SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ “તારાં માબાપ ન સમજે તો શું કરીશ ?' પૃથ્વીનાથે પશ્ન કર્યો. “એને પસંદ કર્યો તે કર્યો. હું બીજા કોઈ સાથીને પસંદ નહીં કરું.' “વારુ, તમારો નિર્ણય કરું છું. પછી બીજું કોણ છે ?” “પ્રભુ, હું. મારો તો પ્રશ્ન વળી એથી ઊલટો છે. એક સખી મેં પસંદ કરી છે. અને મેં વાત કરી તો કહે : મારી હા કે ના નથી, મારાં માતાપિતા કહે એને સાથી તરીકે સ્વીકારવા તૈયાર છું.' એનાં માતાપિતા કહે છે, કે એને લઈ જાઓ એનો વાંધો નહીં, પણ એના બદલે કામ કરવા બે વૃષભ આપતા જાઓ.' પ્રભુ, શું સખી મેળવવા માટે અમારે કિંમત પણ આપવી પડશે ?’’ “તું વૃષભ આપી શકે તેમ છે ??” “હા,’’ “વારુ, અન્ય ફરિયાદીને હાજર કરો.” “મારી ફરિયાદમાં બીજું કંઈ નથી. સ્વામી ! એક વાતનો નિર્ણય માગવો છે.” એક સ્ત્રીએ કહ્યું, “મેં એક પુરુષ પસંદ કર્યો છે. એ પુરુષ કહે છે, કે તારો સખા મારી સહોદરાને સ્વીકારે તો હું તને સ્વીકારું. એ વળી કોને શોધવા જશે ? પ્રભુ, આ નવા રિવાજમાં જેટલો રસ છે, એટલી માથાકૂટ પણ છે.” હા, પછી બીજું કોણ છે ?”’ “હું છું, સ્વામી !’” સુયોધ આગળ આવ્યો, “આ વનલતા નામની સુંદરી છે, એને એવો ચસકો લાગ્યો છે, કોઈ સુંદર પુરુષ દીઠ્યો કે એની પાછળ ધેલી ! એ પોતાનું એક ઘર બાંધતી નથી, ને અનેક ઘરોને ભાંગતી ફરે છે. એને મેં સમજાવી તો કહે : પૃથ્વીનાથે તો સહોદરને વર્જ્ય લેખવાનું કહ્યું છે, એક માબાપનાં સંતાન પ૨સ્પ૨ કામસેવન ન કરી શકે, તે મારે કબૂલ છે, બાકી ભિન્ન માબાપનાંની સાથે હરવા-ફ૨વામાં મને શો વાંધો છે ? સંસારમાં મારે એક સહોદર, બાકી બધા સખા ! ખોટું કહેતી હોઉં તો પૂછી જુઓ પૃથ્વીનાથને !” ચાલાક છે. ચતુરાનના ! ઠીક સાર ખેંચ્યો તેં !” “અને સ્વામી આ કુળનાયક નિકેત !” સુયોધે એક પડછંદ પુરુષને આગળ કર્યો, “આ અને એનાં કુળનાં તમામ માણસો યુગલિકધર્મ નિવારવાનો નિષેધ ભણે છે. તેઓ તો કહે છે કે અમે તો ભાઈ-ભગિની સાથે જ રહીશું. નવું શાસન : ૨૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy