SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ પાણિગ્રહણ કરી જીવનધર્મ સાથે અદા કરશે.” પૃથ્વીનાથ ઋષભદેવ થોભ્યા. થોડી વારે કડક શાસન પ્રસારતા હોય તેમ બોલ્યા : “આ પાણિગ્રહણ વગર કોઈ સ્ત્રી કોઈ પુરુષ સાથે, કોઈ પુરુષ કોઈ સ્ત્રી સાથે સહચાર સાધી નહીં શકે. નવાં કુટુંબ રચાશે. રોહણાચળની કન્યા વિન્ધ્યવાસી વીરની સખી બનશે; મેરુકુળવાસી નર સુમેરુની કન્યાને અપનાવી પોતાના રક્તસંબંધને વિસ્તારશે. એક સ્ત્રી એક જ પુરુષથી ગર્ભાધાન કરશે. એ રીતે કલા જાળવશે, વંશ ૨ક્ષશે, સંસ્કાર સંરક્ષશે. નર કુળનો પિતા બનશે, નારી કુળની માતા બનશે. પ્રેમ તમારો નેતા બનશે. સાથે રહેજો, સંતતિ વધા૨જો, કૃષિ કરજો, શિલ્પ જાળવજો, નિર્ભય રીતે રહેજો ! આ રીતે એકલોહિયા બનશો, ઉત્સાહી થશો, નિર્વિકારી થશો, વિશ્વવત્સલ થશો, તો વિશ્વજિત પણ બનશો !'’ સભા શાન્ત હતી. કથન પૂરું સમજાતું નહોતું, પણ શ્રદ્ધાથી સ્વીકારાતું હતું. મધ્યાહ્ન પૂરો થતો હતો. પક્ષીઓનો કિલકિલાટ શમતો હતો. વૃક્ષોની છાયા લંબાતી હતી. પવન શીતલ થયો હતો. પૃથ્વીનાથે હજીય નજર ક્ષિતિજ પર ઠેરવી હતી. સ્વામીની કેટલીક ટેવો સુોધ જાણતો હતો, એટલે એણે ધાર્યું કે પ્રભુને હજી વિશેષ કહેવાનું છે. ત્યાં તો જાણે મેઘ ગાજ્યો હોય એમ પૃથ્વીનાથ બોલ્યા : આ “સ્ત્રી અને પુરુષ બંનેએ પોતપોતાના ધર્મ સમજવાના. પ્રજનનયજ્ઞમાં સ્ત્રીને ભાગે મોટો હિસ્સો આવશે; અને એથી માતા સંસારમાં પહેલી પૂજા પામશે; સન્માનની પહેલી અધિકારિણી સ્ત્રી બનશે. પૃથ્વીપતિ બનનાર પુરુષ ઘરની રાણીની મર્યાદાનું ઉલ્લંઘન નહીં કરે. પ્રસૂતિમાં શરીરબળ, બુદ્ધિબળ ખર્ચનારી સ્ત્રી જ્યારે નિર્બળ બનશે, ત્યારે કંઈ પણ બળની ક્ષતિ વગરનો પુરુષ પોતાની બચેલી શક્તિથી માનુષી સંબંધો વધારશે; કલ્પના ને નીતિ, આદર્શો, યોજનાઓ ને ભાવનાઓને સક્રિય કરશે. સ્ત્રી ને પુરુષ જીવનમાં એકબીજાનાં પૂરક બનશે, એક ગાડીનાં બે પૈડાં બનશે. બેમાંથી જે કોઈ બીજા ૫૨ આધિપત્ય જમાવવા જશે એમનું સુખ નષ્ટ થશે, સંસ્કૃતિને મોટી ખોટ લાગશે. બંને એકબીજાની હરીફાઈ ક૨શે, તો એકબીજાને જીવનમાં સગવડરૂપ બનવા કરતાં અગવડરૂપ બનશે. કાંડાબળિયો પુરુષ પૃથ્વી જીતી લાવશે, ને સ્ત્રી પ્રસૂતિની પીડામાંથી સંતાન ૨૦૬ * ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy