________________
રીતે એ રાજા થયા, પ્રજાના કેવી રીતે પિતા થયા, કેવી રીતે યુગલિકધર્મ નિવાર્યો, ને અંતે શા કાજે રાજપાટ તજી અનગાર બન્યા – એ સર્વ રસભરી કથા કહી અમારાં હૈયાંને અજવાળો.”
રાજા બાહુબલીએ ધીર ચિત્તે એ કથા કહેવા માંડી.
એ કથા જેમ જેમ આગળ વધી તેમ તેમ કહેનાર અને સાંભળનાર બંનેનાં હૃદયમાંની ઉદાસીનતા ધોવાઈ ગઈ ને ઉલ્લાસ આવતો ગયો. નિરાશ થયેલી પ્રજા ફરી આનંદનો અનુભવ કરી રહી.
ભગવાન ઋષભદેવ જાણે સહુનાં અંતરમાં આવીને વસી ગયા !
અંતર વસિયા મહારાજ ર૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org