SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ બની ગયા. છે એક માર્ગ, પિતાજી !’ “શું કોઈ માર્ગ છે, વત્સ ?' પિતા દોડીને પુત્રને ભેટી પડ્યા.“જલદી બતાવ. મારા અંતર-તાપનો કોઈ પાર નથી.” “પિતાજી, જેનું કોઈ સાથી નહીં, એનો સાથી હું.” “એટલે ?” નાભિદેવ ચમક્યા. “સુનંદાનો સાથી હું. જેમ સુમંગલા છે તેમ આ.” અણધાર્યો ભોરીંગની ફણા પર પગ આવી ગયો હોય ને માણસ જેમ પાછો હઠી જાય, તેમ નાભિદેવ ચાર ડગલાં પાછળ ખસી ગયા. એકત્ર થયેલાં કુળવાસીઓ પણ ચમકી ઊઠ્યાં. એમને લાગ્યું કે, આખું ઉપવન ધ્રૂજી રહ્યું છે. કુંજ પણ આ શબ્દોનું સામર્થ્ય સહન કરી શકતી નથી. આકાશ પણ થથરી રહ્યું છે. “પિતાજી, અનાથ જગતને સનાથ કરવા મારો જન્મ છે. યુગલિકો અનાથ-અનાધાર થઈ, ફરી એમના પ્રદેશમાં પાછાં ફરે એ મારે માટે અસહ્ય છે. સારા સાર્થવાહનની ફરજ છે, કે કોઈ પણ સાર્થથી વિખૂટા પડેલા સાથીને પોતાનો સાથ આપવો.’’ “એ કેમ બને ? કુળકરોના સંસારમાં એવું બન્યું નથી.' “પિતાજી, સંસાર એટલે જ પરિવર્તન ! આપણે ઋતુઓના પરિવર્તનમાં રંજ અનુભવીએ છીએ ? હાકાર-નીતિને આપણા પૂર્વજ વિમલવાહને પ્રવર્તાવી; એ જ નીતિમાં માકારનો સમાવેશ આપણા વિચક્ષણ પિતામહોએ કર્યો; અને તેમાં પણ આવશ્યકતા પડતાં આપણા વડીલોએ ધિક્કાર-નીતિન પ્રચાર કર્યો. પરિવર્તનકારોમાંથી કોઈએ પૂર્વજોના પ્રતાપને લેશમાત્ર ઝાંખો ન પાડ્યો, બલ્કે આમ કરીને જિજીવિષાના એમના મૂળભૂત આશયને જીવંત રાખ્યો. ધ્યેય વિચળ હોય. નીતિ તો સદા ચળ રહી છે, ને રહેવાની. પિતાજી, મારી દૃષ્ટિ કેવલ સરયૂતીરનાં કુળો પર નથી; જ્યાં સદા અગ્નિ વરસ્યા કરે છે, ને જ્યાં ગાત્ર થિજાવી નાખનાર હિમાળો લોહી ચૂસ્યા કરે છે, એ પ્રદેશના જીવો પર પણ છે. નિરાધારના સંતાપ ભારે દુઃખદ હોય છે.” “એનો સ્વીકાર કઈ રીતે શક્ય કરીશ ?”’ “પિતાજી; એ તો સહેલું કાર્ય છે. આપ સંમતિ આપો, યુગલિકો સાથ આપે. જીવનસખી સુમંગલા સહાનુભૂતિ દર્શાવે. સુનંદા મારો સ્વીકાર કરે. ૪૪ * ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy