્યું. વસાવો ગંગાના તટે આપણાં ગૃહ ! પ્રભુનું વ્રત તે આપણું વ્રત ! મોટા મોંએ મોટો કોળિયો શોભે, નાના મોંએ નાનો. સ્વામી આચરે છે, એમાંનું અલ્પ આપણે આચરીશું. ગ્રામ-નગરમાં જઈશું નહીં, સ્વજનો વચ્ચે વસશું નહીં, કોઈ પાસે કદી યાચીશું નહીં, જોઈએ તેથી વધુ લેશું નહીં ! સ્વામી ખાતા નથી. આપણે અલ્પ ખાઈશું. સ્વામી નિદ્રા લેતા નથી, આપણે અલ્પ નિદ્રા કરીશું. મહાન સ્વામીનાં વ્રત મહાન, અલ્પ સેવકોનાં વ્રત અલ્પ !'' પ્રભાતકાળના તારાઓની જેમ રાજાઓ એક પછી એક ગંગાના કિનારે વસવા લાગ્યા. પૃથ્વીનાથ સૂર્યદેવની જેમ પોતાના પ્રવાસમાં એકાકી આગળ વધ્યા. ૨૮૨ * ભગવાન ઋષભદેવ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અવર દેવ નહીં યાચું ગંગાતટના રળિયામણા પ્રદેશમાં સ્થપાયેલા નવા તાપસઆશ્રમોમાં જ્યારે બે પ્રવાસીઓ પ્રવેશતા હતા ત્યારે યજ્ઞની ધૂમ્રશિખાઓ આકાશમાં ઊંચે ઊંચે ચઢતી હતી. પ્રવાસીઓને ખભે ધનુષ્ય બાણ હતાં, કમર પર વિશાળ ખગ હતાં. આખા દેહ પર વળગેલી ધૂળ એમની દૂરના પ્રવાસી તરીકે પિછાન કરાવતી હતી. આશ્રમોની પર્ણકુટીઓ તાજી બંધાયેલી હતી. હજી હરણાં મનુષ્યરવથી થોડાં સાશંક હતાં; કોઈને પાસે આવતાં જોઈ ઠેકીને દૂર ચાલ્યાં જતાં, પણ કપોત, મયૂર ને કપિવૃંદ પૂરેપૂરાં પરિચિત થઈ ગયાં હતાં. આંગણામાં ધેનુઓ ઓછી હતી, પણ દૂધના ઘડા છલકાતા પડ્યા હતા. રાજવંશી તેજવાળા તાપસો ત્યાં અડધે પેટ રહેતા, અર્ધ જીવે વસતાં. સ્વજનો એમણે છોડ્યાં હતાં, સંસાર સાથેનો સંબંધ એમણે છાંડ્યો હતો, અંગરાગ, વિલેપન સર્વનો એમણે ત્યાગ કર્યો હતો. એમણે પંચકેશ રાખ્યા હતા. જટાઓ વધારીને માથા પર બાંધી હતી. દેહ પર એકાદ વલ્કલ રાખ્યું હતું. તેઓ સદા પગપાળા ચાલતા ને કોઈ જીવને હાનિ ન પહોંચે તેમ વર્તતા. આ પ્રવાસીઓએ ગંગાના કાંઠે સ્નાન કરતા બે વયોવૃદ્ધોને દીઠા. દાઢીમૂછના કાતરા વચ્ચે છુપાયેલાં મોંમાં કંઈક પરિચિત અણસારો જણાયો. તેઓ નજીક ગયા, ને ધ્યાનથી જોતાં તરત બૂમ પાડીને ધસ્યા : “પિતાજી, આપની આ દશા ?”’ બંને જણ એ વયોવૃદ્ધ પુરુષના પગમાં પડી ગયા. “પિતાજી અમે આપના પુત્રો નિમ ને વિનમિ. આપની આ દશા Page #303 -------------------------------------------------------------------------- ________________ અમારાથી જોવાતી નથી. શું આપનું રાજ્ય કોઈએ પચાવી પાડ્યું, ને આપને દેશવટે કાઢ્યા ? અરે, વૃષભધ્વજ જેવા નાથ હોવા છતાં આપ આવા અનાથ કાં બની ગયા ? આ જીર્ણશીર્ણ વલ્કલ ને અંગરાગ વગરનો દેહ આપની દરિદ્રતા દર્શાવે છે. આ વટવૃક્ષની જટા જેવી આપની જટા અમારાં હૈયાંને ભેદી નાંખે છે. કૃપા કરીને અમને આપનો વૃત્તાંત કહો.” “પુત્રો !” વયોવૃદ્ધ તાપસો કચ્છ અને મહાકચ્છ બોલ્યાં, “પૃથ્વીનાથે તમને પ્રવાસે મોકલ્યા પછી, એકાએક સાપ કાંચળી છોડે એમ પોતાનું લેખાતું બધું– રાજપાટ, સેના ને સમૃદ્ધિ, અરે માતા ને પત્ની, પુત્ર ને પરિવાર વગેરે સર્વસ્વ તજવાનો નિર્ણય કર્યો. એમણે પોતાનું રાજ્ય ભરત વગેરે પુત્રોને વહેંચી દીધું. બધે ખબર કહાવી કે જેને જે વાંછિત હોય તે આવીને લઈ જાય. આ પછી એક દિવસ તેઓ સર્વસ્વનો ત્યાગ કરી વન તરફ ચાલી નીકળ્યા. સ્વામીના વફાદાર સેવકો તરીકે અમે એમની સેવામાં ૨હેવાનો નિર્ણય કર્યો, ને અમે પણ રાજપાટ તજીને એમની પાછળ ચાલી પડ્યા.” યોગ્ય જ કર્યું, પિતાજી ! જ્યાં સ્વામી ત્યાં સેવક વારુ. તો પછી પૃથ્વીનાથ અહીં કેમ દેખાતા નથી! અમને દર્શાવો, એટલે અમે પણ એમનાં દર્શન કરીને પાવન થઈએ.” “પુત્રો ! પછીની કથા અમને શરમાવનારી છે. જેઓ ગમે તેવા ભયંકર સંગ્રામમાં કદી પીઠ બતાવતાં નહોતા શીખ્યા, તેઓએ અહીં આ નવા જપ-તપના સંગ્રામમાં પીઠ બતાવી. પૃથ્વીનાથે તો અયોધ્યા તજી ત્યારથી ખાન છોડ્યું, પાન છોડ્યું, નિદ્રા છોડી, આરામ છોડ્યો છે, પુત્રો, ચાલતાં તો કદી થાક ન લાગે, પણ ખાધા વિના કેમ ચાલે ? જલપાન વગર કેમ જિવાય ? અમને હતું કે સ્વામી કદી થાકશે ને આ બધું સ્વીકારશે. પણ એ તો ન થાક્યા; થાક્યા અમે. થાકીને અમોએ તેઓનો સાથે છોડ્યો.” “તો પછી આ વેશ કાં ? તમારી સમૃદ્ધિ કયાં ?”’ “પુત્રો, રાજ તો છોડીને નીકળ્યાં હતાં. છાંડેલાને ફરીથી ગ્રહાય ? ભલે પૃથ્વીનાથને અનુસરી ન શક્યા, પણ એમને સ્મરીને અહીં પર્ણકુટીઓ બાંધીને રહીએ છીએ, ભરતના રાજ્યમાં જવાનું દિલ થતું નથી. માગ્યું રાજ કદાચ ભરત આપે, પણ એક ભવમાં બે સ્વામી શોભે ખરા ? અમે અહીં રહીએ છીએ, ને હવે અહીં જ રહી સ્વામીના આચારનું અલ્પાંશે પણ અનુસરણ કરીશું. રાજથી સર્યું ! ૨૮૪ * ભગવાન ઋષભદેવ Page #304 -------------------------------------------------------------------------- ________________ હવે એવી ઉપાધિમાં પડવાનું દિલ થતું નથી.” “પિતાજી ! અમે પણ આપના જ પુત્રો છીએ. અમે પણ કદી અવર સ્વામીને નહીં યાચીએ. અમને બતાવો કે તેઓ કઈ દિશામાં ગયા છે. અમે તેમની પાસેથી અમારું મનવાંછિત મેળવી લઈશું.” સૂરજ ઊગે એ દિશામાં ગયા છે. જાઓ ને પ્રયત્ન કરો ! પણ સિદ્ધિ કદાચ જ સાંપડે.” ઉત્સાહી બંને પ્રવાસી કુમારો, થોડીએક વાતચીત બાદ, ઊગમણી દિશા તરફ ચાલ્યા. થોડે દૂર જતાં નિર્જન જંગલો આવ્યાં. કદી સિંહની ગર્જના સંભળાય, તો કદી રીંછના ઘુરકાટ કર્ણગોચર થાય. મોટામોટા અજગરો ઝાડ પર ઝૂલતા પડ્યા હોય. અરે, ન કેડી છે, ન માર્ગ છે. પ્રભુ શી રીતે આ પ્રદેશમાં વિહરતા હશે ! અરે, આ કાંટાઓની વચ્ચે પ્રભુનાં પગલાં દેખાય છે, કાંટા પણ કેવા અધોમુખ થઈ ગયા છે ! એમનેય કોઈને દર્દ પહોંચાડતાં દર્દ થતું લાગે છે. ચાલો, જરા ઉતાવળા ચાલીએ ! ગંગાનાં તટવર્તી વનો ઉપર સંધ્યા ઊતરી આવે એ પહેલાં સ્વામીને ભેટી પડીએ. બંનેએ પગ ઉપાડ્યા, આખો દિવસ ચાલ્યા જ કર્યું. સાંજ થતાં સૂરજમુખી ફૂલ જેવું પ્રભુનું મસ્તક દેખાયું. બંને કુમારો દોડ્યા ને પ્રભુની પાસે પહોંચી ચરણમાં મસ્તક ઝુકાવ્યું; બોલ્યા : સ્વામી, અમને બહાર મોકલી શા માટે છેહ દીધો ? આપે ભરત વગેરેને પૃથ્વી વહેંચી આપી, સહુને મનવાંછિત આપ્યું; અને એક અમને ગાયના પગની ખરી જેટલી પણ જમીન ન આપી !' સ્વામી તો શાન્ત ઊભા છે. એમનાં કર્ણદ્વાર જાણે આવી વાતો માટે સદા બિડાયેલાં છે. “હે સ્વામી, અમને ભૂમિ આપો ! અમારો એવો તો શો દોષ છે, કે આપ કંઈ ઉત્તર પણ વાળતા નથી ?”’ સ્વામી તોય નિઃશબ્દ છે. “હે સ્વામી, તમે બોલો યા ન બોલો, અમે આપની પાસેથી Ğત્ત૨ લીધા સિવાય ખસવાના નથી. અમારી સેવાઓ અલ્પ હશે, તો નવી સેવાઓથી એ વૃદ્ધિ પામશે.” અવર દેવ નહીં યાચું * ૨૮૫ Page #305 -------------------------------------------------------------------------- ________________ બંને ભાઈઓ ખગ્ર તાણીને સ્વામીની સેવામાં રહી ગયા. દિવસો વીતે જાય છે. સ્વામી મૂક છે, એમ આ સેવકો કર્તવ્યપરાયણ છે. તેઓ રોજ રોજ આગળ જવાનો માર્ગ બનાવે છે, કાસારોમાંથી કમળ લાવીને બિછાવે છે. કદીય પોતાના વનપ્રદેશમાં દખલ ન દેનાર મધુમક્ષિકાઓ આ નવી આપત્તિ સામે છંછેડાઈ ઊઠે છે, ત્યારે આ કુમારો તેનાથી સ્વામીનું રક્ષણ કરે છે. સિંહ શાન્તિથી પસાર થઈ જાય છે; મૃગલાં નિર્ભય બની વિહરે છે; માર્ગમાં પડેલા અજગરો પણ કાયા સંકોરીને પડ્યા છે. આક્રમણનો ભાવ જાણે કોઈ દાખવતું નથી ! બે જુવાનિયા વિચારે છે : “અહો, આ આપણા પરાક્રમનો પ્રતાપ ! સિંહ પણ શાણા થઈ ગયા, મહાસર્પ પણ શાન્ત થઈ ગયા !” વળી થોડી વારે વિચારે છે : “અરે, આપણે તો અલ્પ સમયથી સાથે છીએ. એ પહેલાં શું થતું હશે ? નક્કી, એ તો સ્વામીનો પ્રતાપ !” આમ ને આમ ભક્તિભાવભર્યા દિવસો વ્યતીત થતા જાય છે, પણ સ્વામીના ઓષ્ઠ તો વજકપાટ જેવા નિશ્ચલ છે. પોતાની સેવાનાં જળ જાણે કમળપત્રને સ્પર્શતાં જ નથી. છતાંય રોજ પ્રાતઃકાલે ચરણારવિંદમાં પડીને તેઓ પ્રાર્થે છે : “હે સ્વામી, અમને ભૂમિ આપો. અવરની પાસે અમે નહીં યાચીએ.” સ્વામીના મહાપ્રયાણના વૃત્તાંત સાથે સાથે આ મહાસેવાભાવી બે કુમારોના વર્તમાન પણ બધે પ્રસરી વળ્યા છે. દેશદેશના લોકો આ સાચા સેવકોને જોવા આવે છે. શી એમની ભક્તિ ! શું એમની સેવા ! બંને કુમારોએ જાણે સ્વામીની પાછળ પોતાની જાત વિસારી દીધી છે. આ કર્તવ્યવાન કુમારોની કીર્તિ આર્યવર્તને ભેદતી અષ્ટાપદ પર્વતને પેલે પાર રહેનારા, અનેક વિદ્યાઓના ધારક વિદ્યાધર રાજા પાસે પહોંચી. આશ્ચર્યથી પ્રેરાઈને એ ત્યાં આવ્યો. ભક્તિના આદર્શરૂપ આ બે કુમારોને એ જોઈ રહ્યો, દિવસો સુધી નીરખી રહ્યો. પડછાયાની જેમ સાથે ફરનાર એ બે કુમારોની ભક્તિથી સ્વામીનું અંતર ભેદાયું કે ન ભેદાયું એ તો કોણ જાણે, પણ પેલા વિદ્યાધર રાજાનું અંતર દ્રવી ગયું. એણે બંને કુમારોને ધન્યવાદ આપતાં કહ્યું : “કુમારો, સ્વામી તો નિષ્પરિગ્રહી, નિર્મમ, નિર્મોહી બન્યા છે. જેઓ ૨૮૬ ભગવાન ઋષભદેવ Page #306 -------------------------------------------------------------------------- ________________ પોતે સંસારનાં બંધનથી છૂટ્યા, તેઓ સંસા૨ી સમૃદ્ધિ આપી બીજાને બંધનમાં કેમ નાખે ? એમની ઉપાસના તમને તમારું વાંછિત નહીં આપે.” “સ્વામીની સાચી ઉપાસના સેવકને ફળ્યા વિના રહેતી નથી.” “અરે, પણ તમને તો રાજ્ય જોઈએ, ને રાજ્ય તો ભરતને આપી દીધું. હવે ભરત પાસે યાચના કરો. એ તમારી પૂર્વની ને આજની તમામ સેવાઓ લક્ષમાં લેશે. એ તમારા પર પ્રસન્ન થઈને તમારું રાજ્ય તમને પાછું આપશે.’ “ભરત સ્વામીનો પુત્ર ભલે હોય, સ્વામી નથી ! કલ્પવૃક્ષને છાંડી કેરડા પાસે જવાનું આપ અમને ન કહેશો. સ્વામી સિવાય અન્ય પાસે અમે યાચના નહીં કરીએ.’ “વિના યાચનાએ પૃથ્વી મળે તો ' એવી પૃથ્વી કયાં છે ?' “અરે, સ્વામીએ જેને સત્તાથ નથી કરી, એવી અનાથ ભૂમિ ઘણી છે. ત્યાં જાઓ, પરાક્રમ કરો, પ્રતાપ બતાવો, પ્રભાવ વિસ્તારો ને પૃથ્વીનાથનું શાસન પ્રચારો. વિશાળ વસુંધરા છે. સ્વામીને પગલે ચાલો, ગ્રામ-નગર વસાવો, માનવતાને જગાવો; સ્વામીએ મોન ધાર્યું છે, સાધનાના અન્ન પહેલાં કોઈ શકિત એનો ભંગ કરાવી શકશે નહીં. એવી અનાથ ભૂમિ બતાવો ! અમે સ્વામીના નામની ત્યાં આણ પ્રસારશું.' “સિંધુ અને ગંગા જેનું આલિંગન કરે છે, એ વૈતાઢ્ય પર્વતના પ્રતિભાગમાં જ્યાં લવણસમુદ્ર એનું ચુંબન કરતો પડ્યો છે, ત્યાંની ભૂમિ અનાથ છે. જાઓ, એને સનાથ કરો ! સ્વામીના સંદેશાનું શાસન પ્રચારો : માનવ મહાન, મનુષ્યત્વ મોંઘું ! શું તમને સ્વામીએ કહ્યું નથી કે એમને પંડની સેવા કરતાં એમના ધ્યેયની સેવા વધુ પ્રિય છે ?' "" વિદ્યાધર રાજાના ઉપદેશને કુમાર નમિ ને વિનમિએ સ્વીકાર્યો. એમને લાગ્યું કે આપણી સ્વાર્થમયી પૂજા પ્રભુને ન પસંદ પડે, એ પોતે મૌનનો ત્યાગ કરી નવો માર્ગ ન બતાવે, ત્યાં સુધી તેમણે દર્શાવેલું કર્તવ્ય આચ૨વું એ તેમની સાચી સેવા છે. બંને કુમારો, પુનઃ પુનઃ પ્રભુના ચરણમાં પ્રણામ કરી, મનોવાંછિત મળ્યાના આનંદ વૈતાઢ્ય પર્વતના પ્રવાસે નીકળી પડ્યા. અવર દેવ નહીં યાચું * ૨૮૭ Page #307 -------------------------------------------------------------------------- ________________ મેં તો ડોલતો ડુંગર દીઠો જો દુર્જય ગોરવનો ડુંગર આજ ડોલી રહ્યો હતો. મહાપ્રસ્થાન પછી અનેક દિવસો આ ત્યાગ ને તપશ્ચર્યા પર આવ્યા ને ગયા. અનેક સૂર્ય ને ચંદ્ર અન્ન અને જલ વિના ઊગીને આથમી ગયા. આત્માની શોધમાં નીકળેલ મહામાનવનો આત્મા જાગ્રત થતો હતો; પણ જે પિંજરમાં એ વસતો હતો એ પિંજર ડોલી રહ્યું હતું. એનાં અંગેઅંગ ઢીલાં પડી ગયાં હતાં. એક જ વધુ સપાટો ને પિંજર નષ્ટ થાય તેવી સ્થિતિ દેખાતી હતી. જાણે વારંવાર મૂર્છાઓ આવતી હતી. કાનમાં જાણે નગારાં ગર્જતાં હતાં ને મસ્તિષ્કમાં શૂન્યતા વ્યાપી રહી હતી. ચાલતા પગ વાંકા વળી જતા હતા, ને ટટ્ટાર કાયા ઢગલો થઈને ગળિયા બળદની જેમ ઢળી પડવા ચાહતી હતી. આત્માના સંપૂર્ણ વિકાસનું અંતિમ શિખર પ્રાપ્ત થયું હોત તો તો દેહ અને આત્માના ભેદને પિછાણનાર, એ આ ક્ષણભંગુર દેહને દૂર ફગાવી દેત. પણ સાધ્યની સિદ્ધિ થયા વિના દેહ કંઈ ફગાવી દેવા જેવી વસ્તુ નહોતી; એ તો કાર્યસાધક અંગ હતું. એ ન હોય તો એકલો આત્મા શું કરી શકે ? કુહાડી ગમે તેટલી તીવ્ર હોય, પણ હાથો ન હોય તો ? તીર ગમે તેટલું તીક્ષ્ણ હોય, પણ ધનુષ્ય ન હોય તો ? આત્મા મોહી ન બને અને દેહ એશઆરામી ન બને, એટલો જ સાધનાનો હેતુ હતો. આ દેહ અને આત્માએ મળીને જ માનવોદ્ધારનું કાર્ય કર્યું હતું, અને જે નવું સત્ય શોધવું હતું તેમાં પણ એ બંનેની સંવાદિતાની જરૂર હતી. ૨૮૮ ૭ ભગવાન ઋષભદેવ ૩૨ Page #308 -------------------------------------------------------------------------- ________________ તો પછી સાધનભૂત દેહનો આટલો તિરસ્કાર કાં ? એ તિરસ્કાર નહોતો, સાધનાની જે પરમ કોટી પામવી હતી, એને માટે દેહની મમતાનો અનિવાર્ય ત્યાગ હતો. સાત ખોટના સંતાનને બહુ પંપાળે જેમ બગડી જાય, તેમ દેહને બહુ પંપાળવો ખોટો હતો. બાકી, એ આ રીતે આત્મહત્યા કરવા નહોતા નીકળ્યા, પણ આત્મપ્રકાશ પ્રાપ્ત કરવા નીકળ્યા હતા. ને વિવેકી જન એ તો જાણતો જ હોય છે કે ધ્યેયની પ્રાપ્તિ માટે દેહની આવશ્યકતા છે. દેહ તો ધર્મસાધન દીપક તેલ વિના પ્રકાશતો નથી, વૃક્ષ જળ વિના જીવતું નથી, તેમ આહાર વિના દેહ ટકતો નથી. – એમ વિચારી વનજંગલોમાં વિચરનાર ભગવાન ઋષભદેવ ગ્રામનગર તરફ ચાલ્યા; દેહને ભાથું આપવા ટગુમગુ પગલે બધે વિચારવા લાગ્યા; ભિક્ષા માટે ઠેર ઠેર ફરવા લાગ્યા; પણ ભિક્ષામાં કોણ સમજે ? પેટની બળતરા એ વેળા ઓછા જાણતા હતા. આટલાં વૃક્ષ છે, આટલાં મધુ છે, આટલાં જળ છે; આ દુનિયામાં પેટ માટે કોઈ કોઈની યાચના કરતું નથી; સ્વયં પૃથ્વીનાથને શી ખોટ પડી ? લોકો કહે, અરે, પૃથ્વીનાથ પગે ચાલે છે. માટે હાથી આપો ! કેટલાક કહે, પૃથ્વીનાથને દેહ-વિલેપન માટે અંગરાગ આપો ! કેટલાક પોતાની યુવાન પુત્રીઓને લઈને આવે અને કહે : અરે, પૃથ્વીનાથ એકાકી છે તો ઠંડી રાતે ઉષ્મા અર્પે ને ઉષ્ણ રાતને સુખદ બનાવે એવી સંગિની આપો ! રત્ન, મોતી ને પરવાળાં ધરો ! મૃગ, મયૂર ને ધેનુ અર્પણ કરો ! ગામેગામ ને નગરનગર રેલાતી આ સમૃદ્ધિ વચ્ચે પૃથ્વીનાથ શરદના ચંચળ વાદળની જેમ, ખાલીખમ ચાલ્યા જાય છે; સમૃદ્ધિ સામે નજર પણ નથી કરતા. અરે રે, પૃથ્વીનાથની આંખો કંઈક ખોળે છે અવશ્ય, પણ શું ખોળે છે, એ કંઈ સમજાતું નથી ! અને જેમ સમજવું અશક્ય બનતું ગયું એમ ભેટોની પરંપરા વધતી ગઈ. ગજપુર નગરમાં એની પરાકાષ્ઠા રચાઈ ગઈ. શેરીએ શેરી સ્વાગતોથી ઊભરાઈ ગઈ. કેટલાંય પરિજનોએ પોતાનાં ઘરબાર, ધનદોલત અર્પણ કરી મેં તો ડોલતો ડુંગર દીઠો જો ૦૨૮૯ Page #309 -------------------------------------------------------------------------- ________________ દીધાં. મણિ-મુક્તાના વરસાદ વરસ્યા. કેસર, ચંદન ને કપૂરના કીચ રચાયા. પણ પૃથ્વીનાથને ખપતું જાણે તેમાં કંઈ જ નથી ! એ શોધતાં નયન ઘૂમી ઘૂમીને પાછાં ફરે છે. અરે, કોઈ ડાહ્યો માણસ છે ખરો કે નહીં ? આપણા ભર્યા નગરને પ્રભુ પાવન કેમ કરે એ શોધી કાઢો, નહીં તો આત્મતિરસ્કારનો ભાર આપણને સુખની નીંદ નહીં લેવા દે ! કોલાહલ વધતો વધતો ગજપુરના રાજવી સોમયશના આવાસમાં જઈને ગુંજી રહ્યો. એ વેળા ગજપુરની ત્રણ નગરમાન્ય વ્યક્તિઓ અવનવી ચર્ચા વિચારણામાં મગ્ન હતી. ભગવાન એમાં એક હતા ગજપુરના સ્વામી સોમયશ રાજા વૃષભધ્વજના મહાબલી પુત્ર બાહુબલીના પુત્ર. તેઓ કહેતા હતા : “અરે, આજે પ્રભાતકાળે, સરોવરોમાં જ્યારે કમળને ખીલવાનો સમય હશે ત્યારે, મને એક સુંદર સ્વપ્ન લાધ્યું. એમાં એવું દેખાયું કે એક પરાક્રમી રાજા સંગ્રામમાં ચારે તરફ શત્રુઓથી ઘેરાઈ ગયો છે. કુમાર શ્રેયાંસ એ રાજાની મદદે દોડી ગયો. કુમારની મદદથી રાજાએ શત્રુઓનો પરાભવ કર્યો. મને કદી સ્વપ્ન લાધતાં નથી; ને લાધે છે તો સુસ્વપ્ન જ હોય છે. આ સ્વપ્નનો અર્થ શો હશે ?'' ગજપુરના પાટવી કુમાર શ્રેયાંસે કહ્યું : “પિતાજી, બરાબર એ જ સમયે મને પણ એક સ્વપ્ન લાધ્યું હતું. કોઈ પણ કારણે શ્યામ બની ગયેલા પ્રચંડ સુવર્ણગિરિને દૂધના અભિષેક વડે મેં ઉજ્જ્વળ કર્યો. મને કદી દુઃસ્વપ્ન લાધતાં નથી. આ સ્વપ્નનો શો અર્થ હશે, તે કંઈ સમજાતું નથી.'' આ બેની સાથે પોતાનો સૂર પરાવતા ગજપુરના નગરશેઠ સુબુદ્ધિએ કહ્યું : “સ્વામી ! આશ્ચર્ય તો જુઓ, મને પણ એ જ સમયે એક સ્વપ્ન આવ્યું. સહસ્ર કિ૨ણથી પ્રકાશતાં સૂર્યનાં કિરણો એક પછી એક જાણે સ્રવી ગયાં. નિઃસ્તેજ થયેલો એ સૂર્ય યત્રતંત્ર ભ્રમણ કરતો હતો. કુમાર શ્રેયાંસે જાણે એમાંથી ચ્યવી ગયેલાં કિરણો પાછાં એમાં સ્થાપન કર્યાં ને સૂર્ય ફરીથી સહસ્ર કિરણે પ્રકાશી ઊઠ્યો. આ સ્વપ્નનો અર્થ શું હશે ?'' ત્રણે જણાએ ખૂબ વિચારણા કરી, પણ સ્વપ્નનો અર્થ ઉકેલી શક્યા નહીં. છતાં એક વાત નક્કી થઈ કે કુમાર શ્રેયાંસના હાથે જરૂ૨ કોઈ શુભ કાર્ય થવાનું છે. ૨૯૦ ૦ ભગવાન ઋષભદેવ - Page #310 -------------------------------------------------------------------------- ________________ અને એ જ અવસરે શુભ સંદેશ લઈને દ્વારપાળ આવ્યો : “સ્વામિની, પૃથ્વીનાથ ઋષભદેવ વન-જંગલોમાં વિચરતા આપણા નગરમાં પધાર્યા છે. સ્વામિન્, એમના દેહની શી વાત કહું ! જાણે એ પૃથ્વીનાથ જ નહીં.’ દ્વારપાળ પણ વાત કરતો ગદ્ગદ થઈ ગયો. ખોંખારો ખાઈને એ આગળ બોલ્યો : “ડુંગર જેવી એમની કાયા ડોલતી ચાલે છે; સૂર્ય જેવું એમનું પ્રતાપી મોં શ્યામ પડી ગયું છે, ને અનેક શત્રુ વીંટળાઈ વળ્યા હોય એવી એમની પરવશ દશા છે. અમે મિણ-મુક્તા, કેસર-ચંદન, અશ્વહાથી, રથ ને કન્યા આપવા માંડ્યાં; અનેક જનોએ તેમને વસવા આવાસ ખાલી કરી આપ્યાં તોય એ કંઈ પણ લીધા વિના આગળ વધ્યા. અને છતાં કંઈક ગ્રહણ કરવાની આકાંક્ષા એમના મુખ પર તરવરે છે. ભારે મૂંઝવણ છે. રાજત્યાગ વખતથી ધારેલું મૌન હજુય અભંગ હોવાથી કંઈ સમજી શકાતું નથી.’' “અરે, ધન્ય છે આપણને ! ધન્ય છે આપણા ગ્રામ-નગરને ! ચાલો પ્રભુનું સ્વાગત કરીએ !’' “પૃથ્વીનાથ દ્વાર સુધી આવી પહોંચ્યા છે,' બીજા પ્રતિહારીએ ખબર આપ્યા. “અરે, ખૂબ વિલંબ થયો. ચાલો, ચાલો, ત્વરા કરો !”’ કુમાર શ્રેયાંસ અડવાણે પગે ને ઉઘાડા મસ્તકે દોડ્યો. રાજા સોમયશ અને બીજાઓએ તેનું અનુસરણ કર્યું. પ્રભુ દ્વાર પર આવીને ખડા હતા. કુમાર શ્રેયાંસ ઊલટભર્યો પગમાં પડ્યો. પોતાનાં સુદીર્ઘ કેશથી પ્રભુની ચરણરજ લૂછીને એણે ફરી ફરી પ્રણિપાત કર્યો. રાજા સોમયશ અને બીજાઓએ તેનું અનુકરણ કર્યું. શ્રેયાંસકુમાર બોલી ઊઠ્યો : “અરે, પ્રભુ તો ક્ષુધાથી ક્ષામકુક્ષી છે. જેણે બધું તજ્યું એને મણિમુક્તાનું શું કામ ? અરે, પણે તાજા ઇક્ષુરસના ઘડા તૈયાર છે. લાવો, પ્રભુની ક્ષુધા ને તૃષા બંને એનાથી શાન્ત થશે. પછી બીજી વાત.’’ સેવકો ઘડા લેવા દોડ્યા, પણ શ્રેયાંસને જરાય વિલંબ પોસાતો નહોતો. દોડીને એ જાતે ઘડા લઈ આવ્યો, અને ભક્તિભાવપૂર્વક પ્રભુ સામે ધર્યા. પ્રભુએ એ લેવા હાથ લંબાવ્યા. ધન્ય, ધન્ય શ્રેયાંસ તને ! સદા સીધા રહેતા હસ્ત આજ તારી તરફ મેં તો ડોલતો ડુંગર દીઠો જો * ૨૯૧ Page #311 -------------------------------------------------------------------------- ________________ લંબાવ્યા. અરે, પૃથ્વીના પતિએ આજ સુધી આપ્યું હતું – ઊંચા હાથે; આજ તારું આપ્યું સ્વીકાર્ય નીચા હાથે ! મેષ સદા પૃથ્વીને આપતો રહ્યો છે; આજે જાણે પૃથ્વી પાસેથી એણે પોતે સ્વીકાર કર્યો ! પૃથ્વીનાથના કર-પાત્રમાં શ્રેયાંસ ઇક્ષુરસના ઘડા ઠાલવતો હતો. પ્રભુ એનું પાન કરી રહ્યા હતા. કેટલાય ઘડા એ કરપાત્રમાં સમાઈ ગયા, પણ શ્રેયાંસનો હર્ષ હૃદયમાં ન સમાયો. એણે ઘડો માથે લીધો, ને પ્રભુ સમીપ હર્ષનૃત્ય શરૂ કર્યું. કોઈએ રત્ન વેર્યાં, કોઈએ મોતી વેર્યાં; ફળ, ફૂલ ને પર્ણનો પાર ન રહ્યો. શ્રેયાંસના હર્ષ-નૃત્યમાં સહુ સામેલ થયા. ભારે ઠાઠ જામ્યો. અલૌકિક આનંદની દુનિયામાં બધાં મગ્ન બની ગયાં. આજ પૃથ્વીનાથ ભલે ઇસુરસથી તૃપ્ત થયા હોય, પણ એમના દર્શનરૂપી અમૃતનાં પાનથી સર્વ પ્રાકૃતજનો તૃપ્ત થયા હતા. મોડે સુધી સહુ હર્ષોલ્લાસ માણતાં રહ્યાં. ભગવાન ઋષભદેવ તો ધીરે ને સ્વસ્થ ડગે આગળ વધ્યા. જ્યારે હર્ષાવેશમાંથી સહુ જાગ્યાં ત્યારે ભાન આવ્યું કે અરે, સૂર્યના જેવી નિશ્ચિત . ગતિવાળા પ્રભુ તો આગળ ચાલ્યા ગયા છે ! નૃત્યના દીર્ઘ ક્રમમાં સહુ શ્રમિત બન્યાં હતાં. બધાં પ્રાસાદનાં પ્રાંગણમાં બેઠાં. ભગવાને પ્રથમ ભિક્ષા લીધાના સમાચાર બધે ફરી વળ્યા હતા. કચ્છમહાકચ્છ આદિ તાપસ રાજાઓ પણ આવી પહોંચ્યા હતા. સહુએ એકત્ર થઈને પ્રશ્ન કર્યો : “હે શ્રેયાંસકુમાર, ભગવાનને અમે ઘણું ઘણું ધર્યું, પણ તે તેમણે ગ્રહણ ન કર્યું. અને તમારી પાસે ઇક્ષુરસ જેવી તુચ્છ વસ્તુનો સ્વીકાર કાં કર્યો ? અરે, અમારી વાડીઓના કોલુમાં આથી અધિક રસ એમ ને એમ ઢોળાઈ જાય છે.’’ “ભાઈઓ, હાલમાં ભગવાન રાજા નથી,” શ્રેયાંસે ખુલાસો આપવાની શરૂઆત કરતાં કહ્યું. પણ તે સાથે જ મેદનીમાંથી ઘોષ ઊઠ્યો : “ના, ના, એ તો અમારા રાજા છે.' “તમારી વાત તમારી રીતે સાચી છે.” શ્રેયાંસે આગળ બોલતાં કહ્યું, “પણ ભગવાને તમામ સમૃદ્ધિનો, તમામ વૈભવનો, પુત્ર, પત્ની ને માતાનો ૨૯૨ * ભગવાન ઋષભદેવ Page #312 -------------------------------------------------------------------------- ________________ પણ ત્યાગ કર્યો છે. આ તો બાહ્ય વસ્તુઓ થઈ. પણ તેમણે અંતરથી દેહની મમતાનો પણ ત્યાગ કર્યો છે. તેઓ શોધમાં નીકળ્યા છે– આત્માના અમૃતની; માનવને–તમામ જીવોને અલૌકિક શાંતિ ને સુખ મળે તેની.” “આપણાં સુખ, દુઃખથી વ્યાપ્ત છે. આપણો જન્મ, મૃત્યુની સાથે સંકળાયેલો છે. આપણાં હૃદય ને મન સ્વાર્થથી પીડિત છે. આપણને સંસારની સમૃદ્ધિ ભેગી કરવાનો લોભ છે; સારામાં સારી વસ્તુ ભોગવવાનો આપણને શોખ છે; અને એથી ભારે કલહ મચેલો રહે છે. - “શાસન એમણે સ્થાપ્યું છે. સબળ નિર્બળને ન પડે એ એમનો આરંભ છે, એ ભંગ કરે એને માટે એમણે શિક્ષાના પ્રકાર રચ્યા છે. આ વધ, બંધ ને ઘાતની શિક્ષા કરવા છતાં માણસ સ્વાર્થ પાછળ ઘેલો બને છે. સારું કરવા તરફ એની સ્વયંભૂ રુચિ નથી. આ માટે તેઓએ પોતાના જીવન દ્વારા બતાવ્યું કે સાચું જીવન પારકા માટે જીવવામાં છે. સમૃદ્ધિના સંગ્રહ કરતાં સમૃદ્ધિનું દાન ઉત્તમ છે. આવા ભગવાન અંગરાગ ને મોજશોખ વધારનારી તમારી વસ્તુઓને ગ્રહણ કરે ખરા ? એ તો ગૃહહીન છે; લઈને કયાં મૂકે ?'' હે શ્રેયાંસ, તમારી આ વાત સાચી લાગે છે, પણ તમે શી રીતે જાણ્યું કે ભગવાનને ઇક્ષુરસનો ખપ છે ? " “ભાઈઓ, એ મારા મહદ્ભાગ્યની બીના છે. જ્યારે કોઈ સુંદર કાર્ય થવાનું હોય છે ત્યારે મંગળ સંકેત થયા જ કરે છે. ગઈ રાતના શેષકાળમાં મારા પિતાજીને સ્વપ્ન આવ્યું કે એક મહાન યોદ્ધો શત્રુઓથી ઘેરાઈ ગયો છે, અને હું એને મદદ કરી શત્રુઓનો પરાભવ કરવામાં સહાયભૂત બનું છું. એ યોદ્ધા તે ભગવાન પોતે.” “કુમાર; તમારી એ વાત બરાબર નથી. પૃથ્વીનાથનો કોઈ શત્રુ નથી; એ તો અજાતશત્રુ છે.” કેટલાક બોલ્યા. “પૃથ્વીનાથની વાણીને સદા સાંભળનારા તમે કાં ભૂલો કે ભગવાને નમો અરિહંતાણં' નો મંત્ર આપ્યો છે. એના મર્મને પ્રકાશ કરતાં એમણે શું કહ્યું હતું ? એમણે બે જાતના અરિ બતાવ્યા હતા : એક સગી આંખે દેખાતા ને બીજા નરી આંખે ન દેખાતા. એ ક્ષુધાપિપાસારૂપી દેહ-શત્રુઓથી પ્રભુ ઘેરાઈ ગયા હતા. મેં ઇક્ષુરસ આપી તેમાંથી એમને મુક્ત કર્યા” “શ્રેયાંસ, તને ધન્ય છે ! તેં તારા પિતામહના ઉપદેશને જીવનમાં યથાર્થ રીતે ઉતાર્યો છે. હવે અમને આગળ કહે, ભગવાન વિશેની કોઈ પણ, કેવી મેં તો ડોલતો ડુંગર દીઠો જો ૨૯૩ Page #313 -------------------------------------------------------------------------- ________________ પણ વાર્તા અમને પ્રિય છે. એમનું નામ પણ અમને અમૃતના પાન સમાન છે.’’ “ભાઈઓ, આપણા નગરના શ્રેષ્ઠી સુબુદ્ધિને સ્વપ્ન આવ્યું કે સૂર્ય પોતાનાં સહસ્ર કિરણોથી વ્યુત થયો; એ કિરણો મેં ફરીથી સૂર્યમાં જોડ્યાં. આનો અર્થ પ્રભુનાં પ્રથમ દર્શનથી ને ઇક્ષુરસના પાન પછીનાં દર્શનથી આપોઆપ તમને સમજાઈ ગયો હશે. પણ મને ખરી પ્રેરણા તો મારા સ્વપ્નથી મળી હતી. પ્રાતઃકાળની પહેલી ક્ષણોમાં મેં સ્વપ્નમાં એક ડોલતો ડુંગર દીઠો. સુવર્ણનો એ અચળ મેરુ ચલાયમાન બન્યો હતો. એની સુવર્ણ કાંતિ શ્યામ બની ગઈ હતી. મેં એ ડુંગરને દૂધથી ધોયો. ભાઈઓ, આ સ્વપ્નનો સૂચિતાર્થ ખૂબ ખૂબ વિચા૨ ક૨વા છતાં અમે ન સમજી શક્યા; પણ પ્રભુનાં દર્શન સાથે મને ડોલતા ડુંગરની કલ્પના આવી ગઈ; એ ડોલન શા કારણે હતું, તેનો ચિતાર મારા ચિત્ત સમક્ષ રજૂ થયો. ને જે ભગવાને સર્વ જીવોને સમાન લેખ્યા હતા, જેણે સર્વ તજ્યું હતું એને શાનો ખપ હોય તે મારી મનોભૂમિમાં ઊગી આવ્યું. અન્ન ને જળની ગરજ સારતા તાજા ઇક્ષુરસના ઘડા સામે જ હતા. સારું થવાનું હોય તો સારા સંયોગ આપોઆપ ઊભા થઈ જાય. કાયારૂપી ડુંગરને ડોલતો સ્થિર કરવા માટે મેં ઈક્ષુરસ સામે ધર્યો ને ભગવાને એનો સ્વીકાર કર્યો. આજ મારું જીવન સફળ થયું. આજ આ નગર ધન્ય થયું. આજ સહુ પ્રજાજનો ધન્ય બન્યાં.” “પરમ ભાંગ્યશાળી છો, કુમાર, તમે તો ! પ્રભુને પહેલી ભિક્ષા આપવાના કાર્યથી તમે અમારા પૂજનીય બન્યા.’ પ્રજાજાનોએ ફરીથી નૃત્ય આરંભ્યું. એ ભિક્ષાએ ન જાણે કેટલાંય હૈયાંઓને દિવસો સુધી ડોલતાં રાખ્યાં ! માબાપોએ એની કહાણી ઘડી કાઢીને પોતાનાં બાળકોને કહેવા માંડી. પ્રવાસીઓ એ. નગરીને પવિત્ર માનીને પૂજવા લાગ્યા. ૨૯૪ * ભગવાન ઋષભદેવ Page #314 -------------------------------------------------------------------------- ________________ 33 અંતર વસિયા મહારાજ ઊંચાં ગિરિશૃંગોની પાછળ, સુંદર એવો બહલી નામે દેશ છે. ત્યાં તક્ષશિલા નામની સુંદર નગરી આવેલી છે. ઋષભાત્મજ રાજા બાહુબલીની એ રાજધાની છે. વૃક્ષખંડો, વિશાળ સરોવરો અને સિંધુથી વ્યાપ્ત આ દેશમાં આદર્શ રાજવ્યવસ્થાનો અમલ ચાલે છે. અહીં ધેનુઓ છૂટાં ગૌચરોમાં નિરાંતે દૂર્વા ચરે છે; ખેડૂતો આનંદથી ખેતી કરે છે; ગોવાળો પોતાનાં પશુઓને પ્રેમથી પાળે છે; સંતાન માતા-પિતાનો વિનય કરે છે; પ્રજાને ચાહે છે; રાજા પ્રજાને પોતાના પુત્રવત્ પાળે છે. અહીં ભાઈ-બહેન પરણતાં નથી; બે પાડોશી એક ચીજ માટે ઝઘડતા નથી. ઋષભાત્મજના આ દેશમાં ચોર નથી કે ચોરી નથી; ખપપૂરતું ગમે ત્યાંથી સહુ કોઈને મળી રહે છે. કોઈને આવતી કાલનો અવિશ્વાસ નથી. કોઈને કોઈ તરફ દ્વેષનું કંઈ કારણ નથી, કારણ કે અહીં સંગ્રહમાં કોઈ માનતું નથી. વૃક્ષો ફળથી લચી પડીને કોઈ ભોગીની રાહમાં ઝૂકી જાય છે. નવાણ ઊભરાતાં રહે છે. ધેનુઓનાં સ્તનમાંથી સદા અમી ઝર્યા કરે છે. ખેતરોમાં તો ભૂમિમાતા એવી ઉદાર છે કે એક કણના સહસ્ર કણ કરી આપે છે. પોતાના કરતાં પારકાને સંતુષ્ટ કરવામાં આ પ્રજાજનો ઉત્સાહી છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ સંતોષભરી અને સુખદ એવી આ સૃષ્ટિનું મૂળ રાજા બાહુબલી છે. જેવો રાજા તેવી પ્રજા” એ નિયમનો પહેલો પડઘો અહીં પડ્યો છે. - રાજા બાહુબલી શાન્ત છે, ધીર છે, વીર છે, ઉદારમના છે ને કર્મણ્ય છે; નિરભિમાની ને નિસ્પૃહ છે; સતત જાગ્રત ને સદા વલંત છે. ચંદ્રની સૌમ્યતા ને સૂર્યનો પ્રતાપ બંને એનામાં વસ્યાં છે. એ અને એની પત્ની વસંતતિલકા સ્વર્ગનાં દેવ-દેવીની યાદ આપે છે. રાજા બાહુબલી મહાન પિતાના મહાન પુત્ર તરીકે જીવવાનો હોંશીલો છે. ફૂલ પરથી ભ્રમર મધુ લે, એમ પ્રજા પાસેથી એણે સમૃદ્ધિ એકઠી કરી છે, છતાં એ મહાસમૃદ્ધિવંત છે. એની સમૃદ્ધિ પ્રજાના ઘરમાં અને એથીય વધીને પ્રજાના દિલમાં છે. એની પાસે વિશાળ અશ્વશાળાઓ, મોટી આયુધશાળાઓ, મહાન રથશાળાઓ ને ગજશાળાઓ નથી, પણ એને જરૂર પડતાં અશ્વો અને ગજો પૂરી સંખ્યામાં મળી રહે છે. ત્યાં દરેક પ્રજાજન પોતાની પસંદગીનું વાહન રાખી શકે તેટલો ક્ષમ છે, અને પ્રજાનું એ વાહન જોઈએ ત્યારે રાજાનું વાહન બની શકે છે. રાજા ને પ્રજા પરસ્પર પોતાને સુખદુઃખનાં સાથી માને છે. હસ્તીકાન્ત વીણાના વાદક આ રાજાએ, રાજા બન્યા પછી, હાથીખેલનનો શોખ પણ સીમિત કરી નાખ્યો છે. યુદ્ધ જેવી હૈયાહોળી આ ભૂમિમાં કોઈએ જાણી નથી. અને તેથી અનીતિ, દુર્ભિક્ષ કે ભૂખમરાનાં પ્રલયકારી પગલાં અહીં થયાં નથી. દેશ એવો સુંદર છે, રાજા એટલો ભલો છે, કે રાજા ભરતદેવની ભૂમિમાંથી આવીને અનેક પ્રજાજનો અહીં વસ્યાં છે. “રાજા” એ અહીં વહાલસૂચક શબ્દ છે, ભયસૂચક નહીં. પ્રજા હોંશે હોંશે રાજાની પાસે જાય છે, ને આખો દિવસ એક મહાકુટુંબનો જાણે મેળો જામે છે. આ સુખદ રાજ્ય ભૂમિમાં અનાચારી, અત્યાચારી કે આતતાયી પોતાનો પડછાયો પણ પાડી શકતા નથી. . રૂપાળી કન્યાઓ વનજંગલોમાં દૂર દૂર સુધી નિર્ભયપણે ફળ, ફૂલ ને મેવા વણે છે. વનની મૃગલીઓ સાથે નગરની આ મૃગલીઓ આખો દિવસ ગેલ કરે છે, છતાં કોઈ આતતાયીનો પડછાયો પણ ત્યાં નથી પડતો. આ પૃથ્વી પર કંટકવૃક્ષ અલ્પ ઊગે છે, અને તે રીતે દ્વેષ, ઈર્ષ્યા ને અસૂયા પણ અલ્પ ઊગે છે. ર૯૬ ભગવાન ઋષભદેવ Page #316 -------------------------------------------------------------------------- ________________ સુંદર ચાંદનીમાં રાજા અને પ્રજા ઉત્સવ ઊજવવા વન-પહાડોમાં જાય છે. રાજા વીણા વગાડે છે અને પ્રજા નૃત્ય કરે છે. ખેતરોમાં પીળાં ધરખમ હૂંડાં હવામાં ઝૂમતાં હોય ત્યારે પણ રાજા ને પ્રજા એકઠાં મળી હર્ષોત્સાહ દાખવે છે. ધનુર્વિદ્યા, અશ્વખેલન કે ગજપરીક્ષામાં સહુ એકરસ બનીને ખેલતાં રહે છે. આવા સુંદર નગરમાં એકદા પડતી રાતે ઉપવન-રક્ષકે આવીને વર્તમાન આપ્યા : “હે રાજાજી, ક્ષિતિજ પર સૂરજ સંધ્યાનાં કિરણો પ્રસારતો હતો ત્યારે પ્રભાતના નવરવિની કાંતિ જેવા પૃથ્વીનાથ ઋષભદેવ ઉપવનમાં પધાર્યા છે; એકાંતમાં ચિંતન-અવસ્થામાં સ્થિર છે.” “અહો, આપણાં ભાગ્ય જાગ્યાં. અરે, આ સર્વ સમૃદ્ધિના નિમિત્ત પિતાજી આજ આપણે આંગણે પધાર્યા છે ! હે પુરજનો, શેષ રાત્રિમાં આપણી આ નગરીને પૃથ્વીનાથના સ્વાગતને યોગ્ય શણગારી લો. પ્રાતઃકાલે સહુ સાથે દર્શને જઈશું.” આખી રાત નગરજનો જાગ્યાં ને શહેરને શણગાર્યું. તેઓએ ઘરબાર, શેરી-ચોટાં તો શણગાર્યાં, પણ પોતાનાં પશુઓને પણ કુંકુમ અને ફૂલમાળથી શોભાવ્યાં. આકાશના ફલક પર દેવી ચિતારો અરુણ પોતાના સોનેરી રંગો છાંટે એ પહેલાં રાજા બાહુબલી ને રાણી વસંતતિલકા સજ્જ થઈને નગરના ચોકમાં આવી ગયાં. રાજહસ્તી બાજુમાં જ ઊભો હતો. રાજાજીને આવ્યા સાંભળી નાના બાળકથી લઈને વૃદ્ધ પુરજનો સુધ્ધાં ત્યાં આવી પહોંચ્યા; ને પૃથ્વીનાથની જય જય બોલાવતાં સહુ આગળ વધ્યાં. સુંદર વાજિંત્રો વાગી રહ્યાં છે. હર્ષના શંખસ્વર ધીરે ધીરે વિકસ્વર થઈ રહ્યા છે. હર્ષના સાગરમાં ઉલ્લાસના તરંગો ઊછળી રહ્યા હતા. એમાં સ્નાન કરતાં સહુ ઉપવન નજીક આવી પહોંચ્યાં. રાજા અને રાણી ઉતાવળાં હાથીથી નીચે ઊતરી ઉપવન તરફ ચાલ્યાં; પણ આ શું ? ઉપવન-રક્ષક શ્યામ મુખે ત્યાં સામે ખડો હતો. “અરે હર્ષમુખ, તું શ્યામમુખ કાં ? આજ આવા આનંદને ટાણે તું વિષાદપૂર્ણ કેમ ?”’ “સ્વામી, રાત્રિ જેમ સરી જાય તેમ રાત્રિની સાથે પૃથ્વીનાથ પણ અન્યત્ર અંતર વસિયા મહારાજ* ૨૯૭ Page #317 -------------------------------------------------------------------------- ________________ ચાલ્યા ગયા. આ ચાર માર્ગમાંથી કયે માર્ગે ગયા, એ પણ કંઈ જણાયું નથી.’’ રાજા બાહુબલી કંઈ બોલી ન શક્યા. તેઓ જ્યાં પૃથ્વીનાથ રાત રહ્યા હતા, ત્યાં ગયા. એ ભૂમિ સુંદર લક્ષણવાળાં પદ્મચિહ્નોથી યુક્ત હતી. એ પદ્મચિહ્નો જોતાંની સાથે રાજાજીનું વજ્ર જેવું હૈયું મીણની જેમ દ્રવી ગયું. એ આંખમાંથી અશ્રુ સારતા વિલાપ કરવા લાગ્યા : “ધિક્કાર છે હતભાગી મને ! અરે, હાથમાં આવેલો અમૃતનો પ્રસાદ હું આરોગી ન શક્યો. દિશાઓમાંથી ફૂંકાતા શીતળ વાયરાની વચ્ચે પ્રભુએ રાત્રિ નિર્ગમી, ત્યારે મેં મૂરખાએ પ્રાસાદમાં આરામ સેવ્યો. અરે, હું મહાસ્વાર્થી છું ! જેના પ્રતાપે મને આ સમૃદ્ધિ ને આ જીવન સાંપડ્યું, એની લેશ પણ સેવા ન કરી શક્યો ! આ રાજને, આ સમૃદ્ધિને, આ સુખને ધિક્કાર હો ! અરે, આ જ તો મને આ જીવિતાનો પણ ભાર લાગી રહ્યો છે.’ પોતાના પ્રિય રાજાજીનો વિલાપ હૃદયભેદક હતો. તમામ પ્રજા પણ ગદ્ગદ કંઠે પોતાના ભાગ્યનો શોચ કરવા લાગી. શોક-શલ્યથી રાજા અને પ્રજા સહુ વીંધાઈ ગયાં. આ વેળા રાજ્યના શાણા સચિવે રાજાજીને પ્રણિપાત કરતાં કહ્યું : “હે રાજન્, શું તમે નહોતા કહેતા કે પૃથ્વીનાથ તો સદા મારા અંતરમાં વસ્યા છે. જો આજ તમારા અંતરમાં વસી જ રહ્યા હોય તો દર્શનથી શું વિશેષ છે ? દર્શનના મોહને તો પૃથ્વીનાથ પોતે પણ યોગ્ય ગણતા નથી. એમના શાસનના મોહને સ્વીકારો. એવો પુરુષ દેહમાં જીવતો નથી, ભાવનામાં જીવે છે; એ આપણે કયાં જાણતા નથી ?”’ “પણ એ મારા પિતાજી છે, મંત્રીવર્ય, છૂંદેલા ખોળા યાદ આવે છે.” “આપની નબળાઈ છે. જેણે રાજપાટ, ધનવૈભવ, પુત્રપરિવાર તજ્યાં, એના પુત્રને આ ન શોભે ! ચાલો, આપણે સહુ પ્રભુજીનાં પદચિહ્નને પૂજીએ, ને એમના ઉપદેશોને જીવનમાં ઉતારીએ.’’ આણેલી સ્વાગત-સામગ્રી એ પદચિહ્નની આસપાસ બિછાવી, સહુએ ઘૂંટણીએ પડીને પ્રણિપાત કર્યા. આ વેળા શાણા સચિવે અંજલિ જોડીને કહ્યું : “હે રાજાજી ! આજ અમે પૃથ્વીનાથનું જીવન સાંભળવા માગીએ છીએ. એમણે અનાથ સુનંદાને કેવી રીતે સનાથ કરી, જંગલી જીવોને કેવી રીતે માનવ બનાવ્યાં, આજની આ જીવનોપયોગી કળાઓનો કેવી રીતે વિકાસ કર્યો, શતયજ્ઞ કરીને કેવી ૨૯૮ * ભગવાન ઋષભદેવ Page #318 -------------------------------------------------------------------------- ________________ રીતે એ રાજા થયા, પ્રજાના કેવી રીતે પિતા થયા, કેવી રીતે યુગલિકધર્મ નિવાર્યો, ને અંતે શા કાજે રાજપાટ તજી અનગાર બન્યા – એ સર્વ રસભરી કથા કહી અમારાં હૈયાંને અજવાળો.” રાજા બાહુબલીએ ધીર ચિત્તે એ કથા કહેવા માંડી. એ કથા જેમ જેમ આગળ વધી તેમ તેમ કહેનાર અને સાંભળનાર બંનેનાં હૃદયમાંની ઉદાસીનતા ધોવાઈ ગઈ ને ઉલ્લાસ આવતો ગયો. નિરાશ થયેલી પ્રજા ફરી આનંદનો અનુભવ કરી રહી. ભગવાન ઋષભદેવ જાણે સહુનાં અંતરમાં આવીને વસી ગયા ! અંતર વસિયા મહારાજ ર૯૯ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૪ રિજી મારો વૃષભ ફરીને આપણે અયોધ્યામાં આવી પહોંચીએ. આજે એ ઋષભદેવની સાદી-સીધી નગરી નહોતી, પણ રાજા ભરતદેવની પ્રતાપી પાટનગરી હતી. અશ્વશાળાઓ, આયુધશાળાઓ, ગજશાળાઓ ને રથશાળાઓથી એ સદા વ્યાકુલ રહેતી. અહીં સરખેસરખા જુવાનો સદા શસ્ત્રવિદ્યાના શિક્ષણમાં મશગૂલ રહેતા. સેનાપતિ સુષેણની વિરહાકથી દિશાઓ કંપાયમાન થતી. ભરતદેવના ન્યાયાસન પાસે સજ્જનોનું સંરક્ષણ થતું ને આતતાયીઓ ને અન્યાયીઓને આકરી શિક્ષા મળતી. દેશદેશની સમૃદ્ધિ અહીં એકત્ર થઈ હતી. રત્નાકરનાં મોતી ને પહાડોના હિરા અહીં મળતા. નગરી ભિન્ન ભિન્ન વ્યવસાયોથી દિવસ ને રાત ધમધમતી રહેતી. રાજા ભરતદેવ આખો દિવસ આયુધશાળામાં નિમગ્ન રહેતા. સાધનાની છેલ્લી પળોનો અવિરત ઉત્સાહ એમને ડોલાવતો હતો. બસ, સાધ્યની પ્રાપ્તિ ને પિતાના શાસનનો પ્રચાર એ જ એક મહેચ્છા એમને હતી. પિતાના રાજત્યાગ પછી ટૂંક સમયમાં જ, દોરો નીકળી જતાં આખો હાર વેરવિખેર થઈ જાય તેમ, બધા રાજાઓ સ્વતંત્ર થઈ બેઠા હતા. બીજાની તો શી વાત, ભરતદેવના સગા ૯૮ ભાઈઓ પણ સ્વતંત્ર રાજ જમાવી બેસી ગયા હતા; પૃથ્વીનાથ ઋષભદેવ સિવાય તેઓ કોઈની આજ્ઞા માનવા તૈયાર નહોતા. Page #320 -------------------------------------------------------------------------- ________________ ભરતને તો ભોં ભારે થઈ પડી હતી. એનાં ચક્રવર્તીપદનાં સ્વપ્ન સાવ સરી જતાં દેખાતાં હતાં. ભરતદેવ એ માટે કટિબદ્ધ થઈ રહ્યા હતા. પૃથ્વીનાથના ગૃહત્યાગ પછી, વિરક્તમના સુંદરી પલટાઈ ગઈ હતી. એનાં અંતર પર પિતાના ગાદીત્યાગની એટલી પ્રબલ અસર પડી હતી કે સદા પોતાના સુંદર દેહને જોનારી હવે એ ભીતરમાં જોવા યત્ન કરતી. ખંજન પક્ષીના જેવી એની ચંચળતા ઓછી થઈ ગઈ હતી. પિતાના ત્યાગધર્મના વિચારો એને સતત સતાવ્યા કરતા હતા. ગંભીર મનવાળી બ્રાહ્મી આખો દિવસ એકાંતમાં પડી રહેતી, અને એનું કાર્ય કરતી. મયૂરપિચ્છના સાધનથી એ કંઈ લીંટા દોરતી, ભૂંસતી ને વળી દોરતી. સુંદરી ઘણી વાર એની સાથે બેસતી, પણ થોડી વારમાં એનું ચંચળ મન આ ઠંડી ક્રિયાને બદલે કંઈક જીવન્ત ક્રિયા માગી લેતું. માતા મરુદેવા તો તે દિવસથી જ અસ્વસ્થ હતાં. કોઈ પુત્રની વાત કાઢતું તો એ બોર બોર જેવડાં આંસુડાં ઢાળતાં, હવે રોતાં રોતાં આંસુય ખૂટ્યાં હતાં, ને લોચન પણ ઝંખવાયાં હતાં. દેહ તો હાડપિંજર બની ગયો હતો. પ્રાતઃકાળે રાજા ભરતદેવ નમસ્કાર કરવા જતા ત્યારે મરુદેવા વિલાપ કરતાં કહેતાં : સર્વસ્વને “ભરત ! મારો પુત્ર મને, સુમંગલાને, પ્રજાને, રાજલક્ષ્મીને છાંડીને ચાલ્યો ગયો, ને વનવાસી બની ગયો; રે ! તોય મને મૃત્યુ ન આવ્યું. ભરત, તું પુરુષ છે, માતા નથી. પુત્ર માટેનો માતાનો વલવલાટ તું શું જાણે ? અરે, મારો વૃષભ, એરાવતનો અવતાર, આજ પગપાળા ક્યાં ક્યાં ઘૂમતો હશે ? અરે, એક ડાંસમાત્રથી જેની નિદ્રા તૂટી જતી હતી, એ ડાંસ ને માખીઓના ઝુંડ વચ્ચે સૂતો હશે. અરે પદ્મખંડ જેવો કોમળ એ વર્ષાનાં વાવાઝોડાં શે સહતો હશે ? અરે, માલતીના ગુચ્છ જેવો એ હેમંતના હિમપાત કેમ વેઠતો હશે ? રે, વનવાસી હસ્તીના જેવો એ ઉનાળામાં જળ વિના કેમ જીવતો હશે ? ભરત, મારો પુત્ર આશ્રયહીન બની, અન્નહીન બની, સામાન્ય જનની જેમ વનજંગલોમાં ભટકે છે, ને તું અહીં રાજપ્રાસાદોમાં મજા કરે છે ! તેં કોઈ દિવસ એની ખબર પણ કઢાવી છે ખરી ?’ “મા, સાગરનો તરનાર જેમ કંઠે વળગેલ શિલાનો ત્યાગ કરે, એમ એમણે આપણો ત્યાગ કર્યો છે. વજ્રના સારરૂપ મારા પિતાના આપ જનની છો; ધૈર્યના ડુંગર મારા પિતાજીનાં આપ માતા છો. આવાં આક્રંદ આપને મારો વૃષભ * ૩૦૧ – Page #321 -------------------------------------------------------------------------- ________________ ન શોભે ! પિતાજી યોગ્ય કાળે અહીં આવશે, એવી મને શ્રદ્ધા છે.” માતા મરુદેવા ભરતના આ શબ્દોથી ક્ષણિક આશ્વાસન પામતાં. દેવી સુમંગલાની સ્થિતિ તો આથીય વિચિત્ર હતી. તેઓ ન આક્રંદ કરતાં, ન વિલાપ કરતાં; શાંતિથી, સ્વૈર્યથી જીવતાં, વૃષભને યાદ કરતાં કરતાં, કૃષ્ણપક્ષના ચંદ્રની કળાની જેમ, એ ગળતાં જતાં હતાં. બ્રાહ્મી ને સુંદરી હમેશાં એમની સેવામાં ખડાં રહેતાં. એમનો રોગ સહુ જાણતાં, પણ એનું ઔષધ કોઈની પાસે નહોતું. એક દિવસ શાંતિથી એમણે સદાને માટે આંખો મીંચી દીધી. ભરતે એમના દેહને ક્ષીરસાગરમાં પધરાવ્યો. પિતાજીએ અયોધ્યાનો ત્યાગ કર્યો, એ અરસામાં જ બાહુબલી પોતાના ભાગમાં આવેલ બહલી દેશ તરફ ચાલ્યો ગયો હતો. સુંદરીએ તો એને છોડ્યો હતો. બ્રાહ્મીએ પણ સાથે આવવા ના કહી. માતા મરુદેવા, માતા સુમંગલા ને મોટાભાઈ ભરતની રજા લઈ એ વિદાય થયો. દેશ દૂર હતો, માર્ગ સરળ નહોતો. બાહુબલી ગયો તે ગયો. એ પછી એના કંઈ વર્તમાન ન મળ્યા. આજ એ જ અયોધ્યાનગરીના રાજપ્રાસાદમાં માતા ને પુત્ર ગજપુરનગરથી આવેલ પ્રવાસી જન પાસેથી પૃથ્વીનાથે સ્વીકારેલી ભિક્ષાની વાત સાંભળી રહ્યાં હતાં. “અરે, શ્રેયાંસ કેવો સદ્ભાગી ! મા જેવી થઈને હું નિરાંતે પ્રાસાદમાં બેઠી છું, ને દીકરો વનવન ભૂખ્યો ને તરસ્યો ફરે છે !'' “માતા, સમર્થની ચિંતા ન હોય. જેણે મહાન ઉન્નતિ માટે સર્વસ્વ ત્યાગ્યું હોય, એને વળી આવા ઉત્પાત મૂંઝવે ખરા ?” પ્રવાસી, તારી એ કથા ફરી કહે ! વારુ, મારા વૃષભને તેં નજરે નિહાળ્યો હતો ને ? એનો સુવર્ણ વર્ણ કંઈ શ્યામ તો નથી પડ્યો ને ? અરે, એની શેષ રહેલી અલકલટોમાં કોઈએ તેલ સીંચ્યું હતું કે નહીં ?' મા જેવું ઘેલું પ્રાણી સંસારમાં બીજું કોણ છે ? એના જેવું વહાલ પણ ત્રિભુવનમાં કયાં છે ? આ વાતો કદાચ પૂરી ન જ થાત, પણ અચાનક યમક નામનો પ્રતિહારી હાજર થયો. એના મુખ પર આનંદની આભા હતી. એણે ઉચ્ચ સ્વરે કહ્યું : જય હો મહારાજ ભરતદેવનો ! હર્ષના વર્તમાન છે : પૃથ્વીનાથ ઋષભદેવ વનવન ફરતા શાખાનગર પુરિમતાલના શકટાનન નામના ૩૦૨ * ભગવાન ઋષભદેવ Page #322 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાનમાં પધાર્યા છે. જંગલને મંગલ બનાવનાર પ્રભુ વટવૃક્ષ નીચે બિરાજ્યા છે. કહેવાય છે કે જે જ્ઞાન માટે તેમણે સર્વસ્વનો ત્યાગ કર્યો હતો, એ એમને પ્રાપ્ત થયું છે. ને અયોધ્યાના ત્યાગ વખતે સ્વીકારેલું મૌન તોડીને આજે સ્વામી સ્વમુખે ઉપદેશ આપવાના છે. શું દિવ્ય જ્યોતિ છે ?” “ધન્ય, ધન્ય ! માતાજી, પૃથ્વીનાથ પધાર્યા છે, ચાલો દર્શને !” “બેટા, તૈયાર છું. પણ મારી આંખો, આ પડળ !” મરુદેવાએ જોરથી આંખોને ખેંચતાં કહ્યું. અદ્ભુત જ્યોતિને નીરખવા આ આંખો વ્યર્થ છે, ત્યાં તો અંતરની જ્યોતિની જરૂર છે.” ને ભરતરાજ તૈયાર થવા ઊડ્યા. એ જ વખતે શમક નામના પ્રતિહારીએ પ્રવેશ કર્યો, ને ઉચ્ચ સ્વરે ઘોષ કરતાં કહ્યું : જય હો મહારાજ ભરતદેવનો ! સેનાપતિ સુષેણે કહાવ્યું છે, કે ચક્રવર્તીત્વની સાધના માટેના અંતિમ અસ્ત્ર – ચક્રરત્નની પ્રાપ્તિ થઈ ચૂકી છે. શોધ સંપૂર્ણ થઈ છે. સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ચક્રના પ્રત્યેક આરા સૂર્યનાં સહસ્ર કિરણની જેમ પ્રકાશી ઊઠ્યા છે. મહારાજ આજ અવિજેય બન્યા છે. જલદી ચક્રરત્નની પૂજા માટે પધારો.” ભરતરાજ એક ક્ષણ થંભી ગયા. એક તરફ પિતાજીના આગમનનો વૃત્તાંત, બીજી તરફ ચક્રરત્નની સિદ્ધિના વર્તમાન ! પહેલી પૂજા કોની કરવી ? મન એક ક્ષણ દુવિધામાં રમી ગયું. બીજી જ ક્ષણે નિર્ણય કર્યો કે અરે, ક્યાં વિશ્વવત્સલ પિતાજી ને ક્યાં આ વિશ્વ પર ભયકારી ચક્રરત્ન ? પ્રથમ પૂજા પિતાજીની જ હોય ! સર્વશ્રેષ્ઠ રાજહસ્તી અંબાડી સાથે તૈયાર હતો. માતા મરુદેવા પણ જલદી જલદી આવીને બેસી ગયાં હતાં. ભરતરાજના આગમનની સાથે હાથી ચાલી નીકળ્યો. આ વેળા આખું નગર ઘરબાર છોડીને ઉદ્યાન તરફ વહી રહ્યું હતું. માર્ગમાં વાત કરનાર કોઈ નવરું નહોતું. રાજહસ્તી પર બેઠેલાં માતા ઝંખવાયેલી આંખોના દીવડા સતેજ કરી કરીને દૂર દૂર જોતાં હતાં, ને વારંવાર કહેતાં હતાં : “ભરત, વૃષભ દેખાય એટલે મને કહેજે !” મારો વૃષભ ૩૦૩ Page #323 -------------------------------------------------------------------------- ________________ પણ હજી ઉદ્યાન દૂર હતું. રાજહસ્તીની પાછળ બીજા હસ્તીઓની હાર લાગી ગઈ હતી. એની પાછળ રથો, અશ્વો ને શિબિકાઓ હતાં. આજ અયોધ્યાનગરીમાં કોઈ ભૂલું.લંગડું પણ ઘેર રહ્યું નહોતું. “ભરત,” માતા મરુદેવાએ એકદમ ઉચ્ચ સ્વરે કહ્યું, “જો, પેલો રહ્યો મારો વૃષભ – વટવૃક્ષના મૂળમાં ! અરે, મુજ અંધીને ભુલવાડવા એણે કેવું ચારે તરફ તેજનું વર્તુલ રચ્યું છે ! પણ હું ભૂલું? એ વૃષભ ! મારો વૃષભ !” અરે મા, હજી અમે પૂરા જોઈ શકતા નથી. ત્યાં તમે તો જોઈ લીધા! અમારાં નેત્ર સારાં કે તમારાં ? ” આંખોમાં તો જાણે અજવાળાં અજવાળાં થઈ રહ્યાં છે. શું પ્રતાપ છે મારા વૃષભનો ! અરે, વહાલે એક શાસન કર્યું, તો આ વળી બીજું એનાથી ભારે શાસન જમાવ્યું ! શું કીટ, પતંગ ને પ્રાણી ! શું સ્ત્રી, પુરુષ ને બાળક ! અહા, એને નીરખીને બધા જીવ કેવા પ્રેમદીવાના બની ગયા છે ! વાહ રે તારું શાસન ! મનુષ્યોને તો ઘેલાં કરવાની તારામાં જન્મજાત કળા હતી, પણ આ પશુઓને પણ તેં પાગલ બનાવ્યાં. ભરત, આમ આવ ! જો હું જૂઠું કહેતી હોઉં તો આ તરફ જો, પેલી વૃષભને નીરખી રહેલ વાઘણને કોણ ધાવે છે ?” માતાજી ! એ બકરીનું બાળ છે.” પેલું હંસનું બચ્ચું બિલાડીના બચ્ચા સાથે ગેલ કરે છે ! ધન્ય ધન્ય, વૃષભ ! ધન્ય તારું શાસન ! ભરત, આ પ્રેમશાસનની પાસે આ તારું શાસન તો મને સાવ નિર્માલ્ય લાગે છે અને જો તો ખરો, ભરત, મારા વૃષભનો દેહ કેવો સુંદર છે ! અરે ભરત, મારા જર્જરિત હેયા પર જરા તારો હાથ તો મૂક !'' કાં, માતાજી ?' મારા હૈયાના નાના એવા જર્જરિત પાત્રમાં આ હર્ષ સમાતો નથી. ધન્ય વૃષભ, સંસારમાં માતાને પુત્ર પ્રણામ કરે; આજ પુત્રને માતા પ્રણામ કરે તેવો ઘાટ ઘડાયો છે. ધન્ય તારું શાસન !” ને માતાએ જોરથી ચિત્કાર કર્યો. એ સાથે કંઈક કડાકો થયો. મરુદેવાનું અસ્થિપિંજર ભરતદેવના ખોળામાં આવી પડ્યું. જ્યોત જાણે ઝગી ને હોલવાઈ ગઈ. ૩૦૪ ભગવાન ઋષભદેવ Page #324 -------------------------------------------------------------------------- ________________ ભરતદેવ માતાના મુખારવિંદ સામે જોઈ રહ્યા. ખુલ્લી એ આંખોમાં ભાવુકતા ભરી હતી. સ્તબ્ધ એ ઓષ્ઠ પર હર્ષની રેખા રમતી હતી. કરચલીઓવાળા એ ભાલમાં પ્રાપ્તવ્યની પ્રાપ્તિનો સંતોષ હતો. ભરતદેવ સ્થિતિ સમજી ગયા. ધન્ય માતા ! તારી ધૂલિ અમારા શિર પર હજો ! આખરે જગત્તારિણી માતા જગતને તરી ગઈ !”’ ભરતદેવે માતાના અંતિમ સંસ્કાર માટે હાથી પાછો ફેરવ્યો. મારો વૃષભ * ૩૦૫ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પ્રભુ, તુજ શાસન અતિ ભલ વટવૃક્ષની ઘેરી છાંયમાં મહાન કેવળજ્ઞાનની દિવ્ય જ્યોતિથી ઝળહળતા પ્રભુ બેઠા છે. ક્ષણ પૂર્વના જયજયનાદ, હર્ષધ્વનિ, દુંદુભિ-ઘોષ શમી ગયા છે. દૂર દૂર સુધી પથરાયેલો માનવસમૂહ ચિત્રની જેમ સ્તબ્ધ છે. રાજા ભરતદેવે પણ ઉત્તર દિશાના માર્ગે આવી, પ્રણિપાત કરી, સ્તુતિ કરી, પોતાનું સ્થાન લીધું છે. આકાશનો આસમાની ચંદરવો નાના એવા મેઘખંડોથી સુશોભિત છે. વાયુ વીંઝણા ઢોળે છે, ને દિશાઓ ભૂમિને અજવાળે છે. વિશ્વવત્સલ પ્રભુ આજ દીર્ઘ કાળની સાધનાનો સારાંશ ઉચ્ચારવાના છે. તેમણે શિલાની જેવા કઠોર ને મરુભૂમિ જેવા નીરસ જીવનને તપની ને સહિષ્ણુતાની જ્યોતિથી અજવાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. નવા શાસનના આદેશ આજે તેઓ આપવાના છે. અષાઢના આકાશમાં વાદળ મીઠું મીઠું ગર્જ એમ પ્રભુ બોલ્યા : “હે મહાનુભાવો, જે શાસન મેં તમને પહેલાં આપ્યું હતું, એનાથી અલૌકિક શાસન આજે આપું છું. કીડીથી કુંજર, પહાડથી વૃક્ષ, પ્રાકૃત જન અને પરાક્રમી પુરુષો સહુમાં એકસરખો જીવાત્મા વસેલો છે. દેહમાં છુપાયેલો એ દેવ અજર-અમર છે. તમારા દેહનો નાશ છે, એનો નાશ નથી. એ જીવાત્માને પિછાણો ! સંસારના જીવોને જીવન વહાલું છે. માટે તમે જીવન જીવો ને બીજાને જીવવા દો ! તમારું પ્રિય તે તેમનું પ્રિય બનાવો. કઠોર વાણી તમને હૈયાઝાળ ૩૦૬ ભગવાન ઋષભદેવ Page #326 -------------------------------------------------------------------------- ________________ જગાવે છે, તેમ તમે બીજાને કઠોર વચન કહી હૈયાઝાળ ઊભી ન કરશો. કોઈ તમારા તરફ દુષ્ટ વર્તન ચલાવે એ તમને ગમતું નથી; તમે પણ કોઈની તરફ દુષ્ટ વતન ન દાખવશો. તમારાં મન, વાણી ને કર્મ નિર્મળ, પ્રેમભર્યાં ને નિર્દેશ બનાવજો ! “એક અટલ સિદ્ધાંત કદી ન વિસ્મરશો : જેવું વાવશો તેવું લણશો; જેવું કરશો તેવું પામશો. લીમડાનું બી વાવી આમ્રની આશા રાખવી વ્યર્થ છે. આ સંસાર વ્યવસ્થિત ધોરણો પર ચાલી રહ્યો છે. તમારા ખરાબ કે સારા વિચાર કે વર્તનનું પરિણામ નિશ્ચિત છે. - પ્રેમને તમારો દેવ બનાવજો. ભીરુતાને જીવનમાંથી ફગાવી દેજો. કર્મ કરનાર પુરુષાર્થીની કદી હાર નથી, એનો કદાપિ પરાજય નથી એ મનમાં ધારી રાખજો ! તમારો આત્મા જ તમારો દેવ, આ પૃથ્વી તમારું દેવાલય ! સચ્ચરિત્રતા, સત્યનિષ્ઠા ને વહાલભર્યું વર્તન એ તમારી પૂજા ! તમારા સત્કર્મને એક ભવની મર્યાદાથી થંભાવશો ના ! આત્મા જ્યાં સુધી શુદ્ધ, બુદ્ધ ને મુક્ત નથી થયો, ત્યાં સુધી ભવોની પરંપરા સુધી – સત્કર્મનો તમને સાથ મળશે. = “સારું કરવું ને નઠારું તજવું; સારું કૃત્ય એટલે પુણ્ય, નઠારું કર્મ એટલે પાપ; એ પુણ્ય ને પાપની સાંકળો તમને કોઈ રાજાના કૃપાપ્રસાદ કે રાજાના દંડની જેમ સદા વીંટાયેલી રહેશે. તમે રાજાના મારથી માનો, ત્રાસથી તાબે રહો, શિક્ષાના ભયથી ફરજ અદા કરો, બીકથી પ્રામાણિક બનો, એમાં તમારી વિશિષ્ટતા શી ? એમાં તો એક રીતે તમે શરીરે પ્રામાણિક હો, છતાં મનથી તો ચોરના ચોર હો. રાજા તમારા નસીબે સદા રહે. એ ફરતાં તમે સ્વયં આત્મિક શાસનનો સ્વીકાર કરો ! આત્મદેવને હાજરાહજૂર સમજી પાપથી ડરો ! પુણ્યથી પરવરો ! આ મારું નવું શાસન છે. તમારો દેહ એનું પાટનગર છે. તમારી ઇંદ્રિયો એનું સૈન્ય છે. તમારો આત્મા એનો રાજા છે. ત્યાગ એની સમૃદ્ધિ છે. પ્રેમ ને કરુણા એનો ખજાનો છે.” પ્રભુએ પોતાનો ઉપદેશ થંભાવ્યો. એ પવિત્ર સ્વરોનાં વર્તુલો વાતાવરણને અજવાળી રહ્યાં. “પ્રભુ, હું આપના શાસનનો સ્વીકાર કરું છું.” બ્રાહ્મીએ ઊભી થઈને કહ્યું. પ્રભુ, તુજ શાસન અતિ ભલું * ૩૦૭ Page #327 -------------------------------------------------------------------------- ________________ “આ નગર ને આ પ્રાસાદની મૂચ્છ તજવી પડશે.” પ્રભુએ કહ્યું. તૈયાર છું.” “અને પ્રભુ હું પણ...” એક કોમળ કંઠનો અવાજ સંભળાયો. કોણ, પુંડરીક ?” હા, બાપુજી !” “તું બાળ છે. મારા શાસનની કઠોરતા...” “બાપુજી, શું સિંહનું બાળ નાનું હોય એથી સિંહ મટી જાય છે ? મારે આપના નવા શાસનનો સ્વીકાર કરવો છે.” “અસ્તુ !” “અને પિતાજી, હું પણ...” એક ખૂણેથી અવાજ આવ્યો. એ સુંદરી હતી, પણ એને ઊભી થયેલી જોતાંની સાથે રાજા ભરતદેવ ઊભા થઈ ગયા, ને અડધેથી વાક્ય ઉપાડી લઈ બોલ્યા : ...ને હું પણ પૃથ્વીનાથ. હું ને સુંદરી નગરમાં ને પ્રાસાદમાં સાથે રહીને શું આપના શાસનનો યત્કિંચિત્ પણ સ્વીકાર ન કરી શકીએ ?” “અવશ્ય. સબળ આત્માને કોઈ બંધન નડતાં નથી.” “હે આદિ પૃથ્વીનાથ, આપે સંસારમાં જેમ પહેલું લોકશાસન પ્રવર્તાવ્યું, તેમ આ આત્મશાસન પ્રવર્તાવી મનુષ્યને તમામ જીવો પ્રતિ માયાળુ, વ્યવહારમાં નમ્ર ને આચારમાં વિવેકી બનાવ્યો છે. આપે મનુષ્યોને પાપમાંથી તારવા નવું તીર્થ બનાવ્યું. આપ આદિ તીર્થનાથ પણ બન્યા. પુંડરીક ને બ્રાહ્મી અનગાર બની આપનું શાસન પ્રવર્તાવશે. હું ને સુંદરી આગારી – ગૃહસ્થી રહી પ્રવર્તાવીશું. आदिमं पृथ्वीनाथ-मादिमं निष्परिग्रहम्। आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुमः ।। “તથાસ્તુ.” ભગવાને ધ્યાનમાં ફરમાવ્યું. ભરતદેવનો આ વર્તાવ સુંદરીને ન રુચ્યો. અપ્રગટપણે પોતાના માટે નવું શાસન સ્વીકારવાનો ભરતનો નિષેધ એ પરખી ગઈ. આયુધશાળામાં પ્રગટ થયેલા ચક્રરત્નને વધાવવા જતા ભરતદેવના હાથીની ઘંટા રણઝણી ઊઠી. સુંદરીએ એમાં માયા-મોહના પડછંદા સાંભળ્યા. રે ભરત ! ૩૦૮ ભગવાન ઋષભદેવ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પ્રસ્થાન. આથમતી સંધ્યાની સામે પોતાનું સોનલવણું મુખ રાખીને સુંદરી બેઠી હતી. ભરતના છેલ્લા વ્યવહાર પછી એ વ્યાકુલમના બની હતી. એણે પોતાના શ્યામ કેશ છૂટા મૂકી દીધા હતા, ને અલંકાર સર્વ ઉતારીને અલગ કર્યા હતા. પણ સાચું સૌંદર્ય અલંકાર કે અંગરાગની પરવા કયે દિવસે કરે છે! કાળું કાળું અંજન ગીર ગૌર ગાલ પર આવીને કેવી કમનીય શોભા ધારણ કરે છે ! વિચારમગ્ના સુંદરી ન જાણે કયાંય સુધી બેસી રહી. રાજપ્રાસાદનો આકાશદીપ પ્રગટ્યો, તેની પણ તેને ભાળ ન રહી. એકાએક કોઈએ તેની આંખો દાબી. અરે ! આવી ઉદાસી પળે કોને આ મસ્તી સૂઝી ! સુંદરીએ કંટાળાભરેલી રીતે એ હાથોને દૂર કર્યા, ને પાછળ કોણ ઊભું છે તે જોયા વગર કહ્યું : “ભરત, મને આ ચાળા પસંદ નથી. મારું મન પિતાજીના નવા શાસનમાં છે.” સુંદરી, પછી મારા આ શાસનનું શું ? મા ગયાં, દાદી ગયાં, ભાઈ ગયો, પુત્ર ગયો, બહેન ગઈ; શું મારું ચક્રવર્તીત્વ આવું દુઃખિયારું હશે કે મને કોઈની છાયા જ નહીં ! નાનું કે મોટું, સારું કે ખોટું – આ શાસન પણ પિતાજીનું જ પ્રવર્તાવેલું છે ને ? ભરતના શબ્દોમાં આર્જવતા હતી. સુંદરીને એ સ્પર્શી રહી. પણ મને હવે આવી વાતોમાં રસ રહ્યો નથી." Page #329 -------------------------------------------------------------------------- ________________ - “સુંદરી, આવે સમયે – જ્યારે ચક્રરત્નની પ્રાપ્તિ થઈ છે, આવતી કાલે ભૂમંડલ પર એક વેશ, એક ભાષા, એક રાજા, એક સંસ્કૃતિ સ્થાપવા નીકળવાનો નિરધાર કરી ચૂક્યો છું, ત્યારે – તું મને નિરાશ કરીશ ? તારું સૌંદર્ય મને અદ્ભુત પ્રેરણા પાઈ શકે છે. તું મારો તિરસ્કાર કરીશ તો લડતો લડતો હું ન જાણે કોઈ રણમેદાન પર નિશ્ચેતન થઈને પડી જઈશ. મને તારી પ્રેરણાનો ખપ છે.” “મારા બાહ્ય સૌંદર્યનો મોહ ઉતારી નાખ ! આંતર સૌંદર્યને જો !” “એ સૌંદર્ય મારાથી જોઈ શકાતું નથી. જે સૌંદર્ય ચક્ષુથી પિવાતું ન હોય, સ્પર્શથી સત્કારાતું ન હોય, એ તો સ્વપ્નની સુખડી જેવું છે ઃ ન ભૂખ ભાંગે, ન ભ્રમણા ભાંગે. ક્યાં છે તારું એ આંતર સૌંદર્ય ?”’ “મારું એ સૌંદર્ય તારી વાસનાને વશ ન થવામાં છે.” “મારા વિજયો, મારું પુરુષાતન શું તને આકર્ષતાં નથી ? સુંદરી, જે ભરતના હાથને સ્પર્શવા વિદ્યાધરોની રૂપમનોહર પત્નીઓ ઝંખે છે. એને તું ઠોકરે મારે છે ?' “શસ્ત્રના વિજયો મને ગમતા નથી.” “તો તું મને છોડી જઈશ ? સંસારને જીતવા નીકળનારના જીવનને તું કરુણાથી ભરી દઈશ ? સુંદરી, આજ પ્રણય ન કરે તો ભલે, તિરસ્કાર તો કરીશ મા ! તું કહે તેટલી રાહ જોવા તૈયાર છું.” “તને નહીં છોડી જાઉં.” સુંદરીના શબ્દોમાં સમવેદના ગુંજતી હતી, “ભરત, અવિજેય ભરત, જ્યાં સુધી તને તારો પવિત્ર ધર્મ નહીં સૂઝે ત્યાં સુધી હું આ પ્રાસાદમાં જ રહીશ, અહીં જ રહીશ ને તારી રાહ જોઈશ.” “ધન્ય છે સુંદરી તને !'' ને ભરત મહામહેનતે બહાર નીકળી ગયો. એનાં પગલાં ભાવોદ્રેકમાં ભારે પડતાં હતાં. પ્રસ્થાન માટે સજ્જ સેનાએ પોતાના વિચક્ષણ ને વીર સેનાસ્વામીને આવતો નીરખી જયનાદ કર્યો. સુંદરી કાળા અંધકાર સામે ત્યાં સુધી જોઈ રહી કે જ્યારે એમાં પ્રભાતની પ્રકાશરેખા સળગી ઊઠી ! એનું વ્યાકુળ મન દિગન્ત સાથે ભળતા જતા પિતાના પવિત્ર પાદને પૂજી રહ્યું. એનાં સુંદર નેત્રો ગગનભેદી જયનાદો સાથે દિગ્વિજય માટે પ્રસ્થાન કરતા ભરતના પવિત્ર ધર્મને શોધી રહ્યાં. ૩૧૦ * ભગવાન ઋષભદેવ Page #330 -------------------------------------------------------------------------- ________________ જયભિખુ ની ઐતિહાસિક અર) પૌરાણિક નવલકથાઓમાં આગવું ભાત પાડતી ‘ભગવાન ઋષભદેવ’નો કથા સૂચવે છે કે ધર્મનું મુખ્ય ધ્યેય માનવીને સાચાં સુખશાંતિનો માર્ગ ચીંધી' કલ્યાણના રાહ પર દોરી જવાનું છે. દે શ કાળ ની સી મા આ અ નો ધર્મસંપ્રદાયના વાડાઓથી પર એવી ભગવાન ઋષભદેવની વૈશ્વિક પ્રતિભાનું અહીં આલેખન થયું છે. ભગવાન ઋષભદેવનાં ચરિત્રોમાં આવતા ચમત્કારો કે પછી સાંપ્રદાયિક મહિમા ધરાવતાં વર્ણનો ગાળીને લેખકે અહીં ભગવાન ઋષભદેવના પાત્ર દ્વારા માનવતાનો મહિમા પ્રગટ કર્યો છે. જૈન આગમગ્રંથોને આધારે લખાયેલી | આ નવલકથામાં રાજસંસ્થા અને લગ્નસંસ્થા સ્થાપનાર ઋષભદેવના જીવનકાળની હૃદયસ્પર્શી ઘટનાઓ મળે છે. વળી, અંતે સર્વ પ્રકૃતિનું મૂળ ત્યોગપ્રધાન ધર્મમાં છે એવું દર્શાવતા રાજા ઋષભદેવ ભર્યા વૈભવો છોડીને સાધુ બને છે. માનવજાતના ઉદ્ધારની ચિંતા સેવતા ભગવાન ઋષભદેવ દ્વારા ભાષા, દેશ અને આચારવિચારનું ઐક્ય સાધીને સંસ્કૃતિના પ્રારંભકાળની સૃષ્ટિ ખડી કરી છે. ISBN 978-81-89160-72-2 9l7 881 89ll1 6 072 2I/ wall cuucation mematorial FOI Private a personal Mag