SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ નવીનતામાત્ર પાપ નથી. અવનવીન ઘટનામાત્ર અનુચિત નથી. સારાસારનો વિચાર કરવો જોઈએ. સુનંદાના સ્વીકાર સાથે સરયૂતટના કુળવાસીઓમાં નવું બળ આવશે. એમનો પ્રદેશ વધશે. માનવસંખ્યા વધશે. નવી ધરા જોવાજાણવાની જિજ્ઞાસા જાગશે. એકબીજાને અપનાવતાં શીખશે. જ્યાં એક પ્રદેશમાં માનવો, બીજા પ્રદેશના માનવોને વાઘવની નજરે નિહાળે છે, ત્યાં સ્નેહસંબંધ ને સુજનતા જન્મશે. એ કુળ આપણું બનશે. જીવન-જાગરૂકતાનું કાર્ય વિસ્તૃત બનશે. પિતાજી, દરેક કાર્યમાં લાભાલાભનું પ્રમાણ નીરખવું, ને ઉચિત-અનુચિતનું નિર્માણ એ રીતે કરવું જોઈએ.” કુમાર, હું સમંતિ આપું છું, નાભિદેવે ઊંચે અવાજે કહ્યું, એમને પુત્રની દીર્ઘદૃષ્ટિમાં શ્રદ્ધા બેઠી હતી. “અમે સાથ આપીએ છીએ.” યુગલિકોએ કહ્યું. “હું સ્વીકાર કરું છું.” સુનંદાએ ઊઠીને કુમારના ચરણનો સ્પર્શ કર્યો. “સુનંદા, જન્મથી મારી સાથે જડાયેલ જીવનસખી સુમંગલા પાસે જા ! એને પ્રસન્ન કરવી જરૂરી છે.” “જેવી આજ્ઞા !” “અને કૃપાનાથ ! અમને તમારા કુળમાં વસવાની આજ્ઞા આપો !” સુનંદાની સાથે આવેલાં યુગલિકોએ વિનંતી કરી. “આજ્ઞા પિતાજીની, આશીર્વાદ પણ એમના જ હોય. સરયૂ જેવા અનેક સરિતાતટ તમારા હો ! માનવમાત્ર પરસ્પર સ્નેહસંબંધથી બંધાય, એ મારો આદર્શ છે. આજે યુગલિકોનું એક માનવકુળ કુળ વિનાનાં બીજાં માનવજૂથો સામે વાઘ-વરુની જેમ જુએ છે. એમને હિંસક સ્પર્ધા સિવાય સહકારની કલ્પના જ નથી. “વિશ્વમાત્રનો માનવ એક છે, એ મારી ઘોષણા ઠેર ઠેર પ્રસરાવજો ! યુગલ સંબંધ માત્રમાં એની પૂર્ણાહુતિ ન સમજશો. રોહણાચળનો વાસી માનવી સુમેરુના શિખર પર વસતા માનવીને પોતાનો સંબંધી માની જીવે; એ મારી કલ્પના છે. માનવમાત્ર એક બને, એ એકીકરણ માટે આ કુળમાં અમે સંબંધ વિકસાવ્યો છે. એ સંબંધો સાથે એનાથી પણ વિશેષ સંબંધો, જે અત્યારે મારી કલ્પનામાં મૂર્તિ છે, તે કાળે કાળે વિકસાવજો. આજ તમને સહુને મારા સંદેશવાહક બનાવીને મોકલું છું, વનેવન સંદેશ આપતા જજો !” કુમારની કલ્યાણમયી વાણીને સહુ સાંભળી રહ્યાં, અંતરથી તેને વંદી રહ્યાં. ઉંમર કેટલી નાની છતાં વાણી કેટલી અનુભવશાલ ! સુનંદાએ નીરખેલી અયોધ્યા ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy