SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અવિભકત આત્માઓ પર - કુમાર વૃષભધ્વજની જીવનસખી સુમંગલાને આ સમાચાર મળ્યા, ત્યારે એ એના આમ્રભવનમાં હતી. રાત કૌમુદી રેલાવતી હતી, પણ એના દિલમાં તો પળવારમાં ઘોર અંધકાર વ્યાપી ગયો. આંગણામાં ડોલરનાં ફૂલ સફેદ ચાદર બિછાવતાં હતાં, વાપિકામાં ચંદ્રિકાનું તેજ લઈને ચંદ્રકાન્ત મણિ ઝરતા હતા. પુષ્પોદ્યાન, નિર્ઝરગૃહ, પીઠિકા બધું રૂપેરી રસે નાહી રહ્યું હતું. સરયૂના પ્રવાહ પરથી ઠંડો પવન મંદમંદ વાઈ રહ્યો હતો. પણ આ પવન સુમંગલાના દેહને શેકી રહ્યો. એનો જીવનસાથી શું એનો નહોતો રહ્યો ? એકસાથે જ રમેલાં, એકસાથે જ જમેલાં. પ્રકૃતિએ એક કરીને જન્માવેલાં આજ શું વાતવાતમાં વિખૂટાં પડી ગયાં હતાં ? એક જ માતાનાં સ્તન પર બન્ને ધાવ્યાં હતાં, એ દૂધસંબંધ શું વિષ ભર્યો બની ગયો ? પ્રીતના બંધ એકદમ કાં ઢીલા પડી ગયા ? આખો સંસાર આ રીતે જીવતો હતો, ત્યારે આ વળી નવું તૂત શું ? વહાલો વૃષભ ! એના વિશાળ વક્ષસ્થળમાં હેતુથી ને અધિકારથી પોતે સદા મસ્તક ઘસ્યા કર્યું હતું. ગજરાજની સૂંઢ જેવા વૃષભના બાહુમાં ઊંચકાઈને એ વનો ને ઉપવનોમાં ભમી હતી. પોતાનો કળાધર કુમાર, પોતાના કાજે શું શું ન લાવતો ! ચંદનરસ લાવી પોતાના રમણીય દેહ પર એ ચર્ચા કરતો. કસ્તુરીના લેપથી હિમાળાની રાતોને ઉષ્ણ બનાવતો. પોતાના વૃષભ જેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy