SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈની સહોદરા લાવવી ને આપણી આપી દેવી, એ પોતાના હાથનું ફળ બીજાને આપી દેવું – ને પછી પોતાના માટે એની સામે યાચક જેમ ઊભા રહેવા જેવું છે – એ મૂર્ખાઈ અમારાથી નહીં થાય.” “વારુ, સુયોધ, આટલાનો ન્યાય ચૂકવું છું, બીજાં કોઈ છે ?” “હા, એક ચોર છે. એણે પાસેના કુળમાંથી પશુ ચોર્યું છે.” કોણ છે એ ?” “પૃથ્વીનાથ, હું છું. પણ મારી એક વિનંતી સાંભળો. મારી પાસે બે વૃષભ હતા. એક મરી ગયો ને બીજો લાવવા માટે મારી પાસે કશું નહોતું. જો બીજો વૃષભ ન લાવું તો મારી ઇશુ સુકાઈ જાય તેમ હતી. જેની ચોરી કરી, એને મેં ઘણો સમજાવ્યો, પણ એ તો કહે વિનિમયમાં કંઈ આપવું જોઈએ; એ વિના ન મળે. આપવાનું મારી પાસે કંઈ નહોતું. આખરે હું એનો બળદ લઈ આવ્યો.” એ વૃષભના બદલામાં તારી ઇસુ પાકે ત્યારે કેટલા ઘડા રસ આપીશ ?” “એ કહેશે તેટલા. હાથની આંગળીઓ જેટલા અથવા હાથપગની આંગળીઓ જેટલા.” “સારું, બીજું કોઈ ?” “સ્વામી, આ માણસે સરયૂતીરની પૂર્વ દિશા તમામ ખેડી છે. ભારે મહેનત કરી – ને ભારે ફળ-ફૂલ નિપજાવ્યાં. પણ પછી લોભ જાગ્યો. એણે પૃથ્વીમાં ભંડાર કરી બધું એમાં ભરી દીધું. કેટલુંક તો સડી ગયું. છતાં એણે કોઈને ન આપ્યું. એક વૃષભના વિનિમયમાં એ જેટલું આપતો એટલું ચારના વિનિમયમાં પણ હવે આપતો નથી : ને જેમ પેલાં ભરી રાખેલાં ધાન્ય, ફળ ને ફૂલ સડતાં જાય છે, તેમ એ તો કહે છે : “મને કંઈ નુકસાન નથી, એટલી વિનિમયની પંચાત ઓછી, મારે તો સો વૃષભ ને ધેનુ લેવી છે. જેટલું બચશે તેટલા પર તેટલું લઈ લઈશ. ગરજ હશે એ લઈ જશે.” અને આથી એને તો લહેર થઈ છે. કેટલાંય કુળવાસીઓ પેટની લાહ્ય એના શરણે આવ્યાં છે. એમને પેટભર આપી, પોતે વળી નવા પાક ઉપજાવી ભંડારો ભર્યા છે. આપણા નવા નિયમ મુજબ કેટલાકને એક સખી પણ મળતી નથી, ત્યારે કેટલીય સ્ત્રીઓ એને વરવા આવી છે. કેટલાય એના મૃત્ય બન્યા છે. મૂઠીભર અનાજની લાલચે એણે ભારે વર્ચસ્વ જમાવ્યું છે, અને હવે તો કોઈ ૨૨૬ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy